Monday, 29 April 2013

"સ્ટેટસ, અને ઈમેજ "


ગજબ થયો.
ગઈકાલની મારી પોસ્ટ વાંચીને મારા એક મિત્ર/સહાધ્યાયી નો આજે ફોન આવ્યો
વ્યોમેશ, મેં તારી “એલર્જી” ની પોસ્ટ વાંચી.મને ન ગમી એટલે મેં like નથી કર્યું .
મેં જવાબ વાળ્યો સાચું છે, બધાથી લખાતી બધીજ પોસ્ટ બધાને ગમે તે જરૂરી નથી, વળી ગમતી બધી પોસ્ટ ને like કરવું પણ જરૂરીનથી . હું કોઈ TV ચેનલ ની જેમ T.R.P. વધારવા માટે નહી,પણ નિજાનંદ માટે મને આવડે છે તેવું કાલુ -ઘેલું લખું છું " પણ મિત્ર હોવાના દાવે ન ગમવાનું કારણ હું જરૂર પુછીશ.
કારણ બતાવતા તેણે મને કહ્યું," યાર, ફેસબુક પરિવાર ના બધાજ સભ્યોમાંથી ભાગ્યેજ પાંચ ટકા લોકો તને અંગત રીતે, વ્યક્તિગત ઓળખતા હશે,તે સિવાયના બાકીના લોકો તારી Profile વાંચીને માત્ર નામથી જાણતા હશે, તારા Profile થી ઓળખતા લોકો પાસે તારા સ્ટેટસ અને ઈમેજને અસર પડશે તેવું તને ન થયું ? જે લોકો આપણા અત્તિતને જાણતા નથી તેવા લોકો પાસે આપણી નબળી વાત શા માટે મુકવી જોઈએ ? બસ, તે એક માત્ર કારણથી મને તે પોસ્ટ ન ગમી "વાત પૂરી કરતા તેણે ઉમેર્યું કે " ખરેખર તું ભોળો અને અતિ નિખાલસ છો "
મેં જવાબ આપ્યો કે તારા આ છેલ્લા વાક્યથી મારી પોસ્ટ ને Super like મળી ગયું
પણ, સ્ટેટસ ? કયું સ્ટેટસ ?
"અરે,યાર,બેંક મેનેજરનું સ્ટેટસ” તેણે જવાબ આપ્યો
હું હસ્યો, ખડખડાટ હસી પડ્યો અને કહ્યું કે” અલ્યા, તું બેંક મેનેજરના પદને સ્ટેટસ ગણે છે? તો સાંભળી લે કે, તે પદ માટે કોઈ વિશેષ લાયકાત કે બુદ્ધીની જરૂર નથી. જેને એક થી સો સુધી ગણતા આવડે, તે સહુ કોઈ બેંક માં મેનેજર થઇ શકે , આજનો બેંકનો પટાવાળો આવતીકાલનો બ્રાંચ મેનેજર છે.
1962,માં બેંક ની રાજકોટની શાખામાં 18 વર્ષના સ્ટાફ કેન્ટીન બોય ને 1995 માં જુનાગઢ બ્રાંચના સીનીયર મેનેજર તરીકે મેં જોયો છે.બોલ,આને તું સ્ટેટસ કહે છે ?
વાત રહી ઈમેજની તો હું તને પૂછું છું કે " રાષ્ટ્રપિતાની ઈમેજ મોટી કે બેંક મેનેજરની ?
રાષ્ટ્રપિતાની ઈમેજ શાશ્વત છે, જયારે બેંક મેનેજરની ઓળખ નાશવંત છે. હું જે બ્રાંચમાં મેનેજર હતો ત્યાનો સ્ટાફ બદલાઈ જવાનાકારણે, આજે મને તે બ્રાંચમાં કોઈ ઓળખતું નથી જયારે રાષ્ટ્રપિતાને 1947, થી આજસુધીની બધી પેઢી ઓળખે છે,અને આવતી પેઢી પણ ઓળખશે.તેવા રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે " તેઓ નાના હતા ત્યારે બીડીના ઠુંઠા વીણીને ફૂંકતા.અને એક વાર તો ઘરમાંથી ચોરી પણ કરી હતી "
જો ગાંધીજીના અત્તિત નું રહસ્ય તેમણે બહાર ન પાડ્યું હોત તો આપણને તેની જાણ ન હોતી,
પોતાના બાળપણ વિષે આવું લખ્યા છતાં તેની રાષ્ટ્રીય,કે આંતરરાષ્ટ્રીય ઈમેજ માં કઇ ફેર પડ્યો?
ગાંધીજીના પુત્રના હાથ ઉપર કોઈએ "મેરા બાપ ચોર હે "એવું ત્રોફાવ્યું ?
હવે જો રાષ્ટ્રપિતાની ઈમેજ માં કોઈ ફેર પડતો ન હોય ? તો હું કઇ વાડીનો મૂળો ?
હા,એમાં એક બીજી પણ વાતછે કે "રાષ્ટ્રપિતા બનવા માટે "ગાંધીબાપુ" થવું જરૂરી છે પણ બેંક મેનેજર બનવામાં "BAPU" (Bad Administration,&, Poor Understanding ) ન ચાલે .
અંતે મારી વાતને સ્વીકારી,કબલ્યું કે "નિખાલસતા એ સાત્વિક જીવન નું અંગ છે "

4 comments:

  1. Divyes Vithalani : એ ભાઇ , કહાથે આપ આજ તક ....

    ReplyDelete
  2. Yamini Chhaya: Vyomesh mama mja aavi gai.

    ReplyDelete
  3. Dhiren Avashia : great....BAPU...Gamyu....

    ReplyDelete
  4. Maheshkant Vasavada :-- વ્યોમેશ તમે સરસ લખ્યું છે ,માણસ કાયમ મહોરાં પહેરીંજ ફરતો હોયછે અને આથી નિખાલસ નથી બની શકતો .I am something ના નશા માં રાચતી વ્યક્તિ ને કોણ ખે કે I is the least important word. અત્રે એક પોસ્ટ માં જેમના નામ નો ઉલ્લેખ કરેલ તે સ્વ .કનકરાય વસાવડા વિસાવદર માં મામલતદાર હતા . સાંજના છ પછી આવી ને કોઈ મામલતદાર સાહેબ કહે તો ખીટી પર લટકાવેલ પોતાનો કોટ બતાવી ને કહેતા મામલતદાર અત્યારે ખીંટી પર લટકે છે ,કનકરાય હાજર છે બોલો શું કામ છે ?આવા કેટલા ? જયારે અમારા એક મિત્રને નિવૃત થયા પછી મહેતા કહેતા એ ન ગમતું -કારણ 30 વર્ષ સુધી મહેતા સાહેબ જ સંભાળેલ .

    ReplyDelete