Tuesday, 30 April 2013

"પહેલું સુખ તે જાતે નર્યા ".


માનવ સ્વભાવ એવો છે કે જ્યાં સુધી બધું બરાબર ચાલે ત્યાં સુધી આગળની કોઈ ચિંતા ગમ્ભીરતાથી ન કરે.અને જયારે તે યંત્રવત જીવનમાં સહેજ પણ ગરબડ ઉભી થાય ત્યારે સફાળો જાગીને  ઉભી  થયેલી ગરબડને ટાળવા આકાશ-પાતાળ એક કરે.
આપણા સહુનું એવુજ છે  માનવ શરીર જ્યાંસુધી તંદુરસ્ત અને નિરોગીહોય,ત્યાંસુધી આપણે કોઈ ચિંતા વિના આપણી જીવનશૈલી મન  ફાવે તે રીતે ચાલવા દઈએ છીએ પરંતુ જયારે સહેજ પણ બિમારીના લક્ષણો દેખાયા ભેગા ડોક્ટરને શરણે પહોંચી જઈએ છીએ બસ, પછી તો પૂછવાનું જ શું ?લોહી તપસરાવો , ઝાડો-પેશાબ ની લેબોરેટ્રી કરાવો, એક્ષ-રે લેવરાવો, જરૂર લાગ્યે, સ્કેનીંગ કરાવો ,અને એન્દ્રોસ્કોપી,,ઇ સી જી,તથાદવા-ગોળીના લાંબાબીલો ભરતાથઇ જાવ.
આપણા વૈદિક અને ઉપનિષદોમાં પણ જેનો ઉલ્લેખ છે તે " પંચ કર્મ " નો ઉપચાર ઋષિ-મુનિઓના સમય થીચાલ્યો આવેછે પણ આ ફાસ્ટ યુગ માં લોકો ને જેટલી ઝડપ થી બીમાર પડે છે, તેથી વધુ ઝડપથી સાજા  થવા ની લાહ્ય લાગેલી છે તેને કારણે " એલોપથી ઉપચાર" વધુ પ્રચલિત છે " પંચકર્મ ની ક્રિયા " થકી રોગ મટાડવા કરતા આવતા રોગને ખાળવામાટે તે વિશેષ ઉપયોગી છે . પણ હવે ધીમે ધીમે પ્રચારના માધ્યમ ને કારણે પંચકર્મ ઉપચાર લોકપ્રિય થતો જાય છે
આવું જ એક પંચકર્મ ઉપચાર કેન્દ્ર આણદના વલ્લભ વિદ્યાનગર ખાતે, બાકરોલ રોડ પર આવેલ છે
"મુન્શી નેચરોપથી સેન્ટર" તરીકે ઓળખાતા આ ઉપચાર કેન્દ્રમાં ગુજરાત સિવાય વિદેશમાંથી પણ  દર્દીઓ આવે છે.
દશ દિવસ ના પેકેજ માં તમામ શારીરિકતપાસ પછી ઉપચાર શરુ થાયછે સવાર -સાંજ શરીરને પલોટી નાખે અને ખરો શ્રમ અનુભવાય તેવો માલીસ, કટી સ્નાન ,એનીમા, કોલન, મડ બાથ, સોલાર બાથ, સ્ટીમ બાથ (વરાળ સ્નાન ) જેવા ઉપચારોથી દેહ્શુદ્ધીના પ્રયોગોનો સમાવેશ થાય છે.
સૌથી વધુ લોકો વજન ઉતારવા અને ખાનપાનની આદત બદલાવવા માટે ત્યાં આવે છે
કહે છે કે માણસ પૈસા ખર્ચીને સ્વાદિષ્ટ અને સુંદર ભોજન જમે છે પરંતુ અહીં ભૂખે મરવાના પૈસાઆપવાપડે છે કારણ કે બન્ને સમય ભોજનમાં દુધીનો સૂપ,બીટનો સૂપ, પાલક ની ભાજી નો સૂપ, ટમેટાનો સૂપ, સલાડ અને મગની દાળ જેવો પોષ્ટિક ખોરાક જ પીરસવામાં આવે છે સ્વાભાવિક રીતે ઘેર મીઠામરચા થી તમતમતી રસોઈ જમવા વાળા ને માત્ર હળદર સિંધાલુણ, અને વઘાર વિનાની ફિક્કી દાળ ન જ ભાવે
મમરા પણ શીંગ નાખ્યા વિનાના અને પહેલા પાણીમાં પલાળી અને પછી વઘારેલા આપવામાં આવે છે જેથી નામ માત્ર જ તેલનો ઉપયોગ થાય
ઘી,તેલ,ખાંડ,મીઠું,મરચું ફરસાણ,ભાત,દૂધ,દહીં કે મિષ્ટાન ત્યાં પ્રતિબંધિત છે પહેલા તો સવારમાં  ચા પણ મળતી ન હતી, સવારની ચા ને બદલે તુલસી, આદુ ,ફુદીનો,મરી નાખેલ ગોળમાં બનાવેલ થોડા ગાયના દૂધમાં બનાવેલો ઉકાળો મળતો હતો, પરંતુ દર્દીઓની માંગને અનુલક્ષીને હવે ડીપ -ડીપ ચા આપવી શરુ કરી છે .ભોજનમાં મોટેભાગે પ્રવાહી અથવા અર્ધ-પ્રવાહી પીરસાય છે  રોટલી માત્ર તબીબની ભલામણથી જ અપાય છે અને તે પણ વધુમાં વધુ બે ,મારાજેવા માટે પાતળી નાની ઘી લગાડ્યા વિનાની  બે રોટલી ખિસ્સા માં રૂમાલ મુક્યા જેવી લાગે.
બપોરે નારિયલ નું પાણી અથવા ફ્રુટ જ્યુસ થી ચાલવવાનું રહે છે  (ચા ન મળે )
આરોગ્ય ધામમાં જીમ ની પણ સુવિધાછે સવારે પાંચ વાગ્યામાં ઉઠી પ્રાર્થના અને યોગા માં હાજરી આપવી ફરજીયાત ખરી, પણ મારા જેવા સૂર્યવંશીઓ ગાપચી મારતા
વાતાવરણ ઘણું શાંત અને રમ્ય, પણ કહે છે ને કે " ભૂખ્યા ભજન પણ ન થાય " તેમ આખો દિવસ પેટ ખાલી જ લાગ્યા કરતું હોય ત્યાં મનોરમ્ય વાતાવરણ પણ સ્મશાન જેવું ઉદાસ લાગ્યા કરે
દશ દિવસ ના "ઉદર પર ના ત્રાસ " (Rap) ને કારણે, સ્વાભાવિક રીતે વજન ઉપર અસર પડેજ છે આરોગ્ય કેન્દ્ર માંથી છૂટ્યા પછી વજનમાં 2 થી 3 કિલો નો ફેર જરૂર પડી જાયછે અને જો તમે તે બાબતે થોડા વધુ ગંભીર બની ચુસ્ત રીતે અનુસરો તો 5,6, કિલો વજન અવશ્ય ઘટે છે પાન,માવા,ગુટકા,બીડી કે  સિગરેટ પ્રતિબંધિત છે જે મારા જેવા તમાકુ ના વ્યસનીને મુશ્કેલી સર્જે છે (તેમ છતાં હું તો મારી રીતે તેની વ્યવસ્થા કરી લઉં છું)
હું નિયમિત રીતે છેલા 14 વર્ષ થી અનુકુળતા પ્રમાણે દશ દિવસ નો વનવાસ ભોગવી આવું છું
કમસે કમ એવું સમજીને  કે " ત્રણસો પંચાવન દિવસ આડેધડ ખાવાના,અને દશ દિવસ ભૂખ્યા મરવાના "
એવું વિચારી ને પણ વર્ષ માં એકવાર દેહ-શુદ્ધિ મને ગમી
 ,

No comments:

Post a Comment