1971,માં મારીબદલી ભાવનગરની શાસ્ત્રીનગર બ્રાંચમાં થઇ.
શાસ્ત્રીનગર ભાવનગરના શ્રીમંતોનો ઇલાકો હતો, અને પોશ એરિયા તરીકે જાણીતો હતો
હાઉસિંગ બોર્ડના શોપિંગ સેન્ટરની ત્રણદુકાનોમાં બેંક બેસતી, અને બીજી દુકાનોમાં શાકભાજી,દરજી, લોન્ડ્રી,તથા,અનાજ-કિરાનાના વેપારીઓ હતા. બ્રાંચ નવીસવી ખુલી હતી.
1974,માં મારામેનેજરની બદલી થઇ અને નવા મેનેજર તરીકે રાજકોટના મારા જુનામિત્ર શ્રીવ્યાસ સાહેબ આવ્યા હું અને વ્યાસ સાહેબ 1964,માં બન્ને ક્લાર્ક તરીકે રાજકોટમાં સાથે કામ કરીચુક્યા હતા,તેઓ મારાથી ઉમરમાં અને નોકરીમાં સીનીયર હતા છતાં મિત્રાચારીગાઢ.ઉત્સાહી,આનંદી,અને સદાકાળ હાસ્યનીછોળ ઉડાડતા,મશ્કરાસ્વભાવના પણ ખરા. તેઓ હતા મારામેનેજર,પણ મને કદી તેવું લાગ્યું નથી,એક અંગત મિત્ર જેવો જ બેંકમાં અને બેંકની બહાર તેણે વ્યવહાર કેળવ્યો હતો.
બ્રાંચનોસમય સવારનો હતો,અને શહેરથી ચાર-પાંચ કીમી,દુર,તેથી હું તો તે કોલોનીમાંજ રહેતો હતો, વ્યાસસાહેબે પણ તે જ કોલોનીમાં મકાન રાખ્યું અમો આગળપાછળની શેરીમાં રેહતા હતા
એક વખત તેમણે મને કહ્યું કે"બ્રાંચના ઉપયોગી ઘણા સિક્કાઓ (રબ્બર સ્ટેમ્પ્સ ) જુના અને નકામાં થઇ ગયા છે, તો નવા સ્ટેમ્પ્સની યાદી બનાવી,અને સિક્કાઓ બનાવી લ્યો "
તેની સુચના મુજબ મેં લીસ્ટ બનાવી નવા રબ્બરસ્ટેમ્પ બનાવવા આપી દીધા
અઠવાડિયાપછી ખોખું ભરીને નવા બનાવેલા સ્ટેમ્પ્સ આવીગયા
હવે ? કયો સ્ટેમ્પ શેનો છે ? તે કેમ ખબર પડે ?તેથી વ્યાસ સાહેબે સૂચવ્યું કે "આપણેબન્ને જુદા જુદાકાગળ પર સ્ટેમ્પ્સ મારતાજઈએ,અને દરેક ડીપાર્ટમેન્ટના સ્ટેમ્પ્સ અલગપાડીદઈએ .
તે મુજબ અમો બન્ને તે રીતે એક એક સ્ટેમ્પ કાગળ પર લગાવતા(છાપતા )ગયા
ઓચિંતો સાહેબના હાથમાં એક ચોરસ સ્ટેમ્પ આવ્યો,અને તેને છાપતા સાહેબ આશ્ચર્યમાં ડૂબીગયા
મને પૂછ્યું " બાપુ, આ શું ?
મેં કહ્યું "સાહેબ, શું ?
વ્યાસસાહેબે ગંભીરચહેરે મારીસામે જોતા કહ્યું "યાર આ વાંચો તો ખરા?આવો સ્ટેમ્પ? તેની ક્યાં જરૂરપડી ?
મેં સ્ટેમ્પથી છાપેલો કાગળ જોયો,અને હું હસ્યો મેં કહ્યું " હા,સાચું,આતો મારો સ્ટેમ્પ છે "
સ્ટેમ્પ હતો"બનારસી,ખાલીચૂનો,120,રાજરત્ન કીમાંમ,કાચી સોપારી"
મેં ખુલાસો કરતાકહ્યું કે સાહેબ,મને બંધાવેલા વાસીપાન ખાવાની ટેવ નથી એટલે મેં આ બનાવ્યો,અને આપણેજ લોન આપેલી જીતુભાઈનો પાનનો ગલ્લો દસ ડગલાદુર,કોલોનીને નાકે જ છે .
તેથી જયારે પાનખાવું હોય ત્યારે પટાવાળો લઇઆવે છે.ઘણીવાર પાન લેવા જાવાવાળા જુદા હોય,કે પાન ને ગલ્લે માણસો બદલાતા રેહતા હોય તો પાનનું પ્રિસ્ક્રીપ્શન યાદ ન રહે અને બીજી જાતનું પાન આવી ન જાય એટલે આ સ્ટેમ્પવાળી ચિટ્ઠીથી તેવો કોઈ ભય ન રહે "
સ્ટેમ્પ મારાહાથમાં મુકતા સાહેબ બોલ્યા" ઇ તો બરાબર,પણ બાપુ,આ પાન કોઈકવાર મોંઘા પડીજાય "
હું તે સમયે સમજી ન શક્યો કે સાહેબ મિત્ર તરીકે સલાહ આપે છે,ચેતવણી આપે છે,કે ગર્ભિત ધમકીઆપે છે.
તેમ છતાં બેફીકરાઇથી મેં જવાબ આપ્યો કે "ત્યારે જોયું જાશે પડશે તેવા દેવાશે "
આ બાજુ મારે પાનવાલાસાથે એવું સેટીગહતું કે હું જેટલી ચિટ્ઠી સ્ટેમ્પમારીને મોકલું,તેટલી તેણે સાચવીને મને દર દશદિવસે આપી દેવી,તેટલી ચિટ્ઠીનો હિસાબ કરી હું તેને દર દશદિવસે રોકડાપૈસા ચૂકવીદઈશ, અને ભેગીથયેલી ચિટ્ઠી હું ફાડીનાખીશ
************.
એકવાર મારે કુટુંબનાપ્રસંગે દશદિવસનીરજાપર જુનાગઢ જવાનું થયું,
હું ગયો વ્યાસ સાહેબ બ્રિસ્ટોલ સિગરેટ પીતાહતા,અને કેશિયરતથા પટાવાળો ખાખીબીડીનાપ્યાસી હતા તેથી નિર્ભીત રીતે મારા પાનના રબ્બરસ્ટેમ્પને ટેબલનાખાનામાં છૂટો મુકવામાં કોઈ ભય ન હોતો
પ્રસંગ પતાવી હું દશ દિવસપછી ભાવનગર પાછો ફર્યો
જમીને રાત્રે હું પાનખાવા,ગલ્લેગયો મને જોઇને જીતુંપાનવાળાએ પૂછ્યું "ઓહો, ઘણા દિવસે દેખાયા ?
જવાબ માં મેં કહ્યું કે હા, હું જુનાગઢ રજા ઉપર ગયો હતો
જીતુએ સહઆશ્ચર્ય પૂછ્યું "રજાઉપર,જુનાગઢ?
"હા, કાં એમાં તને શું નવાઈલાગી?મારું વતન છે અને રજામળી એટલે દશ દિવસ જઇઆવ્યો
જીતુંએ ફરી તેનોજવાબઆપ્યો"જુનાગઢ ગયાની નવાઈનથીલાગી,પણ તમારીગેરહાજરીમાં તમારો સ્ટેમ્પ મારેલી ચિટ્ઠી અહીં દશે દિવસઆવી છે,અને મેં પાનમોકલ્યાછે,તો તે પાન કોણે મંગાવ્યા?તેની નવાઈલાગે છે"
હું ભડક્યો " એમ ? ખરેખર ? બ્રાન્ચમાં મારા સિવાય કોઈ પાન ખાતું નથી,તો મંગાવ્યા કોણે ?"
"જે હોય તે,પણ આ રહી તે ચિટ્ઠીઓ, "એમકહી તેણે જુનાતમાકુનાડબ્બામાંથી ચિટ્ઠીઓ કાઢી મારી સામે ધરતા ઉમેર્યું કે તમે ગયા તે દિવસે તો તમે બધો હિસાબ પતાવી, ચિટ્ઠીઓફાડી અને ગયા છો તો આ આવી કેવી રીતે ?
મેં તે જોઈ અને તેનો હિસાબ કરી નાખવાનું કહ્યું, હિસાબે તે ચિટ્ઠીના રૂ,90/ થયા,જે મેં ચૂકવી ચિટ્ઠીઓ ફાડી નાખી,અને સુચનાઆપી કે હવે પછી ચિટ્ઠીમાં જો નીચે મારીસહી હોય તો જ તારે પાન આપવા સહીવિનાની ચિટ્ઠીઓ માટે હું જવાબદાર નથી "(રાંડ્યા પછીનું ,,,,,,,,,,,,)
પૈસા તો ચૂકવી દીધા,પણ જીવબળ્યો, કે યાર,મારા મકાનનું,30 દિવસનું (એક મહિનાનું) ભાડું 130 રૂપિયા, અને દશદિવસ ખાધા વિનાનાપાનનું બીલ 90/ રૂપિયા? 900/ રૂપિયાપગારના દશ ટકા મુર્ખ બની ને આપવા? તે સમય દરમ્યાન ઈન્દિરાજીની કટોકટી ચાલતી હોય,ઓવર ટાઇમ પણ બંધ હતા
આમ કડકી તો ચાલતી જ હતી એવામાં દુકાળમાંઅધિક માસ.ગજબ થઇ,
બીજે દિવસે સવારે બેન્કે જઇ મેં તે પટાવાળાને પૂછ્યું " ભાઈ,મારી ગેરહાજરીમાં,મારો રબ્બરસ્ટેમ્પ વાપરીને ગલ્લેથી તું પાન લઇ આવ્યો છે ?"
તેણે કહ્યું કે "હા, એક દિવસે તમારા સ્ટેમ્પનો ઉપયોગ કરીને વ્યાસસાહેબે પાન મંગાવ્યું હતું,પણ પછીથી તે પાન તેને પસંદપડી ગયું,ભાવ્યું અને મજાપડીગઈ,તેથી તે દરરોજ મારીપાસે તે રીતે પાન મંગાવતા હતા હું તેને કહી પણ શું શકું ?વ્યાસસાહેબ નું નામ સાંભળી હું તમતમીગયો,અરે ! આ ક્યાંનો ન્યાય? પાનખાય વ્યાસસાહેબ,અને બીલચુકવે ઝાલા ?આતો ભીમ અને શકુની જેવો વ્યવહાર થયો.
હવે મને સમજાયું કે તે દિવસે સાહેબે કહેલું વાક્ય મિત્રતરીકેની સલાહ કે ચેતવણીનહી,પણ ગર્ભિતધમકી જ હતી
તે વાતનાં રંજે મને ઘણા દિવસોસુધી કોરીખાધો,મેં વિચાર્યું કે કોઈપણ હિસાબે આનો જડબાતોડજવાબ તો આપવો જ પડશે, ડોશીમરે તેનો વાંધોનથી,પણ જમ ઘરભાળીજશે,અને મારીગેરહાજરીમાં દરેકવખતે આવું બનતું રહેશે
90/ રૂપિયાનાદુખ કરતા મુરખ બન્યાનું દુખ મને વધુલાગ્યું મેં ખુબ વિચાર્યું કે હવે શું કરવું ?
દિનપ્રતિદિન મારામગજમાં વિચારો ઘૂમરાવામાંડ્યા અને પ્રતિશોધની પ્રબળભાવના મારામગજના દરવાજા ખખડાવતા હતા કે કૈક એવું વિચારો કે તેને સજ્જડ બોધપાઠ મળે.
તે દરમ્યાન ન તો મેં કે ન તો વ્યાસ સાહેબે તે બાબતનો કોઈ ઉલ્લેખ કર્યો
એક દિવસ સવારે 8/30વાગ્યે શાકની ખાલીથેલી ઘેરથી લઇ હું બેન્કે ગયો બેંકનો સમય સવારે 9.00 વાગ્યાનો હતો,તેથી કોઈસ્ટાફ આવ્યો ન હોતો,માત્ર તે પટાવાળો બેંકની સાફસૂફી કરતો હાજર હતો
પટાવાળાને બોલાવ્યો હાથમાં રૂપિયા 20/ અને ખાલી થેલી પકડાવી આખો પ્લાન સમજાવ્યો
અને મેં પૂછ્યું પણ ખરું કે " જો તારામાં હિમત હોય તો જ આ કામ કરજે,જો પકડાયો તો મુશ્કેલી તને થશે "
પટાવાળો દરબારનો દીકરો "નાનું તોયે નાગનું બચ્ચું "સાહસિકતા તો દરબારના લોહીમાં હોયજ
તેણે બીડું જડપી લીધું.
સવારે 10 વાગ્યાનોસમય થયો,ટી ક્લબની ચા બધાએ પીધી,અને રાબેતામુજબ તે પટાવાળો મારું પાન લેવા નીકળ્યો.પાન લઇ આવીને બેંકની પાછળની શાક-ભાજીનીદુકાને ગયો, એક કિલો બટેટ, આદુ, કોથમીર, મરચા, લીમડો લઇને ગયો વ્યાસસાહેબને ઘેર.શ્રીમતી વ્યાસને શાકનીથેલી આપતા કહ્યું કે "સાહેબે આ શાક મોકલાવ્યું છે,ત્રણ મહેમાનઆવ્યા છે.જે અત્યારે બેંકમાંબેઠા છે તેઓ જમવાના અહીં છે તેથી સાહેબે બે કિલો, શ્રીખંડ સમાય તેવું વાસણ મંગાવ્યું છે.
કોઈ પણ શક કે શંકા કર્યા વિના વ્યાસસાહેબના પત્નીએ શાક લઇ અને શ્રીખંડમાટે સ્ટીલનું મિલ્કકેન આપ્યું
શાકનીથેલીમાં તે વાસણ લઈ પટાવાળો બેન્કે આવ્યો.
થોડીવાર પછી તે વાસણ લઇને વ્યાસસાહેબ પાસે ગયો અનેકહ્યું કે " સાહેબ,બેન અહીંઆવ્યા હતા,પણ તમારી કેબીનમાં ગ્રાહકો ઘણાહતા એટલે તે મને આ વાસણ બારોબારથીઆપીને ગયા છે અને કહ્યું છે કે
"ઘેર ત્રણ મેહમાન આવ્યા છે" એટલે બે કિલો શ્રીખંડ મંગાવ્યું છે.
વ્યાસસાહેબ ચાલક હતા વાસણ હાથમાંલેતાજ તે પોતાનાજ ઘરનું છે તે ઓળખીગયા છતાં મિલ્ક કેન અદ્ધરકરી તેના ઉપરનું નામ વાંચ્યું,અને જયારે વાસણ ઉપર નામ પણ પોતાનું વાંચ્યું ત્યારે તેને ખાતરી થઇ કે આ વાસણ ઘેરર્થીજ આવ્યું છે. તુરતજ તેણે પટાવાળાને કહ્યું " દરબાર,એકકામ કરોને અહીં સોસાયટીમાં તો ક્યાય નહી મળે,તમે ગામમાં જઇ અને સારું શ્રીખંડ બે કિલો,લેતાઆવોને? આ લ્યો આ પૈસા,અને રીક્ષામાંજ જજો અને સીધું ઘેરઆપીને જ અહીં આવજો,એટલે બીજો ધક્કો નહી.
બંદુકમાંથી ગોળીછૂટે તેમ દરબાર રીક્ષાકરી શહેરમાં શ્રીખંડ લેવા નીકળી ગયા,અને વીસમીનીટમાં તો તે લઇ,સાહેબનેઘેર આપીને બેન્કે હાજર થઇ ગયા.
અહીંસુધી તો બધુજ બરાબર પ્લાનપ્રમાણે ચાલ્યું, પણ હવેજ મહત્વની ભૂમિકા ભજવવાની હતી.મેં કેશિયરને બોલાવી,બધી વાતકરી વિશ્વાસમાં લીધો.
બપોરે 12/15,મીનીટે બેંક છૂટી બધાજ સ્ટાફનામાણસો સાથે બહાર નીકળ્યા.
વ્યાસ સાહેબે છુટા પડતા કહ્યું "ચાલો,મારે ઘેર મેહમાન છે હું નીકળું "
મેં કહ્યું "ચાલોને સાહેબ,હું પણ તે જ રસ્તે થઈને ઘેર જાઉં એક શેરી વધુફરવીપડશે પણ આપણે સાથેજ નીકળીએ "કેશિયરેપણ કહ્યું કે"ચાલો,અમેપણ તે રસ્તે આવીએ અને સાહેબના ઘરપાસેથી,અમે રોડ પકડી ગામતરફ નીકળી જશું "
આમ સંઘ સાથે નીકળ્યો
સાહેબનુંઘર આવતા તેમણે છુટાપડવાની અનુમતી લેતા, કેશિયરેકહ્યું કે "અમારે 4,કીમી,દુર જવું છે,
ગરમી,અને તડકો સખ્ત છે,થોડું ઠંડુપાણી પી ને અમે નીકળીએ" સાહેબે આગ્રહકરતા કહ્યું " હા,હા,એમાં શું? ચાલો, ઠંડુપાણી પી ને નીકળો," આટલું સાહેબ બોલ્યા ભેગાતો અમે ત્રણે ઘરમાં દાખલથઇ ગયા.
અમને દીવાનખંડમાં બેસારી સાહેબ ફ્રીઝમાંથી પાણી લેવા રસોડામાં ગયા.રસોડામાં દાખલથતાજ સાહેબે તેમનાપત્નીને પૂછ્યું"કોણ મહેમાન છે?અને ક્યાં છે ?
સાહેબના પત્નીએ ચહેરાપર આછું સ્મિતફરકાવતા જવાબઆપ્યો કે " મહેમાન તમે ઘેર લઇ આવો છો
અને મને તમેપૂછો છો,કે મહેમાન કોણ છે ?"
સાહેબે જવાબવાળ્યો "ભાઈ આ તો બધાસ્ટાફના જ છે,કોઈ મહેમાનનથી,અને અહીં પાણીપીવા આવ્યા છે "
રસોડામાં ચાલતી દલીલો અમે બહાર બેઠા સાંભળતા હતા મેં તરતજ સાહેબને સાદપાડી કહ્યું " વ્યાસ સાહેબ,બહેન સાચાછે,તે મહેમાન અમે જ છીએ અમને થયું કે ચાલો આજે સાહેબને "યજમાનગીરી "નો લાભ આપીએ એટલે આ બધું અમેજ ગોઠવીકાઢ્યું.
મનમાંનેમનમાં ગિન્નાયેલા વ્યાસસાહેબે ચહેરા ઉપર કૃત્રિમહાસ્ય વેરતા કહ્યુ,
" બાપુ,તમે ઉતાવળ કરી ગયા, આવતેઅઠવાડિયે મેં તમોને પાર્ટી આપવાનો વિચાર કર્યોજ હતો ,
તમે ઓવરટાઈમ વિનારાત્રે મોડેસુધીબેસીને કામકર્યું છે, ઉપરાંત આપણીબ્રાંચે પહેલીજ વાર નફો કર્યો છે, તે બદલ મેં વિચાર્યુજ હતું પણ તમે ઉનું ઉનું જમી ગ્યા "
મેં પણ હસતા હસતા જવાબ દીધો,"હું ક્યાં તમને નથીઓળખતો? પણ આ સ્ટાફને થયું કે "કર્યું તે કામ "
એટલે આ ગોઠવીનાખ્યું"
અને ભાઈ,અમે ચારે સ્ટાફે શ્રીખંડ ઝાપટ્યુ
************
એ વાતને દશેકદિવસ થઇ ગયા હશે વાત વિસરાઈ ગઈ હતી.
એકદિવસ ટી ટાઇમનાસમયે બેંકમાં,અમે ચા પીવા ભેગાથયા હતા,સામાન્યરીતે વ્યાસસાહેબ પોતાની ચા તેની કેબીનમાંમંગાવતા,કોઈકવાર જ સ્ટાફ સાથેબેસી,ચાપીતા,તેમ તે દિવસે તેઓ અમારીસાથે ચા પીવા બેઠા હતા,
ચા પીલીધાપછી,રાબેતામુજબ,મેં ચિટ્ઠીમાં સિક્કોમારી પાનમંગાવતા સાહેબને પૂછ્યું
:" સાહેબ,તમે પાન ખાશો? તો બે મંગાવું "
આંટા ઘસાઈગયેલા, ફરતા (Revolving ) ટેબલફેનનીજેમ ડોકી હલાવતા,સાહેબેકહ્યું "ના,ના મારે પાન નથીખાવું " અને પછી થોડીવારે ધીમા,દબાતાસ્વરે ઉમેર્યું "આ પાન ક્યારેક મોંઘા પડી જાય "
ઘણા સમયપહેલા તેણે મનેઆપેલીસલાહ/ ચેતવણી/ ગર્ભિત ધમકીભર્યું,જે વાક્ય વાપર્યું હતું તે જ વાક્ય આજે પોતાનીજાતને ઉપદેશઆપવા વાપર્યું તે સાંભળી મારીભીતરની પ્રતિશોધની જ્વાળા શાંત થઇ .
*(મેં હવે પાનખાવા ઘણાસમયથી બંધકર્યા છે,પણ 1974 નો આ રબ્બરસ્ટેમ્પ આજે 40 વર્ષ પછી પણ મેં "મોમેન્ટો" ની જેમ સાચવ્યો છે).