.
બે એકદિવસપહેલા, ગરમી, અને
ઉકળાટને કારણે ઊંઘ ન આવતા, મેં
ઈન્ટરનેટ પર
"ભગવત ગીતા”વાંચવાનું શરુ કર્યું.
"ભગવત ગીતા”વાંચવાનું શરુ કર્યું.
વાંચતા,વાંચતા રાત્રીના બે વાગ્યા હશે,આંખો
બળવામાંડી, એટલુજ નહી પણ ગીતાની
ગહન ફિલોસોફી મને ન સમજાતા હું કંટાળ્યો, અને સુતો,
સુતા સુતા, સામાન્યપ્રશ્નો મારામગજમાં દોડવાલાગ્યા.હું વધુ ગૂંચવાયો. કેટલાક
સરળપ્રશ્નોના જવાબ
મને ન મળતા તે પ્રશ્નો મારામગજમાં ઘૂમરાવામાંડ્યા, અને આમનેઆમ મારીઆંખ મીંચાઈ ગઈ.
મળસ્કાનો સમય હશે.મારારૂમમાં
સહસા એક તેજપુંજ પથરાઈ ગયો ,અને
એકાએક ભગવાન શ્રીકૃષ્ણ મંદ,મંદ સ્મિતસાથે મને સ્વપ્નમાં પ્રગટ્યા,
સાક્ષાત ભગવાનને
મારીસન્મુખ જોતાજ હું અવાચક બની તેમને દંડવતપ્રણામ કર્યા,
ભગવાને આછું
સ્મિતવેરતા કહ્યું," વત્સ,
હું જાણું છું કે તું ક્યાંક અટવાયો છે,
તને મારાઆપેલા ઉપદેશમાં શંકાજાગતા તારા હૃદયમાં ઘણાપ્રશ્નો
જન્મ્યાછે.હું આજે તારાપ્રશ્નોનોજવાબ આપી, તારી શંકાનું નિવારણ કરીશ.કહે તું ક્યાં
મુન્જાયો છે ?
બન્નેહાથ પ્રભુને જોડતા વિનમ્રતાથી મેં કહ્યું "પ્રભુ, જ્યાંસુધી કોઈપણ પ્રશ્નનોખુલાસો ન મળે ત્યાંસુધી હૃદયના બંધદરવાજા,અને આંખઆડેના પડળ ખુલતાનથી,એટલે
સ્વભાવિક હું અટવાયો છું, પણ
શંકા નથી, અને મારા તેપ્રશ્નો આ પ્રમાણે છે.
હું - પ્રભુ,જીવન શા માટે આટલું બધું ગૂંચવાયેલું (Complicated)
છે ?
ભગવાન - જીવનનું વિશ્લેષણ
કરવું બંધકર,વિશ્લેષણકરવાથી જીવન
વધુગૂંચવાડાભર્યું બનશે
હું, -
શામાટે અમો આટલાબધા દુખી છીએ ?
ભગવાન -બેંકની નોકરી કર્યાપછીથી ચિંતાકરવી
તે તારો સ્વભાવ,અને આદતબનીગઈ
છે.અને તેથી તું સુખીનથી.તું આવતી કાલની ફિકર મારાઉપર છોડીદે, તું "આજ"નું કર.કાલનો ઉદ્વેગ તું શા માટે કરે છે ?
હું, - પ્રભુ શામાટે બધા સારા માણસો હમેશા દુખ ભોગવે છે ?
ભગવાન - હીરાને પહેલપાડ્યા વિના,ચમકાવી,કે
પોલીશ કરી શકાતો નથી,સોનાને અગ્નિમાંનાખીને
તપાવ્યાવિના શુદ્ધતા મેળવીશકાતી નથી. સારામાણસોની કસોટી જરૂર થાય છે,પણ દુખી થતાનથી. અને તે
અનુભવોથી તેનીજિંદગી મધુરબને છે, કઠીન,
કે કડવી નહી.
હું - પ્રભુ,
શું આપ એમકહેવામાગો છો કે તેવા અનુભવો
જિંદગીમાં ઉપયોગી છે ?
ભગવાન - હા, દરેકતબ્બકે તે જરૂરી છે.અનુભવ એ કડકશિક્ષક છે,જે પહેલા કસોટીકરેછે અને પછી બોધપાઠ આપે છે
હું, - પ્રભુ,ઘણીબધી સમસ્યાઓને કારણે અમને ખબરનથીપડતી કે અમે ક્યાંગૂંચવાયા છીએ ?
ભગવાન - તમે
બહારની બાજુ નિહાળશો તો તમને નહી ખબરપડે કે તમે,ક્યાં
ગૂંચવાયા છો તમારીઅંદર તમે
નિરીક્ષણકરો "આંતરચક્ષુ"નો
ઉપયોગ કરી,તમારા અંતરાત્માને જુવો
આંખ દૃષ્ટિઆપે છે, જયારે હૃદય માર્ગબતાવે છે
આંખ દૃષ્ટિઆપે છે, જયારે હૃદય માર્ગબતાવે છે
હું, - પ્રભુ,
શું નિષ્ફળતાથી મળેલીનિરાશા, આગળ
વધવામાટે અવરોધકબને છે ?
ભગવાન -સફળતા એ
અન્યએ નક્કીકરવામાટેનું માપદંડ છે. જયારે આત્મસંતોષ એ વ્યક્તિએ નક્કી કરવાનું માપદંડ
છે
હું - પ્રભુ તેવા સંજોગમાં સતત પ્રોત્સાહિત કેવી
રીતે રહેવું ?
ભગવાન - હમેશા તમે
કેટલુંચાલ્યા છો તે જુવો, કેટલું
ચાલવાનું છે તે ન જુવો, હમેશા
તમે જે મેળવ્યું છે,તેનો વિચારકરો,
જે ગુમાવ્યુંછે તે ન વિચારકરો. (गतम् न सोचामि.!)
હું, - ભગવાન, માનવજાતની સૌથીઆશ્ચર્યજનક ઘટના તમે કઈગણો છો ?
ભગવાન - ભગવાન સહેજહસ્યા,અને બોલ્યા,જયારે માણસ દુખનીઅનુભૂતિ કરે
છે,ત્યારે તે કહે છે
”આ, મને શુંકામ ?" પરંતુ જયારે સુખનો આલ્હાદક અનુભવ કરે છે,ત્યારે તે ક્દીપૂછતો નથી,કે,
"આ મને શુંકામ?" તેવીજરીતે જયારે માણસ સફળતાપ્રાપ્ત કરે છે, કે વિજય મેળવે છે, ત્યારેતે,
"હું "અને "મેં"બોલે છે."હું હોઉં તોજ થાય," મેં કર્યું"પણ જયારે તે નિષ્ફળતામેળવેછે કે પરાજિતથાય છે ત્યારે માનવજાત મને,અને નસીબને દોષદઈને બોલે છે કે “હે પ્રભુ,આ તે શુંકર્યું ?" "નસીબજ ખરાબ છે”
”આ, મને શુંકામ ?" પરંતુ જયારે સુખનો આલ્હાદક અનુભવ કરે છે,ત્યારે તે ક્દીપૂછતો નથી,કે,
"આ મને શુંકામ?" તેવીજરીતે જયારે માણસ સફળતાપ્રાપ્ત કરે છે, કે વિજય મેળવે છે, ત્યારેતે,
"હું "અને "મેં"બોલે છે."હું હોઉં તોજ થાય," મેં કર્યું"પણ જયારે તે નિષ્ફળતામેળવેછે કે પરાજિતથાય છે ત્યારે માનવજાત મને,અને નસીબને દોષદઈને બોલે છે કે “હે પ્રભુ,આ તે શુંકર્યું ?" "નસીબજ ખરાબ છે”
વાસ્તવિકરીતે નથી,
મેં કોઈ ખોટુંકર્યું હોતું,નથી નસીબનો કોઈદોષ હોતો, " દરેક વખતે માનવી પોતાના કર્મો ભોગવતો હોય છે
પછી તે સારા હોય,કે ખરાબહોય,
કર્મપ્રમાણે તેને સારો, કે ખરાબ બદલો મળતો હોય છે.
હું.- પ્રભુ,હું જીવનમાં"સર્વોત્તમ"કઈરીતે મેળવી
શકું?
ભગવાન - કોઈપણ
રંજ વિના તમારાભૂતકાળ(ના કર્મો)નો સામનોકરો,આત્મવિશ્વાસસાથે વર્તમાનને સાચવી લો,અને ભયવિના ભવિષ્યમાટે તૈયાર રહો .
હું,- પ્રભુ, મારો છેલોપ્રશ્ન, કેટલીકવાર મને એમલાગે છે કે,મારીપ્રાર્થનાનો મને કોઈજવાબ નથીમળતો. .
ભગવાન - કોઈપણ
પ્રાર્થનાનોજવાબ નહોય તે અશક્યછે.દરેક
પ્રાર્થનાનો જવાબ હોયજ છે.દરેક ની પ્રાર્થના તેના નિશ્ચિત સમયે હું સાંભળતો જ હોઉં છું.યાદ રાખ, "ભાગ્યની પહેલા,અને ભાગ્યથી વધુ કદી કોઈને મળતું નથી" .ભયછોડીને
શ્રદ્ધારાખો, વિશ્વાસ કેળવો.જિંદગી જાણવાંજેવું રહસ્ય છે,ઉકેલવામાટેનો કોયડો નથી.મારામાં વિશ્વાસ,અને,શ્રદ્ધા,રાખ.જો જિંદગી જીવતાઆવડે તો તે અદભુત છે
"Life is Wonderful, if you know how to live"
બસ, આટલુંબોલતા જ મારુંસ્વપ્ન ઉડી ગયું,
પથારીમાં જ્યાં
આંખઉઘડી ત્યાં સામેનીદીવાલપર “ગીતાઉપદેશ"ની આ તસ્વીર ઉપર મારી નજર સ્થિર થઇગઈ .