પુરાણોમાં ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યાની વાત પ્રચલિત છે એજ રીતે ભગવાન કૃષ્ણએ પોતાના પરમ ભક્ત નરસિંહ મેહતાની પુત્રી કુંવરબાઈનું મામેરું પણ પૂર્યાનો કિસ્સો જાણીતો છે.
કદાચ એ સતયુગની કથા આજે કળિયુગના માનવીને ગળે ન પણ ઉતરે, અને આવા ઈશ્વરીય ચમત્કાર આ ઘોર કળીયુગમાં બનવાની શક્યતા શૂન્યવત છે એવું લોકો માને છે પરંતુ આજે પણ શ્રદ્ધા અને સબૂરી ચમત્કાર સર્જી શકે છે એ પ્રતિપાદ કરતી એક સત્ય ઘટના રજૂ કરું છું.
રાજસ્થાનના ભરતપુર શહેરની આ વાત છે.
ભરતપુર ખાતે આવેલ "અપના ઘર આશ્રમ"માં જુદાજુદા કુલ 10 રાજ્યોમાંથી લગભગ 76 જેટલા મૂક-બધિર મહિલા પુરુષો લાંબા સમયથી રહે છે,
સ્વાભાવિક છે કે જયારે સરકાર તરફથી કોઈપણ પ્રકારની આર્થિક સહાય ન મળતી હોય ત્યારે આવડા મોટા આશ્રમના સંચાલન માટે અનેક આર્થિક સમસ્યાઓ નડતી હોય છે. આશ્રમ સંચાલક ડો.બી.એમ.ભારદ્વાજ ના જણાવ્યા અનુસાર આશ્રમના ખર્ચ માટે સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ લેવાતી નથી એટલુંજ નહીં પણ કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી પણ કોઈ અનુદાન માંગવામાં આવતું નથી.એ સંજોગોમાં
જરૂરિયાતની ચીજ-વસ્તુ કે સામાન-સામગ્રીની એક યાદી બનાવીને એ ચિઠ્ઠી ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં મૂકી દેવામાં આવે છે, સાથો સાથ મંદિરના નોટિસ બોર્ડ ઉપર પણ એની એક નકલ મુકાય છે.
શ્રદ્ધાળુઓ આવેછે અને યાદીમાં જણાવેલ કોઈ પણ વસ્તુ જેવી કે લોટ, ગોળ,ઘી,ખાંડ,તેલ,દાળ,ચોખા વિગેરે આપી જાય છે અને જે વસ્તુ આશ્રમને મળી હોય તે વસ્તુનું નામ એ યાદીમાંથી છેકી નાખવામાં આવે છે
ડો. ભારદ્વાજના કહેવા પ્રમાણે નેપાળ સહિતના દેશભરમાં "અપના ઘરના " કુલ 23 આશ્રમો આવેલા છે
ઘોર કળીયુગમાં પણ ભગવાન પોતાના ભક્તો અને શ્રદ્ધાળુઓની અરજી ધ્યાને લઈને એનું ધ્યાન રાખે છે તેનું આ જીવંત અને સચોટ ઉદાહરણ છે અને એટલેજ કદાચ કહેવાયું હશે કે
" શ્રદ્ધા હોય તો પુરાવાની શું જરૂર છે,
કુરાનમાં ક્યાં પયગમ્બરની સહી છે ?"