Monday, 10 November 2014

પ્રતિશોધ .


1971,માં મારીબદલી ભાવનગરની શાસ્ત્રીનગર બ્રાંચમાં થઇ.
શાસ્ત્રીનગર ભાવનગરના શ્રીમંતોનો ઇલાકો હતો, અને પોશ એરિયા તરીકે જાણીતો હતો
હાઉસિંગ બોર્ડના શોપિંગ સેન્ટરની ત્રણદુકાનોમાં બેંક બેસતી, અને બીજી દુકાનોમાં શાકભાજી,દરજી, લોન્ડ્રી,તથા,અનાજ-કિરાનાના વેપારીઓ હતા. બ્રાંચ નવીસવી ખુલી હતી.
1974,માં મારામેનેજરની બદલી થઇ અને નવા મેનેજર તરીકે રાજકોટના મારા જુનામિત્ર શ્રીવ્યાસ સાહેબ આવ્યા હું અને વ્યાસ સાહેબ 1964,માં બન્ને ક્લાર્ક તરીકે રાજકોટમાં સાથે કામ કરીચુક્યા હતા,તેઓ મારાથી ઉમરમાં અને નોકરીમાં સીનીયર હતા છતાં મિત્રાચારીગાઢ.ઉત્સાહી,આનંદી,અને સદાકાળ હાસ્યનીછોળ ઉડાડતા,મશ્કરાસ્વભાવના પણ ખરા. તેઓ હતા મારામેનેજર,પણ મને કદી તેવું લાગ્યું નથી,એક અંગત મિત્ર જેવો જ બેંકમાં અને બેંકની બહાર તેણે વ્યવહાર કેળવ્યો હતો.
બ્રાંચનોસમય સવારનો હતો,અને શહેરથી ચાર-પાંચ કીમી,દુર,તેથી હું તો તે કોલોનીમાંજ રહેતો હતો, વ્યાસસાહેબે પણ તે જ કોલોનીમાં મકાન રાખ્યું અમો આગળપાછળની શેરીમાં રેહતા હતા
એક વખત તેમણે મને કહ્યું કે"બ્રાંચના ઉપયોગી ઘણા સિક્કાઓ (રબ્બર સ્ટેમ્પ્સ ) જુના અને નકામાં થઇ ગયા છે, તો નવા સ્ટેમ્પ્સની યાદી બનાવી,અને સિક્કાઓ બનાવી લ્યો "
તેની સુચના મુજબ મેં લીસ્ટ બનાવી નવા રબ્બરસ્ટેમ્પ બનાવવા આપી દીધા
અઠવાડિયાપછી ખોખું ભરીને નવા બનાવેલા સ્ટેમ્પ્સ આવીગયા
હવે ? કયો સ્ટેમ્પ શેનો છે ? તે કેમ ખબર પડે ?તેથી વ્યાસ સાહેબે સૂચવ્યું કે "આપણેબન્ને જુદા જુદાકાગળ પર સ્ટેમ્પ્સ મારતાજઈએ,અને દરેક ડીપાર્ટમેન્ટના સ્ટેમ્પ્સ અલગપાડીદઈએ .
તે મુજબ અમો બન્ને તે રીતે એક એક સ્ટેમ્પ કાગળ પર લગાવતા(છાપતા )ગયા
ઓચિંતો સાહેબના હાથમાં એક ચોરસ સ્ટેમ્પ આવ્યો,અને તેને છાપતા સાહેબ આશ્ચર્યમાં ડૂબીગયા
મને પૂછ્યું " બાપુ, આ શું ?
મેં કહ્યું "સાહેબ, શું ?
વ્યાસસાહેબે ગંભીરચહેરે મારીસામે જોતા કહ્યું "યાર આ વાંચો તો ખરા?આવો સ્ટેમ્પ? તેની ક્યાં જરૂરપડી ?
મેં સ્ટેમ્પથી છાપેલો કાગળ જોયો,અને હું હસ્યો મેં કહ્યું " હા,સાચું,આતો મારો સ્ટેમ્પ છે "
સ્ટેમ્પ હતો"બનારસી,ખાલીચૂનો,120,રાજરત્ન કીમાંમ,કાચી સોપારી"
મેં ખુલાસો કરતાકહ્યું કે સાહેબ,મને બંધાવેલા વાસીપાન ખાવાની ટેવ નથી એટલે મેં આ બનાવ્યો,અને  આપણેજ લોન આપેલી જીતુભાઈનો પાનનો ગલ્લો દસ ડગલાદુર,કોલોનીને નાકે જ છે .
 તેથી જયારે પાનખાવું હોય ત્યારે પટાવાળો લઇઆવે છે.ઘણીવાર પાન લેવા જાવાવાળા જુદા હોય,કે પાન ને ગલ્લે માણસો બદલાતા રેહતા હોય તો પાનનું પ્રિસ્ક્રીપ્શન યાદ ન રહે અને બીજી જાતનું પાન આવી ન જાય એટલે આ સ્ટેમ્પવાળી ચિટ્ઠીથી તેવો કોઈ ભય ન રહે "
સ્ટેમ્પ મારાહાથમાં મુકતા સાહેબ બોલ્યા" ઇ તો બરાબર,પણ બાપુ,આ પાન કોઈકવાર મોંઘા પડીજાય "
હું તે સમયે સમજી ન શક્યો કે સાહેબ મિત્ર તરીકે સલાહ આપે છે,ચેતવણી આપે છે,કે ગર્ભિત ધમકીઆપે છે.
તેમ છતાં બેફીકરાઇથી મેં જવાબ આપ્યો કે "ત્યારે જોયું જાશે પડશે તેવા દેવાશે "
આ બાજુ મારે પાનવાલાસાથે એવું સેટીગહતું કે હું જેટલી ચિટ્ઠી સ્ટેમ્પમારીને મોકલું,તેટલી તેણે સાચવીને મને દર દશદિવસે આપી દેવી,તેટલી ચિટ્ઠીનો હિસાબ કરી હું તેને દર દશદિવસે રોકડાપૈસા ચૂકવીદઈશ, અને ભેગીથયેલી ચિટ્ઠી હું ફાડીનાખીશ
                                                       ************.
એકવાર મારે કુટુંબનાપ્રસંગે દશદિવસનીરજાપર જુનાગઢ જવાનું થયું,
હું ગયો વ્યાસ સાહેબ બ્રિસ્ટોલ સિગરેટ પીતાહતા,અને કેશિયરતથા પટાવાળો ખાખીબીડીનાપ્યાસી હતા તેથી નિર્ભીત રીતે મારા પાનના રબ્બરસ્ટેમ્પને ટેબલનાખાનામાં છૂટો મુકવામાં કોઈ ભય ન હોતો
પ્રસંગ પતાવી હું દશ દિવસપછી ભાવનગર પાછો ફર્યો
જમીને રાત્રે હું પાનખાવા,ગલ્લેગયો મને જોઇને જીતુંપાનવાળાએ પૂછ્યું "ઓહો, ઘણા દિવસે દેખાયા ?
જવાબ માં મેં કહ્યું કે હા, હું જુનાગઢ રજા ઉપર ગયો હતો
જીતુએ સહઆશ્ચર્ય પૂછ્યું "રજાઉપર,જુનાગઢ?
"હા, કાં એમાં તને શું નવાઈલાગી?મારું વતન છે અને રજામળી એટલે દશ દિવસ જઇઆવ્યો
જીતુંએ ફરી તેનોજવાબઆપ્યો"જુનાગઢ ગયાની નવાઈનથીલાગી,પણ તમારીગેરહાજરીમાં તમારો સ્ટેમ્પ મારેલી ચિટ્ઠી અહીં દશે દિવસઆવી છે,અને મેં પાનમોકલ્યાછે,તો તે પાન કોણે મંગાવ્યા?તેની નવાઈલાગે છે"
હું ભડક્યો " એમ ? ખરેખર ? બ્રાન્ચમાં મારા સિવાય કોઈ પાન ખાતું નથી,તો મંગાવ્યા કોણે ?"
"જે હોય તે,પણ આ રહી તે ચિટ્ઠીઓ, "એમકહી  તેણે  જુનાતમાકુનાડબ્બામાંથી ચિટ્ઠીઓ કાઢી મારી સામે ધરતા ઉમેર્યું કે તમે ગયા તે દિવસે તો તમે બધો હિસાબ પતાવી, ચિટ્ઠીઓફાડી અને ગયા છો તો આ આવી કેવી રીતે ?
મેં તે જોઈ અને તેનો હિસાબ કરી નાખવાનું કહ્યું, હિસાબે તે ચિટ્ઠીના રૂ,90/ થયા,જે મેં ચૂકવી ચિટ્ઠીઓ ફાડી નાખી,અને સુચનાઆપી કે હવે પછી ચિટ્ઠીમાં જો નીચે મારીસહી હોય તો જ તારે પાન આપવા સહીવિનાની ચિટ્ઠીઓ માટે હું જવાબદાર નથી "(રાંડ્યા પછીનું ,,,,,,,,,,,,)
પૈસા તો ચૂકવી દીધા,પણ જીવબળ્યો, કે યાર,મારા મકાનનું,30 દિવસનું (એક મહિનાનું) ભાડું 130 રૂપિયા, અને દશદિવસ ખાધા વિનાનાપાનનું બીલ 90/ રૂપિયા? 900/ રૂપિયાપગારના દશ ટકા મુર્ખ બની ને આપવા?  તે સમય દરમ્યાન ઈન્દિરાજીની કટોકટી ચાલતી હોય,ઓવર ટાઇમ પણ બંધ હતા
આમ કડકી તો ચાલતી જ હતી એવામાં દુકાળમાંઅધિક માસ.ગજબ થઇ,
બીજે દિવસે સવારે બેન્કે જઇ મેં તે પટાવાળાને પૂછ્યું " ભાઈ,મારી ગેરહાજરીમાં,મારો રબ્બરસ્ટેમ્પ વાપરીને ગલ્લેથી તું પાન લઇ આવ્યો છે ?"
તેણે કહ્યું કે "હા, એક દિવસે તમારા સ્ટેમ્પનો ઉપયોગ કરીને વ્યાસસાહેબે પાન મંગાવ્યું હતું,પણ પછીથી તે પાન તેને પસંદપડી ગયું,ભાવ્યું અને મજાપડીગઈ,તેથી તે દરરોજ મારીપાસે તે રીતે પાન મંગાવતા હતા હું તેને કહી પણ શું શકું ?વ્યાસસાહેબ નું નામ સાંભળી હું તમતમીગયો,અરે ! આ ક્યાંનો ન્યાય? પાનખાય વ્યાસસાહેબ,અને બીલચુકવે ઝાલા ?આતો ભીમ અને શકુની જેવો વ્યવહાર થયો.
હવે મને સમજાયું કે તે દિવસે સાહેબે કહેલું વાક્ય મિત્રતરીકેની સલાહ કે ચેતવણીનહી,પણ ગર્ભિતધમકી જ હતી
તે વાતનાં રંજે મને ઘણા દિવસોસુધી કોરીખાધો,મેં વિચાર્યું કે કોઈપણ હિસાબે આનો જડબાતોડજવાબ તો આપવો જ પડશે, ડોશીમરે તેનો વાંધોનથી,પણ જમ ઘરભાળીજશે,અને મારીગેરહાજરીમાં દરેકવખતે આવું બનતું રહેશે
90/ રૂપિયાનાદુખ કરતા મુરખ બન્યાનું દુખ મને વધુલાગ્યું મેં ખુબ વિચાર્યું કે હવે શું કરવું ?
દિનપ્રતિદિન મારામગજમાં વિચારો ઘૂમરાવામાંડ્યા અને પ્રતિશોધની પ્રબળભાવના મારામગજના દરવાજા ખખડાવતા હતા કે કૈક એવું વિચારો કે તેને સજ્જડ બોધપાઠ મળે.
તે દરમ્યાન ન તો મેં  કે ન તો વ્યાસ સાહેબે તે બાબતનો કોઈ ઉલ્લેખ કર્યો
એક દિવસ સવારે 8/30વાગ્યે શાકની ખાલીથેલી ઘેરથી લઇ હું બેન્કે ગયો બેંકનો સમય સવારે 9.00 વાગ્યાનો હતો,તેથી કોઈસ્ટાફ આવ્યો ન હોતો,માત્ર તે પટાવાળો બેંકની સાફસૂફી કરતો હાજર હતો
પટાવાળાને બોલાવ્યો હાથમાં રૂપિયા 20/ અને ખાલી થેલી પકડાવી આખો પ્લાન સમજાવ્યો
અને મેં પૂછ્યું પણ ખરું કે " જો તારામાં હિમત હોય તો જ આ કામ કરજે,જો પકડાયો તો મુશ્કેલી તને થશે "
પટાવાળો દરબારનો દીકરો "નાનું તોયે નાગનું બચ્ચું "સાહસિકતા તો દરબારના લોહીમાં હોયજ
તેણે બીડું જડપી લીધું.
સવારે 10 વાગ્યાનોસમય થયો,ટી ક્લબની ચા બધાએ પીધી,અને રાબેતામુજબ તે પટાવાળો મારું પાન લેવા નીકળ્યો.પાન લઇ આવીને બેંકની પાછળની શાક-ભાજીનીદુકાને ગયો, એક કિલો બટેટ, આદુ, કોથમીર, મરચા, લીમડો લઇને ગયો વ્યાસસાહેબને ઘેર.શ્રીમતી વ્યાસને શાકનીથેલી આપતા કહ્યું કે "સાહેબે આ શાક મોકલાવ્યું છે,ત્રણ મહેમાનઆવ્યા છે.જે અત્યારે બેંકમાંબેઠા છે તેઓ જમવાના અહીં છે તેથી સાહેબે બે કિલો, શ્રીખંડ સમાય તેવું વાસણ મંગાવ્યું છે.
કોઈ પણ શક કે શંકા કર્યા વિના વ્યાસસાહેબના પત્નીએ શાક લઇ અને શ્રીખંડમાટે સ્ટીલનું મિલ્કકેન આપ્યું
શાકનીથેલીમાં તે વાસણ લઈ પટાવાળો બેન્કે આવ્યો.
થોડીવાર પછી તે વાસણ લઇને વ્યાસસાહેબ પાસે ગયો અનેકહ્યું કે " સાહેબ,બેન અહીંઆવ્યા હતા,પણ તમારી કેબીનમાં ગ્રાહકો ઘણાહતા એટલે તે મને આ વાસણ બારોબારથીઆપીને ગયા છે અને કહ્યું છે કે
"ઘેર ત્રણ મેહમાન આવ્યા છે" એટલે બે કિલો શ્રીખંડ મંગાવ્યું છે.
વ્યાસસાહેબ ચાલક હતા વાસણ હાથમાંલેતાજ તે પોતાનાજ ઘરનું છે તે ઓળખીગયા છતાં મિલ્ક કેન અદ્ધરકરી તેના ઉપરનું નામ વાંચ્યું,અને જયારે  વાસણ ઉપર નામ પણ પોતાનું વાંચ્યું ત્યારે તેને ખાતરી થઇ કે આ વાસણ  ઘેરર્થીજ આવ્યું છે. તુરતજ તેણે પટાવાળાને કહ્યું " દરબાર,એકકામ કરોને અહીં સોસાયટીમાં તો ક્યાય નહી મળે,તમે ગામમાં જઇ અને સારું શ્રીખંડ બે કિલો,લેતાઆવોને? આ લ્યો આ પૈસા,અને રીક્ષામાંજ જજો અને સીધું ઘેરઆપીને જ અહીં આવજો,એટલે બીજો ધક્કો નહી.
બંદુકમાંથી ગોળીછૂટે તેમ દરબાર રીક્ષાકરી શહેરમાં શ્રીખંડ લેવા નીકળી ગયા,અને વીસમીનીટમાં તો તે લઇ,સાહેબનેઘેર આપીને બેન્કે હાજર થઇ ગયા.
અહીંસુધી તો બધુજ બરાબર પ્લાનપ્રમાણે ચાલ્યું, પણ હવેજ મહત્વની ભૂમિકા ભજવવાની હતી.મેં કેશિયરને બોલાવી,બધી વાતકરી વિશ્વાસમાં લીધો.
બપોરે 12/15,મીનીટે બેંક છૂટી બધાજ સ્ટાફનામાણસો સાથે બહાર નીકળ્યા.
વ્યાસ સાહેબે છુટા પડતા કહ્યું "ચાલો,મારે ઘેર મેહમાન છે હું નીકળું "
મેં કહ્યું "ચાલોને સાહેબ,હું પણ તે જ રસ્તે થઈને ઘેર જાઉં એક શેરી વધુફરવીપડશે પણ આપણે સાથેજ નીકળીએ "કેશિયરેપણ કહ્યું કે"ચાલો,અમેપણ તે રસ્તે આવીએ અને સાહેબના ઘરપાસેથી,અમે રોડ પકડી ગામતરફ નીકળી જશું "
આમ સંઘ સાથે નીકળ્યો
સાહેબનુંઘર આવતા તેમણે છુટાપડવાની અનુમતી લેતા, કેશિયરેકહ્યું કે "અમારે 4,કીમી,દુર જવું છે,
ગરમી,અને તડકો સખ્ત છે,થોડું ઠંડુપાણી પી ને અમે નીકળીએ" સાહેબે આગ્રહકરતા કહ્યું " હા,હા,એમાં શું? ચાલો, ઠંડુપાણી પી ને નીકળો," આટલું સાહેબ બોલ્યા ભેગાતો અમે ત્રણે ઘરમાં દાખલથઇ ગયા.
અમને દીવાનખંડમાં બેસારી સાહેબ ફ્રીઝમાંથી પાણી લેવા રસોડામાં ગયા.રસોડામાં દાખલથતાજ સાહેબે તેમનાપત્નીને પૂછ્યું"કોણ મહેમાન છે?અને ક્યાં છે ?
સાહેબના પત્નીએ ચહેરાપર આછું સ્મિતફરકાવતા જવાબઆપ્યો કે " મહેમાન તમે ઘેર લઇ આવો છો
અને મને તમેપૂછો છો,કે મહેમાન કોણ છે ?"
સાહેબે જવાબવાળ્યો "ભાઈ આ તો બધાસ્ટાફના જ છે,કોઈ મહેમાનનથી,અને અહીં પાણીપીવા આવ્યા છે "
રસોડામાં ચાલતી દલીલો અમે બહાર બેઠા સાંભળતા હતા મેં તરતજ સાહેબને સાદપાડી કહ્યું " વ્યાસ સાહેબ,બહેન સાચાછે,તે મહેમાન અમે જ છીએ અમને થયું કે ચાલો આજે સાહેબને "યજમાનગીરી "નો લાભ આપીએ એટલે આ બધું અમેજ ગોઠવીકાઢ્યું.
મનમાંનેમનમાં ગિન્નાયેલા વ્યાસસાહેબે ચહેરા ઉપર કૃત્રિમહાસ્ય વેરતા કહ્યુ,
" બાપુ,તમે ઉતાવળ કરી ગયા, આવતેઅઠવાડિયે મેં તમોને પાર્ટી આપવાનો વિચાર કર્યોજ હતો ,
તમે ઓવરટાઈમ વિનારાત્રે મોડેસુધીબેસીને કામકર્યું છે, ઉપરાંત આપણીબ્રાંચે પહેલીજ વાર નફો કર્યો છે, તે બદલ મેં વિચાર્યુજ હતું પણ તમે ઉનું ઉનું જમી ગ્યા "
મેં પણ હસતા હસતા જવાબ દીધો,"હું ક્યાં તમને નથીઓળખતો? પણ આ સ્ટાફને થયું કે "કર્યું તે કામ "
એટલે આ ગોઠવીનાખ્યું"
અને ભાઈ,અમે ચારે સ્ટાફે શ્રીખંડ ઝાપટ્યુ
                                               ************
એ વાતને દશેકદિવસ થઇ ગયા હશે વાત વિસરાઈ ગઈ હતી.
એકદિવસ ટી ટાઇમનાસમયે બેંકમાં,અમે ચા પીવા ભેગાથયા હતા,સામાન્યરીતે વ્યાસસાહેબ પોતાની ચા તેની કેબીનમાંમંગાવતા,કોઈકવાર જ સ્ટાફ સાથેબેસી,ચાપીતા,તેમ તે દિવસે તેઓ અમારીસાથે ચા પીવા બેઠા હતા,
ચા પીલીધાપછી,રાબેતામુજબ,મેં ચિટ્ઠીમાં સિક્કોમારી પાનમંગાવતા સાહેબને પૂછ્યું
:" સાહેબ,તમે પાન ખાશો? તો બે મંગાવું "
 આંટા ઘસાઈગયેલા, ફરતા (Revolving ) ટેબલફેનનીજેમ ડોકી હલાવતા,સાહેબેકહ્યું "ના,ના મારે પાન નથીખાવું " અને પછી થોડીવારે ધીમા,દબાતાસ્વરે ઉમેર્યું "આ પાન ક્યારેક મોંઘા પડી જાય "
ઘણા સમયપહેલા તેણે મનેઆપેલીસલાહ/ ચેતવણી/ ગર્ભિત ધમકીભર્યું,જે વાક્ય વાપર્યું હતું તે જ વાક્ય આજે પોતાનીજાતને ઉપદેશઆપવા વાપર્યું તે સાંભળી મારીભીતરની પ્રતિશોધની જ્વાળા શાંત થઇ .



*(મેં હવે પાનખાવા ઘણાસમયથી બંધકર્યા છે,પણ 1974 નો આ રબ્બરસ્ટેમ્પ આજે 40 વર્ષ પછી પણ મેં "મોમેન્ટો" ની જેમ સાચવ્યો છે).


Thursday, 6 November 2014

ગુરૂ વંદના ,,3 . ** "ચીંથરે વિટેલું રતન” **


                         સ્વ.કનકરાય જાદવરાય ઘોડા. (જીકુભાઈ)
                                   (July,1916 - June,2007) 
Late Shri K.J.Ghoda.

           " गुरु गोविन्द दोनों खड़े,किसको लागु पाई,                                                      बलिहारी गुरुदेवकि,जिन्हे गोविन्ददिखाइ "


જુનાગઢના રેલ્વેસ્ટેશન,થી,મોતીબાગસુધી,અને બાલશાળાથી
બહાઉદ્દીનકોલેજ,સુધીની,તમામ શૈક્ષણિકસંસ્થાઓમાંથી માત્ર બેજ ઘોડાસાહેબ શિક્ષકતરીકે તે સમયે હતા.
1.સીટી મિડલસ્કૂલ(હાલનું નરસિંહ વિદ્યામંદિર)માં,મુ.શ્રી(વિદ્યમાન) કદમ્બભાઈ ઘોડા,અને 2 બહાદુરખાનજી હાઇસ્કૂલમાં,સ્વ.શ્રી.જીકુભાઈ ઘોડા.
એક માધ્યમિકશાળામાં,અને બીજા હાઇસ્કૂલમાં.હું તો બન્નેપાસે ભણ્યો છું.પણ,આજે અહીં સ્વ.કનકરાયઘોડાસાહેબસાથેના કેટલાકસંસ્મરણો સાથે તેમનેશ્રદ્ધાંજલિના થોડાશબ્દો લખીશ.
એક સનિષ્ઠ, વિદ્વાન,નિરાભિમાની,અને,અતિસાદગીભર્યું જીવનજીવતા શિક્ષકોમાંશ્રી.મુ.ઘોડા સાહેબ એકહતા. રમુજવૃતિ સ્વ.ઘોડાસાહેબનાઅંતકાલ સુધી તેમણે સાચવીરાખેલી.
હું સ્વ.ઘોડાસાહેબપાસે હું ત્રણવર્ષ ભણ્યોછું અને તેવર્ષોમાંસ્વ..ઘોડાસાહેબના મને એકવિદ્યાપ્રેમી, 
તેમજ વિદ્યાર્થીના હિતચિંતકશિક્ષક તરીકેના અનુભવ થયાછે.
ધોરણ10માં.સ્વ.ઘોડાસાહેબ અમને ઈતિહાસ ભણાવતા.
દ્રશ્ય-શ્રાવ્ય શિક્ષણપ્રથા,ગુજરાતમાં આજે ક્યાંછે તે મનેખબરનથી,પણ આજથી સત્તાવન વર્ષપૂર્વે ઓડીઓ વિડીઓ શિક્ષણનીઝાંખી અમને ઘોડાસાહેબે કરાવી જેનું એકઉદાહરણ આપું.
ઈતિહાસનાપાઠ્યપુસ્તકમાં એમલખ્યુંહોય કે,".અને પછી યુદ્ધ આરમ્ભાયુંબસ આ ત્રણશબ્દોના ટૂંકાવાક્યને સમજાવવામાટે સ્વ.ઘોડાસાહેબ ખુદ પાત્રબનીજતા ડાબોહાથ કમ્મરે ટેકવી,જમણાહાથનીપહેલીઆંગળી,અને અંગુઠાવચ્ચે પેન્સિલને અણીથીપકડી, હવામાં વિન્ઝ્વી શરુકરે,અને કહે,"અનેપછી ટકાટકી શરુથઇ અચાનક પેન્સિલને ફરતી અટકાવી આગળધરતા,(As if he is Stabbing) બોલે "અને બાજીરાવ બીજો ગ્યો"
હલ્દીઘાટનુંયુદ્ધ હોય કે,પાણીપતનું,પણ યુદ્ધનુંવર્ણનકરતાસાહેબનાપંડમાં જાણે કથાકાર પ્રવેશ્યોહોય તેવા આસપાસનાઉદાહરણથી રસપૂર્વક વર્ણનકરતા.
નાટ્યાત્મક ઢબથી,પ્રાસાનુપ્રાસમેળવીને,કાવ્યાત્મકશૈલીથી,કોઈશિક્ષકને ઈતિહાસભણાવતાજોયા છે ? તે એકમાત્ર જીકુભાઈ ભણાવતા.જેમકે"ભોંસલેને ભગાડ્યો, હૈદરનેહરાવ્યો,અને ટીપુને  ટપાડ્યો "
આગળજણાવેકેમરાઠાનગારે,મોગલો તગારે,અને આ ધોળીટોપીવાળા પગારેખલાસથયા
.લાંબા,અને,શુષ્ક(Lengthy & Tedious) વિષયને ઝગમગઅને બાલસંદેશની બાળવાર્તા જેટલાસહેલા,સરળ,અને રસાળ બનાવી સમજાવતા.
ત્યારબાદ ધોરણ11, તે સમયે Pre  -S.S.C કહેવાતું તેમાં તેઓ અમને ઈંગ્લીશભણાવતા
ઓહો, સાહેબની અંગ્રેજીભણાવવાની અદભુતપદ્ધતિ ખરેખર આદર્શહતી.
દર શનિવારે ગ્રામરનોવિષયલેતા તેમનીપદ્ધતિનો થોડો ખ્યાલઆપું તો
કોઈ એકપાઠ શીખવતીવખતે તેમાંઆવતા એવાશબ્દો પસંદકરે કે, જેનો ઉચ્ચારએકજ/ અથવા,લગભગસરખોજ થાય,પણ સ્પેલિંગઅનેઅર્થ જુદા થાય જેમકે:-
And………    End.                           
Bad................Bed
Be................  Bee
Cell ……….. Sell                                   
Dye…………Die.
Except ... Expect…Accept
Floor………  Flour.
For ...             Four
Fit…………   Feet.
Get ...              Gate
Here…..          Hear.
Immoral….    . Immortal.
Impair……      Impale.
Live ...             Leave
Meet……..     Meat 
 No                 Know
Old,,, Old…   Old.
Prayer.......      Preyer
Plead……      Pleat.
Pick                Peak.
Rice……..  .   Rise.
See……….    Sea.
Still....Steel......Steal.
Tear……..      Tear.
Tic………      Tick
Vote……...    What.
Which            Witch? 
 Week  Weak  Wick......                                                                        
Year…..         Yearn...
આવા,તો ઢગલાબંધશબ્દોનીયાદી.દરેકશબ્દનોઅર્થ સમજાવી,અનેગુજરાતીમાં તથા,અંગ્રેજીમાંવાક્યમાંપ્રયોગ કરાવતા.
સરકારતરફથી બાંધેલપગાર સિવાય વિશેષમળતું ન હતું,તોપછી Syllabusનીબહારનું Extra નોલેજ આપવું તેમની ફરજમાં નહોતું આવતું તેમછતાંવર્ગના દરેકવિદ્યાર્થીનાનામપાછળ જાણે પોતાનુંનામ કેમ લખાતું હોય,? તેમ પુત્રવત વાત્સલ્યથી ભણાવતા.તેદિવસે,અને આજેપણ સરકારીશાળાના કોઈશિક્ષક આ રીતે ભણાવતાનહોતા,અને નથી.
એક વખત સાહેબે હોમવર્કમાં,10 ગુજરાતીવાક્યોઆપ્યા,અને બીજેદિવસે તેનુંઈંગ્લીશ ભાષાંતરકરીને લાવવાજણાવ્યું તેપૈકીનું એકવાક્ય હું તમારો ગુલામ નથી એવું હતું
બીજેદિવસે તે ચકાસવા દરેકવિદ્યાર્થીને ઉભાકરી બધાવાક્યોનું ભાષાંતર વાંચવાજણાવ્યું મારાપરમમિત્ર અંબરીશનો વારોઆવ્યો..તેણે તેવાક્યનું ભાષાંતર.લખ્યુંહતું કે:”I, am not your servant"
બસ ,,, ઘોડાસાહેબ ત્યાંઅટકીગયા.પછવાડુંફરી બ્લેકબોર્ડઉપર ત્રણખાના દોરી અને,
 Peon (પટાવાળો),Servant (નોકર)અને Slave (ગુલામ)વચ્ચેના પાંચતફાવત સમજાવી, વાક્યસુધરાવ્યું.
11,માં ધોરણમાં એકવાર લેટરરાઈટીંગશીખવતા હોમવર્કમાં વિષયઆપ્યો કે "તમારા પિતાનીઆવક ઓછીહોય, શાળાનીફી માંથી મુક્તિઆપવા,શાળાનાઆચાર્યને વિનંતી કરતો પત્ર ઇંગ્લીશમાં લખો "
બીજે દિવસે મારોવારોચડ્યો..મારોલેટર વાંચવાનું મનેકહેતા મેં વાંચ્યું કે "My Father is a simple clerk, in  P.W.D and  his  income is very poor "ઘોડાસાહેબે વચ્ચેથી મનેઅટકાવ્યો અને બોલ્યા ભાઈ, આ ખોટુંછે, તને ખબર છે? કે P.W.Dનો ક્લાર્ક ગરીબ ન કહેવાય P.W.D ના ક્લાર્કની સમ્પતિનીતો કુબેરપણ ઈર્ષ્યા કરેછે.તે સુધારીને લખીનાખ કે "My father is a Postman "અને વાક્ય સુધરાવ્યું.
અત્રે નોધલેતા મનેગૌરવ થાય છે કે,જુનાગઢ હાઈસ્કૂલના તમામ S.S.C.ના પરીક્ષાર્થીઓ,અને જ્ઞાતિનાઉત્તીર્ણ થયેલા તમામ ભાઈ બહેનોમાં હું ઈંગ્લીશમાં સૌથી ઉચ્ચગુણમેળવી પાસ થયેલો,(1959).જે બદલ મને શ્રી હાટકેશભ્રાત્રુમંડલતરફથી પારિતોષિકઆપી પ્રોત્સાહિતકર્યો હતો,
જેનો યશ સ્વ,ઘોડાસાહેબને ફાળે જાય છે. 
                           ***                       ***                   ***
Bahadur Khanji   High School,  Junagadh.
 નુરઅલ્લી મારોજુનોમિત્ર.જાતેખોજા,અને જૂનાગઢનીમોટીશાકમાર્કેટ નજીક રહે.તેમનાપિતા મોટીશાકમાર્કેટમાં જથ્થાબંધફ્રુટનાદલાલ હતા.આઠમાંધોરણથી અમો જોડેભણીએ..
ધોરણ,12, ત્યારે,S.S.C નીપરીક્ષા કહેવાતી તેનીવાર્ષિકપરીક્ષાનાફોર્મ ભરાતા હતા.મુ, ઘોડાસાહેબ વર્ગશિક્ષક હોવાને નાતે તેઓ ફોર્મ ભરાવતાહતા,અને,સ્વ,મુ,વખારિયાસાહેબ તેમના મદદનીશ તરીકે ફીસ્વીકારી,પહોંચઆપતા હતા.
ફી ભરવાના છેલેદિવસે નુરઅલ્લી ફી ભરવાગયો,તેનીસાથે હું પણ હતો.
ફોર્મ ભરાયું
નુરઅલ્લીએ ફોર્મમાંસહી પણ કરી,
ઘોડાસાહેબે ફોર્મ ચેક કર્યું,
તેણેપણ ફોર્મમાંVerified નો સિક્કોમારી સહીકરીનાખી,
વખારિયાસાહેબે નુરઅલ્લીને ફીઆપવાકહ્યું નુરઅલ્લીએ ખિસ્સાતપાસતા ફી ગુમથયાનું જણાયું રડમસચહેરે હાથજોડીને ઘોડાસાહેબને કરગરતા કહ્યું કેસાહેબ હું ફી ઘેરથી લાવ્યોહતો પણ ક્યાંક રસ્તામાંપડીગઈ લાગે છે.આજે ફોર્મ ભરવાનો છેલોદિવસ છે.અને જો તે નહી ભરાય તો મારાબાપુજી મને બીજી ફી તો નહીઆપે,પણ ઘરબહારકાઢી મુકશેએટલુંબોલી ધ્રુસકે,ધ્રુસકે રડવામાંડ્યો.
ઘોડાસાહેબે ઘડીભરઆંખમીંચી વિચારકર્યો.,અનેપછી વાંસે હાથ પસવારતા કહ્યું "અલ્લી, ચિંતા ન કર. જા,કાલેઆવીને મારીપાસેથી ફીનીપહોંચ લઇજાજે "
બીજેદિવસે નુરઅલ્લી સાહેબપાસેથી પહોંચ લઇઆવ્યો.
નુરઅલ્લીનીપરીક્ષા ફી મુ, ઘોડાસાહેબે ભરીદીધી,અને તે રહસ્ય અમારા ચારજણસુધીજ આજસુધી સીમિત રહ્યું.
બસ, S.S.C.સુધી સાથેભણ્યાપછી,અમે છુટાપડીગયા.
2009,માં હું વડોદરાખાતે સ્થિરથયેલો હતો. જાન્યુ.મહિનો હતો અચાનકસવારે મારા મોબાઈલ ઉપર એક ફોનઆવ્યો.સામેથી અવાજ આવ્યો કાં,શુંચાલે છે ઝાલા,મનેઓળખ્યો ? "
મેં જવાબ વાળ્યોસાહેબ હું મજામાંછું,પણ માફકરજો હું આપને નથી ઓળખી શક્યો "
અટ્ટહાસ્યસાથે ફરી મને જવાબમળ્યો અરે,ઝાલા,હું નુરઅલ્લીબોલું છું "
આશ્ચર્યસાથે મેપૂછ્યું અરે,તું ક્યાંથી? અને મારોનંબર તારીપાસે કેવી રીતે ?
નુરઅલ્લીએ જવાબઆપ્યો કે,ઝાલા,હું રંગુન છું,અને ત્યાંથીબોલું છું "તારો ફોન નંબર મેં ફેસબુકમાં તારીપ્રોફાઈલમાંથી મેળવ્યો
આગળ વાતચાલતા મને કહ્યું કે,પોતે હાલ રંગુનમાં કલર-કેમિકલનીફેક્ટરી ધરાવે છે,અને તેનો મોટોપુત્ર,US,માં કેન્સરસર્જન છે,નાનોપુત્ર કેમિકલએન્જીનીયર છે,અને,તેપણ ફેક્ટરીમાં સાથે જ છે,વાતવાતમાં તેણે મુ.ઘોડાસાહેબનાસમાચારપૂછ્યા.અને મેં તેનેજણાવ્યું કે ઘોડાસાહેબ બેકવર્ષપહેલા,અવસાનપામ્યાછે, સાંભળતાજ તેનેગળે ડૂમો ભરાઈ આવ્યો અને બોલ્યોઘોડાસાહેબ મારાશિક્ષકનહી પણ મારાપિતા હતા "

લ્યો,સાહેબ આ ગરીબમાસ્તરની કમાણી ,,,,

ફકીરીમાં અમીરીજીવન જીવનાર ઘોડાસાહેબે જયારે જુનાગઢને અલબીદા કહીને પોતાના પુત્રનેઘેર અમદાવાદખાતે સ્થિરથયા,તેસમયે પોતાનીઅંગતજરૂરિયાતની ચીજ-વસ્તુ સિવાય તમામ ઘરવખરી,વાસણો,ઘરનાપ્રવેશદ્વારમાંબંધાતો હીંચકો, કે જે સાહેબની નિવૃત્તિપછીનીપ્રવૃત્તિનો સાથીદારહતો તે, ટી.વી, રેડીઓ,ગાદલા-ગોદડા,ફર્નીચર,ટ્યુબલાઈટ,ફ્રીઝ તમામ તેણે સ્મશાન નજીકના શ્રી વિજયભાઈકિકાણી સંચાલિતવૃધાશ્રમમાં કૃષ્ણાર્પણકરી, શ્રી.માંગનાથમહાદેવને માંથુંનમાવી ખાલીહાથે નીકળીગયા.
આ પણ સહેલુંનથી, ભર્યાઘરનીઘરવખરી,કે જેનીસાથે આટલાવર્ષોનો નાતો,અને અનેકસંસ્મરણો જોડાયેલાછે તેને એકજજાટકે, કોઈપણ માયા,કે,પ્રલોભન વિના ખંખેરીનાખવા સહેલુંનથી,ઘડીભર માંનીલ્યો,કે આ ઘરવખરીની,કિંમત નજીવીહોય,પણ મૂલ્ય(Emotional Value) ઘણુંવિશેષ હોય છે.
 મારામતે તે સ્વ.ઘોડાસાહેબનું "મહાભિનિષ્ક્રમણ"હતું.
Live & Let Live ની થીયરીઉપર સમગ્ર જીવન વિતાવનાર શિક્ષકપાસેથી આથીવધુ કઈઅપેક્ષા સમાજ રાખીશકે?
 શ્રી.ઘોડાસાહેબ પોતાનીકારકિર્દી,દરમ્યાન વંથલી, ઉના,વેરાવળ,એમ ઘણીજગ્યાએ નોકરીકરી 1948થી1960 સુધી જુનાગઢમાંજ હતા.અને છેલે 1974માં જુનાગઢ હાઇસ્કૂલમાંથી નિવૃતથયા.1999માં,પોતાનું વસાવડાખડ્કીનુંમકાન વહેંચી 2006માં અમદાવાદખાતે સ્થાઈ થયા.જુન,2007માં સ્વ.ઘોડાસાહેબે આ ફાનીદુનિયાને અલબીદા કહી,અને,અનંતનીવાટ પકડી  
વંદનછે તે નિસ્વાર્થી,પરોપકારી,સાલસ-નિખાલસપ્રકૃતિના મહામાનવને
આવા પિતાનાપુત્ર હોવાનું સૌભાગ્યપ્રાપ્તથવું તે તેમનાપુત્ર,ડો,જીતુભાઈ,તથા ડો.ભરતભાઈમાટે 
પણ ગૌરવપ્રદ છે .

*** એકવાતનું ક્યારેક દુખ થાયછે કે જે માણસ દંભવિના,અને વિનાઆડંબર જીવે છે, સમાજ તથા વિદ્યાર્થીઓપ્રત્યે સમર્પણનીભાવના ધરાવે છે, જેણે પોતાનાજીવનકાળસુધી,સમાજપાસેથી કઈજ લીધુંનથી, અને માત્રહમેશા અવિરતપણે આપ્યુંજ છે, તેવાશિક્ષકોને સમાજ,કે જ્ઞાતિ કેમ મામુલી કે તુચ્છગણી કોઈવાર યાદકરવાની તકલીફ લેતો નથી?
શિક્ષકદિને આવા"શિક્ષકરત્નો"ને સમાજ કે જ્ઞાતિતરફથી જો સત્કારવામાંઆવે,અથવા તેની બહુમુલ્યસેવાને બિરદાવવામાંઆવે તો શું ખોટું છે?
જુનાગઢે અમુલ્યરત્નો સમાન વિદ્વાન,અને,ચુનંદાશિક્ષકો આપ્યા છે, જેમકે.:સર્વે દિવગંત મુરબ્બીઓ શ્રી,દિનકરરાય જાદવરાય વૈષ્ણવ, મહેશભાઈ વૈષ્ણવ,અનસુખભાઈ, ભાસ્કરભાઈ,અને વિષ્ણુભાઈ અવાશિયાનીત્રિપુટી, વિષ્ણુભાઈ નાણાવટી,સતુભાઈ બુચ,મહેન્દ્રભાઈ ધોળકિયા,બજીભાઈ બુચ,જે.સી, બુચ, વિનાયકરાય વસાવડા,વિદ્યમાનશ્રી,સીતારામભાઇ ખારોડ,સ્વ.ઈશ્વરલાલ વસાવડા,સન્મુખરાય વસાવડા(બચુભાઈ),કૃષ્ણપ્રસાદ જોષીપુરા,એ.ટી.વોરા,અનિરૂદ્ધભાઈ વોરા,લાધાભાઇ કિકાણી જેવા અનેક નામી અનામી શિક્ષકોએ શિક્ષકસમાજનું ગૌરવ વધાર્યું છે.તેઓનીપાસે ભણેલા,અને,પછીથી અધિકારીપદેપહોચેલો કયો વિદ્યાર્થી આ શિક્ષકો પૈકીકોઈને આજે  યાદકરેછે ?
આઝાદી પહેલા,અને ત્યારબાદપણ થોડાવર્ષોસુધી,ઉના,દેલવાડા,વડાલ,અને વિસાવદર જેવા ગ્રામ્યવિસ્તારમાં લગભગ 72%જેટલા બાળકો અને યુવાનો અશિક્ષિત હતા,સામાજિકરીતેપછાત તેવા તેઓ મજુરીકામ, કે ખેતમજુરીએ વળગીજતાહતા.શિક્ષણનોપ્રચાર કે પ્રસાર ન હતો, તે જમાનામાં તેવા ગ્રામ્યવિસ્તારમાં,સ્વ,.નવસુખરાય ત્રિકમરાય માંકડ,તથા,સ્વ,ધીરુભાઈ નૌતમલાલ વસાવડા,(બન્ને પાઘડી બંધાવડીલ ગુરૂવર્ય) અને નયનસુખભાઈ ઘોડા જેવા શિક્ષકોએ ગણિતમાં ગતાગમ ન પડતા,ગોથાખાતા,અગણિત વિદ્યાર્થીઓને ગણિતગણતા કરી કોલેજનાદરવાજાસુધીપહોંચાડ્યા.
બાળમજૂરી નિર્મૂલન અને નિરક્ષરતાનિવારણ ઝુબેશની જેટલાપ્રમાણમાં સરકારીતંત્રને લાખો રૂપિયા વેડફવા છતાં સફળતા ન મળી,તે આ મામુલીપગારદાર"માસ્તરોએ અપાવી .
સાચું પુછોતો એ નિરક્ષરનિવારણના જ્યોતિર્ધરો આ ગ્રામ્યશિક્ષકો જ હતા,
મંગળપરના સફળ ઉતરાણ અભિયાનમાટે વડાપ્રધાનથીલઈને દેશના તમામ નાગરિકો છાતીફૂલાવે છે,પણ તેઓને ક્યાં ખબર છે? કે સફળતાપામેલા આ ઈસરોનાવૈજ્ઞાનિકો,પણ એકસમયે સ્વ,શાંતિભાઈ વૈષ્ણવ,સ્વ,ધ્રુવકુમાર મઝમુદાર,સ્વ, ડી,આર,માંકડ,કે સ્વ, ઉમાકાંત વસાવડા જેવાજ વિદ્વાન,અને સનિષ્ઠ અધ્યાપકો પાસેજ અધ્યયન કરીચુક્યા છે.
વિદ્યાભ્યાસઉપરાંત શારીરિક શિક્ષણનીતાલીમઆપતા સ્વ,અનસુખભાઈ વૈષ્ણવ,અને સ્વ,માર્કન્ડભાઈ વૈષ્ણવજેવા અનેકવ્યાયામ શિક્ષકો/ નિરીક્ષકો "ના ગોઠણનીઢાંકણી ઘસાઈગઈ.પણપોતાનાશરીર,અને સ્વાસ્થ્યની ચિંતાકર્યાવિના તેઓએ ઉત્કૃષ્ઠ તાલીમ આપવામાં ક્યારેય કચાશ ન સેવી.  
રોશનીથી ઝળહળતી ગગનચુંબી ઈમારતજોઇને અભિભૂત થઇજનારાઓને ક્યાં ખબરછે કે આ એજ ઈમારતછે કે જે એક દિવસ નકશાસ્વરૂપે કાગળપર ચિતરાયેલ હતી,અને,એ નકશાનોનક્શીકાર,કોણછે ?
 આ,"ગરીબમાસ્તરો"તો ભામાશા હતા,કે જેણે પોતાનાજ્ઞાનનો ભંડાર સમાજને સમર્પિત કર્યો, જયારે, જેનીપાસે આપવામાટે કઈપણ નથી,તેવો દરિદ્ર,અને કંગાળ,સુદામો તો સમાજછે,કે જે માત્ર પુષ્પગુચ્છથી પણ ભામાંશાઓને સન્માનિત નથી કરીશકતો..
કહેવાય છે,કે "દરેક સફળપુરૂષપાછળ સ્ત્રીનોહાથ હોય છેઆ વિધાનનીસત્યતાવિષે હું નથીજાણતો પરંતુ એટલુંતો જરૂર પ્રતિપાદિત સનાતનસત્ય છે કે"દરેક સફળપુરુષપાછળ તેમનાશિક્ષકનોહાથ જરૂરહોયછે "
ખેર,જવા દો, પણ તેવા દરેક શિક્ષકોને આજનાદિને હું મારા પ્રણામપાઠવું છું
 *** (અત્રે આપેલાવિચારો મારાસ્વત્રંત વિચાર,અને મંતવ્ય છે.શક્ય છે કે,મારાવિચારો,અને મંતવ્ય બાબતે હું અંશત:કે સદંતરખોટો પણ હોઈ શકું,તેમછતાં મારા સ્વતંત્રવિચારઅંગે કોઈપણ ટીકાટિપ્પણી આવશ્યક નથી).

Monday, 3 November 2014

ક્યાં,ગઈ એ બે નાગરકન્યાઓ, તાના, અને રીરી,,,,,



.
ભારતભરમાં આવર્ષે ચોમાસું નબળું છે, ખાસ કરીને ગુજરાત,રાજસ્થાન,અને દિલ્હીમાંદુષ્કાળની પરિસ્થિતિસર્જાય,તેવા મીડિયા રીપોર્ટ છે
લોકો ગરમીથી ત્રાહિમામ પોકારીઉઠ્યા છે, ખેડૂતો, પાકનીવાવણીમાટે સારાવર્ષાદનીરાહ જોઈરહ્યા છે 
,ઢોર,ઢાંખરો અનેપશુપક્ષીઓ પાણીવિના ધલવલે છે, પ્રજા,પાણી,પાણીપોકારીરહી છે.ત્યારે મેઘરાજા રીસામણેહોય તેમ કવચિત ઝબૂકી જઇ લોકોને ટગવે છે નવીસરકાર,પણ "પહેલેકોળીએમાખીનીજેમ,આવતાવેત સર્જાયેલી સમસ્યાનું નિવારણ શોધવામાં મશગુલ છે ત્યારે,
 શહેનશાહ અકબરનાસમયનીવાત યાદઆવે છે સમ્રાટ અકબરના દરબારમાં નવરત્નોપૈકીના એક
સુરસમ્રાટ મિયાં તાનસેને રાગ દીપક ગાયાપછી, તેના અંગે,અંગમાં ઉઠેલી જ્વાળા અને રોમ,રોમ થતી બળતરાને ઇ,સ.1564,માં થઇ ગયેલી વડનગરની બે નાગરકન્યાઓ તાના,અને રીરીએ,તાનસેનની આજીજીથી દયાખાઈને રાગમલ્હાર આલાપીને મુશળધાર વર્ષાદ વરસાવી,તાનસેનના શરીરની બળતરાને શાંતકરી તેનો જીવ બચાવ્યો હતો
આ બે નાગરકન્યાઓ તાના-રીરી, જો આજે હોત,તો લોકોનીપીડા સમજીને જનહિત કાજે ફરી રાગમલ્હાર ગાઈને સાંબેલા ધારે વર્ષાદ વરસાવી,તરસીધરાને તૃપ્તકરત, અને લોકોના હૈયામાં લાગેલી દુકાળના ભયનીઆગ બુઝાવી લોકોનીબળતરા શાંત કરત
મને એમલાગે છે કે આપણા માનનીય વડાપ્રધાનશ્રી મૂળ વડનગરનાજ વતની છે, જ્યાં તાના-રીરી બહેનો રેહતી હતી,અને,આજેપણ તેમનીસ્મૃતિરૂપે,પ્રતિવર્ષ તેઓ ત્યાં"તાના-રીરી"મહોત્સવપણ યોજે છે
(કદાચ મોદીસાહેબનાપૂર્વજોને તે નાગરપરિવારસાથે સારાસબંધો પણ હોય શકે?) જો મોદીસાહેબ,તે બન્ને બહેનોની સમાધિ પાસેજઈ,અને સારા વર્ષાદની પ્રાર્થના કરે તો રૂઠેલી કુદરત મહેરબાન થઇ શકે,અને બન્ને બહેનોના રાગ મલ્હારની સાક્ષાત અનુભૂતિ થઇ શકે 
સમ્રાટ અકબરના સમયના હિન્દુસ્તાનમાં તે સમયે આજની જેમ આવા અનોખા,અને વિશિષ્ઠ વ્યક્તિઓને "પદ્મભૂષણ,કે પદ્મશ્રી, કે ભારતરત્ન આપાતાં નહોતા, નહીતો કદાચ તાના-રીરી બહેનોને પણ,કોકિલ કંઠી લતામંગેશકરની જેમ "ભારતરત્ન એવોર્ડમળ્યો હોત 
અવોર્ડથી વિશેષ તાના રીરી બહેનો ભારતના ઈતિહાસમાં અમરત્વને પામી,તેમની વાત કચકડામાં પણ કંડારાયેલી છે 
1975 માં બન્ને બહેનોપર "તાના-રીરીફિલ્મ ફીલ્માયેલી છે.જેના કલાકારો સોહરાબ મોદી, કાનન કૌશલ ,બિંદુ, નરેશકુમાર,અરવિંદપંડ્યા, ઉર્મિલાભટ્ટ,અને રાજીવ હતા ફિલ્મનાગીત મહેન્દ્ર કપૂર,આશાભોંસલે,મન્નાડે,ઉષામંગેશકર, સુલોચનાવ્યાસ,કમલ બારોટ,મનહર ઉધાસ, હંસા દવે,મહેશકુમાર,લક્ષ્મીપ્રસાદ,અને ગોવિંદપ્રસાદ,ના સુરીલા કઠે સજાવ્યા છે, ગીતકાર કાંતિ-અશોક,ને સંગીત મહેશ-નરેશે આપ્યું છે.

Sunday, 2 November 2014

રૂમાલ रुमाल رومال

           



"પાટણના પટોળા હોય, બનારસી સિલ્ક હોય, કાંજીવરમનું સ્હેલું હોય,કે હીર નું ચિર હોય, ઢાકાનું મલમલ હોય,કે ડબલ ઘોડા બોસ્કી હોય પણ જો એક નાનકડો રૂમાલ સાથ,કે હાથ ન હોય તો તે રૂપસુંદરીના,કે પુરૂષના વ્યક્તિત્વમાં ઉણપ જરૂર આવી જાય છે.
માત્ર એક કલ્પના કરી જુવો, કે વૈશાખના તપતા મધ્યાને જો તમે ઘર બહાર નીકળ્યા હો, અને રૂમાલ લેવો ભૂલી ગયા તો શું હાલત થાય ?
રૂમાલ ભલે નાનો રહ્યો પણ તેનું મહત્વ ઘણું મોટું છે
રૂમાલ મૂળ ઉર્દુ શબ્દ ROO +MAHL ઉપર થી આવ્યો છે ઉર્દુ માં ROO એટલે ચહેરો,(મોઢું) અને MAHL એટલે લૂછવું અથવા સાફ કરવું
તે સમય માં કદાચ રૂમાલ નો મર્યાદિત ઉપયોગ હશે તેમ તેની વ્યાખ્યા પરથી લાગે છે પણ આજે રૂમાલ સ્વાસ્થ્યની બાબતથી બીજી ઘણી બાબતો સાથે સંકળાયેલો છે અને તેના ઉપયોગ પણ વિવિધ છે.
રૂમાલની સાંકેતિક ભાષા પણ ઘણી છે જેમકે "રૂમાલ પાથરવો" (અડીંગો જમાવીને બેસવું ) 'રૂમાલ ફેરવવો "
(જગ્યા બદલવી ) રૂમાલ મુકવો (જગ્યા રાખવી )રૂમાલ ફરકાવવો (પોતાની હાજરીની નોંધ લેવા સંકેત આપવો ) રૂમાલ કબૂલ કરવો (મહોબ્બતનો ઈઝહાર કરવો )"રૂમાલ માથે ઢાંકવો" ( મંદિર કે મસ્જીદમાં પ્રાર્થના,નમાઝ,ઈબાદત કે બંદગી સમયે માથું ઢાંકવું ) આમ રૂમાલ સાંકેતિક સંદેશ માટે પણ મહત્વ નો છે
રૂમાલ કોટન,રેશમી,ખાદી,કે અન્ય ફાઈબરનો બનેલો હોઇ શકે છે.
રૂમાલ એ ટુવાલનો પૌત્ર ગણીએ તો ખોટું નથી. ટુવાલનો પુત્ર નેપકીન,અને નેપકીન ના બે સંતાન એટલે લેડીઝ રૂમાલ અને જેન્ટ્સ રૂમાલ રૂમાલમાં પણ "જેન્ટ્સ, અને લેડીઝ" એમ બે પ્રકાર મુખ્યત્વે ગણાવાય છે જેન્ટ્સ રૂમાલ થોડો મોટો હોય છે જયારે લેડીઝ રૂમાલ ઘણો નાનો હોય છે સાફ-સુથરો અને સ્વચ્છ હોય તેનેજ રૂમાલ  કહી  શકાય બાકી તો રૂમાલ નહી પણ ગાભો કહેવાય
રૂમાલે રસોઈ ક્ષેત્રે પણ પોતાની "બ્રાંડ"ઉભી કરીને "રૂમાલી રોટી" ની એક સોફ્ટ રોટલી પર પણ પેટન્ટ જમાવી દીધેલ છે .સાહિત્ય ક્ષેત્રે પણ રૂમાલે ઠસ્સાભર્યું  સ્થાન ભોગવ્યુ  છે.ગુજરાતી ભાષામાં અનેક ગીતો રૂમાલનો ઉલ્લેખ કરતા સાંભળેલ છે
જેમકે :>
*"હે જોબન રણકો મારા જાંજરના તાલમાં,જોબનીયુ ચાલમાં ને જોબન રૂમાલમાં
હે એમાંપ્રીતકેરો રંગ મારો ભારોભાર છે,,હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે.
(ફિલ્મ : નવરંગ ચુંદડી.)
*" રૂમાલ મારો લેતા જાજો,,,,,,," (ફિલ્મ દીકરો મારો લાડકવાયો )
* આશા ભોંસલે ના સ્વરે ગવાયેલું ગીત"નવી તે વહુના હાથમાં રૂમાલ "
સ્વ.રમેશ પારેખેપણ રૂમાલ પકડ્યો છે,



"એક છોકરીના હાથથી રૂમાલ પડે
 લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
 બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી".
તેવીજ રીતે હિન્દી,અને ઉર્દુસાહિત્યમાંપણ રૂમાલને ઉલ્લેખાયો છે
* चाँद का टुकड़ा ले के रुमाल बनाने दे...
  उस के बाद आँखों में आँसू आने दे ,
  तूने ये दर्द अपना लिया है उल्फ़त में ,
  कुछ रस्में अब मुझे भी निभाने दे.!
 *            *              *
* जो दियाथा रुमाल चाहत की निशानी केह कर ,
उसे आजभी  अपने  सिनेसे लगाये फिरते हे ,
ख्वाहिश नही हे कोई ,फिरभी एक ख्वाहिश हे,
घर हो अपना एक ,तेरे साथ रहने के लिए  . !

બંગાળી સાહિત્યમાં "પ્રણય ત્રિકોણ " ( লোভে  ত্রিয়েন্গাল ) નામની વાર્તામાં પણ રૂમાલ કેન્દ્ર સ્થાને છે.
સાહિત્ય ઉપરાંત હિન્દી ફિલ્મમાં તો રૂમાલે કમાલ કરી નાખી છે જુના તો ઠીક છે, પરંતુ છેલ્લા બે દાયકાના ચલચિત્રોમાં રૂમાલે જબરી ઘૂસ મારી છે.
વર્ષો પહેલા "કાલી ટોપી લાલ રૂમાલ " નામની ફિલ્મ પ્રદર્શિત થઇ હતી તેવું મને યાદ છે
હિન્દી ફિલ્મના એક ગીતની કડી એવીપણ છે કે "ગોરે,ગોરે લાલ હાથ મેં, રેશમકા રૂમાલ, હો તેરા ક્યાં કહેના"  વર્ષો પહેલા રજુ થયેલી ફિલ્મ "નયા દૌર" ફિલ્મમાં પણ દિલીપકુમાર,અને વૈજયન્તીએ અનેકવાર રૂમાલ ફરકાવવાનો પ્રયોગ કર્યો યાદ છે
1994, ની હિન્દી ફિલ્મ "આઓ પ્યાર કરે "ના એક ગીતની કડી આ પ્રમાણે છે
" આ ગયા હમે ખયાલ આપકા,આપકા,આપકા,હાથો મેં જો આ ગયા કલ રૂમાલ આપકા,રૂમાલ આપકા "
ફિલ્મ "અમર,અકબર,એન્થની " માં ઋષિ કપૂર બન્ને હાથમાં રેશમી રૂમાલ ફરકાવતા સાઈ મંદિરમાં
"પરદા હે, પરદા હે, ગાઈ ને પોતાની પ્રેમિકાને રીઝવવા પ્રયાસ કરે છે જયારે ફિલ્મ "ઝંઝીર"માં પ્રાણ પણ તે જ રીતે બન્ને હાથથી "રૂમાલ ડાન્સ "કરે છે.પ્રાણનાશરીર કરતા રૂમાલના ઠુમકા વધુ દેખાય છે.
અને હદ તો ત્યાં થાય છે કે હિન્દી ફિલ્મ "શરાબી " માં જયારે મહાનાયક પોતાની પ્રેમિકા મીના ને મધરાતે શોધવા નીકળે છે ત્યારે ત્રણ મવાલી દારૂડિયાઓ ફિલ્મના નાયકને લુંટી લે છે અને સોનાની વીંટી,ચેન ઘડિયાળ,અને તેનું પાકીટ પણ લુંટી લે છે ત્યાં સુધી તો બરાબર છે પણ તે મવાલીઓ, ચિત્રના નાયક, બચ્ચનનો રૂમાલ પણ લઇ લે  છે ,
ત્યારે સદીનો મહાનાયક,તે ત્રણેય મવાલી ગુંડાઓને પગેપડીને રૂમાલ પાછો આપવા કરગરે છે .
અંતે, પબનો વેઈટર જયારે મહાનાયક ને રૂમાલ આપે છે ત્યારે ચલણી નોટોથી લથબથ ભરેલું પાકીટ તે વેઈટરને ભેટ તરીકે આપે છે
બોલો, એક ચોરસ અર્ધા મિટર કાપડના ટુકડાની આટલી હેસિયત છે.