સ્વ,દોલતરાય ઝાલા |
જુનાગઢ નવાબ મર્હુમ રસુલખાનજી બાબી.K.C.S.I. |
કંઈક વિરલપુરુષોના જીવનવિષે લોકો અજાણ હોય છે.અને તેમનીયાદ સમયનાવહેણમાં.તણાયજાય છે. આવીજ એકસત્યઘટનાને હું શબ્દ-દેહસ્વરૂપ આપવાનોપ્રયાસ કરું છું.
એકજમાનામાં જુનાગઢ મુસ્લિમસાશકોની હકુમતનીચે હતું. જુનાગઢ એક,સ્વતંત્રરાજ્ય હતું, અને બાબીવંશના નવાબરસુલખાનજી(૧૮૯૨-૧૯૧૧) તખ્તેનસીન હતા
જુનાગઢરાજ્યના નાણાકીયમેનેજેર,શ્રી.દોલતરાય ઝાલા હતા , રાજ્યનીતિજોરી ઉપરાંત નવાબસાહેબનું તોશાખાનું પણ તેનાહસ્તક હતું.નવાબસાહેબ ઝર-ઝવેરાત,હીરા-મોતી,અને આભુષણનાશોખીન હતા.તેઓ અવાર,નવાર તેનીખરીદીમાટે મુંબઈ જતાહતા.
એકવાર તેવીજ રીતે ઝવેરાત,અને મુલ્યવાનહીરાની ખરીદીમાટે તેઓ મુંબઈગયા.તેની ગેરહાજરી દરમ્યાન બેગમસાહેબાને માણાવદરના ખાનને ઘેર કોઈ શુભપ્રસંગે જવાનુંથયું. બેગમસાહેબાએ તોશાખાના ના મેનેજર દોલતરાયને તેજુરીમાંથી જોઈતા આભૂષણોની યાદી મોકલાવી,અને તે,મોકલવાની સુચનાઆપી.
દોલતરાયએ સંદેશવાહકને સુચનાઆપીકે "બેગમસાહેબાને કહો કે રાજ્યના નિયમઅનુસાર
દાગીના તેજુરીમાંથી લીધાબદલ રજીસ્ટરમાં સહીકરી આપે.સંદેશો મળતાજ બેગમ સાહેબા
કાળઝાળ થઇગયા."હું ૯૯૯ ગામની ધણીયાણી,અને રાજ્યનો નાનોનોકર, જે અમારાટુકડા ઉપરપળે છે તે બેગમને સહીકરવાનું કહે?,દોલતરાયને કહો કે બેગમસાહેબા પોતાનીમાલિકીના દાગીના લેવામાટે સહી નહીંકરે".આ બાજુ દોલતરાય જેનુંનામ, તે ટસનામંસ નાથયા."સહીનહીં તો દાગીનાનહીં"તેવો વળતોજવાબ તેણેમોકલ્યો.ધુવાફૂવાથયેલા. બેગમસાહેબાએ માણાવદર જવાનું માંડીવાળ્યું.દુરંદેશી દોલતરાયને આગમના એંધાણ થઇગયા.તેણે પરિણામ વિચારી લીધું
"રાજહઠ,સ્ત્રીહઠ,અને બાળહઠ"તે જાણતા હતા.તો પછી આ કિસ્સામાં રાજહઠ,અને સ્ત્રીહઠ, બંને જોડેહતા.
સત્યવાનને યમદૂતપાસેથી છોડાવવા માટેની સાવિત્રીની હઠપાસે, જો યમદૂતે ખુદ હારવું પડ્યું હોય તો બેગમસાહેબાપાસે નવાબ સાહેબનું શું આવે ?
થોડા દિવસોમાં નવાબ સાહેબ મુંબઈથી પાછા ફર્યાં.આ બાજુ બેગમસાહેબાએ નવાબને ઘટેલી બધી ઘટના થી વાકેફ કર્યા.બેગમ સાહેબાની એક જ અફરમાંગણી હતી કે "હવે રાજ્યમાં દોલતરાય ના જોઈએ"

નવાબ સાહેબ ચતુરહતા. બેગમ સાહેબાને જેમતેમ મનાવી,અને વખત આવે વિચારીને પગલું ભરવાની ખાત્રી આપી.
એક દિવસ નવાબસાહેબે દોલતરાયને તેમની સામે હાજરથવા શાહી ફરમાન મોકલ્યું. દોલતરાય પામી ગયા "રાજા,વાજા,અને વાંદરા "એ બધા સરખાજ હોય, તે તેના વર્ષોના અનુભવનો નીચોડ હતો.તેઓ શાહી ફરમાનનો સ્વિકારકરી નવાબસાહેબ પાસે હાજર થયા.ચતુરનવાબે દોલતરાયને મીઠો આવકાર આપ્યો અને પૂછ્યું "તમે જાણો છો,કે મેં તમને શામાટે બોલાવ્યા છે ?"
"ના,મને ખબરનથી,પણ અંદાજજરૂર છે. "દોલતરાય બોલ્યા..
નવાબે કહ્યું તમારો અંદાજ સાચો છે.મારી જાણમુજબ તમે બેગમસાહેબાને પોતાના દાગીનાઆપવાની ના પાડી હતી?તમારી હિમંત કેમ થઇ?" દોલતરાયએ જવાબ વાળ્યો,"નામદાર,આપ રાજ્યના રણી-ધણી છો, રાજ્યની તિજોરી,અને સમસ્તરાજ્ય આપનું છે,તો હું આપનીમાલિકીના દાગીનાઆપવાની ના કેમ પાડું ? હા, એ સાચું છે કે રાજ્યના નીતિ નિયમમુજબ મેં પત્રકમાં સહી કરવાનો આગ્રહ રાખ્યો હતો, જે બેગમ સાહેબાને માન્ય ના હતો.
"અન્નદાતા, હું રાજ્યનો નાનોનોકર જરૂર છું, પણ મારીવફાદારી,અને કર્તવ્યનિષ્ઠાનું મને પુરૂ ભાન છે.
જો મારી એ વફાદારીને આપ બેઅદબી,સમજતાહો, તો હું જરૂરકસુરવાન છું અને તેની કોઈપણ સજા ભોગવવા હું તૈયારછું.સિંહનીડણક જેવીમક્કમતાથી દોલતરાયએ જવાબઆપતા ઉમેર્યું,કે
" વાતરહી મારીહિમંતની,તો નામદાર નીતિ નિયમમુજબ જયારે આપેપણ ઘણીવાર પત્રકમાં સહીકરીહોય ? તો બેગમસાહેબાપાસે સહી માગવાનો કસુર જ ક્યાંથયો ? હિમત દોલતરાયની નથી,પણ જે રાજ્યના અન્નદાતાનું અન્ન ખાધુંછે, તેનીવફાદારીની હિમત હતી, છતાં હું આપની નજરમાં જો દોષિતહોઉં,,તો લ્યો મારા પદત્યાગપત્રનો સ્વીકાર કરો" તેમ બોલી દોલતરાયએ ખિસ્સામાંથી કાઢી પોતાનું રાજીનામું ધરીદીધું.
૯૯૯ ગામનાધણી કાપોતો લોહી ના નીકળે તેવા થઇ ગયા.એક શબ્દપણ બોલવામાટે તેઓ શક્તિમાન ના હતા.થોડીવારે નવાબસાહેબ બોલ્યા "દોલતરાય,હું તમને ઓળખું છું,પણ સમજી નોહ્તો શક્યો,તમારી વફાદારી બેનમુન છે. તમારામાટે મનેમાન છે ,તમારું રાજીનામું મારાથી કેમ સ્વીકારાય ?તમારી વફાદારી ની કદરરૂપે હું તમને એક વધારાનો ઈજાફો (Increment ) આપું છું , તેમ કહેતા નવાબ સાહેબે દોલતરાયની પીઠથાબડી શાબાશી આપી.
નવાબ રસુલખાનજી, પ્રજાવત્સલ,ચાલક,અને સમજદારરાજવી હોવાનો પુરાવો તેણે આપ્યો .
રાજ્યના એ વફાદારનોકર સ્વ. દોલતરાય કૃપાશંકર ઝાલા (Dec 1874 -Jan. .1949 ) તે મારા દાદા થાય ,
અને તેનાપોંત્ર હોવાનું મનેગૌરવ છે..
આ વાતના સંદર્ભે જૂનાગઢના જ્ઞાતિરત્ન સ્વ.મુ. મહેશ્વરભાઈ પંચોલીના ભાણેજ શ્રી ધૂમકેતુ ત્રિવેદી પાસેથી એક વધુ કિસ્સો જાણવા મળ્યો તેઓ લખે છે કે
" સાંજે મુ. મહેશ્વરભાઈ સાથે વાત કરતાં એક નવી વાત જાણવા મળી.
સ્વ. મુ. દોલતરાય ઝાલા નવાબ સાહેબના નાણાં વિભાગના વડા હતા (F,A,C.A,O)
છાયા બઝાર મા (જૂનાગઢ ) રતનશી માવજીની આઈસ્ક્રીમની દુકાન સામે ડો.એમ.ટી. ઉપાધ્યાયના દવાખાના વાળું મકાન પહેલાં મર્હુમ નવાબ સાહેબના મામાનું હતું। નવાબના મામા હોવાથી એમને રાજ્ય તરફથી વર્ષાસન પેટે અમુક રકમ મળતી તેમને સ્વ. દોલતરાય પાસે વધારાની રકમ માગી
ત્યારે સ્વ. ઝાલાએ ના પાડી અને કહ્યું " આપણે જે રકમ મળે છે તેથી વધુ રકમ મળવા પાત્ર નથી છતાં જોઈતી હોય તો બીજે વર્ષે અપાતી રકમ માંથી એ બાદ થઇ જશે.સ્વ. ઝાલાજીના ઇન્કારથી મામા નારાજ થી નવાબ સાહેબને ફરિયાદ કરી નવાબે એમને બોલાવ્યા (આ વખતે પણ રાજીનામુ ખિસ્સામાં લઈને જ ગયા )
તે સમયે પણ જે બેગમ સાહેબા ને કહ્યું હતું એમ જ કહ્યું " હું આપું પણ રાજ્ય નહીં આપે "
નવાબે કહ્યું મામાને મારા હિસાબમાંથી આપો "(ત્યારે નવાબ સાહેબને પણ વાર્ષિક એક લાખ રૂપિયા વાર્ષિક અંગત ખર્ચ પેટે રાજ્ય તરફથી મળતા હતા
ત્યારે સ્વ, ઝાલાજીએ કહ્યું કે " જરૂર, પણ આપણા આવતા વર્ષના હિસાબમાંથી એટલી રકમ કપાઈ જશે અને તે માટે નવાબ સાહેબે લેખિતમાં એ બાંહેધરી આપવી પડશે ત્યારબાદ જ મામાશ્રીને એ રકમ મળશે"
ધન્ય છે એની હિંમત, કાનૂની સૂઝ,અને રાજ્ય તરફની એની વફાદારીને