Sunday, 27 June 2021

 સી,એ,જ્યોત બક્ષી દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગ ઉપર યુવા વયે પુસ્તક : નાગર જ્ઞાતિનું ગૌરવ.

હાલમાં દુનિયાભરમાં અને ભારતમાં પ્રવર્તમાન નાણાકીય ગેરરીતિના કિસ્સાઓમાં દિનપ્રિતિદિન નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.અને અનેક જુદી જુદી કંપનીઓમાં વિવિધ પ્રકારના નાણાકીય ફ્રોડ/ગોલમાલ બહાર આવી રહ્યા છે. સત્યમ,I.L.F.,S,P.M.C,બેંક વિગેરે આ બાબતે વધુ ચર્ચામાં છે આ પ્રકારના ફ્રોડથી કંપનીની શાખ તથા કંપનીના શેર્સની કિંમત ઘટી જતા રોકાણકારોની મૂડી જોખમમાં મુકાય છે. 

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યોત બક્ષી જેઓ એકવીશ વર્ષની ઉંમરે સી.એ.નીપદવી મેળવી ફોરેંસિન્ક એકાઉન્ટિંગના વિષયમાં પણ સર્ટિફાઇડ "ફોડ ઓડિટરની ડિગ્રી" F.A.F.D. પ્રાપ્ત કરેલ છે ત્યારબાદ તેઓ મુંબઈ ખાતે મલ્ટી નેશનલ કન્સલ્ટિંગ ફર્મમાં લગભગ બે વર્ષ  પોતાની સેવાઓ આપેલ અને ફોરેન્સિમક એકાઉન્ટિંગ અને ફોડ એક્ઝામિનેશનના કાર્યમાં નિપુણતા મેળવી છે.તાજેતરમાં તેઓએ "New Era of Forensic Accounting" પર પુસ્તક પ્રકાશિત કરેલ છે.આ પુસ્તકમાં પદ્મશ્રી સી.એ.ટી.એન.મનોહરનએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે પુસ્તકના પ્રકાશનમાં સી.એ. ચેતન દલાલ દ્વારા વિષય ઉપર છણાવટ કરવામાં આવેલ  છે.ફોરેંસિન્ક એકાઉટિંગનોએ ભ્યાસ કરતા સી.એ. ના આ તથા આવતી પેઢી માટે આ પુસ્તક અમૂલ્ય માર્ગર્શક બની દીવાદાંડીની ગરજ સારસે 

અન્ય મહાનુભાવોમાં શ્રી.સમીર પરાંજપે,સી.એ.કે.સી. મહેતાએ પણ પોતાના વિચારો રજૂ કરી જ્યોત બક્ષીના આ મહાઅભિયાન ને  બિરદાવ્યુ છે. આ પુસ્તક ભારત લો હાઉસ દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

હાલમાં ભારતની રેગ્યુલેટરી સંસ્થાઓ R.B.I.S.E.B.I, S.F.I.O.,E.O.W,E.D. C.B.I. વિગેરે અલગ અલગ  પ્રકારની નાણાકીય ગેરરીતિના કિસ્સામાં તપાસ કરી રહેલ છે અને તેઓ ચાર્ટડ એકાઉંટન્ટ અને ખાસ ફોરેંસિન્કી એકાઉન્ટિંગ નિષ્ણતોની સેવાઓ પણ લઈ રહેલ છે.

સી.એ.જ્યોતએ  એકવીશ વર્ષની વયે સી.એ.થયા બાદ માત્ર ચોવીશ વર્ષની નાની ઉંમરે ફોરેંસિન્ક એકાઉન્ટિંગ જેવા ગહન  વિષય ઉપર પુસ્તક લખનાર પ્રથમ સી.એ. હોઈ શકે છે જે નાગર જ્ઞાતિ માટે ગૌરવની બાબત છે.

શાળાકીય કારકિર્દી 

જ્યોત પોતાના શાળાકીય કારકિર્દી દરમ્યન વિવિધ પ્રવૃત્તિ જેવી કે રમત ગમત,સંગીત, લીડરશીપ જેવી પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહ્યા છે .ધોરણ 11માં રોઝરી સ્કૂલના હેંડબોય તરીકે ની જવાબદારીભરી કામગીરી સંભાળી " સ્ટુડન્ટ ઓફ ધી ઇયર" નો એવોર્ડ પણ મેળવ્યો છે. 

અગ્યાર વર્ષની નાની વયે જ્યોત જાપાન ખાતે એશિયા પેસિફિક કન્વેશનમાં સમગ્ર ભારતના આઠ પ્રતિનિધિઓ પૈકી એક રહીને ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હતું જે પણ ગૌરવપ્રદ બાબત છે.

ક્રિકેટમાં રસ ધરાવતા સી.એ. જ્યોત બક્ષીએ વડોદરા ખાતે વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ વિજયપદ્મ અને "મેન ઓફ ધી મેચ"નો એવોર્ડ મેળવેલ છે ઉપરાંત સંગીતને પ્રાધાન્ય આપતી નાગર જ્ઞાતિના સંગીતના શોખને પણ કાયમ રાખી તબલામાં પંચમ પરીક્ષા પણ ઉત્તીર્ણ કરેલ છે અને  હવે વિશારદની પદવી તરફ   આગળ વધી રહેલ છે

સી.એ.જ્યોત બક્ષી  શ્રીમતી નિશા બક્ષી (જૂનાગઢ વાસી વ્યોમેશઝાલાના પુત્રી)તથા પિતા મનીષ બક્ષી પણ વડોદરાના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ છે .જ્યોત બક્ષી,શ્રી.અખિલભાઈ યાદવેન્દ્ર બક્ષી તથા સૌ.અનિલાબેન બક્ષીના પૌત્ર છે. સી.એ. જ્યોત દ્વારા ચોવીશ વર્ષની યુવા વયે મેળવેલ સિદ્ધિ સમસ્ત નાગર જ્ઞાતિ માટે ગૌરવની બાબત છે.

*******  

Wednesday, 23 June 2021

 સિદ્ધિ એનેજ વરે છે જે પરસેવે ન્હાય છે.

          કેટલાક બાળકો માત્ર વિક્રમ સર્જવા જ જન્મતા હોય છે પછી તે સાહિત્ય, સ્પોર્ટ્સ, સંગીત, અભ્યાસ કે સંશોધનનું ક્ષેત્ર કેમ ન  હોય.

રોજ વર્તમપત્રમાં આવા સમાચારો વાંચીએ છીએ કે નાનીવયે કઠોર સંઘર્ષ વેઠીને યુવા/યુવતીઓ  સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી ટોપ રેન્ક મેળવે છે, સચિન તેંડુલકર પણ માત્ર એકવીશ વર્ષની ઉંમરે જ ક્રિકેટમાં  સિદ્ધિ મેળવી ટોચ ઉપર પહોંચ્યાને ? પણ આવા ભાગ્યશાળી કોઈક જ હોય છે કે જે પોતાની સિદ્ધિથી પરિવારનું, કુળ-કુટુંબનું જ્ઞાતિનું અને સમાજ નું ગૌરવ વધારે છે. તેઓની આવી સિદ્ધિ માટે  હું ઈશ્વરની કૃપા, વિદ્યાર્થીની મ્હેનતન અને ખંત અને ઘરના વાતાવરણ, તથા માતા-પિતા અને વડીલોનું માર્ગદર્શનને યશ આપું છું.

વિગત એવી છે કે વડોદરાના જ્યોત બક્ષીએ માત્ર એકવીશ વર્ષની વયે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સી.એ.ની પરીક્ષા પહેલાજ પ્રયાસે પાસ કરી ઓડિટ,ટેક્સેશનની પ્રેક્ટિસ ન કરતા કંઈક જુદું જ અને દેશને તથા સમાજને વધુ ઉપયોગી બની શકાય એવો ફોરેંસિન્ક ઓડિટનો અભ્યાસક્રમ પૂરો કરી મુંબઈ ખાતેની એશિયાની બહુ પ્રતિષ્ઠિત ફોરેન્સિક ઓડિટની કંપનીમાં દોઢ વર્ષનો અનુભવ લઇ વડોદરા ખાતે પોતાની સ્વતંત્ર ઓફિસનું ઉદ્ઘાટન ગઈ તારીખ 20/06/21ના રોજ કર્યું. એટલુંજ નહીં પણ માત્ર 24 વર્ષની ઉંમરે એ વિષય ઉપર "ન્યુ એરા ઓફ ફોરેન્સિક એકાઉન્ટ" નામનું 281 પાનાનું દળદાર પુસ્તક લખ્યું જે દિલ્હીની સર્વશ્રેષ્ઠ પ્રકાશક ભારત બુક હાઉસે પ્રકાશિત કર્યું છે.

શું છે ફોરેન્સિક ઓડિટ/ એકાઉન્ટ્સ ?

દેશમાં જુદા જુદા ભાગોમાં ફ્રોડ વધતા જાય છે, કેટલી એ મોટી બેંકો અને ખાનગી પેઢીઓ આ આર્થિક ગોલમાલ નો ભોગ બન્યા છે અને દિન પ્રતિદિન વધુને વધુ બનતા જાય છે એ સંજોગોમાં ફોરેન્સિક ઓડિટરોપોતાની વિશિષ્ઠ આવડત, અભ્યાસ અને અનુભવને આધારે આવા ફોડ પકડવામાં મદદરૂપ થઇ શક્રે છે અને સફળતા પૂર્વક પકડી શકે છે.ભારતમાં ફોરેન્સિંગ એકાઉટિંગનો નવો યુગ પ્રારંભ થઇ રહ્યો હોય એ અભ્યાસક્રમમાં જોડાતા દરેક વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી અને દીવાદાંડી રૂપ બનશે. માત્ર ચોવીસ વર્ષની ઉંમરે આવા સઘન વિષય ઉપર પુસ્તક  લખનાર નાની વયનો જ્યોત બક્ષી કદાચ ભારતનો પહેલો સી.એ, લેખક હશે 

ફોરેન્સિંગ એકાઉન્ટ વિષયે  ભારતની રેગ્યુલેટરી સંસ્થાઓમાં C.B I. E. D. અને R.B.I,તથા E.O.W..દ્વારા પણ ખુબ જ સઘન અભ્યાસ થઇ રહ્યો છે. આ એજન્સી દ્વારા હાલમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની સેવાઓ પણ નાણાકીય ગેરરીતિની તપાસ કરવા માટે અને ફ્રોડ પકડવા માટે લેવાઈ રહી છે.એક અલગ જ વિષય ઉપર યુવા સી.એ, દ્વારા કરવામાં આવેલી પહેલને મુંબઈના ફોરેન્સિંગ એકાઉન્ટ અને ઇન્વિસ્ટિગેશનના નિષ્ણાત સી.એ. શ્રી ચેતન દલાલે પુસ્તકનું વિમોચન કરી બિરદાવ્યું છે. આ પુસ્તકનું વિમોચન ગઈ તારીખ 20/06/21 ના રોજ ચેન્નાઇ થી  પદ્મશ્રી સી.એ. ટી.એન.મનોહરન ના હસ્તે વર્ચ્યુલ વિમોચન કરવામાં આવ્યું હતું. જેઓએ આ પુસ્તકની પ્રસ્તાવના પણ લખી છે  જે વડોદરા તથા સમસ્ત ગુજરાત માટે ગૌરવની ક્ષણ હતી       

 પુસ્તકના કીડા બનીને તો સહુ ઉજળી કાર કિર્દી  બનાવી શકે પણ જ્યોત બક્ષીએ નાની વયે સંગીત ક્ષેત્રે તબલા વાદનમાં નિપુણતા મેળવી છે.એવીજ રીતે સ્વિમિંગ,ક્રિકેટ અને ફૂટબોલનો ચુનંદો ખેલાડી રહ્યો છે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહી ગરબા ખેલવા એનો પ્રિય શોખ રહ્યો છે પ્રતિવર્ષ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા રહ્યો છે. જ્યોત બક્ષી  વડોદરા સ્થિત સી.એ.મનીષ બક્ષી, અને શ્રીમતી નિશા બક્ષીનો પુત્ર છે 

પાનને ગલ્લે પિચકારી મારતા,ચા ની કીટલીએ બુદ્ધીહીન  રાજકારણ ડોહળતા,કે આખો દિવસ ફેસબુક અને વોટ્સએપ પર પોતાની યુવાની અને શક્તિને વેડફી નાખનાર આજના યુવાનો માટે આ સમાચાર પ્રેરણાત્મક બનશે.    



Thursday, 14 January 2021

ભાગ્યેશ જ્હા

                                                                                                                     મોટિવેશનલ સ્પીકર, વક્તા,                                                                                                                        લેખક,ઉમદા વહીવટી  અધિકારી  


                .                                                                                                                                             સંધ્યાં ટાણે  વ્યોમ વિહાર 
ભાઈ શ્રી વ્યોમેશભાઈ ઝાલા ના આ પુસ્તક "જીવનસંધ્યા"નું સ્વાગત કરતાં  હું  આનંદ અનુભવું છું જીવનસંધ્યા એટલેકે જયારે તમે નિવૃત્ત થાઓ છો ત્યારે એક પ્રકારનો સંધિ કાળ હોય છે પહેલી ઇનિંગ અને બીજી ઇનિંગ, એ બેને જોડતો અને એવા સમયે વ્યોમેશભાઈ જેવી વ્યક્તિ જેવાના હાથમાં કલમ આવી જાય કે કોમ્પ્યુટરની કી આવી જાય તો કેવો ચમત્કાર થાય, એ આ પુસ્તકમાં જોવા મળે છે. આ પુસ્તક સાંજના સમયે એટલેકે સંધ્યા સમયે વ્યોમ વિહાર કરવાનો આનંદ આપે છે. સંધ્યા ખીલી હોય છે એના અનોખા રંગો હોય છે એમાં અનેક  ચિત્રો હોય છે જે ક્ષણે ક્ષણે બદલાતા હોય છે તમે ગુલમ્હોરથી શરૂ કરી, દાળ ઢોકળી અને હું રસોઈ કરતા કેવીરીતે શીખ્યો કેવા કેવા લેખો વિવિધ રંગી આપણને પીરસ્યા છે ! 
 વ્યોમેશભાઈ પોતે નમ્રતાથી કહે છે કે હું અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું મને સાહિત્યમાં બહુ મોટી સમજ પડતી નથી, પણ આજ મોટી સમજ છે મને કશું આવડતું નથી કે ખબર નથી એવી નમ્રતા સાથે  જયારે તમે લખવાનું શરુ કરો ત્યારે આવી સરસ કૃતિ સર્જાય છે એમના શબ્દો સહજ ભાવે આવે છે એમને જે કહેવું છે એ સીધું વાચકના હૃદયમાં ઉતરી જાય એ રીતે કહેવાયું છે વ્યોમેશભાઈનું આ પુસ્તકમાં જ એને કથન  અને કથ્ય આ બન્નેમાં એણે  એક પ્રકારની હથરોટી સિદ્ધ કરી છે એમના વિષયોનું જે વૈવિધ્ય છે એ મને ખુબ ગમ્યું અને એક અનુભવી વ્યક્તિ જયારે પોતાના શબ્દો, પોતાની ભાષા પાસેથી જયારે કામ લેતા હોય છે ત્યારે કેવી કલાકૃતિ બને છે એ વ્યોમેશભાઈના આખા પુસ્તકમાં ઠેર ઠેર જોવા મળેછે દાળ ઢોકળી ઉપર કંઈ  ન લખી  ન શકાય એવું આપણે  વિચારતા હોઈએ છીએ રવિવારનું આપણું ખાણું છે પણ એમને બહુ રસપ્રદ રીતે લખ્યું છે અને આ રસોઈ કરવાની કલા અને બાકીના બીજા અનુભવોની જે  વાત છે એ ખુબ રસપ્રદ છે. 
      વ્યોમેશભાઈ, મારો તમને આગ્રહ છે કે તમે ચોક્કસ લખો, ખુબ લખો કારણકે તમારી કલમમાં એક શક્યતાઓ પણ છે  શક્તિ તો છે જ પણ એક  શક્યતા પણ પડી છે કે તમે એક સારા વાર્તાકાર બની શકો એમ છો  આપણે આજે અનુભવસિદ્ધ લોકો પાસેથી  નવી પેઢીને આપવાની વાર્તાઓ લખવી છે આપણી ભાષા, આપણા સંસ્કારસમૃદ્ધિ અને આપણા  જે  સરળ શૈલી છે ગુજરાતી ભાષાનો એક લ્હાવો પણ છે એની ડોલન શૈલી  છે  એક સરસ શૈલી છે આ બધાને  ભેગા કરીને  તમે ધીરે ધીરે પરિપક્વ રીતે ,તમારી પરિપક્વતા અહીં ઘણી જોવા મળે છે પણ આગળની કૃતિમાં તમે વધુ  કલાપૂર્ણરીતે લખશો એવી મને શ્રદ્ધા છે. તમારું આ પુસ્તક ગુજરાતી વાચકોમાં એક શ્રદ્ધા અને આશા જગવૅ  છે. મને ચોક્કસ આશા છે અને હું અપેક્ષા પણ રાખું છું કે તમે આવો બીજો સંગ્રહ પણ તૈયારી સાથે લખશો  જીવન સંધ્યાના રંગો  ખરેખર વ્યોમ વિહાર કરાવે છે. તમે વ્યોમેશ જ છો એટલે ઇન્દ્રની અદાથી તમે આખું કામ  પર પાડ્યું છે, તમને ખુબ ખુબ અભિનંદન ફરી એક વાર હું આ જીવન સંધ્યાનું સ્વાગત કરું છું.

અમદાવાદ,                                                                                                                 ભાગ્યેશ  જ્હા 
                                                                                                                         







સર્જકના બે બોલ

 

 સર્જકના બે બોલ 

પ્રિય વાચકો,

મારી જીવન સંધ્યાએ આજે આપ સહુને  " જીવનસંધ્યા" પુસ્તક અર્પણ કરતા હું અત્યંત ખુશી અનુભવું છું.

હું કોઈ લેખક કે સાહિત્યકાર નથી પરંતુ મારા લખવાના પહેલા પ્રયાસ રૂપે જયારે મેં માત્ર શોખને ખાતર લખવું શરૂ કર્યું  અને મિત્રો દ્વારા પ્રોત્સાહન મળતાં હું લખવા પ્રેરાયો

આપણી આજુબાજુમાં કે સમાજના જુદા જુદા વર્ગોમાં બનતા બનાવોનું નિરીક્ષણ કરીને વાર્તા રૂપે અત્રે રજૂ કરેલ છે. આપ સહુની રસ રુચિ મુજબની બધી જ વાર્તા લખવા પુરેપુરી કોશિશ કરી છે. મારા આ પુસ્તક "જીવનસંધ્યા" માં પણ કેટલીક વાસ્તવિક ઘટનાને સરળ વાર્તા સ્વરૂપે રજૂ કરવા ઉપરાંત સાંપ્રત સમાજની બળબળતી સમસ્યાઓ પર પ્રકાશ પાડી કંઈ ને કંઈ બોધાત્મક સંદેશ લગભગ દરેક વાર્તામાં મળે એવો પ્રયાસ કર્યો છે.

આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપનાર ડો.જગદીશ ત્રિવેદી,શુભેચ્છા સંદેશ પાઠવનાર શ્રી ભાગ્યેશભાઈ જહા, શ્રી નિરૂપમભાઇ નાણાવટી અત્રે હું આભાર માનું છું.મને સવિશેષ ઓળખતા મારા અંગત મિત્ર શ્રી દીપકભાઈ છાંયાએ અત્રે શબ્દચિત્ર દ્વારા મારો પરિચય આપવા બદલ એમનો પણ આભાર માનું છું. આ પુસ્તક તૈયાર કરવામાં જરૂરી માર્ગદર્શન આપવા બદલ ડો.શ્રી કનૈયાલાલ ભાઈ ભટ્ટ નો પણ હું ઋણી છું 

કેટલાક અંગત એવા છે કે જેઓ એ પરદા પાછળ રહીને એક યા  બીજા પ્રકારે મદદ કરી છે છતાં એમનો આભાર ન માનવાનો મને હક્ક છે એવા શ્રી C.A.મનીષ ભાઈ બક્ષી , C.A.જ્યોત બક્ષીનો પણ અત્રે ઉલ્લેખ જરૂરી છે.ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી આ પુસ્તકને માન્યતા આપી નાણાકીય સહાય ફાળવવા બદલ અકાદમીનાં હોદેદ્દારોનો આભારી છું. આશા છે આપ સહુને એ ગમશે, એટલુંજ નહીં પણ આપ મારા આ પુસ્તકજીવનસંધ્યા ને વધાવશો 

                                                                                     

 

 

 

                                                                                              Email Address.                            .                                                                                                                                                                             

                                                                                           vyom_jyot@yahoo.co.in

                                                                                           jhala. vyomesh63 @gmail.com

  વ્યોમેશ ઝાલા.                                                              Phone. 94276 03278 /  7016762151                                       

"જ્યોતિ," કુમેદાન ફળીયા,                                                         

રાજમહેલ રોડ વડોદરા 390 001    

 

.                                                              

 

 

લેખકનો પરિચય.

 

                               


                   
લેખકનો પરિચય.

શબ્દોની માવજત અને વિષયની સાહજિક છણાવટ એક સારા લેખકનો સાચો પરિચય આપે છેનરસિંહઘામ જૂનાગઢની ગિરિકંદરામાં જેનો જન્મ અને જતન થયું છે અને જ્ઞાન.કલમ અને સમૃધ્ધ કુટુંબ ભાવનાનો વારસો મળ્યો છે તેવા મારા પરમ મિત્ર શ્રી.વ્યોમેશભાઈ વિનુભાઈ ઝાલા. વ્યવસાયે ભલે બેંકર હતા પણ એકદમ સરળ અને લાગણીઓથી ભરપુર વ્યક્તિત્વ ધરાવે  છે.  યુવાન વયે પત્નીનુ અવસાન થયા પછી બેંકની જવાબદારી વાળી નોકરી કરતાં એકલે હાથે સંતાનોને ઉછેરી,અભ્યાસ કરાવી,સંસ્કારોનું સિંચન કરી જિંદગીમાં વ્યવસ્થિત ઠરીઠામ કર્યા.38 વર્ષ બેંકની નોકરી કર્યા બાદ સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વીકાર્યા પછી પણ નિવૃત જીવનને પ્રવૃતિમય રાખવા વૃદ્ધાશ્રમ,પાલીતાણાની જૈન ધર્મશાળા, અને વિરમગામ નજીકના એક નાના ગામની મોટી હોસ્પિટલમાં સેવા આપી, 2004 થી એમાં પણ  નિવૃત્તિ લઈ પોતાના લેખનના શોખને વિકસાવવો શરૂ કર્યો. સહુને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ રસોઈ બનાવવાના પણ શોખીન હોય,પાકશાસ્ત્રમાં પણ પ્રાવિણ્ય ધરાવે છે. હૃદયથી કલાકાર અને અભિનયના શોખીન હોવાથી તેઓ નાટક, સંગીત, લેખન  અને મિમિક્રીમાં આગવી પ્રતિભા ધરાવે છે. ૧૯૮૧ થી આકાશવાણી ભુજના તેઓ માન્ય નાટ્ય કલાકાર હતા અને એમના ઘણા નાટકો આકાશવાણીના મુંબઈ, અમદાવાદ વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો ઉપરથી અવારનવાર પ્રસારિત થયા છે.શ્રી વ્યોમેશભાઈને અભિનય અને સાહિત્ય  પ્રત્યેની રુચિ વારસામાં મળેલી છે.

કલમના કસબી એવા શ્રી વ્યોમેશભાઈ ઝાલાએ કર્યા બાદ 78 મેં વર્ષે પોતાની જીવન સંધ્યાએ  53100 શબ્દો ગુજરાતીમાં કોમ્પ્યુટર ઉપર સીધું ટાઈપ કરીને, 122 પાનાનું જીવનસંધ્યા આપણા હાથમાં મૂક્યું છે.આજે પણ વડોદરાના જુદા જુદા વયસ્ક નાગરિક મંડળો (સિનિયર સીટીઝન મંડળો)માં પ્રેરણાત્મક વક્તવ્ય આપી સક્રિય રહ્યા છે.આ ઉંમરે આટલો ઉત્સાહ, અને ખંત બિરદાવવા યોગ્ય છે. સાહિત્ય સર્જન એક શોખ અને કળા છે એમાં સામાજિક જવાબદારી પણ છે.જિંદગીના અનુભવોને શબ્દદેહ આપીને એમના આ પુસ્તકમા વણી લેવામા તેમનો બહોળો અનુભવ અને ભાષાની સમૃદ્ધિ  દેખાઈ આવે છે. જીવનસંધ્યાદ્વારા તેમણે જીવનની સુંદરતા  ખુબ સરસ રીતે વણી લીધી છે.તેમની રસાળ શૈલી, સરળ ભાષા અને શબ્દોની માવજત  સાથે સામાજિક સંબંધો  અને સાહિત્યકાર તરીકેની જવાબદારીનો  અનેરો સંગમ સ્પષ્ટ દેખાઈ  આવે છે. 

                                                                                                              દીપક છાંયા,  "સોનદીપ "

                                                                                                                     

                                                                                                                  

                                                                                   ડો. જગદીશ ત્રિવેદી

                                                                                  મોટિવેશનલ સ્પીકર,લેખક                                                                               તથા આંતર રાષ્ટ્રીય હાસ્ય કલાકાર  





                                                                     સાફદિલ અને સાચક સર્જક 

આદરણીય વડીલ  શ્રી વ્યોમેશભાઈ ઝાલા મારા વર્ષો જુના મિત્ર મેહુલના પિતાશ્રી છે, જે નાતે એ મારા માટે પિતાતુલ્ય થયા.એમને આ પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખ્યું છે કે "મારી જીવનસંધ્યાએ જીવન સંધ્યા પુસ્તક આપ સહુને અર્પણ કરતા અત્યન્ત ખુશી  અનુભવું છું "

મારે આ વાક્યના સંદર્ભમાં એમ કહેવું છે કે આ સમય આપની  જીવનની સંધ્યા નથી પણ મધ્યાહ્ન છે કારણકે કોઈ સર્જક જયારે સર્જનની પ્રક્રિયા શરૂ કરે ત્યારે એ યુવાન હોય છે, બાળપણ અને બૂઢાપાને કુદરતે સર્જનની અવસ્થામાં મુક્યા  નથી, આપ સર્જક છો એ જ સાબિત કરેછે કે આપ યુવાન છો.

લેખક વિનમ્રતાથી  સ્વીકારે છે કે હું કોઈ લેખક કે સાહિત્યકાર નથી. આ બાબતે મારે એટલું જ લખવું છે કે આપે સ્વાન્તઃ સુખાય આ સર્જનની પ્રવૃત્તિ શરૂ કરી છે આપ નોકરીમાંથી નિવૃત થયા પછી આપે આપની  નિવૃતિને સર્જનની સદ્પ્રવૃત્તિથી શોભાવી છે અને નિજાનંદ માટે લખી રહ્યા છો એજ આપને લેખક અને  સાહિત્યકાર હોવાનું સિદ્ધ કરે છે.

જયારે કોઈ લેખકનું પુસ્તક વાચકોના દિલને જીતી લેવામાં સફળ થાય છે ત્યારે એક વાત સિદ્ધ થાય છે કે જીવનના ખાટા મીઠા અનેક અનુભવોને બરાબર પચાવી પોતાના હૃદયમાં ઉઠતી ઉર્મિઓને પણ ધીરજ પૂર્વક પાકવા દઈને પછી હાથમાં કલમ પકડી હોવી જોઈએ કોઈ ઉછાંછળા, અધકચરા કે ઉતાવળા સર્જકની માફક પુસ્તક પ્રગટ કરવાની ઉતાવળ શ્રી વ્યોમેશભાઈએ કરી નથી.એક બેન્કર તરીકે ગામે ગામના પાણી પીધા પછી લેખન પકડે છે એ એના પુસ્તકની સફળતાનું રહસ્ય છે 

જો જીવનના અનુભવ અને ઉત્તરદાયિત્વની વાત કરીએ તો આ લેખક એક ભવમાં બે ભવ જેટલા સારા નરસા બન્ને પ્રકારના અનુભવથી ઘડાયા છે એમને યુવાનીમાં પત્નીના અવસાનનો આઘાત સહન કર્યો છે અને એ એમના સંતાનોના પિતા તો હતા જ પણ પત્નીના અવસાનબાદ માતા પણ બની ગયા હતા એમણે પોતાના સંતાનોને સંસ્કાર સાથે શિક્ષણ પણ આપ્યું છે એ સંતાનોના માતા અને પિતા બની રહીને નિષ્ઠાપૂર્વક નોકરી પણ કરતા રહ્યા આમ જવાબદારીઓની ત્રિવેણીમા આ સર્જકનું પીંડ ઘડાયું છે અને એ કારણે પુસ્તકની વાર્તાઓ પણ કોઈ સિદ્ધહસ્ત સર્જકની વાર્તાઓની માફક વાચકના હૃદયને સ્પર્શે છે.

આ સર્જક બેંકની નોકરીમાંથી સ્વૈચ્છીક નિવૃત થયા પછી એક બે સેવાકીય સંસ્થાઓમાં સેવા આપે છે એ જ બતાવે છે કે આ માણસને સેવામાં રસ છે એટલો સંપત્તિમાં નથી.

આદિ કવિ નરસિંહ મહેતાની ચેતનાનો આજે પણ જે ભોમકામાં અનુભવ થાય છે એવી જતી સતિ અને જોગંદરોની જોરુકી ધરા જૂનાગઢમાં જેનું બાળપણ વીંત્યું એવા વ્યોમેશભાઈ નરસિંહના જ નાગરકુળ નું સંતાન છે એટલે એ રૂપિયા કરતા રૂ દિયાને જ વધુ પ્રાધાન્ય ન આપે તો જ નવાઈ

જીવન સંધ્યા નામના આ વાર્તા સંગ્રહમાં કુલ પચીશ વાર્તાઓનો સમાવેશ થયો છે. એ તમામ વાર્તાઓ માંથી શાંતિથી પસાર થયો એટલે સમજાયું કે સર્જક લેખક સાફદિલ અને સાચક છે એમણે પોતાના હૃદયના ભાવને અપ્રગટ રાખવા કે લોકોના રંજન માટે લેખણ લીધી નથી એમને તો હૈયે ઉગી એવી હૈયાની વાતને ફૂલની માફક ફોરમતી રજૂ કરી છે.

"ગુલ મહોર" નો ડો. મહેશ્વરી,  "શંકા " ની પ્રીતિ,"અંધા કાનૂન " નો વૃદ્ધ ભિક્ષુક, "છુટા છેડા" ની શીલા  "મા " વાર્તાના પ્રૌઢ શિક્ષિકા કુ. તરુબેન પંડ્યા, "સાસુવટ "ની ચિત્રા,અને દયાશંકર, "કુદરતની લાકડી "ની શીતલ,

"બિનફેરે હમ તેરે " ની હર્ષા,"જીવન સંધ્યા"ની સરોજિનીદેવી, "લુણ નું ઋણ "ના શેઠ મહાસુખરાય, "હવસ"ની કુસુમ, "મને સાંભરે રે.." નો પોપટ,"પૈસો અને લક્ષ્મી"ની  માલવિકા "આંધળો પ્રેમ કે પ્રેમી "ની રાગિણી,

"થીગડાં વાળું ફ્રોક" નો અવિનાશ,"લખમી "ના સુધા બેન, "દાળ ઢોકળી "ના વિધવા પૂજારણ,"મજબૂરી"ની નલિની,"બંસી બિરજુ"ના  બંસી અને બિરજુ,"લોકડાઉન "ના શિવચરણ,આ બધાજ પાત્રો જાણેકે લેખકે પોતાની જીવતી જિંદગીની યાત્રામાં નજરે જોયેલા પાત્રો છે.આ પાત્રોમાંથી ભાગ્યેજ કોઈ કાલ્પનિક હશે એવું મારું માનવું છે બાકી વાર્તાને રંગ ચડાવવા માટે સર્જક એમાં યથાયોગ્ય ફેરફાર કરે,થોડી કાલ્પનિક ઘટના,કે સંવાદ ઉમેરે એ સર્જકનો અબાધિત અધિકાર હોય છે,

આ પુસ્તકની અગિયારમી વાર્તા વિનોદ કથા છે લેખકે હળવા હાથે, હળવા હૈયે અને હળવી કલમે પોતે રસોઈ બનાવતા કેવી રીતે શીખ્યા એની હળવી રજુઆત કરી છે। લેખક હળવું લખેછે પરંતુ હલકું લખતા નથી એ એની સિદ્ધિ છે.

આ પુસ્તકનો અંતિમ લેખ મારા મિત્ર અને સિંહ પ્રેમી સજ્જન રમેશ રાવળનું વ્યક્તિ ચિત્ર છે એ પણ સર્વાંગ સુંદર દોરી શક્યા છે એ સર્જકની સફળતા છે.

વક્તા, નાટ્યકાર,સંગીત પ્રેમી, વાર્તાકાર, અને મીમીક્રી કલાકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર મુ.શ્રી વ્યોમેશભાઈ ઝાલાને મારી ખુબ શુભકામના

78 વર્ષે "જીવન સંધ્યા "  પ્રગટ કરી આપણા હાથમાં મુકનાર શ્રી વ્યોમેશભાઈ આવતા બે ત્રણ વર્ષોમાં બીજા વધુ  પુસ્તકો આપણને આપે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના છે  

તારીખ :-25/10/2020.

વિજયાદશમી     





















અભિનંદન 
                                                                  
            મુરબ્બી પ્રિય વ્યોમેશભાઈ નું પુસ્તક "જીવનસંધ્યા "પ્રકાશિત થઇ રહ્યું છે ત્યારે માત્ર તેને અભિનંદન આપવાથી મને સંતોષ નહીં થાય.
પ્રિય વ્યોમેશભાઈ પોતેજ એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે એક અલાયદી છટાથી જે રીતે જીવન જીવ્યા છે તેવીજ છટાથી તેઓ આ પુસ્તક લખે છે અને વાચક -ભાવકને ભીંજવી જાય છે 
                                                    " એકાદ હાથ પકડી લેજો ઢળતી સાંજે 
                                                       વહાલપ ને  જકડી લેજો ઢળતી સાંજે "
આવું કંઈક મારાથી લખાઈ ગયું છે પરંતુ શ્રી,વ્યોમેશભાઈ શબ્દોનો હાથ પકડીને વ્હાલ ઉપજે તેવી કૃતિ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરે છે ત્યારે હું એક સાહિત્યના વિદ્યાર્થી તરીકે ભાવક તરીકે અને એમના ચાહક તરીકે ધન્યતા અનુભવું છું.
"મને સાંભરે રે....." હોય કે "દાળ ઢોકળી "હોય આ પુસ્તકની ચોવીશે કથા હૃદયને સ્પર્શે છે
આભાર।
ધન્યવાદ 
                                                                                                           

                                                                                                           ---  નિરૂપમ નાણાવટી