સ્વ,બચુભાઈ વસાવડા,1916-1990. |
(1916-1990)
" गुरु गोविन्द दोनों खड़े,किसको लागु पाई,
बलिहारी गुरुदेवकि,जिन्हे गोविन्द दिखाई "
એક સમય એવો હતો કે જૂનાગઢમાં માત્ર આંગળીને વેઢે ગણીશકાય તેટલાજ બાહોશ,નિપુણ,આદર્શ,સનિષ્ઠ શિક્ષણપ્રેમી,વિદ્યાર્થીઓના સાચા હિતચિંતક,શિક્ષકો આપણાસમાજ પાસે હતા તે સમયે ટયુશનીયા શિક્ષકો ન હતા,શિક્ષણનાહાટડા ન્હોતા ધમધમતા,માર્ગદર્શિકાઓ, (ગાઈડ)નું વર્ચસ્વ ન હતું,પેપર ફોડવાનાકૌભાંડોનું બીજારોપણ ન હોતું થયું
બસ,,,,, શાળાઓમઘમઘતો બગીચો,અને શિક્ષક તેનો પરિશ્રમી માળી,અને તેની માવજતથી સુંદર,મઘમઘતાફૂલોની સમાજને મળતી ભેટ, હાલ સ્વપ્નવત બની ગયું છે
આવાજ એક મારા સાચાઆદર્શ,આદરણીય શિક્ષકને મારા જન્મદિન નીમ્મીતે શ્રધાંજલિ અર્પું છું,
અને તે છે સ્વ,સન્મુખરાય સુરતરાય વસાવડા (બચુભાઈ-1916-1990)
સ્વ, બચુભાઈના પિતાશ્રી,સ્વ,સુરતરાય વસાવડા એક વિદ્વાન ગણિત શાસ્ત્રી,તરીકેનીનામનાધરાવતા શિક્ષક હતા,અને તે કારણે સ્વ, બચુભાઈને શિક્ષણ,અને વિદ્વત્તાનો વારસો ગળથુથીમાંમળ્યો હતો.
મુંબઈ યુનીવર્સીટીની બી,એ,(સંસ્કૃત,તથાઅંગ્રેજી-ઓનર્સ) ઉપરાંત બી,ટી (Bachelor of Teaching) નીપદવી લીધાપછી 23,વર્ષની તરૂણવયે વેરાવળ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાઈ કારકિર્દીનામંડાણ કર્યા,વતનનું ઋણચુકવવા,નવી પેઢીને શિક્ષણ,સંસ્કાર,અને આદર્શતાનાપાઠ શીખવવા1950માં તેઓ જૂનાગઢની બહાદૂરખાનજી હાઇસ્કુલમાં બદલાઈને આવ્યા,
હું ભાગ્યશાળી હતો કે ધોરણ,10,11,માં સંસ્કૃતની તેની પારંગતતાનો લાભ મેળવી શક્યો,62/63,માં ટ્રેનીંગ કોલેજમાં,અને 1965,માં માણાવદરખાતે બદલાયા,માણાવદરમાં પ્રિન્સીપાલ તરીકે તેઓ જયારે કાર્યભાર સંભાળતા હતા,તે સમયે તેના અગ્ર મદદનીશ શિક્ષકતરીકે મારામોટાભાઈ સ્વ,રમેશભાઈ ઝાલા,પણ તેમની સાથેજ હતા,1970માં ગુજરાતી સાહિત્યના ધ્રૂવતારક, કવિ કલાપીની જન્મભોમ લાઠીમાં પ્રિન્સીપાલ તરીકે બદલાયા,અને 1974,માં તેઓ નિવૃત થયા
જોગાનુજોગ મારા પરિવારની તેમની સાથેની લેણાદેવી જુવો,કે માણાવદર હાઇસ્કૂલથી તેમની બદલી થતા,મારા મોટાભાઈએ કાર્યકારી હોદ્દાનો હવાલો તેમનીપાસેથી સંભાળ્યો,અને મારાબનેવી શ્રી દિવાકારભાઈ ખારોડ સ્વ,બચુભાઈના વેરાવળ હાઇસ્કૂલ અને ત્યારબાદ લાઠીમાં પ્રિન્સીપાલ તરીકે તેમના અનુગામી રહ્યા
સંસ્કૃત તથા અંગ્રેજી ભાષા,ઉપરના તેમના અસાધારણપ્રભુત્વને કારણે તેઓ બન્ને ભાષાઓમાં અસ્ખલિત વ્યાખ્યાન આપી શકતા હતા,ગુજરાતી સાહિત્યપરિષદનું ઉદઘાટન જે હાલ સંસ્કૃતિક કાર્યક્રમોથી થાય છે,
તે 1969,ના 25,માં સાહિત્યપરિષદનું ઉદઘાટન તેઓ દ્વારા પવિત્ર વેદોચ્ચારથી કરવામાંઆવ્યું હતું આથી વિશેષ ગૌરવ કયું હોઈ શકે?
ઉપનિષદ,ગીતા,બ્રહ્મસૂત્ર,વિગેરેનાગહનઅભ્યાસ,અને ઊંડા વાંચનને કારણે ઘણી સાહિત્ય પરિષદો,સભાઓ,અને સ્પર્ધાઓમાં પ્રમુખપદ શોભાવીચુક્યા હતા એટલુજ નહી પણ તેઓ M.A ના સંસ્કૃત ના વિદ્યાર્થીઓના પણ સફળમાર્ગ દર્શક રહી ચુક્યા છે.
આ તકે મને મારો ખુદનોજ એક પ્રસંગ યાદ છે
1989, હું ઉપલેટાખાતે નોકરી કરતો હતો,મારીપુત્રી,ચિ નિશાએ M.Aમાં સંસ્કૃત વિષય રાખેલો,ઉપલેટામાં MA ના વર્ગો ન હોવાથીકોલેજમાં હાજરીઆપવા તે જુનાગઢ રોજ આવન-જાવન કરતી હતી,
મારા પિતાશ્રી સ્વ, વિનુભાઈપણ સંસ્કૃત વિષયના પ્રખરનિષ્ણાત હતા પરંતુ 90,વર્ષની ઉમરે શારીરિક ક્ષીણ થઈજવા ને કારણે તેઓ શીખવાડી કે માર્ગ દર્શન આપી શકે તેમ ન હોતા
મારી પુત્રી મુન્જાણી,સંસ્કૃત વિષયમાં "પાણીનીનું વ્યાકરણ" ઘણોજ અઘરો,અને અટપટો વિષય હતો
માર્ગદર્શન વિના સળ સુજે તેમ નહોતો,ત્યારે મારા સ્વ,પિતાશ્રીએ સૂચવ્યું, કે " તું બચુભાઈની મદદ લે,, તેના વિના આ વ્યાકરણ કોઈ ઉકેલી કે સમજાવીનહીશકે,બચુભાઈનીવિદ્વતાથી હું પૂરેપૂરો વાકેફ છું "
બન્યું પણ એમજ મારીપુત્રીએ સ્વ, બચુભાઈને પિતાશ્રીનાનામે વિનંતી કરી,અને બચુભાઈએ તેનો તરાપો પાર કરાવ્યો MA સંસ્કૃતમાં ઉચ્ચ ગુણાંક થી તે સફળ થઇ,ત્યાં સુધી તો બરાબર છે પણ તેમને વિનંતી કરવા છતાં ન તો તેને ટ્યુશન ફી,સ્વિકારી,કે આપવાછતાં ન તો કોઈ ટોકન ભેટપણ લીધી
"ખાનદાનીના ખોરડે ધજા ન ફરકતી હોય ?" તે આનું નામ
સ્વ, બચુભાઈના સંસ્કૃતના પાન્ડીત્યનો વારસો તેમનાપુત્રી,સ્વ, દિનમણીબેનેપણ ઉજાળ્યો હતો, સ્વ, દિનમણીબેન કોલેજ કાળમાં મારા સહાધ્યાયી રહ્યાહતા અને ત્રેણેય પુત્રીઓ એ પિતાનીજેમ શિક્ષણ વ્યવસાય અંગીકાર કરી પોતાનું યોગદાન અર્પ્યું
પુત્ર ઋષિકેશ વિજ્ઞાનના સ્નાતક હોવાછતાં એમનીસાહિત્યપ્રત્યેનીરૂચી,લેખન,લઢણ,અને શૈલીમાં તેમના સ્વ,પિતાશ્રીની વિદ્વતાનું પ્રતિબિંબ ઉપસે છે
1990,ના નુતન વર્ષના દિને,જ પોતાનાજ ઘરનામંદિરનાસાનિધ્યે,અને સન્મુખ,સન્મુખરાયનો દેહવિલય થતા દીવ્યધામ સિધાવ્યા
આજે મારા 74,માં જન્મદિન નિમ્મીતે હું તેમને"ગુરૂ વંદના" રૂપે,મારી સહૃદય શ્રદ્ધાંજલિ અર્પું છું
*
*
ઋણસ્વીકાર,
માહીતીસ્ત્રોત,અને તસ્વીર
શ્રી ઋષિકેશ વસાવડા(જુનાગઢ)