મોટિવેશનલ સ્પીકર, વક્તા, લેખક,ઉમદા વહીવટી અધિકારી
. સંધ્યાં ટાણે વ્યોમ વિહાર
ભાઈ શ્રી વ્યોમેશભાઈ ઝાલા ના આ પુસ્તક "જીવનસંધ્યા"નું સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું જીવનસંધ્યા એટલેકે જયારે તમે નિવૃત્ત થાઓ છો ત્યારે એક પ્રકારનો સંધિ કાળ હોય છે પહેલી ઇનિંગ અને બીજી ઇનિંગ, એ બેને જોડતો અને એવા સમયે વ્યોમેશભાઈ જેવી વ્યક્તિ જેવાના હાથમાં કલમ આવી જાય કે કોમ્પ્યુટરની કી આવી જાય તો કેવો ચમત્કાર થાય, એ આ પુસ્તકમાં જોવા મળે છે. આ પુસ્તક સાંજના સમયે એટલેકે સંધ્યા સમયે વ્યોમ વિહાર કરવાનો આનંદ આપે છે. સંધ્યા ખીલી હોય છે એના અનોખા રંગો હોય છે એમાં અનેક ચિત્રો હોય છે જે ક્ષણે ક્ષણે બદલાતા હોય છે તમે ગુલમ્હોરથી શરૂ કરી, દાળ ઢોકળી અને હું રસોઈ કરતા કેવીરીતે શીખ્યો કેવા કેવા લેખો વિવિધ રંગી આપણને પીરસ્યા છે !
વ્યોમેશભાઈ પોતે નમ્રતાથી કહે છે કે હું અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું મને સાહિત્યમાં બહુ મોટી સમજ પડતી નથી, પણ આજ મોટી સમજ છે મને કશું આવડતું નથી કે ખબર નથી એવી નમ્રતા સાથે જયારે તમે લખવાનું શરુ કરો ત્યારે આવી સરસ કૃતિ સર્જાય છે એમના શબ્દો સહજ ભાવે આવે છે એમને જે કહેવું છે એ સીધું વાચકના હૃદયમાં ઉતરી જાય એ રીતે કહેવાયું છે વ્યોમેશભાઈનું આ પુસ્તકમાં જ એને કથન અને કથ્ય આ બન્નેમાં એણે એક પ્રકારની હથરોટી સિદ્ધ કરી છે એમના વિષયોનું જે વૈવિધ્ય છે એ મને ખુબ ગમ્યું અને એક અનુભવી વ્યક્તિ જયારે પોતાના શબ્દો, પોતાની ભાષા પાસેથી જયારે કામ લેતા હોય છે ત્યારે કેવી કલાકૃતિ બને છે એ વ્યોમેશભાઈના આખા પુસ્તકમાં ઠેર ઠેર જોવા મળેછે દાળ ઢોકળી ઉપર કંઈ ન લખી ન શકાય એવું આપણે વિચારતા હોઈએ છીએ રવિવારનું આપણું ખાણું છે પણ એમને બહુ રસપ્રદ રીતે લખ્યું છે અને આ રસોઈ કરવાની કલા અને બાકીના બીજા અનુભવોની જે વાત છે એ ખુબ રસપ્રદ છે.
વ્યોમેશભાઈ, મારો તમને આગ્રહ છે કે તમે ચોક્કસ લખો, ખુબ લખો કારણકે તમારી કલમમાં એક શક્યતાઓ પણ છે શક્તિ તો છે જ પણ એક શક્યતા પણ પડી છે કે તમે એક સારા વાર્તાકાર બની શકો એમ છો આપણે આજે અનુભવસિદ્ધ લોકો પાસેથી નવી પેઢીને આપવાની વાર્તાઓ લખવી છે આપણી ભાષા, આપણા સંસ્કારસમૃદ્ધિ અને આપણા જે સરળ શૈલી છે ગુજરાતી ભાષાનો એક લ્હાવો પણ છે એની ડોલન શૈલી છે એક સરસ શૈલી છે આ બધાને ભેગા કરીને તમે ધીરે ધીરે પરિપક્વ રીતે ,તમારી પરિપક્વતા અહીં ઘણી જોવા મળે છે પણ આગળની કૃતિમાં તમે વધુ કલાપૂર્ણરીતે લખશો એવી મને શ્રદ્ધા છે. તમારું આ પુસ્તક ગુજરાતી વાચકોમાં એક શ્રદ્ધા અને આશા જગવૅ છે. મને ચોક્કસ આશા છે અને હું અપેક્ષા પણ રાખું છું કે તમે આવો બીજો સંગ્રહ પણ તૈયારી સાથે લખશો જીવન સંધ્યાના રંગો ખરેખર વ્યોમ વિહાર કરાવે છે. તમે વ્યોમેશ જ છો એટલે ઇન્દ્રની અદાથી તમે આખું કામ પર પાડ્યું છે, તમને ખુબ ખુબ અભિનંદન ફરી એક વાર હું આ જીવન સંધ્યાનું સ્વાગત કરું છું.
અમદાવાદ, ભાગ્યેશ જ્હા
No comments:
Post a Comment