Thursday, 29 September 2016

માનવતાનો બલી

ડો,સુધીર ઓઝા શહેરના નામી તબીબ.
એટલુંજ નહીં પણ દયાળુ, નિરભિમાની,સાલસ, નિખાલસ,અને અત્યન્ત પ્રેમાળ અસ્થિ સર્જન તરીકે વિશેષ ખ્યાતિ મેળવેલ,એમને નયન અને નીરવ નામના બે પુત્રો,નયન M.B.B.S થઇ પોતાનું ખાનગી દવાખાનું સાંભળતો,જયારે નીરવ એન્જીયરીંગના બીજાવર્ષમાં અભ્યાસ કરતો હતો,
બન્ને ભાઈઓ વચ્ચે માંડ સાતેકવર્ષનો જ તફાવત,
ત્રણેક વર્ષ પહેલા નયનના લગ્ન સ્વ-જ્ઞાતિની સ્વરૂપવાન,શિક્ષિત,સંસ્કારી,અને ગુણિયલ કન્યા નંદિતા સાથે થયેલ સયુંકતપરિવારમાં રહીને બધા આનંદ,મંગળ કરતા હતા,
એકવાર પરિવારના કોઈ રિસ્તેદારને ત્યાં ગોંડલ લગ્નમાં જવાનું નિમંત્રણ હતું ,તેથી સુધીરભાઈએ નયન,નંદિતા,અને નિરવને,એમ ત્રણેયને તે પ્રસંગમાં  હાજરી પુરાવી આપવાની સૂચના આપી,
પરંતુ, નંદિતા,ગર્ભવતી હોય,પહેલીજ પ્રસુતિનો સાતમો મહીંનો ચાલતો હોય તેણે મોટરમાર્ગે ત્યાં જવાનું ટાળતા,નયન અને નીરવ પોતાની લક્ઝુરિયસ,મર્સીડીઝ ગાડી લઈને પ્રસંગમાં હાજરી આપવા જૂનાગઢથી નીકળ્યા,
પ્રસંગ રંગેચંગે પતાવી,સગા સંબંધીઓને મળી,ભોજન લઇ બન્ને ભાઈઓ ફરી જૂનાગઢ જવા સાંજે નીકળી પડ્યા,
આશરે સાડાચાર-પાંચવાગ્યાનો આશરો હશે, બન્ને ભાઈઓ મોજ મજા કરતા,અને ગપ્પા મારતા  મોટરની સામાન્ય સ્પીડથી આગળ વધી રહ્યા હતા,તે દરમ્યાન સામેથીપુરઝડપે ધસમસતી આવતી સિમેન્ટ ભરેલી,ટ્રકના ડ્રાયવરે ટ્રક ઉપર પોતાનો કાબુ ગુમાવતા જોરદાર ધડાકાભેર નયનની ગાડીસાથે ટકરાઈ,
કઈ પણ જુવે કે વિચારે તે પહેલા નયનની ગાડી રોડ ઉપર પલ્ટી ખાઈ ગઈ,અને જોત જોતામાં ગાડીના ફુરચે ફુરચા ઉડી ગયા.બન્ને ભાઈઓ તત્ક્ષણ ત્યાંજ  મોતને ભેટ્યા,
લગ્નના શુભપ્રસંગેથી પાછા ફરતા કાળનો ક્રૂર પંજો આશાસ્પદ યુવાન બંધુ બેલડીને કોળિયો કરી ગયો .
**********************
અણધારી આફતથી,સુધીરભાઈ,અને પત્ની સુનંદાબેનને જબરો આઘાત લાગ્યો, અને ગર્ભવતી નંદિતાની તો વાત જ શું કરવી ? નંદિતા પણ કાળો કકળાટ કરતી જ રહી,છાતી ફાડીનાખે તેવા કલ્પાંતથી સોસાયટીના બધા બઁગલાઓમાં સન્નાટો ફેલાઈ ગયો,કોણ કોને,અને શું આશ્વાશન આપે ?
આંખના રતન સમા,કાળજાના,બબ્બે ટુકડાઓને વસમી વિદાયથી ઘર,ઘર,મટી સ્મશાન બની ગયું,ગજબ થઇ,સુધીરભાઈને ઈશ્વરઉપર અપાર શ્રદ્ધા,તેમજ "કર્મના સિંદ્ધાંતો" માં સજ્જડ માનનારા,તેણે કહ્યું," જે બન્યું છે તે ઘણુંજ ખરાબ બન્યું છે,છતાં,એમાં ઈશ્વરને,કે ભાગ્યને દોષ દેવો નિરર્થક છે,જે બન્યું છે તે મારા ગત જન્મના પાપનો બદલો મને ભગવાને આપ્યો છે,અને તે તો ભોગવ્યેજ છૂટકો,મારી જીવન,કે,મરણનીમૂડી કહો,તે મારા બે પુત્રો જ હતા આજે તે ઝુંટવાઈ જતા હું તો લૂંટાઈ ગયો છું "
       દિવસો વીતતા ગયા,મહિનાઓ વીત્યા,અને બરાબર બે મહિને નંદિતાએ દુધમલિયાપુત્રને જન્મ આપ્યો,
જન્મતાંજ પિતાનું મોઢું ન જોઈશકનાર,એ કમનસીબ બાળકનું નામ રાહુલ પાડ્યું,
જીવન જીવવાનો એક માત્ર સહારો હોય,એવા જતનથી અને લાડકોડથી રાહુલ મોટો થવા લાગ્યો,પુત્રોને ગુમાવ્યાપછીથી ઋજુ હૃદયી
સુધીરભાઈ પણ રાહુલ સાથે રમે,બોલે,બોલતા શીખવે,એમ પોતે પરાણે રાજીપો રાખીને ઉદાસી હટાવવાનો પ્રયાસ કરે.
   સમયને કોણ થંભાવી શક્યું છે?દિવસો,મહિનાઓ અને વર્ષો વીતતા ચાલ્યા,અને આમને આમ રાહુલ ત્રણવર્ષનો થઇ ગયો,
            રવિવારની એક સાંજે સુધીરભાઈ અને સુનંદાબેન બંગલા બહારના બગીચામાં ઝૂલે ઝૂલતા હતા,નંદિતા,પુત્ર રાહુલને લઈને નજીકના ક્રિડાંગણમાં રમાડવા લઇ ગઈ હતી.
ચિંતાતુર ચહેરે,ગંભીર સ્વરે સુધીરભાઈએ સુનંદાબેનને કહ્યું ,"છેલ્લા કેટલાક દિવસથી મને વિચાર આવે છે,કે,નંદિતા હજુ બાળક છે,આખી જિંદગી આવીરીતે તે કેમ કાઢી શકશે ? આપણેતો હવે મહેમાન કહેવાઈએ કાલ આપણે પણ સંસાર ત્યાગવો પડશે,તે સમયે નાની બાળક જેવી કુમળીકળીનું શું થશે,? ઉપરાંત બાપ વિનાના રાહુલ નું શું ? શા માટે તેના પુનર્લગ્ન ન કરાવવા,આમ માથે છત્ર વિનાનું જીવન દોઝખથી પણ બદતર છે,"તમે શું કહો  છો ?સુધીરભાઈએ પત્ની સુનંદા સામું જોતા પૂછ્યું,
" તમે મારા હૃદયની વાત કહી,હું પણ ઘણા સમયથી એજ વિચારતી હતી,પરંતુ તમને કહેતા મારી જીભ ઉપડતી નહોતી,યુવાની ઠીક છે,પણ એકલવાયી સ્ત્રીમાટે બીમારી,અને વૃદ્ધાવસ્થાનો સમય ઘણો વિકટ હોય છે, આમેય ઉંમર પણ નાની છે,અને હજુ ઘણો લાંબો પંથ તેણે કાપવો બાકી છે "
"ગયે વર્ષેજ મારા બાલસાથી,અને સહાધ્યાયી રતિરાયનો પુત્ર નરેશ વિધુર થયો છે,અને તેને માટે રતિરાય બીજું સુપાત્ર શોધે પણ છે,પહેલીજ પ્રસૂતિમાં તાજા જન્મેલ બાળક અને મા નુ અવસાન થયા છે,
નરેશ હાઇકોર્ટનો વકીલ છે,સારું કમાય છે,વળી આપણાજ રીતરિવાજ અને સંસ્કાર ધરાવતું કુટુંબ છે તમને યોગ્ય લાગેતો, નંદિતા પાસે વાત મૂકી સમજાવજો,એમના માતા-પિતા તો હવે રહ્યા નથી,તેથી એક પુત્રીતરીકે તેની કાળજી લેવી આપણી ફરજ છે "આંખના ખૂણા રૂમાલથી લૂછતાં સુધીરભાઈએ પત્નીને કહ્યું
"નંદિતા મને સ્પષ્ટ જવાબ નહીં આપે,અને વાતને પણ ટાળી દેશે,તેથી તમેજ રાત્રે  નંદિતાને બોલાવી, સમજાવીને વાત ગળે ઉતારો" સુનંદાબેને કહ્યું,
" સારું, હું પોતેજ તેને સમજાવીશ "સુધીરભાઈ બોલ્યા,
******
રાત્રીના લગભગ નવવાગ્યાનો સમય હતો, નંદિતા રસોડું પરવારી,ટી.વી,સિરિયલ જોતા,પોતાના બેડરૂમમાં બેઠી હતી,આખો દિવસ દોડ-ધામકરી,રમીને થાકેલો રાહુલ પણ ઘસઘસાટ ઊંઘી ગયો હતો,
એવામાં સુધીરભાઈ,અને સુનંદાબેને નંદિતાને બોલાવી,
નંદિતા આવતા,સુધીરભાઈએ વાતની શરૂવાત કરતા કહ્યું ,
" બેટા,તું આ ઘરમાં પુત્રવધુ તરીકે પોંખાઈને ભલે આવી,પણ આજસુધી અમે તને પુત્રીનો દરજ્જો આપી તારી કાળજી લીધી છે,હવે સંજોગ બદલાતા અમારી તે જવાબદારી વધી ગઈ છે તારું,અને રાહુલનું ભવિષ્ય સુનિશ્ચિત કરવું તે એક જ અમારું  જીવન ધ્યેય બની ગયું છે,
એવા સંજોગોમાં અમે બન્ને એવું વિચારીએ છીએ,કે લાંબો જીવનપથ એકલવાયા ન કપાય,
વળી રાહુલનું ભવિષ્ય જોવું જરૂરી છે તેથી હું તારી પાસે પુનર્લગ્નની દરખાસ્ત મુકું છું,શા માટે તારે તારી યુવાની,અને વૃદ્ધાવસ્થા હોમી દેવી? અમે તો આજે છીએ,અને કાલે નથી,પછી?તું આગળનું વિચાર,તારે માતા પિતા,પણ નથી,ભાઈ કે બહેન પણ નથી,? ત્યારે તારા ભવિષ્યના કપરા સંજોગોમાં તારી હૂંફ કોણ ?,
 અને તે માટેનું સારું,સંસ્કારીપાત્ર પણ ધ્યાનમાં છે.રતિરાયનો પુત્ર નરેશ ગયે વર્ષેજ વિધુર થતા તેઓ પણ યૌગ્ય પાત્રની શોધમાં છે,તું પુરેપૂરો વિચાર કરી જવાબ દેજે,ઉતાવળ નથી."
વરસાદ રહી ગયા પછી નેવા ઉપરથી ટપકતા પાણીની જેમ ટપ,ટપ,આંસુ પાડતી,નીચું જોઈને બેઠેલી, નંદિતા પુનર્લગ્નનું સાંભળી સળગીગઈ,"શું કહ્યું ? પુનર્લગ્ન? પપ્પાજી,મારે એક ભવમાં બે ભવ કરવાનાં ?
નયનના જવાથી હું ઘરનું માણસ મટી ગઈ,કે તમે મને બીજે ખીલે બાંધવામાંગો છો ?
આંસુની ધારસાથે વ્યથિત નંદિતાએ આક્રોશ ઠાલવ્યો
" ના, બેટા ના તું આ ઘરની દીકરી હતી,છો,અને કાયમ માટે રહીશ,પછી પણ આ ઘરના દરવાજા તારા માટે હમેશા ખુલ્લાજ છે,તું એક વાત કેમ નથી વિચારતી,કે સમાજમાં વિધવા,અને વિધુરને લોકોએ ઉકરડો જ  સમજ્યા છે,રામની હયાતીમાં પણ રાવણ સીતાજીની લાલચે તેના ઉંબર સુધી પહોંચ્યો હતો ને ?
 એક સામાન્ય ધોબી જેવાએ સીતાજેવી સતી ઉપર પણ આરોપ લગાવ્યા હતા ને ?
 ગમે તે લોકો,,ગમે તેને માટે,ગમે ત્યારે,ગમે તેવી,વાત કરતા અચકાતા નથી,તું જે સમાજ જુવે છે,તે તેનું સાચું અને અસલી સ્વરૂપ નથી,સૂક્ષ્મદર્શક કાચથી જોઇશ,ત્યારે તને ખબર પડશે કે આ સમાજમાં રાવણ અને ધોબીઓ જ જાજા છે,અને હું ઈચ્છતો નથી કે અમારી હયાતી પછી આપણા ખોરડાની ખાનદાની ઉપર લોકો થૂંકે"
સુધીરભાઈ ભાવાવેશમાં બોલ્યા
" પપ્પાજી,મારી ઉપરપડેલી વીજળીથી હું રોમ રોમ સળગું છું,અત્યારની તકે હું કઈ વિચારી શકું તેમ નથી,
તમે મારા માતા-પિતા છો,અને,મારુ હીતમાત્ર વિચારો છો,મારે કઈ જોવું,કે જાણવું નથી,તમને મારા ભવિષ્યનો કોઈપણ નિર્ણય લેવાની છૂટ છે,મને ખાતરી જ છે કે મારુ તો ઠીક,પણ રાહુલનું  હીત તમારે ગળે
હશે.નંદિતાએ ઉભા થતા જવાબ આપ્યો
રાત્રીના બાર વાગ્યા હતા,સહુ પોતપોતાના બેડરૂમમાં જઈ શયનાધીન થયા.
*******
નંદિતાની ગર્ભિત સંમતિ મેળવી,બીજે દિવસે સવારે સુધીરભાઈએ રતિરાયને ફોન જોડ્યો, વિગતે બધીવાત કરી,અને નરેશ માટે નદિતાની દરખાસ્ત પણ મૂકી,રતિરાય ભાવવિભોર બની ગયા,આટલી સંસ્કારી,
 સુ શિક્ષિત,અને ઘરકામની પારંગત કન્યા,પોતાની પુત્રવધુ થવા તૈયાર થઇ,જાણી રતિરાયે તુર્તજ હા ભણી દીધી,શ્રાદ્ધપક્ષ બેઠા પહેલા,અનંત ચૌદશને શુભ દિવસે બન્નેપક્ષે રૂબરૂ મળી શુકન રૂપે શ્રીફળ આપી જવાનું રતિરાયે સૂચવ્યું ,અને શ્રાદ્ધપક્ષ પછી નવરાત્રીની બીજને દિવસે કોર્ટ દ્વારા લગ્ન કરવા,તેવું બન્નેએ સ્વીકાર્યું,
આ બાજુ, સુધીરભાઈએ પણ નંદિતાને એ વાત થી વાકેફ કરી,માનસિક પૂર્વભૂમિકા બાંધી દીધી,
અગાઉ નક્કીથયા મુજબ, રતિરાય પોતાના પરિવાર તથા પુત્ર નરેશ સાથે નિશ્ચિત દિવસે આવી અને સગાઈની વિધિ રૂપે, શ્રીફળ,અને સાકરના પડા સાથે રૂપિયા,501/ આપી,સગાઈની પ્રાથમિક રસમ પતાવી બધા રવાના થયા,
*****
દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા,જે દિવસથી નંદિતાની પુન: સગાઈ થઇ, ત્યારથી નંદિતા વિચારોના વમળમાં સતત ખેંચાતી જતી હતી નવું, કેવું હશે, રીત,રિવાજ,કુટુંબ,વાણી વર્તન,વાતાવરણ,વિચારો,સંસ્કાર, એ બધાસાથે કેવી રીતે અનુકૂળતા સાધી શકાશે ?ઉપરાંત, ભવિષ્યમાં બીજું સંતાન થાય તો રાહુલ પ્રત્યેનું પિતાના વલણ અંગે પણ ચિંતા સતાવવા લાગી,ચિંતામાં ને ચિંતામાં,નંદિતા સતત રાતોની રાતો જાગતા,આંસુ સારતી  આ બધા વિચારોમાં ગરકાવ થવા લાગી,આમ ને આમ શ્રાદ્ધપક્ષના દશ દિવસો તો પસાર થઇ ગયા
એક દિવસ અચાનકજ સાંજે સુનંદાબેનની હાજરીમાં નંદિતાએ સુધીરભાઈને કહ્યું,
" પપ્પાજી, મારે કઇંક કહેવું છે "
"ખુશીથી, બેટા,તને જે પણ શઁકા હોય તેનું ખુલાસાથી, સ્પષ્ટતા કરી લે " સુધીરભાઈએ જવાબ આપ્યો,
પપ્પાજી, હું બીજું લગ્ન કરવા નથી માંગતી,અને આ મારો અફર નિર્ણય છે " નંદિતાએ સજળ નયને મર્યાદામાં રહીને રજુવાત કરી
" વળી શું થયું, બેટા, અમે જે કરીએ છીએ તે તારા તથા રાહુલના હિતમાંજ વિચારીયે છીએ, તે કેમ ભૂલી જાય છે ?" સુધીરભાઈએ સમજાવતા કહ્યું,
" એ બધું સાચું,તમે મારુ હિત  જુવો છો, પછી તમે તમારું વિચાર્યું ?જુવાન જોધ,કન્ધોતર જેવા બબ્બે દીકરા પાકી ઉંમરે ગુમાવ્યાપછી,પાછલી ઉંમરમાં તમે શું વૃદ્ધાશ્રમમાં જશો ?આજે જયારે નયન નથી,ત્યારે તમારી ભવિષ્યની બધી જવાબદારી મારા ઉપર રહે છે, નયનના જવાથી, હું પારકી થઇ ગઈ,? તેની અધૂરી જવાબદારી પુરી કરવાની મારી ફરજ છે. આજે હજુ મમ્મીની જાત થોડીક પણ ચાલે છે, બે-પાંચ વર્ષે ઉંમર વધુ અસર કરશે,ત્યારે તમે શું લોજના ટિફિન જમશો ?સમાજ મારા ઉપર ફિટકાર વરસાવશે,કાલ કેવી ઉગશે તેની કોઈને ખબર નથી, વૃદ્ધાવસ્થા પીડાદાયક જ હોય છે, ત્યારે તે સમયે તમારી સેવા,ચાકરી કરવા કોને બોલાવશો ? હું આ ઘરમાં આવી ત્યારથી તમને "લક્ષ્મી-નારાયણ" સ્વરૂપે માનસિક પૂજતી આવી છું,
એ હવે તમારા કપરાકાળમાં હું તમને છોડીને જાઉં ?ફિટકાર છે મારા સંસ્કારને,જો એવો સ્વાર્થી વિચાર પણ મને આવે તો પપ્પાજી, હું મારા સ્વાર્થે, કે હિત માટે એટલી હદે સ્વકેન્દ્રી નહીં બની શકું કે,આવી દુઃખદપળોમાં તમને એકલા અટૂલામૂકીને હું મારો નવો સંસાર ભોગવું અને મારો આ નિર્ણયજ નયનનું સાચું તર્પણ છે,તેના આત્માને આજે સાચી શાંતિ મળશે,તમે આ મારા નિર્ણયની નરેશ તથા તેના પરિવારને જાણ કરો,અને કહો, કે આ સગાઈ ફોગ સમજવા વિનંતી છે, અને નંદિતા પુનર્લગ્ન કરવા રાજી નથી", બોલતા નંદિતા ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી,
નંદિતાની ભાવસભર કાકલુદી સાંભળી, સુધીરભાઈની આંખ ભીંજાણી અને બોલ્યા ,
" બેટા, તારી વાત સો ટકા સાચી છે, તારું જીવન સુધારતા,અમારું મોત બગડશે, તે અમે જાણીએ છીએ,પણ સંતાનના સુખ પાસે વડીલોએ કોઈ પણ ભોગ આપવા તૈયાર રેહવું પડે, અને એ કારણે જ અમે અમારું વિચાર્યા વિના તારું હિત જોતા હતા,
ધન્ય છે, બેટા તારા માં-બાપના સંસ્કાર,અને કેળવણીને,અમારા આયુષ્યના થોડાવર્ષો માટે થઈને તારી યુવાની,અને વૃદ્ધાવસ્થાને હોમી દેવાના તારા આ નિર્ણયથી તે તારા "માનસ લક્ષ્મી નારાયણ" ને માનવતાનો બલીચડાવ્યો છે.મેં ચાર હાથ ગુમાવ્યા છે,પણ આજે મને તેનાથી વધુ મજબૂત લોખંડી બે હાથ મળ્યા છે" સુધીરભાઈ રડતા રડતા બોલ્યા,
 સુનંદાબેને  પોતાની સાડીના પાલવથી નંદિતાના આંસુ લૂછતાં તેને ભેટી પડ્યા
******





 







 


Thursday, 8 September 2016

" જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેજો "

"ઓહ ડેડ, તમે પણ શું ?
મોઢામાં એક જરાસરખુ ચાંદુપડ્યું છે,એમાં આટલા બધા કેમ અકળાઓ છો?, થોડા દિવસ ઘરગથ્થું દવા કરી રાહ જુવો,"
અમેરિકાથી બે અઠવાડિયામાટે આવેલ N.R.I અતુલે પિતાની ફરિયાદનો જવાબ આપતા આગળ ચલાવ્યું,
"પપ્પા,તમને ખબર છે કે હું માત્ર બે અઠવાડિયામાટેજ ભારતમાં આવ્યો છું,ત્રણ દિવસ તો થઈ ગયા,હજુ, મીનાના પિતાને મળવા સુરત જવું છે,ત્યાં પણ ચાર દિવસનું રોકાણ થશે ઉપરાંત અમો મિત્રોએ ઘણે સમયે ભેગા થયા હોઈએ એક શોર્ટ ટ્રીપ પણ અઠવાડિયાની ગોઠવી છે,આમ સમય જ ક્યાં છે ? કે હું તમને દવાખાને લઈ જાઉં ?ડોક્ટરો,એન્ટી-બાયોટિક્સ,અને સ્ટીરોઈડનો હારડો લખી આપશે ,એક્સરે,એન્ડોરસ્કોપી,સ્ક્રીનિંગ જેવી લાંબી ખર્ચાળ વિધિમાં ઉતારી દેશે વારેવારે દવાખાનાના ધક્કા રહેશે,અને દવા ગરમ પડશે તે નફામાં" 
         "અગાઉ પણ ઘણીવાર મને ચાંદા પડતા,ત્યારે હું  ચણોઠીના પાન ચાવતો,મીઠા,અને ફટકડીથી કોગળા કરતો,અને બે દિવસમાં બધું મટી જતું હતું,.ગમે તે હોય,પણ આ વખતે તે મને અતિ વસમું લાગે છે,ખોરાક પણ ગળે ઉતરતો નથી,છતાં તારી વાત સાચી છે,થોડો સમય ઘરગથ્થુ ઉપાય જારી રાખી રાહ જોઈએ "
 કચવાતે મને,પુત્રને રાજી રાખવા,અસહ્ય,દર્દ,અને વેદનાને દબાવી,વૃદ્ધ કંચનરાય  બોલ્યા.,
આમને આમ બે અઠવાડિયા વિતી જતા અતુલ ફરી અમેરિકા જવા ઉપડી ગયો, જતા જતા પિતાને ભલામણ કરતા બોલ્યો "તબિયતનું ધ્યાન રાખજો, હું ફરી પાંચ વર્ષસુધી તમારું મોઢું જોવાનહીં પામું,અને જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેજો "
અતુલના ઉપડીગયા બાદ બીજે જ દિવસે કંચનરાય,અને તેના પત્નિ મધુરીબહેન પોતાના ફેમિલી ડોક્ટર,મહેતાપાસે તબિયત બતાવવા ગયા.ડોક્ટરે ગળું તપાસી અને સલાહ આપતા કહ્યું કે "સાહેબ, તમે અહીંના નિષ્ણાત ડો, દેસાઈને બતાવો,હું તમને તેના ઉપર ચિઠ્ઠી લખી આપું છું "
ડોક્ટર આશિષ દેસાઈ,નામી કેન્સર શ્પેસ્યાલિસ્ટ હતા,વર્ષો સુધી લન્ડનની રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં કેન્સર ઉપર રિસર્ચ કરી વતનમાં સ્થિર થયા હતા
ડો,મેહતાના સૂચનથી,તેમની ચિઠ્ઠી સાથે કંચનરાય,ડો,દેસાઈને દવાખાને તેની એપોઇન્ટમેન્ટ મેળવી પહોંચ્યા,ચેમ્બરમાં દાખલ થતાંજ ડોક્ટર દેસાઈ  કંચનરાયને ઓળખી ગયા.
તેને જોતાજ, કપાળે હાથ ફેરવતા ભૂતકાળમાં સરી પડ્યા,
      આજથી 40 વર્ષ પહેલાનો આછી મૂંછ,ભરાવદાર,ગંભીર છતાં હસમુખા સ્વાભાવનો ચહેરો,
રુવાબભરી, સ્વમાની,અને ખુમારીવાળી છટાદાર ચાલ,જ્ઞાન,અને વિદ્વાતાના તેજપૂંજથી ચમકતું ઊંચું મોટું કપાળ, ગણિત-વિજ્ઞાનનો પારંગત મુંબઈ યુનિવર્સીટીનો B.Sc.ગોલ્ડમેડાલિસ્ટ,
આદર્શ,અને સિદ્ધાંતવાદી,ઉત્તમ શિક્ષક, કંચનરાય દીનાનાથ પાઠકનો ચહેરો તેની નજર સામે તરવર્યો,
        ડો, દેસાઈએ એક્સરે,લોહીના,તથા એન્ડોરસ્કોપી,ના રિપોર્ટ,જોયા બધીજ તપાસ કર્યા બાદ કહ્યું
" તમે થોડા મોડા છો,દશ-પંદર દિવસ પહેલા આવવાની જરૂર હતી તમારા મોઢામાં પડેલ ચાંદાથી તમારા રોગની શરૂવાત થઇ હતી,અને હવે તે ચાંદા વધીને આંતરડા સુધી પહોંચતા,તમને આંતરડાનું કેન્સર હોવાનું નિદાન આવે છે પણ તમે ચિંતા ન કરતા હું તમને ઓપરેશનથી તદ્દન સારું કરી દેવાની ખાત્રી આપું છું"
"પણ......
સાહેબ.... "
ઓપરેશનના નહીં પણ તેમાં થનારા ખર્ચની ચિંતાસાથે કંચનરાય બોલવા જતા હતા ત્યાંજ ડો, દેસાઈએ વચ્ચે અટકાવતા કહ્યું," તમે ખર્ચની ચિંતા ન કરતા આ તો સાવ નાનું અને મામુલી ઓપરેશન છે અને બિલકુલ નજીવા ખર્ચમાં તે પતી જશે,તમે આજેજ અહીં દાખલ થઇ જાઓ,આવતી કાલે વહેલી સવારે તમારું ઓપરેશન હું હાથ ધરીશ "
 ડોક્ટરનું વાક્ય સાંભળતા ચિંતાતુર ચહેરે તેણે પત્નિ મધુરીસામે જોયું. હકાર સૂચક નજરથી પત્નિએ સંમતિ આપતાં કંચનરાય દવાખાનાના બિછાને પડ્યા.
               ઓપરેશન સફળ રહ્યું ધાર્યા કરતા વધુ સહેલાઈથી દર્દનું નિદાન અને ઉપચાર થઇ જતા કંચનરાય અને મધુરીબેન ખુશ હતા છતાં ડોક્ટરને ચૂકવવાના બિલની ચિંતામાં થોડી માનસિક બેચેની અનુભવતા હતા.પુત્ર અતુલને પત્ર દ્વારા ઓપરેશનની જાણકરતાં,ચોથે દિવસે પત્રના જવાબમાં અતુલે પણ  ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે "ઈશ્વરે અણધારી આફત આપી છે છતાં મોઢામાં ચાંદા પડવાની શરૂવાતથી જ પપ્પાએ ચેતી જવાની જરૂર હતી.પપ્પા મને બચપણમાં કહેતા કે "દરદ અને કરજ ને વધવા ન દેવાય"
 હશે, જે ઉપાધિ ભાગ્યનિર્મિત હોય તેને ભગવાન પણ ભગાડી શકતો નથી,તબિયતનું ખાસ ધ્યાન રાખજો અને હા,,,,,  જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેજો "
પત્ર વાંચતા કંચનરાયની આંખમાંથી બે બુંદ સરક્યા
 *******
"સાહેબ,આપનું  બીલ ,,?
દવાખાનમાંથી છૂટી મળી જતા કંચનરાયે ડોક્ટરનો આભાર માનતા પૂછ્યું
ડોકટરે સ્હેજ હસતા તેને ખભે હાથમુકતા કહ્યું,
ડોકટરે સ્હેજ હસતા તેને ખભે હાથ મુકતા કહ્યું, "સાહેબ,આપ બિલની ચિંતા ન કરો, હજુ તમારી સારવાર ચાલે છે, અહીં પુરી નથી થતી આવતા દશ દિવસ પછી ફરી તમારી તબિયત જોવા અને છેલ્લું  ઇન્જેક્શન દેવા હું ખુદ જાતે ઘેર આવીશ ત્યારે બધુજ બિલ એક સાથે તમને આપીશ દરમ્યાનમાં સાથે આપેલી દશ દિવસની દવા નિયમિત લેશો અને હા... દવાખાનાની એમ્બ્યુલન્સ આપને ઘરસુધી મૂકી જવા નીચે તૈયાર ઊભીજ છે "
                                                      ***********************

"આજે ગણેશ ચતુર્થી છે વિઘ્નહર્તાને ધરેલ મોદકની પ્રસાદી લ્યો"કહેતા મધુરીબેને પતિને પ્રસાદઆપતા કહ્યું "હું જોયા કરું છું કે છેલ્લા થોડા સમયથી તમે સતત ચિંતા,અને ડિપ્રેશનમાં રહો છો આ રોગનું કારણ પણ એ  જ છે આંતરડાનું ચાંદુતો નિમ્મિત માત્ર છે પણ ચાંદુ તમારા હૃદયમાં પડ્યું છે ઘણા સમયથી આપણે આર્થિક સંકટ ભોગવીએ છીએ એમાં વળી ઓપરેશનનો ખર્ચો વધ્યો ત્યારે તમે શા માટે અતુલને વાત કરીને પૈસા મંગાવતા નથી ? યાદકરો, અતુલને જયારે I.T નું ભણવા બેંગ્લોર મોકલ્યો ત્યારે ફી,અને ડોનેશનના પૈસા ભરવા તમને મળેલ પાંચતોલાનો મુંબઈ યુનિવર્સીટીનો પ્રતિષ્ઠિત ગોલ્ડમેડલ તમે વહેંચી દીધો હતો વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવા,જે વડીલોપાર્જિત મકાનમાં તમારી સ્મૃતિઓ અને સંવેદના ધરબાયેલી હતી તે હવેલી જેવડું મકાન ફૂંકી મારીને ખોબલા જેવા બે રૂમના ફ્લેટમાં રૂ,3000/ ના માસિક ભાડે રહેવા આવી ગયા. તેને માટે તમે શું નથી કર્યું ? જયારે તે પોતે પોતાની ફરજ ન સમજે ત્યારે આપણે તેને સમજાવવી પડે જીવનમાં સારા માણસની જ કસોટી થાય છે,અને આ આપણી કસોટીનો સમય છે"
"તમે સાચા છો મેં જે કર્યું છે તે મેં સંતાન પ્રત્યેની મારીફરજ બજાવી છે તેથી વિશેષ કશું નથી કર્યું અને તેણે  તેની ફરજ સમજવી જોઈએ જે આપથી ફરજ ન સમજે તેને પરથી ન સમજાવાય,અને સમજાવ્યાપછી બજાવે તેને "ફરજ બજાવી" નહીં પણ "ફરજ પાડી" કહેવાય" કઁચનરાયની ખુદ્દારી,અને સ્વમાની સ્વભાવ ફરી એક વાર ઉછળ્યો. ગાંડિવના ટંકારવ જેવા સ્વરમાં તેણે આગળ ચલાવ્યું " હું અતુલ પાસે પૈસા માંગુ ?
 અરે,મારી નિત્ય પૂજામાંપણ મેં દેવાધિદેવ પાસે હાથ જોડીને પ્રાર્થના કરી છે પણ માથું ટેકવીને,ખોળો પાથરીને કે હાથ ફેલાવીને કદી કશુ માગ્યું નથી. "હું માંગુ ને ઈ આપે તે હરગીઝ મને મંઝુર નથી."
 એ પણ સાચું છે કે કસોટી સારા માણસોની થાય છે અને એટલેજ આજે "કંચન" ની કસોટી થાય છે,
 બરકત (વિરાણી)ને પણ હરકત નડી જ હશે એટલેજ તેણે  લખ્યું છે કે,
"ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
  કે સારા હોય છે એની દશા સારી નથી હોતી."
બેડરૂમમાં ક્ષણિક સ્તબ્ધતા છવાઈ ગઈ.
એવામાં ડોરબેલ રણક્યો,મધુરીબેને ઉભા થઈને દરવાજો ખોલતા સામે ડો.દેસાઈ સાહેબને ઉભેલા જોયા. મીઠો આવકાર આપ્યો,ડોક્ટરને જોતાજ કંચનરાયનો આક્રોશથી લાલ થઇ ગયેલો ચહેરો ફિક્કો પડી ગયો ફરી તેના દિમાગમાં બિલની ચિંતા પ્રવેશી,
" કેમ છો સાહેબ" એક આત્મીય સ્વજનની લાગણીથી ડોકટરે કંચનરાયને પૂછતાં તેને તપાસવું શરૂ કર્યું.
તપાસ્યા પછી ડોકટરે કહ્યું," હવે આંતરડાની સંપૂર્ણ રૂઝ આવી ગઈ છે આજથી તેલ મરચાં સિવાયનો બધો ખોરાક લેવાની છૂટ છે તેમ છતાં ચિંતાનો એક વિષય એવો છે કે સતત તમારું લોહીનું દબાણ ઘટતું જ ચાલ્યું છે આટલી દવા ગોળી આપવા છતાં તેનું કોઈ પરિણામ દેખાતું નથી ખોટી ચિંતા, વિચારો, અને ડિપ્રેશનથી દૂર રહો,મન ને પ્રસન્ન રાખો એ એકજ તેની શ્રેષ્ઠ દવા છે,"
એટલું કહી ડોક્ટર જવા માટે ઉભા થયા કે તુરતજ સ્વમાની કંચનરાય બોલ્યા ,
" સાહેબ,આપનું  બિલ ?"
ડોકટરે હસતા જવાબ આપ્યો "ચિંતા ન કરો હું સાથે લાવ્યો જ છું " એમ કહીને પોતાના કોટના ખિસ્સામાંથી એક બંધ કવર કાઢી કઁચનરાયના હાથમાં મૂક્યું કવરની સાઈઝ,અને જાડાઈ જોતા ચિંતાતુર સ્વભાવે કંચનરાયે પત્નિ મધુરીસામું જોયું અને ડોક્ટરને કહ્યું,"સાહેબ, બે-ચાર દિવસમાં હું પૈસા મોકલાવી આપીશ"
"કોઈ ઉતાવળ કે ચિંતા નથી " એટલું બોલતા ડોક્ટર નીકળી ગયા.
                                             *******************
ડોકટરે આપેલ  બિલનું જાડુ કવર જોતા કંચનરાય અને પત્નિ મધુરીબેનને ધ્રાસ્કો પડ્યો  બિલ કેટલું મોટું
અને વધુ હશે તેની ચિંતા સાથે કંચનરાયે કવર ખોલ્યું કવર ખોલતાં તેમાં  બે પાનાંનો પત્ર હતો.
" પ્રાતઃ સ્મરણિય વડીલ શ્રી પાઠક સાહેબ,
આપ મને ઓળખી નથી શક્યા પણ મારા દવાખાનામાં પ્રવેશતા જ હું આપને  ઓળખી ગયો હતો.
મારી ઓળખાણ હું માત્ર એક જ શબ્દમાં આપું તો રેલવેગુડ્સ ક્લાર્ક તરીકે નોકરી કરતા સ્વ.રમણીકભાઇ દેસાઈનો હું પુત્ર છું અને આપનો વિદ્યાર્થી રહીચુક્યો છું આપ મને લાડમાં આસુ  કહીને સંબોધતા હતા,
 તે જ  હું ડો. આશિષ દેસાઈ,
"સાહેબ, હું મારા ભૂતકાળના એ દિવસો હજુ નથી ભુલ્યો,કે જ્યારે ભર યુવાનીમાં મારા પિતાશ્રીનું અવસાન થતા આર્થિક અવદશાને કારણે મારે ધોરણ નવથી અભ્યાસ છોડવાની  સ્થિતિ આવી હતી ત્યારે છેક એસ.એસ.સી.સુધી મારી સ્કૂલ ફી,તથા પરીક્ષા ફી આપે ભરી હતી.રમતિયાળ અને નાદાન સ્વભાવને કારણે ગણિત,વિજ્ઞાનમાં હું નબળો હતો તે સમયે આપે પોતાને ઘેર બોલાવીને મને બબ્બે કલાક ગણિત વિજ્ઞાન ભણાવી તે વિષયોમાં રસ લેતો કર્યો,કોઈ પણ જાતના સ્વાર્થ વિના, નિઃશુલ્ક ટ્યુશન આપી આપે મારી પાછળ કિંમતી સમયનો ભોગ આપ્યો છે જેને કારણે આજે હું આ સ્થિતિએ પહોંચ્યો છું. આપ હમેશા મારા આદર્શ રહ્યા છો તેથી મારા દવાખાનાનું  નામ પણ"ગુરુ કૃપા હોસ્પિટલ" મેં રાખ્યું છે.
સમયાંતરે, નામદાર આગાખાન ટ્રસ્ટ પાસેથી બોન્ડ ઉપર લોન લઇ મેં M.B.B.S,પૂરું કર્યું, અને પુના ખાતેની તેની હોસ્પિટલમાં ત્રણવર્ષ નોકરી કરી હું લંડન કેન્સર રિસર્ચ માટે ગયેલો.
લંડનથી પાછા ફરી વતનમાં દવાખાનું શરૂ  કરવા સમયે આપના આશિર્વાદ લેવા હું  ગામના આપના  જુના ઘેર પણ ગયો હતો પરંતુ એમ જાણવા મળેલું કે તે ઘર વહેંચી આપ અન્યત્ર સ્થાયી થયા છો ત્યાર બાદ છેક આજે આ રીતે મળવાનું થયું.
આપે જે મને પિતૃતુલ્ય પ્રેમ આપ્યો છે તે બદલ મેં પુત્રવત ફરજ બજાવી હોય આપની સારવારની મને તક મળતા અંશતઃ ગુરુ દક્ષિણાચૂકવી હું ધન્ય થયો છું.આપના દીર્ઘાયુષ્યની ઈશ્વરને પ્રાર્થના કરું છું.
લી.
ડો.આશિષ દેસાઈ.
પત્ર વાંચવો પૂરો થતાંજ કંચનરાય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા" ભગવાન ને ઘેર દેર છે પણ અંધેર નથી" તે સાચું છે ભાવુક બનેલા કંચનરાય માટે પાણીનો ગ્લાસ લાવેલ મધુરીબેનની આંખો છલકાઈ  ગઈ.
******
રોજના નિત્યક્રમ મુજબ સવારે સાત વાગ્યે મધુરીબેન ચાહનો પ્યાલો લઇ કંચનરાયના બેડરૂમમાં પ્રવેશ્યા
કંચનરાય ભર ઊંઘમાં સુતા હોય એવું લાગતા ઢંઢોળીને જગાડવાની કોશિશ કરતા જોયું કે કંચનરાય નિશ્ચેતન પડ્યા હતા. હા, કંચનરાય ફાની દુનિયા છોડી ચાલી નીકળ્યા હતા તુરતજ ડો.દેસાઈને બોલાવ્યા,
તપાસીને સ્ટેથેસકોપ ગળેથી ઉતારતા ડો.દેસાઈએ ઊંડો નિશ્વાસ નાખતા  કહ્યું,"ગઈકાલે સાંજે મને જે
 ડર હતો,તે થઈને જ રહ્યું સાહેબનું લોહીનું દબાણ સતત ઘટતું રહેવાને કારણે હૃદય સુધી લોહી ન પહોંચતા નિંદ્રાવસ્થામાં જ તેમનું  હાર્ટફેઈલથી અવસાન થયું છે."
અશ્રુભીની આંખે પિતૃતુલ્ય ભૂતપૂર્વ શિક્ષકના નિશ્ચેતન દેહનો ચરણસ્પર્શ કરી ડોક્ટર નીકળી ગયા.
 ******
                                                       
પાંચેક દિવસ બાદ અતુલનો મધુરીબેન ઉપર લખેલો પત્ર આવ્યો
પૂજ્ય મમ્મી,
"પપ્પાના દુઃખદ અવસાનના સમાચારથી અમો બધા ખુબજ વ્યગ્ર થયા છીએ મને અફસોસ છે કે આવા પ્રસંગે પણ હું હાજર ન રહી શક્યો મને ન તો તેની સેવા કરવાની કે મદદરૂપ થવાની તક મળી. હિંમત રાખશો.
સ્વ.પપ્પા ધાર્મિકવૃત્તિના હતા અને માં ગાયત્રી ઉપર અપાર શ્રદ્ધા હતી તેથી તેના આત્માની શાંતિ માટે ગાયત્રી યજ્ઞ કરાવશો બારમાના દિવસે ગૌ દાન,તથા સેજદાન પણ કરી વિધિવ્રત બ્રહ્મભોજન પણ કરાવશો અને હા..... 
જરૂર પડે ત્યારે પૈસા મંગાવી લેશો"
લિ.
અતુલના પ્રણામ.



                 


  

Thursday, 12 May 2016

13,નો અંક શુભ,કે,અશુભ ?

સામાન્ય રીતે પશ્ચિમી દેશોમાં,કે અંગેજી લોકોમાં તેર (13)નો અંક અશુભ મનાય છે
તેર તારીખને તેઓ ગંભીરતાથી,અપશુકનિયાળ,કે અશુભ માનતા હોય,કોઈ સારાપ્રસંગો તેરતારીખે કરવાનું ટાળે છે.
આપણે ત્યાં હિંદુસંસ્કૃતિમાંચોઘડિયાનું મહત્વ વિશેષ છે,પરંતુ કોઈ તારીખ,કે અંકને અશુભ માનતા નથી.

મારે શું સમજવું  ?
 
(1) મારા કિસ્સામાં એવું બન્યું છે કે મારી જન્મતારીખ 23/11/42, છે, તેને નીચેની બન્ને રીતે સરવાળો કરતા 13નો અંક આવે છે,જેમકે 23+11+42,=76, (7+6= 13
બીજે રીતે જુવો તો,2+3+1+1+4+2,=13.
(2) આજથી 48, વર્ષ પહેલા મારા લગ્ન,13,મેં,ના રોજ થયેલ, જે સુખદ લગ્નજીવનનો માત્ર 10 વર્ષમાંજ  દુખદ અંત આવ્યો,
(3) લગ્નની તારીખ,13,મેં પછીના બરોબર દશવર્ષ અને એક મહિનાપછી દિવગંતનાંઆત્માની શાંતિ માટે પ્રાર્થનાસભા શ્રી,માંગનાથ મંદિરમાં યોજાયેલી,
અને તે તારીખ પણ 13,જુન હતી.
આમ 13 તારીખે હું "મંડાણો",અને 121 મહિનાપછીની13,તારીખે હું "છંડાણો"
ક્યાંક ક્યાંક ઈશ્વરપણ "આંકડા રમતો હોય " એવું નથી લાગતું ? 




" किनारा मिल गया होता ! "


अगर तूफां नहीं आता किनारा मिल गया होता !

13,મેં, લગ્નગ્રંથીથી જોડાયાને આજે 48,વર્ષ પુરાથઇ ગયા.
અને 38 વર્ષ એકલવાઈ જિંદગી સહ્યે થઇ ગયા.,
શેષ વર્ષ રહ્યા 10,
બસ, ગૃહસ્થાશ્રમની મુદત પૂરી
 મનમાં ક્યાંરેક  ગણગણાઈ જવાય છે કે,
*
*
 "मिली है चांदनी जिनको,ये उनकी अपनी किस्मत से,
  मुझे अपने मुककदरसे, फ़क़र इतनी शिकायत है ,
  मुझे  टुटा हुआ, कोई सितारा मिलगया होता,
  अगर तूफाँ नहीं आता,किनारा मिल गया होता ! "










Tuesday, 10 May 2016

કિન્નરો કોણ છે ?



કિન્નરોની,પણ એક અજીબ દુનિયા છે.જેના વિષે સામાન્ય લોકોપાસે ઓછી માહિતી હોય છે ,
એટલુજ નહિ પણ તેમના વિષે ભારતમાં સંશોધન  પણ વિશેષ થયું નથી.
ભારતમાં 20,લાખથી વધુ કિન્નરોની સંખ્યા છે, દિન પ્રતિ દિન તેમાં ઘટાડો થતો જાય છે,તેમ છતાં કિન્નરોને સંતાનો (નવા વારસદાર)મળી જ રહે છે. આવા સંતાનોને ઘણી માવજતથી અને લાલન પાલનથી ઉછેરે છે.
કિન્નરો ની અલગ દુનિયા
જયારે બાળકને કિન્નરોની જમાતમાં પ્રવેશ અપાય છે ત્યારે, તે બિલકુલ કિશોરાવસ્થા માં હોય ત્યારેજ તેને
"રીતી સંસ્કાર " દ્વારા બિરાદરીમાં સામેલ કરવામાં આવે છે,રીતી સંસ્કારના એક દિવસપૂર્વે નાચગાન કરવામાં આવે છે અને બીરાદરીના બધાજ લોકોની રસોઈ એકજ ચુલા ઉપર બને છે
બીજે દિવસે જેને કિન્નર બનવાનો હોય તેને નહવરાવી-ધોવરાવીને અગરબત્તી,અને અત્તરથી સુવાસિત 
તિલક કરવામાં આવે છે.
શુદ્ધિકરણ કર્યા બાદ તેને માન-સન્માન સાથે ઊંચા મંચ ઉપર બેસારવામાં આવે છે,અને તેની જનનેન્દ્રીય કાપી નાખવામાં આવે છે અને હમેશા ને માટે સાડી આભુષણો,(દાગીના)ચૂડી-બંગડી પહેરાવીને નવું નામ આપીને બિરાદરીમાં દાખલ કરવામાં આવે છે.

કોઈને ઘેર,લગ્ન,વિવાહના,કે પુત્રરત્ન પ્રાપ્તિના શુભ અવસરની જાણ મહોલ્લામાં તેમના રોકેલ એજન્ટો દ્વારા, અથવા ક્યારેક નગરપાલિકાના જન્મ-મરણ વિભાગ તરફથી મળી જતી હોય છે જયારે લગ્ન, વિવાહની જાણકારી જુદા જુદા મેરેજ હોલ,કે ઉતારો ના વિસ્તારથી મળી જતી હોય છે.
મનુષ્ય રૂપે જન્મ્યા હોવા છતાં, કિન્નરો અભિ શાપિત જીવન જીવવા મજબુર હોય છે કિન્નરો સાથે થતા સામાજિક ભેદભાવોથી એમનું મનોબળ સતત તૂટતું જાય છે તેઓ માટે કોઈ રોજગાર,કે વ્યવસાયની વ્યવસ્થા નથી,કે નથી એમને પોતાનો કોઈ અંગત પરિવાર સામાજિક ભેદભાવની આ પરિસ્થિતિ,હવે બંધ થવી જોઈએ .
સમય,સમય પર વારંવાર દુનિયાના વિભિન્ન મંચોપર માનવ અધિકાર ઉલ્લંઘન,અને માનવ અધિકારોની બદતર સ્થિતિની ચર્ચાઓ થાય છે નેતાઓ સભા ગજવે છે, પરંતુ કેટલીયે પ્રાથમિક સુવિધાઓથી વંચિત અને સમાજમાં ધીક્કારણીય  કિન્નરો ની સ્થિતિમાટે "અચ્છે દિન"  દિવાસ્વપ્ન સમાન છે.
આજે કિન્નર જેવો કોઈ દેશ નથી,પણ કિન્નરો દેશમાં રહે છે જરૂર ,કિન્નરોનું અસ્તિત્વ વિશ્વના દરેક દેશોમાં છે સમાજમાં તેની આગવી ઓળખ પણ છે તેમ છતાં તેને સામાન્ય માનવી લેખવામાં આવતા નથી,તેમને બરાબરીનો દરજ્જો આપતો નથી તેને સરકાર કોઈ અનામત આપતી નથી વ્યવસાયી વર્ગ કોઈ તેને નોકરી આપતો નથી એટલું જ નહી,પણ ગાવા, વગાડવા,અને નાચ કરાવવા સિવાય તેની સાથે કોઈ મતલબ રાખતું નથી ન દોસ્તી, કે  વાત સુદ્ધાં કરતું નથી,તુચ્છ નજરે મૂલવાય છે કારણકે કિન્નરો સમાજમાં નીચું અને નિમ્ન સ્થાન ભોગવે છે જાણે તે કોઈ "પરગ્રહી " કેમ હોય ?,કોઈ "અજાયબી " કેમ હોય ?
સમાજ કેમ આટલો તિરસ્કૃત વ્યવહાર દાખવે છે, ? કેમ પૂર્વગ્રહ કેળવે છે ? સવાલ અનેક છે, જવાબ એક પણ નથી એમના અધુરાપણા ને કારણે ભલે સમાજ એને પોતાનું અંગ ન માંને કે, સમજે પણ વાસ્તવિકતા એ છે કે તેઓ પણ સમાજનું જ એક અવિભિન્ન અંગ છે અંધ,અપંગ, લોકો ની જેમ કિન્નરો પણ લાચાર છે અને તેથી કિન્નરોને ઉપેક્ષા નહી પણ સહાનુભુતિની જરૂર છે, પ્રેમ,અને સમ્માન ની જરૂર છે
       કિન્નરો વિષે આજ પણ કેટલાયે રીત,રીવાજ આપણા સમાજમાં અસ્તિત્વ ધરાવે છે
જેમ કે ,


હિજડાઓની શબ યાત્રા રાત્રેજ કાઢવામાં આવે છે શબ યાત્રા શરુ કરે તે પહેલા તેને બુટ-ચમ્પલો થી પીટવામાં (શબને મારવામાં)આવે છે કિન્નરના અવસાનપછી પૂરો કિન્નર સમાજ એક અઠવાડિયા સુધી ઉપવાસ કરી ભૂખ્યા રહે છે
પોતાની આજીવિકા રળવા કિન્નરો,લગ્ન-વિવાહ કે  પુત્ર જન્મની ખુશાલીરૂપે ભેટ મેળવવા,પૈસા,કે વસ્ત્ર
સ્વીકારે છે,જયારે હોળી, દિવાળી કે નવરાત્રી જેવા તહેવારોમાં તેઓ દુકાનો,અને વેપારીઓપાસેથી પણ ખુશાલી એકત્રિત કરે છે
સમાજના આ તરછોડાયેલા, તિરસ્કૃત,અને અપમાનિત જીવન જીવતા,સમાજનાં જ એક અભિન્નઅંગ પ્રત્યે વિચારવાની જરૂર છે.માત્ર સમાજે જ નહી,પણ સરકાર ઉપર તો તે મોટી જવાબદારી/ફરજ  છે.
  


__._,_.___

Thursday, 5 May 2016

ગં સ્વ.ચંદનબેન.


આપણા સમાજમાં સ્ત્રીઓને ચોક્કસ વિશેષણ દ્વારા તેનું સ્ટેટ્સ પૂછ્યા વિના જાણીશકાય એવી જોગવાઈ છે
જેમકે, કુ.,સૌભાગ્ય કાન્ક્ષીણી,અ,સૌ.,(અખંડ સૌભાગ્યવતી)ગં.સ્વ(ગંગા સ્વરૂપ).અથવા તિ.સ્વ.(તિર્થ સ્વરૂપ ) વિગેરે, વિગેરે,પરંતુ પુરુષપ્રધાન સમાજમાંપણ પુરુષોની આવી કોઈ આગવી પહેચાન નથી
પહેલા ત્રણ વિશેષણો તો ઠીક છે,પણ ગં,સ્વ.અને તિ.સ્વ.વિશેષણો એ સમાજે  ચકાસ્યા વિના આપેલા,અને સ્વીકારાયેલા ચારિત્રય સર્ટીફીકેટ છે,એમ મારો અંગત અભિપ્રાય છે
        મારા ઘરપાસે "ચિત્રકૂટ " બંગલામાં રઘુવીર,અને ચંદન નામનું નિસંતાન યુગલ રહે.ધન,અને ધંધામાં સતત પ્રવૃત રેહતો રઘુવીર શુષ્ક,અને નીરસ હતો મહિનામાં 21 દિવસ દેશ-વિદેશની ટુરમાં જ હોય,જયારે યુવાન, દેખાવડી,સુંદર,અને આકર્ષક ચંદન, રઘુવીરની શુષ્કતાથી કંટાળીને તેમના મિત્રોની સતત કંપનીમાં રહેતી રોજ રઘુવીરના મિત્રો ઘેરઆવે મહેફિલ જામે,ભાભીના હાથની ચા, અને નાસ્તો કરે અને બસ,,,, મજો,, મજો ધીમે ધીમે,બેઠકખંડ સુધીના સંબંધો શયનખંડ સુધી વિસ્તર્યા અને બસ,આમ રોજીંદો કાર્યક્રમ રહ્યો
આ કંપનીમાં, શહેરના સુવર્ણકાર સમાજના કુબેર ગણાતા"તુલસી જવેલર્સ" ના માલિક તુલસીદાસપણ ખરા
રોજ,સાંજે રવેશમાં બેઠો બેઠો, હું આ તાલ તાસીરો જોયા કરું પડોશીઓ પણ સહુ જાણે,પણ પૈસા,અને પ્રતિષ્ઠાપાસે સહુ ચુપ રહે, હા, ક્યારેક ક્યારેક,પડોશની ડોશીઓ મંદિરનેઓટલે ગણગણે ,કે "ચંદનબેન બહુ ભોળા(?) છે, તેનો આ લોકો લાભ(?) ઉઠાવે છે "
એકવાર તો તુલસીદાસે મોડીસાંજે ચંદનનો દરવાજો ખખડાવતા મને રવેશમાં બેઠા,બેઠા સંતતુલસીદાસની એ પંક્તિઓ યાદ આવીગઈ
"ચિત્રકૂટ " કે ઘાટપે, ભઈ સંતો કી ભીડ,
"તુલસીદાસ " ચંદન " ઘસે, તિલક કરે રઘુવીર ,
આમ ઓરસીઓ (ચંદન ઘસવાનો પત્થર),એક, પણ ચંદન ઘસવાવાળા બદલાતા રહેતા,ક્યારેક તુલસીદાસ તો ક્યારેક, ખોડીદાસ
એક વાર વહેલી સવારે મળસ્કે, રઘુવીરને હૃદયરોગનો હુમલો આવતા તે અવસાન પામ્યો .
થોડા દિવસ સમાજની દ્રષ્ટિએ શોક-સંતાપ જળવાયો,અને બે મહિનાપછી ફરી એનું એ વાતાવરણ શરુ થયું, હવે તો ચંદન વધુ બિન્દાસ્ત બની
"પૈસો હોય ત્યાં પ્રતિષ્ઠI ખેંચાઈને આવે " ચંદન સામાજિક કાર્યકર બની,ક્યાંક જજ તરીકે હોય,ક્યાંક,મુખ્ય મહેમાન તરીકે,તો ક્યાંક ઉદઘાટક,તરીકે, તો ક્યાંક ઉદઘોષક તરીકે હોય, અને દરેક નિમંત્રણપત્રિકામાં તેનું નામ અવશ્ય હોયજ
ચંદનનો એવો આગ્રહ કે તે દરેક પત્રિકામાં પોતાનાનામ આગળ તી,સ્વ,કે,ગં સ્વ,અવશ્ય છાપવું અને તેમ ધરાર પવિત્રતાનું બેનર મેળવતી
આ બધું જોયા,જાણ્યાપછી મને એમ લાગ્યું કે,જેનું ચારિત્રય શીથીલ  હોય,અને નૈતિકતા,કે પવિત્રતા ન હોય, તેને ગંગાસ્વરૂપ, કે તીર્થસ્વરૂપ કેમ કહી  શકાય ? આવા કિસ્સાઓને કારણેજ કપૂર પરિવારને "રામ તેરી ગંગા મેલી " ફિલ્મ ઉતારવાનું સુજ્યું હશે .
                સિક્કાની બીજી બાજુ
મારા એક મિત્ર 21 વર્ષની વયે, જયારે મુંછ નો દોરો ફૂટું ફૂટું થતો હતો ત્યારે માધ્યમિક કન્યા શાળામાં શિક્ષક તરીકે જોડાયા,આધેડ અવસ્થાએ તેઓ વિધુર બન્યા અને 32/35 વર્ષની એકજ કન્યાશાળામાં સેવા આપી તેઓ નિવૃત થયા,યુવાની થી આધેડ વિધુરવસ્થાદરમ્યાન તે શાળામાં સાથે નોકરી કરતી શિક્ષિકાઓ થી માંડીને, યૌવન માં પ્રવેશી ચુકેલી અસંખ્ય બાળાઓ અભ્યાસ કરતી હોવા છતાં તેઓ જલકમલવત, રહી નિષ્કલંક નિવૃત થયા
તેવાજ મારા બીજા એક મિત્ર રંગભૂમિના બેતાજ બાદશાહ, ફિલ્મી દુનિયામાં અને સીરીયલોમાં પણ તેનો જબરો દબદબો,સામાજિક સંસ્થાઓમાં અગ્રસ્થાન દેખાવે રૂડો રૂપાળો,યુવાન તેઓ થોડા વર્ષો અગાઉ વિધુર બન્યા,બધે અગ્રેસર હોવા છતાં આજ સુધી એમને કોઈએ "બહુ ભોળા છે " એવું કહ્યું નથીઅને અકબંધ ચારિત્ર સાથે મોજથી જીવે છે
ત્યારે મને વિચાર આવે છે કે,વિધવા ચારિત્રયહીન મહિલાને(જાણવા છતાં) જો સમાજ "ગંગા સ્વરૂપ " કે તીર્થ સ્વરૂપ" જેવા પવિત્ર વિશેષણો  થી ઓળખી,અને પ્રમાણિત કરતો હોય તો ચારિત્રયવાન વિધુરને કેમ"ગી,સ્વ,(ગીરનાર સ્વરૂપ)હિ..સ્વ.(હિમાલય સ્વરૂપ )કે મે.સ્વ.(મેરુ સ્વરૂપ )ના વિશેષણોથી આગવી ઓળખ નહી આપી શકતો હોય ?
આજકાલ પેપરમાં, તથા ટી,વી.માં આવતી સહિષ્ણુતા/ અસહિષ્ણુતાની ચર્ચાઓ વાંચી/ જોઇને મને વિચાર આવ્યો કે આને શું કહેવાય,? સહિષ્ણુતા, કે અસહિષ્ણુતા ?

Friday, 11 March 2016

માણસ રૂખડ -2

રાજકોટ જીલ્લાનું ધોરાજી ગામ.
જૂનાગઢથી માત્ર 24 કી.મી.દુર.
ગામની મધ્યમાં એક નાની એવી મીઠાઈની દુકાન ,
મીઠાઇ તો કહેવા પુરતીજ બાકી ખાસ પેંડાની જ દુકાન હતી
સામાન્ય આર્થિક સ્થિતિ,અને બહોળી કૌટુંબિક જવાબદારીથી વીટળાએલો વણિક રોજે રોજનો માલ લઇ,
રોજે રોજનો વેપાર કરી ગુજરાન ચલાવતો
ધોરાજીમાં હાલ "અવેડા ચોક"તરીકે ઓળખાતા વિસ્તારમાં ત્યારે ત્યાં માવાની બઝાર ભરાતી ધોરાજી અને આજુબાજુના ગામડાઓ ખેતી,અને પશુપાલન ઉપર નભતા હોય દુધાળા ઢોરની વધુ સંખ્યાને કારણે  બજારમાં માવો પણ વિપુલ પ્રમાણમાં હરરાજી માટે આવતો
વણિક રોજ સાત-આઠ કિલો માવો લઇ આવી તેના પેંડા બનાવીને વહેંચે,અને વકરામાંથી ખર્ચ બાદ કરતા વધેલ નફો તે તેની મૂડી, ફરી બીજે દિવસે તે "મૂડીનું રોકાણ" કરી માવો લઇ આવે અને આમને આમ તેનું ગાડું ચાલે
ઘણા વર્ષોથી તેને ઘેર એક ફકીર રોજ બપોરે ભોજન માગવા આવે,અને વણિક પત્ની તેને રોજ ભોજન પીરસી જમાડે ખાસ કરીને ફકીર ખીચડી,છાશ,અને શાક આરોગતા,કોઈવાર રોટલો,છાશ અને અથાણું પણ માંગતા
મોટા ચોકડાવાળી લુંગી,ગોઠણથી નીચેનો ઝોળા જેવો મેલો ઝભ્ભો,માથે સફેદ બાંધેલો કટકો, વધેલી દાઢી અને વાળ,અને ચોવીસે કલાક ચવાતા પાનને કારણે  કથ્થાઈ રંગના તેના દાંત
બપોરના એક દોઢ વાગે નિયમિત રીતે ફકીર વણિકને ઘેર પહોંચી જાય,વણિક પત્ની તેને ઘરના આંગણામાં જમવાનો આગ્રહ કરે,અને ફકીર કદી પગીથીયાથી આગળ ન વધી પગથીયે જ હમેશા જમવા બેસે ફકીરને એવી આદત કે તે આ ઘર સિવાય આવડા ધોરાજી ગામમાં અન્ય કોઈને ઘેરપણ અન્ન ગ્રહણ ન કરે અને ભોજન પછી તૃપ્ત ફકીર કંઇ પણ બોલ્યા વિના માત્ર એમનો જમણો  હાથ ઉંચો કરી વિદાય થઇ જતા
દિન-પ્રતિ દિન વણિકના વેપારમાં વૃદ્ધી થતી ગઈ.પેંડા ઉપરાંત અન્ય મીઠાઈ પણ બનાવી વહેંચવી શરુ કરી.
નાની દુકાન મોટી થઇ, વેપાર વધ્યો,મીઠાઈ બનાવવા કારીગરો રોક્યા અને ચતીયા તરીકે ગામમાં ઓળખાતો વણિક ચત્રભુજ શેઠ તરીકે જાણીતો બન્યો
આજે પણ ચત્રભુજ મીઠાઈવાળાની ધમધોકાર દુકાન ધોરાજીમાં ચાલે છે,અને માત્ર ગામમાંજ  નહી, જીલ્લામાં પણ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ચત્રભુજની મીઠાઈ વખણાય છે.
આજે તેની ત્રીજી પેઢી વેપાર કરે છે,અને રાજકોટના કાલાવાડ જેવા શ્રીમંત,અને પોશ વિસ્તારમાં પોતાનો મીઠાઈનો શો-રૂમ,ઉપરાંત વેચાણ કરે છે,એટલુજ નહી પણ હવે તો તે બંગાળી મીઠાઈનો પણ શ્રેષ્ઠ કારીગર મનાય છે,ચત્રભુજ ની દુકાનમાં મહુડીના તેના ઇષ્ટદેવ;ઘંટાકર્ણની તસ્વીર ઉપરાંત આજે પણ તે ફકીર અને તેની દરગાહની તસ્વીર જોવા મળે છે.(આ વાત સ્થાનિક લોક જીભે ચર્ચાતી વાત પર આધારિત છે )
********************
આ ફકીર તે લાલશા બાપુ તરીકે ઓળખાતા ધોરાજીના પ્રખ્યાત ઓલિયા હતા
જૂની પેઢીના લોકો તેને માટે એમ કહે છે કે,લાલશા બાપુ કોઈ દિવસ કોઈને ચરણ સ્પર્શ કરવા દેતા ન હોતા, એમ આશીર્વાદ પણ આપતા નહોતા,તેની આશીર્વાદ આપવાની પ્રથા વિચિત્ર અને ન માન્યામાં આવે તેવી હતી, જયારે પણ કોઈ ઉપર તે ખુશ થાય ત્યારે તેના કપડા ઉપર તે પોતાના મોઢામાં ચવાતા પાનની પિચકારી મારતા અને આવી વ્યક્તિ ધન્યતા અનુભવતી
તે પોતે માગીને જમતા,પણ તેના ગરીબ,શ્રદ્ધાળુઓ /ચાહકોને પોતે જમાડતા ધોરાજીની શાક માર્કેટના પાછળના વિસ્તારમાં લાલશા બાપુની દરગાહ આજે પણ મોજુદ છે દર ગુરુવારે અસંખ્ય ભક્તો તેની દરગાહે ફૂલ ચડાવવા આવે છે અને ત્યાં બેસેલ ગરીબ યાચકોને ભોજન /નાસ્તો કરાવે છે.
લાલશા બાપુ પાનના જબ્બરદસ્ત શોખીન હતા તે એટલી હદે કે આજે પણ, વાન્છુક,દરગાહે પાન ધરવાની માનતા માને છે ધોરાજીમાં આજની તારીખે લગભગ 400 થી 450  કે કદાચ તેથી વધુ પણ પાનની દુકાન હોવાનો અંદાજ છે,પણ કોઈ પણ પાન વાળાને "લાલશા બાપુનું પાન" કહો એટલે કપૂરી પાન ઓછો ચૂનો, ડબલ કાથો, કાચી સોપારી,અને પડાની દેશી તમાકુવાળું પાન જ બનાવે લોકો દરગાહે એક એક હજાર, પાન ની માનતા માને  છે અને ધૂપ ફેરવાયા પછી તે પાન પ્રસાદી રૂપે શ્રદ્ધાળુઓ આરોગે છે.
બાપુએ કેટલાયે લોકોની ભીડ ભાંગી છે નિસંતાન યુગલ ને ઘેર પારણા બંધાયા છે,અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓને સાજા-સારા કર્યા છે અને અનેક ગરીબ કન્યાઓને કન્યાદાન દેવરાવી  લગ્ન કરાવ્યાનું લોકજીભે ચર્ચાય છે
         આ બધો શ્રદ્ધાનો વિષય છે,અને જ્યાં સુધી કોઈ ગેબી ચમત્કારની અનુભૂતિ ન થાય ત્યાં સુધી લોકો તેને અંધ શ્રદ્ધામાં ખપાવે તે સ્વાભાવિક છે પરંતુ લાલશા બાપુનો એક અદ્ભુત અને અદ્વિતીય ચમત્કારની મેં જયારે ખુદ અનુભૂતિ કરી ત્યારે હું પણ તેવા ખોટા ભ્રમમાંથી બહાર આવ્યો
ધોરાજીમાં રહીને ત્યાંથી છ કી.મી.દુરના એક નાના ગામડામાં હું શાખા પ્રબંધક તરીકે બેંકમાં હતો ,
ખેતીવાડીની લોનના એક કિસ્સામાં કોઈ બદમાશ ગ્રાહકે બેંક સાથે લગભગ 1.50 લાખની છેતરપીંડી આચરી, છેતરપીંડી સીધી રીતે રોકડ ન હોતા,તેના દસ્તાવેજો સાથેની હતી અને તે પણ એવા પ્રકારની કે બધી સીધી જવાબદારી મેનેજરની જ રહે,અને બેંક,કે રિઝર્વ બેંકના નિયમાનુસાર,"ઘોર બેદરકારી(Gross Negligence), અથવા ઉચાપતનો ગુન્હો સમજી તેની શિક્ષા સશપેંશન હતી એ સંજોગોમાં મારા એક શ્રદ્ધાળુ મિત્રની સલાહથી મેં દરગાહે ઈબાદત કરી દુવા માંગી,અને ત્રણ કે ચારજ દિવસમાં ગ્રાહક પોતે સામ્હેથી પોતે આચરેલ ગુન્હાની કબુલાત સાથે લેખિત માફી માગી, લોનના દસ્તાવેજ ઠીક ઠાક કરી ગયો.
એમ કહેવાય છે કે "શ્રદ્ધા વિનાની જીંદગી જગમાં કદી ફળતી નથી "શ્રદ્ધા હોય તો ભૂમિમાંથી ભૂતાવળ પાકે છે, અને કોઈ ગેબી મદદ વ્હારે ચડે છે.
 જે સ્વાનુભવની અને શ્રદ્ધાની વાત છે.
દરગાહની વિશિષ્ઠતા
* લાલશાબાપુની દરગાહે દર નવરાત્રી પછીના સાત દિવસે અચૂક જબરદસ્ત ઉર્ષ નો મેળો ભરાય છે
સૌરાષ્ટ્ર,ગુજરાત,માત્ર નહી પણ યુ.પી,એમ,પી,ના ભક્તો પણ ત્યાં ઉમટે છે
*ઉર્ષ ના મેળામાં ઉજૈન,ઇન્દોર,ભોપાલ,અને લખનૌ થી કવ્વાલો,સુફી સંગીતકારો, નૃત્યાંગનાઓ,
ગણિકાઓ મેળો મ્હાણવા,અને મણાવવા હજારોની સંખ્યામાં ઉમટી પડે છે
* દરગાહના ઘુમ્મટની કોતરણી,અને નકશીકામ બેનમુન છે જોવા લાયક ખરું
*દરગાહમાં સ્ત્રીઓને પ્રવેશ નથી,પણ દરગાહનીપાછળની દીવાલે પોતાનું માથું ટેકવી,સ્ત્રીઓ ઈબાદત, કે બંદગી કરી શકે છે
* આટલા વર્ષોથી સામાન્ય દિવસે કે ઉર્ષના મેળા દરમ્યાન,દરગાહના ચોગાનમાં,શ્રદ્ધાળુઓએ ઉતારેલા બુટ-ચંપલ માંથી આજદિન સુધી કોઈ ચોરાયા,કે ખોવાયા નથી.
* બાપુની દરગાહે માનતા રૂપે ધરવામાં આવતા પાનના બીડા એ તેની પવિત્ર પ્રસાદી ગણાય છે તમાકુ વાળું હોવા છતાં ઘણી,હિંદુ તથા મુસ્લિમ સ્ત્રીઓ એ પ્રસાદી રૂપે આરોગે છે.
* ધોરાજી સ્થાનિક લોકોમાં મુસ્લિમ કરતા હિંદુ લોકો લાલશા બાપુમાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે અને દર ગુરુવારે દરગાહની મુલાકાત લે છે.
*ઉર્ષનો મેળો માત્ર ધાર્મિક જ નહી પણ મનોરંજન અને ખાણીપીણી માટે પણ જાણીતો છે Antics ની બઝાર ભરાય છે પુરાતન મુસ્લિમ સંસ્કૃતિમાં વપરાતી ચીજ વસ્તુઓ (Antics )ત્યાં ન ધારેલી નજીવી કીમતે મળે છે
કાચના ઝુમ્મરો ,જગ,પ્યાલા રકાબી, કાચન  મનોરમ્ય ચિત્ર, અને,કલાત્મક કોતરણી વાળી તમામ ક્રોકરી પાણીના દામે મળે છે.
ગરવા ગુજરાતમાં સંતોની સરવાણી તો જુવો
દ્વારિકામાં ભગવાન શ્રીકૃષ્ણ ખુદ,પોરબંદરમાં તેનો ભક્ત સુદામા જૂનાગઢમાં નાગરોનો નરસૈયો
વીરપુરમાં વંદનીય જલારામબાપા,ગોંડલમાં વંદનીય યોગીજી મહારાજ,ગઢડામાં વિશ્વવંદનીય પ્રમુખશ્રી મહારાજ,ધોરાજીમાં લાલશા બાપુ, બીલખામાં શેઠ શગાળશા ,સતાધારમાં આપાગીગા,બગદાણામાં બજરંગદાસ બાપુ,પરબવાવડીમાં સંત દેવીદાસ
દેવોને પણ દુર્લભ એવું ગુજરાત સંતો, મહંતો,અને ભકતોથી ખીચોખીચ ભરેલ નથી ?


Wednesday, 9 March 2016

એક હતો ભૈરવ,,,,,,,


1981 થી 1995 સુધીમાં ગુજરાતમાં ઘણા જાદુગરોનાના નામ ગાજતા હતા,દરેક જાદુગરો હરીફ હોવા છતાં ભાઈચારો ઉમદા,અને બે નમુન હતો
 પ્રોફે, પી,સી, સરકાર,કે,લાલ, જુનીઅર કે લાલ, ગોંડલ નો વતની મંગલ,તેનો પુત્ર જુનીયર મંગલ,પ્રોફે, રાવ આ બધા તે સમયે ટોચની ખ્યાતી પામેલા હતા
આવી હરીફાઈ વચ્ચે એકાએક એક તરવરીયો, ઉત્સાહી યુવાન જાદુગરોની દુનિયામાં ઓચિંતો ફૂટી નીકળ્યો મૂળ સાવરકુંડલાનાં ઘાંચી પરિવારમાં જન્મેલ આ યુવાન, રાજકોટ ની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને નોકરી ની શોધમાં અહીં તહીં ભટકતો હતો ,ઘરની સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે હોશિયાર હોવા છતાં આગળ અભ્યાસ ન કરવાનો તેને વસવસો હતો
પૂરી છ ફૂટ થી વધુ ઉંચાઈ, વાંકડિયા વાળ,મીલીટરીના ટોચના અધિકારી જેવી ચુસ્ત,મજબુત  શારીરિક બાંધો અને ઘેઘુર અવાજ તે એવો કે તેના બોલ્યા પછી પણ ચાર મિનીટ સુધી તેનો અવાજ હવામાં પડઘાતો
અંતે પોતાની કારકિર્દી જાદુની દુનિયામાં શરુ કરી મુક્કદર અજમાવ્યું અને બેંગાલ યુનીવર્સીટી ની કોલેજ ઓફ મેજીશીયન માં દાખલ થઇ એક જાદુગર તરીકે તે બહાર આવ્યો
મારો મિત્ર હોવા છતાં મને આજસુધી તેના સાચા નામની ખબર નથી,એ મારી નબળાઈ છે,પણ દોસ્ત તરીકે તે ઉમદા મિત્ર હતો
અમારી મુલાકાત 1981,માં ભુજ શહેરમાં થઇ, બસ ત્યારથી 1995 સુધી અમે સંપર્કમાં રહ્યા
ભુજ શહેર, જાદુના પ્રયોગ માટે તેને માટે નવું હતું હું ત્યારે ત્યાં  હું એક્લોજ રહીને બેંકમાં નોકરી કરતો ,
ફ્ફ્ક્ડ  ગિરધારી હોવા કારણે અમારી રાતની બેઠક જામતી,ઘરમાં એકલું પડ્યા રેહવા કરતા તેના જાદુના શો માં જઈને બેસતો રાત્રે લગભગ 1.00 વાગ્યે શો પૂરો થાય,અને તેનું રસોડું શરુ થાય, એમ રાત્રે 2/30, થી 3.00 વાગ્યે સ્ટાફ સાથે બેસીને ભોજન કરે, અને ક્યારેક, તે ભોજન માં હું પણ સામેલ થતો.
પછી તો ભાવનગર, રાજકોટ, વડોદરા,સુરત, વાપી, ઊંજા મહેસાણા,ઉપલેટા, ધોરાજી, એમ દરેક જગ્યાએ પોતાની ચાલાકીના ખેલ થી તે માથું કાઢી ગયો અને જાદુગરોની દુનિયામાં ભૈરવ જાણીતો બની ગયો ,
અમારી દોસ્તી દરમ્યાન હાથ ચાલાકી ના ખેલ ઉપરાંત, સમોહન વિદ્યા અંગે ના તેના જુદા જુદા અનુભવોથી મને ઘણું જાણવા પણ મળ્યું
તેને તો ગામે ગામ ફરવાનું રહેતું, એટલે સતત મુલાકાત કે સંપર્ક ન રહેતો પણ ફોન ઉપર અવારનવાર ખબર મળતા રહેતા આમ હું જયારે ઉપલેટા હતો ત્યારે તેના પ્રયોગો ત્યાં યોજાયા, તે સમયે અમે ફરી ઓચિંતા મળી ગયા તેની એક આદત એવી હતી કે જે ગામ માંથી જેટલું કમાયો હોય, તે બધા ખર્ચા બાદ /ચૂકવ્યા પછી થી વધેલી રકમ નું તે ગામમાંથી સોનું ખરીદી લેતો, તેનું કારણ પૂછતાં તેણે મને કહ્યું કે જેતે ગામ માં દરેક જગ્યાએ સ્થાનિક રસોયા, મંડપ વાળા, અને અન્ય કામદારો રોજમદારી ઉપર રાખવા પડતા હોય ચલણી નોટોના થપ્પા સાચવવા મુશ્કેલ બનતા હોય, તે સોનું ખરીદી લેતો
લગભગ પાંચ, છ વર્ષ પહેલા ચાલુ શો એ તેને હાર્ટ અટેક આવતા તે સ્ટેજ પરજ ઢળી પડ્યો તે સમયે પણ પ્રેક્ષકો ને એમજ થયું કે આ તેનીકલા/ આઇટેમ નો કોઈ ભાગ જ હશે, પરંતુ રોજીંદા સ્ટાફને ખ્યાલ આવી જતા શો પૂરો જાહેર કરીદેવા માં આવ્યો
            સાવરકુંડલા ભાવનગર જીલ્લાનું ગામ, તે સમયે સસ્તું, અને વિકસિત શહેરોમાં અગ્રસ્થાને હતું, પરંતુ ભૈરવને જૂનાગઢનું આકર્ષણ ઘણું હતું, તે જુનાગઢીઓ થી પણ એટલોજ પ્રભાવિત હતો કુદરતી સૌન્દર્ય, દાતાર જેવી સુંદર ધાર્મિક જગ્યા, કે તે તેનું માનીતું ફરવાનું સ્થળ હતું તે કારણે  તેણે  જૂનાગઢમાં જ પોતાનો ફ્લેટ ખરીદ્યો
એક ઉમદા, દિલેર દોસ્ત,તરીકે આજ પણ તે મારા હૃદયસ્થ છે


" માણસ રૂખડ "

" માણસ રૂખડ "
પૂજ્ય, બાપુની સપ્તાહ દરમ્યાન "રૂખડ" ની સ્પસ્ટ વ્યાખ્યા નક્કી થઇ.
આજે શિવરાત્રીનો પવિત્ર દિવસ હોય,અને જુનાગઢની ગીરીતળેટીમાં શ્રધાળુઓનો માનવ મહેરામણ ઉમટ્યો હોય ત્યારે આજથી લગભગ સૈકાને આળે-ગાળે  શિવરાત્રીના દિવસેજ અને મેળામાં ઘટેલી એક સત્ય ઘટનાની વાત કરવી છે .
શિવરાત્રીના મેળાની ધજા ચડાવવાના પ્રથમદિને હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે મેળામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જઇરહ્યા હતા.તે સમયના ધુળિયા,કાચા,એક પટ્ટીના (Single Road )રસ્તા,અને વાહનવ્યવહારના સાધન તરીકે વપરાતા ગાડાને કારણે  ઉડતી ધૂળમાં માનવપ્રવાહ વિશેષ દેખાતો હતો.ગરમીના દિવસો શરુ થઇ ગયા હતા.
બપોરના પ્રચંડ તાપમાં એક ફકીર જેવો દેખાતો ઇસમ,ધાતુની ગોળ આકારની ફ્રેમનાં ચશ્માં,ઘઉં વર્ણો,વાન, જીણી ગીધ્ધ જેવી આંખ,પાતળું સહેજ બહાર નીકળતું  નાક,પાતળા હોઠ,મેલું શર્ટ,અને પાયજામો,રદ્દી જુનો મેલો કોટ,પગમાં ઘસાયેલા બુટ,અને માથે આંટી વાળેલ ફાળીયું,અલગારી દેખાતો એક આધેડ ઇસમ, ઘણે દુરથી મેળામાં જવા પગપાળા આવતો હશે,તેના મોઢા ઉપર પરસેવો અને થાક  નીતરતા હતા.
મેળાને રસ્તે આગળ વધતા,એક ઘેઘુર વૃક્ષ નીચે,એક પત્થરના પુલ ઉપર છાયામાં ઘડી ભર વિસામો ખાવા બેઠો એજ પુલ ઉપર એક મોટી ઉમરનો,સેવાભાવી માણસ પાણીથી ભરેલું માટલું લઇ મેળામાં આવતા વટેમાર્ગુઓ માટે પાણીનુંપરબ માંડી બેઠો હતો.
ફકીર જેવા દેખાતા ઈસમને ખુબજ તરસ લાગી હોય,તેણે પરબવાળાને પાણી પીવરાવવાની વિનંતી કરી.
પરબવાળા માણસે તેને અર્ધોગ્લાસ પીવામાટે પાણી આપ્યું, ગ્લાસ અર્ધો ભરેલો જોઈ,ફકીરે હસતા હસતા કહ્યું,"અલ્યા ભાઈ,તારા માટલામાં તો હજુ ઘણું પાણી ભર્યું છે,અને આવા આકરા તાપમાં,જયારે હું તરસે મરી રહ્યો છું,ત્યારે તે મને માત્ર અર્ધો ગ્લાસ જ પાણી આપ્યું ?"
પરબવાળાએ  હાથજોડતા જવાબ આપ્યો,"ભાઈ, હું સવારથી મફત પાણી પાવાની સેવા કરું છું,હજુ માનવ પ્રવાહ એટલોજ આવશે,અને વધતા તાપમાં પ્યાસ બુજાવવા ઘણા લોકો પાણી પીશે,અહીં પુલની નીચે એક પાણીનો ઝરો છે ત્યાંથી હું પાણી જાતે ભરું છું,પણ મારી ઉમરને હિસાબે વારંવાર હું પાણી ભરવા નીચે જઇ શકતો નથી,તેથી હું બધાને માત્ર અર્ધો ગ્લાસ ગળું ભીનું થાય એટલું પાણી પાઉં છું "
ફકીરને વાત ગળે ઉતરી ગઈ,અને પરબ વાળા ઉપર દયા આવી ગઈ, તેણે  તેને કહ્યું,"ભાઈ તું સાચો છે,કઈ વાંધો નહી,તું સવારથીઆવા તાપમાં પાણી પાવાબેઠો હોવાથી થાક્યો હોઈશ,એક કામ કર,તું થોડીવાર આરામ કર,અને આવતા-જતા લોકોને હું પાણી પાઈશ ",
પરબવાળાએ એ સૂચન સ્વીકારી થોડે દુર છાયડામાં આરામ કરવા લંબાવ્યું જોતજોતમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગ્યો, દરમ્યાનમાં આવતા જતા યાત્રાળુઓને,માંગે એટલું છૂટથી ફકીર પાણી પાતો હતો
લોકો પણ ધરાઈને  સંતોષથી પાણી પીતા હતા. પાણી પણ કેવું ?એકદમ ઠંડુ,અને સાકર ઉમેરીને બનાવેલું શરબત જેવું મીઠું,લોકો વધુને વધુ પીવા લાગ્યા, કેટલાક  લોકો પોતાની પાસે રહેલ વાસણ પણ ભરવા માંડ્યા
સાંજ પડી,પરબ વાળાની આંખ ઉઘડી, ફકીર હજુ ત્યાજ બેઠો, બેઠો એકઠા થયેલ લોકોને પ્રેમથી પાણી પાતો હતો,કુતુહલવશ પરબ વાળાએ માટલામાં ડોકું તાણ્યું,અને જોયું,તો જેટલું પાણી ભરેલું મૂકીને પોતે સુતો હતો, તેટલુંજ જ પાણી હજુ તે માટલામાં ભરેલું  હતું,અને તે પણ બરફ જેવું ઠંડુ,અને શરબત જેટલું મીઠું ? તેને ઘણું આશ્ચર્ય થયું,પણ મૌન સેવ્યું,
થોડીવારે,ફકીરે કહ્યું,"ભાઈ, તે હવે આરામ કરી લીધો હોય તો,હું વિદાય લઉં,પણ એક વાતનું ધ્યાનરાખજે,
કે જયારે સૂર્ય આથમે,અને અવર જવર ઓછી થાય ત્યારે,તું આ માટલાને રૂમાલથી ઢાંકી દેજે માટલું પાણીથી  છલોછલ ભરાઈ જશે,અને જ્યાંસુધી મેળો પૂરો નહીથાય,ત્યાં સુધી,એટલા દિવસ માટલું ખાલી નહી થાય" આટલું બોલી,એ ઇસમ મેળાનીગીર્દીમાં,ધૂળથી ઢંકાયેલી દિશામાં ક્યાય અલોપ થઇ ગયો.
*
હવે હું તમને તે ફકીરનુંનામ આપીશ તો જરૂર તમે કહેશો કે આતો  જાદુનો ખેલ હતો.
એ ફકીર તે મહમદ છેલ
1850,માં ભાવનગર જીલ્લાના ગઢડાતાલુકાના નીગાળાગામે, જન્મેલ મહમદ છેલ જાદુગર તરીકે તો પાછળથી ઓળખાયો,પણ તે વાસ્તવિકરીતે તે જાદુગર ઓછો,અને સિદ્ધ પીરના આશીર્વાદથી ચમત્કારિક વધુ હતો તે કોઈ પીરનો મુંજાવર/ઓલિયો/સેવક હતો,વર્ષો સુધી એકનિષ્ઠાથી પીરની સેવા કરતા તેને મળેલ વરદાનના પ્રતાપે તે ચમત્કારી વધુ હતો જાદુગર તરીકે તેણે  હાથ ચાલાકીના પ્રયોગો,કે મોટામસ હોલમાં ડી,જે ના તાનમાં નાચીને ખેલ નથી કર્યા,નથી કોઈ દિવસ ડુગડુગી વગાડી રસ્તે ખેલ માંડ્યા પોતાનું પેટ પાળવા,કે આજીવિકા રળવા, છેલે કદી પોતાની પવિત્ર વિદ્યાને વટાવી નથી.મોજીલો માણસ હતો તેને મળેલ વરદાનમાં એક સ્પસ્ટ હતું કે માનવ જાતની સેવામાટે,ગરીબના કલ્યાણ માટે અને પરોપકારાર્થે આ વિદ્યા વાપરવી અને તેણે તેમજ કર્યું, હા, પણ કોઈ બાળકો,તેનો ચમત્કાર જોવા વિનંતી કરે તો તે વગર પૈસે માત્ર તેઓના મનોરંજનમાટે તે ઘણીવાર નિર્દોષ જાદુના પ્રયોગો કરતો,તેનું કહેવું એમ હતું કે "નિર્દોષ હસતા બાળકનો ચહેરો જુવો,એ બાળક નહી,પણ અલ્લાહ હસે છે,એ લુફ્ત ઉઠાવવો ચૂકશો નહી "
છેલની જુનાગઢમાં અવારનવાર મુલાકાત રહેતી,તેના મુખ્ય ત્રણ કારણ હતા
1, તે દાતારની જગ્યામાં વધુ શ્રદ્ધા ધરાવતો હતો,અને દર વર્ષે ઉર્ષમાં તે અવશ્ય આવતો
 2,શિવરાત્રીનામેળામાં તે અચૂક આવતો ,
 3, નવાબ સાહેબના સ્વભાવ,અને પ્રજાહિતના કાર્યોથી તે વધુ પ્રભાવિત હતો
  તેમ છતાં એકવાર જયારે નવાબ સાહેબે તેને પોતાનામહેલમાં જાદુનાપ્રયોગ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી,ત્યારે તેણે ખુદ નવાબ સાહેબને પણ ઘસીને નાં પડી દીધી હતી
નવાબ સાહેબના વહીવટમાં રોકાયેલા,તથા અન્ય નાગર ગૃહસ્થોસાથે પણ તેનો અંગત સંબંધ રહ્યો હતો
જેમાં,સ્વ. જીવાભાઈ દિવાન,સ્વ,શિવદત્તરાય માંકડ,રા,બ, ડો, મજમુદાર,કેપ્ટન ડો,પી,ટી મજમુદાર,સ્વ, બજીભાઈ રાણા,સ્વ, દોલતરાય ઝાલા,વિગેરે ને ત્યાં અવારનવાર તે શુભેચ્છા મુલાકાતે જતો
ગામડાની ગરીબ ભોળી પ્રજા જયારે કોઈ શાહુકારના વ્યાજના પંજામાં ફસાતી,ત્યારે તેણે એવા અસંખ્ય ગરીબોને શાહુકારના વ્યાજનીચુસણ નીતિથી છોડાવ્યા હતા
1925,માં મહમદ છેલ અવસાન પામ્યો
તમે માનો કે ન માનો પણ સોરઠ એ સંતો,અને શુરાની ભૂમિ છે ચાહે તે હિંદુ, હોય કે મુસ્લિમ,લોકોના હિતકાર્ય,ગરીબોની મદદ,અને અનુકંપા ભારોભાર તેઓએ દર્શાવી છે

(આ પ્રસંગ બંગાળી લેખિકા તારા બોઝે,પોતાના "બોલો કિડ્સ"નામના પુસ્તકમાં પણ આલેખ્યો છે,આ ઉપરાંત,છેલ દ્વારા,અનેક માનવ હિત ચમત્કારનો પણ તેમાં ઉલ્લેખ છે)
કહેવાય છે કે આટલી સિદ્ધિ-પ્રસિદ્ધિ મળ્યા પછી મહંમદ છેલના આખરી દિવસોમાં એ ખુબ ઘમંડી બની ગયો હતો  છેલ્લા દિવસોમાં તેને પોતાની સિદ્ધિનું અભિમાન આવી ગયું હતું  રેલવેમાં ટિકિટ વિનાં મુસાફરી કરતાં ટી.ટી.ના ટિકિટ માંગવા ઉપર પોતાની મુઠ્ઠીમાં દરેક સ્ટેશનની જુદી જુદી ટિકિટ કાઢી બતાવતો હતો અને આમ પોતાની સિદ્ધિનો દુરૂપયોગ શરૂ કર્યો
છેલ પોતાની વિદ્યાથી વિવિધ મિઠાઈઓના થાળ હાજર કરી અનેક લોકોને મફત જમાડતો હતો
કહેવાય છે કે એકવાર પોતાની વિદ્યાથી એક જૈન મુનિની ધાર્મિક વિધિમાં તેણે  વિઘ્ન ઉભું કર્યું ,ખુબ ચેતવ્યા છતાં એ જૈન મુનિને હેરાન કરવાનું ન છોડ્યું ત્યારે અંતે એ જૈન મુનિએ માત્ર એક જ ઈશારે તેની બધીજ સિદ્ધિ/વિદ્યાને ધૂળ ભેગી કરી દીધી આમ છેલની વિદ્યા નષ્ટ થઇ ગઈ અને ફરી કોઈ દિવસ એ વિદ્યા અજમાવી ન શક્યો
આનું નામ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ












Monday, 22 February 2016

"ઘણા મોડા પડ્યા છો ,,,,"



બે-એક વર્ષ પહેલાની આ વાત છે.
 પરિવારના એક માઠાપ્રસંગે,દુ:ખભાગી થવા રાજકોટ જતો હતો 
બસમાં મારી પાછળની સીટ ઉપર,સફેદ વાળ વાળા,વયસ્ક,વિધવા બહેન,અને તેની યુવાન,પરણિતપુત્રી, તેના નાના બાળકને લઈને બેઠા હતા,વયસ્ક બહેન શરીરે સ્થૂળ,અને એક આંખે દ્રષ્ટિહીન હોય,આંખમાં કુવો(આંખનો ડોળો કાઢી નાખેલ) હતો ઉપરાંત ચાલવામાં,પણ પગે ખોડંગાતાં હતા,
લીબડી બસ પહોંચતા,તે બહેન કુદરતી હાજતે જવા નીચે ઉતર્યા,ખોળામાં બાળક સુઈ ગયું હોવાથી તેમની પુત્રી યથાસ્થાનેજ બસમાં બેઠી રહી,હું પણ ચાહ પીવા નીચે ઉતરેલો,
બસ ઉપડવાનો સમય થયો ત્યારે તે બહેન બસના પગથીયા ચડી શકતા ન હોતા બે,ત્રણ,વાર કોશિશ કરવા છતાં તેને પડતી મુશ્કેલી,જોઈ,અજાણ્યા હોવા છતાં મેં માનવ ધર્મ ભાવે પૂછ્યું " લાવો, હાથ પકડું ?"
બહેન માંડમાંડ સ્વબળે હાંફતાં હાંફતાં બસમાં ચડ્યા અને મને જવાબ આપ્યો,"ઘણા મોડા પડ્યા છો "
જવાબ આપતાં તેના સફેદ એકસરખા મોતીજેવા દાંત,તે કૃત્રિમ દાંતનું ચોકઠું હોવાની ચાડી ખાતા હતા
મારા સહજ સવાલનો આવો અસંગત જવાબ સાંભળી હું વિચારે ચડ્યો,કે આ બહેન કૈંક જુદું સમજ્યા લાગે છે, કદાચ આંખની જેમ કાને પણ તકલીફ હશે તેવું વિચારી વાતનું ત્યાં પૂર્ણવિરામ મૂકાઈ ગયું 
બસમાં ગોઠવાઈ ગયા પછી,ચાલુ બસે તેણે મને પૂછ્યું, "તમે, વ્યોમેશને ?"
" હા "પણ મેં તમને ઓળખ્યા નહી"મેં જવાબ આપ્યો,
દરમ્યાનમાં તેની દીકરી તરફ ફરીને મારી ઓળખાણ આપતા કહ્યું, "આ વ્યોમેશ,પોરબંદરના અમારા ખાસ જુના,,,,,,(?)
જીજ્ઞાસાવશ મેં ફરી દોહરાવ્યું ત્યારે તેણે મને જવાબ આપ્યો,"આપણે છેલ્લે 1966 માં મળ્યા હતા હું મૃગાક્ષી"   મેં  અર્ધા સૈકા પૂર્વેની મારી માનસ ડાયરીનાપાના ફંફોળવા શરુ કરી,અને પૂછ્યું, "મૃગાક્ષી  ?"
લે, કેમ ભૂલી ગયા,"મૃગાક્ષી  દેસાઈ "
"ઓહ્હ ,,,,,,તમે મૃગાક્ષી ? પોરબંદર?" મારા મોઢામાંથી ચિત્કાર નીકળી પડ્યો
હા, દશેક વર્ષ પહેલા મને અકસ્માત થયો હતો એમાં મેં દ્રષ્ટિ ગુમાવી અને પગે ઓપરેશન થતા થોડી ખોડ રહી જતા ચાલવામાં તકલીફ પડે છે ત્યારબાદ બે વર્ષે મારા પતિનું અવસાન થયું મારી દીકરી વડોદરા છે,
હું થોડો સમય તેને ઘેર હતી,હવે તે મને મારે ઘેર મુકવા આવે છે"
મારી યાદદાસ્ત પુનર્જીવિત થઇ,આખું ચિત્ર નજર સામે ખડું થઇ ગયું,
21 વર્ષીય,મીનાક્ષી દેસાઈ,પોરબંદરની માધવાણી કોલેજની
                                                         

બેડમિન્ટન,અને ટેબલ ટેનીસ ચેમ્પિયન હતી એક સરખુ પાતળું શરીર,કાજળની અણી કાઢી,આંજેલી મૃગ જેવી ચપળ,ચંચળ આંખ અને સોહામણું,અને મોહક વ્યક્તિત્વ,બેંક,-પોસ્ટ ઓફીસના વહીવટ તેને હસ્તક હોય તે મારી બેંકે  અવાર નવાર આવે.
 23,વર્ષીય હું ત્યારે ત્યાની બેંકમાં નોકરી કરતો હતો જ્ઞાતિની હોય તેથી પરિચય થયેલો, પછીતો કોલેજની નિબંધ સ્પર્ધા,કે વકતૃત્વ સ્પર્ધા સમયે લખાવવા કે પોઈન્ટ્સ લેવા તે અવારનવાર મને મળતી રેહતી હતી.
 એક વાર તેણે  મને પ્રપોઝ કરી પોતાની મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે મેં સાફ શબ્દોમાં જણાવ્યું કે મારા વડીલો રૂઢીચુસ્ત છે અને વતનની છોકરીને પહેલા પ્રાધાન્ય આપે છે.તેથી હું નથી ધારતો કે મારા માતા પિતા આ સંબંધમાં રાજી થાય છતાં તું તારા વડીલો,દ્વારા કોશિશ કરીજો.
 મૃગાક્ષીને તે વાત ગળે ઉતરી ગઈ બસ ત્યાર પછીથી બેંકમાં મળીએ ત્યારે ઔપચારિક સ્મિત સિવાય બોલવાનો વ્યવહાર પૂરો થયો.
હું વિચારે ચડ્યો,કે ક્યાં ચંચળ,સ્માર્ટ,દેખાવડી,વટ વાળી,સુંદર,સોહામણી, અર્ધાસૈકા પહેલાંની,એ મૃગાક્ષી,અને ક્યાં આજની સન્મુખ બેઠેલી મૃગાક્ષી ?કુદરત કેવી છે એતો જુવો કે,ધારેલું  ન મળવું, મળેલું  ન ગમવું,અને,પરાણે સ્વીકારેલું ન ટકવું, તે ઈશ્વરીય કરામત નો કેવો કરિશ્મો છે
આ બધુજ યાદ આવતા હવે હું સમજ્યો, કે "કઈ રીતે હાથ પકડવામાં હું મોડો પડ્યો ?"
એ સન્નારીની સ્મૃતિ,અને કટાક્ષિકા પર મને માન થઇ ગયું



Saturday, 13 February 2016

અમરપ્રેમ (ભાગ -2.)

મીરાં,ભસ્માંગ સાથે પરણી ગઈ ..અને શ્વસુર ઘેર સિધાવી
દિવસો,મહિનાઓ,અને વર્ષો વિતતા ગયા પણ ઘનશ્યામના વિરહ અને દુઃખનો ઘાવ હજુ તાજો જ હતો ભાંગી ચુકેલા ઘનશ્યામનો જીવનમાંથી રસ ઉડીગયો ભારે હૈયે અથાગ પ્રયાસો છતાં તે મીરાને કોઈ સંજોગોમાં ભૂલી શકતો નહોતો
 સમયના વહેણને કોણ બાંધીશકયું છે ?
હવે તો તેની વૃદ્ધ બીમાર માતા પણ સ્વર્ગે સિધાવી ચુકી હતી
       જયારે માણસ હતાશા,અને નિરાશાની ઊંડીગર્તામાં ધકેલાઈ જાય છે ત્યારે તે ત્રણમાંથી કોઈ એક રસ્તો પસંદ કરેછે,
1)આત્મહત્યા, 2)ગમ ભૂલવાના વ્યર્થ પ્રયાસરૂપે શરાબનું સેવન, અથવા, 3)આવીપડેલી મુશ્કેલીસામે બાથ ભીડવાની હિમત અને મક્કમતા ઘનશ્યામ હિમત હારે તેમ નહોતો,
પહેલેથી જ ઈશ્વરઉપરની અતૂટ શ્રદ્ધાએ તેનામાં  હિમતનો અજીબ સંચાર કર્યો  તેણે નિરાશા ખંખેરી જીવનમાં કંઈક કરી બતાવવાની ધૂન તેના મગજમાં સવારથઇ ગઈ. તેણે વિચાર્યું,કે જે મા નું ધાવણ ધાવી,ખોળો ખૂંદીને પોતે કૈંક બની શક્યો,તે સ્વધામ સિધાવી,જેને પોતાનું દિલ દઈ જીવન સાથી બનાવવા ઈચ્છી,તે શ્વસુરધામ સિધાવી હવે અહીં મારું કોણ છે?એવું વિચારી ઉર્દુ સાહિત્ય,અને ગઝલનો અભ્યાસ કરવા તેણે લખનૌ જવાનું નક્કી કર્યું
લખનૌ- નવાબોની ધરતી,શેર-શાયરીનો ખોળો ધુરંધર શાયરો,અને ગઝલકારો,એ સોળમીસદીથી આ શહેરને,"ગઝલ નગરી"તરીકેની ઓળખ અપાવી છે તે અજનબી શહેરમાં ઘનશ્યામે પોતાનીકારકિર્દી ઘડવાના નિર્ણય સાથે,લખનૌ યુનીવર્સીટીમાં ઉર્દુ સાહિત્યનો ઉચ્ચ અભ્યાસ શરુ કર્યો
 ખંત,મહેનત,એકનિષ્ઠા,એકાગ્રતા,અને કંઇક બનવાની તમન્નાએ યુનિવર્સીટીના સ્ટાફથી માંડીને વાઈસચાન્સેલર સુધીના તમામનું દિલ જીતી લીધું બે વર્ષમાં ઉર્દુ સાહિત્યનો તેનોઅભ્યાસ ઉચ્ચ દરજ્જે પૂરો કર્યો અને આકાશવાણી લખનૌ ખાતે ડ્યુટીઓફિસર તરીકેની નિમણુક પણ મળી ગઈ.
"મહેનત,શ્રદ્ધા,અને,આત્મવિશ્વાસ એ ત્રણેયનો ત્રિવેણી સંગમ,જીવનમાં અણધાર્યો ચમત્કારસર્જી શકે
છે " ઘનશ્યામના જીવનમાં પણ એવુ જ કૈંક બન્યું 
એકધારી,સતત,એકનિષ્ઠાથી કરેલી કામગીરી,અને તેની હોશિયારીને કારણે માત્ર આઠ વર્ષના ટૂંકાગાળામાં આકાશવાણી કાનપુરના કેન્દ્ર નિયામક તરીકે બઢતીસાથે બદલી થઇ. 
આમને આમ એક દાયકો નીકળી ગયો એકાકી જીવન ગુજારનાર ઘનશ્યામને આટલા વર્ષે વતનની યાદ આવી. એ જુના મિત્રો,સહાધ્યાયીઓ જુના પડોશી અને વર્ષોથી બંધપડેલું  જુનું ઘર યાદ આવ્યા,અને 20 દિવસની રજા લઈને તે વતન જવા નીકળી પડ્યો
        વતન પહોંચતાજ તેને પોતાની જૂની કોલેજ યાદઆવી ત્યાના પ્રિન્સીપાલ તથા સ્ટાફને મળવા કોલેજે પહોંચી ગયો. કોલેજ છૂટવાને લગભગ અર્ધીએક કલાક બાકી હશે કોલેજની લોબીમાંથી પસાર થતાં ખુણાના ગુજરાતીના વર્ગમાં,"કલાપીનું રસપાન" વિષય ઉપર ભણાવતા અધ્યાપીકાનો અવાજ સંભળાયો,
 "જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની" અને આગળ વધતા
"પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!"
અવાજ કાંઇક પરિચિત હોય એવું જણાયું,ઘનશ્યામ વર્ગની બહારની દીવાલે એક બાજુ ખૂણામાં ઉભારહી સાંભળતો હતો.
વર્ગ છૂટ્યો એ છેલો પીરીયડ હોય કોલેજનો સમય પણ પુરો થતા સહુ ઘર ભણી જવા લાગ્યા
અધ્યાપિકા વર્ગખંડમાંથી બહાર આવ્યા ઘનશ્યામે તેને જોયા,સંગેમરમરમાં કંડારાયેલી મૂર્તિસમી,
શ્વેત વસ્ત્રો,બન્ને હાથમાં એકએક સોનાનીબંગડી,બીન્દી વિનાનો ઉજ્જડ કોરો ભાલપ્રદેશ,અને સિંદુર વિનાનાં સેંથા ના રૂપમાં મીરાને સામે ઉભેલી જોઈ ઘડીકતો સુનમુન થઇ ગયેલ ઘનશ્યામને કઈ સમજ ન પડી, 
મીરાં તું ? અહીં ? આ બધું હું શું જોઉં છું ?ફાટીઆંખે જોઈરહેલ ઘનશ્યામે આશ્ચર્યસહ પૂછ્યું
મીરાએ જવાબઆપ્યો, હા શ્યામ તું જોવે છે તે સત્ય છે,ઈશ્વરીય શતરંજનો અધુરો રહેલ ખેલ અહીં પૂરો થયો
કળ વળતા ઘનશ્યામે પૂછ્યું,"મીરાં,તને આ દશામાં જોતા,મને વિશ્વાસ નથી બેસતો"
મીરાંએ જવાબ આપ્યો "તું સાચો છે,ચાલ આપણે કેમ્પસનાગાર્ડનમાં બેસીએ, હું તને મારી,કરમકથની સંભળાવું મીરાં અને શ્યામ કેમ્પસગાર્ડનમાં જઈને બેઠા
ગાર્ડનમાં બેસતા જ મીરાં રડવા લાગી અને રડમસ અવાજે કહેવું શરુ કર્યું," શ્યામ,નવવધુ સ્વરૂપે છેલ્લી તે મને જોઈ હતી,આજે વિધવા તરીકે તું મને પહેલી વાર જુવે છે,હું તનથી ભલે ભસ્માંગને પરણી હતી,પણ તે પહેલાજ મનથી હું તને વરી ચુકી હતી.  લગ્ન પછી વર્ષોસુધી હું તને ભૂલી શકી નહોતી,તું માનીશ?લગ્ન પછીપણ દરવર્ષે વેલેન્ટાઈન ડે ને દિવસે હું તને ગમતા ગુલાબી કલરની સિલ્કનીસાડી પહેરી સવારમાં અમારા શહેરના સ્વામીમંદિરે જઈને સુંદર લાલગુલાબ ભગવાન ઘનશ્યામજીના ચરણોમાં ધરી તારું મંગલ પ્રાર્થતી હતી તેની,સ્તુતિમાં પણ સ્મૃતિ તો તારી જ હતી.તારા શબ્દો યાદરાખી,મેં ભગવાનની ઈચ્છાને સ્વીકારી લીધી,પણ ઈશ્વરને મજાક કરવા માટેનું પાત્ર હું એક જ હતી.
બન્યું એવુ કે સુરત,ભરૂચ,વચ્ચેનાપુલનું રીપેરીંગ કામ સરકાર હસ્તક હતું  જેનાચાર્જમાં ભસ્માંગ હતો,
દિવસ રાત તેનું સુપરવિઝન કરવા તે ત્યાં જતો,એમાં એકવાર પુલ ઉપરથી તેનોપગ લપસી જતા,તે ત્રીશ ફૂટ નીચે જઈ પડ્યો અને હેમરેજ થવા કારણે તે તત્ક્ષણ મૃત્યુપામ્યો આઠ વર્ષના ટૂંકાગાળામાં ઈશ્વરે મારું સુહાગ છીનવી લીધું  ઈશ્વરને એટલાથી શાંતિ ન વળી હોય એમ આ બાજુ મારા વૈધવ્યને ન જીરવી શકતા પપ્પાને પક્ષઘાતનો હુમલો આવ્યો,એકલા,અટુલા,લાચાર,બીમાર બાપની સંભાળ લેવા મારા સાસુ સસરાએ મને પિયરમાં રહેવાની સલાહ દેતા હું શ્વસુર ઘર છોડી અહીં આવી અને પપ્પાની ઓળખાણને કારણે મને અહીં અધ્યાપીકાની નોકરી પણ મળી ગઈ.
"શ્યામ, હવે તું કહે તારી પત્ની કેવી છે ? સંતાનમાં તારે શું છે ?"  જિજ્ઞાસાથી મીરાએ પૂછ્યું
શ્યામે નીચું જોઈ ઊંડા નિસાસા સાથે જમણા હાથની હ્થેળી ઉપર ડાબા હાથનો અંગુઠો ઘસતા જવાબઆપ્યો  "ભગવાન આ હથેળીમાં એ રેખા કંડારવી જ ભૂલી ગયો  છે હું હજુ અવિવાહિત છુ મેં લગ્ન ન કરવાનો નિર્ધાર કર્યો  છે.
આશ્ચર્યમાં ગરકાવ થતા મીરાએ કહ્યું "શ્યામ,તે લગ્ન ન કરીને તારી જાત ઉપર દમન ગુજાર્યો છે,ભગવાન કૃષ્ણે ભલે મીરાંને પોતાની ન બનાવી,પણ રાધાનો અંગીકાર કરીને અર્ધાંગીની તરીકે સ્વીકારીતો હતીજ ને ?
શ્યામ,તું કાલે સાંજે ઘેર આવ પથારીવશ પપ્પા એકલવાયા જીવનમાં સતત કોઈની કંપની ઝંખે છે તારા આવવાથી થોડા સમય માટે પપ્પાને સારું લાગશે "મીરાએ શ્યામને ઘેર આવવાનું ઈજન આપતા કહ્યું
શ્યામ બોલ્યો,"નાં,હું જાણું છું કે તારા પપ્પાને મારા તરફ ભારોભાર નફરત છે,તેની નજરમાં મારું સ્થાન
 નથી મારા ઘેર આવવાથી તે નારાજ થઇ કદાચ મારું અપમાન પણ કરી નાખે "
"અરે,ના,ના શ્યામ,દાયકા પહેલાના એ પપ્પા આજે સાવ બદલાઈ જ ગયા છે મારી પરિસ્થિતિ જોઇને,
ભાંગી પડેલ લકવાગ્રસ્ત મણીરાય
તે ભાંગી પડ્યા છે.લકવાગ્રસ્ત પપ્પા પોતાના બેડરૂમમાં રહેલ મારી સ્વર્ગસ્થ મા ના ફોટા પાસે જે બન્યું છે તેને માટે જાણે પોતેજ ગુન્હેગાર છે તેમ માનીને તે રડ્યાજ કરે છે,તારો ભય અસ્થાને છે,તેની હું ખાત્રી આપું છું,"મીરાએ જવાબ આપ્યોમીરાની વિનંતીથી શ્યામે નિમંત્રણ સ્વીકાર્યું,બીજે દિવસે સાંજે શ્યામ મીરાંને ઘેર પહોંચ્યો
લકવાગ્રસ્ત મણીરાય પોતાના બેડરૂમમાંથી લાકડીને ટેકે બેઠક ખંડમાં આવ્યા શ્યામે ચરણ સ્પર્શકરી પ્રણામ કર્યા મણીરાયની નિસ્તેજ આંખ ભરાઈ આવી. મીરાં કોફી બનાવી લાવી ત્રણેયે સાથે કોફી પીધી
થોડી સ્વસ્થતા પ્રાપ્ત થતા શ્યામે વાતની શરૂવાત કરતા કહ્યું, "હું હાલ કાનપુર છું અને ત્યાં ,,,,,,,"
વચ્ચેથી જ મણીરાયે કહ્યું,"હા,મને ખબર છે,તારા અહીંના પ્રિન્સીપાલ મારા મિત્ર હોય,અને તું તેના સંપર્કમાં હોવાથી તારા વિષેની બધીજ વિગત તેણે મને કહી છે."
ઔપચારિક વાતોનો દોર પૂરો થતા ભાવુક બનેલ મણીરાયે શ્યામની પીઠ ઉપર હાથ મુકતા કહ્યું
" બેટા,અમારી વર્તમાન પરિસ્થિતિથી મીરાએ જરૂર તને વાકેફ કર્યો હશે,હું તમારા બન્નેનો ગુન્હેગાર છું,
તમારો પ્રેમ સ્ફાટીક જેવો શુદ્ધ અને પારદર્શક તથા,ગંગાજેવો પવિત્ર હતો તેને હું ઓળખી ન શક્યો,અને મેં કસમયે તમને જુદા કર્યાના પાપનીસજા ઈશ્વરે મને થપ્પડ મારીને આપી જે આજે હું ભોગવું છું,મને માફ કર. હવે મને ખરેખર સમજાયું કે ઈશ્વરે તમો બન્નેને એક બીજા માટે જ સર્જ્યા છે "
શરમથી ઝુકેલી આંખે શ્યામે જવાબ વાળ્યો,"બાપુજી,જયારે જયારે જે જે વસ્તુ બનવા નિર્મિત હોય છે ત્યારે, ત્યારે તે તે વસ્તુ અવશ્ય બનીને જ રહે છે તેમાં તમારો નહિ,પણ આપણા બધાના ભાગ્યનો દોષ છે માફી માગી મને શરમિંદો ન કરો,આપ મારા પિતાતુલ્ય છો "
"જો ખરેખર તું મને પિતાતુલ્ય સમજતો હો તો આજે મારે તને એક વિનંતી કરવી છે તું ધ્યાનથી સાંભળ
મને તારા પ્રિન્સીપાલ સાહેબે કહ્યા પ્રમાણે તું હજુ અવિવાહિત છો જો તને મંજુર હોય તો હું હવે મીરાનો હાથ તારા હાથમાં સોપવાનું વિચારું છું મેં જે પાપ કર્યું છે તેનું હું આ રીતે પ્રાયશ્ચિત કરી,તમારા અને ઈશ્વરના ગુન્હામાંથી મુક્ત થવા માગું છું. તું અહીં આવવાનો છે તે વાત મને પ્રિન્સિપાલે કહ્યા બાદ મેં આ વિચાર કર્યો, અને તે માટે મેં મીરાના સાસુ સસરાને પણ બધી વાત કરી તેમની સંમતી મેળવી લીધી છે"મણીરાયે દિલ ખોલ્યું
 "આ  શું ?આવી અણધારી દરખાસ્ત,અને તે પણ વજ્ર હૃદયી મણીરાયની જીભે ?" અચંબો પામેલ શ્યામ ઘડીભર આવું વિચારતા સ્તબ્ધ થઇ ગયો મીરાંની આંખમાંથી આંસુ સરી પડ્યા
શ્યામ એકદમ ગંભીર બનીગયો, થોડીવારે બોલ્યો"જો તમારી એ ઇચ્છાથી તમે ખુશ હો,અને,આનંદિત હો,
 તો મને તે દરખાસ્ત કબુલ છે,પણ,,,,,,
"પણ શું ?" આવેગથી મીરાં વચ્ચે બોલી
"પણ ,,,,, તે માટે મારી એક શરત છે "ઘનશ્યામે બેધડક જવાબ આપ્યો
"શરત ?" કોની સામે શરત ?" પૂછતાં મીરાંના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો
"હા, શરત,અને તે બાપુજી સાથે "ઘનશ્યામે આછા સ્મિત સાથે મીરાં સામે આંખ મિચકારતા કહ્યું
"શરત" શબ્દરૂપી કંકરે મીરાના માનસ તળાવમાં તરંગો જન્માવ્યા,તેને શ્યામનું નિર્દોષ સ્મિત લુચ્ચું,અને ખંધું લાગ્યું તે વિચારવા લાગી,કે,"આપણો પ્રેમ શુદ્ધ અને બિનશરતી છે" એવું કહેનારો શ્યામ આજે લગ્ન માટે શરત મુકે છે ?અને તે શરત પણ પપ્પા પાસે ? નક્કી પપ્પાની સંપત્તિ અને મિલ્કત  ઉપર તેની દાનત બગડી છે. તેને શ્યામની નિર્દોષ આંખમાં,લોભ,અને લાલચના સાપોલિયા સળવળતા દેખાયા તેણે  વિચાર્યું કે, શ્યામ મારી પરિસ્થિતિ,અને પપ્પાની મજબુરીનો પૂરો લાભ ઉઠાવવા માંગે છે. આજે મને લાગે છે કે,પપ્પા સાચા હતા,તેને પપ્પાના શબ્દો યાદઆવ્યા" અરે, એ ગરીબ ભિખારી બ્રાહ્મણના છોકરાના પ્રેમમાં પડતા પહેલાં, તારે તેના કુળ,કુટુંબ,સંસ્કાર,અને ખોરડું તો જોવું'તું ?"
મેં જેને "લાયન" માન્યો હતો,તે લુચ્ચું ખંધુ શિયાળ નીકળ્યો,જેને હું કોહીનુર સમજી બેઠી હતી, તે કાચનો ટુકડો નીકળ્યો
આ બાજુ ઘનશ્યામના શબ્દો સાંભળી,મણીરાયે પોતે ભુતકાળમાંકહેલુ વાક્ય "તે શાયર નહિ પણ લાયર છે"ની યાદ અપાવતા હોય તેવી સૂચક નજરે મીરાં સામે લાચાર દ્રષ્ટીથી જોયું
ચાલાક અને બુદ્ધિશાળી ઘનશ્યામ મીરાં,અને મણીરાયના મનોભાવને તુરતજ સમજી ગયો,
મીરાના માનસ તળાવમાં વિચારરૂપી સરકતી મત્સ્ય તેણે પોતાના આંતરચક્ષુથી નિહાળી
"કહી દે,તારી જે પણ કઈ શરત હોય તે"મીરાએ ગુસ્સા,દુખની મિશ્ર લાગણી સાથે ઘનશ્યામને કહ્યું
ખંડની દીવાલો પણ જાણે શ્યામની શરત સાંભળવા,ઉત્સુક બની સરવા કાને ઉભી હોય એમ ખંડમાં ઘડીભર નિરવ શાંતિ સાથે સ્તબ્ધતા છવાઈ ગઈ.
અખંડ શાંતિને ભેદતા,શ્યામે મૌંન તોડ્યું,"મારી એકજ શરત છે,કે લગ્ન પછી બાપુજી આપણીસાથે આવી અને હમેશ માટે આપણી સાથે જ રહે જીવનના ઘણા વર્ષો એકલે હાથે સંઘર્ષ વેઠ્યો છે આવી નાજુક માનસિક,અને શારીરિક સ્થિતિમાં એકલું રહીને જીવવું તેને દોહ્યલું થઇ પડશે
મારા પિતાજીના અવસાન સમયે હું બહુ નાનો હતો,તેથી મને તેની સેવા કરવાનો મોકો નથી મળ્યો,
બાપુજી આપણી સાથે રેહતા મને મારા પિતાજીની સેવા કર્યાનો સંતોષ થશે"
વાતાવરણમાં શાતી પથરાઈ ગઈ. મીરાં ઉભી થઈને શ્યામનાપગમાં પડીગઈ અને બોલી,"શ્યામ,મને માફ કર,હું પાપી હોઉં,મને તારા શરત શબ્દ અંગે અનેક કુવિચાર આવ્યા હતા તું આટલો મહાન હોઈશ તેવી મને કલ્પના પણ નહોતી,સાચેજ,તું પુરુષોત્તમ છે,You are really Great, શ્યામ 
આ સાંભળીને મણીરાયને ભૂતકાળમાં ઘનશ્યામ માટે ઉચ્ચારેલા બધાજ શબ્દો યાદ આવ્યા,તેને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ પસ્તાવા રૂપે એક બાળકની જેમ ધ્રુસકે,ધ્રુસકે રડવા લાગ્યા
સર્વસંમતીથી શ્યામને મીરાના લગ્ન નક્કી થયા,મીરાના સાસુ,સસરા,કોલેજનાપ્રિન્સીપાલ,અને મિત્ર અનિલ
ની ઉપસ્થિતિમાં ભીડભંજન મહાદેવનામંદીરમાં,14,ફેબ્રુઆરી(વેલેન્ટાઇન ડે)ના રોજ લગ્નગ્રંથીથી જોડાઈ
પતિ-પત્ની બન્યા દશવર્ષ પહેલા વેલેન્ટાઈન ડે ને દિવસે જન્મેલા પ્રેમાંકુરો ,આજે દશવર્ષ બાદ વેલેન્ટાઇન ડેને દિવસે પ્રેમની સુગંધિત વેલ રૂપે પાંગરી, 
બીજે જ દિવસે ઘરને તાળું મારી મીરા અને શ્યામની સાથે મણીરાય પણ કાયમી સ્થિરથવા કાનપુર જવા ઉપડી ગયા.
*******
*
સ્વલિખિત "મોગરાની મહેક" માંથી









અમરપ્રેમ (ભાગ -1)

આજે 14,મી ફેબ્રુઆરી,*** વેલેન્ટાઈન ડે *** 
પ્રતિવર્ષ વેલેન્ટાઈન ડે નિમિત્તે શહેરની કોલેજ દ્વારા યુવા નવોદિત કવિ વિદ્યાર્થીઓના મુશાયરાનો કાર્યક્રમ યોજાતો હતો તે મુજબ આજે પણ વેલેન્ટાઈન ડે હોય કોલેજના શણગારાયેલા મધ્યસ્થ ખંડમાં મુશાયરો  યોજાયો હતો.કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનો માનીતો અને લાડીલો ઘનશ્યામ આ વર્ષે પણ વિજયપદ્મ જીતી પ્રથમ પુરસ્કારનો અધિકારી બન્યો હતો.
  મુશાયરો પૂરો થયો.ધીમે ધીમે મેદની વિખેરાવા લાગી શુભેચ્છકો ,મિત્રો,અને પ્રશંશકોથી અભિનંદન અને પ્રશંશા મેળવતો છૂટો પડી ઘનશ્યામ ઘેર જવા માટે પાર્કિંગમાં મુકેલી પોતાની બાઈક લેવા આગળ વધ્યો
મુશાયરો પૂરોથતા જ મીરાં સૌથી પહેલી બહાર નીકળી ઘનશ્યામના પાર્ક કરેલ બાઈક પાસે જઈને ઉભીરહી.
તેણે વિચાર્યું,કે,ઘનશ્યામપાસે પોતાનાપ્રેમનો એકરાર કરવાની આજે તક છે,અને આવીતક કદાચ ફરી ન પણ મળે ?
બાઈકપાસે ઘનશ્યામના પહોંચતાજ મીરાંએ તેને બોલાવ્યો
" Happy Valentine Day ,શ્યામ અને અભિનંદન પણ ખરા "
" Happy Valentine Day.શ્યામ અને અભિનંદન
પણ ખરા" એટલુ બોલી પોતાના હાથમાંરાખેલું ગુલાબનું ફૂલ તેણે ઘનશ્યામને આપ્યું સસ્મિત ઘનશ્યામે તે સ્વિકારી આભાર માનતા કહ્યું
"મારું નામ ઘનશ્યામ છે,અને મારા અતિ નિકટના લોકો જ મને શ્યામ કહીને બોલાવે છે" "ઓહો,તો હું તે "અતિ નિકટની યાદી"માં આવીગઈ,ખરું ને? પતંગિયાની પાંખ જેવા નાજુક,અને પાતળાં હોઠ ફફડાવતા,શરમાતા મીરાંબોલી"
 "બિલ્કુલ,તે કહેવાની જરૂર  જ નથી શ્યામની વધુ નિકટ,મીરાં સિવાય બીજું કોણ હોઈ શકે?" મીઠી મજાકનો લ્હાવો લેતા ઘનશ્યામે નિર્દોષભાવે જવાબ આપ્યો
"ફરી મળતો રહેજે,Good Night ,Have a Sweet Dream,"કહેતા આછા સ્મિત,અને સંતોષ સાથે મીરાં પાર્ક કરેલી પોતાની મોટરપાસે જવા નીકળી,અને થોડીજ વારમાં રાતનાઅંધારામાં બન્ને પોતાના ઘરતરફની દિશામાં ફંટાઈ ગયા
*******
મીરાં શહેરનાશ્રીમંત,પ્રતિષ્ઠિત ન્યાયાધીશ મણીરાય દિવાનનું એકમાત્ર સંતાન હતું  નાની ઉમરમાં જ માતાનું અવસાન થઇ જતા પિતા મણીરાયના આદર્શ,નીતિ-નિયમો,શિસ્ત,અને,અનુશાશન હેઠળ મોટી થઇ હતી.
જયારે ઘનશ્યામ સામાન્ય ઘરનો છોકરો હતો,પિતાજીનું કેન્સરની બીમારીમાં સાતેકવર્ષ પહેલા અવસાન થતા બીમાર વૃદ્ધ વિધવા મા ની જવાબદારી ધરાવતો હતો. મીરાંને એ બધી વાતનો ખ્યાલ હતો,તેમ છતાં
ઘનશ્યામની પ્રમાણિક,સરળ નિર્દોષ પ્રતિભા,અને તેની લેખનકળા ઉપર તે વારી ગઈ હતી
આમ પ્રેમની રેશમની દોરી ઉપર આજે પહેલી ગાંઠ વળી મીરાં આજે ખુબ જ ખુશ હતી.
બસ,હવે તો મીરાંની આંખ સતત શ્યામની શોધમાં જ રહેતી હતી,કોલેજ,કેન્ટીન,લાઈબ્રેરી,કે કેમ્પસ ગાર્ડનમાં મીરાં સતત નજર રાખતી હતી,અને જયારે પણ તક મળે ત્યારે તેની સાથે વાતો કરવી હસવું, કે મજાક-મશ્કરી કરવાનું તેને ગમતું  હતું ધીરે ધીરે શ્યામપણ તેની કંપની પસંદકરવા લાગ્યો
કહેછે કે ," સતત સંપર્ક પ્રેમાંકુરો  જન્માવે છે" તે મુજબ પહેલા પરિચય પછી દોસ્તી અને હવે પ્રેમ તરફ બન્ને યુવાન હૈયાઓ આગળ વધતા જતા હતા.
જોત જોતામાં દિવસો મહિનાઓ અને વર્ષો પુરા થવા માંડ્યા,અનુસ્નાતકના છેલ્લા વર્ષનીપરીક્ષાને ત્રણેક માસ બાકી હતા,મીરાએ વિચાર્યું કે પરીક્ષાબાદ કોલેજનો અભ્યાસ પૂરો થશે અને તેથી કોલેજે આવવાનું બંધ થતા શ્યામને આટલી બિન્દાસ્ત રીતે વારંવારમળવું મુશ્કેલ બનશે તેથી પરીક્ષા પહેલાજ હું તેને "પ્રપોઝ "કરી દઉં,અને એક દિવસ મોકો જોઈને મીરાએ શ્યામને પૂછ્યું,
" શ્યામ,હું માની લઉં છું કે,જેમ હું તને પ્રેમ કરું છું,તેમ તું પણ મને ચાહે છે,જો તું ખરેખર મને પ્રેમ કરતો હો,તો આપણે લગ્ન અંગે વિચારવાનો સમય હવે પાકી ગયો છે હું આ બાબતે તારા સ્પષ્ટ,અને નિખાલસ અભિપ્રાયને આવકારીશ "
ઓચિંતા,અંણધાર્યાપ્રશ્નથી શ્યામ ઘડીભરમૂંઝાયો તરતજ સ્વસ્થ થઇ જવાબ વાળ્યો
" તારીવાત સાચી છે મને તારી તે દરખાસ્ત માન્ય છે સિવાય કે તારા પિતાજી તેના ઉપર પોતાની મંજુરીની મહોર મારે મને શંકા છે કે તારા અમીર પિતા આપણા સંબંધને માન્ય નહી રાખે તેથી તેને સમજાવવાની જવાબદારી તારી રહેશે" શ્યામે ગંભીરતાથી કહ્યું
"તું તે ચિંતા છોડી દે યોગ્ય સમયે તક મળતાજ હું પપ્પાને વાત કરી અને રાજીખુશીથી તેની સંમતી મેળવી લઈશ આંખોમાં છલકતા આત્મવિશ્વાસની ચમક સાથે મીરાં બોલી,
સુર્યાસ્ત થવાને આરે બન્ને પોતપોતાના ઘેર જવા છુટાપડ્યા
******
આ બાજુ,મણીરાયને એક દિવસે વિચાર આવ્યો કે પુત્રીનોઅભ્યાસ હવે પૂરો થવામાં છે ઉમરલાયક પણ થઇ ચુકી છે અને જો કોઈ સુપાત્ર ગોતીને તેના હાથપીળા કરીદઉં તો મારા ઉપરની એક મોટી જવાબદારી પૂરી થાય જો તેની મા હયાત હોત તો મને આટલી ચિંતા ન રહેત
રવિવારની સવાર હતી.
મણીરાય સવારના નાસ્તા માટે મીરાંની રાહ જોતા બેઠા હતા એવામાં મીરાં મોર્નિંગવોક,અને જીમ પતાવીને ઘેર પાછી ફરી પિતા સાથે નાસ્તો કરવા બેઠી મણીરાયે વાત છેડી
" બેટા,તારો અભ્યાસ હવે પૂરો થવામાં છે વળી તું હવે ઉમરલાયક પણ થઇ ચુકી છો,તે સંજોગોમાં મને એમ લાગે છે કે હવે તારે લગ્ન અંગે કૈંક વિચારવું  જોઈએ,તારી મા આ  જવાબદારી મને સોપી ચાલી જતા મને તે ચિંતા સતાવે તે સ્વાભાવિક છે.
ગઈકાલે મારા મિત્ર અનિલનો સુરતથી ફોન હતો,તેણે તારામાટે એક સુશીલ,અને સંસ્કારી મુરતિયો શોધ્યો છે જે તેના ગાઢ પરિચયમાં છે. તે ભસ્માંગ સિવિલ એન્જીનીયર તરીકે સરકારી બાંધકામ ખાતામાં નોકરી કરે છે
છ માસપછી કન્ફોર્મ થતા, તે જુનીયર એન્જીયર થશે,અને પાંચવર્ષે તે ચીફ એન્જીનીયર બની જ્વાની ક્ષમતા ધરાવતો તેજસ્વી યુવાન છે તું વિચારી જો હું તને આવતી કાલ સુધીનો સમય આપું છું કાલે તું મને વિચારીને જવાબ આપજે પણ ધ્યાનથી વિચારજે કે આવો મુરતિયો વારંવાર મળવો મુશ્કેલ છે "
આ સાંભળતાજ મીરાંનો ચહેરો ઉતરી ગયો. મુરતિયા તરીકે ભસ્માંગનું નામ સાંભળતા જ જાણે પોતાના બધા અંગો ભસ્મીભૂતથઇ ગયા હોય તેવી કાલીમા મુખપર છવાઈ ગઈ છતાં શાંતિથી સાંભળી,ચુપચાપ ઉભી થઇ ગઈ.
    બીજા દિવસની રાત્રિનું ભોજન પતાવી,મણીરાય બંગલાની બહાર બગીચામાં ઝૂલે હિચકતા હતા.
તેણે મીરાંને બોલાવી,પૂછ્યું,"બેટા,તે શું વિચાર્યું ?"
થોડીવાર મૌન ધારણ કર્યા પછી કોર્ટના પિંજરામાં આરોપીની જે મનોસ્થિતિ હોય તેવી મનોદશામાં મીરાએ મોઢું ખોલ્યું "પપ્પા,એવી શું ઉતાવળ છે? હજુ માંડ હું અભ્યાસ પૂરો કરીશ થોડો સમય થોભી જાઓ,તો શું ખોટું છે ?
મણીરાયે કહ્યું,"કબુલ લગ્ન મોડા કરીશું,પણ સગાઈ જાહેર થઇ જાય તો એક વાત ખીલે બંધાઈ જાય,અને હું નિશ્ચિંત બની જાઉં "
"એ સાચું,પણ પપ્પા,.....મીરાં વાક્ય પૂરું ન કરી શકી.
"કેમ અટકી ગઈ? કે બીજે ક્યાય તારું ચક્કર ચાલે છે? જે હોય તે સ્પસ્ટ કહી દે"થોડા ઊંચા,અને કડક સ્વરે
મણીરાયે કહ્યું .
"હા, પપ્પા,મારા ક્લાસમાં ભણતા મારા મિત્ર શ્યામ પુરોહિતને હું દિલ થીચાહું છું,અને અમે બન્નેએ ભવિષ્યમાં લગ્નગ્રંથીથી જોડાવાનો સહ-સંકલ્પ કર્યો છે. શ્યામ, B.A.ગોલ્ડમેડલીસ્ટ છે,અને M.A.માં પણ તે આશાવાદી છે ત્યારબાદ તે અન્ય રાજ્યમાં સંશોધન પેપર્સ માટે જવાનો છે,પણ હાલ તેનીમાતા બીમાર હોય નવી ખુલતી ટર્મથી તે શાળામાં શિક્ષક તરીકે જોડાવાનો છે તે નામી શાયર અને ગઝલકાર છે "
વધુ પ્રશ્નોના ડરથી મીરાએ એક જ શ્વાસે,ઘનશ્યામનો પૂરો બાયોડેટા મણિરાયના માગ્યા પહેલા આપી દીધો  
મણીરાયનો, ચહેરો,વિકૃત અને બિહામણો બની ગયો
મણીરાયનો ગુસ્સો ધાણીફૂટે એમ ફૂટ્યો ગુસ્સાથી લાલઘુમ થઇ ગયેલો તેનો ચહેરો,વિકૃત અને બિહામણો બની ગયો,તે  બોલ્યા" શું કહ્યું ? તે ઓલ્યા,જકાતનાકામાં કારકુન હતો  તે દીનકરનો  દીકરો ઘનો ?"
"હા,પપ્પા એજ, પણ તેનું નામ ઘનો નહી, પણ
ઘનશ્યામ છે " મીરાએ દાઢ માંથી જવાબ આપ્યો
"હા, હા,જે હોય તે,પણ ફિટકાર છે તારી પસંદગીને મને સ્વપ્ને પણ કલ્પના નહી કે તારી પસંદગી આટલી નિમ્નકક્ષાની હશે કોલેજમાં સાથે ભણ્યા એમાં પ્રેમ પણ થઇ ગયો? "મેળામાં મળ્યા,અને મન મળીગ્યું " એ પન્નાલાલ પટેલની વાર્તામાં શોભે બેટા,વાસ્તવિક જીવન કડવું સત્ય છે તેણે બધું કહ્યું,અને તેનું બધું કહેલું તું માની પણ ગઈ? એ શાયર નહી પણ લાયર છે,અરે,એ ગરીબ ભિખારી બ્રાહ્મણના પ્રેમમાં પડતા પહેલાં તારે તેના કુળ,કુટુંબ,સંસ્કાર,અને ખોરડું તો જોવુ'તું ?
"ક્યાં રાજા ભોજ, અને ક્યાં ગાંગુ તેલી,
ક્યાં દિવાનની હવેલી,અને ક્યાંબ્રાહ્મણની ડેલી ", 
તું વિચાર કર કે ક્યાં રૂપિયા50,000/ નો પગારદાર સિવિલ ઇન્જિનીયર,અને ક્યાં રૂપિયા10,000/ નો પંતુજી ?
મને તે હરગીઝ મંઝુર નથી તું કાન ખોલીને સાંભળીલે કે દિવાન કુટુંબની પ્રતિષ્ઠા,પરંપરા,અને અનુશાશન મુજબ તારા લગ્ન હું જ નક્કી કરીશ લોકો ભલે કહે કે Marriages,are  made in Heaven.પણ દિવાન પરિવારની પરંપરા મુજ્બ,"Marriages are made on Earth and that too on Choice of  Elders."
હવે મીરાંનો ગુસ્સો પણ હાથ ન રહ્યો અકળાઈને બોલી"બસ કરો પપ્પા,બહુ થયું મને લક્ષ્મણરેખા ઓળંગવા મજબુર ન કરો તમે જયારે કોઈની ઈજ્જત નથી કરી શકતા ત્યારે તમને કોઈની બેઈજ્જતી કરવાનો અધિકાર નથી.ઘનશ્યામ લાયર નહી પણ લાયન છે.
વાત રહી નોકરીની તો તમે ન્યાયાધીશ છો તમેજ ન્યાય કરો?મારે વરમાળા મારી પસંદગીના પાત્રને પહેરાવવાની છે, કે પદ,પદવી,અને પગારને? હું મારું ભવિષ્ય બરાબર વિચારી શકું છું.
આમને આમ રાત્રીના 12 વાગી ગયા. ગુસ્સામાં મણીરાય ગાર્ડનમાંથી ઉઠી બેડરૂમ તરફ ગયા
આ બાજુ વ્યગ્ર મીરાં પણ સુવા માટે પોતાના બેડરુમમાં પ્રવેશી ઊંઘમાટે સતત કોશિશ કરતી મીરાં પથારીમાં પડ્યા પડ્યા ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડતી હતી. આખી રાત રડીને કલ્પાંત કરતી મીરાંની આંખ સુજીને લાલ થઇ ગઈ હતી.                                                                             
મીરાં પથારીમાં પડ્યા,પડ્યા, ધ્રુસકે,ધ્રુસકે,ચોધાર આંસુએરડતી હતી
*********************
આખીરાત પિતા-પુત્રી બન્ને સુઈ ન શક્યા
મણીરાયે વિચાર્યું,કે યૌવનને પાંખફૂટે તે પહેલા તેની પાંખ કાપવી જરૂરી છે આ પંખી ગમેતે દિવસે પીંજરું છોડી ઉડી જશે હવે મીરાને ફાઈનલની પરીક્ષા પણ દેવરાવ્યા વિના લગ્ન કરી વિદાય કરીદઉં ત્યારે મને હાશ થાય.બીજે જ દિવસે સવારે,પોતાના મિત્ર અનિલને ફોન કરી પોતે સુરતજવા નીકળી ગયા.
ભસ્માંગ અને તેનો પરિવાર છ,એક માસ પહેલાજ સુરતમાં કોઈ લગ્નપ્રસંગમાં મણીરાય,અને મીરાંથી પરિચિત થયો હતો બધીજ વાતચીત પછીબન્ને પક્ષે સગાઈ કરવાનું નક્કી કરી લીધું
આ બાજુ મણીરાયની ગેરહાજરીનો લાભ લઇ મીરાએ શ્યામને ઘેર બોલાવી બે દિવસદરમ્યાન  બનેલી ઘટનાની બધીજ વાત કરી,
મીરાની સગાઈ પોતાની સાથે ન કરવાના મણીરાયનો  નિર્ણય જાણતા ઘનશ્યામના પગ નીચેની ધરતી સરકવા લાગી તેના હોઠ,અને જીભ સુકાવા લાગ્યા થોડીવારે મીરાએ પાણી પાયા,બાદ તેણે પોતાની જાતને સાંભળી લીધી અને બોલ્યો "મીરાં,મારો ને તારો પ્રેમ અતિ શુદ્ધ,અને બિનશરતી છે,તેમ છતાં જો ઈશ્વરને આમ જ મંજુર હોય તો ભાગ્ય સામે બાથ ભીડવી વ્યાજબી નથી આમેય,મેવાડની રાણી મીરાંને પણ ક્યાં તેનો શ્યામ મળ્યો હતો ?
મીરાએ આક્રોશથી પૂછ્યું," બોલ,છે હિમત,આપણે ભાગીને લગ્ન કરી લઈએ "
"શું કહ્યું ? ભાગીને લગ્ન કરવા ? એમ ? આપણે પ્રેમ કર્યો છે ચોરી નહી.
 મીરાં, લગ્ન એટલે તું શું સમજે છે ?લગ્ન એ બે આત્માનું પવિત્ર મીલન છે, બે વ્યક્તિ નહીં પણ બે પરિવારનું મીલન છે,પવિત્ર અગ્નિની શાક્ષીએ સપ્તપદીના ફેરા ફરી હસ્તમેળાપ થાય અને વડીલો શુભાશિષ સાથે પાણિગ્રહણ કરાવે એને લગ્ન કહેવાય આધેડ વિધુર પિતાની આંખમાં ધૂળ નાખી પરિવારને તરછોડીને ભાગી જઇ કોર્ટ કચેરીમાં સહી કર્યાને "ઘરઘરણુ" કે "ભાગેડુ " કહેવાય એ કાયરો નું કામ છે
"પ્રેમનો મારગ છે શૂરાનો ,કાયરનું નહીં કામ જો" એવો વિચારજ અસ્થાને છે હું શાયર છું,કાયર નહી મીરાં,એક વાત તું સાફ સમજીલે,કે "ધારેલું ન મળવું,મળતું ન ગમવું અને ગમતું ન ટકવું એ ઈશ્વરીય શતરંજની ખેલનો એક ભાગ છે ભાવિના ગર્ભમાં શું છુપાયું  છે, તે આજસુધી કોઈ જાણી શક્યું નથી.
એમ પણ બની શકે કે હું અલ્પાયુષી હોઉં,અને મારા  ભાગ્યમાં યુવાનીમાં મૃત્યુ લખાયેલું  હોય,પણ સાથોસાથ તારા ભાગ્યમાં કસમયનું વૈધવ્ય ન લખાયેલું હોય એવાસંજોગોમાં ઈશ્વર ભસ્માંગ જેવાપ્યાદાને જન્માવે છે. ઈશ્વર ઉપર શ્રદ્ધારાખ જે બને છે તેમાં ઈશ્વરનો જરૂર કોઈ સંકેત હશે આપણો પ્રેમ અણીશુદ્ધ,અને અગાધ છે
તે સાચું પણ વડીલોની આમન્યા,અને તેની ખુશીપાસે તે અવશ્ય વામણો છે,વડીલોની  દુઆ,અને તેમની ક્દુઆ ની અસર જિંદગીભર મેહસૂસ થયા વિના નથી રહેતી આપણો પ્રેમ અમર છે,અને અમર રહેશે
At Some stage,You have to realize,that Some people,can Stay in your HEART,but not in your LIFE.
આમ મીરાને આશ્વાશન આપી ધીરજથી ઈશ્વરીય ન્યાયને સ્વીકારવાની સલાહ આપી ભગ્ન હૃદયે,નિસ્તેજ વદને,અને ભાંગેલ પગે શ્યામ વિદાય થયો.
              બીજે દિવસે સવારે મણીરાય ભસ્માંગનાવડીલો સાથે મીરાના લગ્નનું પાકું કરી પાછા ફર્યા
ઘડિયા લગ્ન લેવાયા એક મંગલ દિવસે મહુર્ત નક્કી થયું,અને સગા-સંબધીઓની હાજરી વચ્ચે  લગ્ન ગોઠવાયા નિશ્ચિત દિવસે જાન આવી સવારે ચાંદલા અને સાંજે લગ્ન થઇ પણ ગયા.
સિનેમાના પરદા ઉપર જેમ પ્રેમથી લગ્ન સુધીની ઘટના ત્રણ કલાકમાં આટોપાય,તેટલી ત્વરાથી ગૌધુલીક સમયે ભસ્માંગ અને મીરાએ પતિ-પત્નિ રૂપે એકબીજાને વરમાળાપહેરાવી ફટાકડા ,અને આતશબાજીથી,વાતાવરણ ગાજી ઉઠ્યું
મીરાએ પતિ-પત્નિ રૂપે એકબીજાને વરમાળાપહેરાવી
લગ્નમંડપમાં મંગલ ગીતો ગવાઈરહયાં હતા 
વર-કન્યા સપ્તપદીના સાત ફેરા ફરીચુક્યા હતા
સૂર્ય અસ્તાચળ તરફ ગતિમાન થઇ રહ્યો હતો
જાનની વિદાય આરંભાણી લગ્નનીવાડીને દરવાજે નવપરણિત યુગલ આવી ઉભું હતું
વિદાયના મંત્રોચ્ચાર ઉચ્ચારાતા હતા એવામાં એજ રસ્તેથી કોલેજેથી  ક્રિકેટ રમીને પાછા ફરતા વાડી સામેની ફૂટપાથ ઉપરથી પસાર થતા ઘનશ્યામેં મીરાની વિદાયનું આખરીદૃશ્ય જોયું
તે ઘડીભર થંભી ગયો,મીરાંની તેની સામે નજર પડી ચાર આંખ મળી અને આંસુથી ડબાડબ ભરાયેલી આંખો સાથે ડૂસકું ન ભરાય જાય એ રીતે મોઢા પાસે રૂમાલ દબાવી મીરાંએ મોઢું ફેરવી લીધું
અને...ગાડીમાં યુગલ રવાના થઇગયું ,
હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે, ગાડીનું પૈડું સિંચાયું,અને,ગાડીમાં યુગલ રવાના થઇગયું , 
ગાડી દેખાતી બંધ થઇ ત્યાં સુધી,શ્યામ એ જ જગ્યાએ ખોડાઈ રહ્યો પોતાનો પ્રેમ આખરે આજે પરાયો થયો.
પિતા મણીરાયે,પ્રેમના પંથેપાથરેલા કંટકને કારણે પ્રેમની વેદી ઉપર એક વધુ કરૂણ અને ભવ્ય બલિદાન દેવાયું

     , 


(વાર્તાના સુખાંત માટે આ વાર્તાનો બીજોભાગ વાંચવો જરૂરી)

સ્વલિખિત "મોગરાની મહેલ" માંથી     

                                                               

Tuesday, 5 January 2016

સરસ્વતિનો ખરીદદાર

"આ ઘરના પગથીયા ચડવાની તારી હિમત કેમ ચાલી? તું તારી ઔકાત તો જો,
તું શું મને ખરીદવાઆવ્યો છે? યાદરાખ કે તું શિક્ષકને નહી,પણ સરસ્વતિને ખરીદવા નીકળ્યો છો,તું એમ સમજે છે કે તારા બુટચંપલની જેમ વિદ્યા વહેચાયપણ છે,અને ખરીદી પણ શકાય છે ?હું શિક્ષક છું સોદાગર નથી.ગેટ આઉટ,આજ પછીથી આ ઘરના પગથીયા બીજીવાર ન ચડીશ તને એમ હશે કે "માસ્તરનું મોઢું વળી કેવડું ?" તેમ માનીને 200/ રૂપિયા લઈને તું દોડી આવ્યો, તો તું સમજી લે કે આવી કદાપી,તું 200 નોટ વધુ પણ લાવ્યો હોત,તોપણ તને આજ જવાબ મળત,તું કોના કહેવાથી અહીં આવ્યો છે ?પોતાનું મોરલ વહેંચીને બીજાનું મોરલ ખરીદવા નીકળ્યો છે ?" ગેટ લોસ્ટ
          બેઠકના ખંડમાંથી સિંહગર્જના સાંભળતાજ સગડી ઉપર દાળને વઘાર કરવા મુકેલી તપેલી સગડીએ થી ઉતારી બેબાકળી મા રસોડામાંથી બહાર ધસી આવી. હું પણ ઉપરના માળે મારા અભ્યાસખંડમાંથી અભ્યાસ છોડી 19 પગથીયાની સીડી ત્રણ ટપ્પે ટપીને શ્વાસભેર નીચે દોડી આવ્યો
સામાન્ય સંજોગોમાં અમે પિતાજીને આટલા ગુસ્સે થતા કદી જોયા નથી,તેનીઆંખમાંથી અગ્નિ વરસતો હતો ગુસ્સા,અને આવેશમાં ધ્રુજતા હતા.
બેઠક ખંડ પાછળની દીવાલના ભાગે બે બારીઓ હતી,જે ઘરની વિશાળ ઓસરીમાંપડતી હતી તે બંધ બારીની તિરાડમાંથી હું અને મારી મા  બેઠક રૂમની ઘટનાનું અવલોકન કરતા હતા. ખંડમાં તો શું પણ તે બાજુ ફરકવાનીપણ હિમત મારામાં તો ઠીક પણ મારી મા ના માં પણ ન હોતી  
ખંડના હિંચકે ઝુલતા પિતાજીની સામેની ખુરશી ઉપર એક ઉજળા વાનનો નબળા બાંધાનો ત્રીસ-પાંત્રીસ વર્ષનો યુવાન હાથ જોડી દયામણા મોઢાથી કરગરતો હતો તેના જોડેલા હાથમાંથી રૂપિયા,100/ ની બે ચલણી નોટ ડોકાતી હતી.
યુવાને કરગરતા કહ્યું "સાહેબ,મારા બાપુજીના કહેવાથી હું અહીં આવ્યો છું,બાપ તરીકે તેને દીકરીની ચિંતા રહે તે સ્વાભાવિક છે. થોડી દયા કરો છોકરીના ભવિષ્યનો સવાલ છે, તે તમને દુવા દેશે "
પિતાજીએ  એટલાજ ગુસ્સાથી જવાબ આપ્યો,"તારી વાતસાથે હું સહમત થાઉં છું,કે બાપને દીકરીના
ભવિષ્યની ચિંતા જરૂર થાય,પણ તારા બાપુજીને કહેજે કે તે ચિંતા કરવામાટે ઘણા મોડા છે,દીકરીનો અભ્યાસ શરુ થાય ત્યારથી ચિંતાકરાય,પરીક્ષામાં નાપાસ થાય,ત્યારે ચિંતા કરવી નક્કામી છે.
વાત રહી દુવાની તો મારે તમારી દુવાની જરૂર નથી.તમારી દુવા કરતા મારા અંતરઆત્માને છેતર્યાનું પાપ અનેક ગણું મોટું છે,ગુસ્સાથી ધ્રુજતા પિતાજીએ ચપટી વગાડતા કહ્યું  "તું ચાલતી જ પકડ અને ખબરદાર છે જો ફરી આ કામ માટે અહીં આવ્યો છે તો "
યુવાન હાથમાં રહેલી ચલણીનોટ ખિસ્સામાંમુકતા ઉભો થઈ ચાલવા માંડ્યો
વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો.પાંચ-સાત મિનીટ સુધીતો ખંડની દીવાલમાંથી ક્રોધના ધોધ પડઘાતા રહ્યા,ઘર સુમસામ બન્યું
થોડીવારે મા પાણીનો ગ્લાસ લઈને પિતાજીને આપવા ગઈ,ત્યારે કુતુહલવશ પૂછ્યું,
" શું હતું ? કોણ હતા તે ભાઈ,? આટલા ગુસ્સે થવાનું કારણ શું ?
પાણી પીધા પછી સ્વસ્થ થતા પિતાજીએ બધી વાત માંડી ને કરી
 *******
1955-56 ની આ વાત છે.
પિતાજી જૂનાગઢની ગર્લ્સ હાઇસ્કુલમાં વાઈસ પ્રિન્સીપાલ,અને ધોરણ અગ્યાર (S.S.C.)ના,વર્ગ શિક્ષક, ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃતના વિષય શિક્ષક હતા.
તે સમયે 10+2,ની અભ્યાસ પદ્ધતિ નહોતી,ધોરણ,11,તે મેટ્રિક(S.S.C.)ગણાતું હતું,અને તેની પરીક્ષા S.S.C. બોર્ડ પુના દ્વારા લેવાતી,
આ ઉપરાંત બોર્ડનો એક નિયમ એવો પણ હતો કે,બોર્ડના પરિણામની ગુણવત્તા ઉપર માઠી અસર ન પડે તે માટે સ્થાનિક શાળા દ્વારા લેવાતી છ માસિકપરીક્ષા,Preliminary Examination માં દરેક વિદ્યાર્થીએ પાસ થવું ફરીજીયાત હતું,જે વિદ્યાર્થી તેમાં અનઉત્તીર્ણ થાય તેને S.S.Cની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવાદેવામાં ન આવતું,અને તે રીતે તે બોર્ડની પરીક્ષામાટે ગેરલાયક ઠરતા .
******
જૂનાગઢમાં માંગનાથની કમાનની બરોબર સામે એક મોચીની દુકાન હતી,(મને ખાસ યાદનથી,પણ કદાચ તે દુકાનનું નામ "નવયુગ શૂ માર્ટ"હતું,(?) ) તે દુકાનદારની પુત્રી S.S.C.ની પરીક્ષાની ઉમેદવાર હતી.
પ્રીલીમીનરી પરીક્ષામાં અંગ્રેજીનું પેપર નબળું ગયું હોય,તે પાસ થઇ શકે તેમ નહોતી,જો તે પાસ ન થાય, તો બોર્ડની પરીક્ષામાં પણ બેસી ન શકે,તેથી તેનો ભાઈ પિતાજી પાસે રૂબરૂ મળવાઆવ્યો હતો,અને તેની બહેનના પેપરમાં ખૂટતા પાસીંગ માર્ક્સ મુકી દેવાની વિનંતી સાથે રૂપિયા 200/, "સુખડી" રૂપે આપવા પણ લાવ્યો હતો અને ઓફર પણ આપીચુક્યો હતો.
તે ભાઈએ પિતાજીને કહ્યું કે "મારી બહેન આ વર્ષે જો બોર્ડની પરીક્ષાઆપે તો તે પાસ નથીજ થવાની તેની અમને પણ ખાત્રી છે,પરંતુ, છ મહિના પછી કે વર્ષપછી ઘેર બેસીને રીપીટર તરીકે શાળા ભર્યા વિના પરીક્ષા આપી શકે તે ઉપરાંત હવે તે ઉમરલાયક થઇ છે, જો તેની સગાઈ નક્કી કરીએ તો સમાપક્ષને,"10ચોપડી પાસ છે" તેમ કહેવાનેબદલે "નોન મેટ્રિક છે,અને મેટ્રિકની પરીક્ષા ઘેર તૈયારી કરીને આપશે તેમ કહી શકાય અમારી જ્ઞાતિમાં કન્યાઓ મેટ્રિક કે નોન મેટ્રિક હોય તે ઘણું ગણાય છે" (તે સમયે "નોન-મેટ્રિક"પણ એક લાયકાત -Qualification,ગણાતું )પરંતુ અનુશાશનના ચુસ્ત આગ્રહી,તથા સિદ્ધાંતસાથે કદી સમજુતી ન કરનાર પિતાજીએ તે,ઓફર ન સ્વીકારતા તેને ઉધડો લઇ રવાના કરી દીધો
       માસિક રૂપિયા300/ ના પગારદાર શિક્ષકે ઘેર બેઠા,મહેનત વિના મળતા રૂપિયા 200/ ને ઠોકર મારી,
બીજા શબ્દોમાં કહીએ તો,ત્રીસદિવસ સાત,સાત કલાક,ગળું ફાડીને, ભણાવ્યાના વેતનરૂપે મળતા,માસિક રૂપિયા 300/ નાપગારદારે ઘેર હિંડોળે ઝુલતા,મહેનત વિના,અન્યને ઉપકૃતકરી,ખુશ રાખીને,પાંચ મીનીટમાં મળતો,વીસ દિવસનો પગાર જતો કર્યો
આજે જયારે વર્તમાન પત્રોમાંવાંચુંછું કે"રૂપિયા,એક લાખ,પિચોતેર હજારના માસિક પગારદાર,કોલેજની આચાર્યા રૂપિયા 2500/ ની લાંચ લેતા જડ્પાયા" ત્યારે એક ત્રીરાશી મારા મગજમાં ઉકેલાતી નથી કે,જો રૂપિયા1,75,000/ કમાતા અધિકારીને પરિવારનું પેટપાળતા,રૂપિયા2500/ની ભુખ રહેતી હોય,તો,માસિક રૂપિયા300/ કમાતા સામાન્ય શિક્ષકનું,અને તેનાપરિવારનું પેટ કેમ ભરેલું રહેતું હશે ? ટૂંકા પગારમાં વસ્તારીપરિવારનું પેટ પાળતા,પણ તેને આટલો સંતોષ કઈરીતે હોતો  હશે ?
      એ સિદ્ધાંતવાદી પિતાએ,પોતાના સ્વર્ગવાસ પછી,અમને ત્રણેય ભાઈઓને ભૌતિક વારસારૂપે,રૂપિયા,
શેર્સ-સર્ટીફીકેટસ,ફિક્સ ડીપોઝીટ,કે સોના-ચાંદીની લગડી તો નથી જ આપ્યા,પણ, હા,એટલુ તો ચોક્કસ કે ક્યારેય વટાવી,ન શકાય,કે વાપરતા ખૂટે નહીતેવી,ઈમાનદારી,પ્રમાણિકતા,અને નીતિમત્તાતો જરૂર આપ્યા
      ક્યારેક ફિલ્મ"દિવાર"નું એ દૃશ્ય તાજું થાય છે,જયારે નિવૃત,ગરીબ પ્રાથમિક શિક્ષક(હંગલ)ને ઘેર રોટલીનું પેકેટ લઈને ઇન્સ્પેકટર (શશીકપૂર)જાય છે,અને શિક્ષકના,આદર્શ અને નૈતિક મુલ્યોવાળા સંવાદ સાંભળ્યાને અંતે,ઇન્સ્પેકટર,દરિદ્ર શિક્ષકના ચરણસ્પર્શ કરતાકહેછે કે,:
" ऐसी शिक्षा,शायद  किसी टीचरके घर से ही मिल शकती है  !"
બિલકુલ સાચું છે, શિક્ષક એ જીવંત વિશ્વવિદ્યાલય છે .
                      ******************
26,જાન્યુ,1963,ના દિને રાજકોટની પી.ડી,માલવિયા કોમર્સ કોલેજના વાર્ષિકોત્સવ નિમિત્તે પિતાજીને કાર્યક્રમમાં,તથા ભોજનસમારંભના અતિથિવિશેષ તરીકે,ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ જુનાગઢ આવ્યું
પિતાજીએ તે સહર્ષ સ્વીકાર્યું,જુનાગઢના એક નિવૃત,મધ્યમવર્ગીય,માધ્યમિકશિક્ષકને,રાજકોટની વાણિજ્યની અનુસ્નાતક કક્ષાનીકોલેજનાવાર્ષિકોત્સવમાં અતિથીવિશેષતરીકે સ્થાનમળવું તે શું તેનેમાટે ઓછું ગૌરવ હતું ?
(તસ્વીરમાં પિતાજીનીબાજુમાં
 કોમર્સ કોલેજનાપ્રિન્સીપાલ,
 સ્વ,સી,એન,હકાણી,ઉપરાંત વા,પ્રિ,  આર,કે ગાંધી,પીઢકોંગ્રેસી આગેવાન સ્વ,વિનોદભાઈ બુચ,કોલેજના મુખ્ય ટ્રસ્ટી જે,ડી,માલવિયા,તથા અન્ય સ્થાનિક મહાનુભાવો નજરેપડે છે)
   તેવીજ રીતે 1967 માં પોરબંદરની છાયા હાઇસ્કુલમાંથી નિવૃતથતા
પોરબંદરના,એચ,એચ, મહારાજાનટવરસિંહજીના હસ્તે તેમને સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયેલું
ચારિત્ર,પ્રમાણિકતા,અને નીતિમત્તાનીનોંધ સમાજમાં એક યા બીજી રીતે લેવાતીજ હોય છે,જેનો સામાન્ય માણસને ખ્યાલપણ નથી હોતો,તેઓ હમેશા કહેતાકે, Honesty Always Pays  આ તેનું સાક્ષાત ઉદાહરણ