Thursday, 24 April 2014

છપ્પનની છાતીનો નાગર ,,,,,





વર્ષો પહેલાની આ વાતછે,
સુરેન્દ્રનગર જીલ્લોપાટડી તાલુકો,દસાડા નામનું ખોબા જેવડું નાનું ગામ.
એક દિવસ દસાડાની પોલીસે સુમરા નામના ઇસમની ડેલીની સાંકળ ખખડાવી,
"સુમરો છે? પોલીસે પૂછ્યું
ઘરનીઅંદરથી છાતીસુધીનો ઘુમટો તાણેલી એક,સ્ત્રી બહારઆવી.
સ્ત્રીએ જવાબ આપ્યો કે"ના,નથી,એ તો ખોટકાના કામે બહારગામ ગયા છે "
"સારૂ,એ આવે ત્યારે પોલીસ ચોકીએ મોકલજો,મોટા સાહેબે તેને બોલાવ્યો છેએટલું કહી પોલીસના માણસો જતારહ્યા.
 દસાડા,સુરેન્દ્રનગર જીલ્લાની સરહદનું છેલ્લુ ગામ ત્યાં માથાભારે,અને,અસામાજિક પ્રવૃતિઓથી સંકળાયેલી મીયાણા,અને સિન્ધી મુસ્લિમોની વસ્તી સુમરો પણ તે પૈકીનો એક માથાભારે તત્વ હતો. અને ગામમાં તેની પુષ્કળ રંજાડ હતી
*******            ******      ****  
સાંજના પાંચેકવાગ્યાનો સમય.
પોલીસ સ્ટેશનના મેદાનમાં એક ઇસમ દાખલ થયો
ખુજુરીના સુકાઈ ગયેલ પાન જેવા સુકા,કોરા,બરછટ, જાડાવાળ, કાક્ચીયા જેવી મોટી માંજરી આંખ,ગળામાં બ્લુ રંગનું ડીઝાઇનવાળું રેશમી મફલર,ધોળો પણ મેલોપાયજામો વાદળી રંગનો કુરતો,પગમાં ફાટેલી મોજડી પોલીસચોકીના મેદાનમાં જ ઉભારહીને તેણે બુમપાડી,"ક્યાંછે મોટોસાહેબ?મને શામાટે બોલાવ્યો છે ?"
પોલીસ અધિકારી નજીકના ગામમાં એક ગુન્હાની તપાસમાટે ગયેલા,અને પોલીસચોકીમાં માત્ર ત્રણ-ચાર પોલીસ કર્મચારી જ ફરજ ઉપર હાજર હતા.તેમાના એક પોલીસે બહાર આવી જવાબ દીધો,"સાહેબ બહાર ગયાછે, તું મોડેથી અર્ધીકલાક રહીને ફરીથી આવજે "  
ગુસ્સાથી તમતમી ગયેલ ઇસમેં સાહેબના પરિવારને,તેમજ પોલીસ કર્મીઓને ગાળો ભાંડવી શરુ કરી,મોઢામાંથી અંગારનો વરસાદ વરસવો શરુ થયો, બેફામ ભૂંડી,અને બિભત્સ ગાળોનો મારો વરસાવ્યો.આમ થોડો વખત પોતાનો આક્રોશ વ્યક્ત કરી થાકીને ચાલ્યો ગયો.
પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંજ એક છેડે પોલીસ અધિકારીનું ક્વાર્ટર હતું.
ક્વાર્ટરની બહાર P.I.સાહેબના વૃદ્ધપિતાશ્રી આરામ ખુરશી પર બેસીને પાન બનાવતા બેઠા હતા,
આ બધો તાલ-તાસીરો તેણે જોયો.અને, બિભત્સગાળો પણ સાંભળી તેઓ ગુસ્સે થયા,તુર્તજ પોલીસ સ્ટેશનના ફરજ પરના સીનીયર જમાદારને બોલાવીપૂછ્યું,"આ કોણ હતો? અને અહીં શામાટે તે આવ્યો હતો ?"
જમાદારે જવાબ વાળ્યો,"દાદા, આ સુમરો હતો, ગામનો ઉતાર,અને માથાભારે આદમી છે,
દસાડામાં અત્યાર સુધીમાં દરબાર,રાજપૂત,કારડીયા,પટેલ,રબારી,અને ભરવાડજેવા કૈક કડક પોલીસ અધિકારીઓ અહીં આવી ગયા છે,પણ તેઓએ કોઈએ સુમરાને આજસુધી,આટલા વર્ષોથી વતાવ્યો નથી,તેણે પાટડીમાં બે ખૂનકર્યા છે, તેનો કેસ ચાલે છે,અને નજીકના ગામ માળિયામિયાણામાં પણ ચાર ખૂન કેઈસ હજુ તેના ઉપર ઉભાછેઅમે પણ સાહેબને ચેતવ્યા હતા કે,સાહેબ,”આગ અને નાગ સાથે ખેલ હોય”,અને તેમાય વળી સુમરો ભિષણદાવાનળ,અને, કાળોતરાનાગ જેવો ભયંકર છે પણ સાહેબને ગળે ન ઉતર્યું,અને આજે સવારે તેને બોલાવવાનું કહ્યું હતું તેથીતે અહીં સાહેબને મળવા આવ્યો હતો.  
હવે ફરી સાહેબ આવશે ત્યારે તે અહીં આવશે.
જવાબમાં P.I .સાહેબના વૃદ્ધ પિતાએ ડોકી હલાવી,અને માત્ર મલક્યા,
                                   *******************
સાંજ ઢળી ગઈ હતી. લગભગ સાત-સાડાસાતનો સમય હતો, શિયાળાના દિવસો હતા.ગામ બહાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એકાંત અને અખંડ શાંતિ હતા.
પોલીસ અધિકારી(P.I.સાહેબ)ની જીપ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશીજીપમાંથી સાહેબ નીચે ઉતર્યા.
 વિશાળ ભાલપ્રદેશ, લીંબુનીફાડ જેવી મોટી ચમકદાર આંખ,તોતિંગવૃક્ષ જેવી વિરાટકાય,મજબુત કસાયેલું શરીર.
જીપમાંથી ઉતરી પોતાના ક્વાર્ટર તરફ જવા તેણે ડગલા ભર્યા એવામાં એક સિંહગર્જના શાંત વાતાવરણમાં ગાજી ઉઠી."ખબરદાર છે. ઘર નીઅંદર પગ મુક્યો છેતોફૂટીકોડીની કિમંતનો એક મામુલી,મવાલી અધિકારીના પરિવારને,અને,સ્ટાફને ગાળો ભાંડી જાય?તેની હિમત કેમ ચાલે? તમે શું ફોજદારી કરોછો? ઉતારી નાખો આ વર્દી, અને,પોતડી પહેરીને શિવમંદિરના પુજારી થઇ જાવ "
ક્વાર્ટરના દરવાજે બેઠેલ P.I,સાહેબના વૃદ્ધ પિતાશ્રીએ ગર્જના કરી પુત્રને કહ્યું
તેઓ પણ રજવાડાના સમયમાં પોલીસ ખાતામાં ફોજદારના હોદ્દે વર્ષો સુધી કામ કરીચુક્યા હતા. રાજા-રજવાડાના સમયમાં અનેક બહારવટીયાઓને મોઢે ફીણ અવરાવી દીધા હતા,
આજ તેના નાગરી લોહીમાં ફોજ્દારીનું ઘોડાપુર ધસમસ્યું, ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલો ચહેરો અને અવાજમાં ખુમારીની ધ્રુજારી સ્પસ્ટ વર્તાતી હતી.
શાંત વાતાવરણમાં વૃદ્ધ પિતાના શબ્દો પડઘાવા માંડ્યાતમે શું ફોજદારી કરો છો,પોતડી પહેરીને શિવમંદિરનાપુજારી થઇ જાવ.P.I સાહેબના કાનમાં પડઘાતા અવાજથી સાહેબને જનોઈવઢ ઘા પડ્યો હોય તેમ,તરત પાછાપગે પોલીસસ્ટેશન તરફ દોડ્યા દાખલથતાજ જમાદારને બધીવાતપૂછી, જમાદારે વિગતે ઘટેલી ઘટના વર્ણવી.
   તુરતજ ગુસ્સે ભરાયેલા અધિકારેએ હુકમકર્યોજાવ,એ સુમરાને ધક્કામારીને અહીંસુધી લઇ આવો "
એટલું કહી P.I.સાહેબ કમ્પાઉન્ડમાં જઈ સુમરાની રાહ જોતા ઉભા રહી ગયા.
થોડીવારે બે પોલીસકર્મીઓ સુમરાને લઇને હાજર થયા.સાહેબને જોતાજ સુમરાએ બુમ મારી"બોલ,આજે સુતા સિંહને કેમ જગાડવો પડ્યો?"
બે ડગલા આગળવધી, P.I.સાહેબે જથ્થાબંધમીઠાઈ બનાવતા કંદોઈના લાંબા,મજબુત તવેથા જેવા લોખંડી હાથથી બે જાપટ સુમરાને વળગાળી દીધી,સુમરો જમીનપર ફસડાઇપડ્યો, તેનામોઢામાંથી લોહી નીકળતું હતું .
સીંદરી જેવા કડકવાળના જડથાને પોતાનીમુઠ્ઠીમાં ભીંસથી પકડી PI સાહેબે તેને એકહાથે ઊંચકી ઉભો કર્યો, ગાંડીવના ટંકારવ જેવાઅવાજે સાહેબબોલ્યાસાંભળી લે સુમરા, ગામમાં બે દાદા એકસાથે નહી રહી શકે,સવારનો સુરજ ઉગતા પહેલા તું આગામ ખાલી કરી ચાલ્યો જાએટલું બોલતાજ ફરી,ત્રીજી જાપટ ખેંચી,પીઠ ઉપર હાથીના પગ જેવા પગથી લાત મારી.સુમરાએ હાથ જોડ્યા માફીમાગી,ચાલતી પકડી
બીજે દિવસે સવારે જમાદારે સમાચાર આપ્યા,કે સુમરો ઘરને તાળું મારી ઘરખાટલાસાથે પાટડી રહેવા ચાલ્યો ગયો "
આ દબંગ પોલીસ અધિકારી તે જુનાગઢના સ્વ.હરીકાન્તભાઈ નાણાવટી,અને,વૃદ્ધફોજદાર પિતા તે સ્વ.મુ.રામભાઈ નાણાવટી.
આનું નામ સિંઘમ…. 
વંદનછે, નિડર પિતા પુત્રને તેની,કર્તવ્યનિષ્ઠાને.