આપણા સમાજમાં સ્ત્રીઓને ચોક્કસ વિશેષણ દ્વારા તેનું સ્ટેટ્સ પૂછ્યા વિના જાણીશકાય એવી જોગવાઈ છે
જેમકે, કુ.,સૌભાગ્ય કાન્ક્ષીણી,અ,સૌ.,(અખંડ સૌભાગ્યવતી)ગં.સ્વ(ગંગા સ્વરૂપ).અથવા તિ.સ્વ.(તિર્થ સ્વરૂપ ) વિગેરે, વિગેરે,પરંતુ પુરુષપ્રધાન સમાજમાંપણ પુરુષોની આવી કોઈ આગવી પહેચાન નથી
પહેલા ત્રણ વિશેષણો તો ઠીક છે,પણ ગં,સ્વ.અને તિ.સ્વ.વિશેષણો એ સમાજે ચકાસ્યા વિના આપેલા,અને સ્વીકારાયેલા ચારિત્રય સર્ટીફીકેટ છે,એમ મારો અંગત અભિપ્રાય છે
મારા ઘરપાસે "ચિત્રકૂટ " બંગલામાં રઘુવીર,અને ચંદન નામનું નિસંતાન યુગલ રહે.ધન,અને ધંધામાં સતત પ્રવૃત રેહતો રઘુવીર શુષ્ક,અને નીરસ હતો મહિનામાં 21 દિવસ દેશ-વિદેશની ટુરમાં જ હોય,જયારે યુવાન, દેખાવડી,સુંદર,અને આકર્ષક ચંદન, રઘુવીરની શુષ્કતાથી કંટાળીને તેમના મિત્રોની સતત કંપનીમાં રહેતી રોજ રઘુવીરના મિત્રો ઘેરઆવે મહેફિલ જામે,ભાભીના હાથની ચા, અને નાસ્તો કરે અને બસ,,,, મજો,, મજો ધીમે ધીમે,બેઠકખંડ સુધીના સંબંધો શયનખંડ સુધી વિસ્તર્યા અને બસ,આમ રોજીંદો કાર્યક્રમ રહ્યો
આ કંપનીમાં, શહેરના સુવર્ણકાર સમાજના કુબેર ગણાતા"તુલસી જવેલર્સ" ના માલિક તુલસીદાસપણ ખરા
રોજ,સાંજે રવેશમાં બેઠો બેઠો, હું આ તાલ તાસીરો જોયા કરું પડોશીઓ પણ સહુ જાણે,પણ પૈસા,અને પ્રતિષ્ઠાપાસે સહુ ચુપ રહે, હા, ક્યારેક ક્યારેક,પડોશની ડોશીઓ મંદિરનેઓટલે ગણગણે ,કે "ચંદનબેન બહુ ભોળા(?) છે, તેનો આ લોકો લાભ(?) ઉઠાવે છે "
એકવાર તો તુલસીદાસે મોડીસાંજે ચંદનનો દરવાજો ખખડાવતા મને રવેશમાં બેઠા,બેઠા સંતતુલસીદાસની એ પંક્તિઓ યાદ આવીગઈ
"ચિત્રકૂટ " કે ઘાટપે, ભઈ સંતો કી ભીડ,
"તુલસીદાસ " ચંદન " ઘસે, તિલક કરે રઘુવીર ,
આમ ઓરસીઓ (ચંદન ઘસવાનો પત્થર),એક, પણ ચંદન ઘસવાવાળા બદલાતા રહેતા,ક્યારેક તુલસીદાસ તો ક્યારેક, ખોડીદાસ
એક વાર વહેલી સવારે મળસ્કે, રઘુવીરને હૃદયરોગનો હુમલો આવતા તે અવસાન પામ્યો .
થોડા દિવસ સમાજની દ્રષ્ટિએ શોક-સંતાપ જળવાયો,અને બે મહિનાપછી ફરી એનું એ વાતાવરણ શરુ થયું, હવે તો ચંદન વધુ બિન્દાસ્ત બની
"પૈસો હોય ત્યાં પ્રતિષ્ઠI ખેંચાઈને આવે " ચંદન સામાજિક કાર્યકર બની,ક્યાંક જજ તરીકે હોય,ક્યાંક,મુખ્ય મહેમાન તરીકે,તો ક્યાંક ઉદઘાટક,તરીકે, તો ક્યાંક ઉદઘોષક તરીકે હોય, અને દરેક નિમંત્રણપત્રિકામાં તેનું નામ અવશ્ય હોયજ
ચંદનનો એવો આગ્રહ કે તે દરેક પત્રિકામાં પોતાનાનામ આગળ તી,સ્વ,કે,ગં સ્વ,અવશ્ય છાપવું અને તેમ ધરાર પવિત્રતાનું બેનર મેળવતી
આ બધું જોયા,જાણ્યાપછી મને એમ લાગ્યું કે,જેનું ચારિત્રય શીથીલ હોય,અને નૈતિકતા,કે પવિત્રતા ન હોય, તેને ગંગાસ્વરૂપ, કે તીર્થસ્વરૂપ કેમ કહી શકાય ? આવા કિસ્સાઓને કારણેજ કપૂર પરિવારને "રામ તેરી ગંગા મેલી " ફિલ્મ ઉતારવાનું સુજ્યું હશે .
સિક્કાની બીજી બાજુ
મારા એક મિત્ર 21 વર્ષની વયે, જયારે મુંછ નો દોરો ફૂટું ફૂટું થતો હતો ત્યારે માધ્યમિક કન્યા શાળામાં શિક્ષક તરીકે જોડાયા,આધેડ અવસ્થાએ તેઓ વિધુર બન્યા અને 32/35 વર્ષની એકજ કન્યાશાળામાં સેવા આપી તેઓ નિવૃત થયા,યુવાની થી આધેડ વિધુરવસ્થાદરમ્યાન તે શાળામાં સાથે નોકરી કરતી શિક્ષિકાઓ થી માંડીને, યૌવન માં પ્રવેશી ચુકેલી અસંખ્ય બાળાઓ અભ્યાસ કરતી હોવા છતાં તેઓ જલકમલવત, રહી નિષ્કલંક નિવૃત થયા
તેવાજ મારા બીજા એક મિત્ર રંગભૂમિના બેતાજ બાદશાહ, ફિલ્મી દુનિયામાં અને સીરીયલોમાં પણ તેનો જબરો દબદબો,સામાજિક સંસ્થાઓમાં અગ્રસ્થાન દેખાવે રૂડો રૂપાળો,યુવાન તેઓ થોડા વર્ષો અગાઉ વિધુર બન્યા,બધે અગ્રેસર હોવા છતાં આજ સુધી એમને કોઈએ "બહુ ભોળા છે " એવું કહ્યું નથીઅને અકબંધ ચારિત્ર સાથે મોજથી જીવે છે
ત્યારે મને વિચાર આવે છે કે,વિધવા ચારિત્રયહીન મહિલાને(જાણવા છતાં) જો સમાજ "ગંગા સ્વરૂપ " કે તીર્થ સ્વરૂપ" જેવા પવિત્ર વિશેષણો થી ઓળખી,અને પ્રમાણિત કરતો હોય તો ચારિત્રયવાન વિધુરને કેમ"ગી,સ્વ,(ગીરનાર સ્વરૂપ)હિ..સ્વ.(હિમાલય સ્વરૂપ )કે મે.સ્વ.(મેરુ સ્વરૂપ )ના વિશેષણોથી આગવી ઓળખ નહી આપી શકતો હોય ?
આજકાલ પેપરમાં, તથા ટી,વી.માં આવતી સહિષ્ણુતા/ અસહિષ્ણુતાની ચર્ચાઓ વાંચી/ જોઇને મને વિચાર આવ્યો કે આને શું કહેવાય,? સહિષ્ણુતા, કે અસહિષ્ણુતા ?