Tuesday, 24 December 2013

"આરસની તકતી"



11, જાન્યુ, 2002,
સાંજના,પાંચ-છવાગ્યાનો આશરો.ઘરનાદરવાજે કોલબેલ રણકી,દરવાજો ખોલતા એક જાડાકાચના ચશ્માંધારી આછાકેસરી ખાદીનાઝભા,સફેદપાયજામાં,ખભે ખાદીનો બગલ થેલાસાથે,ત્રણ અન્ય વ્યક્તિસાથે દરવાજે ઉભા હતા
તે ત્રણ પૈકી એક મારો જુનોમિત્ર પણ હતો.
મીઠા આવકારસાથે હું તેને મારા દીવાનખંડતરફ દોરીગયો.
મારા મિત્ર સિવાય હું બાકીનાને ઓળખતો નહતો,
પરિચયવિધિપછી કામઅંગે મેંપૂછ્યું
ખાદીધારી સજ્જને વાતનો દોર શરુ કરતાકહ્યુંકે,"આપ બેંકમાંથી V.R.S.લઈને વતનમાં સ્થિરથયા છો,
 તેવું આ તમારા મિત્રએ મને વાત કરતા આપને મળવાઆવ્યો છું,
મળવાનું ખાસપ્રયોજન એ છેકે મારી જાણ મુજબ આપ વિવિધ, ધાર્મિક,કે,સામાજિકસંસ્થાને અનુદાનઆપો છો, તેથી એવીજ એક સેવાભાવી સંસ્થામાટે દાન મેળવવાની અપેક્ષાસાથે અહીંઆવ્યો છું
હું ઘડીભર વિચારમાંપડીગયો, કે મેં કોઈ જગ્યાએ એવું મોટું દાન કર્યું ન હોવા છતાં આવી માહિતી તેમની પાસે કેવી રીતે,અને ક્યાંથી આવી? ( ખેદાન મેદાન ઘણા કર્યા હશે પણ મેં દાન કદી કર્યા હોય તેવું યાદ નથી)
મેં જવાબ આપ્યો કે,સાચું, પણ આપની માહિતી ખોટી છે, સામાન્ય રીતે હું દાન દેવા જેવી પ્રવૃતિમાં હમેશા પાછળ છું,અને નોંધપાત્ર દાન દેવા જેવી સક્ષમ આર્થિકસ્થિતિ પણ હું ધરાવતો નથી.મને લાગેછે કે આપને કોઈએ ગેરમાર્ગે દોર્યાછે."
સજ્જને જવાબઆપ્યો કે"મેં પોતે વડનગરના હાટકેશમંદિરની"દાનાવલીમાં આપનું નામ વાંચ્યું છે, તે ઉપરાંત અહીંની(જૂનાગઢની)હાટકેશહોસ્પિટલના પ્રવેશદ્વારપાસે જે દાનવીરોની આરસતકતી છે તેમાંપણ આપના નામ સાથે મોટી રકમ વાંચી છે.મને કોઈએ ગેરમાર્ગેદોર્યો નથી,”
"ઓહો,? આપે અહીની હાટકેશહોસ્પિટલમાં પણ મારુંનામ વાંચ્યુંછે ?"મેં ઇન્તેજારીથી પુછ્યું 
કેટલીરકમ સાથે શું નામ લખ્યું છે, "?
સજ્જનેજણાવ્યું કે"રૂ.51000/ વ્યોમેશ ઝાલાતરફથી,:હસ્તે મીનાક્ષીબેનબુચ
સજ્જને આગળવધાર્યું"મને ખબરછે કે ડો.મીનાક્ષીબેન આપના સ્વસુરપક્ષે સગા થાય છે.અને તેથી તે રકમ આપ બહાર હોવા સબબ કદાચ તેમની દ્વારા મોકલી હશે "
થોડીવાર વિચાર કર્યા બાદમને ઓચિંતું યાદઆવતા મે કહ્યુંઆપ સાવ સાચા છોતેવીરીતે,હું પણ ખોટો નથી. ,
આપેવાંચ્યું તેસાચું જ છે,પણ તે દાતા વ્યોમેશ ઝાલા,હું નહી "
"જેમ,ડો.મીનાક્ષીબેન મારા સ્વસુરપક્ષે સગા થાયછે,તેમ હાલ લંડનવસતા,અને મૂળપોરબંદરના વ્યોમેશ ઝાલા પણ મીનાક્ષીબેનના મોસાળપક્ષે સગા થાય છે,તેથી તેદાનવીર હું નહી,પણ લંડન વસતા,મારા નામેરી વ્યોમેશ ઝાલા હોઈશકે,તેમ છતાં ખાતરી કરવા આપ ડો.મીનાક્ષીબેનનો ફોનઉપર સમ્પર્ક સાધી લેજો "
તેવીજ રીતે વડનગરના હાટકેશમંદિરમાં પણ દાતા તરીકે મેં પણ તેનું નામ વાચ્યું છે તે સાચું છે "
સજ્જનની ગેરસમજ સ્વીકારતા તેઓએ કહ્યું, અરે,એમછે? મનેતો એમકે તે વ્યોમેશ ઝાલા આપ હશો"આપની વાતસાચી છે કે તે બાબતે મારી માહિતીની મારે,ખાતરી કરી લેવી જોઈતી હતી "
મેં કહ્યું, કોઈ વાંધો નહી,આવી ગેરસમજ સમાનનામને કારણે બનીપણ શકે,અને એક વ્યોમેશ 
લંડનમાંપણ વસતાહશે તેવો ખ્યાલતો તમને હોયજ નહી ને ?"
સાચું પુછોતો આવી ગેરસમજ ન ઉદભવે, તેકારણે પણ હું "દાનવીરોની યાદીમાં મારું નામ લખાય " કે તકતી મુકાય "તે વાતનો હું સૈધાંતિક વિરોધી છું.જે પણ કાઈ સ્થિતિ,સંજોગ પ્રમાણે,કરીએ તેની વળી જાહેરાત કે"તકતી"શું? શેક્સપિયરે કહ્યુંછે તે સાચુંજ છે કે"નામમાં વળી શું છે "?
ભામાશાએ રાણા પ્રતાપ માટે ધનકુબેર ભેટ આપ્યો હતો,પણ ભામાશાએ તેની કોઈ જાહેરાત કરી હોય તેવું મારા ધ્યાનમાં નથી, વિશ્વનીસાતઅજાયબી પૈકીની એક, તાજમહાલની ભવ્ય ભેટ શાહજહાંએ ભારત વર્ષને આપી, અબજો રૂપિયા ખર્ચીને બનાવેલ, બેનમુન ઈમારતમાં ક્યાય શાહજહાએપોતે પોતાના નામની તકતી મુકી હોય તેવું પણ મારા ધ્યાનમાં નથી.દાન,કે ભેટની વળી જાહેરાત શું?વળીઆપણે,કોઈ નાનજી કાળીદાસ,કે દીપચંદગાર્ડી જેવા દાનવીરતો નથીજ ?
નામ,દેહનીજેમ ક્ષણભંગુરછે, “નામ છે તેનો નાશ છે,” જોએ સાચું હોયતો નાશ છે તેનું નામ કેમ હોઈ શકેગમે તેવો દાનવીર હશે,પણ તેમના અવસાન પછી તેની સ્મશાનયાત્રા"ન-નામી"માં ફેરવાયજાય છે, દેહની સાથે નામનું પણ મ્રત્યુ થઇ જાયછે.
સોના-ચાંદીના સિંહાસનપર બિરાજનાર,હાથીની પાલખીમાં બેસનારા,અને,સુખડના પલંગપર, સુંવાળામખમલી બિસ્તર પર સોનારા,મ્રત્યુપછી વાંસના બામ્બુની સીડીમાં બંધાઈને,કે કોફીનમાં બંધ થઇ જઈને,નનામી સ્વરૂપે નીકળી,લાકડાના ભારણ તળે,કાષ્ટશૈયામાં પોઢી,પંચમહાભૂતમાં વિલીન થઇ જાયછે,ત્યારબાદપણ"દીવાલપરની આરસનીતકતી પર અમર થઇ જવાનો મિથ્યાપ્રયાસ છે.   
દેહદાન એ સૌથી મોટું,અને અમુલ્ય દાન ગણાય છે.તેમ છતાં દેહદાન કરનારાઓના મૃતશરીર, 
કે જે ત્યાંદવાખાનાના કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવે છે તે પણ નંબરથી ઓળખાય છે, 
મૃતશરીર પોતાના નામથી ઓળખાતું નથી.આવા દેહદાનની તકતી ક્યાં મુકશો ?.
અલબત્ત આ બધુ વ્યક્તિગત વિચારધારાપર આધારિત છે"જૈસી જિસકી સોચ "

   

Wednesday, 18 December 2013

બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ.

Bahauddin College, Junagadh.
જુનાગઢની બહાઉદ્દીનકોલેજ સૌરાષ્ટ્રની બીજી સૌથીમોટી,અને જૂની કોલેજ તરીકે જાણીતી છે, જે ઈ,સ. 1900 માં સ્થપાયેલી
આ કોલેજ ત્રણ યુનિવર્સીટી જોઈચુકેલી છે કોલેજ ની શરૂવાત થઇ ત્યારથી બૃહદ મુંબઈ રાજ્ય દરમિયાન તે મુંબઈ યુનિવર્સીટીસાથે જોડાયેલી,ત્યારબાદ ગુજરાત જયારે મુંબઈ રાજ્યથી છુટું પડ્યું, ત્યારથી તે ગુજરાત યુનિવર્સીટી સાથે સલગ્ન થઈ અને હાલ લગભગ 1964/1965,થી તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જોડાયેલી છે
113 વર્ષના જીવનકાળ દરમ્યાન આ કોલેજ ના અનેક રૂપરંગ બદલાયા,પહેલા આર્ટસ, અને સાયન્સ એમ બન્ને વિભાગો એકજ કોલેજ ના નામ નીચે આવતા (બહાઉદ્દીન કોલેજ ) સમય જતા બન્નેવિભાગો,  બિલ્ડીંગો,તેમજ વહીવટી વ્યવસ્થા અલગ થયા, પણ હવે તે બહાઉદ્દીન આર્ટસ, એન્ડ સાયન્સ કોલેજ તરીકે જાણીતી થઈ સારાસારા, વિદ્વાન પ્રાધ્યાપકો આ કોલેજ માં પોતાના જ્ઞાન નો લાભ આપી ગયા, તેવીજ રીતે આ કોલેજે અનેક રત્નો ની સમાજ ને ભેટ આપી છે.
એક જમાનો હતો જયારે કોલેજ ના પ્રિન્સીપાલ થી માંડી ને સમગ્ર સ્ટાફ કોલેજ ના,તથા વિદ્યાર્થીઓના હિત ની પ્રવૃત્તિ કરવામાં હમેશા આગળ હતા, સંસ્કૃતિક,અને રમતગમત ની સ્પર્ધા ક્ષેત્રે ગુજરાત યુનીવર્સીટીમાં બહાઉદ્દીન કોલેજ આંતર યુનીવર્સીટી સ્પર્ધાઓમાં, કે આંતર કોલેજ સ્પર્ધામાં હમેશા મોખરે રહેતું હતું
મને બરાબર યાદ છે કે એક સમયે આ કોલેજમાં વર્ષ દરમિયાન ત્રણ વકતૃત્વ સ્પર્ધાઓ યોજાતી
1, સ્વ. પ્રોફે, ગુણવંત જોશી ગુજરાતી વકતૃત્વસ્પર્ધા, કે જેમાં જુનાગઢ ની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તથા કોલેજો ને આવરી લેવાતી 
2, પ્રોફે, આર.ડી. જોષી અંગ્રેજી વકતૃત્વ સ્પર્ધા,
3, સ્વ, રમેશ વોરા હિન્દી વકતૃત્વ સ્પર્ધા
તાજેતરમાં સાયન્સ વિભાગમાંથી નિવૃત પ્રાધ્યાપક સાથે વાત કરતા જાણવા મળ્યું કે આજે આ ત્રણેય વકતૃત્વ સ્પર્ધા ઘણા સમય થી બંધ થઇ ગઈ છે એટલુજ નહી પણ તેજ કોલેજમાં ભણેલ,અને આ સ્પર્ધાઓમાં વિજેતા નીવડેલ તે પ્રાધ્યાપકે વલોવાતા હૃદયે કહ્યું કે સાંભળી નેજીવ બળે કે તે સ્પર્ધાના વિજેતાઓને આપતા શિલ્ડો પણ કોલેજ માંથી ચોરાઈ ગયા છે,નથી થતા હવે તેસમય જેવા મુશાયર,કવિ -સમ્મેલનો, ડીબેટ,રાસોત્સવ,પ્રવાસ-પર્યટનો, વાર્ષિક પ્રોગ્રામો, કે ફીશ પોન્ડ્સ, તેવી યાદગાર ટુર્નામેન્ટો,વ્યાખ્યાન માળાઓ બધું અત્તિતમાં ધરબાઈ ગયું    
મને એ પણ યાદ છે કે આ કોલેજ એકસમયે વિવિધ રમતગમત અને સંસ્કૃતિક ક્ષેત્રે અગ્રક્રમે રહીને, આંતર કોલેજ, કે આંતર યુનીવર્સીટીમાં વિજેતા નીવડી અસંખ્ય શિલ્ડો પ્રિન્સીપાલની કચેરીમાં શોભાયમાન હતા
આ કોલેજ ના વિદ્યાર્થી સ્વ, વિરેન્દ્ર વસાવડા, વોલીબોલની આંતર યુનીવર્સીટી સ્પર્ધામાં ખાસ વોલીબોલ ની "સર્વીસ " ના નિષ્ણાત હોય , ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી આંતર યુનીવર્સીટી સ્પર્ધામાં ગુજ, યુની, નું પ્રતિનિધિત્વ કરેલું , તેવીજ રીતે ગુજ,યુની,મહાદેવદેસાઈઆંતર કોલેજ ગુજરાતી,અને મહાત્મા ગાંધી ટ્રોફી (ઈંગ્લીશ) વકતૃત્વ સ્પર્ધામાં સ્વ,પ્રફુલ્લ વૈષ્ણવ,અને સ્વ,રમેશ ઝાલા એ બહેતરીમ પ્રદર્શન કર્યું હતું ક્રિકેટ,માં પણ બુચ બ્રધર્સ,(જગુ-ધીરુ)સ્વ,નરેશ મહેતા,વીરેન્દ્ર જે  વસાવડા, ધનુ બુચ,અવિનાશ બુચ, હર્ષદ મહેતા, જેવા ધુરંધર ખેલાડીઓ નું અમુલ્ય યોગદાન રહ્યું છે ટેનીસ, અને બેડમિન્ટન માં સ્વ, પરિમલ માંકડ, માનસત્તા,વી.ડી. વસાવડા ઉપરાંતઅનેક જુના જોગીઓએ પોતાના હીર ઝળકાવ્યા છે.
અવિનાશ રાણા,અજય રાણા, અજીત સાવંત, સ્વ. ચંદુ સાવંત, સ્વ, મહેશ વસાવડા,એથ્લેટ સ્વ, વિનુશાહ જેવા અનેક રમતવીરો આ કોલેજે આપ્યા છે
શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કારકિર્દી જોઈએ તો ઇતિહાસકાર સ્વ,શંભુપ્રસાદ દેસાઈ, સ્વ,રતિલાલ માંકડ ,સ્વ, કુસુમરાય દિવાન,સ્વ. પ્રફુલ્લ વૈષ્ણવ,શ્રી વિનાયકભાઇ બુચ,સ્વ, બી,ડી, દત્તા, તથા વરસાણી જેવા I.A.S  અધિકારીઓ અને કલેકટરોની સમાજ ને ભેટ આપી છે,
સૈન્ય, અને મીલીટરી ક્ષેત્રે કિરીટ જોશીપુરા,ઉમાકાંત ભટ્ટ,ડો,કમલેશઝાલા,પણ આજ કોલેજના વિદ્યાર્થીઓ રહી ચુક્યા છે.
સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ નાણાવટી,સ્વ.મનોજ ખંડેરિયા,રાજેન્દ્ર શુક્લા,સુરેન ઠાકર "મેહૂલ "ડો, ઉર્વિશ વસાવડા, શ્રી વીરુ પુરોહિત જેવા ઘણા તેજસ્વી કલમ સ્વામીઓ આ કોલેજની ઉપજ છે મારી જાણ મુજબ ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર "ધૂમકેતુ"પણ આજ કોલેજના વિદ્યાર્થી રહીચુક્યા છે 
જુનાગઢ સાહિત્ય,સંગીત અને કલાના ઉપાસકો નું કેન્દ્ર છે  શાસ્ત્રીય,અને હવેલીસંગીત ના બેતાજ બાદશાહ, હરિકાન્ત સેવક,હિમાંશુ છાયા,અને પુષ્પા છાયા આ કોલેજ ના મધ્યસ્થ હોલની દીવાલે,હજુ ગુંજતાહશે 
 આ કોલેજે સંખ્યાબંધ તબીબો બહાર પાડ્યા છે વાઢકાપના નિષ્ણાતોમાં ડો, જે,ડી,પટેલ(મૂળ કોલકી)
ડો. પીપલિયા,ડો.ભુપેન્દ્ર વોરા,અને ડો, સુનીલ અવાશિયાએ નાની વયે મોટું નામ હાસલ કર્યા નો યશ આજ કોલેજને  ફાળે જાય છે
શિક્ષકો,પ્રાધ્યાપકો, વહીવટી અધિકારીઓ,ડોકટરો,અને એન્જીનયરોની જો યાદી કરવા બેસીએ તો વર્ષો નીકળી જાય તેટલી સંખ્યામાં બહુ રત્નો આ કોલેજની સોગાત છે
રાજકારણ અને વકીલાતને ક્ષેત્રે, રાજ્યના ભૂતપૂર્વ કાનુન મંત્રી સ્વ.દીવ્યકાન્તભાઈ નાણાવટી, રાજ્યસભાના સભ્ય, સ્વ, સૂર્યકાંત આચાર્ય,ભૂતપૂર્વ એમ,પી, નાનજીભાઈ વેકરિયા, ધારાસભ્યો ગોરધનભાઈ વસોયા(પટેલ,) મહેન્દ્ર મશરૂ, નીડર પત્રકાર વિફ્રમ કિશોર બુચ એ બધા આજ કોલેજનો ફાલ હતા,સ્વ,પ્રફુલ્લ વૈષ્ણવ,સ્વ,રમેશઝાલા, લલિત વસાવડા,અને મહાવીરવસાવડા,સ્વ.સુરેશ વૈષ્ણવ,હરિકાન્ત જ. નાણાવટી   જેવા તેજાબી વક્તાઓ આ કોલેજની દેન છે તેમને સાંભળવા કોલેજનો મધ્યસ્થખંડ ચિક્કાર ભરાઈ જતો,જેનો હું શાક્ષી છું.
નાટ્યક્ષેત્રે વિપિન કીકાણી,ઉમાકાન્ત ભટ્ટ,રૂપા ઓઝા,ઈશ્વર તેલી,નરેશ ફીટર ઉપરાંત પણ અનેક કલારત્નો અહીં જ પાક્યા છે   
ગુજરાત હાઈ કોર્ટના ન્યાયમૂર્તિતરીકે ફરજ બજાવીચૂકેલ અને હાલના ગુજરાત રાજ્યનાલોકાયુક્ત  તરીકે નિયુક્તિ પામેલ શ્રી દિનેશભાઈ બુચ તો 1963 ના જ(મારીજ ) બેચ ના વિદ્યાર્થી તરીકે આ જ  કોલેજમાંઅભ્યાસ  કરી ચુક્યા છે રાજ્યના અતિ મહત્વના,અને ટોચના પદ ઉપર "બહાઉદ્દીન્યન" એ શું કોલેજ માટે ઓછું ગૌરવ  છે ?
અત્રે આપેલી યાદી ઉપરાંત પણ અનેક નામી અનામી પ્રતિભાઓએ  પોતાના ક્ષેત્રમાં બહાઉદ્દીન કોલેજનું નામ રોશન કર્યું છે જેની યાદી કરવા બેસીએ તો કદાચ વર્ષો વીતી જાય  
પણ,,,,, ખેદની વાતછે કે વર્તમાન કે ભૂતકાળમાં  કોલેજના કોઈ પ્રિન્સીપાલે આવા બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા, પ્રતિભાસમ્પન્ન વ્યક્તિઓ પૈકી કોઈ એકનેપણ નિમંત્રણ આપી બહુમાન કર્યું હોય, તેવું જાણવા મળ્યું નથી કોલેજ નું ગૌરવ શું હતું, અને તે  કોણ છે, તેનો પરિચય વર્તમાન વિદ્યાર્થીઓને કરાવવાથી એક નુતન પ્રેરણા નો સંચાર થાય છે
વર્ષોથી આ કોલેજ પોતાનો વાર્ષિક ઉત્સવ ઉજવે છે આ પ્રસંગે વર્તમાન પેઢીને પ્રેરણા મળે, અને શીખવા મળે, કે જાણવા મળે તે હેતુ થી "વ્યાખ્યાન માળા " યોજી ક્રમશ;આવા વિરલાઓમાંથી કોઈને
ખાસ નિમંત્રણપાઠવી તેમનું સન્માન કરવું જોઈએ તે સન્માન તે વ્યક્તિ નું નથી, તે સન્માન કોલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું છે, અને તેમાં કોલેજનું જ ગૌરવ  છે ને  ?