Sunday, 27 June 2021

 સી,એ,જ્યોત બક્ષી દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગ ઉપર યુવા વયે પુસ્તક : નાગર જ્ઞાતિનું ગૌરવ.

હાલમાં દુનિયાભરમાં અને ભારતમાં પ્રવર્તમાન નાણાકીય ગેરરીતિના કિસ્સાઓમાં દિનપ્રિતિદિન નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.અને અનેક જુદી જુદી કંપનીઓમાં વિવિધ પ્રકારના નાણાકીય ફ્રોડ/ગોલમાલ બહાર આવી રહ્યા છે. સત્યમ,I.L.F.,S,P.M.C,બેંક વિગેરે આ બાબતે વધુ ચર્ચામાં છે આ પ્રકારના ફ્રોડથી કંપનીની શાખ તથા કંપનીના શેર્સની કિંમત ઘટી જતા રોકાણકારોની મૂડી જોખમમાં મુકાય છે. 

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યોત બક્ષી જેઓ એકવીશ વર્ષની ઉંમરે સી.એ.નીપદવી મેળવી ફોરેંસિન્ક એકાઉન્ટિંગના વિષયમાં પણ સર્ટિફાઇડ "ફોડ ઓડિટરની ડિગ્રી" F.A.F.D. પ્રાપ્ત કરેલ છે ત્યારબાદ તેઓ મુંબઈ ખાતે મલ્ટી નેશનલ કન્સલ્ટિંગ ફર્મમાં લગભગ બે વર્ષ  પોતાની સેવાઓ આપેલ અને ફોરેન્સિમક એકાઉન્ટિંગ અને ફોડ એક્ઝામિનેશનના કાર્યમાં નિપુણતા મેળવી છે.તાજેતરમાં તેઓએ "New Era of Forensic Accounting" પર પુસ્તક પ્રકાશિત કરેલ છે.આ પુસ્તકમાં પદ્મશ્રી સી.એ.ટી.એન.મનોહરનએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે પુસ્તકના પ્રકાશનમાં સી.એ. ચેતન દલાલ દ્વારા વિષય ઉપર છણાવટ કરવામાં આવેલ  છે.ફોરેંસિન્ક એકાઉટિંગનોએ ભ્યાસ કરતા સી.એ. ના આ તથા આવતી પેઢી માટે આ પુસ્તક અમૂલ્ય માર્ગર્શક બની દીવાદાંડીની ગરજ સારસે 

અન્ય મહાનુભાવોમાં શ્રી.સમીર પરાંજપે,સી.એ.કે.સી. મહેતાએ પણ પોતાના વિચારો રજૂ કરી જ્યોત બક્ષીના આ મહાઅભિયાન ને  બિરદાવ્યુ છે. આ પુસ્તક ભારત લો હાઉસ દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

હાલમાં ભારતની રેગ્યુલેટરી સંસ્થાઓ R.B.I.S.E.B.I, S.F.I.O.,E.O.W,E.D. C.B.I. વિગેરે અલગ અલગ  પ્રકારની નાણાકીય ગેરરીતિના કિસ્સામાં તપાસ કરી રહેલ છે અને તેઓ ચાર્ટડ એકાઉંટન્ટ અને ખાસ ફોરેંસિન્કી એકાઉન્ટિંગ નિષ્ણતોની સેવાઓ પણ લઈ રહેલ છે.

સી.એ.જ્યોતએ  એકવીશ વર્ષની વયે સી.એ.થયા બાદ માત્ર ચોવીશ વર્ષની નાની ઉંમરે ફોરેંસિન્ક એકાઉન્ટિંગ જેવા ગહન  વિષય ઉપર પુસ્તક લખનાર પ્રથમ સી.એ. હોઈ શકે છે જે નાગર જ્ઞાતિ માટે ગૌરવની બાબત છે.

શાળાકીય કારકિર્દી 

જ્યોત પોતાના શાળાકીય કારકિર્દી દરમ્યન વિવિધ પ્રવૃત્તિ જેવી કે રમત ગમત,સંગીત, લીડરશીપ જેવી પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહ્યા છે .ધોરણ 11માં રોઝરી સ્કૂલના હેંડબોય તરીકે ની જવાબદારીભરી કામગીરી સંભાળી " સ્ટુડન્ટ ઓફ ધી ઇયર" નો એવોર્ડ પણ મેળવ્યો છે. 

અગ્યાર વર્ષની નાની વયે જ્યોત જાપાન ખાતે એશિયા પેસિફિક કન્વેશનમાં સમગ્ર ભારતના આઠ પ્રતિનિધિઓ પૈકી એક રહીને ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હતું જે પણ ગૌરવપ્રદ બાબત છે.

ક્રિકેટમાં રસ ધરાવતા સી.એ. જ્યોત બક્ષીએ વડોદરા ખાતે વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ વિજયપદ્મ અને "મેન ઓફ ધી મેચ"નો એવોર્ડ મેળવેલ છે ઉપરાંત સંગીતને પ્રાધાન્ય આપતી નાગર જ્ઞાતિના સંગીતના શોખને પણ કાયમ રાખી તબલામાં પંચમ પરીક્ષા પણ ઉત્તીર્ણ કરેલ છે અને  હવે વિશારદની પદવી તરફ   આગળ વધી રહેલ છે

સી.એ.જ્યોત બક્ષી  શ્રીમતી નિશા બક્ષી (જૂનાગઢ વાસી વ્યોમેશઝાલાના પુત્રી)તથા પિતા મનીષ બક્ષી પણ વડોદરાના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ છે .જ્યોત બક્ષી,શ્રી.અખિલભાઈ યાદવેન્દ્ર બક્ષી તથા સૌ.અનિલાબેન બક્ષીના પૌત્ર છે. સી.એ. જ્યોત દ્વારા ચોવીશ વર્ષની યુવા વયે મેળવેલ સિદ્ધિ સમસ્ત નાગર જ્ઞાતિ માટે ગૌરવની બાબત છે.

*******  

Wednesday, 23 June 2021

 સિદ્ધિ એનેજ વરે છે જે પરસેવે ન્હાય છે.

          કેટલાક બાળકો માત્ર વિક્રમ સર્જવા જ જન્મતા હોય છે પછી તે સાહિત્ય, સ્પોર્ટ્સ, સંગીત, અભ્યાસ કે સંશોધનનું ક્ષેત્ર કેમ ન  હોય.

રોજ વર્તમપત્રમાં આવા સમાચારો વાંચીએ છીએ કે નાનીવયે કઠોર સંઘર્ષ વેઠીને યુવા/યુવતીઓ  સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી ટોપ રેન્ક મેળવે છે, સચિન તેંડુલકર પણ માત્ર એકવીશ વર્ષની ઉંમરે જ ક્રિકેટમાં  સિદ્ધિ મેળવી ટોચ ઉપર પહોંચ્યાને ? પણ આવા ભાગ્યશાળી કોઈક જ હોય છે કે જે પોતાની સિદ્ધિથી પરિવારનું, કુળ-કુટુંબનું જ્ઞાતિનું અને સમાજ નું ગૌરવ વધારે છે. તેઓની આવી સિદ્ધિ માટે  હું ઈશ્વરની કૃપા, વિદ્યાર્થીની મ્હેનતન અને ખંત અને ઘરના વાતાવરણ, તથા માતા-પિતા અને વડીલોનું માર્ગદર્શનને યશ આપું છું.

વિગત એવી છે કે વડોદરાના જ્યોત બક્ષીએ માત્ર એકવીશ વર્ષની વયે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સી.એ.ની પરીક્ષા પહેલાજ પ્રયાસે પાસ કરી ઓડિટ,ટેક્સેશનની પ્રેક્ટિસ ન કરતા કંઈક જુદું જ અને દેશને તથા સમાજને વધુ ઉપયોગી બની શકાય એવો ફોરેંસિન્ક ઓડિટનો અભ્યાસક્રમ પૂરો કરી મુંબઈ ખાતેની એશિયાની બહુ પ્રતિષ્ઠિત ફોરેન્સિક ઓડિટની કંપનીમાં દોઢ વર્ષનો અનુભવ લઇ વડોદરા ખાતે પોતાની સ્વતંત્ર ઓફિસનું ઉદ્ઘાટન ગઈ તારીખ 20/06/21ના રોજ કર્યું. એટલુંજ નહીં પણ માત્ર 24 વર્ષની ઉંમરે એ વિષય ઉપર "ન્યુ એરા ઓફ ફોરેન્સિક એકાઉન્ટ" નામનું 281 પાનાનું દળદાર પુસ્તક લખ્યું જે દિલ્હીની સર્વશ્રેષ્ઠ પ્રકાશક ભારત બુક હાઉસે પ્રકાશિત કર્યું છે.

શું છે ફોરેન્સિક ઓડિટ/ એકાઉન્ટ્સ ?

દેશમાં જુદા જુદા ભાગોમાં ફ્રોડ વધતા જાય છે, કેટલી એ મોટી બેંકો અને ખાનગી પેઢીઓ આ આર્થિક ગોલમાલ નો ભોગ બન્યા છે અને દિન પ્રતિદિન વધુને વધુ બનતા જાય છે એ સંજોગોમાં ફોરેન્સિક ઓડિટરોપોતાની વિશિષ્ઠ આવડત, અભ્યાસ અને અનુભવને આધારે આવા ફોડ પકડવામાં મદદરૂપ થઇ શક્રે છે અને સફળતા પૂર્વક પકડી શકે છે.ભારતમાં ફોરેન્સિંગ એકાઉટિંગનો નવો યુગ પ્રારંભ થઇ રહ્યો હોય એ અભ્યાસક્રમમાં જોડાતા દરેક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી અને દીવાદાંડી રૂપ બનશે. માત્ર ચોવીસ વર્ષની ઉંમરે આવા સઘન વિષય ઉપર પુસ્તક  લખનાર નાની વયનો જ્યોત બક્ષી કદાચ ભારતનો પહેલો સી.એ, લેખક હશે 

ફોરેન્સિંગ એકાઉન્ટ વિષયે  ભારતની રેગ્યુલેટરી સંસ્થાઓમાં C.B I. E. D. અને R.B.I,તથા E.O.W..દ્વારા પણ ખુબ જ સઘન અભ્યાસ થઇ રહ્યો છે. આ એજન્સી દ્વારા હાલમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની સેવાઓ પણ નાણાકીય ગેરરીતિની તપાસ કરવા માટે અને ફ્રોડ પકડવા માટે લેવાઈ રહી છે.એક અલગ જ વિષય ઉપર યુવા સી.એ, દ્વારા કરવામાં આવેલી પહેલને મુંબઈના ફોરેન્સિંગ એકાઉન્ટ અને ઇન્વિસ્ટિગેશનના નિષ્ણાત સી.એ. શ્રી ચેતન દલાલે પુસ્તકનું વિમોચન કરી બિરદાવ્યું છે. આ પુસ્તકનું વિમોચન ગઈ તારીખ 20/06/21 ના રોજ ચેન્નાઇ થી  પદ્મશ્રી સી.એ. ટી.એન.મનોહરન ના હસ્તે વર્ચ્યુલ વિમોચન કરવામાં આવ્યું હતું. જેઓએ આ પુસ્તકની પ્રસ્તાવના પણ લખી છે  જે વડોદરા તથા સમસ્ત ગુજરાત માટે ગૌરવની ક્ષણ હતી       

 પુસ્તકના કીડા બનીને તો સહુ ઉજળી કાર કિર્દી  બનાવી શકે પણ જ્યોત બક્ષીએ નાની વયે સંગીત ક્ષેત્રે તબલા વાદનમાં નિપુણતા મેળવી છે.એવીજ રીતે સ્વિમિંગ,ક્રિકેટ અને ફૂટબોલનો ચુનંદો ખેલાડી રહ્યો છે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહી ગરબા ખેલવા એનો પ્રિય શોખ રહ્યો છે પ્રતિવર્ષ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યો છે. જ્યોત બક્ષી  વડોદરા સ્થિત સી.એ.મનીષ બક્ષી, અને શ્રીમતી નિશા બક્ષીનો પુત્ર છે 

પાનને ગલ્લે પિચકારી મારતા,ચા ની કીટલીએ બુદ્ધીહીન  રાજકારણ ડોહળતા,કે આખો દિવસ ફેસબુક અને વોટ્સએપ પર પોતાની યુવાની અને શક્તિને વેડફી નાખનાર આજના યુવાનો માટે આ સમાચાર પ્રેરણાત્મક બનશે.