(૨, જાન્યુ.૧૯૩૨ ) તમો સ્વ.મુ. વિનુભાઈ,
અને સ્વ.માતુશ્રી રુદ્રાબેનની કુખે જ્યેષ્ઠ પુત્ર
તરીકે અવતર્યા.
પ્રતિષ્ઠિત કુટુંબ અને માં-બાપને ત્યાં લાડકોડ થી શિસ્તસભર,બાળપણ વિતાવી,યુવાવસ્થાએપહોચ્યા.તમારી કોલેજની કારકિર્દી દરમ્યાન તમારી આગવી બુદ્ધી-પ્રતિભા, અપ્રતિમ,લાક્ષણીકતા, વાક્પટુતા,અને અદ્વિતીય સાહિત્યિક લેખન શૈલીથી તમો વિદ્યાર્થી જગતમાં જબ્બર પ્રસિદ્ધિ હાંસલ કરી તે સમય ના "બહુ બળવાન" ગણાતા "સોરઠ વિદ્યાર્થી સંઘ" જેવા વિદ્યાર્થીસંગઠનના સમગ્ર સોરઠપંથકનામહામંત્રી (જનરલ સેક્રેટરી) તરીકે રહીને તમારી સબળ નેતૃત્વ શક્તિ નો પરિચય અને પુરાવો આપ્યો.કોલેજની વકતૃત્વ સ્પર્ધાના તથા આંતર કોલેજ સ્પર્ધામાં તમો વિજેતાના એકમાત્ર દાવેદાર કાયમ રહ્યા છો.પછી ભલે તે બહાઉદ્દીન કોલેજની સ્વ.પ્રોફે.ગુણવંત જોશી ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા હોય,કે પછી સ્વ.પ્રોફે.આર.ડી.જોશી ઈંગ્લીશ હોય,ગુજરાત યુની,ની મહાત્માગાંધીટ્રોફી હોય, કે પછી મહાદેવ દેસાઈ આંતર કોલેજ સ્પર્ધા હોય.સમકાલીન વિદ્યાર્થીઓપણ તમારા ઉપરોક્ત મૂલ્યાંકનો વર્ણવતાઆજે પણ થાકતા નથી. .
તે સમયમાં જુનાગઢનો આઝાદચોક શહેરનું મુખ્ય સભાસ્થળ ગણાતું હતું.શહેરની રાજકીય,ધાર્મિક, કે અન્ય કોઈ જાહેરસભાનું આયોજન ત્યાં થતું હતું."આરઝી હકુમત " ની લડત દરમ્યાન શામળદાસ ગાંધી પ્રેરિત એક જંગીજાહેર સભામાં સમાજવાદી કાર્યકર,અને વિદ્યાર્થી નેતા તરીકે તે સભાના તમો એક વક્તા હતા.તમારૂં આગ ઝરતું,તોખાર ભાષણ સાંભળ્યાપછી તત્કાલીન વયોવૃધ રાજકીય આગેવાન,અને ધુરંધર ધારાશાસ્ત્રી, સ્વ.પાનાચન્દભાઈ માંડવિયાએ કહ્યું હતું કે "આ છોકરામાં દિલ્હી ની સંસદ ગજાવવાની તાકાત છે " અને વાતપણ સાચી હતી.જો તમને તમારી ક્ષમતાઅનુસાર સાનુકુળતક સાપડી હોત તો, તમારી કારકિર્દીનો નકશો જુદોજ હોત.તે નિશ્ચિંત અને નિશંક વાત છે.

યૌવનકાળ દરમ્યાન,અભ્યાસ પરિપૂર્ણ કરી ખાનદાન,અને સરળ પ્રકૃતિના નાગરગૃહસ્થ સ્વ.મુ. દુલેરાયભાઈ ધોળકિયાના જ્યેષ્ઠપુત્રી વનલીલા (બકુલ )સાથે લગ્નગ્રંથીથી જોડાયા (૧૯૫૭)
સરળ,નમ્ર,,વ્યવહારૂ,અને ધર્મપરાયણપત્નીના પતિ હોવાનું એક વધુ ગૌરવ તમો એ મેળવ્યું.
અને ત્રણ સુંદર સંતાનોના પિતા બન્યા
વ્યવસાય ક્ષેત્રે પિતાશ્રીના પગલે-પગલે શિક્ષકનાપવિત્ર વ્યવસાયને અપનાવી દિર્ઘકાલ સુધી ,
તમારી અપ્રતિમ બુદ્ધિસભર અને નિષ્ઠાથી અસંખ્ય વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડવૈયા બન્યા.
મુલ્યવાન સનિષ્ઠ શિક્ષક ,અને કારકિર્દીના અસલ અને એક માત્ર ઘડવૈયા તરીકે વિદ્યાર્થી જગતમાં તમારો ડંકો વાગ્યો..અંગ્રેજી જેવી વિદેશી ભાષાપરના તમારા પ્રભુત્વને કારણે, વિદ્યાર્થી જગતમાં
ONLY R.V.. ની છાપ ઉપસાવી અને માં સરસ્વતિની અદભુતકૃપા પ્રાપ્ત કરી.
ONLY R.V.. ની છાપ ઉપસાવી અને માં સરસ્વતિની અદભુતકૃપા પ્રાપ્ત કરી.
સમયાન્તરે સંસારિક જવાબદારીઓમાં પણ તમારી કુનેહ,વ્યવહારિક બુદ્ધિ કોઠાસુઝ,અને ,
દુરન્દેશીપણાથી,ત્રણેય સંતાનો ને અભ્યાસ પરિપૂર્ણ કરાવી,તેમના લગ્નપ્રસંગો ઉકેલી,
સંસારિક જવાબદારીમાંથી પરવાર્યા..નીતિમત્તા,શિસ્ત,અને સંસ્કારનું સિંચન બાળકોમાં કર્યું.
મહાસુદ પાંચમ,(વસંત પંચમી )તા.૨૬,જાન્યુ.૨૦૦૪.(પ્રજાસત્તાક દિન) ના શુભ દિને તમો એ તમારી જીવનચર્યા (લોકભાષા માં જેને "જીવતે જગતીયું " કહેવાય તે )વિધી અમદાવાદના કાલુપુર ખાતે ના વિશ્વ વિખ્યાત સ્વામિમંદિરખાતે સંપન્ન કરીને મરણોત્તર સામાજીક કુરિવાજો અને જ્ઞાતિમાં જડ કરીગયેલ રૂઢી ને તિલાંજલિ આપતો નવો રાહ અને ચીલો,તમો એ કુટુંબ, જ્ઞાતિ, અને સમાજને પુરો પાડ્યો.પોતાની જ હયાતીમાં,પોતાના જ અંતિમસંસ્કાર બાદની ધાર્મિક વિધી,સ્વહસ્તે,જાતેજ કરવાના તમારા એ પગલા પાછળ કદાચ એક એપણ ગુઢ કારણ હોય કે.પોણા સૈકાના જીવન પંથ દરમ્યાન ખુમારી અને ખુદ્દારીથી કોઈ અન્ય ઉપર પોતાની જવાબદારી છોડી નથી,તોપછી નિર્વાણ બાદની ધાર્મિક વિધીની જવાબદારી સંતાનો ઉપરપણ શામાટે છોડવી ? આપણા કુટુંબ/પરિવાર,અને જ્ઞાતિમાં આવું સ્તુત્ય,અને અનુકરણીય પગલું ભરનાર તમો જ્યોતિર્ધર છો.
મેં ,૨૦૦૭,ના વર્ષમાં તમારા લગ્ન જીવનને અર્ધો સૈકો પૂરો થતા,જુનાગઢ ખાતે અનંત ધર્માલયમાં
તમોએ પરિવારના તમામસભ્યો ને નિમંત્રી,ધાર્મિક હવન-હોમ,કરી,"હિરક-મહોત્સવ" ઉજવ્યો.
કુટુંબમાં તમો એક માત્ર વડીલ હોવાને નાતે,બધાની શુભેચ્છા સ્વિકારી.
"હિરક-મહોત્સવ" નું હિર ઝાંખુંપડે અને તેનું સ્મરણ વિસરાય તે પહેલા જ એકવર્ષ ની અંદર

તા.૨૮,માર્ચ ૨૦૦૮,ના રોજ તમો એ વનલીલાને છોડી જીવનલીલા સંકેલી,પરિવારની વિદાય લીધી.જે સ્વામીમંદિરનાઆશ્રયમાં તમોએ તમારી અંતિમસંસ્કાર પશ્ચ્યાત ની વિધી,તમારી હયાતીમાં જ સંપન્ન કરી હતી,તે વિશ્વવંદનીય,પરમપુજ્ય પ્રમુખસ્વામી મહારાજ આપને શાશ્વત શાંતિઆપે.
માં આશાપુરા,સંતાનોની રક્ષા કરે,ઇષ્ટદેવ હાટકેશ તમારા અધૂરાકાર્યો પુરા કરવાનું સામર્થ્ય સંતાનો ને તથા પરિવારને આપે,તેવી પ્રાર્થનાસાથે,
આજે,તા.૨,જાન્યુનારોજ આપની જન્મજયંતીનિમિત્તે શબ્દાંજલિ અર્પુછું.
માં આશાપુરા,સંતાનોની રક્ષા કરે,ઇષ્ટદેવ હાટકેશ તમારા અધૂરાકાર્યો પુરા કરવાનું સામર્થ્ય સંતાનો ને તથા પરિવારને આપે,તેવી પ્રાર્થનાસાથે,
આજે,તા.૨,જાન્યુનારોજ આપની જન્મજયંતીનિમિત્તે શબ્દાંજલિ અર્પુછું.
અસ્તુ...! ! !
વડોદરા,
તા.૦૨/૦૧/૨૦૧૨.
No comments:
Post a Comment