Friday, 30 December 2011

."સંતાન કરતા સિદ્ધાંત વધુ વહાલા છે "

સ્વ. મુ. દોલતરાય ઝાલા.(૧૮૭૪-૧૯૪૯ )
સ્વ.વિનુભાઈ ઝાલા (1902 - 2006 )





















 આશરે 80 વર્ષ પહેલા ની આ વાત છે જુનાગઢ રાજ્યનું કેશોદ ગામ તે સમયે બહુજ નાનું,અવિકસિત, તથા પછાત હતું.ગામમાં ન કોઈ પાકા મકાન કે મોટી ઈમારત ન કોઈ ઉદ્યોગ,વેપાર કે ધંધા,તે સમયે ત્યાં કોલેજ કે હાઇસ્કૂલ પણ ન હતા...હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓએ જુનાગઢ જવું પડતું હતું..શિક્ષણનો પણ પ્રચાર કે પ્રસાર તે વખતે ત્યાં ન હતો.ગામની બારોબાર નિર્જન લાગતા રસ્તે એક કાચા મકાનમાં નવી નવી મીડલ સ્કૂલ શરૂ થઇ હતી બસ, આ  એલ.કે.મીડલ સ્કૂલ એકમાત્ર  શિક્ષણ સંસ્થા ગામની શાન હતી.તે સિવાય કોઈ સરકારી કચેરી કે મોટી ઓફીસ ત્યાં ન હતા આ સરકારી મીડલસ્કૂલનો વહીવટ,તથા સંચાલન રાજ્યના કેળવણી ખાતા દ્વારા કરવામાં આવતો હતો.એકતો  દેશીનળિયાના છાપરાવાળા કાચા મકાનમાં શાળા વળી ગામથી અતિ દુર અને નિર્જન રસ્તો તેથી ચોરી ચપાટીનો ભય પણ વધુ હતો.
વેકેશનનો સમય હતો,શાળા રજાને કારણે બંધ હતી.
પરંતુ નિયમાનુસાર શાળાના  બિન શૈક્ષણિક કર્મચારીએ શાળા બંધ હોવા છતાં હાજર રેહવું ફરજીયાત હતું.તે મુજબ શાળાના કાર્યકારી ક્લાર્ક શ્રી મંગલપ્રસાદ લજ્જા શંકર ખારોડ (મંગુભાઈથી ઓળખાતા,અને બલ્લુંકાકાના સ્વ,કાકા) શાળામાં હાજર હતા,અને આચાર્યશ્રી પોતાના વતનમાં જુનાગઢ ખાતે ગયાહતા.
તે દરમિયાનમાં એક દિવસ બપોરે અચાનક જ એક "JUNAGADH STATE "લખેલી ગાડી શાળાના
કમપાઉન્ડમાં આવી ઉભી રહી.ગાડીમાંથી એક અધિકારી ઉતરી શાળામાં દાખલ થયા.
શ્રી ખારોડ સાહેબ અધિકારીશ્રીને ઓળખીગયા તેનું સ્વાગત કરી બેસાડ્યા
અધિકારીશ્રીએ કહ્યું " હું શાળાની કેશબુક,તથા"પેટી કેશ "તપાસવા આવ્યો છું.કેશબુક આપી,પેટી કેશનો હિસાબ બતાવો "
ખારોડ સાહેબે કેશબુક આપી,અને કહ્યું કે સાહેબ.... " અહીં નિર્જન વિસ્તાર અને ,જર્જરિત મકાનમાં શાળા હોય,અને ચોરી-ચપાટીનો ભય હોવાને કારણે આચાર્યશ્રી "પેટીકેશ" દરવખત વેકેશનમાં પોતાને ઘેર રાખે છે, અને શાળા ખુલતા તેઓ અહીં લઇ આવે છે. કેશબુક મુજબ પેટીકેશ નું બેલેન્સ રૂ.૧૦૩,અને ચાર આના છે."
ખારોડ્સાહેબનો જવાબ સાંભળતા જ અધિકારીશ્રીના ભવાં ચડ્યા.શાંત ચિત્તે તેણે કેશબુક તપાસી
અને કેશબુકનાપાના ઉપર "ઓડીટ પેન" (ગ્રીન શાહી) થી રીમાર્ક લખ્યો ,:
'" The Head Master of the school is strictly instructed , not to take away petty cash with him, 
as and when he goes out of  Head quarter,either on leave/ or in vacation . It will be viewed very seriously if found otherwise hence forth." 
                              
                                                S/D. D.K. JHALA.
                                                                -- /05/1931.
  અધિકારીશ્રી આટલું લખી ગાડીમાં જુનાગઢ જવા રવાના થઇ ગયા.
અઠવાડિયા પછી વકેશન ખુલતા આચાર્યશ્રીએ  શાળામાં પગ મુકતાજ ખારોડ સાહેબે બનેલી ઘટના કહી સંભળાવી.આચાર્યશ્રીએ કેશબુક મંગાવી રીમાર્ક વાંચ્યો અને ગમગીન ચહેરે કામે લાગી ગયા 
વાત આટલેથી નથી અટકતી.વાત નો વધુ રસપ્રદ હિસ્સો તો હવે શરૂ થાય છે.
          કેશબુક તપાસવા આવેલા રાજ્યની દિવાન ઓફીસનાં નાણાકીય મેનેજેર શ્રી દોલતરાય ઝાલા હતા,
જયારે એલ. કે. મીડલ સ્કૂલનાં આચાર્ય શ્રી વિનુભાઈ ઝાલા હતા,કે  જે નાણાકીય મેનેજર શ્રી.દોલતરાય ઝાલાનાંસગ્ગા  જ્યેષ્ઠ પુત્ર હતા.સયુંકત પરિવારમાં એક જ છત નીચે રહી,એક જ રસોડે સાથે જમતા પિતા-પુત્રનાં લોહીનાં સબંધો હોવા છતાં પિતાએ વેકેશન  ખુલતા સુધી  ન  તો પુત્ર ને આ અંગે વાત કરી, ન તો સલાહ આપી, કે ન તે બાબતે કોઈ ઉચ્ચાર કર્યો, એટલું જ નહિ પણ કેશ બેલેન્સ બૂકમાં રિમાર્ક લખતી વેળા એ પણ "આચાર્ય પોતાનો જ પુત્ર છે" તેવો  કોઈ પણ વિચાર કર્યા વિના બેધડક,કાનૂની ચેતવણી લખી નાખતા તેની કલમ પણ ન અચકાણી,સિદ્ધાંતવાદી તરીકે પંકાયેલા દોલતરાય કેહતા કે જવાબદારીનું ભાન ઉમરલાયક, શિક્ષિતપુત્રને કહીને ન કરાવવાનું હોય.અનુભવ,અને ઠોકર ખાઈને શીખે.અને તે રીતે શીખેલું જિંદગીમાં ક્યારેય ભુલાતું નથી.નોકરી અને સિદ્ધાંતો લોહીનાં સબંધો આડે આવતા નથી.શાળાનો આચાર્ય ઘરમાં પુત્ર છે,અને નિરીક્ષક અધિકારી પિતા છે.નોકરી નો રિશ્તો કચેરી/ઓફીસ પુરતો માર્યાદિત છે, અને જ્યાં ફરજની વાત આવે છે ત્યાં પિતા-પુત્ર બંને ફરજ થી બંધાયેલા છે..
સિદ્ધાંતો સાથે  સમાધાન કરનાર કદાપિ પ્રમાણિક ના હોય શકે.
"મને સંતાન કરતા સીધાન્તો વધુ વહાલા છે."


(આ લેખમાં સ્વ.મુ. શ્રી દોલતરાય ઝાલાની દુર્લભતસ્વીર મેળવી આપનાર શ્રીમતી ઉષાબેન માંકડ,U.S.A . નો આભાર માનું છું.)



Wednesday, 28 December 2011

માતૃ દેવો ભવ..:

(સ્વ. રૂદ્રાબેન વિનુભાઈ ઝાલા.૧૯૧૨--૧૯૯૨,)
આજે ૨૮,ડીસે.સ્વ. માતુશ્રી રુદ્રાબેનની ૧૯મી પુણ્ય તિથી .જાણે હજુ ગઈકાલની જ ઘટના હોય તેમ તેનું સ્મરણ મગજને તરબતર કરીદે છે.લગભગ બે દાયકા વીતવા છતાં તેનીયાદ,તેના શબ્દના બોલ,તેની હર એક શિખામણ યાદોના સથવારે જકડીરાખે છે.તેનું હાસ્ય,તેનું મંદ મંદ સ્મિત એક ચિત્રપટના પરદા ઉપર અંકિતથયેલ ચિત્રની જેમ મગજને યાદોના સથવારે જકડી રાખે છે.
કદાચ બ્રમ્હાંડ
ના સર્જનપછી ઈશ્વરનું બીજું સર્જન માં હશે.અમિનાદરિયા,જેટલું ગહન વાત્સલ્ય.અને
ગગન.જેવી વિશાલ તેનીકરુણા,અને પ્રેમ....
અલ્પ શિક્ષિત હોવાછતાં,બેહદ સંસ્કારની પૃષ્ઠભુમિકા સાથે સાત સંતાનોને ઉછેરી,જીવનની પાઠશાળાના એક એક પાઠ શીખવી,જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કર્યું. પિતાજીની માર્યાદિત આવકમાં એક ઘરરખું,ગૃહ લક્ષ્મીની જેમ ઘરની પૂરીઆર્થિક વ્યવસ્થા સંભાળી, સમાજમાં ક્યાય નબળું ના દેખાય તેવું સુંદર અને આયોજનબદ્ધ જીવન વિતાવ્યું,અને સંતાનોને તેવા આયોજનનો વારસો આપ્યો.
પરિવારના કોઈ સભ્યની માંદગી હોય,કે સંતાનોનીપરીક્ષા,કે ઈન્ટરવ્યુ હોય ભગવાનપાસે અખંડ ઘી નો દીવો કરી પોતાનીશ્રદ્ધાથી ઈશ્વરને પ્રાર્થના કરવાનું તે કદીન ચૂકતી,આવી ધાર્મિકવૃતિ ધરાવતી માં માટે બીજી કઈ ઉપમા હોય શકે ? જનની ની વ્યાખ્યા હોય નહિ, ઘણા કવિઓ,લેખકો કથાકારો,અને કીર્તનકારોએ માતા વિષે ખુબજ લખ્યું છે માતાનો પ્રેમ, તેની કરુણા,અને વાત્સલ્ય જ તેની વ્યાખ્યા છે. શબ્દોથી વામન લાગતી "માં" અતિ વિરાટ અને ભવ્ય છે .દેહમાંથી દેહ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે,અપેક્ષા વિના સ્નેહ આપે જેના પ્રેમ ના લેખા-જોખા થઇ ના શકે , તે "માં" ,,,, માં નો અર્થ જોડણીકોષ માં જોવાનો નથી હોતો જીવનકોષમાં જોવાનો હોય છે આપણા અસ્તિત્વની આસપાસ હમેશા એક આબોહવા રૂપે (climate ) રૂપે ,જીવનભરના વાતાવરણ રૂપે હવા ની જેમ હોય છે.રડવું હોય તો પિતાનો ખભો મળે, પણ માતાનો તો ખોળો જ મળે ."" The mother's heart is the child's class room "તે કેટલું બધું સનાતન સત્ય કહી જાય છે. મેં ક્યાંક વાચ્યું છે જે યાદ આવે છે
"The Mother loves her child divinely, not only when she surrounds him with comfort,and anticipates his wants, but when she resolutely holds him to the highest standard and in content with nothing less than his best. No brush, no color, of any Painter and no pen of any poet can even reach to half of the description of a MOTHER or MOTHER'S LOVE,AND DEVOTION towards her child.
Her love is fathomless and beyond any description.
Mother is the name of God in the lips and hearts of children..
" યl દેવી સર્વ ભૂતેષુમાતૃ રૂપેણ સંસ્થિતા,નમસ્તાસ્યે,નમસ્તાસ્યે,નમસ્તાસ્યે,નામો નમઃ:."  આજે માતુશ્રી રુદ્રાબેન ની પુણ્ય તિથી નિમિત્તે ત્યાગમૂર્તિ, સમર્પિતા મારી માં ને સત સત વંદન.
 
 

Tuesday, 27 December 2011

" પૂજ્ય મોટાભાઈ સ્વ,મુ,રમેશભાઈ ઝાલા ને શ્રદ્ધાંજલિ "

સ્વ.મુ. રમેશભાઈ અને  હું, ૨૩/૧૧/૨૦૦૨, ની યાદગાર તસ્વીર.
 ૧૯૩૨ ના પહેલામહિનાની બીજી તારીખે
(૨, જાન્યુ.૧૯૩૨ ) તમો  સ્વ.મુ. વિનુભાઈ,
અને સ્વ.માતુશ્રી રુદ્રાબેનની કુખે જ્યેષ્ઠ પુત્ર
તરીકે અવતર્યા.
         પ્રતિષ્ઠિત કુટુંબ અને માં-બાપને ત્યાં લાડકોડ થી શિસ્તસભર,બાળપણ વિતાવી,યુવાવસ્થાએપહોચ્યા.તમારી કોલેજની કારકિર્દી દરમ્યાન તમારી આગવી બુદ્ધી-પ્રતિભા, અપ્રતિમ,લાક્ષણીકતા, વાક્પટુતા,અને  અદ્વિતીય સાહિત્યિક લેખન શૈલીથી તમો વિદ્યાર્થી જગતમાં જબ્બર પ્રસિદ્ધિ હાંસલ કરી તે સમય ના "બહુ બળવાન" ગણાતા "સોરઠ વિદ્યાર્થી સંઘ" જેવા  વિદ્યાર્થીસંગઠનના સમગ્ર સોરઠપંથકનામહામંત્રી (જનરલ સેક્રેટરી) તરીકે રહીને તમારી સબળ નેતૃત્વ શક્તિ નો પરિચય અને પુરાવો આપ્યો.કોલેજની વકતૃત્વ સ્પર્ધાના તથા આંતર કોલેજ સ્પર્ધામાં તમો વિજેતાના એકમાત્ર દાવેદાર કાયમ રહ્યા છો.પછી ભલે તે બહાઉદ્દીન કોલેજની સ્વ.પ્રોફે.ગુણવંત જોશી ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા હોય,કે પછી સ્વ.પ્રોફે.આર.ડી.જોશી ઈંગ્લીશ હોય,ગુજરાત યુની,ની  મહાત્માગાંધીટ્રોફી હોય, કે પછી મહાદેવ દેસાઈ આંતર કોલેજ સ્પર્ધા હોય.સમકાલીન વિદ્યાર્થીઓપણ તમારા ઉપરોક્ત મૂલ્યાંકનો વર્ણવતાઆજે પણ થાકતા નથી. .
  તે સમયમાં જુનાગઢનો આઝાદચોક શહેરનું મુખ્ય સભાસ્થળ ગણાતું હતું.શહેરની રાજકીય,ધાર્મિક, કે અન્ય કોઈ જાહેરસભાનું આયોજન ત્યાં થતું હતું."આરઝી હકુમત " ની લડત દરમ્યાન  શામળદાસ ગાંધી પ્રેરિત એક જંગીજાહેર સભામાં સમાજવાદી કાર્યકર,અને  વિદ્યાર્થી નેતા તરીકે તે સભાના તમો એક વક્તા હતા.તમારૂં આગ ઝરતું,તોખાર ભાષણ સાંભળ્યાપછી તત્કાલીન વયોવૃધ રાજકીય આગેવાન,અને ધુરંધર ધારાશાસ્ત્રી, સ્વ.પાનાચન્દભાઈ માંડવિયાએ કહ્યું હતું કે "આ છોકરામાં દિલ્હી ની સંસદ ગજાવવાની તાકાત છે " અને વાતપણ સાચી હતી.જો તમને તમારી ક્ષમતાઅનુસાર સાનુકુળતક સાપડી હોત તો, તમારી કારકિર્દીનો નકશો જુદોજ હોત.તે  નિશ્ચિંત અને  નિશંક વાત છે.
યૌવનકાળ દરમ્યાન,અભ્યાસ પરિપૂર્ણ કરી ખાનદાન,અને સરળ પ્રકૃતિના નાગરગૃહસ્થ સ્વ.મુ. દુલેરાયભાઈ ધોળકિયાના જ્યેષ્ઠપુત્રી વનલીલા (બકુલ )સાથે લગ્નગ્રંથીથી જોડાયા (૧૯૫૭)
સરળ,નમ્ર,,વ્યવહારૂ,અને ધર્મપરાયણપત્નીના પતિ હોવાનું એક વધુ ગૌરવ તમો એ મેળવ્યું.
અને ત્રણ સુંદર સંતાનોના પિતા બન્યા
વ્યવસાય ક્ષેત્રે પિતાશ્રીના પગલે-પગલે શિક્ષકનાપવિત્ર વ્યવસાયને અપનાવી દિર્ઘકાલ સુધી ,
તમારી અપ્રતિમ બુદ્ધિસભર અને નિષ્ઠાથી અસંખ્ય વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડવૈયા બન્યા.
મુલ્યવાન સનિષ્ઠ શિક્ષક ,અને કારકિર્દીના અસલ અને એક માત્ર ઘડવૈયા તરીકે વિદ્યાર્થી જગતમાં તમારો ડંકો વાગ્યો..અંગ્રેજી જેવી વિદેશી ભાષાપરના તમારા પ્રભુત્વને કારણે, વિદ્યાર્થી જગતમાં
ONLY R.V.. ની છાપ ઉપસાવી અને માં સરસ્વતિની અદભુતકૃપા પ્રાપ્ત કરી.
 સમયાન્તરે સંસારિક જવાબદારીઓમાં પણ તમારી કુનેહ,વ્યવહારિક બુદ્ધિ કોઠાસુઝ,અને ,
દુરન્દેશીપણાથી,ત્રણેય સંતાનો ને અભ્યાસ પરિપૂર્ણ કરાવી,તેમના લગ્નપ્રસંગો ઉકેલી,
સંસારિક જવાબદારીમાંથી પરવાર્યા..નીતિમત્તા,શિસ્ત,અને સંસ્કારનું સિંચન બાળકોમાં કર્યું.
     મહાસુદ પાંચમ,(વસંત પંચમી )તા.૨૬,જાન્યુ.૨૦૦૪.(પ્રજાસત્તાક દિન) ના શુભ દિને તમો એ તમારી  જીવનચર્યા (લોકભાષા માં જેને "જીવતે જગતીયું  " કહેવાય તે )વિધી અમદાવાદના કાલુપુર ખાતે ના વિશ્વ વિખ્યાત સ્વામિમંદિરખાતે  સંપન્ન કરીને મરણોત્તર સામાજીક કુરિવાજો અને જ્ઞાતિમાં જડ કરીગયેલ રૂઢી ને તિલાંજલિ આપતો નવો રાહ અને ચીલો,તમો એ કુટુંબ, જ્ઞાતિ, અને સમાજને  પુરો પાડ્યો.પોતાની જ હયાતીમાં,પોતાના જ અંતિમસંસ્કાર બાદની ધાર્મિક વિધી,સ્વહસ્તે,જાતેજ  કરવાના તમારા એ પગલા પાછળ કદાચ એક એપણ ગુઢ કારણ હોય કે.પોણા સૈકાના જીવન પંથ દરમ્યાન ખુમારી અને ખુદ્દારીથી કોઈ અન્ય ઉપર પોતાની જવાબદારી છોડી નથી,તોપછી નિર્વાણ બાદની ધાર્મિક વિધીની જવાબદારી સંતાનો ઉપરપણ  શામાટે છોડવી ? આપણા કુટુંબ/પરિવાર,અને જ્ઞાતિમાં આવું સ્તુત્ય,અને અનુકરણીય પગલું ભરનાર તમો જ્યોતિર્ધર છો.
 મેં ,૨૦૦૭,ના વર્ષમાં તમારા લગ્ન જીવનને અર્ધો સૈકો પૂરો થતા,જુનાગઢ ખાતે અનંત ધર્માલયમાં
તમોએ પરિવારના તમામસભ્યો ને  નિમંત્રી,ધાર્મિક હવન-હોમ,કરી,"હિરક-મહોત્સવ" ઉજવ્યો.
કુટુંબમાં તમો એક માત્ર વડીલ હોવાને નાતે,બધાની શુભેચ્છા સ્વિકારી.
"હિરક-મહોત્સવ" નું હિર ઝાંખુંપડે અને તેનું સ્મરણ વિસરાય તે પહેલા જ એકવર્ષ ની અંદર
   તા.૨૮,માર્ચ ૨૦૦૮,ના રોજ તમો એ વનલીલાને છોડી  જીવનલીલા સંકેલી,પરિવારની વિદાય લીધી.જે સ્વામીમંદિરનાઆશ્રયમાં તમોએ તમારી અંતિમસંસ્કાર પશ્ચ્યાત ની વિધી,તમારી હયાતીમાં જ સંપન્ન કરી હતી,તે  વિશ્વવંદનીય,પરમપુજ્ય પ્રમુખસ્વામી મહારાજ આપને શાશ્વત શાંતિઆપે.
માં આશાપુરા,સંતાનોની રક્ષા કરે,ઇષ્ટદેવ હાટકેશ તમારા અધૂરાકાર્યો પુરા કરવાનું સામર્થ્ય સંતાનો ને તથા પરિવારને આપે,તેવી પ્રાર્થનાસાથે,
આજે,તા.૨,જાન્યુનારોજ  આપની જન્મજયંતીનિમિત્તે શબ્દાંજલિ અર્પુછું.
                                                                                                                અસ્તુ...! ! ! 

  વડોદરા,
તા.૦૨/૦૧/૨૦૧૨.                                                                                                                        







Tuesday, 6 December 2011

પ્લેટોનિક લવ.

     

જેમ વિષ પીવું કઠીન છે, તેમ "આંસુ"પીવાં પણ કઠણ છે.શંકર વિષ પી ગયા હતા, અને પચાવીને "નિલકંઠ" કેહવાયા હતા.પણ આંસુ પીનારા કોઈ હજુ સુધી "અશ્રુકંઠ" કેહવાયા નથી સાંભળ્યા,છતાં આંસુપીવાં વિષ પાન કરતા પણ કઠણ છે તે સત્ય અને પુરવાર થયેલી હકીકત છે.આવી એક સત્ય ઘટના ને હું શબ્દદેહ આપું છું.
 કોલેજમાંથી સ્નાતકની પદવી લઇ ,ફૂટડો જુવાન ૨૧ વર્ષ ની ઉમરે બેંક   ની નવી નોકરીમાં વતનથી થોડે દુરના એક શહેરમાં જોડાયો.હસમુખો સ્વભાવ,વાચાળ,આનંદી,સુંદર- મોહક વ્યક્તિત્વ, ફિલ્મ કલાકાર યુવાન દેવ આનંદ જેવી છટા,ઉપરાંત તેનું મધુર સ્મિત,સાહિત્ય પ્રત્યેની તેની રૂચિ,લેખન શક્તિ,હાજર જવાબી પણું તેના વ્યક્તિત્વમાં કલગી સમાન હતા.
શહેરની પ્રતિષ્ઠીત બેંકમાં કેશિયર યુવાને ટુંકા સમયમાં શહેરની સ્વ-જ્ઞાતિની યુવતીઓમાં ઘેલું લગાડ્યું.તે પૈકીની એક યુવતી તેના એક તરફી પ્રેમમાં લપેટાઈ.યુવાનને ખબર સુદ્ધાં ના હતી કે યુવતી તેને દિલ દઈ ચુકી છે.શહેરના અલગ,અલગ છેડા ઉપર રેહતા,બને યુવાન દિલની કુદરત મજાક કરવા માંગતો હોય તેમ,અજ્ઞાત રીતે અચાનક જ બંને પડોશી બન્યા.
એકલો રહેતો યુવાન પોતાના માતા- પિતાને સાથે રેહવા બોલાવતો હોય,તેણે  મોટું મકાન શોધ્યું અને આમ અચાનક જ બંને યુવાન હૈયા પડોશી બન્યા.
પ્રેમ અને પાણી કોઈના રોક્યા રોકાતા નથી.ધીમે ધીમે યુવતી દિન પ્રતિદિન યુવાનની નજરમાં વસવા કોશિશ કરવા લાગી.યુવતી M .A ભણેલી હતી શહેરની મહિલા કોલેજમાં અર્થશાસ્ત્રની પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતી હતી,ઉપરાંત સંસ્કારી,ખાનદાન,ધર્મિષ્ઠ,નિખાલસ,અને સ્વરૂપવાન હતી..
એક દિવસ તક સાધીને બેંકથી પાછાફરતા યુવાનને રોકીને તેણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો.
તેની પહેલા પોતાની વિધવા માં પાસે તેણે યુવાન સાથેના પ્રેમનો એકરાર કરી લગ્ન માટેની વાત મુકી અને માતાની સંમતિ પછી યુવાનને વાત કરી.યુવતીએ પોતાના પ્રેમનો એકરાર કરતા કહ્યું કે
"જો તું મારી સાથે લગ્ન નહી કરે તો દુનિયાના બધા યુવાનો મારા ભાઈઓ છે અને હું આજીવન કુંવારી
રહીશ" યુવાને તેના પ્રેમનો અંદાઝ માપ્યો તેમ છતા યુવાન પોતાના માતા પિતાની સંમતી વિના આગળ વધવા તૈયાર ના હતો.તેથી યુવતીના પ્રસ્તાવના જવાબમાં કહ્યું કે "જો મારા માતા પિતા સંમત થાય તો તેની લગ્ન કરવાની તૈયારી છે.પરંતુ તે સંમતી લેવાની જવાબદારી યુવતીની રેહશે.
યુવાનના માતા પિતા રૂઢિચુસ્ત હતા, વળી પિતાનો ઉગ્ર સ્વભાવ યુવાનના આ  નિર્ણયને સ્વીકારશે નહી, તેવી યુવકને ખાત્રી હતી.અને બન્યું પણ તેમ જ  પિતાના વિરોધ સામે યુવાન લાચાર હતો .એક બાજુ પ્રેમ બીજી બાજુ વડિલોની આમન્યા,કે જે તે સમયે "કુટુંબના સંસ્કાર"ગણાતા હતા.
યુવાને પોતાની મજબૂરી બતાવતા યુવતીની દરખાસ્તને માન્ય ના રાખી.
૧૯૬૪ની આ વાતને ચાર ચાર વર્ષના વહાણા વાઈ ગયા, સમય" દિલ ના દર્દ" નું ઔષધ છે
"ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનો" ના સંકલ્પ સાથે બને યુંવાદિલ પડોશી
રોજીંદા જીવનમાં વણાઈ ગયા
.૧૯૬૮,યુવાનની બદલી થતા પોતાના વતન ભણી રવાના થઇ ગયો પણ,મીરા જેમ કૃષ્ણ ઘેલી
હતી તેમ યુવતીથી હવે યુવકનો વિરહ દુસહ્ય બન્યો.દરમ્યાનમાં યુવકના લગ્ન અન્ય યુવતી સાથે
થઇ ગયા.આ સમાચારે યુવતીના દિલ દિમાગને  જંજેડી નાખ્યું યુવતી પ્રેમદીવાની તો હતી જ પણ હવે વિરહની આગમાં સળગવા લાગી અને વધુ પાગલ બની ગઈ.દિવસ રાત તે યુવક ને દિલથી યાદ કરી આંસુ પીતી થઇ ગઈ.
        કોલેજનું મેં માસ નું વેકેશન  ખુલ્યું.પહેલે દિવસે હાજર થઇ યુવતી એ બીજે દિવસે પોતાનું રાજીનામું આપી દીધું....બસ.હવે બહુ થયું યુવકની યાદે તેને બેચેન બનાવી દીધી.પોતાના શબ્દોને
યાદ કર્યાં."દુનિયાના તમામ  યુવાનો મારા ભાઈ જ છે "." હું આ જીવન કુંવારી રહીશ " 
અને જાણે ન્યાય મેળવવા ઈશ્વરને શરણે કેમ જતી હોય તેમ તેણે સંસાર ત્યાગી,વિશ્વની બહુપ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંસ્થામાં એક ત્યાગી- તપસ્વીજીવન શરૂ કર્યું. યુવકના પ્રેમમાં પાગલ યુવતી એ ઘર, નોકરી, વૃધ્ધ,વિધવામાતા,અને નાનાભાઈને છોડી રાજ્ય બહારના એક Spiritual આશ્રમમાં પોતાની જિંદગી આજે પણ વિતાવે છે.૧૯૬૮ થી 2016, ની 48 વર્ષની લાંબી મજલ પછી આજે 74 વર્ષ ની ઉમરે તેમના મુખ ઉપર નું તેજ, તેના આધ્યાત્મિક વિચારો, સેવાભાવી સ્વભાવ, કુટુંબની ખાનદાની તેના આદર્શ, એ તેને આશ્રમમાં "વ્યક્તિ-વિશેષ" બનાવી દીધેલ છે.
 બીજી બાજુ, યુવક લગ્ન પછી પોતાના સંસારમાં,અને નોકરીમાં દિન પ્રતિ દિન પ્રગતિ સાધતો રહ્યો.
અને પોતાના સાંસારિક જીવનથી,અને શિક્ષિત, ખુબસુરત પત્ની, અને બાળકોથી ખુશ હતો.
        વર્ષ 1988,
યુવક હવે બેંકના અધિકારી પદેપહોંચ્યો હતો. એક વાર પ્રવાસે નીકળતા તેણે તે આશ્રમની મુલાકાત લીધી, આશ્રમમાં દર્શન કરવા સમયે અચાનક જ એક સફેદવસ્ત્રમાં સજ્જ થયેલ ગૌરવર્ણ તપસ્વિની સમાધિ પર ફૂલ ચડાવતી દ્રષ્ટિગોચર થઇ યુવક ઓળખી ગયો.આ એજ ભગ્ન હૃદયી યુવતી હતી જે વર્ષો પહેલા પ્રેમમાં મળેલી નિષ્ફ્ળતાથી પ્રેરાઈને સંસાર ત્યાગ્યો હતો,
સમાધિના દર્શન પતાવી,યુવક તે તપસ્વિનીની રાહ જોતો બહાર ચોકમાં બેઠો, થોડીવારે તે આવતા તેને મળ્યો, યુવકે પોતાની ઓળખ આપી,અને હાલ ક્યાં છે, અને પરિવારના સભ્યો વિષે પણ વાત કરી. તપસ્વિનીએ એટલોજ આદર ભાવ દર્શાવી પરિવારના ખબર પૂછ્યા,બાળકો માટે નાની સુની ભેટ મોકલાવી,અને છુટા  પડ્યા,
લગભગ પદરેક દિવસ પછી યુવક બેંકમાં પોતાની કેબિનમાં બેસી વ્યસ્ત હતો,એવામાં પટાવાળાએ આવી એક આંતર્દેશીય પત્ર યુવકના ટેબલ પર મુક્યો
પત્ર પોતાનો જ હતો, પણ મોકલનારનું સરનામું ન હોય યુવક આશ્ચ્રર્ય પામ્યો, પત્ર ખોલ્યો,પત્ર પેલી તપસ્વિનીનો જ હતો. વાંચ્યો,પત્ર આ પ્રમાણે હતો
" આદરણીય,ગુરુવર્ય,
સંબોધનથી તમને આશ્ચ્રર્ય થશે,પણ તે યોગ્ય જ છે,
અહીંથી નીકળી,પ્રવાસ પૂરો કરી આપ સુખરૂપ પહોંચી ગયા હશો,
અત્રેનો આશ્રમ,વાતાવરણ અને અહીંનું તપસ્વી જીવન કદાચ ગમ્યું પણ હોય,
ખાસતો આ પત્ર આપનો આભાર માનવા લખું છું,
આભાર એટલામાટે કે, યુવાનીના જોશમાં પ્રેમ અને શુદ્ધ લાગણીના બંધનમાં આવ્યા પછી પણ તમે જયારે મારી દરખાસ્તનો અસ્વિકારી કર્યો અને તે કારણે મેં દુન્યવી મોહમાયા ત્યાગી ઈશ્વરનું શરણ શોધ્યું, તેના નિમિત્ત તમે છો. જો કદાચ તમે મને અપનાવી હોત,તો ચોક્કસ આજે હું એક આદર્શ ગૃહિણી હોત.સમાજમાં, આપણી જ્ઞાતિમાં, સગા-સબંધીઓ,અને આડોશ-પડોશમાં હું આપના સ્ટેટ્સનું ગૌરવ અનુભવતી હોત પણ સંયોગવશાત તેમ ન બનતા હું અત્રે આવી. અને એક અનન્ય અનુભૂતિ સાથે આધ્યાત્મિકતાના વાતાવરણે મને જે કઈ આપ્યું છે,તે સંસારના સુખમાં કદાપિ પ્રાપ્ય ન હોત,તે રીતે જુવો તો આપ મારા ગુરુ છો, કે મને સાચો રસ્તો બતાવ્યો,શક્ય છે કે એ પણ  આપને થયેલી ઈશ્વરીય પ્રેરણા પણ હોઈ શકે
એક વાત પૂછું ?તમે બેંકના ઉચ્ચ અધિકારી છો,સુંદર બાળકો છે,માતા-પિતાની શીળી છાંય પણ હજુ હોવા માટે ભાગ્યશાળી છો, આર્થિક, શારિરીક અને સામાજિક રીતે પણ તમે મજબૂત છો, તેમ છતાં રાત્રે પથારીમાં પડ્યા ભેગી,એકજ પડખે ઘસઘસાટ ઉંઘ તમને કદી આવે છે? ચોક્સ એનો જવાબ ના હશે, જયારે હું ઈશ્વરમય જીવનમાં એટલી ઓતપ્રોત થઇ ગઈ છું, કે સંસારની કોઈ માયા,વળગણ,સમસ્યાઓ, ખટપટ  કૂથલી,કે ચિંતા મને સ્પર્શતા નથી,અને હું પુરેપુરી ઊંઘ સ્વસ્થતાથી લઉં છું, આટલો મારા અને આપ વચ્ચેના જીવનનો તફાવત છે,અરે ! ત્યાં સુધી કે મેં મારી માં અને ભાઈ સાથેનું પણ લાગણીનું કોચલું ફગાવી દઈ સત્ય અને સનાતનની શોધ તરફ વળગી છું. હું ગૌરવ સાથે આપને  જણાવું કે આજે આ આશ્રમમાં હું એકથી પાંચમા સ્થાન પામી ચુકી છું,અહીં મળેલ માન-સન્માન,પ્રેમ,વિશ્વાસ,લાગણી,મને કદાચ સાંસારિક જીવનમાં કદીયે પ્રાપ્ત ન થાત તેની મને ખાતરી છે, હું સુખી છું,ખુશી છું, અને આધ્યાત્મિકતાની આટલી ઉંચી ટોચ પર પહોંચ્યાનો મને પૂર્ણ સંતોષ છે
    પત્રનો જવાબ લખવાની આવશ્યકતા નથી,અને એટલેજ મેં પ્રેષક તરીકે મારુ નામ,કે સરનામું લખ્યા નથી,ઈશ્વર આપનું તથા આપના પરિવારનું સદાય કલ્યાણ કરે એવી હું પ્રાર્થના કરુંછું,અને કરતી રહીશ "
                                                                                                   લી ,,,,,,,,,,,,,,,,ના પ્રણામ,
          બહુ જ થોડા સમયમાં એ બેંક અધિકારીની યુવાનપત્ની ભરયુવાનીમાં ચાર સંતાનોને મુકી આકસ્મિક મ્રત્યુને ભેટી ફાની દુનિયાનીને અલબીદા કરી ચાલી ગઈ.
હાલ,એક બાજુ ચાર સંતાનોની જવાબદારી સાથે,નિવૃત્ત બેંક અધિકારી વિધુરાવસ્થા ભોગવતા,74 વર્ષની ઉમરે સંસારિક માયાના કોચલામાં વિટલાયા છે, જયારે બીજી બાજુ હમઉમ્ર ભગ્ન પ્રેમિકા સંસારના બધા બંધનોને તોડીને દુન્યવી મોહમાયા ત્યાગીને સંસાર રસ ખારો સમજી ભવસાગર તરવાના પ્રયાસ રૂપે , ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા સાધ્વી તરીકેનું  તપસ્વી જીવન વિતાવે છે.
પ્રેમ-ભગ્ન, યુવતીના "પ્લેટોનિક લવ" ને લાખ લાખ સલામ......