મારાજીવનનો મારા હસ્તે લખાયેલો,મારી હયાતી પછી,આ પહેલો,કે છેલ્લો પત્ર તમારા હાથમાં આવશે,
આ પત્રને તમે મારું "આખરી વસીયત "સમજી,સંજોગ સ્થિતિપ્રમાણે તેનું શક્ય તેટલુંવધુ પાલન કરી,અમલી બનાવશો તો અવશ્ય મારાઆત્માને શાંતિ થશે
" મ્રત્યુ નિશ્ચિત છે.માત્ર તેનોસમય અને દિવસ આપણે જાણતાનથી,તેથી સ્વજનના મર્ત્ય ઉપર આપણે રડા-રોળ,કરી અને સંતાપ કરીએ છીએ
"વીલ"નીવ્યાખ્યા જો તમે એવી કરતા હો કે," મિલકત/ સંપતીની વહેંચણીનો વડીલ દ્વારા કરવામાં આવેલો,અધિકૃત લેખીત કરાર" તો તે ભૂલ ભરેલીવ્યાખ્યા હશે. હું તેથી ઘણું વિશેષ આ મારા પત્રમાં કહેવા માગું છું,આશા છે મારાઅનુભવોની નોંધપોથી તમારામાટે માર્ગદર્શિકા બની રહેશે
મારા આ વીલને હું બે ભાગમાં,લખું છું જેમાં,
A મારા મૃત્યુ બાદ મારી અંતિમ વિધિ વિશેની કેટલીક સૂચનાઓ,અને
B મારીમિલકતબાબતે,ની વ્યવસ્થા
*
A અંતિમ વિધિ માટેની મારી કેટલીક સૂચનાઓ
* મારા નિધન બાદ મારા નશ્વરદેહ,કે અર્થી ઉપર ફૂલ,હાર ન ચડાવશો પુષ્પ,એતો દેવોનો શ્રુંગાર છે, ભગવાનને ધરેલી શ્રદ્ધાપૂર્વકની ભેટ છે, ઈશ્વરનું આભુષણ છે તે કુદરતી સંપત્તિ ઉપરઆપણો કોઈ અધિકાર નથી.
* મારા મૃતદેહના જે અંગો ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તે અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓને અથવા દવાખાનાને પુન:ઉપયોગમાં લેવા માટે વિનંતીસાથે તે અંગોનુંદાન કરશો જેથી કોઈ મહામુલ્યમાનવ જિંદગીનું જીવન સુધરે
*ત્યારબાદ નિર્જીવદેહનું ખોખું જ બાકીરહેશે,તો તેનેપણ અગ્નિ સમર્પિત ન કરતા કોઈ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયભૂત થાય તે હેતુથી દેહદાનની વ્યવસ્થા કરશો
*મ્રત્યુબાદ બેસણું,દીવો-પાણી,આઠમું-ઉઠમણું,સંવત્સરી,કે વરસી,જેવી કોઈ લૌકિક,ક્રિયાઓ ન કરશો
ઉઠમણું,કે,પ્રાર્થના સભાનુંપણ આયોજન ન કરશો,મૂળભૂત રીતે પ્રાર્થનાસભાનો હેતુ દિવગંતના આત્માને શાંતિ માટેનો છે,પણ જો પુનર્જન્મના સિદ્ધાંતો મુજબ તે સદગત આત્મા પુનર્જન્મ પ્રાપ્ત કરતો હોય,તો શાંતિ ક્યાંથી મળે ? બાકી,લોકોનીપ્રાર્થના,કે મૌનપાળવાથી ગયેલ જીવને શાંતિ નથી મળતી,પણ દિવગંતના પોતાના હયાતી દરમ્યાન કરેલા કર્મો ઉપર શાંતિ મળવાનો આધાર છે.
* બારમું-તેરમું, સેજ્દાન કે પ્રેતભોજન ન કરાવશો,મેં મારી હયાતીમાં જીવિત મહોસત્વ (જીવતે જગતિયું ) ઉજવેલ છે,જેને હું " મહાપ્રયાણ મહોત્સવ", કે "મ્રુત્યોત્સવ" તરીકે,ઓળખું છું
લોકવાયકાઓ,કે નિંદા કુથલી કરવાવાળાઓ પર ધ્યાન ન આપશો, મારો જાત અનુભવ છે કે ભૂતકાળમાં આવા જીવિતમહોત્સવ ઉજવીને મ્રત્યુ પામેલાઓની પણ પાછળથી સમાજે ટીકા કરી છે
" બાપને શંકા હતી કે દીકરો તેની પાછળ વિધિ વ્રત કરશે કે કેમ એટલા માટે તે પોતે,પોતાના હાથે કરીને ગયા " આવું બોલનારાઓ મેં સાંભળ્યા છે પણ હા એકવાત સાચી કે,મેં મારી હયાતીમાં કોઈ દીકરાઓપાસે હાથ લંબાવ્યો નથી,કે નથી મારામાટે તેને એક પૈસો વપરાવ્યો,તો પછી મારી હયાતી બાદ હું તેઓને આર્થિક બોજારૂપ શામાટે બનું ? તેવો ઉદ્દેશ્ય મારો ખરો.
B મારી મિલકત કે સંપત્તિ અંગે
તમે સહુ જાણો છો, કે હું સરકારી કારકુની,કરીને નિવૃતથયો છું,ચપટી-મુઠ્ઠી જે કાઈ મને પેન્શન મળતું હતું, તેમાં મેં ચલાવ્યું છે,પણ તમારા કોઈ પાસે મેં કદીપણ આર્થિક મદદની આશા રાખી નથી સ્વમાન,અને ખુદ્દારીથી જીવન જીવવું એ મારા જીવનનો સિદ્ધાંત હતો,તે તમેપણ જાણો છો.
તમારી માતાના અવસાનને વર્ષોના વ્હાણા વાઈ ગયા,તમને બાલ્યાવસ્થાથી,આજે પ્રૌઢાવસ્થાસુધી મેં એકલે હાથે, વિકટ સંઘર્ષ વેઠી પહોંચાડ્યા છે,તમારા અભ્યાસ,લગ્ન,અને રહેઠાણની,સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી, તમને સ્થિરકર્યા છે આજે તમેબધા ઉચ્ચપદઉપર છો,સારી કમાણી કરો છો,અને સમાજમાં તમારું સ્થાન છે તે જોઇને મારાથી વિશેષ કોણ રાજી થાય ?
આમ મેં મારી હયાતીમાં તમને ઉજેરીને મોટા કરવા,અને સ્થિર કરવા ઉપરાંત મારી દવાદારુના ખર્ચ બાદ હવે મારીપાસે કશું બેંક બેલેન્સ નથી, તેથી હું કોઈ રોકડરકમ તમને આપી શકતો નથી,મને તેનો લેશમાત્ર રંજ પણ નથી, કારણકે મેં આપેલી સંસ્કાર,અને શિક્ષણનીમૂડી એ રોકડ મૂડી કરતા શ્રેષ્ઠતમ છે.અને એજ સાચો વારસો છે.
મહત્વની,અને મુદ્દાનીવાત હવેજ છે,કે જે આ "વીલના હૃદય રૂપી" હું ગણું છું,જે ધ્યાનપૂર્વક વાંચી, સમજ્દારી પુર્વક અમલ કરવા ભલામણ કરું છું.
વાતર હી હવે વડીલો પાર્જિત સ્થાવર મિલ્કતની
તમને ખબરછે કે નિવૃતિના થોડા વર્ષો અગાઉ મેં મારા પ્રો,ફંડ,અને મળવા પાત્ર થતી ગ્રેચ્યુટી ઉપર લોન લઈને બે રૂમ રસોડાનું નાનું મકાન લીધું હતું,તમારી મા તો ઘરના ઘરમાંરહી પણ ન શકી,તેનું દુઃખ મને જીવનભર ખોતરતું રહ્યું છે ,
પણ હવે મારા મ્રત્યુબાદ, હું તેમકાન મારાપુત્રો,કે જેઓએ,અને તેમનીપત્નીઓએ પણ મારી આખરી
અવસ્થામાં સેવા-ચાકરી કરી છે, માનવીય વ્યવહારથી સંવેદના પૂરી પાડી છે તેમને સરખે હિસ્સે વહેંચી લેવા માટે લેખિત સુચના આપું છું
આજે આખરીઅવસ્થામાં વૃદ્ધ માતાપિતાને પૈસો ફેંકીદઈને દીકરાઓ વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે,પણ તેમના અંતિમ દિવસોમાં કોઈ પુત્ર,કે પુત્રવધુ,શારીરિક રીતે ભોગ આપી સેવા કરવા તૈયાર નથી તેવા દાખલાઓ સમાજમાં મોજુદ છે તેમ ન કરતા, દીકરા-વહુએ આપેલો શારીરિક,અને માનસિકભોગ,એ મારા સદનસીબ, ઈશ્વરનીકૃપા તેમજ મારા સિંચેલા સંસ્કારનું પરિણામ હું સમજુ છું,
પુત્રીઓને ખાસ ભલામણકરું છું કે મારી આ આખરી ઈચ્છાને "ઈશ્વરનેઆપેલું વચન " સમજી પાળે,અને મારી હયાતી બાદ મિલકત બાબતે કાનૂની જંગેચડી ભાઈઓને પરેશાન ન કરે.
"અદાલતમાં ન્યાય ભલે શોભતો હોય,પણ ઘર,અને પરિવાર સમાધાનથીજ શોભે છે, હકનીમારામારી અદાલતમાં ભલે થતી હોય,ઘરતો કર્તવ્યના ખ્યાલથી જ ગૌરવ પામે છે.અધિકારનીવાતો પરાયા વચ્ચે ભલે થતી હોય,મામકાની સાથે તો ત્યાગની વાતો જ શોભે "
આ સંદર્ભે હું તદ્દનસત્ય,અને,બિલ્કુલ વિરોધાભાસી,એવી બે ઘટના તમને લખું છું.
કે જે બન્ને ઘટનાક્રમનો,તત્કાલીન સમયે હું સદેહે સાક્ષી હતો.
પહેલી ઘટનામાં મારીજેવો જ નિર્ણય લેનાર એક સામાન્ય પિતાનીપુત્રીઓ પિતાજીના નિર્વાણ પછી, માતાપિતાના આપેલા સંસ્કારોને નેવે મૂકી ભાઈઓ સામે કાનુંની જંગેચડી ,ન્યાય આંધળો છે,ન્યાયને હૃદય, લાગણી,પ્રેમ,વાત્સલ્ય, કે સંવેદના જેવું નથી હોતું, અને પ્રપંચ,અને પૈસાથી હવે ન્યાય પણ ખરીદી શકાય છે તે રીતે સ્વર્ગસ્થ પિતાજીની લેખિત લાગણીને, પુત્રીઓની ધનભૂખ,અને વેરાગ્નીની ભાવનાએ ભરખી ખાધી
જેની સાતપેઢીમાં કોર્ટ કે પોલીસ સ્ટેશન જોયા ન્હોતા,કે તેઓના નામ તેને ચોપડેચડ્યા નથી,તેવા પ્રતિષ્ઠિત માં-બાપનાનામને લાંછન લગાડી, પુત્રીએ મિલ્કતમાં ભાગપડાવવા અદાલતના દરવાજા ખખડાવ્યા
જે પિતાને પોતાનીપુત્રીઉપર એટલું ગૌરવ હતું કે તેઓ હયાતીમાં કહેતા કે, "કદાચ ધનપતિ કુબેરની આંખમાં લાલચ જાગે,કે ઇન્દ્રની દાઢ ડળકે,પણ મારા સંતાનો કદાપી દોલત,કે મિલકત માટે એક બીજાના ગળા નહી કાપે,"પરંતુ સ્વર્ગસ્થનાં તે આત્મવિશ્વાસ ,અને અભિમાનને પુત્રીઓએ મિથ્યાભિમાન ઠેરવ્યું,
અરે !,હદ તો ત્યાં થઇ ગઈ કે તેપુત્રીએ પોતાને ઘેર ઉજવાયેલા એક શુભપ્રસંગે પોતાના વિધુરપિતાને એક ધોતિયું ભેટમાંઆપ્યું હશે,ત્યારબાદ,તુર્તજ બે ત્રણવર્ષમાં,પુત્રને ઘેર વૃદ્ધપિતાનું અવસાન થતા,પિતાને ભેટ આપેલું ધોતિયું પરત લેવા બહેન,ભાઈને ઘેર ગઈ,અને જો તે ધોતિયું વપરાશને કારણે ફાટીગયું હોય,તો તે ફાટેલ ધોતિયાના ચીંથરા પાછાં આપવાની માગણીકરી,સમાજમાં આવી વરવી પિશાચીવૃતિ ધરાવતી, ઈર્ષ્યા,અને વેરના અગ્નિમાં સળગતી બહેનો પણ પડી છે તેનું આ સત્ય ઉદાહરણ છે,
શ્રીમંત હોવાની વ્યાખ્યા શું છે ? પૈસાદાર હોવું,?ગાડી બંગલાનામાલિક હોવું ? અદ્યતન સુખસાહ્યબીવાળું જીવન જીવવું? ના,તે શ્રીમંતાઈ નથી, શ્રીમંતાઈ તો છે, કુટુંબની પરંપરા,વડીલોની આમન્યા,વચન બદ્ધતા, પરિવાર પ્રેમ,ખાનદાની,વડીલોના સંસ્કારની જાળવણી તે શ્રીમંતાઈના લક્ષણ છે.
આવા "કહેવાતા" શ્રીમંત સંતાનોની દયનીય દરિદ્ર માનસિકતા તરફ ધ્રુણા પેદા થાય છે.
બીજા ઉદાહરણમાં, એક સામાન્ય સરકારી નોકરિયાત પિતાના પુત્ર-પુત્રીઓએ વડીલોપાર્જિત મિલકતનો તેમની હયાતીમાં જ ફેસલો કરી વહેંચી નાખવા આગ્રહ કર્યો, તે મકાનની ઉપજેલી કિંમત પોતાના પિતાને આપી સંતાનોએ કહ્યું કે, "ઈશ્વરે અમને ઘણું આપ્યું છે, તમારી મિલકતનો એક પૈસો અમારે ન જોઈએ, તે પૈસામાંથી તમારી હયાતીદરમ્યાન તમો દાન-ધર્માદામાં ઉપયોગ કરજો,"એટલુ જ નહી પણ તે મકાનની
તમામ કિંમતી ઘરવખરી પણ, સંતાનોએ માતા પિતાની હાજરીમાંજ એક વૃદ્ધાશ્રમમાં દાનસ્વરૂપે ભેટમા આપી દીધી
સંસ્કાર તો બધા માતા પિતા હમેશા સારા,ઉંચા,અને ઉજ્જવળ જ આપે છે,પણ તે પચાવવા માટેની હોજરી મજબુત હોવી જોઈએ સંસ્કારના કોઈ"નસના ઇન્જેક્શન" નથી બનતા કે ઇન્જેક્ટ કરો,અને લોહીમાં સંસ્કારિતા દોડવામાંડે,
તમારી સામે આ બે સત્ય ઉદાહરણો હું મુકું છું,સારું શું,? સાચું શું? તે તમે "નીર-ક્ષીર "ન્યાયે નક્કી કરજો,મારી ફરજના એક ભાગરૂપે તમોને અંતિમ સલાહ આપું છું,
તમારા જીવનની દરેક પળ સુખમય,અને આનંદિત રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે
" सर्वे सुखिन: सन्तु,सर्वे सन्तु निरामया :,
सर्वे भद्राणि पश्यन्तु, मा कच्चित् दुखभाग् भवेत् ! "
તમારાપ્રેમાળ,
પપ્પાના શુભાશિષ,
.