[1]
Saurashtre Somanatham ch,
Tuesday, 30 April 2013
"પહેલું સુખ તે જાતે નર્યા ".
માનવ સ્વભાવ એવો છે કે જ્યાં સુધી બધું બરાબર ચાલે ત્યાં સુધી આગળની કોઈ ચિંતા ગમ્ભીરતાથી ન કરે.અને જયારે તે યંત્રવત જીવનમાં સહેજ પણ ગરબડ ઉભી થાય ત્યારે સફાળો જાગીને ઉભી થયેલી ગરબડને ટાળવા આકાશ-પાતાળ એક કરે.
આપણા સહુનું એવુજ છે માનવ શરીર જ્યાંસુધી તંદુરસ્ત અને નિરોગીહોય,ત્યાંસુધી આપણે કોઈ ચિંતા વિના આપણી જીવનશૈલી મન ફાવે તે રીતે ચાલવા દઈએ છીએ પરંતુ જયારે સહેજ પણ બિમારીના લક્ષણો દેખાયા ભેગા ડોક્ટરને શરણે પહોંચી જઈએ છીએ બસ, પછી તો પૂછવાનું જ શું ?લોહી તપસરાવો , ઝાડો-પેશાબ ની લેબોરેટ્રી કરાવો, એક્ષ-રે લેવરાવો, જરૂર લાગ્યે, સ્કેનીંગ કરાવો ,અને એન્દ્રોસ્કોપી,,ઇ સી જી,તથાદવા-ગોળીના લાંબાબીલો ભરતાથઇ જાવ.
આપણા વૈદિક અને ઉપનિષદોમાં પણ જેનો ઉલ્લેખ છે તે " પંચ કર્મ " નો ઉપચાર ઋષિ-મુનિઓના સમય થીચાલ્યો આવેછે પણ આ ફાસ્ટ યુગ માં લોકો ને જેટલી ઝડપ થી બીમાર પડે છે, તેથી વધુ ઝડપથી સાજા થવા ની લાહ્ય લાગેલી છે તેને કારણે " એલોપથી ઉપચાર" વધુ પ્રચલિત છે " પંચકર્મ ની ક્રિયા " થકી રોગ મટાડવા કરતા આવતા રોગને ખાળવામાટે તે વિશેષ ઉપયોગી છે . પણ હવે ધીમે ધીમે પ્રચારના માધ્યમ ને કારણે પંચકર્મ ઉપચાર લોકપ્રિય થતો જાય છે
આવું જ એક પંચકર્મ ઉપચાર કેન્દ્ર આણદના વલ્લભ વિદ્યાનગર ખાતે, બાકરોલ રોડ પર આવેલ છે
"મુન્શી નેચરોપથી સેન્ટર" તરીકે ઓળખાતા આ ઉપચાર કેન્દ્રમાં ગુજરાત સિવાય વિદેશમાંથી પણ દર્દીઓ આવે છે.
દશ દિવસ ના પેકેજ માં તમામ શારીરિકતપાસ પછી ઉપચાર શરુ થાયછે સવાર -સાંજ શરીરને પલોટી નાખે અને ખરો શ્રમ અનુભવાય તેવો માલીસ, કટી સ્નાન ,એનીમા, કોલન, મડ બાથ, સોલાર બાથ, સ્ટીમ બાથ (વરાળ સ્નાન ) જેવા ઉપચારોથી દેહ્શુદ્ધીના પ્રયોગોનો સમાવેશ થાય છે.
સૌથી વધુ લોકો વજન ઉતારવા અને ખાનપાનની આદત બદલાવવા માટે ત્યાં આવે છે
કહે છે કે માણસ પૈસા ખર્ચીને સ્વાદિષ્ટ અને સુંદર ભોજન જમે છે પરંતુ અહીં ભૂખે મરવાના પૈસાઆપવાપડે છે કારણ કે બન્ને સમય ભોજનમાં દુધીનો સૂપ,બીટનો સૂપ, પાલક ની ભાજી નો સૂપ, ટમેટાનો સૂપ, સલાડ અને મગની દાળ જેવો પોષ્ટિક ખોરાક જ પીરસવામાં આવે છે સ્વાભાવિક રીતે ઘેર મીઠામરચા થી તમતમતી રસોઈ જમવા વાળા ને માત્ર હળદર સિંધાલુણ, અને વઘાર વિનાની ફિક્કી દાળ ન જ ભાવે
મમરા પણ શીંગ નાખ્યા વિનાના અને પહેલા પાણીમાં પલાળી અને પછી વઘારેલા આપવામાં આવે છે જેથી નામ માત્ર જ તેલનો ઉપયોગ થાય
ઘી,તેલ,ખાંડ,મીઠું,મરચું ફરસાણ,ભાત,દૂધ,દહીં કે મિષ્ટાન ત્યાં પ્રતિબંધિત છે પહેલા તો સવારમાં ચા પણ મળતી ન હતી, સવારની ચા ને બદલે તુલસી, આદુ ,ફુદીનો,મરી નાખેલ ગોળમાં બનાવેલ થોડા ગાયના દૂધમાં બનાવેલો ઉકાળો મળતો હતો, પરંતુ દર્દીઓની માંગને અનુલક્ષીને હવે ડીપ -ડીપ ચા આપવી શરુ કરી છે .ભોજનમાં મોટેભાગે પ્રવાહી અથવા અર્ધ-પ્રવાહી પીરસાય છે રોટલી માત્ર તબીબની ભલામણથી જ અપાય છે અને તે પણ વધુમાં વધુ બે ,મારાજેવા માટે પાતળી નાની ઘી લગાડ્યા વિનાની બે રોટલી ખિસ્સા માં રૂમાલ મુક્યા જેવી લાગે.
બપોરે નારિયલ નું પાણી અથવા ફ્રુટ જ્યુસ થી ચાલવવાનું રહે છે (ચા ન મળે )
આરોગ્ય ધામમાં જીમ ની પણ સુવિધાછે સવારે પાંચ વાગ્યામાં ઉઠી પ્રાર્થના અને યોગા માં હાજરી આપવી ફરજીયાત ખરી, પણ મારા જેવા સૂર્યવંશીઓ ગાપચી મારતા
વાતાવરણ ઘણું શાંત અને રમ્ય, પણ કહે છે ને કે " ભૂખ્યા ભજન પણ ન થાય " તેમ આખો દિવસ પેટ ખાલી જ લાગ્યા કરતું હોય ત્યાં મનોરમ્ય વાતાવરણ પણ સ્મશાન જેવું ઉદાસ લાગ્યા કરે
દશ દિવસ ના "ઉદર પર ના ત્રાસ " (Rap) ને કારણે, સ્વાભાવિક રીતે વજન ઉપર અસર પડેજ છે આરોગ્ય કેન્દ્ર માંથી છૂટ્યા પછી વજનમાં 2 થી 3 કિલો નો ફેર જરૂર પડી જાયછે અને જો તમે તે બાબતે થોડા વધુ ગંભીર બની ચુસ્ત રીતે અનુસરો તો 5,6, કિલો વજન અવશ્ય ઘટે છે પાન,માવા,ગુટકા,બીડી કે સિગરેટ પ્રતિબંધિત છે જે મારા જેવા તમાકુ ના વ્યસનીને મુશ્કેલી સર્જે છે (તેમ છતાં હું તો મારી રીતે તેની વ્યવસ્થા કરી લઉં છું)
હું નિયમિત રીતે છેલા 14 વર્ષ થી અનુકુળતા પ્રમાણે દશ દિવસ નો વનવાસ ભોગવી આવું છું
કમસે કમ એવું સમજીને કે " ત્રણસો પંચાવન દિવસ આડેધડ ખાવાના,અને દશ દિવસ ભૂખ્યા મરવાના "
એવું વિચારી ને પણ વર્ષ માં એકવાર દેહ-શુદ્ધિ મને ગમી
,
Monday, 29 April 2013
"સ્ટેટસ, અને ઈમેજ "
ગજબ થયો.
ગઈકાલની મારી પોસ્ટ વાંચીને મારા એક મિત્ર/સહાધ્યાયી નો આજે ફોન આવ્યો
વ્યોમેશ, મેં તારી “એલર્જી” ની પોસ્ટ વાંચી.મને ન ગમી એટલે મેં like નથી કર્યું .
મેં જવાબ વાળ્યો સાચું છે, બધાથી લખાતી બધીજ પોસ્ટ બધાને ગમે તે જરૂરી નથી, વળી ગમતી બધી પોસ્ટ ને like કરવું પણ જરૂરીનથી . હું કોઈ TV ચેનલ ની જેમ T.R.P. વધારવા માટે નહી,પણ નિજાનંદ માટે મને આવડે છે તેવું કાલુ -ઘેલું લખું છું " પણ મિત્ર હોવાના દાવે ન ગમવાનું કારણ હું જરૂર પુછીશ.
કારણ બતાવતા તેણે મને કહ્યું," યાર, ફેસબુક પરિવાર ના બધાજ સભ્યોમાંથી ભાગ્યેજ પાંચ ટકા લોકો તને અંગત રીતે, વ્યક્તિગત ઓળખતા હશે,તે સિવાયના બાકીના લોકો તારી Profile વાંચીને માત્ર નામથી જાણતા હશે, તારા Profile થી ઓળખતા લોકો પાસે તારા સ્ટેટસ અને ઈમેજને અસર પડશે તેવું તને ન થયું ? જે લોકો આપણા અત્તિતને જાણતા નથી તેવા લોકો પાસે આપણી નબળી વાત શા માટે મુકવી જોઈએ ? બસ, તે એક માત્ર કારણથી મને તે પોસ્ટ ન ગમી "વાત પૂરી કરતા તેણે ઉમેર્યું કે " ખરેખર તું ભોળો અને અતિ નિખાલસ છો "
મેં જવાબ આપ્યો કે તારા આ છેલ્લા વાક્યથી મારી પોસ્ટ ને Super like મળી ગયું
પણ, સ્ટેટસ ? કયું સ્ટેટસ ?
"અરે,યાર,બેંક મેનેજરનું સ્ટેટસ” તેણે જવાબ આપ્યો
હું હસ્યો, ખડખડાટ હસી પડ્યો અને કહ્યું કે” અલ્યા, તું બેંક મેનેજરના પદને સ્ટેટસ ગણે છે? તો સાંભળી લે કે, તે પદ માટે કોઈ વિશેષ લાયકાત કે બુદ્ધીની જરૂર નથી. જેને એક થી સો સુધી ગણતા આવડે, તે સહુ કોઈ બેંક માં મેનેજર થઇ શકે , આજનો બેંકનો પટાવાળો આવતીકાલનો બ્રાંચ મેનેજર છે.
1962,માં બેંક ની રાજકોટની શાખામાં 18 વર્ષના સ્ટાફ કેન્ટીન બોય ને 1995 માં જુનાગઢ બ્રાંચના સીનીયર મેનેજર તરીકે મેં જોયો છે.બોલ,આને તું સ્ટેટસ કહે છે ?
વાત રહી ઈમેજની તો હું તને પૂછું છું કે " રાષ્ટ્રપિતાની ઈમેજ મોટી કે બેંક મેનેજરની ?
રાષ્ટ્રપિતાની ઈમેજ શાશ્વત છે, જયારે બેંક મેનેજરની ઓળખ નાશવંત છે. હું જે બ્રાંચમાં મેનેજર હતો ત્યાનો સ્ટાફ બદલાઈ જવાનાકારણે, આજે મને તે બ્રાંચમાં કોઈ ઓળખતું નથી જયારે રાષ્ટ્રપિતાને 1947, થી આજસુધીની બધી પેઢી ઓળખે છે,અને આવતી પેઢી પણ ઓળખશે.તેવા રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે " તેઓ નાના હતા ત્યારે બીડીના ઠુંઠા વીણીને ફૂંકતા.અને એક વાર તો ઘરમાંથી ચોરી પણ કરી હતી "
જો ગાંધીજીના અત્તિત નું રહસ્ય તેમણે બહાર ન પાડ્યું હોત તો આપણને તેની જાણ ન હોતી,
પોતાના બાળપણ વિષે આવું લખ્યા છતાં તેની રાષ્ટ્રીય,કે આંતરરાષ્ટ્રીય ઈમેજ માં કઇ ફેર પડ્યો?
ગાંધીજીના પુત્રના હાથ ઉપર કોઈએ "મેરા બાપ ચોર હે "એવું ત્રોફાવ્યું ?
હવે જો રાષ્ટ્રપિતાની ઈમેજ માં કોઈ ફેર પડતો ન હોય ? તો હું કઇ વાડીનો મૂળો ?
હા,એમાં એક બીજી પણ વાતછે કે "રાષ્ટ્રપિતા બનવા માટે "ગાંધીબાપુ" થવું જરૂરી છે પણ બેંક મેનેજર બનવામાં "BAPU" (Bad Administration,&, Poor Understanding ) ન ચાલે .
અંતે મારી વાતને સ્વીકારી,કબલ્યું કે "નિખાલસતા એ સાત્વિક જીવન નું અંગ છે "
એલરજી
જે ઉમરે હું એલરજીનો અર્થ, કે સ્પેલિંગ નહોતો જાણતો તે ઉમરથી મને એલરજી શબ્દ વાપરવાની "એલરજી"હતી હા, હું માત્ર એટલું જ સમજતો હતો કે જે વસ્તુ ન આવડતી હોય,
ન ગમતી હોય, ન ભાવતી હોય, કે ન ફાવતી હોય તેને માટે આ ખાસ શબ્દ નું બહાનું ધરી દેવું તે એલરજી.તે સિવાય એલર્જી શું છે, અને કોને કહેવાય તે ખબર ન હતી.
વિદ્યાર્થી કાળમાં અભ્યાસ બાબતે આવી એલર્જી મને ગણિત, અને વિજ્ઞાનના વિષયોની હતી આંકડાની માયાજાળ પ્રત્યે સખત સુગ હતી, અને તેવુજ વિજ્ઞાનમાં હતું
તત્કાલીન મધ્યયુગના સ્વ. લાધાભાઇ માસ્ટર , દીપેન્દ્ર ભાઈ માસ્ટર અને સુમનભાઈ મઝમુદાર જેવા શિક્ષકો થી માંડીને અર્વાચીનયુગના શ્રી ખીરાસાહેબ, વખારિયા સાહેબ,અને એચ જે પંડયા,અને વિજ્ઞાન બાબતે જે બી નાણાવટી સાહેબ અને ધ્રુવકુમાર મઝમુદાર સાહેબો એ ઘણી મથામણ કરી પણ તેઓના જ્ઞાનના તરાપે હું "ગણિત-વિજ્ઞાન સાગર" પાર ન જ કરી શક્યો .યાર, નાટકના સંવાદ ગોખનારને વિજ્ઞાન ના સુત્રો કેમ ગોખવા ફાવે ?
બન્યું એવું કે નવમાં ધોરણના વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ભૌતિકશાસ્ત્ર,રસાયણ શાસ્ત્ર,શરીર વિજ્ઞાન, અને આરોગ્ય શાસ્ત્ર તથા થોડું જીવ વિજ્ઞાન ભણવાનું હતું વાર્ષિક પરીક્ષા આવી. વિજ્ઞાનનો પેપર હાથમાં આવ્યો
પેપરમાં સુચનાથી વાંચવાનું શરુ કર્યું જેમાં ખાસ બે સૂચનાઓ હતી
1. જરૂર પડે ત્યાં આકૃતિ દોરો ..2 સ્વચ્છતાના જુદા માર્ક્સ છે.
પ્રશ્ન જાણીતા લાગતા હતા પણ જવાબ કોઈ જાણીતા ન હોતા તેથી સમજાયું તેટલું લખ્યું.વળી, બક નળી, ચંબુ જેવી આકૃતિઓ તો ફાવે જ નહી ? જેને સીધી લીટી દોરતા આજ સુધી ન આવડતી હોય તેણે તેવા અખતરા ન કરાય તેવો જવાબ મારા અંતરાત્મા એ આપ્યો પ્રશ્નપત્રમાં પાંચ માર્કની ટૂંક નોંધ પણ હતી ટૂંક નોંધનો વિષય હતો " અમીબા "બસ, વાંચી ને બંદા રંગમાં આવી ગયા.વિજ્ઞાનના આખા પેપરમાં ક્યાંયે મને આકૃતિની "જરૂર ન લાગી"પણ પાંચ માર્કની ટૂંક નોંધ એક ફુલ પેઈજ તો લખ્યું પણ સરસ મજાની અમીબા ની આકૃતિ દોરી લાલ શ્યાહીથી વચે નિશાની કરી એરો મારી, * પ્રજનન બિંદુ એવી નોંધ પણ લખી અને નીચે લખ્યું,,, "આકૃતિ નં 1"
મારી સાથેના મારા મિત્રોમાંથી ભલે બધાએ કાર્બન ડાયોકસાઇડ અને અન્ય પ્રશ્નોમાં બક- નળી,અને ચંબુ દોર્યા હતા,પણ કોઈએ અમીબાની આકૃતિ દોરી ન હોતી,જાણી મારીછાતી ગર્વથી ફૂલાતી હતી. અન્ય કરતા કૈક જુદા જ દેખાવાની,અને કરવાના મારા સ્વભાવ,અને બચપનની આદતને કારણે મને ગર્વ થયો કે, પરીક્ષક બધા પેપર તપાસતા અમીબાની એક માત્ર આકૃતિ મારા પેપરમાં જોઈને ખુશ થશે.મને ખાતરી થઈ ગઈ કે ચાલો ટૂંક નોંધના પાંચમાર્ક તો આપણા ખિસ્સામાંજ છે,અને અન્ય કોઈઆકૃતિની મને જરૂર ન લાગતા દોરી ન હોવાથી,કોઈ છેક -છાકનો તો સવાલ જ નહોતો? આમ સ્વચ્છતાના માર્કપણ મળીગયેલ જ છે ,
પરીક્ષાનું પરિણામ આવ્યું, બંદા હરખાતા હરખાતા શાળાએ પહોંચ્યા જે વિષયે મને શાળાકીયવર્ષર્માં સતત ભયભિત રાખ્યો છે,તેમાંતો સવાલ જ નહોતો? ટૂંક નોંધ અને સ્વચ્છતાના માર્ક્સતો મળીજ જશે તેવી ખાતરી હતી ,પરિણામઆવ્યું તો પેપરના આગળનાભાગે લાલ શ્યાહીથી માર્ક્સ લખ્યા હતા 33+2= 35.અને નીચે નોંધપણ હતી " કૃપાગુણથી ઉપલા ધોરણમાંચડાવવામાં આવેલ છે "
ભદ્રમ -ભદ્ર કોમર્સ માં ...
ગરવી ગુજરાતી ભાષાને"ગરીબ ગુજરાતી" ભાષા કહેનારે “શું શાં પૈસાચાર"કહીને ભાષાકારો,અને ગુજરાતી સાહિત્યના શિલ્પીઓને રાંક ગણ્યા છે, ગુજરાતી ભાષા,સુવર્ણ આભુષણથી લદાયેલી નમણી નાર જેવી લચકદાર,અને ઝમકદાર લાગે છે ભાષાના બધાજ રસનું પાન કરાવનારા ગુજરાતી સાહિત્યકારો અનેક છે જેમાં ઝવેરચંદ મેઘાણી,ક્નૈલાલ મુન્શી,વીર નર્મદ,આદ્ય કવિ નરસિંહ મહેતા,નાન્હાલાલ,
સુન્દરમ,આનદશંકર બાપુભાઈ ધ્રુવ,પન્નાલાલ પટેલ,જ્યોતીન્દ્ર દવે,અને આવાતો ઘણા શાક્ષરોએ ભાષા સાહિત્યનું ગૌરવ વધાર્યું છે.
પરંતુ એ બધા માં ગુજરાતી ભાષાને નવો વળાંક આપનાર "ભદ્રમ -ભદ્ર " ના સર્જક રમણલાલ નીલકંઠ વધુ જાણીતા છે બોલવામાં અઘરા, સાંભળવામાં લાંબા,અને સમજવામાં જટિલ શબ્દ પ્રયોગ કરીને ભાષા, અને શબ્દો ને નવો વળાંક આપ્યો . આમ જુવો તો ભદ્ર્મ -ભદ્ર એ "અતિ વિશુદ્ધ ભાષા-કોશ" કહીએ તો તે ખોટું નથી
રેલ્વે સ્ટેશનને "અગ્નિ-રથ વિરામ કેન્દ્ર " ટેલીફોન ને દુર્ભાશ્ય યંત્ર " મોબઈલ ફોનને ચલિત દુર ભાસ્યયંત્ર " જેવા અલંકારિકશબ્દો માત્ર રમણલાલભાઈ જ આપી શકે.
. આજે આ યાદકરવાનું કારણ એ છે કે મારા વિદ્યાર્થી જીવનનો એક પ્રસંગ મને યાદઆવી ગયો .
બન્યું એવું કે વિનયનમાં,સ્નાતકનીપદવી મેળવી વાણિજ્યના સ્નાતકની ઉપાધી મેળવવાની ઉપાધી મેં સામેથી વહોરી.વાણિજ્યના સ્નાતકના અભ્યાસક્રમમાં " વેપારી કાયદો " (Mercantile Law ) નું એક પેપર.
વાર્ષિકપરીક્ષામાં વેપારી કાયદાના પેપરમાં પ્રશ્નનંબર 5 આ પ્રમાણે હતો :
"રેખાંકિત ધનાદેશ એટલે શું ? તેના પ્રકાર વર્ણવો "
આખું વર્ષ મહેનત કર્યા પછી વેપારી કાયદો ગોખી નાખનાર એવામને આ પ્રશ્ન અજાણ્યો લાગ્યો, ઘણી મુંજવણપછી નિરીક્ષક ને ઈશારો કરીબોલાવ્યા, અને પ્રશ્નમાં શું પૂછવામાંગે છે તેઅંગેપૂછ્યું,પણ કમનસીબે નિરીક્ષક વિજ્ઞાનના અનુસ્નાતક હોવાથી,મને સંતોષકારક જવાબ ન આપીશક્યા.ઉલટું તેમણે મનેકહ્યું કે "પર્યાય શબ્દોનો અભ્યાસ કરવો એ પણ પરીક્ષાનો જ એકભાગ છે "
પ્રશ્ન વાંચતા જ હું સમજીગયો કે પેપેરસેટરની કમિટીમાં લો-કોલેજનાપ્રાધ્યાપક શ્રી,પી.ટી.છાયાસાહેબ જરૂર છે. અને આપ્રશ્ન તેનો જ છે.મને ભદ્રમ ભદ્ર યાદ આવી ગયા મેં વિચાર્યું કે જરૂર છાયા સાહેબ રમણલાલ નિલકંઠના શિષ્ય હશે તેને કારણે તેણે અલંકારીક ભાષા અંગીકાર કરી છે.
બધુજ આવડ્યું પણ 15 માર્ક્સના આ પ્રશ્ન ને કેમ છોડી દેવાય? પણ કરવું પણ શું ? જયારે સવાલ જ ન સમજાય તો કાયદાનાપેપરમાં ગપ્પા થોડા મરાય ?અંતે પ્રશ્ન છોડીદેવાનું વિચારી હું ઉભો થયો ઉત્તરવહી
સુન્દરમ,આનદશંકર બાપુભાઈ ધ્રુવ,પન્નાલાલ પટેલ,જ્યોતીન્દ્ર દવે,અને આવાતો ઘણા શાક્ષરોએ ભાષા સાહિત્યનું ગૌરવ વધાર્યું છે.
પરંતુ એ બધા માં ગુજરાતી ભાષાને નવો વળાંક આપનાર "ભદ્રમ -ભદ્ર " ના સર્જક રમણલાલ નીલકંઠ વધુ જાણીતા છે બોલવામાં અઘરા, સાંભળવામાં લાંબા,અને સમજવામાં જટિલ શબ્દ પ્રયોગ કરીને ભાષા, અને શબ્દો ને નવો વળાંક આપ્યો . આમ જુવો તો ભદ્ર્મ -ભદ્ર એ "અતિ વિશુદ્ધ ભાષા-કોશ" કહીએ તો તે ખોટું નથી
રેલ્વે સ્ટેશનને "અગ્નિ-રથ વિરામ કેન્દ્ર " ટેલીફોન ને દુર્ભાશ્ય યંત્ર " મોબઈલ ફોનને ચલિત દુર ભાસ્યયંત્ર " જેવા અલંકારિકશબ્દો માત્ર રમણલાલભાઈ જ આપી શકે.
. આજે આ યાદકરવાનું કારણ એ છે કે મારા વિદ્યાર્થી જીવનનો એક પ્રસંગ મને યાદઆવી ગયો .
બન્યું એવું કે વિનયનમાં,સ્નાતકનીપદવી મેળવી વાણિજ્યના સ્નાતકની ઉપાધી મેળવવાની ઉપાધી મેં સામેથી વહોરી.વાણિજ્યના સ્નાતકના અભ્યાસક્રમમાં " વેપારી કાયદો " (Mercantile Law ) નું એક પેપર.
વાર્ષિકપરીક્ષામાં વેપારી કાયદાના પેપરમાં પ્રશ્નનંબર 5 આ પ્રમાણે હતો :
"રેખાંકિત ધનાદેશ એટલે શું ? તેના પ્રકાર વર્ણવો "
આખું વર્ષ મહેનત કર્યા પછી વેપારી કાયદો ગોખી નાખનાર એવામને આ પ્રશ્ન અજાણ્યો લાગ્યો, ઘણી મુંજવણપછી નિરીક્ષક ને ઈશારો કરીબોલાવ્યા, અને પ્રશ્નમાં શું પૂછવામાંગે છે તેઅંગેપૂછ્યું,પણ કમનસીબે નિરીક્ષક વિજ્ઞાનના અનુસ્નાતક હોવાથી,મને સંતોષકારક જવાબ ન આપીશક્યા.ઉલટું તેમણે મનેકહ્યું કે "પર્યાય શબ્દોનો અભ્યાસ કરવો એ પણ પરીક્ષાનો જ એકભાગ છે "
પ્રશ્ન વાંચતા જ હું સમજીગયો કે પેપેરસેટરની કમિટીમાં લો-કોલેજનાપ્રાધ્યાપક શ્રી,પી.ટી.છાયાસાહેબ જરૂર છે. અને આપ્રશ્ન તેનો જ છે.મને ભદ્રમ ભદ્ર યાદ આવી ગયા મેં વિચાર્યું કે જરૂર છાયા સાહેબ રમણલાલ નિલકંઠના શિષ્ય હશે તેને કારણે તેણે અલંકારીક ભાષા અંગીકાર કરી છે.
બધુજ આવડ્યું પણ 15 માર્ક્સના આ પ્રશ્ન ને કેમ છોડી દેવાય? પણ કરવું પણ શું ? જયારે સવાલ જ ન સમજાય તો કાયદાનાપેપરમાં ગપ્પા થોડા મરાય ?અંતે પ્રશ્ન છોડીદેવાનું વિચારી હું ઉભો થયો ઉત્તરવહી
બંધ કરીને નિરીક્ષકના મેજ સુધી પહોચતા મેં પ્રશ્ન પત્રને ખિસ્સામાં મુકવા ઘડીવાળી,તેવામાં મારું ધ્યાન પ્રશ્નપત્રના પાછળના ભાગે છપાયેલ ઈંગ્લીશ version ઉપરપડ્યું ઈંગ્લીશ version ના પાંચમોપ્રશ્ન વાંચતા તેમાં લખ્યુંહતું કે :-"What Is Cross Cheque? Describe the Type of Crossing?
વાંચતાજ હું હરખાયો અને ફરીપાછું આસન ગ્રહણ કરી, ઉત્તરવહીખોલી, મેં પૂરો અને સાચો જવાબલખ્યો
આમ "રેખાંકિત ધનાદેશ "એટલે “Cross Cheqe” એ મને પહેલી વાર ખબરપડી.
અલંકારિક ભાષાનીઝમક ક્યારેક આમ ભારેપડે છે .
વાંચતાજ હું હરખાયો અને ફરીપાછું આસન ગ્રહણ કરી, ઉત્તરવહીખોલી, મેં પૂરો અને સાચો જવાબલખ્યો
આમ "રેખાંકિત ધનાદેશ "એટલે “Cross Cheqe” એ મને પહેલી વાર ખબરપડી.
અલંકારિક ભાષાનીઝમક ક્યારેક આમ ભારેપડે છે .
Subscribe to:
Posts (Atom)