આશરે છ દાયકાથી ઉપરની આ સત્ય ઘટનાછે .
શહેરના,ભદ્ર વિસ્તારમધ્યે રહેતા, મધ્યમજીવી સુખીપરિવારમાં ઘરના ધર્મચુસ્ત મોવડી પોતાના ચાર પુત્રો અને પત્ની સાથે સુખીજીવન જીવી રહ્યા હતા.ચારપૈકી એક પુત્રના લગ્ન થઇ ગયા હતા જયારે બીજા પુત્રનીસગાઈ થઇ લગ્નની તૈયારી આરંભાતી હતી.
સુખી ગૃહસ્થી જીવનના ઓડકાર ખાતા ઘરના મોભી વડીલ અતિ ધર્મચુસ્ત હતા. જેને આજે "રૂઢીચુસ્ત" કહીએ છીએ તેટલી હદે પ્રભુ ભક્ત હતા.ઘરમાં ભક્તિ,અને ઈશ્વર આરાધનાના પવિત્ર સુગંધી વાતાવરણ વચ્ચે સવારની નજીકના મોટા શિવાલયમાં પૂજાથી ઘરનો નિત્યક્રમ વડીલ શરુ કરતા હતા ઈશ્વરપરનો દ્રઢ વિશ્વાસ,ભગવાનપર અસીમ ભરોસો અને પ્રભુ સ્મરણ તેની મુખ્ય દિનચર્યા રહેતી.તેમની શેરીના ઘર પાસેના ઓટલા પાસે કાયમ બેસતી ગાયને ગૌ ગરાસ આપ્યાપછી જ અબોટિયું પહેરીને ઘરના પુરુષોએ ભોજન ગ્રહણ કરવાનોચુસ્ત ધાર્મિક નિયમ પણ અવિરત પણે પળાતો હતો,
બીજાપુત્રના લગ્ન નક્કી થયા.ઘરમાં આનંદઅને ખુશીનો માહોલ છવાઈ ગયો.બહોળા પરિવારમાં ઉમંગ,અને ઉત્સાહથી લગ્નની તૈયારી શરુ થઇ ગઇ.
લગ્નનો દિવસ નજીક આવતા પરિવારના બહારગામ રહેતા સગા-વહાલા હોશેથી લગ્ન માણવા મહેમાન સ્વરૂપે આવવા લાગ્યા કંકોત્રી છપાઈ ગઇ,આમંત્રણ અપાઈ ગયા ઘરમાં રસોઈઓ બેસાડી બુંદીનાલાડુ, મોહનથાળનીચાકી,અને કળી -ગાંઠિયાના સુંડલા ખડકાઈ ગયા (તે જમાનામાં લગ્નની જમણવારમાં આજ મિષ્ટાન મુખ્ય હતું) અને આમ કરતાં લગ્નનો દિવસ આવી પહોંચ્યો.
સવારથી ઘર પાસે ઢોલ-શરણાઈ ગુંજવા લાગ્યા એક પછી એક મૂહર્ત પ્રમાણેની લગ્ન પૂર્વેની વિધિ આગળ વધતી ગઇ.
આમ કરતા બપોરનો સમય થઇ ગયો.પરિવાર અને મહેમાનોની ઘરની જમણવારની પંગત પડી, ઠઠ્ઠા, મશ્કરી,અને,આનદપ્રમોદસાથે ખુશીના માહોલમાં ઘરના સહુ જ્મી પરવાર્યા,અને ફરી પાછા સાંજે વરરાજાને પીઠી ચોળવા,અને "નોણા-જોણા"ની તૈયારીમાં લાગી ગયા.
આ બાજુ કન્યાપક્ષને ઘેરપણ આનદ,આનંદ છવાઈ ગયો હતો.સવારમાં સુરજ સાંભળવાનો અને કન્યાને પીઠી ચોળવાનો કાર્યક્રમ પત્યો બપોરના ભોજન પછીની તૈયારી શરુ થઇ.
પીળીયુ વસ્ત્ર,કોરા રેશમ જેવા સુવાળા લાંબાવાળ,હાથમાં કોણી સુધી મુકેલી મહેંદી રૂપાળી પાતળી નાજુક હેમના આભુષણોથી શણગારેલી કન્યા સાક્ષાત પાર્વતી સ્વરૂપે દીસતી હતી.ચહેરા ઉપર લજ્જા-હર્ષના મિશ્રિત ભાવસાથે આવનારી સુખદ પળના સ્વપ્નો જોતી કન્યા,એક એક મિનીટનો ઇન્તજાર કરતી હતી આમ બન્નેપક્ષે આનદિત વાતાવરણમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો.
વરપક્ષના પરિવારજનો ભોજનમાંથી પરવાર્યા અને વરરાજા પણ પોતાની અંગત તૈયારીમાંથી પરવાર્યા બાદ વરરાજાએ પોતાની ઓફીસ સ્ટાફને આગ્રહ,અને વિવેક કરવા માટે પોતાની ઓફિસે જવાની તૈયારીકરી પરિવારના બધા વડીલોએ તે માટે તેને ના પાડતા કહ્યું કે "મીંઢોળ બાંધ્યા પછીવરરાજાએ ઘરની બહાર ન નીકળાય" તેમ છતાં વરરાજાની જીદપાસે પરિવાર લાચાર બન્યો અને વરરાજા હોંશે હોંશે પોતાની ઓફીસ તરફ જવા નીકળ્યા
વૈશાખનો ધોમધખતો હતો,બપોરે દોઢ-બે વાગ્યાનો સમય હતો,સૂર્યદેવ પોતાના આક્રમક મિજાજમાં કાળો કેર વર્તાવી રહ્યા હોય એમ રસ્તાપરનો ડામર પીગળી રહ્યો હતો .
ઓફિસે પહોંચ્યાપછી બધા સ્ટાફ-મિત્રોને રૂબરૂ આગ્રહ કરી સાથે મજાક-મશ્કરી કરી પોતાની છેલ્લી ઘડીની અંગત ખરીદી કરી વરરાજા એક-દોઢ કલાકમાં ઘરભણી પાછા ફર્યા .ગરમીથી ત્રાસીગયેલ વરરાજાએ તુર્તજ ઘરમાં બનાવેલું શરબત પી શાંતિનો અનુભવ કર્યો
થોડીજ વારમાં વરરાજાને લુ લાગી જવાના કારણે માથું દુખવું શરુ થયું.સામાન્ય દુખાવો સમજી વરરાજાએ એસ્પ્રો,અનેસીનથી કામચલાવ્યું પણ થોડીજ વારમાં ચક્કર આવવા સાથે ઉલટી શરુ થઇ.ઘરમાં ચિંતાનું વાદળું છવાઈ ગયું.નજીકના તબીબને બોલાવી સારવાર શરુ કરી.દવા-ઇન્જેક્શન ચાલુ કર્યા પણ જેમ જેમ સમય વીતતો ગયો,તેમ તબિયત વધુ બગડતી ચાલી વધુપડતી ઉલટીને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવા લાગ્યું.દવાથી કોઈફેર ન પડ્યો,અને જોત જોતામાં તબિયત વધુ લથડી,અને થોડા જ સમયમાં વરરાજા કોમામાં હડસેલાઈ ગયા.ફરી નિષ્ણાત તબીબો આવ્યા બી.પી.વિગેરે માપ્યું અને વરરાજાને દવાખાને ખસેડવાની સલાહ પડતા તેની તૈયારી શરુ થઇ ગઈ.
આ બાજુ કન્યાપક્ષના વડીલોને વિગતે જાણ કરતા ગભરાયેલા વ્હેવાઈ દોડી આવ્યા ચિંતાનું મોજું વ્યાપી ગયું આનદ,અને ઉત્સાહનું સ્થાન ચિંતા અને મુંજવણે લઇ લીધું
પણ.........
કુદરતને સુખી પરિવારના શુભ પ્રસંગનીઈર્ષ્યા થઇ હોય તેમ દવાખાને વરરાજાને પહોંચાડે તે પહેલાજ મીંઢોળ બંધા વરરાજાએ અંતિમશ્વાસ લીધા.
પરિવાર પર આભ ફાટીપડ્યું .લગ્નગીતોની જગ્યાએ રો-કકળ ચાલુ થઇ ગઇ, હૈયાફાટ રુદનથી આખી શેરી ગાજી ઉઠી પરિવારના મોભીની તો વાત જ ન પૂછો .વરને પરણવા ચડવાના સમયે વરરાજાની અર્થી શણગારાઈ
બહારગામના મિત્રો, સગા,સંબંધીઓ અને અન્ય શુભેચ્છકો તરફથી અભિનંદનના ટેલીગ્રામ આવવા શરુ થઇ ગયા હતા.પીળીયું પહેરેલ, મીંઢોળ બંધી યુવાન વરરાજા ફાની દુનિયાને ત્યાગી ગયો.વહેવાઈને જાણ કરતા જ, કન્યા ફસડાઈ પડી. લગ્નના માંડવે વરરાજાને પોંખાવાની જગ્યાએ વરયાત્રા શ્મશાન યાત્રામાં ફેરવાઈ ગઇ.
સમગ્ર શહેરમાં વાયુવેગે આ દુઃખદ સમાચાર પહોંચી વળ્યા પૂરો લત્તો,અને,અડોશ-પડોશ હિબકે ચડ્યો કોણ કોને સમજાવે? તેવો માહોલ થઇગયો .
સમય સરકતો ગયો, ઘડિયાળના કાંટાની ગતી વધી ગઇ અને જે સમયે વર પરણવા ચડવાનો હતો, તેસમયે સ્મશાન યાત્રા નીકળી વરને પરણવા જતી સમયે ઓઢાડાતા સાચા જરીભરતના રેટાની જગ્યા “શિવનામી” એ લીધી,વરઘોડિયાને પહેરાવવા,તથા,વર શણગાર માટે મંગાવેલા થોકબંધ ફૂલો અને,હારતોરા અર્થી પર ખડકાયા ઘરનાદરવાજા પર બંધાયેલ લીલાછમ આસોપાલવના તોરણ વિલાઈ ગયા પ્રવેશદ્વારની દીવાલ પર આગલી રાત્રે ચીતરાવેલા ઢાળોટાનો રંગ ફિક્કો પડી ગયો..
જે વૃદ્ધ બે-બે કલાક નિયમિત રીતે શિવઅર્ચના કરી નિયમિત લઘુ રુદ્ર કરનાર ધર્મીષ્ઠ, નિખાલસ ભક્તને આ શેની સજા? અને શા માટે ?
આમ છતાં કડવું વાસ્તવિક સ્વીકારવું જ રહ્યું ."વિધિ”એક એવી શક્તિછે કે, દુનિયાની સર્વોચ્ચઅદાલત પણ ત્યાં ટૂંકી પડેછે પ્રાણપોકના છાતી વિંધી નાખે તેવા અવાજથી નજીકના શિવમંદિરની દીવાલમાં પડઘા પડ્યા.
જે રસ્તેથી રાત્રે વર ઘોડિયું પસાર થવાનું હતું તે જ રસ્તેથી વરરાજાની અર્થી નીકળી .જે દરવાજે માત્ર ચાર કલાક પછી વરઘોડીયુ પોંખાવાનુ હતું ત્યાંથી જ વરરાજાની અર્થી બહાર નીકળી જે સમયે માંડવા નીચે "વર પધરાવો સાવધાન....."અને "સમય વર્તતે સમય .......""ની હાકલ પડવાની હતી,તે સમયે છાતી ચીરી નાખે તેવી પ્રાણપોક મુકાણી….. "રામ બોલો ભાઈ રામ...." અને ઉપસ્થિત લોકોના હૈયાફાટ રુદન વચ્ચે વરયાત્રા સ્મશાનયાત્રામાં ફેરવાઈ ગઇ. બરોબર ગૌધુલીક સમયે જે અગ્નિની સાક્ષીએ જીવનના નવાબંધનથી જોડાવાનું હતું તે જ અગ્નિથી વરરાજાના નશ્વરદેહને મુખાગ્ની આપી જીવનના તમામ બંધનોથી મુક્ત કરાયો.
સૌથી વધુ દયનીય સ્થિતિ વરના પિતાની હતી પરમ શિવભક્ત વૃદ્ધપિતાની આંખના આંસુ સુકાઈ ગયા. લગ્ન નિમિત્તે રંગ-રોગાન કરાવેલા મકાનના દરવાજાના બારશાખ પર એક હાથ ટેકવી ઉભેલ પિતાએ પુત્રને વિદાય આપતા બોલ્યા,"બેટા,આવજે, જ્યાં તું જા ત્યાં તું સુખેથી પગખોડીને રહેજે આ તો તારું ભાડાનું ઘર હતું સાચું ઘરતો પ્રભુનું ધામ જ છે ! તું અમારી આશા-અરમાન ભલે પુરા ન કરી શક્યો, પણ ઈશ્વર તારી આશા અરમાન,અને કોડને નવા જન્મે પુરા કરે. "આવજે બેટા,, આવજે " કહેતાજ વૃદ્ધ ફર્શ પર ફસડાઈ પડ્યા.
જિંદગીની આથી વધુ કરુણતા કઇ હોય, કે જે ઉમરે દીકરાની કાંધે ચડીને બાપે જવાનું હોય, તે ઉમરે યુવાન દીકરાને વૃદ્ધપિતા કાંધ આપે ?
કોણ કહે છે ભગવાન પરમકૃપાળ છે ? કોણ કહે છે કે ઈશ્વર દયાનો સાગર છે ?મેવાડની મીરાંના વિષના પ્યાલાને અમૃતમાં ફેરવી નાખનાર એ ઠાકોરજી ક્યાં ગયો ? શેઠ શગાળ શાહની આકરી કસોટી કર્યાબાદ ચેલૈયાને પુન:જીવિત કરનાર એ કરુણાસાગર દેવ ક્યાં ગયો ?દ્રૌપદીને ચીર પૂરનાર જગત નિયંતા ક્યાં ખોવાયો? ભગવાન કૃષ્ણની રાસલીલા નિહાળવામાં લીન થઇ જઇ મશાલથી બળી ગયેલા ભક્ત નરસિંહના હાથને ફરી ચેતનવંતો બનાવનાર એ બાંકે બિહારિ મુરલીધર ક્યાં અદ્રશ્ય થઇ ગયો?
વરરાજાના પિતા વિદ્વાન,અને તત્વજ્ઞાની હતા જે બન્યું તે ઘણુંજ ખરાબ હતું પણ તે ઝેર પીધા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહતો. દીકરાની ચિતાને પોતાની સગી આંખે ન નિહાળી શકનાર પિતા દરવાજેથી જ ભાંગેલી હાલતમાં ઘેર રોકાયા.પોતાનું સ્વજન હવે સ્વ.જન બન્યું.
સ્મશાનયાત્રા નીકળી ગયા,પછી ઘેર રહેલ વૃદ્ધ પિતાને દિલસોજી આપવા સમવયસ્ક મિત્રો ઘેર આવીબેઠા હતા.ઘરનાઆંગણામાં ખુરશી ઢાળી બેઠેલા વૃદ્ધ મિત્રો વચ્ચે વરના પિતા પોતાના બે હાથ જોડી આકાશ તરફ હાથ ફેલાવતા બોલ્યા,"હે પ્રભુ,તારી દયાનો કોઈ પારનથી,તે મને દુખ દેતાં દેતાં પણ મારું ધ્યાન રાખ્યું.
મને તેં અગ્નિ પરીક્ષામાંથી બચાવ્યો છે. વિધિના લેખ ઉપર કોઈ મેખ મારી શકતું નથી. માણસ જન્મે છે ત્યારથી જ તેને લેવાના શ્વાસોચ્છવાસની સંખ્યા નક્કી થઇ ગઇ હોય છે તેથી જે બન્યું છે,તે ભલે સારું નથી બન્યું, પણ સાચું તો જરૂર બન્યું છે. બનવાનો બનાવ જો માત્રચાર-છ કલાક મોડો બન્યો હોત,તો ચોરીના ફેરા ફરી જવાયા હોત અને સુહાગરાતની રાત્રે જ નવોઢા વિધવા બનત. ઘરમાં આવ્યા પછી કોડભરી કન્યા પોતiના નામ આગળ અ.સૌ. લખે તેપહેલાં જ પરણ્યાનાપહેલે દિવસથી જ ગં.સ્વ.લખવાનો વારો આવત
તો એ કોડભરી આશા તરસી યુવાન નવોઢાને હું પહેલે જ દિવસથી સફેદવસ્ત્રમાં કેમ જોઈ શકત? હું તેને આજીવન કેમ સાચવી શકત? હું તેના આંસુ અને જીગરનાદર્દને કેમ પી શકત? દયાસાગર,તે મારી સેવાની સાચી કદર કરી,તેનો હું તારો ઋણી છું.
બીજે દિવસે સવારે ગૌ ગરાસ દેવાના સમયે રાબેતા મુજબ ઘરપાસે બેસેલી ગાયને લગ્ન માટેનું બનાવેલ મિષ્ટાનના લાડુ-ગાંઠિયા ઘરના સભ્યે એક વાસણમાં આપ્યા ગાય પહેલીવાર મોઢું ફેરવી ગઇ ગાયનીબન્ને આંખોમાંથી અવિરત અશ્રુધારા વછુટી ગાય ઉભી થઇ મિષ્ટાન ભરેલા વાસણને પગથી હડસેલતા વાસણ દુર ફંગોળાઈ ગયું. ગાય ડોકું હલાવી,ચાલીગઇ .
બસ...... ત્યાર પછીથી તે ગાય આજસુધી તે શેરીમાં દેખાઈ નથી.