Prof. P.B. Zala. |
" गुरु गोविन्द दोनों खड़े,किसको लागु पाई
बलिहारी गुरुदेवकि,जिन्हे गोविन्द दिखाई "
ગતવર્ષે આજના દિને ગુરૂવંદનામા જેમનીપાસે વિદ્યાભ્યાસની શરૂવાતકરી હતી, અને એકડો શીખ્યો હતો તેવા ગુરુવર્ય સ્વ, લાધાભાઇ માસ્તર ને સ્મરણાજલી અર્પી હતી, તો આવર્ષે જેમની પાસે વિદ્યાભ્યાસ પૂરો કર્યો અને જેણે મને એક કાચાપત્થર માંથી Polished કરી,સ્ફાટીકના પાંચીકાજેવો બનાવી,સામાજિક જીવન જીવવા કાબેલ બનાવ્યો તેવા સંવેદનશીલ, ઋજુ હૃદયી, અને પ્રેમાળ શિક્ષક ને આજે મારા 71માં જન્મદિને હૃદયાંજલિ અર્પું છું.અને તે છે પ્રોફે. પ્રફુલ્લભાઈ ઝાલા
સ્વ, પ્રફુલ્લભાઈ ભગવાનલાલ ઝાલા,(1930-2009) ગોંડલના વતની.
20/10/30, ના રોજ જન્મેલ સ્વ, પ્રફુલ્લભાઈએ પોતાની શાળાકીય કારકિર્દી ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલખાતે પૂરી કરી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી 1952 મા સ્નાતકની ઉપાધી મેળવી, મધ્યમવર્ગીય પરિવારમાં જન્મી, ઉછરેલા પ્રફુલ્લભાઈએ Earning & Learning ના ધ્યેય સાથે ભાવનગરની લોકપ્રિય, અને આદર્શ ગણાતી એવી ઘરશાળાસ્કૂલ માં શિક્ષકની નોકરી સ્વીકારી પોતાનો અનુ-સ્નાતકનો અભ્યાસ ચાલુ રાખ્યો અને તે રીતે 1952 થી,1955 એમ ત્રણવર્ષ તેણે તે નોકરી કરી અને MA ની ડીગ્રી મેળવ્યા પછી 1957, માં ભાવનગરની શામળદાસ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે નિમાયા જે કોલેજમાં તેઓ ભણ્યા, તેજ કોલેજમાં તે ભણાવતા, તેમને ઘણો ગર્વ હતો .
બહુજ ટૂંકા ગાળામાં એટલેકે 1959/1960, માં તેમની બદલી જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાં પ્રાધ્યાપક તરીકે બઢતી સાથે બદલી થતા તેઓ જુનાગઢ આવી સ્થિર થયા.
જુનાગઢનું તેનું પહેલું રહેઠાણ સ્વ,મુ, દિવ્યકાંતભાઈ નાણાવટીનું મકાન હતું વર્ષોસુધી તેઓ ત્યાં રહ્યા સાદગી, સરળતા, અને નિરાડમ્બર,એ ઝાલાસાહેબની પ્રકૃતિ હતી
ગાંધીવાદી વિચારસરણીને વરેલા, ઝાલાસાહેબ ચુસ્ત ખાદીધારી હતા, તે તેમના જીવનકાળસુધી રહ્યા .ડો, બીપીનઝવેરી,ડો, રમેશબેટાઈ,પ્રો પ્રભુ દેસાઈ સાહેબ, કે પ્રો.પી,સી,શાહ સાહેબ રોજ રંગબેરંગી ટાઈ , અને
સુટ સાથે કોલેજે આવતા પ્રધ્યાપકો વચ્ચે સફેદ ખાદીના ઝબ્ભા-પાઈજામા ઉપર ભૂરા રંગના જાકીટમાં સજ્જ થયેલ ઝાલાસાહેબ વિનમ્રતા,અને નિરભિમાની ની છાપ અંકિત કરતું વ્યક્તિત્વ હતાપોતાના સફેદ વસ્ત્રોમાં પારિજાતના ફૂલની જેમ નીખરી આવતા હતા તેમના વસ્ત્રોની સફેદાઈ તેમની નિષ્કલંકતાની પ્રતીતિ કરાવતા હતા .
ઘણા વિચારશીલ દીર્ઘદ્રષ્ટા,અને તિવ્ર બુદ્ધિમત્તા ધરાવતા ઝાલાસાહેબ તમામ વિદ્યાર્થીઓના દિલમાં સ્થાન મેળવી ચુકેલા.
ઝાલા સાહેબ તેવાજ સિદ્ધાન્તવાદી વ્યક્તિ હતા, સિદ્ધાંતના ભોગે કોઈ સમજુતી સાધવા તૈયાર નહી, ભલે તે લાભદાયી હોય, તેમના ધર્મપત્ની સ્વ, ચંદ્રીકાબેન મારાથી ઉમર માં સાત, આઠ વર્ષ મોટા, તેમણે અભ્યાસ છોડી દીધે ઘણા વર્ષો પછી જુનાગઢ આવીને આગળઅભ્યાસ કરવાનું વિચાર્યું, કોલેજપણ Regular કરવાના તેમના મત સામે સ્વ, ઝાલા સાહેબે સ્પસ્ટ સુચના આપેલી કે "જો તમે નિયમિતરીતે કોલેજે આવી શકવાના હો, તો જ Regular Student તરીકે અભ્યાસ કરવાનું વિચારજો, અનિવાર્ય સંજોગ સિવાય હું તમારી ગેરહાજરી કોઈ સંજોગમાં નહી ચલાવી લવું'"સ્વ. ચંદ્રીકાબેને તેની ખાતરી આપ્યા બાદ તેઓ Regular Student તરીકે કોલેજમાં જોડાયા . વર્ષ 1962/1963 માં સ્વ, ઝાલા સાહેબ B,A,ના વર્ગમાં અર્થશાસ્ત્ર ભણાવતા અને સ્વ.ચંદ્રીકાબેન વિદ્યાર્થી તરીકે અમારી સાથે બેંચ પર બેસી ભણતા.
ઈતિહાસ, અર્થશાસ્ત્ર, અને, રાજ્યશાસ્ત્ર ઝાલા સાહેબના મુખ્ય વિષયો હતા સૌમ્ય પ્રકૃતિ,અને બિલ્કુલ ગુસ્સો ન હોવા છતાં વર્ગમાં અખંડ શાંતિ જળવાઈ રહેતી, તોફાની વિદ્યાર્થીઓને વર્ગમા તોફાન કરવાની તક જ મળતી નહી, માત્ર તેમની સામે આંખ માં આંખ પરોવી ને થોડીવાર જોયાથી તોફાનીઓના તોફાન બંધ થઇ જતા.
એપ્રિલ,1978, માં તેઓ કાર્યકારી પ્રિન્સીપાલ, અને ત્યારબાદ એપ્રિલ 1979, પ્રિન્સીપાલ તરીકે બઢતી પામ્યા, તે દરમ્યાન તેઓ બહાઉદ્દીન હોસ્ટેલના રેક્ટર પણ રહી ચુક્યા હતા.
ઘણાખરા કોલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ એટલે અનિયંત્રિત સાંઢ, આવા માથાભારે, વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નો દાદાગીરી, સામે ગાંધીગીરીથી ઉકેલી એક અનોખું નામ મેળવ્યું,
અર્થશાસ્ત્ર જેવા શુષ્ક, અને નીરસ વિષય ના નિષ્ણાત હોવા છતાં તેમની ભાષા, સાહિત્ય ઉપર ગજબ પકડ હતી 1962,મા કોલેજના વાર્ષિક મેગેઝીન "ગિરી-નિર્ઝર”માં તેણે લખેલી એક લધુકથા "વૈશાખે ખાલી કરી દેજો "સ્વ,ઝાલાસાહેબ ની હળવી વિનોદીવૃતિનો પરિચય કરાવે છે.
આ તકે મને ઉમેરતા ગોઉરવ છે કે સ્વ, ઝાલા સાહેબના મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રોફેસર તરીકે નીમાયેલા,તેમના હાથ નીચે અભ્યાસ કરીચુકેલ ડો,અનિલ કિકાણી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ની ઈતિહાસ વિભાગનાવડા,અને સિવિલ સર્વિસકોર્સના વ્યાખ્યાતા રહીચૂકેલ છે. તે સિવાય ગુજરાતના નામીકવિ,અને ગઝલકાર શ્રી.રાજેન્દ્રશુક્લ,ખ્યાતનામ,ટી.વી.એન્કર,ગઝલકાર,અને મુંબઈ પોદાર કોલેજના શિક્ષક સુરેન ઠાકર"મેહૂલ " (નીચેનીતસ્વીરમાં ડાબેથીબીજા),ગઝલકાર ગુલામ લાખાણી "શરર " BOB ના A.G M સતીષ વૈશ્નવ, મારા અને મહેશ બક્ષી ઉપરાંત અસંખ્ય બેન્ક મેનેજરો તેમનીપાસે ભણવા ભાગ્યશાળીબન્યા હતા.
જેમ પ્રકૃતિ અને સ્વભાવ શાંત તેમ ઝાલા સાહેબની તબિયત પણ નાજુક, 1979,બાદ તેમનીતબિયત સારી ન રહેવાનેકારણે તેમણે 1980માં પ્રિન્સીપાલના હોદ્દેથી રાજીનામું આપીસ્વૈચ્છિક નિવૃત્તિ સ્વિકારી ભાવનગર સ્થિર થયા.
નિવૃત્તિપછી પણ સેવાકીય,અને સામાજિકપ્રવૃત્તિસાથે તેઓ લાંબોસમય સંકળાયેલારહ્યા.આવીપ્રવૃત્તિના ભાગરૂપે તેઓ ઈતિહાસપરિષદસાથે પણ જોડાયેલા, અને ઘણાપુસ્તકોનો અનુવાદ પણ કર્યો ઉપરાંત ભાવનગરનીકોલેજ,અને મહિલાકોલેજમાં માનદવ્યાખ્યાતા તરીકેપણ દીર્ઘકાલ સેવાઆપી.
.શૈક્ષણિક ઉપરાંત સામાજિક,અને વ્યવહારિકજીવનમાંપણ શ્રી ઝાલાસાહેબ,નખ-શિખપ્રમાણિક,અને સજ્જન હતા તે નિર્વિવાદવાત છે.
માત્ર શૈક્ષણિકક્ષેત્રે જ તેમનુંયોગદાન હતું તેમપણ નથી, તેઓએ ભાવનગરની"ગાંધી સ્મૃતિ,", "સરદારસ્મૃતિ" ગ્રાહક સુરક્ષામંડળ ,અંધજનમંડળ,તેમજ રક્ત-પિતસંસ્થામાંપણ પોતાની અમુલ્યસેવા બક્ષીછે .
ના દુરસ્ત તબિયતને કારણે પોતાની કર્મભૂમિ ભાવનગરછોડીને 2004,માં તેઓ વડોદરા તેમનાપુત્ર સાથે રહેવાઆવ્યા,અને,તારીખ 28/08/2009,નારોજ તેઓ ટૂંકીબીમારી ભોગવી,ફાનીદુનિયાને અલબીદા .કરી,પરલોક સિધાવ્યા
ક્યારેક ફુરસદની પળોમાં વિચારુંછું ત્યારે એમ થાયછે કે, રાજ્યસરકારદ્વારા પ્રતિવર્ષ ઘોષિતથતા "શ્રેષ્ઠ શિક્ષક અવોર્ડ”થી આવા,સન્નિષ્ઠ,આદર્શ,અને સ્વચ્છપ્રતિભાધરાવતા શિક્ષકો કેમ વંચિત રહી જતા હશે ?
પણ, હા, એપણ સાચું છે કે શ્રેષ્ઠ શિક્ષકનો અવોર્ડ મેળવવામાટે અનેક રાજરમત, કાવાદાવા, લાગવગ અને ઢોંગ, ધતિંગ કર્યાબાદ તેવી યાદીમાં સમાવેશ કરાવી શકાય છે, જયારે, સંત જેવું સાદું, પરમાર્થી, અને,પારદર્શીજીવન જીવનાર, સ્વ, ઝાલાસાહેબજેવાને તેવા સરકારી માનમરતબા, કે ઇનામ-અકરામ, ની ક્યાં પડીહતી? તેતો સાચાઅર્થમા માં.સરસ્વતીનાઉપાસક,અને,ઓલિયો હતા.
ગાંધીજી જેવો સુકલકડી, દુર્બળ દેહ, છતાં, અખૂટ ધીરજ,અડગ નિર્ણય શક્તિ,સતત વાંચન,અને ચિંતન તેનો ખોરાક,ચુસ્ત ગાંધીવાદી વિચારસરણી, અને આજીવન ખાદીધારી,સજ્જડ સિધાંતવાદી જ્ઞાન, અને તિવ્રબુદ્ધીનાસ્વામી,નિરભિમાની, મિતભાષી, અજાતશત્રુ,આનંદી, અને હસમુખા "ન ભૂતો ન ભવિષ્યતિ " તેવા ગુરુવર્યને આજના મારાજન્મદિને શબ્દાંજલિ અર્પી,વંદન કરૂ છું.
Sweet Memory
Me,(Next to Shri ZalaSaheb) With
Respected Late,Shri Zala Saheb,
In theGroup Photo Of B.A,Students(Economics & History Group)1962/1963.
Bahauddin College, Junagadh.( Saurashtra)