*
*
*થોડા દિવસપહેલા "વા વાયોને છાપરૂં ખસ્યું,,," ની પોસ્ટ મુકેલી,
તેના પ્રતિભાવરૂપે આવેલી કોમેન્ટ્સપૈકીની બે કોમેન્ટ્સ જે પૈકી એક,શ્રી,મહેશભાઈ વસાવડા,અને બીજા શ્રી ધીરેનભાઈ અવાશિયાએ પણ પોતાનો અનુભવ ટાંક્યો છે શ્રી,ધીરેનભાઈ સાચા છે કે "જૂનાગઢનાં નાગર વાડાઓમાં ...."ઉડયું " .."સાંભ્ળ્યું " .."કેચ કે .." વાત આવી છે,"આદિ આદિ શબ્દો તો કેટલાક નાં "તકિયા કલામ " જેવાથઇ ગયા છે "
આ "સાંભળ્યું છે " નો એક "કરુણ-રમુજી " કિસ્સો ફરીએકવાર મારીસાથે બની ગયો,
થોડા વર્ષો પૂર્વેની આ ઘટના છે,
ભૂકંપ,ચક્રવાત,અને અફવા વચ્ચે થોડું સામ્ય છે
પહેલું તો એ કે ત્રણેયને તેના ઉદગમ બિંદુ હોય છે, બીજું,ત્રણેય ગતિશીલ હોય ઉદગમબિંદુ બદલાવાની શક્યતા હોય છે અને ત્રીજું,ત્રણેયની "આફ્ટર ઈફેક્ટ " સારી હોતીનથી,
મારીવાતનું ઉદગમ બિંદુ શ્રી રણછોડરાયજીનું મંદિર હતું
પ્રભાતનો સમય હતો મોટાભાગની ગંગાસ્વરુપીણીઓ,મંગળાના દર્શનકરવા આવેલ તેઓ દર્શન ખુલ્લા મુકાવાના સમયઅગાઉ ત્યાં હાજર હોય,અને દર્શનખુલે તે દરમ્યાન,કૈક પરિવારની ચાર દીવાલોનીઅંદર બનતા,સામાજિકપ્રશ્નો,રસોઈ ઘરમાં થતાઘર્ષણ,જેવી અંગત બાબતોનું રસપૂર્વક નિરૂપણ કરી,અરસ્પરસ સમાચારોનું આદાન પ્રદાન કરતા હતા,(તે પવિત્ર મંદિરને ઓટલે થતી હોય એટલે ચોવટ,પંચાત,કે કુથલી ન કહેવાય "નવા-જૂની કહેવાય )
તે પૈકીના એક વયસ્ક બહેને વિસ્ફોટ કર્યો " સાંભળ્યું ? વિનુભાઈનો વચલો દીકરો ગ્યો "
બીજા બહેને ઉત્સુકતાથી પૂછ્યું " એ વિનુભાઈ કયા?"
જવાબ મળ્યો "અરે, વિનુભાઈ ઝાલા,નવા નાગરવાડાવાળા "
સીટીસર્વે ઓફીસના દફતરે,આખો નવો નાગરવાડો મારા સ્વર્ગીય પિતાશ્રીને ને નામે નોધાયેલો હોય તેરીતે તેણે ઓળખાણ આપી,
"એમ,? તમને કોણે કહ્યું ?" ત્રીજાએ રસ દાખવતા સમાચારનીઅધિકૃતતા જાણવાની કોશિશ કરી
પહેલા બહેને કહ્યું "જ્યાં તેનું સાસરું છે,તે વસાવડાખડકીમાં અમારો દૂધવાળો દૂધ આપે છે,,તેણેકહ્યું, કે "જોશીપુરાના સગા,વ્યોમેશભાઈ ઝાલા ગુજરીગયા "
બસ,આટલું પુરતું હતું સવારનાસાડાસાતે હરિભાઈનીદુકાને,આઠવાગ્યે ગોરધન ટીડાને ત્યાં શાક લેતા,અને નવ વાગ્યે આઝાદચોકની લાઇબ્રેરીનાપગથીયે,ઓળખતામિત્રો વચ્ચે ચર્ચા શરુ થઇ
મને એમ લાગે છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીનીજનતાને વાય-ફાઈની સુવિધાનું વચન ચૂંટણીપહેલાઆપેલું,જે આજ દિનસુધીપૂરુંનથીકર્યું જયારે આપણું જુનાગઢ કેટલું પ્રોગ્રેસીવ છે કે નરસિંહ મહેતાજીના સમયથી અર્ધુંજુનાગઢ "વાય -ફાઈ"થી સજ્જ છે
મોબાઈલની ચાંપ ફટોફટ દબાણી,ચારસેકન્ડમાં તો જોજનો દુરરહેતા,દરિયાપારના સગા,મિત્રોમાં વાત પ્રસરી,મારાપુત્રના કેટલાક યુવાન જુનાગઢી મિત્રોએ મેસેજ મોકલ્યા,કોઈએ અંગતમિત્ર હોવાનાદાવે ફોન પણ કર્યો,અને પૂછી પણ લીધું કે " ઉઠામણું ક્યાં,? અમદાવાદ,વડોદરા,કે જૂનાગઢમાં,અને ક્યે દિવસે ?"
સવારમાં અણધાર્યાસમાચારનો ફોનઆવતા મારો પુત્ર હત-પ્રભ થઇ ગયો તુરતજ તેણે મને ફોન કર્યો,
પણ હું સવારની દૈનિક ક્રિયા આટોપવામાંવ્યસ્ત હોઉં,મેં રીંગ ન સાંભળી,ફોન "નો રીપ્લાય" થતા તે વધુ મુંજાયો, તેણે મારીપુત્રીને ફોન કરીને પૂછ-પરછ કરી અને તેનાથી જાણ્યું કે બધું સહી સલામત છે,
સવારે મેં જયારે કોમ્પ્યુટરખોલ્યું, ત્યાતો " R.I.P." ના ત્રણ-ચારમેસેજ મારી વોલપર વાંચ્યા,
મેં તે Delete કરી પ્રત્યુતર વાળતા સ્પષ્ટતા કરી કે
" વસાવડા ખડકીના જોશીપુરા ફેમીલીના સગા વ્યોમેશ ઝાલાના અવસાનના,સમાચારમાંતથ્ય છે. પણ તે હું નહી. પોરબંદર નિવાસી,સ્વ,મુ,મહાપ્રસાદઝાલાના પુત્ર કે જે વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલ છે,જેનું નામપણ વ્યોમેશઝાલા છે, તેનું નિધન થયેલું છે. જેઓ સગપણમાં મારા સાળાથાય અને જોશીપુરા કુટુંબના મોસાળીયા થાય,એક સરખા નામ અને એકજ પરિવારના રીસ્તેદાર હોવાને નાતે આ ગેરસમજ પ્રવર્તી છે.
No comments:
Post a Comment