"આ ઘરના પગથીયા ચડવાની તારી હિમત કેમ ચાલી? તું તારી ઔકાત તો જો,
તું શું મને ખરીદવાઆવ્યો છે? યાદરાખ કે તું શિક્ષકને નહી,પણ સરસ્વતિને ખરીદવા નીકળ્યો છો,તું એમ સમજે છે કે તારા બુટચંપલની જેમ વિદ્યા વહેચાયપણ છે,અને ખરીદી પણ શકાય છે ?હું શિક્ષક છું સોદાગર નથી.ગેટ આઉટ,આજ પછીથી આ ઘરના પગથીયા બીજીવાર ન ચડીશ તને એમ હશે કે "માસ્તરનું મોઢું વળી કેવડું ?" તેમ માનીને 200/ રૂપિયા લઈને તું દોડી આવ્યો, તો તું સમજી લે કે આવી કદાપી,તું 200 નોટ વધુ પણ લાવ્યો હોત,તોપણ તને આજ જવાબ મળત,તું કોના કહેવાથી અહીં આવ્યો છે ?પોતાનું મોરલ વહેંચીને બીજાનું મોરલ ખરીદવા નીકળ્યો છે ?" ગેટ લોસ્ટ

બેઠકના ખંડમાંથી સિંહગર્જના સાંભળતાજ સગડી ઉપર દાળને વઘાર કરવા મુકેલી તપેલી સગડીએ થી ઉતારી બેબાકળી મા રસોડામાંથી બહાર ધસી આવી. હું પણ ઉપરના માળે મારા અભ્યાસખંડમાંથી અભ્યાસ છોડી 19 પગથીયાની સીડી ત્રણ ટપ્પે ટપીને શ્વાસભેર નીચે દોડી આવ્યો
સામાન્ય સંજોગોમાં અમે પિતાજીને આટલા ગુસ્સે થતા કદી જોયા નથી,તેનીઆંખમાંથી અગ્નિ વરસતો હતો ગુસ્સા,અને આવેશમાં ધ્રુજતા હતા.

બેઠક ખંડ પાછળની દીવાલના ભાગે બે બારીઓ હતી,જે ઘરની વિશાળ ઓસરીમાંપડતી હતી
તે બંધ બારીની તિરાડમાંથી હું અને મારી મા બેઠક રૂમની ઘટનાનું અવલોકન
કરતા હતા. ખંડમાં તો શું પણ તે બાજુ ફરકવાનીપણ હિમત મારામાં તો ઠીક પણ મારી મા ના માં પણ ન હોતી
ખંડના હિંચકે ઝુલતા પિતાજીની સામેની ખુરશી ઉપર એક ઉજળા વાનનો નબળા બાંધાનો ત્રીસ-પાંત્રીસ વર્ષનો યુવાન હાથ જોડી દયામણા મોઢાથી કરગરતો હતો તેના જોડેલા હાથમાંથી રૂપિયા,100/ ની બે ચલણી નોટ ડોકાતી હતી.
યુવાને કરગરતા કહ્યું "સાહેબ,મારા બાપુજીના કહેવાથી હું અહીં આવ્યો છું,બાપ તરીકે તેને દીકરીની ચિંતા રહે તે સ્વાભાવિક છે. થોડી દયા કરો છોકરીના ભવિષ્યનો સવાલ છે, તે તમને દુવા દેશે "
પિતાજીએ એટલાજ ગુસ્સાથી જવાબ આપ્યો,"તારી વાતસાથે હું સહમત થાઉં છું,કે બાપને દીકરીના
ભવિષ્યની ચિંતા જરૂર થાય,પણ તારા બાપુજીને કહેજે કે તે ચિંતા કરવામાટે ઘણા મોડા છે,દીકરીનો અભ્યાસ શરુ થાય ત્યારથી ચિંતાકરાય,પરીક્ષામાં નાપાસ થાય,ત્યારે ચિંતા કરવી નક્કામી છે.
વાત રહી દુવાની તો મારે તમારી દુવાની જરૂર નથી.તમારી દુવા કરતા મારા અંતરઆત્માને છેતર્યાનું પાપ અનેક ગણું મોટું છે,ગુસ્સાથી ધ્રુજતા પિતાજીએ ચપટી વગાડતા કહ્યું "તું ચાલતી જ પકડ અને ખબરદાર છે જો ફરી આ કામ માટે અહીં આવ્યો છે તો "

યુવાન હાથમાં રહેલી ચલણીનોટ ખિસ્સામાંમુકતા ઉભો થઈ ચાલવા માંડ્યો
વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો.પાંચ-સાત મિનીટ સુધીતો ખંડની દીવાલમાંથી ક્રોધના ધોધ પડઘાતા રહ્યા,ઘર સુમસામ બન્યું
થોડીવારે મા પાણીનો ગ્લાસ લઈને પિતાજીને આપવા ગઈ,ત્યારે કુતુહલવશ પૂછ્યું,
" શું હતું ? કોણ હતા તે ભાઈ,? આટલા ગુસ્સે થવાનું કારણ શું ?
પાણી પીધા પછી સ્વસ્થ થતા પિતાજીએ બધી વાત માંડી ને કરી
*******
1955-56 ની આ વાત છે.
પિતાજી જૂનાગઢની ગર્લ્સ હાઇસ્કુલમાં વાઈસ પ્રિન્સીપાલ,અને ધોરણ અગ્યાર (S.S.C.)ના,વર્ગ શિક્ષક, ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃતના વિષય શિક્ષક હતા.
તે સમયે 10+2,ની અભ્યાસ પદ્ધતિ નહોતી,ધોરણ,11,તે મેટ્રિક(S.S.C.)ગણાતું હતું,અને તેની પરીક્ષા S.S.C. બોર્ડ પુના દ્વારા લેવાતી,
આ ઉપરાંત બોર્ડનો એક નિયમ એવો પણ હતો કે,બોર્ડના પરિણામની ગુણવત્તા ઉપર માઠી અસર ન પડે તે માટે સ્થાનિક શાળા દ્વારા લેવાતી છ માસિકપરીક્ષા,Preliminary Examination માં દરેક વિદ્યાર્થીએ પાસ થવું ફરીજીયાત હતું,જે વિદ્યાર્થી તેમાં અનઉત્તીર્ણ થાય તેને S.S.Cની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવાદેવામાં ન આવતું,અને તે રીતે તે બોર્ડની પરીક્ષામાટે ગેરલાયક ઠરતા .
******
જૂનાગઢમાં માંગનાથની કમાનની બરોબર સામે એક મોચીની દુકાન હતી,(મને ખાસ યાદનથી,પણ કદાચ તે દુકાનનું નામ "નવયુગ શૂ માર્ટ"હતું,(?) ) તે દુકાનદારની પુત્રી S.S.C.ની પરીક્ષાની ઉમેદવાર હતી.
પ્રીલીમીનરી પરીક્ષામાં અંગ્રેજીનું પેપર નબળું ગયું હોય,તે પાસ થઇ શકે તેમ નહોતી,જો તે પાસ ન થાય, તો બોર્ડની પરીક્ષામાં પણ બેસી ન શકે,તેથી તેનો ભાઈ પિતાજી પાસે રૂબરૂ મળવાઆવ્યો હતો,અને તેની બહેનના પેપરમાં ખૂટતા પાસીંગ માર્ક્સ મુકી દેવાની વિનંતી સાથે રૂપિયા 200/, "સુખડી" રૂપે આપવા પણ લાવ્યો હતો અને ઓફર પણ આપીચુક્યો હતો.
તે ભાઈએ પિતાજીને કહ્યું કે "મારી બહેન આ વર્ષે જો બોર્ડની પરીક્ષાઆપે તો તે પાસ નથીજ થવાની તેની અમને પણ ખાત્રી છે,પરંતુ, છ મહિના પછી કે વર્ષપછી ઘેર બેસીને રીપીટર તરીકે શાળા ભર્યા વિના પરીક્ષા આપી શકે તે ઉપરાંત હવે તે ઉમરલાયક થઇ છે, જો તેની સગાઈ નક્કી કરીએ તો સમાપક્ષને,"10ચોપડી પાસ છે" તેમ કહેવાનેબદલે "નોન મેટ્રિક છે,અને મેટ્રિકની પરીક્ષા ઘેર તૈયારી કરીને આપશે તેમ કહી શકાય અમારી જ્ઞાતિમાં કન્યાઓ મેટ્રિક કે નોન મેટ્રિક હોય તે ઘણું ગણાય છે" (તે સમયે "નોન-મેટ્રિક"પણ એક લાયકાત -Qualification,ગણાતું )પરંતુ અનુશાશનના ચુસ્ત આગ્રહી,તથા સિદ્ધાંતસાથે કદી સમજુતી ન કરનાર પિતાજીએ તે,ઓફર ન સ્વીકારતા તેને ઉધડો લઇ રવાના કરી દીધો
માસિક રૂપિયા300/ ના પગારદાર શિક્ષકે ઘેર બેઠા,મહેનત વિના મળતા રૂપિયા 200/ ને ઠોકર મારી,
બીજા શબ્દોમાં કહીએ તો,ત્રીસદિવસ સાત,સાત કલાક,ગળું ફાડીને, ભણાવ્યાના વેતનરૂપે મળતા,માસિક રૂપિયા 300/ નાપગારદારે ઘેર હિંડોળે ઝુલતા,મહેનત વિના,અન્યને ઉપકૃતકરી,ખુશ રાખીને,પાંચ મીનીટમાં મળતો,વીસ દિવસનો પગાર જતો કર્યો
આજે જયારે વર્તમાન પત્રોમાંવાંચુંછું કે"રૂપિયા,એક લાખ,પિચોતેર હજારના માસિક પગારદાર,કોલેજની આચાર્યા રૂપિયા 2500/ ની લાંચ લેતા જડ્પાયા" ત્યારે એક ત્રીરાશી મારા મગજમાં ઉકેલાતી નથી કે,જો રૂપિયા1,75,000/ કમાતા અધિકારીને પરિવારનું પેટપાળતા,રૂપિયા2500/ની ભુખ રહેતી હોય,તો,માસિક રૂપિયા300/ કમાતા સામાન્ય શિક્ષકનું,અને તેનાપરિવારનું પેટ કેમ ભરેલું રહેતું હશે ? ટૂંકા પગારમાં વસ્તારીપરિવારનું પેટ પાળતા,પણ તેને આટલો સંતોષ કઈરીતે હોતો હશે ?
એ સિદ્ધાંતવાદી પિતાએ,પોતાના સ્વર્ગવાસ પછી,અમને ત્રણેય ભાઈઓને ભૌતિક વારસારૂપે,રૂપિયા,
શેર્સ-સર્ટીફીકેટસ,ફિક્સ ડીપોઝીટ,કે સોના-ચાંદીની લગડી તો નથી જ આપ્યા,પણ, હા,એટલુ તો ચોક્કસ કે ક્યારેય વટાવી,ન શકાય,કે વાપરતા ખૂટે નહીતેવી,ઈમાનદારી,પ્રમાણિકતા,અને નીતિમત્તાતો જરૂર આપ્યા
ક્યારેક ફિલ્મ"દિવાર"નું એ દૃશ્ય તાજું થાય છે,જયારે નિવૃત,ગરીબ પ્રાથમિક શિક્ષક(હંગલ)ને ઘેર રોટલીનું પેકેટ લઈને ઇન્સ્પેકટર (શશીકપૂર)જાય છે,અને શિક્ષકના,આદર્શ અને નૈતિક મુલ્યોવાળા સંવાદ સાંભળ્યાને અંતે,ઇન્સ્પેકટર,દરિદ્ર શિક્ષકના ચરણસ્પર્શ કરતાકહેછે કે,:
" ऐसी शिक्षा,शायद किसी टीचरके घर से ही मिल शकती है !"
બિલકુલ સાચું છે, શિક્ષક એ જીવંત વિશ્વવિદ્યાલય છે .
******************
26,જાન્યુ,1963,ના દિને રાજકોટની પી.ડી,માલવિયા કોમર્સ કોલેજના વાર્ષિકોત્સવ નિમિત્તે પિતાજીને કાર્યક્રમમાં,તથા ભોજનસમારંભના અતિથિવિશેષ તરીકે,ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ જુનાગઢ આવ્યું
પિતાજીએ તે સહર્ષ સ્વીકાર્યું,જુનાગઢના એક નિવૃત,મધ્યમવર્ગીય,માધ્યમિકશિક્ષકને,રાજકોટની વાણિજ્યની અનુસ્નાતક કક્ષાનીકોલેજનાવાર્ષિકોત્સવમાં અતિથીવિશેષતરીકે સ્થાનમળવું તે શું તેનેમાટે ઓછું ગૌરવ હતું ?
(તસ્વીરમાં પિતાજીનીબાજુમાં
કોમર્સ કોલેજનાપ્રિન્સીપાલ,
સ્વ,સી,એન,હકાણી,ઉપરાંત વા,પ્રિ, આર,કે ગાંધી,પીઢકોંગ્રેસી આગેવાન સ્વ,વિનોદભાઈ બુચ,કોલેજના મુખ્ય ટ્રસ્ટી જે,ડી,માલવિયા,તથા અન્ય સ્થાનિક મહાનુભાવો નજરેપડે છે)
તેવીજ રીતે 1967 માં પોરબંદરની છાયા હાઇસ્કુલમાંથી નિવૃતથતા
પોરબંદરના,એચ,એચ, મહારાજાનટવરસિંહજીના હસ્તે તેમને સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયેલું
ચારિત્ર,પ્રમાણિકતા,અને નીતિમત્તાનીનોંધ સમાજમાં એક યા બીજી રીતે લેવાતીજ હોય છે,જેનો સામાન્ય માણસને ખ્યાલપણ નથી હોતો,તેઓ હમેશા કહેતાકે, Honesty Always Pays આ તેનું સાક્ષાત ઉદાહરણ