Friday, 13 November 2015

જ્યોતિષ વિદ્યા ભાગ:-1

 ગઈકાલે નુતનવર્ષની પ્રેસમાં રજા હોય,આજે છાપું બંધ હતું
સવારે ચા પછી તમાકુ,મોઢામાં દબાવી રોજે છાપાના બંધાણી સ્વરૂપે હું  છાપું ખોલીને બેસી જતો આજે તેમ ન થતા, દિવસ સુસ્ત લાગ્યો પ્રવૃત્તિ હીન થઇ ગયો હોઉં તેમ લાગ્યા કર્યું
મનને મનાવવા નવા વર્ષના દિવસનું એટલેકે ગઈકાલના વાસી છાપાની પૂર્તિ લઈને વાંચવા બેસી ગયો
દર નુતન વર્ષે " નવા વર્ષનું રાશી ફળ "ની એક ખાસ પૂર્તિ દરેક છાપામાં આવે છે તે વાંચવી શરુ કરી
માનવ સ્વભાવ જિજ્ઞાસુ,છે કાલે મારું શું થશે, ધન લાભ કેવોક છે,સામાજિક સંબંધો, સંતાનો નો વિદ્યાભ્યાસ
વર્ષ દરમ્યાન પત્ની સાથેની લેણાદેવી તે બધુજ જાણી લેવાની ઉત્કંઠા દરેક માનવ સ્વભાવમાં હોય છે
આવતા આખાવર્ષમાં કર્મો કર્યા પહેલા ફળ મળવાની,અને મહાંણવાની ચિંતા એજ મનુષ્યસ્વભાવ
દિવ્યભાસ્કર જોયું, પછી ગુજરાત સમાચાર,અને સંદેશ એમ ત્રણેય ની વાર્ષિક ફળાદેશની પૂર્તિવાંચી ગયો, એકમાં નિરાશાજનક, તો બીજામાં આશ્ચર્યજનક, તો ત્રીજામાં આશાજનક ભવિષ્ય વાંચ્યું અને મારા 2016, ના વર્ષનું પૂરે પૂરું ભવિષ્ય વાંચી ચુક્યો, કે જેમાં એકજ રાશી માટે ભિન્ન, ભિન્ન, ભવિષ્યવાણી લખેલી
મેં આ જિજ્ઞાસાથી, કે ઉત્કંઠાથી નહી પણ એક અભ્યાસુ તરીકે તે વાંચવાના શોખ ખાતર વાંચ્યું, બાકી,
"મડદાને વીજળીનો ડર શું?"અત્યારે જે છે એના કરતા વધુ સારું,કે,અત્યારે જે છે તેનાથી વધુખરાબ શું હોઈ શકે?એ ન્યાયે સમય પસારકરવા વાંચીગયો,પણ એકપણ છાપાની કોઈ ગંભીરતાથી ન તો નોંધ લીધી, ન અસર થઇ અને તેમાંથી સ્ફુરેલા વિચારોએ આ લખવા પ્રેર્યો
    બાલ્યાવસ્થાનો કોઈપણ શોખ, જયારે પાકટ વય (મરવા) સુધી જળવાઈ રહે ત્યારે તેને શોખ નહી પણ ટેવ (અથવા,કુટેવ ) કહેવાય છે .
આવોજ એક શોખ,મને નાનપણથી હતો
1955માં હું,જૂનાગઢની,સીટી મિડલ સ્કુલ,(હાલની નરસિંહ વિદ્યામંદિર)માં ધોરણ 7,નો અભ્યાસ કરતો હતો
શાળાએ જવાનો રસ્તો વણઝારી ચોક,આઝાદ ચોક,ચિત્તાખાનાચોક,થઈને  સ્કુલ ,
રસ્તામાં સરકારી દવાખાનાની ફૂટપાથ ઉપર થોડે,થોડે અંતરે, નિરંતર ત્રણકેરાલીયન યુવાન એક દેવચકલીને પુરેલું પાંજરું લઈને બેસતા,પાંજરાપાસે સફેદરંગના થોડા બંધકવર મુક્યા હોય,અને એક આનો આપવાથી તે દેવચકલી પીંજરામાંથી બહાર કાઢી કોઈ એક કવર ખેંચાવતા,ફરી દેવ ચકલી પાંજરેપુરાઈ  જાતી,તે કવર ખોલીને વાંચતા આપણું ભવિષ્ય તેમાં લખ્યું હોય,આમ દર અઠવાડિયે અવિચ્છિન્નપણે  હું મારું ભવિષ્ય દેવચકલીપાસે જોવરાવતો, મોટા થયાપછી વર્તમાનપત્રમાં આવતા અઠવાડિક ભવિષ્ય ને રવાડે ચડ્યો ઘેર ફૂલછાબ આવે, પડોશીને ત્યાં જયહિન્દ આવે અને ઘરનીસામેની ઘંટીએ નુતન સૌરાષ્ટ્ર આવે તે ત્રણેયમાંથી મારું રાશી ભવિષ્ય જોઇને ખુશ થતો
તે પછીના તબ્બકે એકલા મુસાફરી કરવાનાયોગ પ્રાપ્ત થતા રેલ્વે સ્ટેશને,કે બસ સ્ટેન્ડે મુકેલ ઇલેક્ટ્રોનિક વજન કાંટામાં વજન કરાવવું ચૂકતો નહી માત્ર 30 કિલોના દુર્બળ દેહને ખાસ વજન જાણવામાં રસ નહોતો, પણ વજનની તે ટીકીટ પાછળ  છપાયેલ ભવિષ્ય જાણવાના જુનારોગને કારણે  હું બંધાણી થઇ ગયો હતો.
      યુવાવસ્થામાં પ્રવેશ્યો, શોખ, હવે ધીમે ધીમે ટેવ માં પરિવર્તિત થવા લાગ્યો 
મારા દાદાવારીથી ઘરના વડીલો જ્યોતિષ વિદ્યાથી સખ્ત નફરત ધરાવતા હતા તેને તેઓ બોગસ, અને ધતિંગ કહેતા હતા પણ મારી તે પ્રત્યેની અતુટ શ્રદ્ધા ને કારણે જ્યોતિષ વિદ્યા શીખવાનું વિચાર્યું, અને શીખ્યો પણ ખરો તે શીખ્યા પછીથી મારા વિચારો અને અભિગમ બદલાયા
વાસ્તવિક રીતે જ્યોતિષ શાસ્ત્ર સાચું અને સચોટ છે,ગણિત અને વિજ્ઞાનનાપાયાઉપર રચાયેલું શાસ્ત્ર છે
પુરાણોમાં પણ જ્યોતિષ વિદ્યાની સત્યતાનો ઉલ્લેખ છે પરંતુ આજકાલ લેભાગુ ધુતારાઓ જ્યોતિષ ને નામે લુંટતા થયા હોય, ઠેર ઠેર જ્યોતિષ કેન્દ્રોની જાહેરાત વાંચીએ છીએ એટલુજ નહીપણ જીજ્ઞાસુઓને આંબા-આંબલી બતાવી, ઊંચા ઊંચા સ્વપ્નો બતાવી,ખંખેરતા હોય છે તે કારણે  લોકોને જ્યોતિષ ઉપરથી શ્રદ્ધા ઉઠી ગયેલી છે, કેટલાક જ્યોતિષીઓ કમનસીબીને નસીબદારીમાં ફેરવી નાખવાનો પણ દાવો  કરતા હોય છે અને આમ ભોળા લોકો લુંટાય છે, એક વાત નક્કી છે, કે પૃથ્વી પરની કોઈ શક્તિ હોની ને બદલી શકતી નથી, તમે ઘડિયાળ ને થંભાવી શકો છો, પણ તેથી સમય થંભી નથી જતો
જુનાગઢના માલીવાડારોડ ઉપર જનતા ટી ડીપો,અને ઝંડુ ની દવાની દુકાનની વચ્ચે વર્ષો જૂની એક નાની દુકાનમાં જ્યોતિષ કાર્યાલય બેસતું, જેમાં હનુમાનજી ની મોટી મૂર્તિ સ્થાપિત કરેલી તે જ્યોતિષી એ "એક સવાલ મફત " તેવું બોર્ડ મારેલું ખરેખર તો  મફત સવાલનો જવાબ તમને રૂપિયા 40,000/ થી 60,000/ માં આ રીતે પડતો,તમારી સમસ્યા રજુ કરતા, તેના ઉકેલ રૂપે કહેવાતું કે તમને પિતૃ દોષ છે ,તેથી તમારે તેના નિવારણ માટે નારાયણ બલી કરાવવું પડશે, અથવા શનિની આકરી પનોતી છે, તેથી,સવાલાખ શનિ  મંત્રનાજાપ કરાવવા પડશે, અને સોનાની વીટીમાં શનિનું નંગધારણ કરવું પડશે,આમ નારાયણ બલીની બધી વિધિ પણ તે કરાવી આપે,શનિ કે મંગળના જાપપણ તે કરે,નંગ માટે સોની સાથે પણ સેટિંગ હોય
નંગની કિંમતમાંથી કમીશન પણ કાતરે અને સરવાળે મફત સવાલ તમને આટલો મોંઘો પડે,એટલુજ નહી પણ શનિ તો નડતો નડે, પણ સોની નિશ્ચિતરીતે નડે
લોકોને બસ જલ્દી સુખી થવું છે, માલેતુજાર બનવું છે સમસ્યાના નિવારણ માટે ધૂમ પૈસો ખર્ચીને ઉપાધી મુક્ત થવું છે તેથીજ આ દેશમાં જ્યોતિષીઓ,તાંત્રિકો,બાબા, અને દેવીઓ વધારે પૂજાય છે
         વાસ્તવિક રીતે, આમ વગોવાયેલું જ્યોતિષ એક શુદ્ધ, વૈજ્ઞાનિક પાયા ઉપર રચાયેલું શાસ્ત્ર છે
જ્યોતિષ શાસ્ત્રના મુખત્વે સાત પ્રકાર છે.
એસ્ટ્રોલોજી , (જન્મકુંડલી આધારિત ), Palmistry:- હસ્તરેખા આધારિત,
છાયા જ્યોતિષી,: પડછાયા આધારિત ભવિષ્ય કથન કહેવું,
અંક શાસ્ત્રીય :- આંકડાનેઆધારે ગણાતું ગણિત ઉપર આધારિત
Face Reading :-કપાળઉપરની કરચલી,આંખ,નાક અને કાનનોઆકાર,હોઠની લંબાઈ,અને જાડાઈ તે ઉપરથી ભવિષ્યવાંચવાની પદ્ધતિ,
પ્રશ્ન કુંડલી :-કોઈ એક સમયે પૂછવામાં આવતા પ્રશ્ન નો જવાબજોવા માટે, પ્રશ્ન પૂછવાના સમયને આધારિત મેળવતો જવાબ
Sixth Sense -કેટલીક આધ્યાત્મિક વ્યક્તિઓને આ ઈશ્વરીય બક્ષિશ છે પાંડવો પૈકીનો સહદેવ ત્રિકાળજ્ઞાની હતો, તે જ રીતે કુરૂક્ષેત્રે ખેલાતા યુદ્ધનો હુબહુ અહેવાલ સંજયે બાણશૈયાપર સુતેલા ભીષ્મને આપ્યો હતો, ત્યારથી આ વિદ્યા "સંજય દ્રષ્ટિ " તરીકે પણ ઓળખાય છે, આ ઉપરાંત "ટેરો પદ્ધતિ " પણ છે, પરંતુ તે વિષે મને બિલકુલ માહિતી નથી,
જ્યોતિષ એ ભવિષ્ય જાણવાનું, કે અનિષ્ટ નીવારવાનું વિજ્ઞાન નથી, પણ તે માત્ર "માર્ગદર્શક, કે પથ દર્શક તરીકે કામ આપતું વિજ્ઞાન છે સાચું તો મનુષ્ય તેના સારા કે નરસા કર્મો ભોગવવા બંધાયેલો હોય, તે પોતાના વાસ્તવિક જીવનમાં તે જ ભોગવતો હોય છે, જેને આપને ઘણીવાર "ગ્રહદશા " કે ગ્રહપીડા થી ઓળખીએ છીએ અને આ ગ્રહ તે જન્માક્ષરમાં લખાયેલા ગ્રહો, દરેક ગ્રહ થોડે ઘણેઅંશે પોતાનો ભાગ ભજવતોજ હોય છે, સૂર્ય અને ચંદ્ર પણ જ્યોતિષ શાસ્ત્રને હિસાબે ગ્રહો જ છે જોજનો દુર રહેલ સૂર્ય ની ગરમી, અને તાપ, તથા ચંદ્રની શીતળતા જેમ આપણે  પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ, તેમ અન્યગ્રહોઓની પરોક્ષ અસર પણ આપણે  ભોગવીએ છીએ
 જ્યોતિષ શાસ્ત્ર ની એક મોટીમર્યાદા એ છે કે જો તમારો જન્મ સમય,
સ્થળ,અને તારીખ એકદમ સાચ્ચા જ હોય તો જ આ ભવિષ્ય કથન સત્ય બને છે, ઘણા કિસ્સાઓમાં તે માહિતી Perfect ન હોવાને કારણે જિજ્ઞાસુ નિરાશ થાય છેઅને વિદ્યા વગોવાય છે
તે સિવાય પણ તેના કેટલાક "વણલખ્યા સિદ્ધાંતો " પણ છે
, " હું જાણું છું, લાવો જોઈ આપું " આ વાતનો તેમાં નિષેધ છે,જ્યાંસુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી
હું જાણું છું " શબ્દ બોલાતો નથી અને પૂછ્યા વિના કહેવાતું નથી,એટલુજ નહીપણ માત્ર પૂછે "એટલુજ" કહેવાનું હોય છે
ત્રીજું,જેમ કોઈ ડોક્ટર પોતે જાતે પોતાનું ઓપરેશન કરી શકતો નથી,તેમ આ વિદ્યાનો જાણકાર પોતાનું કે પોતાનાઅંગતનું ભવિષ્ય કથન કરી શકતો નથી,મને શીખવનાર ગોલ્ડ મેડાલીસ્ટ જ્યોતિષી(જુનાગઢના વતની અને ભાવનગર રેલ્વેમાં નોકરીક્ર્તા સ્વ,કનુભાઈ પુરોહિત)ને મેં કદી તેના કારણો પૂછ્યા નથી,
સહદેવ ત્રિકાળજ્ઞાની હોવાછતાં પોતાનીજ પત્ની પાંચાલીનું ચીર હરણ થવાનું છે તે વાતથી અજ્ઞાત હતો
ચોથું,આ વિદ્યા પરોપકાર, કે સેવાભાવે, વિના મુલ્યે કરવાની હોય,તેની કોઈ ફી, કે ચાર્જ લેવાતો નથી
આટલી મર્યાદામાં રહીને થયેલું ભવિષ્ય કથન 100% સાચું પડે છે, અથવા સત્યતાની વધુ નજીક ઉભું રહે છે
છેલ્લા 40વર્ષથી વિશ્વમશહુર એક ભારતીયઆશ્રમમાં સાધક તરીકે પોતાનું જીવન વિતાવનાર મારા એક અપરણિતમહિલા મિત્ર પોતાની આધ્યાત્મિક સિદ્ધિને આધારે પત્ર રૂપે મળેલ બંધ કવરમાં લખેલી વિગત, કવર ખોલ્યા વિના કહી શકે છે, આ તેની Sixth sense થી મેળવેલસિદ્ધી છે
લગભગ 180 વર્ષ જૂની "અંક/સંજ્ઞા જ્યોતિષ " ની એક હસ્તલિખિત પુસ્તિકા મારી પાસે છે, જુનાસમયમાં કાળી શ્યાહી,અને હોલ્ડરથી લખાયેલી પુસ્તિકામાં જીવન ના અટપટા મુંઝવતા 32 પ્રશ્નોના ઉત્તર દિશા સૂચક રૂપે, કે માર્ગદર્શન રૂપે આપેલ છે, "રમળ- માળા" નામની આ પુસ્તિકા ને ત્રણ વાર પુન;લેખન કરી જુના પીળા પડેલા, ફાટેલ કાગળમાંથી તેને ઉકેલીને પુનરોદ્ધાર છેલો 1981 માં કરેલ છે, યાદ રહે કે તેમાં તમારું ભવિષ્ય કથન નથી હોતું, પણ સમસ્યાના સમાધાન રૂપે માર્ગદર્શન જ હોય છે, અને તે પણ અત્યંત સચોટ, તેના પણ કેટલાક આકરા નિયમો પાળ્યા પછીજ તે જોઈ શકાય છે
આમ સાચું, સારું, વૈજ્ઞાનિક  અને ખગોળ શાસ્ત્ર ઉપર નિર્મિત જ્યોતિષ વિદ્યા આજે વગોવાઇ ગયેલ છે અને સાપ્તાહિક ભવિષ્ય ભાખનારાઓ દર અઠવાડીએ માત્ર એકજ લખાણ ને જુદી જુદી રાશિમાં ભ્રમણ કરાવે છે
 કરાવે છે આ શનિવારે મકર, નું લખાણ આવતે શનિવારે વૃષભ, અને વૃષભનું ભવિષ્ય,મીનમાં ફેરવતા રેહતા હોય છે




   




1 comment:

  1. Narendra Dave:- જરા કહો ને... સ્‍થાનિક મહાનગર પાલીકા ની ચુંટણી માં ભાજપ ને કેટલી સીટ મળશે ?? અહિ ફેસબુક માં આંકડો લખો.. ગોળ ગોળ કોઇ વાત ના કરવી.. જયોતિષ સાચુ કે ખોટુ એનુ પારખુ રીઝલ્‍ટ આવ્‍યે થઇ જશે.. મને તો ખાત્રી છે કે એ તદ્નન બોગસ છે.. તમો ને મારા જેટલો વિસ્‍વાસ જયોતિષ સાચુ છે તો એકઝેટ આંકડો જાહેર કરી દો.. બસ દુધ નુ દુધ અને પાણી નુ પાણી.. લેવી છે ચેલેન્‍જ ?
    Vyomesh Jhala:- નરેન્દ્રભાઈ, કૃપા કરી જ્યોતિષ વિદ્યા ભાગ 2 ની રાહ જુવો
    આપ 100% સiચાજ છો.જરૂરી નથી કે સહુને સહમત લખાણ મારે મુકવું, કે મારા લખાણ ને સહુએ સહમત થવું, હું કોઈ પ્રોફેશનલ જ્યોતિષી નથી, નથી કોઈ વિવાદ/ ચેલેન્જ માં ઉતરતો,આ લખાણમાં માં મેં કોઈ ભવિષ્યવાણી પણ નથી કરી, ત્યાં "ગોળ,ગોળ," ની વાત જ ક્યાં આવે છે ?
    તાજેતરમાં મોદી સાહેબે, બિહારના પરિણામ અંગે બેજાન દારૂવાલા ને પોતાની હસ્ત રેખા બતાવી હતી અને જીતની ખાત્રી મેળવી હતી પરિણામ તમે જોયું
    તમને તમારા વિચારો,અને ખ્યાલ,ખ્વાબો મુબારક, મને મારા.બીજું, ચેલેન્જ આપવાના ઉત્સાહમાં કદાચ આપે તે વાંચ્યું નથી લાગતું કે "હું માત્ર જન્માક્ષર/ કુંડલીનો જ અભ્યાસુ,છું (જાણકાર નહી)મારી એ નબળાઈ છે કે હું " કપોલ કલ્પિત" આગાહી નથી કરી શકતો.
    Bhuvnesh Dave:-ફૂલછાબ દૈનિકે કદાચ 90 દસકા માં દૈનિક રાશી ભશિષ્ય છાપવાનુ શરૂ કરેલ..
    Bharat Majmudar :- Vah good information
    Anupam Buch:- research jordaar bhai.....
    Shailesh Ghoda:- જ્યોતિષ સાચું કે ખોટું એમાં મને રસનથી, પણ આપનો આ લેખ બે -ત્રણ છાપમાં જરૂર છપાવો જોઇયે.
    Bhavjit Baxi:- સરસ માહિતીપ્રદ લેખ.
    Prasann Vachhrajani :-"હસ્તરેખા'" શુ છે ?..પજા મા રહેલ નાના હાડકાં ને લીધે પડતી કરચલી જ છે.
    Reechesh Jayshreeputra Chhaya:- રમલ જ્યોતિષ માં કુંડલીનાં બારને બદલે ૧૬ ખાનાં હોય છે.તે ભારતીય જ્યોતિષનું અરેબિક - ફારસી સ્વરૂપ છે ... ટેરો કાર્ડ માં બાવન પત્તાં હોય પણ જોકરનું કાર્ડ એક જ ન હોય બે હોય... ટેરો કાર્ડ પદ્ધતિમાં કોઇ કોઇ કાર્ડ જેમ કે જાદુગર, મૃત્યુ, ફાંસી દીધેલ વ્યક્તિ વગેરે બિહામણાં ચિત્રો હોય ... જ્યારે એક અન્ય 'એન્જલ કાર્ડ' પદ્ધતિ પંણ છે ... જેમાં બધાં જ કાર્ડ પર એક ખૂબસૂરત સૌંદર્યમયી પરીનું ચિત્ર હોય છે ... દરેક કાર્ડ હકારાત્મક સંદેશ આપે સૌમ્યતાપૂર્વક ... નાગરો માટે શ્રેષ્ઠ ... ! wink emoticon તેનાં જ પરથી તેનાં જેવી એન્જલ એસ્ટ્રોલોજી, એન્જલ રેકી વગેરે પદ્ધતિઓ પણ અસ્તિત્વમાં આવી છે ... એન્જલ એસ્ટ્રોલોજીમાં ઉદાહરણ રૂપે, કર્ક કે વૃશ્ચિક જેવી જીવજંતુ સ્વરૂપની બિહામણાં ચિત્રવાળી રાશિ પણ પરી તરીકે દર્શાવાય છે ... એન્જલ રેકી એ બીજું કસું જ નહીં પણ વ્યક્તિની અચેતન મન ની 'છાયા ઉર્જા' ને પરીનાં સ્વરૂપે કાર્યરત કરી, સક્રિય બનાવાય છે.
    Ambeprasad Padhya :- Saras mahiti aapi. Tame lakhyu e bilkul barabar chhe. Aabhar

    Sudhir B. Mankodi :- Well researched!

    Anil Chhaya :- very well presented -informative and conveys many messages-thanks.

    Uma Mukesh Vasavada :-Good information about Jyotishsashtra.

    ReplyDelete