ગંભીરસિંહ નાનપણથી અમારા મિત્ર,ભેગા ભણ્યા,ભેગારમ્યા,અને છેલ્લે સુધી નોકરી પણ એકજ બેંકમાં વર્ષો સુધી એકજ શહેરમાં કરી,અમે તેને લાડમાં દરબાર કહીને બોલાવીએ
નામે જ માત્ર ગંભીર હતા,બાકી આનંદી,બોલકા અને રમુજી સ્વભાવના ઘણા
તેને એકમાત્ર પુત્ર જેનું નામ પરાક્રમસિંહ હતું,પણ ઘરમાં અને બહાર તે પપ્પુના હુલામણાનામથી વધુ જાણીતો હતો
પપ્પુના નામ પ્રમાણે બચપનથીજ તે પરાક્રમી હતો, તે એટલી હદ સુધી કે દરબાર તેને શનિનો ગ્રહ ગણતા,
ક્યારેકતો કંટાળે ત્યારે કહેતા કે "આદમી ઘરની બૈરીથી ત્રાસ પામીને કે દુઃખથી થાકીને સંસાર છોડતાહોય છે પણ હું તો મારા આ પરાક્રમી પુત્રથી એટલો થાક્યો છું,કે જાઉં તો એ ક્યાં જાઉં ?
એક ગજબ,અને આશ્ચર્યમય વાત એ છે કે પપ્પુ ભણવામાં ઠોઠ,અને બોદો,પણ તેનું ઈંગ્લીશ ઘણું સરસ અને ફાંકડું,બચપનથી તે અંગ્રેજી બુક્સ અને મેગેઝીનો વાંચતો તેને કારણે નાની ઉમરમાં અતિસુંદર ઈંગ્લીશ, તે ઉપરાંત તે ઈંગ્લીશમાં બોલવાનો પણ જબરો શોખીન સામે કોણ છે, હોદ્દો/ દરજ્જો,કે ઉમર શું છે,તે જોયા વિના, વિનાસંકોચ તે ગમે તેની સાથે,પુરા આત્મવિશ્વાસ સાથે સ્ટાઈલથી છટાદાર,ઈંગ્લીશ ફફડાવતો
તાર્કિક દલીલો કરવામાંપણ એટલોજ પાવરધો,કે દરબાર કહેતા કે,જો આ વકીલ હોત તો તે કસાબને પણ નિર્દોષ છોડાવી શક્યો હોત.
પપ્પુની એક જ તકલીફ, અભ્યાસનું ભણવા,વાંચવામાં બિલકુલ રસ નહી,અને પરીક્ષા સમયે ચોરી કરી પાસ થવું તેજ તેનો મુદ્રાલેખ ચોરી કરવામાં પણ એટલો માહિર,કે કોઈને શંકાપણ ન જાય,અને ચોરી કરતા પકડાય પણ નહી,તે વાતનો તેને ગર્વ હતો.
પપ્પુનીપરીક્ષા હોય,ત્યારે દરબાર બેંકમાં હનુમાન ચાલીશા મનમાં બોલ્યાકરે, દરબારને બીક હતી કે કોઈવાર પરીક્ષાખંડમાં ચોરીકરતાપકડાશે તો,પોતાની આબરૂના ધજાગરા થશે
પપ્પુ બોર્ડની દશમાંધોરણની પરીક્ષા આપતો હતો,પરીક્ષા માર્ચમાં હોય,અને બેંકનું ક્લોસિંગપણ માર્ચમાં હોય દરબારને રજા ન મળી.આમ,દરબારનું ખોળિયું બેંકમાં,પણ મગજ,અને વિચારો પરીક્ષાખંડમાં
બેંકનીનજીક આવેલ કોલેજમાં પપ્પુનો બેઠક નંબર હતો.
બેંક છુટ્યાપછી,સામેની પાનની દુકાને અમે ઉભાહતા એવામાં પપ્પુ પણ પરીક્ષા આપીને તે રસ્તે નીકળ્યો
ઘડીક તો અમે પપ્પુને ઓળખી ન શક્યા ખીસ્સા વીનાનો,મલમલનો અર્ધી બાયનો સદરો,અને ગોઠણ સુધીનો લાંબો,ખીસ્સા વીનાનોચડો,(બરમુડો )માથે સફાચટ ચકચકિત ટ્ક્કો
તેને જોતાજ મેં બોલાવ્યો,અને પૂછ્યું,અલ્યા પપ્પુ આ શું નાટક કર્યું છે ? કાલ સાંજ સુધીતો ઝુલ્ફાવાળા લાંબા,મોટાવાળ હતા અને આજે ટક્કી કાં ?"
બસ,પૂરું થયું,પપ્પુએ પોતાની કેસેટ શરુ કરી,
શું કરું અંકલ,જુવોને આ પરીક્ષાનો ત્રાસ ?
In fact our examination system has gone to Dog. Excuse me, but government should introduce O.B.S. in the examinations.
OBS ? એ વળી શું ? મેં પૂછ્યું ?
પપ્પુએ જવાબ દીધો, I,mean " ઓપન બુક સિસ્ટીમ" પરીક્ષાખંડમાં પુસ્તકો ખુલારાખી લહેરથી લખો
અંકલ, તમને ખબર છે,કે પરીક્ષાખંડમાં"કહેવાતી"ચોરી રોકવા સરકાર
કેટલો દેશના નાણાંનો દુર્વ્યય કરે છે?ચોરીનું ચેકિંગ કરવામાટે સમગ્ર
ગુજરાતના દરેક કેન્દ્રો પર સ્કોર્ડ,સ્કોર્ડના ભાડા ભથ્થા,તેને માટે રોકવામાં આવતું વાહન,અને તેનો પેટ્રોલખર્ચ એક ઉપલેટાજેવડા નાનાગામમાં માત્ર પાંચપરિક્ષા કેન્દ્રપાછળ,બે જુદી,જુદીસ્કોર્ડ,દરેક સ્કોર્ડને અલગ ગાડી વિચારો તો ખરા?,અને સાત દિવસનો,560 લીટર,તેટલોજ ખર્ચ બીજી સ્કોર્ડનાવાહનનો આમ 560+ 560= કુલ,1120 લીટર એવું આખા ગુજરાતના અસંખ્ય કેન્દ્રોનો હિસાબ કરો ? ધુવાડા બંધ ખર્ચો આમાં દેશનું અર્થતંત્ર ક્યાંથી સુધરે? ઉપરાંત દરેક,કેન્દ્રમાં સંખ્યાબંધ CCTV કેમેરા,
શું ડોકટરો, ઇન્જીનીયરો,કેટરર્સ, ડેકોરેટર્સ,યોગ ગુરૂ,તથા આયુર્વેદાચાર્યો,ઉદ્યોગપતિઓ,વકીલો,વેપારીઓ
અરે,ખુદપ્રધાનો પણ કોણ સાચી આવક બતાવીને ટેક્ષ ભરે છે,?તે ટેક્ષચોરીએ ચોરી નહી,અને પરીક્ષામાં કાપલીપકડાયતો ચોરી ? "નેતાકરેતે લીલા,અને અમે કરીએ તો "કેરેક્ટર ઢીલા"આ ક્યાંનો ન્યાય.?
અંકલ, તમે ટી.વીમાં અને છાપામાં રોજવાંચતા હશો કે ગુજરાતના અમુક શહેરમાં બુટલેગરો જ્ડપાયા,દારૂની રેડપડી ઈંગ્લીશદારૂની પેટીઓ પકડાણી " શું કામ ? તમે જાણો છો ?
તેનું એકમાત્ર કારણ "દારૂબંધી"અને નશાબધી છે હમણાં ગુજરાતમાં દારૂની છૂટ આપી દ્યો,એક પણ કેસ નશાબંધીનો નહી થાય દારૂ બંધી રોકવાપણ એટલોજ સરકાર ખર્ચ કરે છે,પણ પરિણામ શૂન્ય છે જો રાજ્યમાં દારૂની છૂટઆપીદેવામાં આવે તો લોકો ચોરીછુપીથી પીતા,અને લાવતા બંધ થાય એટલુજ નહી પણ સરકારને વિપુલ આવક પણ ઉભી થાય,પરીક્ષાનું પણ એવુજ છે,એકવાર છોકરાઓને છૂટ આપીદ્યો
જુવો પછી,કોઈ ચોરી નહી કરે,અને શાંતિથી સંપીને નકલ કરશે પણ સરકારના જાણે,કેમ અમે દુશ્મનહોઈએ, તેમ પરીક્ષાકેન્દ્રપાસે 144,લગાવીને સખ્તાઈ વાપરે છે,
પપ્પુએ હસતાજવાબ આપ્યો, "અંકલ, બિહારના પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ,અને વાલીઓએ એક સંપકરી વિદ્યાર્થીઓની ઉજ્જવળકારકિર્દી બનાવવા,અને પ્રોત્સાહિતકરી આગળ વધારવામાટે જે પ્રયાસ કર્યા,ત્યારબાદ અહીંપણ અમારે કાયદો આવીગયો કે "પરીક્ષાખંડમાં કોઈપણ સાહિત્ય ન લઈ જવું,અને બુટ,મોજા,અને ચંપલ,સેન્ડલપણ ખંડની બહાર ઉતારીનેજવું " તેથી હું ખિસ્સા વિનાનો સદરો,અને, ખિસ્સા વિનાનો ચદ્દોપહેરીને પરીક્ષાખંડમાં જાઉંછું,અને "ખંડમાં કોઈ સાહિત્ય સાથે લઈ જતો નથી"જેથી કોઈ ચેકિંગની ચિંતા ન રહે.
મારા પરીક્ષાખંડમાં કુલ 80 પરીક્ષાર્થીઓ છે,પહેલે દિવસે શુભેચ્છકોએ સંદેશ વાહકને મોકલેલ સાહિત્યસાથે સુચના આપેલી કે ગુલાબી શર્ટ વાળાને આ સાહિત્ય પહોંચાડજે,હવે થયું એવું કે મારા સિવાય બીજા ત્રણ જણાએ તેવાજ રંગનું,ગુલાબી શર્ટ પહેર્યું હોય,સાહિત્ય ભૂલથી બીજાને પહોંચીગયું,એતો ઠીક છે કે હું બે,ત્રણ અપેક્ષિતપ્રશ્નોનાજવાબ સાથળ ઉપર ઘેરથી લખીને જાઉં છું,જેથી ચડ્ડાનીબોર્ડર ઉંચી કરતાજ પ્રશ્નનો જવાબ જોઇને હું લખી શક્યો,પણ જો રોજ આમ બનેતો તે કેમચાલે ? એટલે મેં નક્કી કર્યું કે માથે સફાચટ ટકો જ કરાવીનાખું,કે જે ખંડના કોઈ વિદ્યાથીઓનેનથી,એટલે બહારથીઆવતું સાહિત્ય,યોગ્ય વ્યક્તિ સિવાય,
(મારા સિવાય) બીજે ક્યાયજવાની શક્યતા ન રહે અને તે પ્રયોગ આજે સફળ રહ્યો
અમારૂ ટીમવર્ક ઘણુંસજ્જડ છે,પરીક્ષામાં પરસ્પર મદદકરી કોઈની કારકિર્દી ઉજ્જવળ બને તેવા તમામ પ્રયાસો,કેટલીકવાર જીવના જોખમે પણ કરતાહોય છે. ખોટું શું ? અમારી સહાનુભુતિમાં પરીક્ષાર્થીઓને પાણી પીવરાવનારથી માંડીને ફરજપરના પોલીસ કર્મીઓનોપણ અમને ભરપુર સહયોગ હોય છે, વડાપ્રધાનનાસૂત્ર પ્રમાણે"સહુનો સાથ સહુનો વિકાસ "મંત્ર ગજબ કામ કરી ગયો છે સહયોગ બદલ અમે તેઓને "માનધન" (ઓનેરરીયમ )પણ આપીએ છીએ પોલીસ કર્મીઓને નોકરીમાંબોનસ હોતું નથી તેથી અમારીઆપેલી રકમથી દરેક પોલીસકર્મી "તાલાલાની કેસર"ની,ત્રણ પેટી ખરીદી શકે છે અને તેથીજ કેરીની સીઝન પહેલા,પરીક્ષાની મોસમ હોય છે
શિક્ષણખાતું એમ માંને છે કે નવા નવાકાયદાઓ,અને કડકાઈથી "પરસ્પરની મદદ",અને "બંધુત્વ ભાવના " (જેને તેઓ ચોરી કહે છે)ઉપર અંકુશ આવશે,પણ અંકલ તેઓ ધૂળફાકે છે, હમેશા ધ્યાનરાખજો, કે
There is Always, a space above અમે આ રસ્તો અપનાવ્યો
પરીક્ષામાં "પરસ્પર મદદની ભાવના"ને દાબી દેવાનું પરિણામ જુવો,મને કહેતા શરમ આવે છે કે દેશના સાંસદોમાંથી 18% સાંસદો નિરક્ષર કે અંગુઠા છાપ છે.જે રાજ્યમાં ચાર ચોપડીફાડેલ "લેડીડોન",ગોડમધર, ધારાસભ્ય હોય,અને જે દેશની ભવ્યતાની પરંપરા ધરાવતી સંસદમાં,અભણ ડાકુ,અને ખૂનીઓ,સાંસદહોય, તેનું એક માત્ર કારણ તેઓને ભૂતકાળમાંઆવો "પરીક્ષા સહયોગ" સાંપડ્યો નહી હોય,અન્યથા તેઓ પણ ડિગ્રીધારી હોત જે અન્ય દેશોની નજરમાં આપણે હીણા ઉતરીએ છીએ,સરકારપૂછે છે કે "ચોરી કરનાર વિદ્યાર્થીઓની કારકિર્દી શું ?"પણ તેને ખબર છે કે, પરીક્ષાનાસાત દિવસો એ "પારસ્પરિક સંપ " નું વર્કશોપ છે,આવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેજસ્વી રાજકારણીય બનશે,જુવો બિહારમાં,લાલુ,અને મુલાયમ તેના ઉમદા ઉદાહરણો છે. ચૌર્યકળા એ ચોસઠ કળા પૈકીની એક અજીબકળા છે,જુનવાણી રાજ્યોમાં રાજા-મહારાજાઓ પોતાના કુંવરોને આ વિદ્યામાં પારંગત બનાવવા ખાસ તાલીમ અપાવતા હતા.
મને એમ લાગે છેકે દેશના કાનુનમાં બદલાવ લાવવાનો સમય પાકી ગયો છે, લગ્ન મંડપના માહ્યરાને પણ ચોરી કહેવાય,પશુચારાના ચોરને પણ ચોરી કહેવાય,અને પરીક્ષામાંપણ ચોરી કહેવાય,આ કેવું અર્થઘટન ?
ચોરીની સાચીવ્યાખ્યા આમ જુવો તો આ પ્રમાણે હોવી જોઈએ
" રોકડ,કીમતીદાગીના,બહુમુલ્ય ઝવેરાત,દેશનીકુદરતી સમ્પતિ,અને અગત્યનાદસ્તાવેજો, કે જે જે વસ્તુઓનું ભવિષ્યમાં આર્થિક રૂપાંતર થઈ શકે,તેવી કોઈપણ ચીજનું છેતરપીંડીથી,સહેતુક,સ્થૂળ,કે દસ્તાવેજી સ્વરૂપે કરેલું હસ્તાંતરણને ચોરી કહેવામાં આવે છે " કહો આમાં પરીક્ષા,કે નિર્દોષ બિચારા વિદ્યાર્થીઓ ક્યાં આવ્યા ?
થોડીજ વારમાં પપ્પુની નજર ઘડિયાળપર પડતા બોલ્યો,
Oh I,am sorry,I must go now,
it is time to planning for the next day ,
OK uncle Bye ,
Please Take Care
આટલું બોલી ઘડીકમાં પપ્પુ અદૃશ્ય થઇ ગયો