Sunday, 5 February 2012

" જો રાવણ ને ઘેર એક દીકરી હોત તો.............."



એક નાનું ગામ હતું
.ગામ ની ગણી ગાંઠી વસ્તી
વાણીયા, બ્રાહ્મણ, જેવા સવર્ણ થી માંડી ને કોળી, કણબી,રાજપૂત અને કાટ્યુ  વર્ણ પણ ગામ માં રહે.
ગામ ની અંદર એક માથાભારે દરબાર રહે ગામ ના મોટાભાગ ના લોકો ને અને બહેન -દીકરીઓ ને એક યા બીજા પ્રકારે રંજાડવા નો  તેનો સ્વભાવ
 પાંચ પાંચ વર્ષ ના લગ્ન જીવન પછી નિસંતાન માથાભારે દરબાર ગામ માં માતેલાસાંઢ ની જેમ 
ત્રાસ વર્તાવતો હતો.મોટા ચહેરા પર ભરાવદાર, વીંછી ના આંકડા જેવી વાંકડી મુછ, , લીંબુ ની ફાડજેવી મોટી લાલઘુમ આંખ .તેની આગવી ઓળખ હતી.
માર-ઝુડ કરવી,ખુનાખરાબી કરવા તે તેના કાર્યક્ષેત્ર ની બહાર હતું.પણ ગામ ની પનિહારીઓ ની
મશ્કરી કરવી,તેમજ માનસિક રંજાડ પોહ્ચાડવા અને પરપીડન વૃતિ તેનો શોખ હતો.
 દરબાર ના ઘર નજીક એક નાનું મંદિર  હતું ગામ નો એક બ્રાહ્મણ હમેશા વેહલો સવારે તે મંદિરે શંકર ની  પૂજા કરવા જાય.પૂજા કરવા જતા રસ્તા માં દરબાર નું ઘર પસાર કરવું પડે .
બ્રાહ્મણ  નિત્ય ક્રમ પ્રમાણે રોજે પૂજા કરવા જાય, તે સમયે દરબારને  પોતાના ઘર ની બહાર ઓટલે બેસી ને સવાર માં દાતણ કરવા નો નિયમ .
રોજ બ્રાહ્મણ  ને પૂજા કરવા નીકળવું, અને દરબાર તેને ચીડવવા હાક....... થૂઊઊઊઊઊ ..એમ મોટે થી તેને થુંક ઉડાડે. બ્રાહ્મણ  તેના થુંક થી બચવા સંકોરાતો ,સંકારતો  પસાર થાય., અને જો કદાપી તેનું થુંક જરાક પણ ઉડે તો તે ફરી ઘેર જઈ ,ફરી નાહી અને પછી ફરી પૂજા કરવા જાય,
"માથાભારે સાથે કોણ પંગો લે " તેવા આશય થી લોકો ચુપ ચાપ સહન કરતા હતા, 
તેવી જ રીતે આ બ્રાહ્મણ પણ મૂંગે મોઢે નીચું જોઈ ને મંદિરે જતા આ ત્રાસ સહેતો હતો.
વર્ષો સુધી આમ બનતું આવ્યું
.એક દિવસ સવારે બ્રાહ્મણ નિત્યક્રમ મુજબ મંદિરે જતો હતો,અને દરબાર તેના નિયમ મુજબ ઓટલે બેસી ને દાતણ કરતો હતો. બ્રાહ્મણ તેના ઓટલા પાસે થી પસાર થયો 
પણ આજે દરબારે તેનો ક્રમ ચુકી ને હાક્કક્ક્ક્ક..... થૂઊઊઊઊઊ.. ન કરતા બ્રાહ્મણ ને નવાઈ લાગી 
બ્રાહ્મણે વિચાર્યું કે કદાચ દરબાર નું ધ્યાન તેના ઉપર નહિ પડ્યું હોય.તેથી સહાશ્ચર્ય તે મૂંગે મોઢે ત્યાંથી પસાર થઇ ગયો.ફરી બીજે દિવસે પણ ન ધારેલું તેમ જ બન્યું.તેવી રીતે ત્રીજે દિવસે પણ દરબાર શાંત રહ્યો.હવે બ્રાહ્મણ થી ન રેહવાયું, તેણે દરબાર નજીક જઇ ને પૂછ્યું " દરબાર,હું ઘણા વખત થી તમારા વર્તન ને જોતો આવ્યો છું, કે જયારે જયારે હું પસાર થાઉં ત્યારે તમો મને થુંક ઉડાડતા હતા પણ છેલા ત્રણ દિવસ થી તમો એ તમારું વર્તન બદલાવ્યા નું કારણ મને ન સમજાયું "
દરબાર દાતણ કરતા કરતા ઉભા થયા.બંને હાથ જોડી ને બોલ્યા " હે બ્રહ્મદેવ,ચારેક દિવસ પહેલા મારે ઘેર પુત્રી પ્રસવ થયો છે હવે હું એક દીકરી નો બાપ બન્યો છું.દીકરી નો બાપ નફફટ કે બેશરમ હોય તો અમારા સમાજ માં દીકરી નો કોઈ હાથ ન જાલે.એટલુજ નહી પણ હું તમને એક ને જ આજ સુધી થુંકતો  હતો, પણ હવે અમારો આખો સમાજ મારી સામે થુંકશે આજ સુધી હું જે હતો તે હું નહિ મારો ભુતકાળ હતો કાલ સુધી ગામ ની બેહન દીકરી ને મેં રંજાડી છે તેની જગ્યા એ આજે મને મારી દીકરી દેખાય છે.
કાલે મારી દીકરી મોટી થશે અને એ પણ ગામ ને કુવે પાણી ભરવા જવાની.આજ ની પનિહારીઓ માં મને મારી દીકરી નું મોઢું  દેખાયું,.બ્રહ્મદેવ મને ક્ષમા  કરો. મને મારા ભુતકાળ ના વર્તન ઉપર ઘણું દુખ, અને શરમ છે આપ ભૂદેવ છો  ઈશ્વર ના પૃથ્વી ઉપર ના તમો પ્રતિનિધિ છો,કૃપા કરી મને માફ કરો "કહેતા જ દરબાર ની આંખે આંસુ ના મોતિયા જામીગયા.
હસતા ચહેરે બ્રાહ્મણે જવાબ આપ્યો "દરબાર, સવાર નો ભૂલેલો સાંજે પાછો આવે તો તે ભૂલેલો નથી ગણાતો તમને જે આજે સાચું વસ્યું તે વિચાર મને મહિનાઓ થી આવતો હતો કે દરબાર ની શાન ઠેકાણે લાવવા તેને ઘેર એક દીકરી હોવી જરૂરી છે અને ભગવાને મને સાંભળ્યો, ઈશ્વર તમને સદબુદ્ધી આપે " તેવા આશિર્વચન કહીં, બ્રાહ્મણ પૂજા કરવા મંદિરે ચાલ્યો ગયો 
પૂજા કરી ને પાછા ફરતા ફરી દરબાર નું ઘર વચ્ચે  આવ્યું તેના ઘર તરફ નજર નાખતા જ બ્રાહ્મણ વિચારે ચડી ગયો કે કુદરત ની લીલા કેવી અકળ  છે, કે જેનાથી ભલભલા થરથર કાંપતા હતા તે માથાભારે દરબાર ને ઘેર માત્ર ત્રણ દિવસ થી પુત્રીનો  જન્મ થતા કેટલું પરિવર્તન આવી ગયું ?
જો કદાચ રાવણ ને ઘેર પણ એક પોતાનીપુત્રી હોત ,તો સીતા નું હરણ થયું ન હોત અને તેથી કદાચ રામાયણ પણ  લખાયું ન હોત ,રામ સામે રાવણ ની દુશ્મની ન થઇ હોત,રામ ને પવનપુત્ર હનુમાન જેવો ભક્ત મળ્યો ન હોત , વિભીષણ  લોહી ના સંબંધ તોડી ને દુશ્મન ને આશરે ગયો ન હોત અને તો આપણ ને બહુ પ્રચલિત કેહવત 
" ઘર કા ભેદી લંકા ઢાંએ " પણ મળી ન  હોત.

                                      




Saturday, 4 February 2012

સદભાગ્ય છે..




                                                                  સદભાગ્ય છે..


આગ પણ કોમળ મળી, સદભાગ્ય છે.
બર્ફ માફક પીગળી , સદભાગ્ય છે.

વાત જે અકબંધ  વરસો થી હતી ,
મેં કરી તે સાંભળી સદભાગ્ય છે.

જિંદગી લાંબી અગર ટૂંકી હશે,
તું વરસ થી સાપડી ,સદભાગ્ય છે.

છો ઘટાટોપ વાદળો આકાશ માં ,
વીજ બની ચમકી ગઈ સદભાગ્ય છે.

સુર માં સંધાન જેવા મોઉન ના , 
તાર માફક ઝણઝણી, સદભાગ્ય છે.

Thursday, 2 February 2012

શું કામ...?

                                                         શું કામ...? 
                સાકી ભરી ને જામની, મેહફીલ સજી શું કામ.?
                પાઈ પ્યાલી જામની,મદહોશ કર્યો શું કામ.?
                ચિનગારી મુકી આગની, સળગાવો છો શું કામ.?  
                શોલા ભડકાવી હૃદય માં ,ભૂંજો તમે શું કામ.?
               ભ્રમરબની ને ફૂલ ને ,ચૂસો તમે શું કામ?
               લાલી સજાવવા હાથ ની, મહેંદી પીસો શું કામ?
              ચંપો બની ને બાગ માં મહેક્યા તમે શું કામ.?
              બુલબુલ બની ને ચમનમાં ચહેક્યા તમે શું કામ?
             બેગમ બની ને ખ્વાબ માં આવ્યા તમે શું કામ ?
             આગિયા બની ને રાત માં ચમક્યા તમે શું કામ.?
            શબ્દ તીરો મારી ને,  ઘાયલ કરો શું કામ ?
            રાધા બની ને શ્યામ ને, તડપાવો  છો શું કામ ?
            ક્ષુધા બની તરસાવવા  ખુદ ક્ષુધા  બનો શું કામ.?
           બળેલા  ને બાળવા,  ખડકો  ચિત્તા શું કામ..?