(On My 52 Marriage Anniversary )
*
*
આજથી 51વર્ષ પહેલા આજના દિવસે એટલેકે,તારીખ 13/05/1968 ના દિવસે હું લગ્નબંધનથી બંધાયો હતો.
આમતો સમવયસ્ક સહાધ્યાયી,જ્ઞાતિ મિત્રો પૈકીના ઘણા એ કન્યાનો હાથ માગી ચુક્યા હતા,.અને સહજ છે કે,
"પાસા નાખે કઇંક જનો, પણ દાવ દેવો હરિ હાથ છે ."
નિયતિના એ નિયમ મુજબ અંતે મારી દરખાસ્ત એટલે સ્વીકારાઈ કારણકે ઈશ્વર આવનારા કપરા ચઢાણ, અને ગોવર્ધન પર્વત જેવડી જવાબદારી ઉપાડવા માટે એક સક્ષમ અને એવા લોખંડી મનોબળ, જબ્બર સહનશક્તિ, અતૂટ ધીરજ,અને અખૂટ હિંમત ધરાવતા Strong Fighter ઈસમની શોધમાં હતો, કે હરિ એ હરાવવા માટે જ આપેલ દાવમાં એ ઈસમ મક્ક્મતા, ખુદ્દારી,સ્વમાન,અને અડગ તથા અણનમ રહીને જજુમી શકે અને તે કારણે જ હરિએ એ કળશ મારી ઉપર ઢોળ્યો
એ દ્રશ્ય મને બરાબર યાદ છે કે જૂનાગઢના શ્રી માંગનાથ મહાદેવનાં જૂનું કલેવર ધરાવતા મંદિરની ઊંચી પરસાળમાં માંડવસોરના જમણવારે તકિયાવાળા પાટલા પાસે રંગીન રંગોળીઓ સજાવી હતી,અને વહેવાઈઓ પોતાનો ડાબો હાથ ગોઠણ ઉપર ટેકવી કોણી કાઢીને કેસરી કઢેલ દૂધના ગંજીયા પીતા હતા.
બસ... એજ......હા..... બસ એ જ જગ્યાએ બરાબર લગ્ન દિવસના 121 મહિના પછી, લગ્ન દિનની જ તારીખ 13/06/1979 ના રોજ સફેદ બુંગણ પથરાયા અને ચાર સંતાનો (સૌથી મોટુ આઠ,અને સૌથી નાનું દોઢ વર્ષનુ) ને મૂકીને ફાની દુનિયા છોડી ગયેલી 32 વર્ષીય કોડભરી જીવનસંગીની ની પ્રાર્થનાસભા યોજાણી હતી.

જીવનની ઢળતી સંધ્યાના
ધુંધળા પ્રકાશમાં જયારે એ ભૂતકાળ નજર સામે તરે ત્યારે સ્વાભાવિક રીતે બીજો
કોઈ હોય તો એની આંખની પાંપણ ભીની થયા વિના રહેજ નહીં પણ મારા તો આંસુ પણ
હવે એવા સુકાઈ ગયા છે કે પડ્યા પછી જેમ માણસ ધૂળ ખંખેરીને ઉભો થઇ જાય એમ
હું પણ હવે કઠોર અને પાષાણ હૃદયી થઈ ગયો છું.
કોલેજનો અભ્યાસ પૂરો કરી અભ્યાસ છોડ્યા પછી દશ વર્ષે તેણીને ફરી અભ્યાસ કરવાનો ઉત્સાહ જાગ્યો, ત્યારે 1972 માં વસાવેલી સાયકલને લેડીઝ સાયકલમાં ફેરવવા માટે એની ફ્રેમ બદલાવી અને સાયકલ શીખવી,1976 માં B.Ed.નો અભ્યાસ કર્યો. B.Ed.ની કક્ષાના ઇતિહાસનો વિષય એને માટે બિલ્કુલ નવો જ હતો. જ્યારે હું કોલેજમાં ઇતિહાસનો વિદ્યાર્થી રહી ચુક્યો હોવાને કારણે રોજ રાત્રે 10થી 1.00 વાગ્યા સુધી ઇતિહાસ ભણાવતો ભાવનગર યુનિવર્સીટીના ચીલાચાલુ ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાને બદલે દિલ્હી યુનિવર્સીટીનાઅંગ્રેજી માધ્યમમાં લખાયેલાં ડો.શર્મા, પ્રો.મજમુદાર,અને પ્રો.મુખરજીના ઇતિહાસનું ગુજરાતીમાં ભાષાંતર કરી એક વ્યવસાયી પ્રાધ્યાપકની જેમ નોટ્સ તૈયાર કરાવતો અને આ રીતે બેંકની હિસાબી નોકરી, નાના બાળકોની,અને સ્વતંત્ર ઘરની તમામ જવાબદારી સાથે સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ B.Ed.નો અભ્યાસ પણ પૂરો કરાવ્યો.
ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ તો ખુદ પરમેશ્વર પણ નથી પામી શક્યા તો પામર માનવીની શી વિસાત છે? બસ એજ સંઘર્ષ યાત્રા ચાલીશ વર્ષથી સતત શરૂ થઇ અને આજે પણ હજુ થોડા ઘણા પ્રમાણમાં ચાલુ જ છે.
હરિએ મને હંફાવ્યો, હરાવ્યો પણ હણ્યો નહીં તેણે મારો હાથ અને સાથ ન છોડ્યા. હું હાર્યો પણ થાક્યો નહિ,એટલું જ નહીં પણ હું તૂટ્યો પણ નહીં.
જીવન એક નાટક છે, દુનિયાના રંગમંચ ઉપર દરેક પાત્રો પોતાનો નાનો મોટો પાઠ ભજવી રોલ પૂરો થયે રંગમંચ ખાલી કરી જતા રહે છે.નાયિકાની વિદાય પછી હવે તો આ નાટકના નાયકનો રોલ પણ પૂરો થવામાં છે. બસ...જિંદગીનું નાટક પૂરું થશે અને પરદો પડી જશે, ભવિષ્યમાં કદાચ પાત્રો યાદ નહીં રહે તો પણ નાયકની જવાંમર્દી, ખુદ્દારી, હિંમત અને ધીરજ બેશક કોઈક ને પ્રેરણારૂપ નીવડશે.

Sonal Chhaya:- very wel expressed !! vyomeshbhai.
ReplyDeleteRavi Chauhan:- બે શક આપની જીવન યાત્રા પ્રેરણાદાયી છે, આપ હાર્યા પણ થાક્યા વિના સતત કાર્યરત છો એજ મહત્વનું છે...આગળની યાત્રા સરળ સુખમય રહે એવી શુભકામના..
Bhushan Jhala:- સ્નેહસભર સાયુજ્ય અને સખ્ખત સામાજીક સંઘર્ષનું સચોટ અને સંવેગભર્યુ શબદસરોવર....વાહ વ્યોમેશકાકા Vyomesh Jhala...🙏
Amisha Vasavada:- Jordar aapani jivan Yatra prernadayak Che. Vachi ne aakho bhini the gai.
Kashyap Vachhrajani:- -સાહજિકતા થી જીવન ની દર્દીલી દાસ્તાન --- હરી વિચારતો હશે કે આ માણસ હાંફતા હાંફતા પણ કઇ રીતે જીવન માણી રહ્યો છે.
ReplyDeletePallavi Utsav Dholakia:- 🙏🙏🙏આ ઘટના (દુર્ઘટના) આછી આછી યાદ આવે છે..
Amit Arts Anshuman Vaishnav:- મોટા બહેન ને વંદન 🙏
Bipin Oza:- રંગમંચ પર ભજવેલી સુંદર ભૂમિકા ની જીવનયાત્રા ના સંભારણા વાગોળવા રહ્યા. આપણે કઠણ પાણા જેવા થઇ ગયા છીએ. સ્મરણ પટ પર દુર્ઘટના ની યાદોં તાજી થઈ.
Himadri Vasavada:- Mangnath e Shakti API ne Haji Apta raheshe....inspirational .....
Mrugesh Joshipura:- વસાવડા ખડકી સ્તબ્ધ બની ઞઈ હતી! ભારે દુ:ખદ બનાવ હતો.ત્યારબાદ નલીનીબેનનુ મૃત્યુ પણ આવુ જ આઘાતજનક હતુ! તમો અને અનિલભાઈ અંજારીયાએ બાળકો માટે ઘણુ જ સહન કર્યુ છે.����
ReplyDeleteLaxmirambhai Baraiya:- જીવનસંઘર્ષના લડવૈયાને નમસ્કાર.
ઝંખના અખિલમા ચેતના સ્વરમાં:- કપરી જીવનયાત્રા ને નિજાનંદમાં માણો છો ને દુખતીરગ દબાવી રાખો છો તે અઘરું છે.વંદન
Paranjay Joshipura:- Bhai Vyomesh, tamari khumari ne Salam.
Bankim Nanavati:- યાદ કરી રહ્યા છે.
Rahul Rana:- જન્માબેન નું અકાળ અવસાન આજે પણ યાદ છે અને અમારે ત્યાં તો એમની હાજરી અચૂક રહેતી...હમેશ હસમુખો ચહેરો.. નિશા થી માંડી ને સમીર સુધીના ચારેય ભાઈ બહેનો ને આ છત્ર છાયા વગર મોટા થતા બી જોયા છે...પણ તમને સલામ છે પછી ના આ સમય નો તમે ખરા અર્થ માં બાપ અને માં ના બન્ને રૂપ માં નિભાવ્યો છે...
Manglam Brahmbhatt:- Heart touching story......!
Vinod Bhatt:- શુભકામના.
Jayman Jikar:- પ્રણામ.
����������
Vinod Mandalia:- Happy Anniversary
Aruna Dhru:- Very well said.����������������
Bhavjit Baxi:- આપણે તો એક નાવના પ્રવાસી.... જોકે અમારો સથવારો પુરા સાડાબાવીસ વર્ષ રહ્યો.વેદનાઓ કર્મબંધને ઈશ્ર્વર આપે છે ને સાથે વેંઢારવાની શક્તિ પણ અર્પે છે.મને કાલે મારાં એક મિત્ર સંગીતાબેને મધર્સ ડે નિમિત્તે સંદેશો પાઠવ્યો એ હું તમને પાઠવું છું.ચાર બાળકોની મુછાળી માં ને માતૃદિને શુભેચ્છાઓ.તમે ચોક્કસ અમારા જેવા માટે પ્રેરણા સ્રોત બન્યા છો.લગ્ન દિને તમને બન્નેને (હ્રદયે તો છે જ) ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન.એ હ્રદયે બેઠાં માર્ગદર્શન આપતાં રહે ને તમે સ્વાસ્થ્યપ્રદ જીવન સહ કૌટુંબિક અને સામાજિક કાર્યો કરતા રહો તેવી શુભકામના.
Mukesh Kachhi:- Kharekhar kapari jindgi maate tamone salaam ane pranam.
Dushyant Vachharajani:- MANY MANY HAPPY RETURNS OF THE MARRISGE ANNIVERSARY.
Dushyant Mankad:- Heart touching .
Falgun Joshipura:- Indeed a heart breaking story.. Salute to the Real fighter and the way you lived.
Usha Mankad:- Wah, soneri swapna.
Ambarish Nanavaty:- Keep it up ....Brevo��
Kalpana Mankad:- SPEECHLESS ����
Jigna Mehta:- પ્રણામ...����
Mahesh M Mehta:- HMA Sir.
Pradip Azad:- Jai Hatkesh.
Bhalu Nanavati:- ��
Hemant Nanavaty:- બેશક જબરો સંઘર્ષ કર્યો - એક આદર્શ જીવન જીવો છો અને અમારા જેવાને તૂટતાને અકબંધ રાખો એવા પ્રેરણામૂર્તિ છો.તમારી બાહ્ય સ્વસ્થતા પણ અંતરમાંથી જ આવે છે એ ઈશ્વર ક્રુપા જ.
Pushu Vora:- Keep it up. Salute to your spirit.
Shailesh Vasavada:- Wishing you happy marriage anniversary. Tamari jindgi jarur prernadayi chhe.
Pankaj Desai:- Very sentimental and heart touching post,depicting your real life story. You deserve compliments and full marks as you played your role very effectively and truly all thro' out and now also contributing for the welfare of senior citizens at Baroda by involving yourself in all the activities.KUDOS TO YOU.
Nilam Bhupendra Vaishnav:- �� ��
Sandhya Vyas:- વંદન
Hemangi Avashia:- Naman.
Jahnavi Desai Tamaro sangharsh anya ne mate prerna chhe. Rasoi kala ma y saru evu gyan dharavo chho. Vandan.
Janakbhai Purohit:- मे जिन्दगी का साथ निभाता चला गया.યાદ આવી ગ્યુ.
Dinesh Vaishnav:- Vyomeshભાઈ,તમારા લગ્ન મને ક્યાંક યાદ પણ તમે અને જન્માબેન એક થ્યાં ઈ પેલાનાં તમે બેય યાદ.બાકી તમારી હિંમતસભર વેદના અને વેદનાસભર હિંમત અમારા જેવા મામૂલી માણસોની હિંમત ફરેબ કરી નાખે ઈ નિઃશક છે. હું મારા બે આત્મીય કુટુંબીજનો Nirupam, Hemant અને મિત્ર Bhavjitની પરિસ્થિતિ સહજ ભાવે વિચારી સકું છ પણ આજ તમે મને એને ગજીયે ચડાવી તાકાના રૂપે મપાવી દીધી. When God closes one door, He opens multiple windows to shed light and thus guide one's in life.
Manisha Vasavada:- �� ��
ReplyDeleteDhiren Avashia:- શબ્દો જ જડતા નથી.જનમા આટલાં વહેલાં હાલ્યાં જાશે તે આજે પણ સ્વીકારી શકાતું નથી.તમે સંતાનોને મોટાં કર્યાં તે ધન્યતા.કદાચ અમારા અધ્યાપક અને આપના કાકા..મુ.અરવિંદરાય ઝાલા સાહેબને પણ નાની ઉંમરમાં વિધુર થયા અને ચાર સંતાનોને ઉછેરવાનું આવ્યું હતું.હું બાજુમાં હોસ્ટેલમાં રહેતો તે સાક્ષી.....ઓમ શાંતિ.
Keyuri Desai:- આપના જીવનને ધન્ય છે..આપના સંઘર્ષને ધન્ય છે ��
Sandhya Jikar:- Pranam.
Suryakant Vaishnav:- Your courage n conviction is praiseworthy
Daxesh Mankad:- Etle j mogra ni mahek kayam che.... ��
Nirmit Chhaya:- થોડામાં ઘણું : 13/06/1979 થી આજ સુઘી અને હજુ અવીરત ચાલતો સમય તમારા જેવી જ વ્યક્તિ કાઢી શકે... Pranam..
Amita Bavaniya:- Etle j mogra ni mahek kayam che.... ��
Amit Arts Anshuman Vaishnav:- ઇશ્વર તરફથી તમને અને તમારા માસુમ સંતાનો ને અન્યાય તો થયો જ છે.જેવી એની ઇચ્છા.નાનપણથી જન્માબેન ને જોયેલા. આજે પણ આંખે તરવરે છે..�� ��
Pratiti Desai:- Pranam.
Mehul Vaishnav:- વંદન...
Yamini Chhaya:- Vyomesh mama.tame to radavi didhi.Vadhu lakhi shaku aem nathi. wandan. ��
Girishbhai Trivedi:- OM SHANTI SHANTI
Anjan Vaishnav:- મુ. વ્યોમેશભાઈ હૃદયસ્પર્શી લખાણ. સલામ છે તમને.
Chhaya Daxa:- Etle j mogra ni mahek kayam che.... ��
Arvind Raval:- सलाम।
Praful Vandra:- Salute! ��
Natubhai Munjani:- સલામ વ્યોમેશ ..ભાઈ.
Rupa Hasit Anjaria:- Teacher છુ. વિરગાથા કહી આવનારી પેઢીને જીંદગી માટે તૈયાર કરવા એ મારી ફરજ છે.તમારી ખુમારી Immortal છે.કોઇ પણ Book ની તાકત નથી કે એ આ જીવન કથની સમજાવી શકે.Salute
Vinod Bhatt:- Off hat and salute Vyomesh jhala.
Narayani Shah:- Pranam Zala Saheb.
Shital Nanavati:- પ્રણામ.
Jignesh Gunvantbhai Shah:- �� ��
Tarang Jhala:- પ્રણામ.
Marut Joshipura:- રહદય સ્પર્શી આલેખન. જેમ જેમ જીવન માં ઘા પડતા જાય છે તેમ તેમ વ્યક્તિ જીવન માં માનસીક ઉચતા પ્રાપ્ત કરે છે.
Jagruti Vasavada:- લખવું અને વાચવુ સહેલુ છે પણ અનુભવવું અઘરુ છે.
Dushyant Mankad:- અપના સંઘર્ષને સલામ. ઈશ્વર કૃપાથી બધા સંતાનો સુખી છે તેનો સંતોષ જરૂર થાય પણ જીવન સાથીની ખોટ ક્યરેય ના પુરાય.
Jagruti Vasavada:- સલામ છે તમને.
Ami Vasavada:- Pranam.
Anil Vora:- Very heart touching words.Salute to your courage and passions.
Thakkar Nayana:- Salute chhe..Ma baap banne ni bhumika.. God bless you.. ·
Trilochan Jhala:- Photo joine tame porbandar amaretya rheta and bank jata ane vinubhai ane rudra Ben and Mara dada dadi sathe bethak jamti te yad aavigau.
Kaushik Oza:- દૂ:ખદ આઘાત સહન કરી કુટુંબ ને સંભળી લેવાની જવાબદારીઓ એ જીવન ને વહેતું રાખ્યુ .આપ જે અવસ્થામાં થી પસાર થયા,તે દુ:ખ ને વિસારે પાડી આજે કુટુંબ ને સુખદ સ્થાનનો અનુભવ કરાવ્યો.આપની વ્યથાઓને મુશ્કેલીઓની વચ્ચે છુપાવી રાખી ગર્વ પુર્વક જીવન વીતાવી રહ્યા છો પણ દરેક નાના મોટા અનેક પ્રસંગો વચ્ચે યાદ નીવારી ન શકાય.સ્વ.ને વંદન.
Vina Dave:- Pranam.
ReplyDeleteBipinchandra Vyas Salute Sir,
Rajni Jani:- સલામ.
Dhruti Buch:- Aapne saadar vandan.....khumari ane dradhta,vishamta ma samata.....anusarva laayak chhe. Jay ho.
Parul Trivedi:- I m speech less 🙏 really you are a very strong person.
Janardan Nanavati:- 👍🙏🙏
Yashesh Vora:- HAPPY wedding anniversary
Chirag Patel:- તમે, જિંદગી ભર અમારા માટે તો પ્રેણનાસ્રોત અને માર્ગદર્શી સમાન રહેશો! પ્રણામ 🙏
Usha Mankad:- Dhanya chhe, Vyomeshbhai, tamari himmatne...
Vipin Kikani:- આ જોઈને ઘણુ ઘણુ યાદ આવે છે.સમય ઝડપથી સરકી જાય છે.
Dinesh Vachharajani:- સલામ
Jaywant Makwana:- Dilthi tamne SALUTE karu chhu Vyomeshbhai
Pravinkumar Vyas:- Lagndine Amari Shubhakamana SUSHILA & Pravin Vyas
Jagruti Shah 🙏 🙏
Norma Maquidato Layagan:- I admire your un equalled love and devotion to the woman u love most.Your love is beyond compare.It is beyond lifetime,now and forever.God bless u more blessings!!!
ReplyDeleteAvinash Oza:- Salaut to You.
Hitesh K Oza:- Speechless,Salute to your Spirit,Pranam.
C A Manish Baxi:- Great life..motivational inspirational , Learning for many.The dedication,commitment and how to live life Like a KING is to be learn from YOU 🙏🙏🙏
A big salute...tough times never last..but tough people do..💯.. the fact is..wtever life brings...we hv to accept..🙏
ReplyDelete