સ્વ.વિનુભાઈ ઝાલા (1902 - 2006 ) |
આશરે 80 વર્ષ પહેલા ની આ વાત છે જુનાગઢ રાજ્યનું કેશોદ ગામ તે સમયે બહુજ નાનું,અવિકસિત, તથા પછાત હતું.ગામમાં ન કોઈ પાકા મકાન કે મોટી ઈમારત ન કોઈ ઉદ્યોગ,વેપાર કે ધંધા,તે સમયે ત્યાં કોલેજ કે હાઇસ્કૂલ પણ ન હતા...હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓએ જુનાગઢ જવું પડતું હતું..શિક્ષણનો પણ પ્રચાર કે પ્રસાર તે વખતે ત્યાં ન હતો.ગામની બારોબાર નિર્જન લાગતા રસ્તે એક કાચા મકાનમાં નવી નવી મીડલ સ્કૂલ શરૂ થઇ હતી બસ, આ એલ.કે.મીડલ સ્કૂલ એકમાત્ર શિક્ષણ સંસ્થા ગામની શાન હતી.તે સિવાય કોઈ સરકારી કચેરી કે મોટી ઓફીસ ત્યાં ન હતા આ સરકારી મીડલસ્કૂલનો વહીવટ,તથા સંચાલન રાજ્યના કેળવણી ખાતા દ્વારા કરવામાં આવતો હતો.એકતો દેશીનળિયાના છાપરાવાળા કાચા મકાનમાં શાળા વળી ગામથી અતિ દુર અને નિર્જન રસ્તો તેથી ચોરી ચપાટીનો ભય પણ વધુ હતો.
વેકેશનનો સમય હતો,શાળા રજાને કારણે બંધ હતી.
પરંતુ નિયમાનુસાર શાળાના બિન શૈક્ષણિક કર્મચારીએ શાળા બંધ હોવા છતાં હાજર રેહવું ફરજીયાત હતું.તે મુજબ શાળાના કાર્યકારી ક્લાર્ક શ્રી મંગલપ્રસાદ લજ્જા શંકર ખારોડ (મંગુભાઈથી ઓળખાતા,અને બલ્લુંકાકાના સ્વ,કાકા) શાળામાં હાજર હતા,અને આચાર્યશ્રી પોતાના વતનમાં જુનાગઢ ખાતે ગયાહતા.
તે દરમિયાનમાં એક દિવસ બપોરે અચાનક જ એક "JUNAGADH STATE "લખેલી ગાડી શાળાના
કમપાઉન્ડમાં આવી ઉભી રહી.ગાડીમાંથી એક અધિકારી ઉતરી શાળામાં દાખલ થયા.
શ્રી ખારોડ સાહેબ અધિકારીશ્રીને ઓળખીગયા તેનું સ્વાગત કરી બેસાડ્યા
અધિકારીશ્રીએ કહ્યું " હું શાળાની કેશબુક,તથા"પેટી કેશ "તપાસવા આવ્યો છું.કેશબુક આપી,પેટી કેશનો હિસાબ બતાવો "
ખારોડ સાહેબે કેશબુક આપી,અને કહ્યું કે સાહેબ.... " અહીં નિર્જન વિસ્તાર અને ,જર્જરિત મકાનમાં શાળા હોય,અને ચોરી-ચપાટીનો ભય હોવાને કારણે આચાર્યશ્રી "પેટીકેશ" દરવખત વેકેશનમાં પોતાને ઘેર રાખે છે, અને શાળા ખુલતા તેઓ અહીં લઇ આવે છે. કેશબુક મુજબ પેટીકેશ નું બેલેન્સ રૂ.૧૦૩,અને ચાર આના છે."
ખારોડ્સાહેબનો જવાબ સાંભળતા જ અધિકારીશ્રીના ભવાં ચડ્યા.શાંત ચિત્તે તેણે કેશબુક તપાસી
અને કેશબુકનાપાના ઉપર "ઓડીટ પેન" (ગ્રીન શાહી) થી રીમાર્ક લખ્યો ,:
'" The Head Master of the school is strictly instructed , not to take away petty cash with him,
as and when he goes out of Head quarter,either on leave/ or in vacation . It will be viewed very seriously if found otherwise hence forth."
S/D. D.K. JHALA.
-- /05/1931.
અધિકારીશ્રી આટલું લખી ગાડીમાં જુનાગઢ જવા રવાના થઇ ગયા.
અઠવાડિયા પછી વકેશન ખુલતા આચાર્યશ્રીએ શાળામાં પગ મુકતાજ ખારોડ સાહેબે બનેલી ઘટના કહી સંભળાવી.આચાર્યશ્રીએ કેશબુક મંગાવી રીમાર્ક વાંચ્યો અને ગમગીન ચહેરે કામે લાગી ગયા
વાત આટલેથી નથી અટકતી.વાત નો વધુ રસપ્રદ હિસ્સો તો હવે શરૂ થાય છે.
કેશબુક તપાસવા આવેલા રાજ્યની દિવાન ઓફીસનાં નાણાકીય મેનેજેર શ્રી દોલતરાય ઝાલા હતા,
જયારે એલ. કે. મીડલ સ્કૂલનાં આચાર્ય શ્રી વિનુભાઈ ઝાલા હતા,કે જે નાણાકીય મેનેજર શ્રી.દોલતરાય ઝાલાનાંસગ્ગા જ્યેષ્ઠ પુત્ર હતા.સયુંકત પરિવારમાં એક જ છત નીચે રહી,એક જ રસોડે સાથે જમતા પિતા-પુત્રનાં લોહીનાં સબંધો હોવા છતાં પિતાએ વેકેશન ખુલતા સુધી ન તો પુત્ર ને આ અંગે વાત કરી, ન તો સલાહ આપી, કે ન તે બાબતે કોઈ ઉચ્ચાર કર્યો, એટલું જ નહિ પણ કેશ બેલેન્સ બૂકમાં રિમાર્ક લખતી વેળા એ પણ "આચાર્ય પોતાનો જ પુત્ર છે" તેવો કોઈ પણ વિચાર કર્યા વિના બેધડક,કાનૂની ચેતવણી લખી નાખતા તેની કલમ પણ ન અચકાણી,સિદ્ધાંતવાદી તરીકે પંકાયેલા દોલતરાય કેહતા કે જવાબદારીનું ભાન ઉમરલાયક, શિક્ષિતપુત્રને કહીને ન કરાવવાનું હોય.અનુભવ,અને ઠોકર ખાઈને શીખે.અને તે રીતે શીખેલું જિંદગીમાં ક્યારેય ભુલાતું નથી.નોકરી અને સિદ્ધાંતો લોહીનાં સબંધો આડે આવતા નથી.શાળાનો આચાર્ય ઘરમાં પુત્ર છે,અને નિરીક્ષક અધિકારી પિતા છે.નોકરી નો રિશ્તો કચેરી/ઓફીસ પુરતો માર્યાદિત છે, અને જ્યાં ફરજની વાત આવે છે ત્યાં પિતા-પુત્ર બંને ફરજ થી બંધાયેલા છે..
સિદ્ધાંતો સાથે સમાધાન કરનાર કદાપિ પ્રમાણિક ના હોય શકે.
"મને સંતાન કરતા સીધાન્તો વધુ વહાલા છે."
(આ લેખમાં સ્વ.મુ. શ્રી દોલતરાય ઝાલાની દુર્લભતસ્વીર મેળવી આપનાર શ્રીમતી ઉષાબેન માંકડ,U.S.A . નો આભાર માનું છું.)