સ્વ.કનકરાય જાદવરાય ઘોડા. (જીકુભાઈ)
(July,1916 - June,2007)
.JPG) |
| Late Shri K.J.Ghoda. |
" गुरु गोविन्द दोनों खड़े,किसको लागु पाई, बलिहारी गुरुदेवकि,जिन्हे गोविन्ददिखाइ "
જુનાગઢના
રેલ્વેસ્ટેશન,થી,મોતીબાગસુધી,અને બાલશાળાથી
બહાઉદ્દીનકોલેજ,સુધીની,તમામ શૈક્ષણિકસંસ્થાઓમાંથી માત્ર બેજ
ઘોડાસાહેબ શિક્ષકતરીકે તે સમયે હતા.
1.સીટી મિડલસ્કૂલ(હાલનું
નરસિંહ વિદ્યામંદિર)માં,મુ.શ્રી(વિદ્યમાન)
કદમ્બભાઈ ઘોડા,અને 2 બહાદુરખાનજી
હાઇસ્કૂલમાં,સ્વ.શ્રી.જીકુભાઈ ઘોડા.
એક માધ્યમિકશાળામાં,અને બીજા હાઇસ્કૂલમાં.હું તો બન્નેપાસે ભણ્યો
છું.પણ,આજે અહીં સ્વ.કનકરાયઘોડાસાહેબસાથેના કેટલાકસંસ્મરણો સાથે તેમનેશ્રદ્ધાંજલિના થોડાશબ્દો લખીશ.
એક સનિષ્ઠ, વિદ્વાન,નિરાભિમાની,અને,અતિસાદગીભર્યું
જીવનજીવતા શિક્ષકોમાંશ્રી.મુ.ઘોડા સાહેબ એકહતા. રમુજવૃતિ સ્વ.ઘોડાસાહેબનાઅંતકાલ સુધી તેમણે સાચવીરાખેલી.
હું સ્વ.ઘોડાસાહેબપાસે
હું ત્રણવર્ષ ભણ્યોછું અને તેવર્ષોમાંસ્વ..ઘોડાસાહેબના મને એકવિદ્યાપ્રેમી,
તેમજ વિદ્યાર્થીના હિતચિંતકશિક્ષક તરીકેના અનુભવ થયાછે.
ધોરણ10માં.સ્વ.ઘોડાસાહેબ અમને
ઈતિહાસ ભણાવતા.
દ્રશ્ય-શ્રાવ્ય
શિક્ષણપ્રથા,ગુજરાતમાં આજે ક્યાંછે
તે મનેખબરનથી,પણ આજથી સત્તાવન
વર્ષપૂર્વે ઓડીઓ વિડીઓ શિક્ષણનીઝાંખી અમને ઘોડાસાહેબે કરાવી જેનું એકઉદાહરણ આપું.
ઈતિહાસનાપાઠ્યપુસ્તકમાં
એમલખ્યુંહોય કે,".અને પછી યુદ્ધ આરમ્ભાયું”બસ આ ત્રણશબ્દોના ટૂંકાવાક્યને સમજાવવામાટે સ્વ.ઘોડાસાહેબ ખુદ પાત્રબનીજતા ડાબોહાથ કમ્મરે ટેકવી,જમણાહાથનીપહેલીઆંગળી,અને અંગુઠાવચ્ચે પેન્સિલને અણીથીપકડી, હવામાં વિન્ઝ્વી શરુકરે,અને કહે,"અનેપછી
ટકાટકી શરુથઇ “અચાનક પેન્સિલને
ફરતી અટકાવી આગળધરતા,(As if he is Stabbing) બોલે "અને બાજીરાવ બીજો ગ્યો"
હલ્દીઘાટનુંયુદ્ધ
હોય કે,પાણીપતનું,પણ યુદ્ધનુંવર્ણનકરતાસાહેબનાપંડમાં જાણે કથાકાર પ્રવેશ્યોહોય તેવા
આસપાસનાઉદાહરણથી રસપૂર્વક વર્ણનકરતા.
નાટ્યાત્મક ઢબથી,પ્રાસાનુપ્રાસમેળવીને,કાવ્યાત્મકશૈલીથી,કોઈશિક્ષકને ઈતિહાસભણાવતાજોયા છે ?
તે એકમાત્ર જીકુભાઈ ભણાવતા.જેમકે"ભોંસલેને ભગાડ્યો,
હૈદરનેહરાવ્યો,અને ટીપુને
ટપાડ્યો "
આગળજણાવેકે ”મરાઠાનગારે,મોગલો તગારે,અને
આ ધોળીટોપીવાળા પગારે”ખલાસથયા.
.લાંબા,અને,શુષ્ક(Lengthy & Tedious) વિષયને “ઝગમગ”અને “બાલસંદેશ”ની બાળવાર્તા
જેટલાસહેલા,સરળ,અને રસાળ બનાવી સમજાવતા.
ત્યારબાદ ધોરણ11,
તે સમયે Pre -S.S.C કહેવાતું તેમાં તેઓ અમને ઈંગ્લીશભણાવતા
ઓહો, સાહેબની અંગ્રેજીભણાવવાની અદભુતપદ્ધતિ ખરેખર
આદર્શહતી.
દર શનિવારે ગ્રામરનોવિષયલેતા
તેમનીપદ્ધતિનો થોડો ખ્યાલઆપું તો
કોઈ એકપાઠ શીખવતીવખતે
તેમાંઆવતા એવાશબ્દો પસંદકરે કે,
જેનો ઉચ્ચારએકજ/ અથવા,લગભગસરખોજ થાય,પણ સ્પેલિંગઅનેઅર્થ જુદા થાય જેમકે:-
And……… End.
Bad................Bed
Be................ Bee
Cell ……….. Sell
Dye…………Die.
Except ... Expect…Accept
Floor……… Flour.
For ... Four
Fit………… Feet.
Get ... Gate
Here….. Hear.
Immoral…. . Immortal.
Impair…… Impale.
Live ... Leave
Meet…….. Meat
No Know
Old,,, Old… Old.
Prayer....... Preyer
Plead…… Pleat.
Pick Peak.
Rice…….. . Rise.
See………. Sea.
Still....Steel......Steal.
Tear…….. Tear.
Tic……… Tick
Vote……... What.
Which Witch?
Week Weak Wick......
Year….. Yearn...
આવા,તો ઢગલાબંધશબ્દોનીયાદી.દરેકશબ્દનોઅર્થ સમજાવી,અનેગુજરાતીમાં તથા,અંગ્રેજીમાંવાક્યમાંપ્રયોગ કરાવતા.
સરકારતરફથી
બાંધેલપગાર સિવાય વિશેષમળતું ન હતું,તોપછી Syllabusનીબહારનું
Extra નોલેજ આપવું તેમની ફરજમાં નહોતું
આવતું તેમછતાંવર્ગના દરેકવિદ્યાર્થીનાનામપાછળ જાણે પોતાનુંનામ કેમ લખાતું હોય,?
તેમ પુત્રવત વાત્સલ્યથી ભણાવતા.તેદિવસે,અને આજેપણ સરકારીશાળાના કોઈશિક્ષક આ રીતે ભણાવતાનહોતા,અને નથી.
એક વખત સાહેબે હોમવર્કમાં,10 ગુજરાતીવાક્યોઆપ્યા,અને બીજેદિવસે તેનુંઈંગ્લીશ ભાષાંતરકરીને લાવવાજણાવ્યું તેપૈકીનું એકવાક્ય “હું તમારો ગુલામ નથી” એવું હતું
બીજેદિવસે તે ચકાસવા
દરેકવિદ્યાર્થીને ઉભાકરી બધાવાક્યોનું ભાષાંતર વાંચવાજણાવ્યું મારાપરમમિત્ર અંબરીશનો
વારોઆવ્યો..તેણે તેવાક્યનું
ભાષાંતર.લખ્યુંહતું કે:”I,
am not your servant"
બસ ,,, ઘોડાસાહેબ ત્યાંઅટકીગયા.પછવાડુંફરી બ્લેકબોર્ડઉપર ત્રણખાના દોરી અને,
Peon (પટાવાળો),Servant (નોકર)અને Slave (ગુલામ)વચ્ચેના પાંચતફાવત
સમજાવી, વાક્યસુધરાવ્યું.
11,માં ધોરણમાં
એકવાર લેટરરાઈટીંગશીખવતા હોમવર્કમાં વિષયઆપ્યો કે "તમારા પિતાનીઆવક ઓછીહોય,
શાળાનીફી માંથી મુક્તિઆપવા,શાળાનાઆચાર્યને વિનંતી કરતો પત્ર ઇંગ્લીશમાં લખો "
બીજે દિવસે મારોવારોચડ્યો..મારોલેટર વાંચવાનું મનેકહેતા મેં વાંચ્યું કે
"My Father is a simple clerk, in
P.W.D and his income is very poor "ઘોડાસાહેબે વચ્ચેથી મનેઅટકાવ્યો અને બોલ્યા “ભાઈ, આ ખોટુંછે, તને ખબર છે?
કે P.W.Dનો ક્લાર્ક ગરીબ ન કહેવાય P.W.D ના ક્લાર્કની સમ્પતિનીતો કુબેરપણ ઈર્ષ્યા કરેછે.તે સુધારીને લખીનાખ કે "My father
is a Postman "અને વાક્ય
સુધરાવ્યું.
અત્રે નોધલેતા મનેગૌરવ થાય
છે કે,જુનાગઢ હાઈસ્કૂલના તમામ S.S.C.ના પરીક્ષાર્થીઓ,અને જ્ઞાતિનાઉત્તીર્ણ
થયેલા તમામ ભાઈ
બહેનોમાં હું ઈંગ્લીશમાં સૌથી ઉચ્ચગુણમેળવી પાસ થયેલો,(1959).જે બદલ મને શ્રી હાટકેશભ્રાત્રુમંડલતરફથી
પારિતોષિકઆપી પ્રોત્સાહિતકર્યો હતો,
જેનો યશ સ્વ,ઘોડાસાહેબને ફાળે જાય છે.
*** *** ***
 |
| Bahadur Khanji High School, Junagadh. |
નુરઅલ્લી મારોજુનોમિત્ર.જાતેખોજા,અને જૂનાગઢનીમોટીશાકમાર્કેટ નજીક રહે.તેમનાપિતા મોટીશાકમાર્કેટમાં જથ્થાબંધફ્રુટનાદલાલ હતા.આઠમાંધોરણથી અમો જોડેભણીએ..
ધોરણ,12, ત્યારે,S.S.C નીપરીક્ષા કહેવાતી તેનીવાર્ષિકપરીક્ષાનાફોર્મ ભરાતા હતા.મુ, ઘોડાસાહેબ વર્ગશિક્ષક હોવાને નાતે તેઓ ફોર્મ ભરાવતાહતા,અને,સ્વ,મુ,વખારિયાસાહેબ
તેમના મદદનીશ તરીકે
ફીસ્વીકારી,પહોંચઆપતા હતા.
ફી ભરવાના છેલેદિવસે
નુરઅલ્લી ફી ભરવાગયો,તેનીસાથે હું
પણ હતો.
ફોર્મ ભરાયું
નુરઅલ્લીએ ફોર્મમાંસહી પણ કરી,
ઘોડાસાહેબે ફોર્મ
ચેક કર્યું,
તેણેપણ ફોર્મમાંVerified
નો સિક્કોમારી સહીકરીનાખી,
વખારિયાસાહેબે
નુરઅલ્લીને ફીઆપવાકહ્યું નુરઅલ્લીએ ખિસ્સાતપાસતા ફી ગુમથયાનું જણાયું રડમસચહેરે
હાથજોડીને ઘોડાસાહેબને કરગરતા કહ્યું કે”સાહેબ
હું ફી ઘેરથી લાવ્યોહતો પણ ક્યાંક રસ્તામાંપડીગઈ લાગે છે.આજે ફોર્મ ભરવાનો છેલોદિવસ છે.અને જો તે નહી ભરાય તો મારાબાપુજી મને બીજી ફી તો નહીઆપે,પણ ઘરબહારકાઢી મુકશે”એટલુંબોલી ધ્રુસકે,ધ્રુસકે રડવામાંડ્યો.
ઘોડાસાહેબે ઘડીભરઆંખમીંચી વિચારકર્યો.,અનેપછી વાંસે
હાથ પસવારતા કહ્યું "અલ્લી,
ચિંતા ન કર. જા,કાલેઆવીને
મારીપાસેથી ફીનીપહોંચ લઇજાજે "
બીજેદિવસે નુરઅલ્લી
સાહેબપાસેથી પહોંચ લઇઆવ્યો.
નુરઅલ્લીનીપરીક્ષા ફી મુ, ઘોડાસાહેબે ભરીદીધી,અને તે રહસ્ય
અમારા ચારજણસુધીજ આજસુધી સીમિત રહ્યું.
બસ, S.S.C.સુધી સાથેભણ્યાપછી,અમે છુટાપડીગયા.
2009,માં હું વડોદરાખાતે
સ્થિરથયેલો હતો. જાન્યુ.મહિનો હતો અચાનકસવારે મારા મોબાઈલ ઉપર એક ફોનઆવ્યો.સામેથી અવાજ આવ્યો “કાં,શુંચાલે
છે ઝાલા,મનેઓળખ્યો ?
"
મેં જવાબ વાળ્યો”સાહેબ હું મજામાંછું,પણ માફકરજો હું આપને નથી ઓળખી શક્યો "
અટ્ટહાસ્યસાથે ફરી મને
જવાબમળ્યો અરે,ઝાલા,હું નુરઅલ્લીબોલું છું "
આશ્ચર્યસાથે મેપૂછ્યું
અરે,તું ક્યાંથી? અને મારોનંબર તારીપાસે કેવી રીતે ?
નુરઅલ્લીએ જવાબઆપ્યો
કે,ઝાલા,હું રંગુન છું,અને ત્યાંથીબોલું છું "તારો ફોન નંબર મેં
ફેસબુકમાં તારીપ્રોફાઈલમાંથી મેળવ્યો”
આગળ વાતચાલતા મને કહ્યું
કે,પોતે હાલ રંગુનમાં કલર-કેમિકલનીફેક્ટરી ધરાવે છે,અને તેનો મોટોપુત્ર,US,માં કેન્સરસર્જન છે,નાનોપુત્ર કેમિકલએન્જીનીયર છે,અને,તેપણ ફેક્ટરીમાં સાથે જ છે,વાતવાતમાં તેણે મુ.ઘોડાસાહેબનાસમાચારપૂછ્યા.અને મેં તેનેજણાવ્યું કે ઘોડાસાહેબ બેકવર્ષપહેલા,અવસાનપામ્યાછે, સાંભળતાજ તેનેગળે ડૂમો ભરાઈ આવ્યો અને બોલ્યો”ઘોડાસાહેબ મારાશિક્ષકનહી પણ મારાપિતા હતા "
લ્યો,સાહેબ આ ગરીબમાસ્તરની કમાણી ,,,,
ફકીરીમાં અમીરીજીવન
જીવનાર ઘોડાસાહેબે જયારે જુનાગઢને અલબીદા કહીને પોતાના પુત્રનેઘેર અમદાવાદખાતે
સ્થિરથયા,તેસમયે પોતાનીઅંગતજરૂરિયાતની
ચીજ-વસ્તુ સિવાય તમામ ઘરવખરી,વાસણો,ઘરનાપ્રવેશદ્વારમાંબંધાતો હીંચકો, કે જે સાહેબની નિવૃત્તિપછીનીપ્રવૃત્તિનો
સાથીદારહતો તે, ટી.વી, રેડીઓ,ગાદલા-ગોદડા,ફર્નીચર,ટ્યુબલાઈટ,ફ્રીઝ તમામ તેણે સ્મશાન નજીકના શ્રી વિજયભાઈકિકાણી સંચાલિતવૃધાશ્રમમાં કૃષ્ણાર્પણકરી, શ્રી.માંગનાથમહાદેવને
માંથુંનમાવી ખાલીહાથે નીકળીગયા.
આ પણ સહેલુંનથી,
ભર્યાઘરનીઘરવખરી,કે જેનીસાથે આટલાવર્ષોનો નાતો,અને અનેકસંસ્મરણો જોડાયેલાછે તેને એકજજાટકે, કોઈપણ માયા,કે,પ્રલોભન વિના
ખંખેરીનાખવા સહેલુંનથી,ઘડીભર માંનીલ્યો,કે આ ઘરવખરીની,કિંમત નજીવીહોય,પણ મૂલ્ય(Emotional Value) ઘણુંવિશેષ હોય છે.
મારામતે તે સ્વ.ઘોડાસાહેબનું "મહાભિનિષ્ક્રમણ"હતું.
Live & Let Live ની થીયરીઉપર સમગ્ર જીવન
વિતાવનાર શિક્ષકપાસેથી આથીવધુ કઈઅપેક્ષા સમાજ રાખીશકે?
શ્રી.ઘોડાસાહેબ
પોતાનીકારકિર્દી,દરમ્યાન વંથલી,
ઉના,વેરાવળ,એમ
ઘણીજગ્યાએ નોકરીકરી 1948થી1960 સુધી જુનાગઢમાંજ હતા.અને છેલે 1974માં જુનાગઢ હાઇસ્કૂલમાંથી નિવૃતથયા.1999માં,પોતાનું
વસાવડાખડ્કીનુંમકાન વહેંચી 2006માં
અમદાવાદખાતે સ્થાઈ થયા.જુન,2007માં સ્વ.ઘોડાસાહેબે આ ફાનીદુનિયાને અલબીદા કહી,અને,અનંતનીવાટ પકડી
વંદનછે તે
નિસ્વાર્થી,પરોપકારી,સાલસ-નિખાલસપ્રકૃતિના મહામાનવને…
આવા પિતાનાપુત્ર હોવાનું સૌભાગ્યપ્રાપ્તથવું તે તેમનાપુત્ર,ડો,જીતુભાઈ,તથા ડો.ભરતભાઈમાટે
પણ ગૌરવપ્રદ છે .
*** એકવાતનું
ક્યારેક દુખ થાયછે કે જે માણસ દંભવિના,અને વિનાઆડંબર જીવે છે, સમાજ
તથા વિદ્યાર્થીઓપ્રત્યે સમર્પણનીભાવના ધરાવે છે, જેણે પોતાનાજીવનકાળસુધી,સમાજપાસેથી કઈજ લીધુંનથી, અને માત્રહમેશા અવિરતપણે આપ્યુંજ છે, તેવાશિક્ષકોને સમાજ,કે જ્ઞાતિ કેમ મામુલી કે તુચ્છગણી કોઈવાર યાદકરવાની તકલીફ
લેતો નથી?
શિક્ષકદિને આવા"શિક્ષકરત્નો"ને સમાજ કે જ્ઞાતિતરફથી જો
સત્કારવામાંઆવે,અથવા તેની બહુમુલ્યસેવાને બિરદાવવામાંઆવે તો શું ખોટું છે?
જુનાગઢે અમુલ્યરત્નો
સમાન વિદ્વાન,અને,ચુનંદાશિક્ષકો આપ્યા છે, જેમકે.:સર્વે દિવગંત મુરબ્બીઓ શ્રી,દિનકરરાય જાદવરાય વૈષ્ણવ, મહેશભાઈ વૈષ્ણવ,અનસુખભાઈ, ભાસ્કરભાઈ,અને વિષ્ણુભાઈ
અવાશિયાનીત્રિપુટી, વિષ્ણુભાઈ
નાણાવટી,સતુભાઈ બુચ,મહેન્દ્રભાઈ ધોળકિયા,બજીભાઈ બુચ,જે.સી, બુચ, વિનાયકરાય વસાવડા,વિદ્યમાનશ્રી,સીતારામભાઇ ખારોડ,સ્વ.ઈશ્વરલાલ વસાવડા,સન્મુખરાય વસાવડા(બચુભાઈ),કૃષ્ણપ્રસાદ જોષીપુરા,એ.ટી.વોરા,અનિરૂદ્ધભાઈ વોરા,લાધાભાઇ કિકાણી જેવા અનેક નામી અનામી શિક્ષકોએ શિક્ષકસમાજનું
ગૌરવ વધાર્યું છે.તેઓનીપાસે ભણેલા,અને,પછીથી અધિકારીપદેપહોચેલો કયો વિદ્યાર્થી આ શિક્ષકો પૈકીકોઈને આજે યાદકરેછે ?
આઝાદી પહેલા,અને ત્યારબાદપણ થોડાવર્ષોસુધી,ઉના,દેલવાડા,વડાલ,અને
વિસાવદર જેવા ગ્રામ્યવિસ્તારમાં લગભગ 72%જેટલા બાળકો અને યુવાનો અશિક્ષિત હતા,સામાજિકરીતેપછાત તેવા તેઓ મજુરીકામ, કે ખેતમજુરીએ વળગીજતાહતા.શિક્ષણનોપ્રચાર કે પ્રસાર ન હતો, તે જમાનામાં તેવા ગ્રામ્યવિસ્તારમાં,સ્વ,.નવસુખરાય ત્રિકમરાય માંકડ,તથા,સ્વ,ધીરુભાઈ નૌતમલાલ વસાવડા,(બન્ને પાઘડી બંધાવડીલ ગુરૂવર્ય) અને
નયનસુખભાઈ ઘોડા જેવા શિક્ષકોએ ગણિતમાં ગતાગમ ન પડતા,ગોથાખાતા,અગણિત વિદ્યાર્થીઓને ગણિતગણતા કરી કોલેજનાદરવાજાસુધીપહોંચાડ્યા.
બાળમજૂરી નિર્મૂલન
અને નિરક્ષરતાનિવારણ ઝુબેશની જેટલાપ્રમાણમાં સરકારીતંત્રને લાખો રૂપિયા વેડફવા છતાં
સફળતા ન મળી,તે આ મામુલીપગારદાર"માસ્તરો”એ અપાવી .
સાચું પુછોતો એ નિરક્ષરનિવારણના જ્યોતિર્ધરો
આ ગ્રામ્યશિક્ષકો જ હતા,
મંગળપરના સફળ ઉતરાણ
અભિયાનમાટે વડાપ્રધાનથીલઈને દેશના તમામ નાગરિકો છાતીફૂલાવે છે,પણ તેઓને ક્યાં ખબર છે? કે સફળતાપામેલા આ ઈસરોનાવૈજ્ઞાનિકો,પણ એકસમયે સ્વ,શાંતિભાઈ વૈષ્ણવ,સ્વ,ધ્રુવકુમાર મઝમુદાર,સ્વ, ડી,આર,માંકડ,કે સ્વ, ઉમાકાંત વસાવડા જેવાજ વિદ્વાન,અને સનિષ્ઠ અધ્યાપકો પાસેજ
અધ્યયન કરીચુક્યા છે.
વિદ્યાભ્યાસઉપરાંત
શારીરિક શિક્ષણનીતાલીમઆપતા સ્વ,અનસુખભાઈ
વૈષ્ણવ,અને સ્વ,માર્કન્ડભાઈ વૈષ્ણવજેવા અનેક ”વ્યાયામ શિક્ષકો/ નિરીક્ષકો "ના ગોઠણનીઢાંકણી ઘસાઈગઈ.પણપોતાનાશરીર,અને સ્વાસ્થ્યની ચિંતાકર્યાવિના
તેઓએ ઉત્કૃષ્ઠ તાલીમ આપવામાં ક્યારેય કચાશ ન સેવી.
રોશનીથી ઝળહળતી ગગનચુંબી ઈમારતજોઇને અભિભૂત થઇજનારાઓને
ક્યાં ખબરછે કે આ એજ ઈમારતછે કે જે એક દિવસ નકશાસ્વરૂપે કાગળપર ચિતરાયેલ હતી,અને,એ નકશાનોનક્શીકાર,કોણછે ?
આ,"ગરીબમાસ્તરો"તો ભામાશા હતા,કે જેણે પોતાનાજ્ઞાનનો ભંડાર સમાજને સમર્પિત કર્યો, જયારે, જેનીપાસે આપવામાટે કઈપણ નથી,તેવો દરિદ્ર,અને કંગાળ,સુદામો તો સમાજછે,કે જે
માત્ર પુષ્પગુચ્છથી પણ ભામાંશાઓને સન્માનિત નથી કરીશકતો..
કહેવાય છે,કે "દરેક સફળપુરૂષપાછળ સ્ત્રીનોહાથ
હોય છે”આ વિધાનનીસત્યતાવિષે હું
નથીજાણતો પરંતુ એટલુંતો જરૂર પ્રતિપાદિત સનાતનસત્ય છે કે"દરેક સફળપુરુષપાછળ
તેમનાશિક્ષકનોહાથ જરૂરહોયછે "
ખેર,જવા દો, પણ તેવા દરેક શિક્ષકોને આજનાદિને હું મારા પ્રણામપાઠવું છું
*** (અત્રે આપેલાવિચારો મારાસ્વત્રંત વિચાર,અને મંતવ્ય છે.શક્ય છે
કે,મારાવિચારો,અને મંતવ્ય બાબતે હું અંશત:કે સદંતરખોટો પણ હોઈ શકું,તેમછતાં મારા સ્વતંત્રવિચારઅંગે કોઈપણ
ટીકાટિપ્પણી આવશ્યક નથી).