*
*
આજથી અર્ધાસૈકા પહેલાં,(50વર્ષ પહેલા) આજના દિવસે એટલેકે
તારીખ 13/05/1968 ના દિવસે હું લગ્નબંધનથી બંધાયો હતો.
આમતો સમવયસ્ક સહાધ્યાયી,જ્ઞાતિ મિત્રો પૈકીના ઘણા એ કન્યાનો હાથ માગી ચુક્યા હતા,.અને સહજ છે કે,
"પાસા નાખે કઇંક જનો, પણ દાવ દેવો હરિ હાથ છે "
નિયતિના એ નિયમ મુજબ અંતે મારી દરખાસ્ત એટલે સ્વીકારાઈ,કારણકે ઈશ્વર આવનારા કપરા ચઢાણ,અને ગોવર્ધન પર્વત જેવડી જવાબદારી ઉપાડવા માટે એક એવા લોખંડી મનોબળ, જબ્બર સહનશક્તિ, અતૂટ ધીરજ,અને અખૂટ હિંમત ધરાવતા ઈસમની શોધમાં હતો કે હરિ એ હરાવવા માટે જ આપેલ દાવમાં એ ઈસમ મક્ક્મતા, ખુદ્દારી,સ્વમાન,અને અડગ રહીને લડી શકે અને તે કારણે જ કળશ મારા ઉપર ઢોળાયો
એ દ્રશ્ય મને બરાબર યાદ છે કે જૂનાગઢના શ્રી માંગનાથ મહાદેવનાં જૂનું કલેવર ધરાવતા મંદિરની ઊંચી પરસાળમાં માંડવસોરના જમણવારે તકિયાવાળા પાટલા પાસે રંગીન રંગોળીઓ સજાવી હતી,અને વહેવાઈઓ પોતાનો ડાબો હાથ ગોઠણ ઉપર ટેકવી કોણી કાઢીને કેસરી કઢેલ દૂધના ગંજીયા પીતા હતા, બસ એજ,,,, હા,, બસ એ જ જગ્યાએ બરાબર લગ્ન દિવસના 121 મહિના પછી, લગ્ન દિનની જ તારીખ 13/06/1979 ના રોજ સફેદ બુંગણ પથરાયા અને ચાર સંતાનો(સૌથી મોટુ આઠ,અને સૌથી નાનું દોઢ વર્ષનુ) ને મૂકીને ફાની દુનિયા છોડી ગયેલી 32 વર્ષીય કોડભરી જીવનસંગીની ની પ્રાર્થનાસભા યોજાણી હતી.
જીવનની ઢળતી સંધ્યાના ધુંધળા પ્રકાશમાં જયારે એ ભૂતકાળ નજર સામે તરે ત્યારે સ્વાભાવિક રીતે બીજો કોઈ હોય તો એની આંખની પાંપણ ભીની થયા વિના રહેજ નહીં,પણ મારા તો આંસુ પણ હવે એવા સુકાઈ ગયા છે કે પડ્યા પછી જેમ માણસ ધૂળ ખંખેરીને ઉભો થઇ જાય એમ હું પણ હવે કઠોર અને પાષાણ હૃદયી થઈ ગયો છું.
કોલેજનો અભ્યાસ પૂરો કરી અભ્યાસ છોડ્યા પછી દશ વર્ષે તેણીને ફરી અભ્યાસ કરવાનો ઉત્સાહ જાગ્યો ત્યારે 1972 માં વસાવેલી સાયકલને લેડીઝ સાયકલમાં ફેરવવા માટે એની ફ્રેમ બદલાવી અને સાયકલ શીખવી,1976 માં B.Ed.નો અભ્યાસ કર્યો B.Ed.ની કક્ષાના ઇતિહાસનો વિષય એને માટે બિલ્કુલ નવો જ હતો. જ્યારે હું કોલેજમાં ઇતિહાસનો વિદ્યાર્થી રહી ચુક્યો હોવાને કારણે રોજ રાત્રે 10થી 1.00 વાગ્યા સુધી ઇતિહાસ ભણાવતો ભાવનગર યુનિવર્સીટીના ચીલાચાલુ ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવાને બદલે દિલ્હી યુનિવર્સીટીના ડો.શર્મા, પ્રો, મજમુદાર, અને પ્રો,મુખરજીના લખેલા ઇતિહાસનું ગુજરાતીમાં ભાષાંતર કરી એક વ્યવસાયી પ્રાધ્યાપકની જેમ નોટ્સ તૈયાર કરાવતો અને આ રીતે બેંકની હિસાબી નોકરી, નાના બાળકોની,અને સ્વતંત્ર ઘરની તમામ જવાબદારી સાથે સ્વર્ગસ્થની ઈચ્છા મુજબ B.Ed.નો અભ્યાસ પણ પૂરો કરાવ્યો
(એક આડ વાત,,,,,,કહેવાય છે કે અંગ્રેજો 13 તારીખને અપશુકનિયાળ માને છે. પરંતુ મારા જીવનના મોટાભાગના શુભાશુભ પ્રસંગો 13 તારીખેજ બન્યાનું યાદ છે.
* મારી જન્મતારીખ (23/11/42)નો સરવાળો 13.
*મારી નોકરીનો પહેલો દિવસ 13 જુલાઈ
*મારા લગ્નની તારીખ 13 મે
*જીવનસંગીની ની પ્રાર્થના સભા 13 જૂન
*મારા વડોદરાના આલીશાન મકાન નું વાસ્તુ 13,મે 2009.)
ભાવિના ગર્ભમાં શું છુપાયું છે એ તો ખુદ પરમેશ્વર પણ નથી પામી શક્યા તો પામર માનવીની શી વિસાત છે? બસ એજ સંઘર્ષ યાત્રા ચાલીશ વર્ષથી સતત શરૂ થઇ અને આજે પણ હજુ થોડા ઘણા પ્રમાણમાં ચાલુ જ છે.
હરિએ મને હંફાવ્યો, હરાવ્યો પણ હણ્યો નહીં તેણે મારો હાથ અને સાથ ન છોડ્યા હું હાર્યો પણ તૂટ્યો નહીં
જીવન એક નાટક છે, દુનિયાના રંગમંચ ઉપર દરેક પાત્રો પોતાનો નાનો મોટો પાઠ ભજવી રોલ પૂરો થયે રંગમંચ ખાલી કરી જતા રહે છે. હવે તો આ નાટકના નાયકનો રોલ પણ પૂરો થવામાં છે બસ,,, જિંદગીનું નાટક પૂરું થશે અને પરદો પડીજશે, ભવિષ્યમાં કદાચ પાત્રો યાદ નહીં રહે તો પણ નાયકની જવાંમર્દી, ખુદ્દારી, હિંમત અને ધીરજ બેશક કોઈને પ્રેરણારૂપ નીવડશે
હિરક જયંતીના આજના દિવસે સ્વાભાવિક દ્વિધા ઉદભવે કે,
"શું આપવું અભિનંદન કે આશ્વાસન ?"
1 Bhavjit Baxi:- તમે લખ્યું હતું તેમ જેને વીતી હોય તે જાણે..હોંકારાને જીવનસાથી વગર જીવન જવાબદારી એ જીવાયે જાય છે.ઉજમ રહેતો નથી.અમે તો તમને આવી મુશ્કેલીએ આદર્શ માન્યા છે.આજના દિવસે અભિનંદન સહ વંદન.
ReplyDelete2.Baku Vaishnav Bhavjit બક્ષી
ગ્રહસ્થિ(અમારા જેવા)ને એમ લાગે કે ghar ભંગને જલસા છે. કોક વાર એવું પણ થાય કે ઓશીકું મોઢે દબાવી દઈએ ક્યાંય સુખ નથી શું karavu ?
3:-Bhavjit Baxi Baku Vaishnav અર્ધાઅંગે ફાડીયાં રુપે જીવન... વન ની મુસાફરી જેમ ચયન કરતા હોય તે જ પીડા જાણે... ગૃહસ્થી કલ્પનાપણ ના કરી શકે.... હા મજાક કરી શકે!!
4.Ami Uday VaidyaL- · Pranam tamari khudari ne, hinmat ne,zazumava ni shakkti ne,pak kala ni avadat ne, lekhan shakkti ne. Baki jivan sathi vagar ANNIVERSARY ni shubhechchha to shu apu?janma ben no mrutyu divasa mane yad chhe.badh divso chalya Jay chhe.
5:-Suresh Vyas:-આશ્વાસન શા માટે ભઈ...ચોક્કસ "અભિનંદન", રાખના રમકડાંની આ ભવાઈ જે ખુદ્દારીથી નિભાવી તે.....
6:-Usha Mankad:- Happy wedding anniversary to you and sau. Janmabhabhi...
7:-Vatsal Rana ધન્ય છે તમને, ભાઇ!બાકી આવા જ સંયોગોમા ઉધા રવાડે ચડી ગયેલાના દાખલાઓ પણ છે.
8:-Manuben Vaishnav:- ખરેખર તો મનને સવળા અથઁમાં લેવુ.
9:-Anupam Buch ખૂબ લખ્યું છે.તમારામાં સંવેદના જીવે છે.આશ્વાસમ અને અભિનંદન.
10:-Kala Joshi;- વંદન
11:-Rajeshwari Ashish Shah:- Tame j golden period vitavyo eni yado ena sambharna haji tajaj hase..haji evu lagtu hase k Jane gai kal nij ghatna hoy,ekla hovu enu dard samji saku chhu ...Mara mummy last yr Amne badhane majdhar ma mukine chalya gya ,,pappa haji aghat mathi bahar nathi avya,eklo vyakti kevo munjay ane kevi rite potani jatne ashvasan ape e joyu chhe ....etle abhinandan Sathe vandan karvu vadhare saru lagse.
12:-Niloo Vaishnav Janma ek agvu vyaktitva hatu vyomeshbhai.
13:Jitendra Dholakia:- વંદન.
ReplyDelete14:Bankim NanavatiL-સ્વ.જન્માબેન મારાજ ક્લાસમાં પ્રિ.આર્ટ્સમાં હતા.મેં Fy થી હિસ્ટરી અને તેણીએ કદાચ Economics લીધું હતું.
15:Avinash Kikani પ્રભુએ એટલે જ બે આંખો આપી છે; એક હર્ષાશ્રુ માટે અને બીજી શોકાશ્રુ માટે - બન્ને સ્વકારવાં રહ્યાં.
16:Ashvin Vasavada:- ભૂતકાળની શુભ વાતો યાદ કરી વર્તમાનના આનંદને મહાણો ભાઈ.આજે સુખી છો સંતાનો સુખી છે માટ અભિનંદન જ આપું
17:Hiral Sandip Dholakia:- Heart touching.aa paristhiti bav aghari hoy che.khas karine ek purush mate n nana balko mate.good job.
18:Dushyant Mankad:- પ્રણામ.
19:Kamalnayan Chhaya Pranam... Wishing you a happy marriage anniversary.
20:Harshit Joshipura:- 'મોગરાની મહેક' યાદ આવી ગઇ...અભિનંદન
21:Paresh Nanavati:- Pranam,namaskar
ReplyDelete22:Amit Arts Anshuman Vaishnav:- Patni na svargvas pachhi na jivan mate shabdo nathi ��Jay hatkesh, janma Ben NE praNam.
23:Trupti Patel:-Vyomeshbhai God has given you difficult life but so far he has not defeated you.congratulations for giving brave fight to God sent difficulties.I am sure you wife also must be blessing you from wherever she will be. "Dhabi no dharyo mansubo har Brahma thi nav tale Krishna karvu hoy te j kare".All the best in coming years.May God give you good health and happy peaceful life.
24:Baxi Hemanshu:- PRANAM
25:Dipesh Baxi:- Vandan vachi Asu to vahe j naman karu chhu.
26:Manhar Mehta:- વ્યોમેશ નામ જ સંપૂર્ણનું પ્રતીક છે.આપશ્રીએ જીવન સંધ્યા એક પુરુષના માનસપટની એક માત્ર વિચારની અમથી અર્ધાંગિનીની વિદાય લખલખું આખા શરીરે અનુભવાય.મન વિષાદ મય બને.પરણ્યાના પ્રથમ સમયેનો પ્રેમનું પુનરાવર્તન દરસાવવા માંડે એટલે પુખ્ત બાળકો ટકોર કરવા માંડે,ઓહો.. સુ વાત છે?..ટીનનાઝરયા બની ગયા હો.પણ હકીકતમાં આંધીનો અણસાર મનને ભરેલી વેદના ની એકલતાનો અનુભવ કરાવે.
આ સમય ની ફિલસોફીના ગાઈડ બન્યા હો તેવી સંવેદના આ પોસ્ટ થઈ. શિક્ષિત બનાવ્યા કે પ્રભુની અણગમતી પ્રસાદી સ્વીકારી લઇ જીવન ચલને કI નામ ગીત ગુંનગુંનવવું.જીવનની ફરજો એક પત્ની અને માંનો રોલ ઘર બાળકોની વિકાસની ઘડીઓ માટે બજાવવી....
યે હૈ ઝીંદગી..... અભિનંદન પ્રભુની ઈચ્છા ને સહજ બનાવીને માનું છું કે નયન અશ્રુમય પ્રભુના બન્યા હશે,કદાચ પસ્તાવો પણ કર્યો હશે કે ઝીંદાદીલી વ્યોમેશની હું સહન ન કરી શક્યો.
27:Usha Surti:- Hats off to you, Vyomeshmama...!!!
Also wishing you that you always be blessed with love and happiness..
28:Kishore MehtaL- I HAVE READ EVERYONE'S COMMENTS .. I HAVE NO EXTRA WORDS TO ADD .. U R BEST EXAMPLE FOR ME .. Shri Vyomesh Jhala Bhai : PRANAM : VANDAN :
28:Narayani Shah:- Zala Saheb God Gives the Vvv Unique Person for Such Critical Situation to Face Vvv Boldly n Positively You Have proved it VvvSuccessfully with Nurturing yr Children As a Single Parent Vvv Nicely
30:Poyani Oza:- Pranam
31:Jatin Jhala:- Happy Anniversary.I remember attending as a boy
ReplyDelete32:Narendra Vasavada જીવન તો ખળખળ વહેતી નદી જેવું છે તેને ખડકો વળાંકો ધોધૉ પસાર કરે છે છતાં સમુદ્ર સુધી પહોચવા અવિરત વહે છે કાંઠા પરના પોતાના અને અન્યનાને શાતા આપે છે.
33:Narendra Vasavada:- બસ એકહી રાસ્તા પ્રવૃત રહો.
34:Kalindi Dave:- koy shabdo mathi jadta tamaru lakhan vanchi ne,tamari himmat ane tame paheli line maa lakhyu che emke prabhu koy himmat vala ni shodh maa hata e shabdo barober lakhya che , Dhanya che tame ke Maa ane baap ne bevdi javabdari nibhavta aavya cho,
35:Dhiren Buch:- Pranam
36:Ami Vasavada:- Speech less...pranam.
37:Pradip Waghela:- Vadil sir 50th Anniversary mate Abhinandan...aapni gatha vanchi j jeewan aap jivi rahya cho ena mate aapni himmat ane makkamta n dad apvi pade.J pratyaksh rupe hayat nathi temni kami koipan sanjogoma puri thai n sake,temne Naman ane pranam��....aap mara mate sadev prernashrot raheso.No.13 is always lucky for me too.
38:Chetana Paneri:- Abhinandan
39:Pravinkumar Vyas:-Jay Hatkesh Jhalaji.
40:Ashok Nanavati:-આપની લેખીનીએ અમને પણ રડાવી દીધા.આપની કાળજું કોરી નાખતી વણૅનશકિત માટે ચરણસ્પશૅ.ઇશ્વર આપને ખૂબ ઉમદાસ્વાસ્થ્ય અાપે.પ્રણામ
41:Girish-Dharmishtha Rana:- congratulations.
42:Ambarish Nanavaty:- ABHINANADAN
43:Mahisha Gajjar:-ભાઈ નમસ્તે.આપની લેખનકલાની પ્રવૃતિ ચાલું જ રાખો જેથી તમારો અને વાચનવર્ગનો સમય જાય.સાથેસાથે સુખદુખના સહભાગી થતા હોઈએ તેવુ લાગે.સમય સારીરીતે નિરોગીરીતે પસાર થાય.
44:Bipin Oza:- "સુખદુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે ધડીયા".સમદુખીયા શું સલાહ આપે.સુંદર કલાલેખન પ્રવુતિ તમોને જીવન જીવવાની જડીબુટ્ટી આપી છે.
45:Asmita Joshi:- જીવનના રહસ્યોના તમારા અભિગમને તો એકજ શબ્દમાં વર્ણવી શકાય 'ગુલમહોર'.પ્રખરતાપ વેઠીને સહુને રંગીન છાંયો આપ્યો! ઈશ્વર સહુ સારાવાના કરે.તમારા મનોબળને વંદન.
46:Dinesh Vachharajani:- એકલા આવ્યા એકલા જવાના.હુંપણ સમદુઃખીયો છુ, ઈશ્ર્વરમા વિશ્ર્વાસ રાખવો.
47:Rajiv N Mehta:- વિષમ પરિસ્થિતમા પણ સમતારાખીને આપે સંતાન ઉછેરની જવાબદારીનો સુપેરે નિભાવ કર્યો અને અત્યારેપણ ખુમારીપૂર્વક જીવી રહ્યા છો એ મોટા ભાગના લોકો માટે પ્રેરણાત્મક ઉદાહરણ છે .વંદન ..
48:Deepak Chhaya:-જિંદગીના ઢોળાવમાં તમારે ભાગે ગબડવાનુંને ગબડતાં જેટલી હિંમત એકઠી થાય તેટલી સહજીવનમાં ભેગીકરી કઠીન તપશ્ચર્યા કરવાનું આવ્યું.જિંદગી ગમેતે ક્ષણે અનિશ્ચિતતા તરફ ધકેલી દે છે.તમે ઘણું કૌવત દાખવી બધાં છોકરાંને ભણાવ્યાં ગણાવ્યાં ને જિંદગી જીવતાં ને બધી વાતોનો સામનો કરતાં શીખવાડ્યું છે.
સહજીવનની યાત્રાના સુંદર સપનાં વાગોળીને આનંદ માણવાનો ને સાથીને યાદકરી બાળકોને તમારી ત્રીજીપેઢીની પ્રગતિ જોઈને સુખી થવાનું અર્ધશતકની મુબારકબાદીજ હોય.તમને સલામી સાથે શુભેચ્છા પાઠવું છું.
49:Devang G Chhaya:-તમારી અંગત વાતને ખુબજ સાહજીક રીતે રજુ કરી... So emotional...
50:Ravjibhai Vala:-પરિવર્તનથી આપણા વર્તનમા જરુરી ચડઉતર આવતા હોય છે.કોઈ ભાગ્યશાળી ભવપાર કરી જાય છે.સર્વ મંગલમ ભવતુ.