Saturday, 18 January 2014

"ન ચિટ્ઠી,ન કોઈસંદેશ,ન જાને વો કોનસા દેશ, જહાં તુમ ચલેગયે "

સ્વ,અમોલ દિવાકર (હરેન્દ્ર ) ખારોડ,
  (4,April,1963---16,Janu.2014)

રાજકોટ વસતા અને મૂળ જુનાગઢ નાવતની શ્રી દિવાકર ખારોડ,તથા અ,સોં,અનીલાબેન ખારોડના
જ્યેષ્ઠપુત્ર,અને જાણીતા ફેસબુકના માનીતાએવા આશિષ ખારોડના મોટાભાઈ,શ્રી,અમોલ ખારોડનું અમેરિકા ખાતે 51 વર્ષ ની ઉમરે, તારીખ 16, જાન્યુ,2014.ના રોજ નિધન થયાના સમાચારે ગમગીન કરી મુક્યો (ચી,અમોલ ખારોડ મારો ભાણેજ થાય )
મધ્યમવર્ગીય શિક્ષકદંપતીને ઘેર જન્મ લે તેના સંસ્કારમાં શું ખામી હોય ? જુનાગઢ માં જન્મ્યો, પણ શાળાકીય વિદ્યાભ્યાસ વેરાવળ જેવા નાનાગામની સરકારી હાઇસ્કુલમાં જ કર્યો.
વેરાવળની હાઈસ્કૂલમાંથી મેટ્રિકપાસ કરીને મોરબીની એલ.ઈ.કોલેજમાંથી પ્રોડક્શન એન્જીનીયર બન્યાપછી થોડો સમય મુંબઈમાં ગોદરેજ જેવી નામી કંપનીમાં સેવા આપ્યા બાદ તે સારીતક મળતા અમેરિકા ગયા અને ત્યાજ સ્થિર થઇ "ધોળિયાના મુલક" માં પોતાની કાર્યદક્ષતાથી અતિ પ્રિય થઇ પડ્યા. સંખ્યાબંધ ધોળિયા એન્જીનીયરો  તેમના હાથ નીચે તૈયાર થયા.
51,વર્ષ ની ભર યુવાનવયે તેના પરલોકગમનથી સમાજમાં અરેરાટી પ્રસરીગઈછે
તેમના 84 વર્ષીય પિતા, અને 78 વર્ષ ના માતા,અને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે.
            " જે ઉગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય,
              તેહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય "
સત્ય,પણ કડવું અને વાસ્તવિકતા જીરવવી અઘરી એવી આ ફિલોસોફી ભલે 100પ્રતિશત સત્ય હોય,પણ
"ભર વસંતે પાનખર? "મધ્યાન્હે સુર્યાસ્ત ?" આ તે કેવો,અને ક્યાંનો ન્યાય ?કુદરતની ક્રુરતા,અને નિષ્ઠુરતા  આથી બીજી કઈ હોઈ શકે ? કહેવાય છે કે "બાપનું ઢાંકણ બેટડો " લ્યો, આ ઢાંકણ ચાલ્યું ગયું અને 78વર્ષીય બાપ ઉઘાડો થઇ ગયો.
સ્વ. અમોલ, કુશાગ્ર બુદ્ધિ ધરાવનાર,તેજસ્વી વિદ્યાર્થી,આજ્ઞાંકિતપુત્ર,વફાદારઅને જવાબદારી સમજતો સારો પતિ,વ્હાલસોયો પિતા,ઉત્કૃષ્ઠ ભાવનાશાળી બાંધવ, અતિ વિનમ્ર,હસમુખો,મિતભાષી,ધર્મિષ્ઠ,કુટુંબ વત્સલ,
અને અજાત શત્રુ હતો,
ખરેખર "અમુલ નામને સાર્થક કરતો તેજસ્વી તારલો આજે પરિવારના નભોમંડળમાંથી ખરીપડી અનંતમાં વિલાઈ ગયો તેનું પારાવાર દુખ છે 

"  ન ચિટ્ઠી,ન કોઈ સંદેશ,ન જાને વો કોનસે દેશ કહાં તુમ ચલેગયે " 
 સ્વ,અમુલ પોતાની પાછળ એક યુવાન અને તેજસ્વી ડાયેટીશ્યન પત્ની,એક 16 વર્ષીય વહાલસોઈપુત્રી,વૃદ્ધ માતાપિતા,અને ભાઈ-બહેનને કલ્પાંત કરતામૂકી અનંતની વાટ પકડી ગયો છે.
જેને મેં મારીનજર સામે ઉછરીને મોટો થતા જોયો તે આજ નજરથીદુર ખોટો થઇ ગયો... અર્ધાસૈકાથી જે નામનીઆગળ હું  ચિ.(ચિરંજીવી) લખતો હતો,તે નામ આગળ આજે સ્વ.શબ્દ મુકતા હાથ કંપે છે.જેને મામા તરીકે યજ્ઞોપવિત સંસ્કાર  સમયે ખભ્ભે બેસાર્યો, એને અંતિમસંસ્કાર સમયે ખભ્ભો પણ ન આપી શક્યો, 
અરે ! તેના અંતિમ દર્શન થી પણ વંચિત રહ્યો 
  "આંસુ ખૂટ્યા છે, હું શું રડું ?" 
    શબ્દો ખૂટ્યા છે, હું શું લખું? "
   સ્વ.અમુલના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે અને પત્ની,પુત્રી,તથા,પરિવારને આ વજ્ર કુઠારાઘાત જીરવવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના !
અસ્તુ .! ! !