સ્વ.મુ. સૂર્યકાંત રામપ્રસાદ ઓઝા. .(1923-2012)
દુનિયામાં ઘણા જીવો જન્મ લે છે અને સમયાન્તરે અનેક લોકો મ્રત્યુ પામી દુનિયા છોડી જાય છે પરંતુ અનેક વિઘ્નો વચ્ચે,સંકટો અને સમસ્યાઓનો સામનો કરતા ઝીન્દાદીલીથી જીવી જઈ,પોતાના દુઃખ-દર્દને રોયા વિના જીવી જનાર માણસ પોતાની જિંદગીના નાટક નો સફળ કલાકાર ગણાય છે.
નાનીવયે પિતા ગુમાવ્યા,પછી જ્યેષ્ઠપુત્ર તરીકે વિધવા માં,દિવગંતબેનની બાલ્યાવસ્થા ધરાવતી પુત્રી,બે નાના ભાઈઓ,અને પોતાનીપત્નિ,અને ચાર સંતાનો,આમ કુલ 9 વ્યક્તિઓના ભરણ-પોષણ અને તમામ જવાબદારી પોતાના ઉપર આવીપડી.
અખાડાના શોખીન,અને બાલ્યાવસ્થાથી જ અખાડા ખુંદીને શરીર સૌષ્ઠવ ધરાવતા, યુવાન સુર્યકાંતે ,
આ બધી જવાબદારીને પોતાની જ મિલકત સમજી જાળવી લીધી, અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી ભાવનગરની તાર ઓફીંસમાં કારકુન તરીકે નોકરી સ્વીકારી લીધી
તે સમયે તાર મોકલવા તથા આવેલા તાર યાંત્રિક રીતે ઉતારવાના મશીનો હતા"ટક ટકિયા મશીન " ચલવવાની ખાસ તાલીમ અપાતી હતી.તે બધું શીખી,પારંગતતા પ્રાપ્ત કરી તે ધીમે ધીમે આગળ વધ્યા , તેની પ્રગતિની,ગતિ કરતા વધુ ગતિથી તેઓની જવાબદારી વધતી ગઈ.
શિશુ અવસ્થાની માં વિનાની ભાણેજ મોટી થઇ,તેને પરણાવવાની જવાબદારી આવી,માંની વૃદ્ધાવસ્થામાં દવા-દારૂનો ખર્ચો વધ્યો,નાના ભાઈઓ કોલેજ માં આવ્યા, તેના અભ્યાસ ની ફી વધી પોતાના સંતાનો માં 3 પુત્રીઓ,અને એક પુત્ર મોટા થયા તેના શિક્ષણ અને સામાજિક પ્રસંગો નજીક આવ્યા,
તેમ છતાં હમેશા હસતામોઢે તે બધું સ્વિકારીલઈને 9 ખાવાવાળાસામે એક કમાનારો હિમત હાર્યા વિના આ એકલવીર આગળ ધપે રાખ્યો.
God helps those who helps themselves ના નિયમ મુજબ ઈશ્વરે તે તમામ પડકાર ને પહોંચી વળવા તેને સામર્થ્ય આપ્યું અને એક ભાઈ ને M,Com, અને બીજા ને D.E.બનાવ્યા.ભાણેજના લગ્ન પણ કૌટુંબિક પરમ્પરામુજબ પર પાડ્યા,ભાઈઓના લગ્ન અને પોતાના પણ ચારેય સંતાનોના લગ્ન ધામેધૂમે કર્યા
આર્થિક વ્યવહારોને પહોંચીવળવા તેઓ એ શિયાળાની કડકડતીઠંડી,અને ચોમાસાના ધોધમારવર્ષાદમાં ઓવરટાઈમ કર્યા તે ઉપરાંત વડીલ માં તેની સાથે હોય સતત મહેમાનો નો મારો પણ ચાલુજ
તે બધાને એકલે હાથે પહોંચી વળી,નિવૃત થયા,પણ તેની નિવૃત્તિ સમયે પોતાના સંતાનો ની જવાબદારી બાકી હોય તેમને ભાવનગરની રબ્બર ફેક્ટરીમાં નોકરી શરુ કરી.
આજીવન તેની સાયકલ તેનો મિત્ર અને સખા રહી
આખી જિંદગી જે માણસે નોકરી કરી અને તૂટી ગયો તેને 75 વર્ષ સુધી
"પોતાનું મકાન" ન બનાવી શકયા , પણ
"પોતાનું કુટુંબ "જરૂર બનાવી શક્યાઅને તે તેને માટે એક ગોંરવ હતું, સૌથી મોટી નોંધપાત્ર ઘટના તો એ છે કે,સતત ગરીબી,તંગી,આર્થિક ભીંસ વેઠવાછતાં કોઈ દિવસ કોઈ પાસે નથી હાથ લાંબો કર્યો, કે નથી કોઈની અપેક્ષા સેવી સલામ છે આ કર્મવીર,કદાવર મનોબળ વાળા ખુદ્દાર,ટેકીલા,સ્વમાની ઇન્સાનને
મજબુત બાંધો અને કસાયેલું માનવ શરીર આખરેતો માટીનું જ બનેલું છે,?
તેથી ધીમે ધીમે ઘસાતું ગયું અને,કુટુંબના ઉદ્ધારમાટે હોમાઈ જવાનું નક્કી કરીલેનાર આ નરબંકો 90 વર્ષ ની વયે તા,26 ડિસેના રોજ આ ફાની દુનિયાને છોડી,પરિવારના ઉદ્ધારકે સુખી અને લીલાછમ વડલાજેવા વિશાળ પરિવારને આખરી સલામ કરી પરલોકમાં સંચર્યો
મુ સુર્યકાન્તભાઈને મારા કોટી, કોટી વંદન તેની જીન્દાદિલી,તેનો હસમુખો સ્વભાવ,અને જવાબદારીથી ન છટકવાની વૃતિ,તથા,વિકટ પરીસ્થીતીમાં પણ ધૈર્ય,અને હિમત ન ગુમાવવાનો,મને એક બોધપાઠ છે
સ્વ વિદ્યાબેન,અને સ્વ રામભાઈના જ્યેષ્ઠપુત્ર સુર્યકાન્તભાઈએ આજીવન ભેખધારીની જેમ પોતાનું સમગ્ર જીવન કુટુંબ પાછળ સમર્પિતકરીને, સંસ્કૃતની કહેવત યથાર્થ ઠરાવી परोपकारे विभाति सूर्य ...! ! !