મોટિવેશનલ સ્પીકર, વક્તા, લેખક,ઉમદા વહીવટી અધિકારી
. સંધ્યાં ટાણે વ્યોમ વિહાર
મોટિવેશનલ સ્પીકર, વક્તા, લેખક,ઉમદા વહીવટી અધિકારી
સર્જકના બે બોલ
પ્રિય વાચકો,
મારી જીવન સંધ્યાએ આજે આપ સહુને " જીવનસંધ્યા" પુસ્તક અર્પણ કરતા હું અત્યંત ખુશી અનુભવું છું.
હું કોઈ લેખક કે સાહિત્યકાર નથી પરંતુ મારા લખવાના પહેલા પ્રયાસ રૂપે જયારે મેં માત્ર શોખને ખાતર લખવું શરૂ કર્યું અને મિત્રો દ્વારા પ્રોત્સાહન મળતાં હું લખવા પ્રેરાયો
આપણી આજુબાજુમાં કે સમાજના જુદા જુદા વર્ગોમાં બનતા બનાવોનું નિરીક્ષણ કરીને વાર્તા રૂપે અત્રે રજૂ કરેલ છે. આપ સહુની રસ રુચિ મુજબની બધી જ વાર્તા લખવા પુરેપુરી કોશિશ કરી છે. મારા આ પુસ્તક "જીવનસંધ્યા" માં પણ કેટલીક વાસ્તવિક ઘટનાને સરળ વાર્તા સ્વરૂપે રજૂ કરવા ઉપરાંત સાંપ્રત સમાજની બળબળતી સમસ્યાઓ પર પ્રકાશ પાડી કંઈ ને કંઈ બોધાત્મક સંદેશ લગભગ દરેક વાર્તામાં મળે એવો પ્રયાસ કર્યો છે.
આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપનાર ડો.જગદીશ ત્રિવેદી,શુભેચ્છા સંદેશ પાઠવનાર શ્રી ભાગ્યેશભાઈ જહા, શ્રી નિરૂપમભાઇ નાણાવટી અત્રે હું આભાર માનું છું.મને સવિશેષ ઓળખતા મારા અંગત મિત્ર શ્રી દીપકભાઈ છાંયાએ અત્રે શબ્દચિત્ર દ્વારા મારો પરિચય આપવા બદલ એમનો પણ આભાર માનું છું. આ પુસ્તક તૈયાર કરવામાં જરૂરી માર્ગદર્શન આપવા બદલ ડો.શ્રી કનૈયાલાલ ભાઈ ભટ્ટ નો પણ હું ઋણી છું
કેટલાક અંગત એવા છે કે જેઓ એ પરદા પાછળ રહીને એક યા બીજા પ્રકારે મદદ કરી છે છતાં એમનો આભાર ન માનવાનો મને હક્ક છે એવા શ્રી C.A.મનીષ ભાઈ બક્ષી , C.A.જ્યોત બક્ષીનો પણ અત્રે ઉલ્લેખ જરૂરી છે.ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી આ પુસ્તકને માન્યતા આપી નાણાકીય સહાય ફાળવવા બદલ અકાદમીનાં હોદેદ્દારોનો આભારી છું. આશા છે આપ સહુને એ ગમશે, એટલુંજ નહીં પણ આપ મારા આ પુસ્તક” જીવનસંધ્યા” ને વધાવશો
Email Address.
.
jhala. vyomesh63 @gmail.com
વ્યોમેશ ઝાલા.
Phone. 94276 03278 /
7016762151
"જ્યોતિ," કુમેદાન
ફળીયા,
રાજમહેલ રોડ વડોદરા 390 001
.
“શબ્દોની માવજત અને વિષયની સાહજિક છણાવટ એક સારા લેખકનો સાચો પરિચય આપે છે” નરસિંહઘામ જૂનાગઢની ગિરિકંદરામાં જેનો જન્મ અને જતન થયું છે અને જ્ઞાન.કલમ અને સમૃધ્ધ કુટુંબ ભાવનાનો વારસો મળ્યો છે તેવા મારા પરમ મિત્ર શ્રી.વ્યોમેશભાઈ વિનુભાઈ ઝાલા. વ્યવસાયે ભલે બેંકર હતા પણ એકદમ સરળ અને લાગણીઓથી ભરપુર વ્યક્તિત્વ ધરાવે છે. યુવાન વયે પત્નીનુ અવસાન થયા પછી બેંકની જવાબદારી વાળી નોકરી કરતાં એકલે હાથે સંતાનોને ઉછેરી,અભ્યાસ કરાવી,સંસ્કારોનું સિંચન કરી જિંદગીમાં વ્યવસ્થિત ઠરીઠામ કર્યા.38 વર્ષ બેંકની નોકરી કર્યા બાદ સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વીકાર્યા પછી પણ નિવૃત જીવનને પ્રવૃતિમય રાખવા વૃદ્ધાશ્રમ,પાલીતાણાની જૈન ધર્મશાળા, અને વિરમગામ નજીકના એક નાના ગામની મોટી હોસ્પિટલમાં સેવા આપી, 2004 થી એમાં પણ નિવૃત્તિ લઈ પોતાના લેખનના શોખને વિકસાવવો શરૂ કર્યો. સહુને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ રસોઈ બનાવવાના પણ શોખીન હોય,પાકશાસ્ત્રમાં પણ પ્રાવિણ્ય ધરાવે છે. હૃદયથી કલાકાર અને અભિનયના શોખીન હોવાથી તેઓ નાટક, સંગીત, લેખન અને મિમિક્રીમાં આગવી પ્રતિભા ધરાવે છે. ૧૯૮૧ થી આકાશવાણી ભુજના તેઓ માન્ય નાટ્ય કલાકાર હતા અને એમના ઘણા નાટકો આકાશવાણીના મુંબઈ, અમદાવાદ વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો ઉપરથી અવારનવાર પ્રસારિત થયા છે.શ્રી વ્યોમેશભાઈને અભિનય અને સાહિત્ય પ્રત્યેની રુચિ વારસામાં મળેલી છે.
કલમના કસબી એવા શ્રી વ્યોમેશભાઈ ઝાલાએ કર્યા બાદ 78 મેં વર્ષે પોતાની જીવન સંધ્યાએ 53100 શબ્દો ગુજરાતીમાં કોમ્પ્યુટર ઉપર સીધું ટાઈપ કરીને, 122 પાનાનું આ “જીવનસંધ્યા” આપણા હાથમાં મૂક્યું છે.આજે પણ વડોદરાના જુદા જુદા વયસ્ક નાગરિક મંડળો (સિનિયર સીટીઝન મંડળો)માં પ્રેરણાત્મક વક્તવ્ય આપી સક્રિય રહ્યા છે.આ ઉંમરે આટલો ઉત્સાહ, અને ખંત બિરદાવવા યોગ્ય છે. સાહિત્ય સર્જન એક શોખ અને કળા છે એમાં સામાજિક જવાબદારી પણ છે.જિંદગીના અનુભવોને શબ્દદેહ આપીને એમના આ પુસ્તકમા વણી લેવામા તેમનો બહોળો અનુભવ અને ભાષાની સમૃદ્ધિ દેખાઈ આવે છે.“ “જીવનસંધ્યા” દ્વારા તેમણે જીવનની સુંદરતા ખુબ સરસ રીતે વણી લીધી છે.તેમની રસાળ શૈલી, સરળ ભાષા અને શબ્દોની માવજત સાથે સામાજિક સંબંધો અને સાહિત્યકાર તરીકેની જવાબદારીનો અનેરો સંગમ સ્પષ્ટ દેખાઈ આવે છે.
દીપક છાંયા, "સોનદીપ "
મોટિવેશનલ સ્પીકર,લેખક તથા આંતર રાષ્ટ્રીય હાસ્ય કલાકાર
સાફદિલ અને સાચક સર્જક
આદરણીય વડીલ શ્રી વ્યોમેશભાઈ ઝાલા મારા વર્ષો જુના મિત્ર મેહુલના પિતાશ્રી છે, જે નાતે એ મારા માટે પિતાતુલ્ય થયા.એમને આ પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખ્યું છે કે "મારી જીવનસંધ્યાએ જીવન સંધ્યા પુસ્તક આપ સહુને અર્પણ કરતા અત્યન્ત ખુશી અનુભવું છું "
મારે આ વાક્યના સંદર્ભમાં એમ કહેવું છે કે આ સમય આપની જીવનની સંધ્યા નથી પણ મધ્યાહ્ન છે કારણકે કોઈ સર્જક જયારે સર્જનની પ્રક્રિયા શરૂ કરે ત્યારે એ યુવાન હોય છે, બાળપણ અને બૂઢાપાને કુદરતે સર્જનની અવસ્થામાં મુક્યા નથી, આપ સર્જક છો એ જ સાબિત કરેછે કે આપ યુવાન છો.
લેખક વિનમ્રતાથી સ્વીકારે છે કે હું કોઈ લેખક કે સાહિત્યકાર નથી. આ બાબતે મારે એટલું જ લખવું છે કે આપે સ્વાન્તઃ સુખાય આ સર્જનની પ્રવૃત્તિ શરૂ કરી છે આપ નોકરીમાંથી નિવૃત થયા પછી આપે આપની નિવૃતિને સર્જનની સદ્પ્રવૃત્તિથી શોભાવી છે અને નિજાનંદ માટે લખી રહ્યા છો એજ આપને લેખક અને સાહિત્યકાર હોવાનું સિદ્ધ કરે છે.
જયારે કોઈ લેખકનું પુસ્તક વાચકોના દિલને જીતી લેવામાં સફળ થાય છે ત્યારે એક વાત સિદ્ધ થાય છે કે જીવનના ખાટા મીઠા અનેક અનુભવોને બરાબર પચાવી પોતાના હૃદયમાં ઉઠતી ઉર્મિઓને પણ ધીરજ પૂર્વક પાકવા દઈને પછી હાથમાં કલમ પકડી હોવી જોઈએ કોઈ ઉછાંછળા, અધકચરા કે ઉતાવળા સર્જકની માફક પુસ્તક પ્રગટ કરવાની ઉતાવળ શ્રી વ્યોમેશભાઈએ કરી નથી.એક બેન્કર તરીકે ગામે ગામના પાણી પીધા પછી લેખન પકડે છે એ એના પુસ્તકની સફળતાનું રહસ્ય છે
જો જીવનના અનુભવ અને ઉત્તરદાયિત્વની વાત કરીએ તો આ લેખક એક ભવમાં બે ભવ જેટલા સારા નરસા બન્ને પ્રકારના અનુભવથી ઘડાયા છે એમને યુવાનીમાં પત્નીના અવસાનનો આઘાત સહન કર્યો છે અને એ એમના સંતાનોના પિતા તો હતા જ પણ પત્નીના અવસાનબાદ માતા પણ બની ગયા હતા એમણે પોતાના સંતાનોને સંસ્કાર સાથે શિક્ષણ પણ આપ્યું છે એ સંતાનોના માતા અને પિતા બની રહીને નિષ્ઠાપૂર્વક નોકરી પણ કરતા રહ્યા આમ જવાબદારીઓની ત્રિવેણીમા આ સર્જકનું પીંડ ઘડાયું છે અને એ કારણે પુસ્તકની વાર્તાઓ પણ કોઈ સિદ્ધહસ્ત સર્જકની વાર્તાઓની માફક વાચકના હૃદયને સ્પર્શે છે.
આ સર્જક બેંકની નોકરીમાંથી સ્વૈચ્છીક નિવૃત થયા પછી એક બે સેવાકીય સંસ્થાઓમાં સેવા આપે છે એ જ બતાવે છે કે આ માણસને સેવામાં રસ છે એટલો સંપત્તિમાં નથી.
આદિ કવિ નરસિંહ મહેતાની ચેતનાનો આજે પણ જે ભોમકામાં અનુભવ થાય છે એવી જતી સતિ અને જોગંદરોની જોરુકી ધરા જૂનાગઢમાં જેનું બાળપણ વીંત્યું એવા વ્યોમેશભાઈ નરસિંહના જ નાગરકુળ નું સંતાન છે એટલે એ રૂપિયા કરતા રૂ દિયાને જ વધુ પ્રાધાન્ય ન આપે તો જ નવાઈ
જીવન સંધ્યા નામના આ વાર્તા સંગ્રહમાં કુલ પચીશ વાર્તાઓનો સમાવેશ થયો છે. એ તમામ વાર્તાઓ માંથી શાંતિથી પસાર થયો એટલે સમજાયું કે સર્જક લેખક સાફદિલ અને સાચક છે એમણે પોતાના હૃદયના ભાવને અપ્રગટ રાખવા કે લોકોના રંજન માટે લેખણ લીધી નથી એમને તો હૈયે ઉગી એવી હૈયાની વાતને ફૂલની માફક ફોરમતી રજૂ કરી છે.
"ગુલ મહોર" નો ડો. મહેશ્વરી, "શંકા " ની પ્રીતિ,"અંધા કાનૂન " નો વૃદ્ધ ભિક્ષુક, "છુટા છેડા" ની શીલા "મા " વાર્તાના પ્રૌઢ શિક્ષિકા કુ. તરુબેન પંડ્યા, "સાસુવટ "ની ચિત્રા,અને દયાશંકર, "કુદરતની લાકડી "ની શીતલ,
"બિનફેરે હમ તેરે " ની હર્ષા,"જીવન સંધ્યા"ની સરોજિનીદેવી, "લુણ નું ઋણ "ના શેઠ મહાસુખરાય, "હવસ"ની કુસુમ, "મને સાંભરે રે.." નો પોપટ,"પૈસો અને લક્ષ્મી"ની માલવિકા "આંધળો પ્રેમ કે પ્રેમી "ની રાગિણી,
"થીગડાં વાળું ફ્રોક" નો અવિનાશ,"લખમી "ના સુધા બેન, "દાળ ઢોકળી "ના વિધવા પૂજારણ,"મજબૂરી"ની નલિની,"બંસી બિરજુ"ના બંસી અને બિરજુ,"લોકડાઉન "ના શિવચરણ,આ બધાજ પાત્રો જાણેકે લેખકે પોતાની જીવતી જિંદગીની યાત્રામાં નજરે જોયેલા પાત્રો છે.આ પાત્રોમાંથી ભાગ્યેજ કોઈ કાલ્પનિક હશે એવું મારું માનવું છે બાકી વાર્તાને રંગ ચડાવવા માટે સર્જક એમાં યથાયોગ્ય ફેરફાર કરે,થોડી કાલ્પનિક ઘટના,કે સંવાદ ઉમેરે એ સર્જકનો અબાધિત અધિકાર હોય છે,
આ પુસ્તકની અગિયારમી વાર્તા વિનોદ કથા છે લેખકે હળવા હાથે, હળવા હૈયે અને હળવી કલમે પોતે રસોઈ બનાવતા કેવી રીતે શીખ્યા એની હળવી રજુઆત કરી છે। લેખક હળવું લખેછે પરંતુ હલકું લખતા નથી એ એની સિદ્ધિ છે.
આ પુસ્તકનો અંતિમ લેખ મારા મિત્ર અને સિંહ પ્રેમી સજ્જન રમેશ રાવળનું વ્યક્તિ ચિત્ર છે એ પણ સર્વાંગ સુંદર દોરી શક્યા છે એ સર્જકની સફળતા છે.
વક્તા, નાટ્યકાર,સંગીત પ્રેમી, વાર્તાકાર, અને મીમીક્રી કલાકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર મુ.શ્રી વ્યોમેશભાઈ ઝાલાને મારી ખુબ શુભકામના
78 વર્ષે "જીવન સંધ્યા " પ્રગટ કરી આપણા હાથમાં મુકનાર શ્રી વ્યોમેશભાઈ આવતા બે ત્રણ વર્ષોમાં બીજા વધુ પુસ્તકો આપણને આપે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના છે
તારીખ :-25/10/2020.
વિજયાદશમી