ઈશ્વર પણ સ્વાર્થી છે.
હા. બિલકુલ સાચું છે કે ખુદ ઈશ્વર પણ સ્વાર્થી છે જયારે કોઈ પણ જીવને સૃષ્ટિ ઉપર દેહાવતાર રૂપે ભગવાન મોકલે છે તે પહેલા દરેક જીવમાં અલગ અલગ પ્રકૃતિ, સ્વભાવ,ખાસિયત,વિગેરે મૂકીને પૃથ્વી ઉપર મોકલે છે. એ પૈકી અમુક જીવોમાં નિરભિમાન,સરળતા, સમર્પણ પ્રેમ, લાગણી, કરુણા, ભક્તિ, ધાર્મિકતા,અનુકંપા, વૈરાગ,અનાસક્તિ નિર્મોહ, પ્રમાણિકતા,ચારિત્ર્ય વિગેરેનું આરોપણ કરી અલગ જ પ્રકારના વ્યક્તિત્વનું સર્જન કરે છે જો એવા લોકોનું સર્જન ન કરે તો દેવોની પૂજા-અર્ચન, ભજન-સંધ્યા,ધર્મસભા, શિક્ષાપત્રી નું વાંચન અને તે અંગે લોકોને અપાતી સમજણ આ બધું કોણ કરે ? સંતો મહંતો ની સેવા કોણ કરે ? તેથી આ કારણે આવા જૂજ લોકો ઈશ્વર દ્વારા સર્જિત થઇ પૃથ્વી ઉપર માનવ દેહે જન્મે છે.
એ પૈકીનો એક જીવ 5 સપ્ટે,1935 ના દિવસે જૂનાગઢના તબીબ ડો.હર્ષદરાય ઝાલાને ઘેર બાળ સ્વરૂપે જન્મ્યો અને જન્મના છઠ્ઠા દિવસે એ ધીરેન /ભાલચંદ્ર ના નામથી ઓળખાયો।
ગર્ભશ્રીમંત પરિવારમાં એ પ્રથમ પુત્ર પ્રાપ્તિ હતી. પિતાશ્રી રજવાડાના સમયમાં જુદા જુદા ગામે સરકારી તબીબ તરીકે બદલાતા રહેતા હતા.વડિયા, ગોંડલ, જામકંડોરણા,રાજકોટ,કોઠારીયા વિગેરે સ્થળો ફર્યા હોવાને કારણે ધીરેનનું પ્રાથમિક શિક્ષણ અલગ અલગ ગામોમાં થયું પણ માધ્યમિક શિક્ષણ મોટેભાગે ગોંડલ ખાતે પૂરું કર્યું
ધીરેનભાઈની કોલેજ કારકિર્દી શરૂ થઇ યુવાની પૂરબહારમાં ખીલી હતી, ચલચિત્રના કલાકાર જેવું આકૅષક વ્યક્તિત્વ,અને ગર્ભશ્રીમંત હોવાની છાંટ તેના વસ્ત્રપરિધાનમાં વર્તાઈ આવતી હતી એ સમયમાં, નાયલોન, ગ્લાસ નાયલોન,સાસ્કિન, ટેરેલીન વિગેરે પ્રકારના કાપડ લોકો માટે નવા હતા, એ શ્રીમંત શોખીનોને પરવડતો પોશાક ગણાતો હતો ત્યારે એવા પહેરવેશથી એક જુદીજ આભા ધરાવતા ધીરેનભાઈ "ફેશન નો આઈકોન" ગણાતા હતા પરફેક્ટ યુરોપિયન વાહીટ સ્કીન, કુદરતી ગુલાબી ગાલ, વાંકડિયા વાળ, મૃદુ છતાં મિષ્ટ ભાષી, હસમુખો ચહેરો તેની પ્રતિભામાં ચાર ચાંદ લગાવતા હતા અને અનેક કોલેજીયન યુવતીઓના એ "સ્વપ્નના રાજકુમાર " બની ગયા હતા. આ લખતાં મને એની કોલેજ કેરિયરનો એક કિસ્સો યાદ આવે છે લગભગ 1957-58 ના વર્ષમાં તેઓ ભાવનગર ની એમ.જે. કોમર્સ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ધીરેનભાઈના ચુંબકીય વ્યક્તિત્વ,સુઘડ અને ફેશનેબલ સ્ટાઈલિશ રહેણીકરણી થી આકર્ષાઈ રક્ષા મહેતા નામની અતિ સ્વરૂપવાન મધ્યમ વર્ગની એક યુવતી,જેનું જોબન ડુંગરે ચડી ઉલાળા મારતું હતું તેણે પોતાની મોહજાળ પાથરવાના ઈરાદાથી તેની સાથે નિકટતા કેળવવાની કોશિશ કરી,ચાલાક ધીરેનભાઈને સમજતાં વાર ન લાગી કે इनकी नियत साफ़ नहीं है ! અને એ વધુ નિકટતા કેળવે અને કોલેજમાં ચર્ચાસ્પદ બને એ પહેલાંજ જેમ દૂધમાં પડેલી માખી કાઢીને ફેંકે એમ સિફત થી રક્ષાને પોતાની મર્યાદાનું ભાન કરાવી દીધું , આ એના જન્મના સંસ્કાર અને ખાનદાની ના ગુણ હતા. એ ઉપરાંત પણ અતિ તેજસ્વી,અને ભર યુવાની હોવા છતાં સ્વયં સંયમ,શીલ,અને અડીખમ ચારિત્ર્ય એના જન્મથીજ લોહીમાં વણાયેલા હતા તેનું ઉદાહરણ છે.
1958-61(લગભગ) જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ પૂરો કરી, M.S.W, પૂરું કરી અમદાવાદમાં ન્યુ ક્લોથ માર્કેટ સ્થિત તાતા ફીનલે કાપડ મિલમાં લેબર વેલ્ફેર ઓફિસર તરીકે જોડાયા
આમ કારકિર્દીનો બીજો તબક્કો શરૂ થયો પહેલેથી જ સ્વામી નારાયણ ધર્મમાં આસ્થા ધરાવતો પરિવાર ગોંડલ રહેણાક દરમ્યાન વિશ્વ વંદનીય પૂજ્ય યોગીજી મહારાજનો ભક્ત હતો. સ્વામી મંદિરના બધાજ ઉત્સવો, ધર્મ સભા, અને પૂજ્ય યોગીજી મહારાજના દરેક પ્રવર્ચનમાં યુવા ધીરેન,ઉત્સાહ પૂર્વક ભાગ લઈ અગ્રેસર રહેતો હતો આ સંસ્કાર અભ્યાસ પછી, નોકરી દરમ્યાન પણ તેનામાં અકબંધ રહ્યા
સમયાંતરે લગ્ન થયા, સંતાનો પણ થયા, પરંતુ આ પુણ્યશાળી જીવ સાંસારિક બધીજ જવાબદારી નિષ્ઠા, અને વફાદારી પૂર્વક બજાવતા,ધ્રાર્મિકતા તરફ વધુને વધુ ઢળતો ગયો. જ્યારે બધીજ સાંસારિક જવાબદારી પુરી થઇ, સંતાનોને પગભર કરી, યોગ્ય જગ્યાએ પરણાવ્યા ત્યાં સુધી સંસારમાં રહીને પણ જળકમળવત અલિપ્તતા કેળવી ધર્મ,અને ભક્તિને વળગી રહ્યા બધીજ જવાબદારી પુરી થતાં નોકરીને તિલાંજલિ આપી પ્રમુખ સ્વામીના ચરણોમાં પોતાની જાતને સેવાઅર્થે સમર્પિત કરી દીધી
સાહેબ, કેવટ તો રઘુરાયજીના ચરણ પખાળે એમાં નવાઈ નથી, પણ ખુદ ભગવાન કૃષ્ણ જયારે સુવર્ણ સિંહાસન ઉપર બેસાડી અને સુદામાજીના પગ ધુવે એતો અસાધારણ નથી લાગતું ? બસ અદ્દલ એમ જ તારીખ 02/03/2020 ના દિવસે જયારે એ દેહાંત પામ્યાં ત્યારે સાધુ -સંતો ને હાથે એમના નશ્વર દેહને પવિત્ર સુગંધિત જળથી સ્નાન કરાવી, યજ્ઞોપવિત બદલાવી, કોરા સુંદર વસ્ત્રો પરિધાન કરાવી, ફુલહારથી એમની અર્થીને શણગારી, જીવની ઉચ્ચગતિ માટેની પ્રાર્થના સાથે મુખાગ્નિ આપ્યો
એક સાધારણ,મૂક,અદના સેવકના પુણ્ય કેટલા ઊંચા હશે કે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના દૂતો દ્વારા એમના જીવને સદગતિ આપવામાં આવી
એક અર્ધ સાંસારિક અને પૂર્ણ ભક્ત જીવ આમ બ્રહ્મલીન થયો,
વિશ્વ વંદનીય ભગવાન સ્વામિનારાયણ એમના આત્માને મોક્ષની ગતિ આપે.

Dear Vyomeshbhai,
ReplyDeleteIt was so kind of you to post such a wonderful “Shradhanjali” to our beloved brother Dhiren (aka: Bhalchandra) Jhala who left this mortal world to be with his Gurus- Yogiji Maharaj who indeed initiated him into Swaminarayan path at Gondal, then Pramukh Swamiji Maharaj and now Mahant Swamiji Maharaj - who all blessed and supported him throughout the later years of his life.
All members of his family express our sincere gratitude to the BAPS Swaminarayan Organization for their guidance, assistance and support during his life and giving him the opportunity to serve at the temple in Ahmedabad.
His physical presence will be sorely missed. We pray Bhagawan Swaminarayan to guide his pious soul throughout its onward and upward journey towards ultimate liberation.
God Bless,
Jyotindra Jhala and entire family
Dear Vyomeshbhai
ReplyDeleteThank you for heart touching tribute to Batukbhai! Very nicely written!! You have tremendous command on the language. I will always treasure your tribute to Batukbhai! May he Rest In Peace !