Wednesday, 19 August 2015

ટ્રક ડ્રાઈવરો શાયરોથી કમ નથી


 ભારતભરના રસ્તાઓ બેનમુન છે,દેશના વ્યાપારઉદ્યોગને વધારવામાં તેનો સિંહ ફાળો છે,આજ રસ્તાઓ પરથી માલની હેરાફેરી કરતી ટ્રકો, દેશના જુદા જુદા રાજ્યોમાંથી જુદી,જુદીજગ્યાએ જતી હોય છે.
વ્યાપારના વિસ્તરીકરણ તથા કાચા- તૈયારમાલની આયાત નિકાસ રેલ્વે કરતા રસ્તાઓ પર દોડતી ટ્રકો દ્વારા વધુ થાય છે. સમયનો બચાવ,ઝડપ,અને ઓછું નુકશાની તેના મહત્વના કારણો છે
                    જુદા,જુદા,રાજ્યોની આવી દોડતી ટ્રકોના પાછળનાભાગે શાયરાના અંદાઝમાં જુદા,જુદાસુત્રો કે શાયરી વાંચવા મળે છે કેટલીકવાર સાહિત્યના અભ્યાસુ લોકોએ પણ આવી શાયરી,કે સુત્રો ભાગ્યેજ સાંભળ્યા,વાંચ્યાહોય તેવા સુત્રો/ શાયરીઓ લખેલ હોય છે જે પૈકી થોડી અત્રે રજુ કરું છું.



1.मालिक की गाड़ी, ड्राइवर का पसीना
चलती है सड़क पर बन कर हसीना !!
2 मालिक की ज़िंदगी बिस्कुट और केक पर
ड्राइवर की ज़िंदगी एक्सिलेरेटर और ब्रेक पर!!

3 पत्ता हूँ ताश का जोकर न समझना,
आशिक हूँ तेरे प्यार का नौकर न समझना!!

4.या खुदा क्यों बनाया मोटर बनाने वाले को,        
घर से बेघर किया मोटर चलाने वाले को!!
5 ड्राईवर की ज़िन्दगी में लाखों इलज़ाम होते हैं,
निगाहें साफ़ होती हैं फिर भी बदनाम होते हैं!!
6 .चलती है गाड़ी उड़ती है धूल
  जलते हैं दुश्मन खिलते हैं फूल!!
7. दिल के अरमाँ आँसुओं में बह गये
वो उतर कर चल दिये हम गियर बदलते रह गये !!
8.लोन लेकर खेल ये खेला है,यारो नजर नलगाना
    ये गरीब का ठेला है , चोरी से मत उठाना !!

 

9. सदा स्टेरिंग का साथ रहे सन्मुख रहे ब्रेक,
पाँचों मिल रक्षा करें टायर ट्यूब और जैक !!

10 .कभी साइड से आती हो, कभी पीछे से आती हो
     मेरी जाँ हार्न दे देकर, मुझे तुम क्यों सताती हो!!
11.  भाँग माँगें मीठा, चरस माँगे घी
     दारू माँगे जूता चप्पल, जब-जब ज़्यादा पी!!

12 .कीचड़ में पैर रखोगी तो धोना पड़ेगा
      गोरी ड्राइवर से शादी करोगी तो रोना पड़ेगा!!
13.  नाज़ुक है ज़िन्दगी परेशां है ज़माना
      आपसे उधार करके हमें क्या है कमाना!!       
14 पानी गिरता है पहाड़ से, दीवार से नहीं
     दोस्ती है हमसे, हमारे रोज़गार से नही!!
15, हम चिंतन करें उनकी,जिन्हें चिंता हमारी है
  हमारे रथकी रक्षा जो करे,वो सुदर्शन चक्रधारी हैं!!
16, बुरी नज़र वालों की तीन दवाई जूता, चप्पल   और, पिटाई!!
17, सुबह का बचपन हँसते देखा दोपहर मस्त जवानी
     शाम का बुढ़ापा ढलते देखा, रात को ख़त्म कहानी!

Sunday, 16 August 2015

"ભળતા,નામનું ભૂત."


*
*
*થોડા દિવસપહેલા "વા વાયોને છાપરૂં ખસ્યું,,," ની પોસ્ટ મુકેલી,
તેના પ્રતિભાવરૂપે આવેલી કોમેન્ટ્સપૈકીની બે કોમેન્ટ્સ જે પૈકી એક,શ્રી,મહેશભાઈ વસાવડા,અને બીજા શ્રી ધીરેનભાઈ અવાશિયાએ પણ પોતાનો અનુભવ ટાંક્યો છે શ્રી,ધીરેનભાઈ સાચા છે કે "જૂનાગઢનાં નાગર વાડાઓમાં ...."ઉડયું " .."સાંભ્ળ્યું " .."કેચ કે .." વાત આવી છે,"આદિ આદિ શબ્દો તો કેટલાક નાં "તકિયા કલામ " જેવાથઇ ગયા છે "
આ "સાંભળ્યું છે " નો એક "કરુણ-રમુજી " કિસ્સો ફરીએકવાર મારીસાથે બની ગયો,
થોડા વર્ષો પૂર્વેની આ ઘટના છે,
ભૂકંપ,ચક્રવાત,અને અફવા વચ્ચે  થોડું સામ્ય  છે 
પહેલું તો એ કે ત્રણેયને તેના ઉદગમ બિંદુ હોય છે, બીજું,ત્રણેય ગતિશીલ હોય ઉદગમબિંદુ બદલાવાની શક્યતા હોય છે અને ત્રીજું,ત્રણેયની "આફ્ટર ઈફેક્ટ " સારી હોતીનથી,
મારીવાતનું ઉદગમ બિંદુ શ્રી રણછોડરાયજીનું મંદિર હતું 
પ્રભાતનો સમય હતો મોટાભાગની ગંગાસ્વરુપીણીઓ,મંગળાના દર્શનકરવા આવેલ તેઓ દર્શન ખુલ્લા મુકાવાના સમયઅગાઉ ત્યાં હાજર હોય,અને દર્શનખુલે તે દરમ્યાન,કૈક પરિવારની ચાર દીવાલોનીઅંદર બનતા,સામાજિકપ્રશ્નો,રસોઈ ઘરમાં થતાઘર્ષણ,જેવી અંગત બાબતોનું રસપૂર્વક નિરૂપણ કરી,અરસ્પરસ સમાચારોનું આદાન પ્રદાન કરતા હતા,(તે  પવિત્ર મંદિરને ઓટલે થતી હોય એટલે  ચોવટ,પંચાત,કે કુથલી ન કહેવાય "નવા-જૂની કહેવાય )
તે પૈકીના એક વયસ્ક બહેને વિસ્ફોટ કર્યો " સાંભળ્યું ? વિનુભાઈનો વચલો દીકરો ગ્યો  "
બીજા બહેને ઉત્સુકતાથી પૂછ્યું " એ વિનુભાઈ કયા?"
જવાબ મળ્યો "અરે, વિનુભાઈ ઝાલા,નવા નાગરવાડાવાળા "
સીટીસર્વે ઓફીસના દફતરે,આખો નવો નાગરવાડો મારા સ્વર્ગીય પિતાશ્રીને ને નામે નોધાયેલો હોય તેરીતે  તેણે ઓળખાણ આપી,
"એમ,? તમને કોણે કહ્યું ?" ત્રીજાએ રસ દાખવતા સમાચારનીઅધિકૃતતા જાણવાની કોશિશ કરી
પહેલા બહેને કહ્યું "જ્યાં તેનું સાસરું છે,તે વસાવડાખડકીમાં અમારો દૂધવાળો દૂધ આપે છે,,તેણેકહ્યું, કે "જોશીપુરાના સગા,વ્યોમેશભાઈ ઝાલા ગુજરીગયા "
બસ,આટલું પુરતું હતું સવારનાસાડાસાતે હરિભાઈનીદુકાને,આઠવાગ્યે ગોરધન ટીડાને ત્યાં શાક લેતા,અને નવ વાગ્યે આઝાદચોકની લાઇબ્રેરીનાપગથીયે,ઓળખતામિત્રો વચ્ચે ચર્ચા શરુ થઇ 
         મને એમ લાગે છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીનીજનતાને વાય-ફાઈની સુવિધાનું વચન ચૂંટણીપહેલાઆપેલું,જે આજ દિનસુધીપૂરુંનથીકર્યું જયારે આપણું જુનાગઢ કેટલું પ્રોગ્રેસીવ છે કે નરસિંહ મહેતાજીના સમયથી અર્ધુંજુનાગઢ "વાય -ફાઈ"થી સજ્જ છે 
મોબાઈલની ચાંપ ફટોફટ દબાણી,ચારસેકન્ડમાં તો જોજનો દુરરહેતા,દરિયાપારના સગા,મિત્રોમાં વાત પ્રસરી,મારાપુત્રના કેટલાક યુવાન જુનાગઢી મિત્રોએ મેસેજ મોકલ્યા,કોઈએ અંગતમિત્ર હોવાનાદાવે ફોન પણ કર્યો,અને પૂછી પણ લીધું કે " ઉઠામણું ક્યાં,? અમદાવાદ,વડોદરા,કે જૂનાગઢમાં,અને ક્યે દિવસે ?"
સવારમાં અણધાર્યાસમાચારનો ફોનઆવતા મારો પુત્ર હત-પ્રભ થઇ ગયો તુરતજ તેણે મને ફોન કર્યો,
પણ હું સવારની દૈનિક ક્રિયા આટોપવામાંવ્યસ્ત હોઉં,મેં રીંગ ન સાંભળી,ફોન "નો રીપ્લાય" થતા તે વધુ મુંજાયો, તેણે મારીપુત્રીને ફોન કરીને પૂછ-પરછ કરી અને તેનાથી જાણ્યું કે બધું સહી સલામત છે,
સવારે મેં જયારે કોમ્પ્યુટરખોલ્યું, ત્યાતો " R.I.P." ના ત્રણ-ચારમેસેજ મારી વોલપર વાંચ્યા,
મેં તે Delete કરી પ્રત્યુતર વાળતા સ્પષ્ટતા કરી કે 
" વસાવડા ખડકીના જોશીપુરા ફેમીલીના સગા વ્યોમેશ ઝાલાના અવસાનના,સમાચારમાંતથ્ય છે. પણ તે હું નહી. પોરબંદર નિવાસી,સ્વ,મુ,મહાપ્રસાદઝાલાના પુત્ર કે જે વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલ છે,જેનું નામપણ   વ્યોમેશઝાલા છે, તેનું નિધન થયેલું છે. જેઓ સગપણમાં મારા સાળાથાય અને જોશીપુરા કુટુંબના મોસાળીયા થાય,એક સરખા નામ અને એકજ પરિવારના રીસ્તેદાર હોવાને નાતે આ ગેરસમજ પ્રવર્તી છે.

Thursday, 13 August 2015

" વા વાયો ને છાપરૂં ખસ્યું ,,,,,"

" વા વાયો ને છાપરૂં ખસ્યું ,,,,,"
***********************
*
*

શનિવારનીસાંજે અર્ધાદિવસની બેંક ભરીને સાંજે ચારવાગ્યે,ઉતાવળેપગલે ઘરભણી જઇરહ્યો હતો.
બેન્કેથી પાછાફરવાનો મારો રસ્તો,વાયા પંચ હાટડી શાકમાર્કેટ,વણઝારી ચોક,થઇ નવા નાગરવાડાનો હતો
ઉનાળાનીગરમી,માથે સુરજ તપતો હોય પ્રસ્વેદ બિંદુઓથી મારો ભાલપ્રદેશ નીતરતો હતો.
વણઝારીચોક પાર કરીને આગળ વધતા નવા નાગરવાડાની શેરીનંબર 3,ને ખૂણે એક આજીવન ખાદીધારી ગૃહસ્થ ગોઠણથી નીચેનો અર્ધમેલો ખાદીનો ઝબ્બો,તેવુજ ખાદીનુંધોતિયું,અને માથે ખાદીની ટોપીપહેરેલા ઉભા હતા
મને જોતાજ તેઓ બે,ડગલાઆગળઆવી,ઉભો રાખ્યો અને મારે ખભે હાથમુકી
 કરુણામય નેત્રે,સહાનુભૂતિની નજરે જોતા બોલ્યા"આવું છે જિંદગીનું,ભરોસો નથી ક્યારે શું બનશે ?"
મને બોલવાની કે પૂછવાની તક આપ્યા વિના,તેણે આગળચલાવ્યું " આમ તો સમજોને કે બીમાર તો ઘણા  વખતથી હતા,તેમછતાં હું ઘણીવાર તેને બહાર નીકળતા જોતો અને એવી કોઈ ગંભીર બીમારી પણ સાંભળેલ નહી ? પણ તૂટીની બુટીનથી હિમત રાખવી "
મને હિમતઆપનારની હિમત જોઇને હું ડઘાઈગયો મેં આશ્ચર્યસહપૂછ્યું"કેમ શું થયું?તમે કોનીવાત કરો છો ?"
તેટલાજ આશ્ચર્યથી તેણે મને વળતો સવાલ કર્યો ? કેમ તને કાઈ ખબર નથી? હું તારા માતુશ્રીની વાતકરું છું
           આમ તો તે સદગૃહસ્થ વ્યવસાય વિહોણા હોય,શેરીને નાકે નિયમિત ઉભવાવાળા,અને તેનું કામ રડાર જેવું પણ ખરું,સ્વ, ડો,જનકભાઈનાણાવટીની આંખની હોસ્પિટલ,"નયન"થી શરુકરી,સીધીલીટીએ પુરાથતા જયશ્રી સિનેમાનાખાંચાસુધી,એટલેકે સ્વ,નંદાભાઇ વકીલના ઘર સુધીના એરિયાની કોઈ ઘટના તેની બાજ નજર બહાર ન હોય,એટલુજ નહી પણ તેનું દરેક અપ-ડેટિંગ વડાપ્રધાન કાર્યાલય જેટલું સચોટ પણ ખરું
તેથી મને તેનીવાતથી ફાળપડી હું મુંજાયો અને વિચારે ચડ્યો કે અરે, હું સવારેસાડાદશ વાગ્યે તેનાથી છૂટો પડું છું ? અને આટલીવારમાં મા ને શું થઇગયું ?
હા, મા ને શ્વાસ,અને દમની,બીમારી છેક 1947 થીહતી,અને અમારા પારિવારિક ડોક્ટર સ્વ,ધીરજરાય,અને તે પછી તેનાપુત્ર સ્વ, ડો, ઇન્દુભાઇ વસાવડાની સારવાર ચાલતી હતી,અને ક્યારેક પણ દમનો હુમલો આવે ત્યારે તેઓ વધુપરેશાન થતા,અને તબિયત જરૂર ગંભીર બનીજતી પણ આમ ઓચિંતા કાઈ બનીજશે તેવી કલ્પના તો ન જ હોય ?
        મેં સદગૃહસ્થ નેપૂછ્યું "તમને કોણેસમાચાર આપ્યા,અને શું આપ્યા "?
તેમણે મને જવાબઆપ્યો "અરે,હમણાજ આ રસ્તેથી એમ્બ્યુલન્સ નીકળીને તારે ઘેર ગઈ,
જો ,,, ઉભી ",,,એમ કહીને સીધે રસ્તે દેખાતા મારા ઘર તરફ તેણે હાથ લંબાવ્યો,
વાત સાચીહતી મારા ઘરનેદરવાજે એમ્બ્યુલન્સ ઉભી હતી, કોઈપણ જાતની વધુ પુછપરછ વિના મારીગતિ રેઈસના ઘોડાની જેમ વધી ગઈ
ઘેર પહોંચ્યો
ઘેરજઈને જોઉં છું તો ,,,,,,,
*
*
*
મારો નાનોભાઈ અને મા હિંચકે બેઠા વાતો કરતા હતા
મારો ભાઈ ઉના સરકારીહોસ્પીટલમાં તબીબ તરીકે નોકરી કરતો હતો અને ત્યાનાપોતાના કોઈદર્દીની હાલતગંભીર હોય,ઘનિષ્ઠ સારવાર અર્થે જીલ્લાની હોસ્પીટલમાં તે દર્દીનેએમ્બ્યુલન્સમાં લઈને,જુનાગઢ હોસ્પીટલે આવ્યો હતો,વાત જાણતા મને હાશકારો થયો. ઉના લાંબોપંથ હોય,પાછાફરતા તે ઘેરથી ચાનાસ્તો કરીને નીકળ્યો અને તે રીતે માની તબિયતપણ રૂબરૂ જોઈ ગયો.
આમ એમ્બ્યુલન્સ ઘરનેદરવાજે પહેલીવાર નિહાળતા તે સદગૃહસ્થે અનુમાન બાંધ્યું અને મને હિમત પણ આપી દીધી
મારો ભાઈગયો,એમ્બ્યુલન્સ રવાના થતાજ તે સદગૃહસ્થ,ખભે ટુવાલ નાખી મારાઘરતરફ આગળ વધતા મેં ઘરને ઓટલેથી જોયા,તે ભેગો હું ઉઘાડાપગે સામે દોડ્યો,અને તેને ઘર તરફ ડાઘુ વેશે આવતા રોકી,અને બધી સ્પષ્ટતા કરી
લાગણી,સંબંધ,અને માનવતાની યાદીમાં પોતાનું નામ અગ્ર હરોળમાં રહે,તે ઉત્સાહમાં તેણે કોઈ પણ ચકાસણી કર્યા વિના કરેલી ઉતાવળને સ્વીકારવાને બદલે તે ગૃહસ્થ મારાપર બગડ્યા,
તેઓ જયારે ગુસ્સે ભરાય ત્યારે "વસ્ત્રહીન ભાષા પ્રયોગ "કરવા ટેવાયેલા તે મને ખબર હતી #ચીપિયો  પછાડતા હોય એમ મોટા અવાજે તેણે મને કહ્યું "ભૂલ મારીનથી,તારાભાઈની છે,આમ એમ્બ્યુલન્સ ઘર પાસે લઈને આવે ત્યારે મને શું કોઈને પણ આજ વિચાર આવે,જે મને આવ્યો, આતો વા વાયોને નળિયું ખસ્યા જેવો ઘાટ થયો "
નમ્રતા એ મારી સૌથી મોટીનબળાઈ છે, મેં હાથ જોડીને કહ્યું "વડીલ આપ સાચાછો, ભૂલ નિશ્ચિતરીતે મારા ભાઈનીજ છે, તેણે દાતારરોડપર એમ્બ્યુલન્સ પાર્ક કરીને રીક્ષામાં ઘેર આવવું જોઈતું હતું પણ જો હું થોડો મોડો પડત, અને તમે ઘરને ઓટલે બેસીને ઠુઠવો મુક્ત તો "વા વાયોને છાપરું ખસ્યા જેવો ઘાટ સર્જાત "



 

Monday, 10 August 2015

રક્ષા બંધન - એક પવિત્ર તહેવાર


*
*
હિંદુ સંસ્કૃતિના ઘણા બધા પર્વોમાંથી રક્ષા બંધન એક અનોખો સામાજિક તહેવાર છે
પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાની બહેનને રક્ષાની ખાતરી આપતા સુતરના તાંતણે બંધાયા હતા.
ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો આ પવિત્ર તહેવારમાં બહેન ભાઈને રક્ષા બાંધે છે અને ભાઈ યથાશક્તિ ભેટ આપીને બહેનને સુરક્ષાની ખાતરી આપેછે. તદુપરાંત બહેનપણ ભાઈની પ્રગતિ અને સારા આરોગ્યની ભગવાનને પ્રાર્થના કરે છે
તુટતી જતી સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવામાં આ તહેવારનું ઘણું મહત્વ છે
ગમેતેટલો નિર્ધન,અને ગરીબ ભાઈ હોય,તો પણ શ્રીમંત પરિવારમાં પરણેલીબહેન

"મર્સિડીઝ"માં બેસીને પણ ભાઈને સુતરનો દોરો બાંધી પોતાનો પ્રેમ,અને શુભાશિષ પાઠવવા ભાઈને ઘેર જાય છે, અને ભાઈ પણ યથાશક્તિ બહેન ને ખુશ કરવાનો પ્રયાસ કરેછે. જેને સગી બહેન નથી હોતી તેઓ પોતાની "ધર્મની બહેન " માની ને પણ કેટલાક પોતાને બહેન હોવાનો સંતોષ માને છે
આવા ધર્મ ના ભાઈ કે બહેન સમાન ધર્મી હોવા પણ જરૂરી નથી વડોદરા પાસેના એક ગામમાં વર્ષો થી એક હિંદુ મહિલાએ એક મુસ્લિમ બિરાદરને ભાઈ માન્યો છે અને તે અન્ય શહેરમાં રહેતો હોય,બહેન નિયમિત રીતે દરવર્ષે તે મુસ્લિમ ભાઈને રક્ષાબાંધવા તેનેગામ જાય છે.

છેલ્લા 25 વર્ષથી પણ વધુ વર્ષોથી પાકિસ્તાન સ્થિત શ્રીમતી શેખ નામની મુસ્લિમ મહિલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પોતાનો ભાઈ માનતી હોય પ્રતિવર્ષ સુંદર રાખડી મોકલે છે, આ વર્ષે રુદ્રાક્ષના પારાસાથે રેશમના દોરાથી ત્રિરંગો વણીને પોતે બનાવેલી રાખડી બાંધવા આજરોજ પાકિસ્તાનથી પોતાના પતિ સાથે ભારત આવી મોદીસાથે રક્ષા બંધન ઉજવશે 
 અત્રે નોધ લેતા દુખ થાય છે કે વધતીજતી સાંપ્રત સમસ્યાઓમાં આજકાલ ભાઈ બહેન વચ્ચે ના સંબંધમાં તનાવ પેદા કરી દીધો છે . બસ,, નજીવું કારણ અને સંબંધો પુરા ,,,, આતે કેવું કહેવાય ?
એક બીજાનો "Ego " વિચારભેદ, મનભેદ, ઉપરાંત કેટલીકવાર પૈતૃક સંપત્તિની વહેંચણીમાટે થઈને પણ ઉભાથયેલ વિખવાદે કેટલાય પરિવારમાં ભાઈ-બહેનો ને જુદાપાડી,પરિવારને ભાંગી નાખ્યો છે
સંતતિ અને સંપતિ ભાગ્યાધીન છે તેવું જાણવા છતાં તેનું ગુમાન પણ એક કારણભૂત છે,ઈશ્વર સહુને સરખું નથી આપતો, શક્ય છે કે ભાગ્યવશ કોઈ ભાઈ,કે બહેન આર્થિક,કે સામાજિક રીતે નબળા પણ હોય પણ તેનો અર્થ એવો બિલ્કુલ નથી કે લોહીનીસગાઈ તે કારણથી મટી જાય

બહેન હોવી તે દરેક ભાઈ માટે સૌભાગ્ય છે,અને ભાઈ હોવો એ દરેક બહેનોમાટે ઈશ્વરનીકૃપા છે.
જેને ભાઈ નથી તે ધર્મનોભાઈ બનાવીને સંતોષ માંને છે,જયારે કેટલાક કિસ્સાઓમાં જેને એકથી પણ વધુ ભાઈ હોય તેવી બહેનને ભાઈ ઝેર જેવા લાગે છે
મને દયા આવે છે તેવા ભાઈઓની કે જેમને દુર્ભાગ્યવશ બહેન નથીસાંપડી,અથવા બહેન હોઈ તો પણ તે નાની ઉમરે અવસાન પામી હોય.અને મને ધ્રુણા,અને તિરસ્કારસાથે દયા આવેછે તેવી બહેનોની કે જેને જીવતેજીવત ભાઈ હોવાછતાં કોઈપણ કારણ સબબ ભાઈથી સંબંધો તોડી પોતાના એકલવાયા જીવનમાં "ભાઈ વિનાની બહેન " થઈને જીવે છે
ઈશ્વર, આવા ભાઈ-બહેનોને સન્મતિ આપે ! ! ! ,,,,,


સ્વ, સુલોચનાબહેન રક્ષાબંધન પ્રસંગે

બરાબર આજથી 27 વર્ષ પહેલા રક્ષાબંધનના પવિત્ર દિવસેજ મેં મારી મોટી બહેન ગુમાવ્યાનો પારાવાર અફસોસ છે ઈશ્વર કોઈ ઉપર આવું ન વિતાવે તેવી તેને પ્રાર્થના

Tuesday, 4 August 2015

" આખરી ખત "

" હદ થઇ ગઈ સુદેશ હવે મારાથી વધુ સહન નહી થાય,
હું પરણીને આવી ત્યારથીઆજસુધી આ ઘરમાં એક નોકર અને ભઠીયારાતરીકે જ જીવું છું,મને આઝાદી ક્યારે?"
અષાઢના પ્રથમદિને આકાશમાં મેઘાડંબર જામ્યો હતો કાળાડીબાંગ વાદળોએ સમગ્ર આકાશ ઉપર પોતાનો  કબજો જમાવ્યો હતો સાંબેલાધારે અવિરતવરસાદ વરસીરહ્યો હતો,આકાશમાં વીજળી,કડાકાસાથે ઝબૂકી રહી હતી શહેર અને સોસાઈટીના રસ્તા સુમસામ હતા,દુર દુર વરસાદમાં ક્યાંક  ભીંજાતા કુતરાનું આછું રુદન સંભળાતું હતું તે સમયે પોતાના બેડરૂમમાં રડતા રડતા,સુરેખાએ પતિને ફરિયાદ કરી. ઘરનીબહાર વરસતા વરસાદની ઠંડક હતી,ત્યારે બેડરૂમમાં સુરેખાની આંખોમાંથી વરસતા આંસુસાથે ઉકળાટ અને ગરમી હતા,
"વળી ફરી શું થયું ?" હરહમેશ પત્નિની ફરિયાદથી ત્રસ્ત થયેલ સુદેશે થોડાઅકળાઈને પૂછ્યું .
" કેમ તને કાંઈજ ખબર નથી?આ તો રોજનો પ્રશ્ન છે રોજ ઉઠીને બાપુજીની ફરિયાદકરતા મને શરમ આવે છે પણ તને તારા પિતાની ફરિયાદ સાંભળવામાં શરમ નથી આવતી તું ગમે તે કર,પણ હવે બાપુજી આપણી સાથે નહી રહી શકે તે મારો આખરી ફેસલો છે" સુરેખા ડુસકા ભરવામાંડી
"બાપુજી આપણી સાથે નહી રહી શકે" ?એટલે તું શું કહેવા માગે છે ? સુદેશનું લોહી ઉકળી ઉઠ્યું
"તું કાન ખોલીને સાંભળી લે,કે બાપુજી આપણી સાથે નથીરહેતા,પણ આપણે બાપુજી સાથે રહીએ છીએ
આ પોશ વિસ્તારના બંગલાના માલિક બાપુજી છે,આપણે નથી,તારે જે કહેવું હોય તે નીચા સ્વરમાં શાંતિથી કહે " સુદેશે રોકડું પરખાવ્યું,
સુરેખાએ સાડીના પાલવથી આંખ લુછતાં કહ્યું " સુદેશ,તું જાણે છે,કે હું ઘરકામમાંથી ઉંચી આવતી જ નથી
એવામાં બાપુજીની અમુક ટેવો મને વધારે પ્રવૃત રાખે છે મને લેશમાત્ર આરામ મળતો નથી,સવારપડે અને તેની મોળી,ચા બનાવવી,ઘરનાપૂજા-પાઠ પતાવી મંદિરે લોટીભરીને દૂધચડાવવા જાય,આવે એટલે તેને માટે મારે નાસ્તો તૈયારરાખવો પડે,બપોરે તેને ગરમ રોટલીએ જમાડવા,સાંજે ફરી તેની મોળી ચા,સાંજનો નાસ્તો,અને રાત્રે તેનેમાટે  બાજરીના બે રોટલા ટીચવા,આપણે ક્યારેક બહાર કે હોટેલમાં જમવાનું હોય ત્યારે પણ,તેનામાટેતો ઘરમાં કરવુજ પડે".
"તું તો ઘરમાં પગાર આપીને છૂટી જાય છે,પણ તને ખબર છે કે તારા પગારના રૂપિયા, 40,000/ તો ત્રીસ દિવસમાં ચટણી થઇ જાય છે ઘરમાં પૈસો પોસાતો જ નથી,તેમાં વળી હમણાં હમણાં છેલ્લા પાંચ,સાતવર્ષથી દરશનિવારે,હનુંમાનજીને તેલ,અને અડદ,મંગળવારે ગાયને રોટલી સાથે ગોળનું દડબું,અને અમાસને દિવસે ચાંડાલને વાટકો ભરીને લોટ આપવાનું ભૂત વળગ્યું છે. જયારે પોતે કશું કમાતા નથી,ત્યારે આવી દાતારી શે પોષાય?આવી કારમી મોંઘવારીમાં એક પગારથી ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે તેની તને ક્યાં ખબર જ છે ?
દિવસ આખો ઢસરડો કર્યાપછી મારાનસીબે તો સવારના એકગ્લાસ બોર્નવીટા સિવાય આખા દિવસમાં દૂધ જ નથી,અને મંદિરે ઢોળી આવવા દૂધ આપવું પડે છે,અને એટલેજ બાપુજીને સવારે પોતાનીદવા દૂધને બદલે પાણી સાથે લેવી પડે છે "
"તારૂ વ્યાખ્યાન પૂરું થયું ? હવે હું કહું ? સાંભળ," સુરેખાના વેણથી હાડોહાડ સળગી ગયેલ સુદેશે માનસિક કાબુ ગુમાવ્યા વિના કહ્યું"સુરેખા,તું વડીલની આમન્યા,અને મર્યાદાચુકીરહી છો,તું જે રીતે બોલે છે તે પરથી મને લાગે છે કે તારી ફઇએ તારુંનામ "સુરેખા" નહી,પણ "વક્રરેખા" પાડવાની જરૂર હતી તારી આ ભાષા,અને બાપુજી પ્રત્યેનો પૂર્વગ્રહ તારા સંસ્કાર,અને માતા-પિતાએ આપેલી કેળવણીને લજવે છે.
વડીલની અને ખાસ કરીને વૃદ્ધ માતાપિતાની સેવા,તે ખુદ ઈશ્વરની સેવા છે,અને એમાં તું નવું પણ શું કરે છે ?
બા ના અવસાન પછીથી બાપુજી સતત વ્યગ્ર,અને તણાવમાં રહેતા હતા,એટલે મેં જ સામેથી તેને પ્રેક્ટીસ બંધ કરાવી છે માણસ જીવે ત્યાં સુધી કમાય એમ તારું કહેવું છે ?"
સુદેશને આગળ બોલતા અટકાવી સુરેખાવચ્ચેબોલી,"સુદેશ,તારી સેવાનીવાત કબૂલ,પરંતુ સેવાની પણ એક સીમા હોય છે,સીમાં વિનાની સેવા એ સેવા નહી પણ વેઠ અને મજુરી કહેવાય,અને હું વેઠ કરતી હોઉં એવું મને લાગે છે "
"મારાપપ્પા,અને,બાપુજી બન્નેએ સાથે વકીલાત પાસકરી,બન્ને એ એકજ દિવસે પ્રેક્ટીસ શરુકરી,આજે મારા પપ્પાએ મારા બન્ને ભાઈઓને "ચારબંગડીવાળી" ઓડી અપાવી છે,જયારે તું આજે પણ લોન ઉપર લીધેલું સ્કુટર ફેરવે છે " સુદેશને સુરેખાના,તીખા વચનો રામબાણ જેવા લાગતાહતા,છતાં મગજ ગુમાવ્યા વિના પોતાનીરજુવાત ચાલુ રાખી,
" તારીવાત સાચી છે,પરંતુ બાપુજી સિદ્ધાન્તવાદી હતા,અને છે તેઓએ પ્રમાણિકતા,સત્ય,વફાદારી,નિષ્ઠા અને નીતિથી કમાવવા માટે થઈને કદાપી કોઈ ફોઝદારી કે ક્રિમીનલ કેસ લડ્યા જ નથી,અને છેક સુધી દીવાની અને રેવન્યુના કેસો જ હાથમાં લીધા છે જો એમ ન કર્યું હોત તો મારી પાસે પણ મર્સિડીઝ, ઉપરાંત મારા બે બંગલા હોત. બાપુજીએ એક બેનને C.A અને બીજી બેનને ડોક્ટર બનાવી વિદેશમાં સ્થિરકરી,બાની ગંભીર બીમારી,અને ઓપરેશન પાછળ પૈસો ખર્ચ્યો,આપણા લગ્નપાછળ  હિસાબ વિનાનો ખર્ચો કર્યો અને જયારે બા ના અવસાનબાદ તે પૂરીરીતે ભાંગીચુક્યા,અને વિચારવાયુના માનસિક દર્દી થયા,એટલે મેં તેને વ્યવસાય મુક્ત થવા આગ્રહ કર્યો .
"તમારી બહેનોને ઉચ્ચઅભ્યાસ કરાવી વિદેશ સ્થિરકરી એમાં તમને શું મળ્યું ?"ઈર્ષ્યાનો સાપ સુરેખાની આંખોમાં આળોટ્યો
સુદેશે કહ્યું "મને ? મને આ બેંકની પ્રતિષ્ઠિત નોકરી, હું જે છું તે બાપુજીને આભારી છે બાપુજી બે-ત્રણ બેન્કના કાનુની સલાહકાર (Legal Adviser ) હતા,અને તેના સારા સબંધો થકી મને બૅકની નોકરીમળી,અને મારી કાર્યદક્ષતાથી હું આજે "જનસંપર્ક અધિકારી "(Public Relation Officer)છું પણ મને એમ લાગે છે કે
પબ્લિક રીલેશન્સ વધારતા મારા પ્રાઇવેટ રીલેશન આજે જોખમમાં હોય તેવું દેખાય છે "
સુરેખા,તું કેમ ભૂલીજાય છે કે,આ એ જ બાપુજી છે,જેણે તારી પ્રસુતિ સમયે તારો,જીવ જોખમમાં હોવાથી ઉઘાડાપગે અંબાજી દર્શન કરવાની માનતારાખેલી,અને જયારે હેમખેમ પ્રસુતિ પારપડી ત્યારે વૈશાખના ધોમધખ્યા તાપમાં ઉઘાડેપગે અંબાજી દર્શન કરવા ગયા હતા દશ દિવસે પણ પગમાં પડેલ જળેળા ડાયાબીટીસને કારણે જયારે ન રુઝાયા,ત્યારે ઘેરે ડ્રેસિંગકરવા પ્રાઇવેટ કમ્પાઉંડર આવતો, આજે  એજ બાપુજીની અવસ્થાએ થોડો સહકાર આપવો એ તને મજુરી,અને વેઠ લાગે છે? આજે જો બા હોત,તો તારે આવી ફરિયાદ કરવાનો,અને મારે તારા કટુવચન સાંભળવાનો મોકો જ ન આવ્યો હોત. એક વાત તું કાયમ માટે યાદ રાખજે કે વૃક્ષ ભલે ફળ ન આપે,પણ છાયડો તો જરૂર આપે છે ."આટલું બોલતા સુદેશ ભાવુક બની ગયો તેની આંખમાં ઝળઝળીયા આવી ગયા.
તેને ભાવુક બનેલો જોઈ,સુરેખા કુણી પડી તેના ઉગ્રઅવાજ ઉપર લગામ લાગી હોય તેમ ઢીલા અવાજે બોલી," સુદેશ એકવાત તો નક્કી છે કે લગ્નસમયે તું જે હતો તે હવે નથી રહ્યો,તું બદલાઈ ગયો છે "
"ના" સુદેશે જવાબવાળ્યો "સુરેખા હું નથી બદલાયો મારો સમય બદલાયો છે મારા સંજોગ બદલાયા છે,
આપણા લગ્ન સમયે બાની હયાતી હતી,બાપુજીની આવક ચાલુ હતી,અને બા,ના જીવતા મેં કદી શાકમાર્કેટ નથી જોઈ,નથી કોઈ જવાબદારી ઉપાડી,હું જે કમાતો તે બિન્દાસ્ત રીતે આપણે વાપરતા નથી એક પાઈની બચત કરી,આજે સંજોગ બદલાયા બા નથી,બાપુજીની આવક નથી,ચિરાયુંના ભવિષ્ય,અને શિક્ષણની જવાબદારી ઉપરાંત,ઘરની,અને બાપુજીની જવાબદારી આવી પડી છે "જીવન એક સંઘર્ષ છે એવું સાંભળેલું,પણ આવો કઠીન,અને ભિષણ સંગ્રામ હશે,તે આજે ખબરપડે છે તારે થોડા વધુ સમજદાર,અને મેચ્યોર થવાની જરૂર છે"
સુરેખાની આંખ ભીની થઇ.
       યુદ્ધપછીની શાંતિ જેવો માહોલ બેડરૂમમાં સર્જાયો,ઘડિયાળમાં રાત્રીનો એક વાગ્યો હતો બહાર વરસાદ,અને પવન ફૂકાવો ચાલુ હતો,ઘરનીઅંદરનું વાવાઝોડું શમી ગયું  હતું,
 બન્ને જણા પોતપોતાની જગ્યાએ સુઈ ગયા.
                                                   *******************

સુદેશ-સુરેખાના બેડરૂમની બાજુમાંજ પરમસુખરાયનો બેડરૂમ હતો.
રાતની નિરવ શાંતિમાં પુત્ર અને પુત્રવધુ વચ્ચે ચાલતું શાબ્દિક યુદ્ધ તેને સ્પષ્ટ સંભળાતું હતું
પહેલેથી છેલ્લે સુધીના શબ્દશ: સાંભળેલા સવાદોએ પરમસુખરાયને ભાંગી નાખ્યા
પથારીમાંપડ્યા,પડ્યા વિચારેચડ્યા,"હું આટલો બધો અકારો છું ? જેને સાતફેરા ફેરવી,મારા ઘરનો ઉંબર દેખાડ્યો,અને પુત્રવધુનો દરજ્જો આપ્યો,તેનીપાસે મારી આટલી જ કિંમત ?
શૂન્યમનસ્ક અવસ્થામાં તે પથારીમાંથી ઉઠ્યા, સામે દીવાલ ઉપર લટકતી ભોળાનાથની છબી સામે હાથ
જોડી બોલ્યા "હે,પ્રભુ, વિધુરાવસ્થા અને વૃદ્ધાવસ્થા બન્ને એક સાથે તે મને આપ્યા?મારા ઉપર થોડી દયા તો કરવી હતી ?અત્યારસુધી હું એમ માનતો હતો કે મનુષ્ય જીવનના ત્રણતબક્કામાં સૌથી વધુ સુંદર વૃદ્ધાવસ્થા છે,પણ તે મારો ભ્રમ હતો"
પરમસુખરાયના મનોમેદાનમાં તુમુલ મનોયુંધ્ધ ખેલાવું શરુ થયું,એક બાજુ પૌત્ર પ્રત્યેનોપ્રેમ,લાગણી,અને વિવશતા,જયારે બીજી બાજુ સ્વમાન,અંતે સ્વમાનનો વિજય થયો.
પરમસુખરાયે તત્ક્ષણ ઘર છોડીચાલ્યા જવાનો કઠણ નિર્ણય કરીલીધો ,
જતા પહેલાપૌત્ર ચિરાયુના અભ્યાસખંડ તરફ વળ્યા ચોમાસાની અર્ધીરાતની માદક ઠંડકમાં તે ઘસઘસાટ ઊંઘતો હતો. પરમસુખરાય તેના પલંગ પાસે જઇ ઉભારહ્યા ઘડીભર તેને તાકીને  નિહાળ્યા બાદ, ચિરાયુના ઘટાદાર વાંકડિયાવાળ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો,કપાળે ચૂમી લીધી ચિરાયુની ચાદર ઉપર બે ટીપાં ટપક્યા, અને ગળે બાજી આવેલ ડૂમો ડુસકા રૂપે બહાર આવે તે પહેલા ખંડછોડી ચાલી નીકળ્યા
 પરમસુખરાયે શહેરના વિશાળ રસ્તાની વાટ પકડી લીધી
ભગવાન બુદ્ધ પછી વિશ્વનું કદાચ આ પહેલું મહાભિનિષ્ક્રમણ હશે ,
                                                     ******************
બીજા દિવસનુંપ્રભાત ઉગ્યું,
આજે અષાઢી બીજ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ
શહેરના બધારસ્તાઓ,અગાસી,બારી,ઝરૂખા,અને અટારીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઝાંખી કરવા સમગ્ર શહેરનો માનવ મેરામણ ઉમટ્યો હતો ઢોલ,નગારા,શંખનાદ,અને બેન્ડવાજાના અવાજથી વાતાવરણમાં ધાર્મિકતાસાથે એક અજીબ સુવાસ ફેલાઈ ગઈ હતી.
સુદેશ-સુરેખા પાલખીના દર્શન કરવા રવેશમાં આવી ઉભા.રથયાત્રા ઘરપાસેથી નીકળતા બન્નેએ ભાવથી દર્શન કર્યા,સુરેખાની  બિડાયેલી આંખમાંથી આંસુ રૂપી પસ્તાવાના બે મોતી સરીપડ્યા
       રથયાત્રા પસાર થઇગઈ દિવસ ઉપરચડતો ગયો,ઘડીયાળના કાંટા રેઈસનાઘોડાનીજડપે દોડવાલાગ્યા સાતવાગ્યા,સુદેશ છાપુંવાંચીરહ્યો હતો તેવામાં સુરેખાએ કહ્યું "સુદેશ,રોજ બાપુજી સવારના છ વાગ્યામાં ઉઠી જતા હોય છે આજે હજુસુધી કેમ નથી ઉઠ્યા? જરા જો તો ?
સુદેશ છાપું મુકી,બાપુજીના શયનખંડમાંપ્રવેશ્યો બાપુજીનો પલંગ ખાલી જોયો બાથરૂમ,અને ટોઇલેટમાં પણ કોઈ ન હતું  સુદેશને ફાળ પડીઅનેક શંકા કુશંકાઓ સાથે મનમાં વિચારવા લાગ્યો, કે નક્કી ગઈકાલની બધીજ વાત બાપુજીના કાનસુધી પહોંચી છે,અને તેથી નારાજ થઈને બાપુજીએ કોઈ અઘટિતપગલું ભર્યું હશે તેણે સુરેખાને બોલાવી બંગલાના બગીચામાં પણ તપાસ કરાવી પણ બાપુજીનો ક્યાય પત્તો ન મળતા તેણે  કબાટ ખોલ્યો જોતા માલુમપડ્યું કે બાપુજીના રોજીંદા કપડા, ટુવાલ અને બેગ,પણ ન હતા, સુદેશ-સુરેખાને પાકીખાત્રી  થઇગઈ કે બાપુજીએ ગૃહત્યાગ કર્યો છે અને તેઓ કદાચ કોઈ સંદેશો પણ મુકતા ગયા હોય,તેવી આશંકાથી પરમસુખરાયના પલંગને ફંફોળ્યો,તેવામાં તેમના ઓશીકાનીચે એક કવર દેખાયું,
સુદેશે ઝડપભેર તે કવર ખોલ્યું,કવરમાં એક વિગતવારપત્ર તથા પૌત્ર ચિરાયુના બચપન સમયનો તેની સાથેનો ફોટો નીકળ્યા સુદેશે પત્ર વાંચવો શરુ કર્યો  

ચિ, સુદેશ,તથા સૌ,સુરેખા,
આજરોજ હું ઘર છોડીને જાઉં છું,મારી ભાળ કાઢવાની કોશિશ ન કરતા,આવડા મોટાબંગલાના નાનાએક બેડરૂમમાંપણ હું સચવાઈ શકતો નથી,પણ ઈશ્વરની આ વિશાળ દુનિયામાં મને કોઈક ખૂણો જરૂર મળી જશે તેથી મારી કોઈ ચિંતા ન કરશો, ફળ ન આપી શકતા વૃક્ષને જગ્યારોકવાનો અધિકાર નથી.
તને ખબર ન જ  હોય તે સ્વાભાવિક છે,પણ હું પ્રેક્ટીસ કરતો હતો તે સાથે મારા પરમ મિત્ર નવરોઝ ભરૂચાની સોલીસીટરનીફર્મમાં પાર્ટટાઈમ નોકરી પણ કરતો હતો મેં લગભગ 22 વર્ષ ત્યાં કામ કર્યું અને મને ત્યાંથી મળતોપગાર બચાવી તે રકમ મેં ચિ, ચિરાયુ જન્મ્યો તે સમયેજ તેનાનામે 25 વર્ષ માટે મુકી દીધેલ જે આ સાથે બેંકની ફિક્સડીપોઝીટ છે 25 વર્ષબાદ તેના લગ્ન સમયે આ રસીદપાક્શે ત્યારે તેમાંથી એક સુંદરફ્લેટ ખરીદીશકાય તેટલી રકમ હાથમાંઆવશે,જે ખરીદીને મારા તરફથી તેને લગ્નની ભેટ રૂપે આપશો,જેથી ભવિષ્યમાં તેને સુરેખાની જેમ વેઠ કરવામાટે વડીલો સાથે સયુંકત રહેવાની જરૂર ઉભી ન થાય એટલુ જ નહીપણ તે શરૂવાતથી જ આઝાદીનું જીવન જીવીશકે
બાકીતો મારીઆવક અને મેં કરેલ બધા ખર્ચની તમને ખબરજ છે એટલે આથી વિશેષ મારીપાસે આશીર્વાદ સિવાય આપવાજેવું કશું નથી "
હા,એક બીજી ચોખવટ કે જે મારે તમારીપાસે પહેલાજ કરવાની જરૂર હતી,જે મેં ન કર્યા બદલ મને માફ કરશો
તમને ખબર છે કે હું જ્યોતિષ વિદ્યામાં શ્રદ્ધા ધરાવું છું,અને તે વિદ્યા મેં આત્મસાત પણ કરેલી છે,તે મુજબ 
1, ચિ, ચિરાયુંના જન્માક્ષર મેં જ બનાવ્યા હોય હું જાણું છું કે તેનો શનિ નીચ સ્થાને પડ્યો હોય,અને તેના પર રાહુની વક્રદૃષ્ટિ પડે છે,તેમજ તે "અંગારીકાયોગ"માં જન્મ્યો હોવાના કારણે,ચિ ચિરાયુના ચિર આયુષ્ય,માટે શનિદેવની આરાધનારૂપે હું દર શનિવારે હનુમાનજીને તેલ અને અડદ ચડાવતો હતો. 
2, તે જ રીતે સૌ,સુરેખાના જન્માક્ષરમાં ચંદ્ર-મંગલની યુતિ છે,અને મંગલ ચોથે સ્થાને હોય,તેનો સ્વભાવ ઉગ્ર અને તામસી પ્રકૃતિહોવાથી,વાણીદ્વારા થતા નુકશાનને અટકાવવા,ઈશ્વર તેને સદબુદ્ધીઆપે,માટે તેની વિધિ અર્થે હું દરમંગળવારે ગાયને ગોળસાથે રોટલી આપતો હતો. 
3 ભગવાન શંકરને દુગ્ધાભિષેક કરવાથી પરિવારનાં,સુખ,શાંતિ,અને સમૃદ્ધી બરકરાર રહે છે તે કારણે હું રોજ મહાદેવને દૂધ ચડાવવા મંદિરે જતો હતો.
4, દર અમાસે ચાંડાલને અન્નદાન કરવાથી તમારા સ્વર્ગસ્થ માતુશ્રીના આત્માને શાંતિ મળે તે માટે હું દર અમાસે અન્નદાન કરતો હતો. 
ઉપરોક્ત કોઈપણ દાન ધર્માદો મેં મારા અંગત હિત કે સ્વાર્થ માટે ન કરતા,પરિવારનીસુખાકારીમાટે કરેલ છે
હું જાણું છું અને સમજુપણ છું કે,આવી કારમીમોંઘવારીમાં,એકમાત્ર કમાણી ઉપર આવી દાતારી ન પોષાય, તેમ છતાં જો તમને આર્થિક રીતે પરવડે તેમ હોય,અને શ્રદ્ધા હોય તો ચાલુરાખશો "
મારા તમારી સાથે રહેવાથી સૌ,સુરેખાને પડેલી તકલીફ અને કષ્ટ બદલ હું દિલથી માફી માગું છું.
તમારા તથા ચિ, ચિરાયુના આરોગ્યનો ખ્યાલ રાખશો ઈશ્વર તમારા સહુનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના"
              લી.
 બાપુજીના આશીર્વાદ .
આજે વાતાવરણ સ્વચ્છ હતું,કાલ રાતનું વાવાઝોડું,આંધી,તુફાન,અને વરસાદની બોછાટ બંધ થઇ ગઈ હતી સ્વચ્છ આકાશમાં ઉઘાડ સાથે સૂર્યનો પ્રકાશ રેલાતો હતો.  



Saturday, 1 August 2015

" પ્રાયશ્ચિત "

લગભગ 45 વર્ષ પહેલાની આ વાત છે.
સૌરાષ્ટ્રના એક શહેરની બેંકમાં હું કામ કરતો હતો, ઉપરાંત સ્થાનિક કર્મચારીમંડલ (Union)નો પ્રતિનિધિ  પણ હતો.પ્રતિવર્ષ થતીચૂંટણીમાં હું સર્વાનુમતે પસંદથતો હોવાનાકારણે સ્ટાફ,તથા અધિકારીઓમાં મારું સ્થાન હતું.તે દરમ્યાનમાં અન્યશહેરથી વિપ્રયુવાન મહેશ,(નામ બદલ્યું છે)નીબદલી અમારી બ્રાન્ચમાંથઇ.બીજેવર્ષે યુનિયનનીચૂંટણીમાં,મારીસામે ઉમેદવારીનોધાવી તેણે જંપલાવ્યું,પણ,સ્ટાફે અમારીબન્નેની વિચારસરણીને આધારે ફરી મનેચૂંટીકાઢ્યો
મહેશનું દ્રઢ માનવું હતું કે"યુનિયન એટલે વહીવટીતંત્ર સામે હમેશા બાથભીડી,અને અસહકાર કરવો,"જયારે મારુંમાનવું એવું હતું કે "સંપૂર્ણ વફાદારીથી ફરજબજાવી,સહકારઆપી,અને જો કર્મચારીને અન્યાય થાય તો તંત્રસાથે વાટાઘાટ કરવી "
બસ,ત્યારથી વૈચારિક વૈમનસ્યની શરૂવાતથઇ તે એટલીહદસુધી કે મહેશને મારું મોઢું ન ગમતું,અને અનેકવાર "ચમચા લીડર" તરીકેપણ મને ઉલ્લેખતો.
દિનપ્રતિદિન વૈમનસ્ય વધતુંગયું,પણ સ્ટાફનોસહકાર અને પીઠબળહોવાથી હું નિર્ભીત હતો. વર્ષો તે બ્રાંચમાં વીતીગયા,ત્યારબાદ બઢતી,સાથે બદલીથતા હું અન્ય શહેરમાં બદલાયો.અને પછીથીતો નવું શહેર, નવું વાતાવરણ,અને,નવાસ્ટાફને કારણે ભૂતકાળ લગભગ વિસરાઈ ગયો.અને આમને આમ નોકરીમાંથી નિવૃત પણ થઇ ગયો.
પંદરેક દિવસપહેલા ફેસબુકદ્વારા મારા એકમિત્ર તરફથી સમાચારમળ્યા કે મહેશ કેન્સરનીબીમારીમાં મુંબઈની તાતા મેમોરીયલ હોસ્પીટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે.
 મેં મુંબઈની વાટપકડી અને પહોંચ્યો તાતા હોસ્પીટલે.


મહેશનોવોર્ડ શોધી હું અંદરદાખલ થયો
દર્દનેકારણે કૃશ થયેલાશરીરમાં,લોહીની બોટલ ચડતી હતી. તેણે મારી સામું જોયું,પણ કદાચવર્ષો પછી જોયાને કારણે,તેને ઓળખવામાં મુશ્કેલી પડી હશે,અમારે જુદાપડ્યે પુરા 37 વર્ષ થયા હશે. સ્વાભાવિક છે કે શરીર,અને દેખાવમાં ઉમરની અસર પડી હોય પરંતુ,મેં "જલ્દી પુન:સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો" નું શુભેચ્છાકાર્ડ તેને આપ્યું,તેમાંથી નામ અને સહીવાંચીને તે ઓળખી ગયો.
બાજુની ખુરસીપર હું બેઠો
"અરે,વ્યોમેશ તું ? તે શું કામ ધક્કોખાધો?"ધીમા મૃદુ અવાજે તેણે મનેપૂછ્યું,
"અરે, યાર કેવીવાત કરે છે ?આ તો મારીફરજ છે " મેં ઉત્તરવાળ્યો
બસ,એટલામાંતો મહેશની આંખમાંથી સતત અશ્રુધાર વછૂટી,પ્રાયશ્ચિત,અને,પસ્તાવાને ટપકતા હું જોઈ રહ્યો.
તે બોલે ત્યારે અચૂક ઉધરસ આવે અને દરેક ઉધરસે કફમાં લોહી નીકળતું હતું,
"વ્યોમેશ,હું માફીમાગું છું,મારા કારણે,તારે ઘણું સહન કરવું પડ્યું છે. મેં દરેક વખતે તને જાળમાં લેવા કોશિશ કરીહતી,પણ હું કામયાબ ન નીવડ્યો તું સાચો હતો "

આશ્વાસન આપતા મેં કહ્યું,"મહેશ ભૂતકાળ યાદકરીને વર્તમાન ન બગાડ,કદાચ તે સમયે તું પણ સાચો હોઈશ,પણ સ્ટાફનાપીઠબળને કારણે મને ગુમાન આવીગયું હોય,હું તને સમજી નહી શક્યો હોઉં " મેં નમ્રતા દર્શાવી
પોતે કરેલ ખટપટ,અને અસભ્ય વર્તનનો તેને અહેસાસ થયો. ફરી ઉધરસઆવતા તે વાતે અટક્યો.
જરા સારુંલાગતા ફરી એને એ યાદકરી રડવાલાગ્યો અને બોલ્યો "હવે હું હળવો થયો,મારું મોત તે સુધાર્યું, નહી તો હું એક ગુન્હા સાથે મરત"
મને મળીને પોતાનો કોઠો હળવો કરવાજ માત્ર શ્વાસ કેમ લેતો હોય તેમ
અચાનક જ ઉધરસનો જબરો હુમલોઆવતા તે સાથે લોહીની ઉલટીથઇ,અને મહેશ મ્રત્યુપામ્યો.
ડોકટરે તપાસતા જણાવ્યું કે " મોટેભાગે આતરડાના કેન્સરમાં બનતું હોય છે તેમ પેટનીઅંદર કેન્સરની ગાંઠ ફૂટીજતા લોહીનીઉલટી થઇ છે "
હું રોકાઈગયો,સાંજે તેની સ્મશાનયાત્રામાં તેને કાંધ દીધી અને અંતિમ ક્રિયાપતાવી હું પાછો ફર્યો

******