રાત્રીના 12/45 નો સમય છે.
હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં આઠવર્ષની પિંકી પગના પ્લાસ્ટર સાથે પડી છે.આજે પિંકીને તાવ પણ હતો તેથી બાજુમાં ટેબલ ઉપર બેસીને ચાર ચાર દિવસના સતત ઉજાગરાથી થાકેલો આશરે 28 વર્ષનો યુવાન પ્રિતેશ પિંકીને માથા ઉપર બરફ-મીઠાના પોતા મુકતા ઝોલા ખાતો હતો.
સવાર પડ્યું,
પિંકીની માતા પ્રીતિ સવારની ચાહ લઈને દવાખાને પહોંચી,પિંકીને ચાહ પાતા બોલી, " પ્રિતેશ,પ્લીઝ હવે તમે ઘેર જાવ,ચાર ચાર દિવસથી સતત ઉજાગરા વેઠીને તમારી આંખો લાલ થઈને સૂઝી ગઈ છે, તમને આરામની જરૂર છે આવતી કાલથી બે-ત્રણ દિવસ હું દવાખાને રોકાઈશ,એવું હોય તો સાંજે તમે આંટો આવી જજો. થોડી ઊંઘ કરી ફ્રેશ થઈ જાવ "
"મેડમ,એવું તો ચાલ્યા કરે,આવું થોડું રોજ હોય છે? હમણાં મારી ગુડ્ડી સારી થઇ જશે પછી તો આરામ છે જ ને ? નીચી નજરે પ્રિતેશે જવાબ આપ્યો
"એવું નથી, પણ ચાર ચાર દિવસથી તમે ઓફિસમાંથી રજા લઈ, દિવસ રાત અહીં જ બેઠા રહ્યા છો આજે તો જરૂર નોકરી ઉપર પાછા ચડી જાવ " પ્રીતિ બોલી
જવાબમાં યુવકે હળવું સ્મિત વેરતા કહ્યું " હું ઘેર જઇ, સ્નાનાદિ કાર્ય પતાવી અર્ધા જ કલાક માં પાછો આવું છું
ત્યારબાદ તમે ઘેર જવા નીકળો, તમારે પણ ઘરનું કામ,રસોઈ,અને ટયુશન વિગેરે જવાબદારી છે જ ને ? એટલું બોલી યુવક પોતાની બાઈક ઉપર સવાર થઇ ઘરભણી નીકળી પડ્યો
*******
રત્નાકર રેલવેમાં ચીફ ઈન્જીનીયર તરીકે નોકરી કરતો હતો.દશેક વર્ષ પહેલાં એમના લગ્ન જ્ઞાતિની સુશીલ, સંસ્કારી અને શિક્ષિત કન્યા પ્રીતિ સાથે થયા હતા,પ્રીતિ મુંબઈ ની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે M.A.થઇ એજ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરી કરતી હતી લગ્નના બે એક વર્ષે એમને ત્યાં પુત્રીનો જન્મ થતા પોતે નોકરી છોડી ગૃહકાર્ય ઉપરાંત ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતી હતી
ગર્ભશ્રીમંત માં-બાપની એકની એક લાડકી પુત્રી પ્રીતિ, અતિ લાડ-પ્રેમમાં ઉછરેલી હતી તે ઉપરાંત પણ મુંબઈમા જ જન્મી,મોટી થઇ, અને ભણી હોવાથી અત્યન્ત ફોરવર્ડ, અને આધુનિક વિચારસરણી ધરાવતી હતી જયારે રત્નાકર મધ્યમવર્ગના પરિવારમાંથી સ્વ-બળે આગળ આવેલ મહેનતુ, ખંતીલો, અને રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતો યુવક હતો.વિચારભેદને કારણે બન્ને વચ્ચે અવારનવાર મતભેદ ઉભા થતા રહેતા હોવા છતાં એકંદર સુખી જીવન વ્યતીત કરતા હતા.
જાપાનના સહયોગથી ભારતમાં "બુલેટ ટ્રેઈન"નો પ્રોજેક્ટ શરૂ થતા રત્નાકરને એ અંગેની તમામ કામગીરી તથા જવાબદારી રેલવે મંત્રાલય દ્વારા સોપવામાં આવી હતી,તે અંતર્ગત ભારત સરકારે "બુલેટ ટ્રેઈન પ્રોજેક્ટ યોજના" હેઠળ એક માસ માટે જાપાન તાલીમ લેવા મોકલ્યો હતો.અહીં પ્રીતિ તથા એની આઠ વર્ષીય પુત્રી પિંકી રહેતા હતા
એ દરમ્યાન બન્યું એવું કે એકદિવસ પિંકી પોતાની શાળાએથી છૂટી ઘર તરફ આવતી હતી એવામાં શાળાના દરવાજાની બહાર જ રોડ ઉપર કોઈ અજાણી કારની હડફટે ચડી જતાં રસ્તા ઉપર એ ફગોળાઇ અને પટકાઈ પડી,પગે ફ્રેક્ચર થવા ઉપરાંત મૂઢ માર પણ વાગ્યો હતો અચાનક થયેલ અકસ્માતના આઘાતથી પિંકી બેભાન થઇ ગયેલી એજ સમયે શાળા નજીકથી પસાર થતા યુવાન સોફ્ટવેર ઈન્જીનીયર પ્રિતેશ ત્યાંથી પોતાની કારમાં પસાર થતા, તેણે આ દ્રશ્ય જોયું, તુર્તજ પોતાની મોટર ઉભી રાખી પિંકીને બન્ને હાથે વડે ઊંચકીને નજીકના દવાખાને સારવાર માટે લઇ ગયો,
બેભાન પિંકીનું દફ્તર ફફોળતાં એનું ઓળખ પત્ર હાથ લાગ્યું, એમાં દર્શાવેલ ફોન નંબર ઉપર ફોન કરીને પ્રિતેશે પ્રીતિને અકસ્માતની જાણ કરી.પ્રીતિ તુર્તજ દોડીને દવાખાને પહોંચી એ પહેલા પ્રાથમિક સારવાર આપી પિંકીને દાખલ કરી દેવામાં આવી હતી.
પ્રીતિના આવતા પ્રિતેશે બનેલી બધી ઘટના સવિસ્તૃત કહી, અને પોતાનો પરિચય આપ્યો
બસ ત્યારથી પ્રિતેશ ઓફિસમાંથી રજા લઈ, પિંકીની સારવારમાં લાગી ગયો.
એક અજાણી વ્યક્તિ તરીકે માનવતાની રૂએ આટલી મદદ કરવા બદલ પ્રીતિએ પ્રિતેશનો આભાર માન્યો
દિવસો વીતતા ગયા, હવે પિંકીને દવાખાનામાંથી છુટ્ટી પણ મળી ગઈ અને પગનું પ્લાસ્ટર પણ છૂટી જતા ફરી રોજિંદી ઘટમાળમાં બધા ગોઠવાઈ ગયા.
યુવાન પ્રિતેશને નિર્દોષ પિંકી તરફ એક અદભુત લાગણી બધાઈ ગઈ.કોઈ કોઈવાર શાળા પાસેથી પોતાની ઓફિસે જતાં, તે પિન્કીને મળી ચોકલેટ્સ પણ આપતો,
********
જપાન રહેલ રત્નાકરને પણ ચિંતા ન થાય એ રીતે પ્રીતિએ હળવાશથી થોડી માહિતી આપી હતી પણ
જપાનથી પરત ફરતાં જયારે પ્રીતિએ રૂબરૂ બધીજ વિગતવાર વાત નિખાલસતાથી કરી ત્યારે શરૂથી જ શંકાશીલ સ્વભાવના રત્નાકરને અંચબો થયો કે " જે વ્યક્તિ નાત કે જાતનો નથી, સગો કે પડોશી નથી, આંખની પણ કોઈ ઓળખાણ નથી, કે નથી કોઈ દિવસ ભૂતકાળમાં પણ મળ્યા એવી અજાણી વ્યક્તિને આટલી બધી ચિંતા કરી,પોતાની નોકરીમાંથી રજા લઇ,રાત દિવસ ઉજાગરા કરી અને મદદ કરવા પાછળનું કારણ શું હોઈ શકે ? રત્નાકરના દિમાગમાં શઁકાનો સુષુપ્ત કીડો જાગૃત થઇ સળવળ્યો જાત જાતના વિચારો મગજમાં ઘૂમરાવા લાગ્યા,બસ ત્યારથી એ યુવાન પ્રીતિ તરફ શઁકા ની નજરે જોવા લાગ્યો પરંતુ એ સમયે તે ચૂપ રહ્યો,
********
લગભગ એકાદ મહિના પછી
" મમ્મી,મમ્મી,આજે મારો જન્મદિવસ હોય પ્રિતેશ અંકલે મને આ નવું ફ્રોક અપાવ્યું " શાળાએ થી ઘેર આવતા જ ફ્રોકનું બોક્સ મમ્મીના હાથમાં મૂકતાં પિંકી બોલી
"આજે તારો જન્મદિન છે એ અંકલને કેમ ખબર પડી?" પ્રીતિએ આશ્ચર્યસાથે પૂછતાં બોક્સ ખોલી ફ્રોક જોયું
" મમ્મી હું સ્કૂલેથી છૂટી ત્યારે અંકલ દર વખતની જેમ આજે પણ મને ચોકલેટ્સ આપવા આવ્યા હતા, ત્યારે મેં એને કહ્યું કે અંકલ, દરવખત તમે મને ચોકલ્ટસ આપો છો, આજે હું તમને મારા જન્મદિન નીમ્મીતે ચોકલેટ્સ આપું છું" એમ કહીને શાળાના બાળકોને આપતા વધેલી ચોકલેટ્સમાંથી થોડી મેં એમને આપી "
નિર્દોષ પિંકીએ સ્પષ્ટતા કરતા આગળ ચલાવ્યું , " મમ્મી, પછી એ પોતાની કારમાં મને સાથે લઇ જઈને મને ગમતું ફ્રોક બજારમાંથી અપાવ્યું
"વાહ, બેટા ફ્રોક તો એકદમ સરસ છે ડિઝાઇન અને કલર પણ નવીન છે,
નિર્દોષ કિશોરીના શબ્દો, અને પ્રીતિ તરફથી થયેલી પ્રશંશા રત્નાકરના કાને પડ્યા
બસ, રત્નાકર ઘુઘવ્યો, અને પ્રીતિને સંબોધતા કહ્યું
"કોણ છે આ પ્રિતેશ ?શું સબંધ છે તેને આપણા પરિવારથી ?શા માટે આટલો વરસી પડે છે ?એક મહિનો હું બહાર ગયો એમાં પારકી વ્યક્તિ ઘર સુધી પ્રવેશી ગઈ ? આપી દેજે એને કાલે આ ફ્રોક પાછું અને કહેજે કે હવે પછીથી પિંકી કે તારી સાથે કોઈ સબંધ ન રાખે સમાજમાં આવા તકસાધુ ઘણા પડ્યા છે, જે મજબૂરી,લાચારી, કે જરૂરિયાતને સમયે મદદ કરવાના બહાને ઘર સુધી પ્રવેશી જઈ,પરિવારના સુખ-ચેન અને ઈજ્જત-આબરૂના ચીથરા ઉડાડતા હોય છે બસ બહુ થયું હવે આ નાટક બંધ કરો" ગુસ્સાથી લાલ- પીળા થઇ ગયેલ રત્નાકરે પોતાની શઁકાનો ઉભરો ઠાલવ્યો
રત્નાકરના આવા બેજવાબદારી ભર્યા અને બિંદાસ શબ્દો સાંભળી પ્રીતિને હાડોહાડ આઘાત લાગ્યો એ બરાબર સમજી ગઈ કે રત્નાકર પોતાના ચારિત્ર્ય ઉપર શક કરી રહ્યો છે ભૂતકાળમાં પણ જયારે એ કોલેજમાં નોકરી કરતી હતી ત્યારે ફાઇનલ ના વિદ્યાર્થીઓ ઘેર માર્ગદર્શ લેવા આવતા ત્યારે પણ એની શંકાશીલ નજર તેના ઉપર રહેતી હતી અને ઘણીવાર આવી કચ કચ થતી હતી.
પ્રીતિએ મૌન તોડ્યું બોલી " રત્નાકર,તમે તમારી મર્યાદા ચુકી રહ્યા છો, આજે તમારા મગજમાં ઘુસેલા શંકાના ભૂતે તમને ભાન ભુલાવી દીધું છે કે તમે શું બોલી રહ્યા છો,એટલુંજ નહીં પણ હવે તમે મને પણ મારી લક્ષ્મણ રેખા ઓળંગવા મજબુર કરો છો.હું નિષ્પાપ છું તમારી બધી શંકાની હું સ્પષ્ટતા કરી જ દઉં.
લ્યો સાંભળો
" હું પ્રિતેશને ઓળખતી નથી. હા દવાખાને જરૂર મળી છું છતાં આજની તારીખે પ્રિતેશ પણ મારા વિષે કંઈ જાણતો નથી, નથી મારો મોબાઈલ નંબર એની પાસે, કે નથી એનો મારી પાસે, એટલુંજ નહીં પણ દવાખાનેથી પિંકીને રજા મળ્યા પછી, કે દવાખાને હતી એ દરમ્યાન પ્રિતેશ આ ઘરનું પગથિયું કદી ચડ્યો નથી, જયારે પિંકી એને ઘેર આવવાનું કહેતી ત્યારે માત્ર હસતા હસતા એટલુંજ કહેતો કે " બેટા, તારા પપ્પા આવશે ત્યારે જરૂર હું આવીશ"તમને માનવામાં નહીં આવે પણ પ્રિતેશને આજદિન સુધી મારા નામ સુદ્ધાની ખબર નથી એટલે મને મેડમ કહીને નીચી નજરે મારી સાથે વાત કરેછે
તમારી બીજી શંકા:- "એક અજાણી વ્યક્તિ આટલો ભોગ આપીને કેમ વરસી પડે છે ? આવો વિચાર સામાન્ય છે, જે મને પણ પહેલા આવ્યો હતો, પણ જયારે એની પુરી કહાની સાંભળી ત્યારે એના ઋજુ હૃદય, અને નિર્દોષ પ્રેમ ઉપર હું ખુશ થઇ ગઈ તો લ્યો એ પણ સાંભળી લ્યો, આજથી દશવર્ષ પહેલાં 18 વર્ષનો પ્રિતેશ એની 8 વર્ષની નાનીબેન મીતાને હરહમેશ શાળાએ તેડવા મુકવા સાયકલ ઉપર જતો.
એકવાર મીતાના જન્મદિનને દિવસેજ પ્રિતેશની પરીક્ષા હોય એ સ્કૂલે મુકવા ન જઈ શક્યો, અને રસ્તો ઓળંગવા જતા મીતાને અકસ્માત નડ્યો,એ મોટર સાયકલની હડફટે ચડી અને તેજ ક્ષણે બ્રેઈન હેમરેજને કારણે તે ત્યાંજ મૃત્યુ પામી, અકસ્માતના સમાચાર ઘેર મળતાં પ્રિતેશ શાળાએ ગયો ત્યાં શાળાનાદરવાજા પાસે રસ્તા ઉપર મીતાની લાશ એક કલાક સુધી રઝળતી પડી રહી હતી અને દફતરમાંથી ક્લાસના મિત્રોને આપવા માટેની ચોકલેટ્સ વેરાએલી હાલતમાં હતી પિંકીના ચહેરામાં એને એની નાની બહેન દેખાણી, અને માનવતાની રૂએ ચાર ચાર દિવસ સુધી નોકરી ઉપર ન જતા પિંકીની સારવારમાં રોકાયો
પિંકીના ઓપરેશન સમયે જયારે લોહીની જરૂર પડી, ત્યારે પ્રિતેશનું લોહી ગ્રુપ મળતું આવવાને કારણે એકવીશ દિવસમાં તેણે બે વાર લોહી આપ્યું, તમે પૂછો છોને કે,શું સંબધ છે તેને આપણા પરિવાર સાથે ? તો લ્યો આ લોહીનો સબધ છે તમે એ પણ જાણી લ્યો કે,આ એજ પ્રિતેશ છે કે,જેણે પિંકી સાજી થઇને ઘેર ન આવે ત્યાં સુધી ચા ન પીવાની બાધા રાખી હતી દવાખાનામાંથી જયારે પિંકીને રજા આપવામાં આવી,ત્યારે પિંકીનું વજન ત્યાંજ કરાવી લઇ,મૂળીના સૂર્યદેવના મંદિરે પિંકીના વજન જેટલી 14 કિલો સાકર ધરાવી તેણે લીધેલી માનતા/બાધા પુરી કરી હતી
રત્નાકર,તમારો હક્ક મારા શરીર અને સુખાધિકાર પુરતોજ છે. અને એ એકાધિકાર આજીવન રહેશે પણ મારા હ્રદય,કે વિચારો ઉપર તમારો બિલકુલ અધિકાર નથી .
તમે પરિવારનું પેટ પાળો છો એતો તમારી જવાબદારી છે, અને હું ઘર સાચવું છું એ મારી ફરજ છે.આ "જવાબદારી"અને "ફરજ" વચ્ચે ક્યાંય "પ્રેમ' આવતો જ નથી ?"
તમે માનશો ? હું રોજ સવારે ઉઠતા અને રાત્રે સુવા સમયે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે નિસ્વાર્થ ભાવે બીજાની જિંદગી બચાવી નવજીવન આપનાર પ્રિતેશને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એનો નિસ્વાર્થ પરોપકારી સ્વભાવ મારા જીવનનો આદર્શ બની ગયો છે"
વાતાવરણમાં ઉકળાટ વધી ગયો, ગરમીના દિવસો હતા, બેડરૂમમાં ચાલતી ચર્ચા દરમ્યાન એ.સી.અને
પંખો બન્ને ચાલુ હોવા છતાં રત્નાકરને એ.સી.માંથી આગ ફૂંકાતી હોય એવું લાગતું હતું
રાત્રીનો એક વાગ્યો હતો, પ્રીતિ ત્યાંથી ઉઠી પિંકીના બેડરૂમમાં સુવા ચાલી ગઈ.ઘસઘસાટ ઊંઘતી પિંકીના માથા ઉપર હાથ ફેરવતાં,ઓશિકાની આડશમાં ચોધાર આંસુએ રડતા રડતા એની આંખ મીચાઈ ગઈ.
પોતાના બેડરૂમમાં એકલા પડી ગયેલ રત્નાકરની આંખમાંથી અશ્રુધારા છૂટી દશ દશ વર્ષથી સાહચર્ય નીભાવતી ચારિત્ર્યવાન પત્નીને પોતે ઓળખી ન શક્યાનો રંજ એને કોરી ખાવા લાગ્યો ઊંઘવાની ઘણી કોશિશ કરવા છતાં ઊંઘી ન શક્યો,મગજ ઉપર લોહીનું દબાણ વધતું ગયું, હૃદયમાં શૂળ ભોકતા હોય એવી વેદના શરૂ થઇ.દુખાવો વધતો ગયો.રાત આખી પથારીમાં તરફડીયા મારવા લાગ્યો
******
બીજે દિવસે રવિવારની સવાર પડી, પ્રીતિ નિત્યક્ર્મ મુજબ ઉઠીને પોતાની દિનચર્યામાં ગુંથાઈ ગઈ
રોજ સવારે સાત વાગ્યે અચૂક ઉઠી જનાર રત્નાકર આજે સાડાઆઠ સુધી ન ઉઠતા પ્રીતિ તેને ઉઠાડવા એના બેડરૂમમાં ગઈ,અને પથારીનું દૃશ્ય જોઈને આભી થઇ ગઈ
રત્નાકરના નાકમાંથી લોહી નીકળેલું હતું, અને નિશ્ચેતન પડ્યા હતા
તુરતજ નજીકના ડોક્ટરને ફોન કરીને બોલાવતા ડોકટરે કહ્યું કે "લોહીનું દબાણ મગજની નસ ઉપર વધી જતા મગજની નસ ફાટી જઇ ઊંઘમાંજ મૃત્યુ પામ્યા છે"
રત્નાકરના પલંગ નીચે પડેલ એક કાગળ ઉપર પ્રીતિની નજર પડી, ઉપાડ્યો અને વાંચ્યો એમાં લખ્યું હતું
" વ્હાલી પ્રીતિ,
મને માફ કરજે તારા ચારિત્ર્ય ઉપર શંકા કરી હું ઈશ્વરનો તેમજ તારો ગુન્હેગાર બન્યો છું. પ્રિતેશને હું ઓળખી ન શક્યો પ્રિતેશ માનવી નહીં પણ પૃથ્વી ઉપરનો ઈશ્વરનો પડછાયો છે.
મારી એક જ આખરી ઈચ્છા છે. મને ખાત્રી છે કે તું જો એ પુરી કરીશ,તો મારા આત્માને સદગતિ પ્રાપ્ત થશે.
મારા બારમા-તેરમાની વિધિ કર્યા બાદ,પ્રિતેશની સંમતિથી તું પ્રિતેશ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ જજે.તારા અંગત સુખના વિચારે હું આ નથી લખતો, પરંતુ જે પ્રેમ, લાગણી, અને વ્હાલ-વાત્સલ્ય તેણે પિંકીને આપ્યા છે એ જોતાં મને એમ લાગે છે કે મારી ગેરહાજરીમાં પિંકીનું ધ્યાન પ્રિતેશથી વિશેષ કોઈ ન રાખી શકે ખુદ તું પણ નહી.અને તેહિ જ પ્રીતિના ઉજળા ભવિષ્યનો વિચાર કરીને હું આ લખું છું
તમારા બન્નેને હાથે મારા અસ્થિ વિસર્જન ગંગાના પવિત્ર ઘાટે કરવા વિનંતી છે જેથી મારો શંકાશીલ આત્મા શુદ્ધ થાય અને મને સદ્દગતિ મળે.
હું સફળ પ્રેમી તો હતો જ નહીં પણ સફળ પતિ કે પિતા પણ ન બની શક્યો અને અપરણિત હોવા છતાં પણ પ્રિતેશે એક વફાદાર અને જવાબદાર પિતા હોવાની પુરી યોગ્યતાસાબિત કરી આપી છે. મેં કરેલી વાહિયાત શંકા માટે મને પૂરો અફસોસ છે અને એ બદલ હું તારી માફી માંગુ છું. જો બને તો મને માફ કરજે
તમારા બન્નેનું લગ્નજીવન આબાદ નીવડે અને તમારી શીળી છાંય,દેખરેખ અને કાળજી નીચે પિંકી પણ સુખી થાય એવી પ્રભુને મારી પ્રાર્થના છે."
લી.
આ જન્મનો તારો ગુન્હેગાર,
રત્નાકર