Govt. Girls High School, JUNAGADH. |
જુનાગઢ ગર્લ્સ હાઇસ્કુલ એસ.એસ.સી ક્લાસ 1950-1951..
તસ્વીર માં દેખાતી સુક્ન્યાઓ . માંથી ઘણી ના નામ આગળ સ્વ. મૂકાઈ ગયું
છે. થોડી કન્યાઓ હાલ વિધવ અવસ્થા ભોગવે છે, અને અલ્પસંખ્યા ની આજે વૃદ્ધાવસ્થા માં પોતાના પોત્ર ને રમાડે છે.
તસ્વીર માં દેખાતા શિક્ષકો સ્વ.વી એન. નાણાવટી , સ્વ.સરલાબેન જોશી ,(પ્રિન્સીપાલ)સ્વ.વિ,ડી.ઝાલા.તથા
સ્વ.સી જે વખારિયા, તમામ દેવલોક ને પામ્યા છે.
બહુ થોડા લોકો ને એ ખબર હશે કે તે સમયે એસ.એસ સી બોર્ડ વડોદરા ન હોતું પણ પુના હતું. બોર્ડ ની વાર્ષિક પરીક્ષા પહેલા શાળા દ્વારા પ્રીલીમીનરી પરીક્ષા લેવાતી હતી , અને તેમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થી ને જ બોર્ડ ની વાર્ષિક પરીક્ષા માં બેસવા દેવાતા.હતા.
પરીક્ષા નું પરિણામ બોર્ડ દ્વારા બુકલેટ થી શાળા ના આચાર્ય ને પરિણામ ના દિવસ કરતા 24 કલાક અગાઉ મોકલવા માં આવતું. અને ગોપનીયતા ના હેતુ થી તે બુકલેટ તેજુરી ઓફીસ માં રખાતી જે પરિણામ ના સમયે જ શાળા એ પહોચતી .