પ્રો, તખ્તસિંહજી પરમાર
ઘણા લાંબાસમયથી મારી એક અદમ્યઈચ્છા હતી કે હું મુ પ્રો,પરમાર સાહેબને મળું,
અને અંતે તે ઈચ્છા પૂરીથઇ અને સાહેબને હું મળી વંદન કરી શક્યો
અગાઉંથી સમય નક્કીકરી હું તેમને નિવાસ સ્થાને પહોંચ્યો.
મારા પહોંચતા જ સાહેબ ના બંગલાની બહાર રોડ પર મને આવકારવા
તેમનાયુવાન,વિદ્વાન સાહિત્યકારપુત્ર ડો. મહેન્દ્રસિંહ પરમાર આવી પહોંચ્યા.મને જોઇને તુર્તજ ઝુકી ચરણસ્પર્શ કરવા પગે લાગ્યા
જેણે મને પહેલીજવાર જોયો છે,અને અજાણીવ્યક્તિ છે અને જે વ્યક્તિ પોતાના પિતાજી નો વિદ્યાર્થી છે, તેને આટલા વિવેક,માન આદર સાથે સત્કારવો તે તેના સંસ્કાર બતાવે છે
ઘણા લાંબાસમયથી મારી એક અદમ્યઈચ્છા હતી કે હું મુ પ્રો,પરમાર સાહેબને મળું,
અને અંતે તે ઈચ્છા પૂરીથઇ અને સાહેબને હું મળી વંદન કરી શક્યો
અગાઉંથી સમય નક્કીકરી હું તેમને નિવાસ સ્થાને પહોંચ્યો.
મારા પહોંચતા જ સાહેબ ના બંગલાની બહાર રોડ પર મને આવકારવા
તેમનાયુવાન,વિદ્વાન સાહિત્યકારપુત્ર ડો. મહેન્દ્રસિંહ પરમાર આવી પહોંચ્યા.મને જોઇને તુર્તજ ઝુકી ચરણસ્પર્શ કરવા પગે લાગ્યા
જેણે મને પહેલીજવાર જોયો છે,અને અજાણીવ્યક્તિ છે અને જે વ્યક્તિ પોતાના પિતાજી નો વિદ્યાર્થી છે, તેને આટલા વિવેક,માન આદર સાથે સત્કારવો તે તેના સંસ્કાર બતાવે છે
ખોરડાની ખાનદાની ઉંબરેથી ઓળખાણી
પૂજ્ય પરમાર સાહેબ એક નિરાળું,નિરાભિમાની શાક્ષર વ્યક્તિત્વ છે
શતકને દસ્તક દેતા 95
વર્ષીય પરમારસાહેબનું ,શરીરવિજ્ઞાનના નિયમ મુજબ,અને કુદરતના અવિરતક્રમ મુજબ શરીર ક્ષીણ થયું છે,દ્રષ્ટિમાંઝાંખપ,અને શ્રવણ શક્તિ નબળાપડ્યા છે તે કારણે મને ઓળખતા સાહેબ ને થોડો સમય લાગ્યો, પણ પછી તુર્તજ ફટાફટ મારા બેચના દરેક વિદ્યાર્થીઓને વિણીચૂંટી ને યાદ કર્યા
તેમની અદભૂત યાદદાસ્તે મને નવાઈ પમાડી દીધો ખરેખર આપણે કોથળોભરીને,અમેરિકન બદામ ખાઈ જઈએ તો પણ આટલી સંગીન યાદદાસ્ત ન કેળવી શકીએ,એટલુજ નહી પણ પોતે આર્ટસમાં ભણાવતા હોવાછતાં સાયન્સના પણ અનેક તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પણ ખુબ જ લાગણીપૂર્વક યાદ કર્યા,
ભાવનગરના ક્ષત્રિયસમાજમાં તેમજ સમગ્રજીલ્લામાં તેઓ
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનું "મંગળવારીયું" પરમાર સાહેબના પ્રયાસનું પરિણામ હતું,
પૂજ્ય પરમાર સાહેબે નવોદિત કવિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડી ગુજરાતી કવિઓની દુનિયામાં કેટલાક કવિઓને અગ્રસ્થાને બેસાર્યા,જેમાં સ્વ,મનોજ ખંઢેરીયા,અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લા,નું ગઝલ અને કાવ્ય રચના ક્ષેત્રે જબરદસ્ત પ્રદાન રહ્યું છે તે ઉપરાંત પણ પ્રો, નરોત્તમ પલાણ,પ્રો, છેલભાઈ વ્યાસ જેવા ઉંચ્ચ અભ્યાસુઓ અને સાહિત્યરસિકો, એ પરમાર સાહેબની ગુજરાતીસાહિત્યને એક સોનેરી ભેટ છે મને ખુશી થાય છે કે તેઓ સર્વે લગભગ મારા જ બેચના હતા
આતો થઇ પરમાર સાહેબની જુનાગઢની સિદ્ધિ,પણ તે ઉપરાંત સાહેબે જુદી,જુદી કોલેજમાં અધ્યયન કરાવ્યું હોય, અન્યસ્થળોમાં કેટલાયે એવા એમનાવિદ્યાર્થીઓ હશે કે જેમણે પોતાનું નામ સાહિત્ય ક્ષેત્રે ઉજાગર કર્યું હશે,આ રીતે પરમાર સાહેબ "જ્ઞાનનું પરબ " છે કહેવું ખોટું નથી
પરમાર સાહેબનો સાહિત્યિક વારસો તેમના પુત્ર ડો, મહેન્દ્રસિંહ પરમારે સંભાળેલ છે, લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી કિસનસિંહ ચાવડા ઉપર પોતાનો મહા નિબંધ લખી તેઓએ "ડોક્ટરેટ" ની ઉપાધી મેળવી છે
શાક્ષરપિતાના વિદ્વાનપુત્રે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કાઠું કાઢ્યું છે,પિતા કરતાપણ મુઠ્ઠી ભર ઊંચાપુત્રએ ગુજરાતી સાહિત્યમાં લેખન વિવેચન,અને વક્તવ્ય ઉપરાંત નાટ્ય ક્ષેત્રે પણ પોતાનું હિર ઝળકાવ્યું છે
નાટ્ય સંશોધન,પ્રયોગાત્મક રજુવાત,અને દિગ્દર્શન ઉપર પોતાની જબરી પક્કડમેળવી એક સિદ્ધિ હાંસલ કરી છે એમાં નવું પણ શું છે?આ તો મોરના ઈંડા છે જે ચીતરવાપડે તે મોર ના ઈંડા ન હોય,
ડો, મહેન્દ્રસિંહજી એ, માં સરસ્વતિની નિષ્ઠાપૂર્વકની મુ,પરમાર સાહેબની ઉપાસનાનું દેવીજી તરફથી મળેલ વરદાન છે,અને એ વાતનો અહેસાસ મુ પરમાર સાહેબને પણ છે વિદ્વાનની વિદ્વત્તા જીલી અને પચાવવી સહેલું નથી સિંહણનું દૂધ તો સોના ના પાત્રમાંજ જીલાય ને ?
હું લગભગ બેક કલાક સાહેબ પાસે બેઠો હોઈશ, તે બધા સમય સુધી મહેન્દ્રસિંહ અમારી સામે અને સાથે બેઠા રહ્યા આજકાલ જૂની ફિલ્મોનાગીતો ની કેસેટપણ આજની પેઢીને ગમતી નથી હોતી તેમ પોતાના જન્મસમય પહેલાના ઘણા વર્ષો પહેલાની મારી અને પરમાર સાહેબ વચ્ચેની વાતોમાં પણ તેટલોજ રસ દાખવી,અતિ પ્રવૃતિશીલ હોવા છતાં આટલો લાંબો સમય થાક્યા કે કંટાળ્યા સિવાય, એ "જૂની કેસેટ" સાંભળી તે વાતે સૌથીવધુ મારુંધ્યાન ખેંચ્યું અને તેનું કારણ છે કુટુંબનું શિસ્ત,સંસ્કાર,અને અનુશાશન
એકંદરે મારી 31,ઓકટો 2014,ની પરમાર સાહેબ સાથેની મુલાકાત એક "તીર્થ -યાત્રા" બની રહી આથી વધુ ભાગ્યશાળી બીજું કોણ હોઈ શકે ?
મારી એ "તીર્થ-યાત્રા " ના સહભાગી મારા મિત્ર અને બેંક ઓફ ઓફ બરોડાના નિવૃત ઓફીસર શ્રી સહદેવ ભાઈ ઠક્કરનો હું હૃદયથી આભારી છું
Jay Vasavada :> Mara pappa pan saheb na vidyarthi...etv ma mane emno yadgar interview karva malyo hato... emne vandan
ReplyDeleteRajesh V. Kharod :> ગુરુ - શિષ્યનુ અદભુત મિલન જોઈ - વાંચી ને ખરેખર મજા આવી.. ..
Laljibhai Rathod Real Gurudev on earth. Very kind , Noble and always helpful to others
Vyomesh Jhala:> JV. yes He remembered Mu Lalitbhai. Pl. convey him.
Nishendu Vasavada:> This is what makes J.J worth reading. Great article indeed.
Niloo Vaishnav :> @vyomesh i I was happy to know that you visited takhubha but uaually I escort junagadhi to guruji'splace,last visitor was bhula kikani
Hemant J. Nanavaty:> Thanks for report vyomeshbhai.....My entire past reopened before my own eyes. Parmar saheb is a legendary personality.
Vyomesh Jhala:> Niloobhai, yes you are right. Parmar saheb told me that you, and bhulabhai visited him
23 hrs · Like
Himanshu Desai:> I still remember this revered personality. Because of my mama"s (Prof. YP Desai) close association with him he used to frequently visit our family at Junagadh as well as Bhavnagar.
Hemant Nanavaty:> "ગુરુજી"' પાસે ભણ્યો નથી પણ બાળપણમાં તેમની પાસેથી શીખ્યો ઘણું - અદભુત વ્યક્તિત્વ...જૂનાગઢમાં લગભગ એકાદ દસકામાં કેટલાયને સંસ્કાર આપી માનવતાનું યજ્ઞોપવીત પહેરાવ્યું છે આ ''ગુરુજી''એ...આજે પણ સારા નરસા પ્રસંગે એમનું પોસ્ટ કાર્ડ આવે જ .. આવા versatile લોકો ની સંનિધિમાં બેસવાનું મળે એને માટે પણ નસીબ જોઈએ..
Mahesh Baxi:> Very small to write any thing for Respected Guruji Paramarsaheb ! Bahumukhi Pratibha, satyane swikarnar ek adno Professor who worked for the welfare of the students at large ! Eni Drama mate ni directorship and in play Cricketer on the fieled and otherwise was indeed remarkable. Vyomesh tamne sari tak sapdi and JJ man tamari mulakatnu nirupan saru karyu ! Guru vandana ! Amna son Prof. Maendra ne pan vandan ! Aabhar ane Dhanyavad ! Keep it up dear Vyomesh !
Vinod Bhatt :>Gurujine koti koti vandan...
Kaushik Oza:> I wish prof.shri Tathubha Parmar Saheb, very healthy and peaceful time ahead and conveying him my respectful regards. I was also one of the previllaged ones,who could have a chance to be the desciple of this great personality.
ReplyDeleteKaushik Oza :> I just now read the article, the one on your visit to Parmar Saheb. Ofcourse your observations were overwhelming , but more I was attracted to your writting,First time I came to know your literary treasure , so rich in euphemistic usage of skill, which is rare seen and experienced, in our kind of profession.(Banking) . There were little more , which I will go for ,latter on and let you know thereafter. Thanks.
ReplyDelete