Thursday, 17 August 2017

દાળ ઢોકળી.

"ભાઈ તમે તો બહુ સરસ દાળ ઢોકળી બનાવો છો અમને બાઇયું ને પણ આવી બનાવતાં ન આવડે વળી શોખીન પણ કેવા ? માંહ્ય શીંગના શેકેલા બી, શેકેલા તલ, કિસમિસ,અને તજ,લવિંગનો
વઘાર,તમાલપત્રના પાન, ઉપરાંત આદુ, કોથમીર, મરચા,લીમડાથી ધમધમતી દાળઢોકળી આટલા વર્ષોમાં મેં કોઈની ખાધી નથી.મને બહુ ભાવી"
નજીકના શિવમંદિરમાં લગભગ 65 વર્ષીય એકલા વિધવા માજી પૂજારી તરીકે કામ કરે.
રહેવા માટે એક નાની ઓરડી કાઢી આપેલ છે,મંદિરની સાફસૂફી કરે પૂજા-આરતી કરે,અને મંદિરની થતી આવક માજીને મળે.તે સિવાય કોઈ પગાર ન મળતો.
વર્ષોથી બાળ વિધવા ડોશીનો એક માત્ર અપરણિત પુત્ર જબલપુર ખાતે કોઈ કારખાનામાં મજૂરી કામ કરે અને રજા મળે ત્યારે વૃદ્ધ માજીની ભાળ કાઢવા ઘેર આવે.
એક રવિવારે મેં ઘેર દાળઢોકળી બનાવેલી,અને થોડી વધતાં મેં આ એકલપંડા વૃદ્ધ માજીને આપી.
બીજે દિવસે મંદિરે દર્શન કરવા ગયો ત્યારે માજીએ દાળઢોકળીના ઉપરમુજબ વખાણ કર્યા. અને કહ્યું,
" ભાઈ,મને પણ ખાવાનું મન ઘણું થાય પણ તુવેરદાળના ભાવ ભડકે બળે છે,વળી ખોટું શું ?અમને ગરીબને તજ-લવિંગ કે કિસમિસના ભપકા ન પોસાય.વર્ષોથી હું એકલી થઇ ગઇ છું પણ મેં કોઈ દિવસ કોઈ પાસે કંઈ માગ્યું નથી, આ ભોળોનાથ આપે એ ખાવાનું. એકલપંડને જોઈએ કેટલું ?પણ તમારો ભાવ અને લાગણી જોયા પછી તમને કહું છું કે હવે જ્યારે પણ દાળ ઢોકળી બનાવો ત્યારે અચૂક મને નાની બહેન ગણીને મોકલજો"
 માજીની નિખાલસતા મને સ્પર્શી ગઈ.અને ત્યાર પછીથી જ્યારે હું દાળઢોકળી બનાવું ત્યારે અચૂક  જમ્યા પહેલા હું  જાતે જઈને તેને આપી આવતો.
લગભગ એકાદ વર્ષ આ સિલસિલો ચાલુ રહ્યો. તે દરમ્યાન માજી બીમાર પડ્યાં. જબલપુરથી રજા લઈ દીકરો મંદિરની સેવા પૂજા સાચવવા થોડા દિવસ આવ્યો.પછીથી એક પગારદાર પૂજારીને હંગામી ધોરણે રોક્યો.નિત્ય દર્શને જતો હોઉં કોઈ કોઈવાર માજી માટે થોડું ફ્રુટ,કે નાળિયેર સાથે લેતો જાઉં.માજી રાજી થાય, અને અંતર થી આશિષ આપે.બીમારી દરમ્યાન પણ એક વાર કહ્યું,"ભાઈ,તાવને કારણે જીભમાંથી સ્વાદ જતો રહ્યો છે,કઈ ભાવતુ નથી,મને એમ થાય છે કે તમે જો દાળઢોકળી મોકલો તો મને કઈક ભાવે,અને જીભમાં સ્વાદ આવે"
માજીની વાત મને સાચી લાગી,અને મેં કહ્યું "જરૂર. માજી હું આજે બહારગામ જાઉં છું,બે દિવસ પછી આવીશ ત્યારે ચોક્કસ હું તમારા માટે લેતો આવીશ.
બે દિવસ મારે સામાજિક પ્રસંગે  બહારગામ જવાનું થયુ. ત્યાંથી પાછા આવી મને માજીને આપેલું વચન યાદ આવતાં મેં એ જ દિવસે દાળઢોકળી બનાવી
બપોરે બાર વાગ્યે જમવાના સમયે હું તે આપવા માટે મંદિરે ગયો.
મંદિર નજીક પહોંચતા જોયું તો,કેટલાક લોકો ડાઘુના વેશે મંદિર પાસે એકઠા થયેલા,બહાર ફૂટપાથ ઉપર થોડા છાણાં મૂકીને જુવાનિયાઓ  એ સળગાવતા હતા. વધુ નજીક પહોંચતા મેં એકઠા થયેલ લોકો પૈકી કોઈને પૂછયું. ત્યારે જાણવા મળ્યું કે એ વૃદ્ધ વિધવા પુજારણ વહેલી સવારે ફાની દુનિયા છોડી ગઈ છે.
હું અંદર પ્રવેશ્યો.માજીના નશ્વર દેહને પ્રણામ કર્યા,.દાળ ઢોકળી ભરેલું પાત્ર ઘડીભર ત્યાં મૂક્યું.અને મંદિરની બહાર આવી સામી ફૂટપાથે ઉભેલી ગાયને ખવરાવી હું પરત ફર્યો.
 ત્યારથી જ્યારે પણ હું દાળઢોકળી બનાવું છું ત્યારે અચૂક જમ્યા પહેલા ગાયને ખવરાવ્યા પછી જ જમુ છું.
દાળઢોકળી બનાવું ત્યારે ઉકળતી દાળઢોકળીની તપેલીમાં માજીના નિર્દોષ ચહેરાનું પ્રતિબિંબ દેખાતું જાણે લાચારભાવે મને કહેતું હોય કે "ભાઈ હવે જ્યારે પણ દાળ ઢોકળી બનાવો ત્યારે અચૂક મને નાની બહેન ગણીને મોકલજો હો !"
ઈશ્વરને ઘેરથી લેણાં -દેણી,અને ઋણાનુબંધની ચોપાટ કેવી ગોઠવાઈ હોય છે એનો કોઈ અંદેશો માણસ જાતને છેલ્લે સુધી આવતો નથી.
મારી જિંદગીની આ અવિસ્મરણીય યાદગાર પળને જયારે હું યાદ કરુંછું ત્યારે મારી આંખમાંથી અવિરત અશ્રુધારા  વછૂટે છે.

1 comment:

  1. Padmaja Vasavada અન્ન દાનમ્ મહાદાનમ્ | આવા મૂક આશીર્વાદ કદિ એળે ન જાય.
    Rashmi Adeshra
    Very touchy.
    Arjun Dangar ઓહ ..ખુબજ દુઃખદ.તમારાહાથે બનાવેલી દાળઢોકળી ખાવાની એમની ઈચ્છા અધૂરી રહીગઈ.પણ ઈશ્વરે કઈંક જુદાજ પ્રયોજનથી તેને વહેલા બોલાવી લીધાહોઈ એવું પણ બને...હરિ ઈચ્છા બળવાન બીજું શું.આપની સેવાપરાયણતાં વાંઝણી નથી.તે અન્યકોઈ નિરાધાર,નિર્ધન અને જરૂરિયાતમંદને શોધી લેશે...


    Nirixa Pattani
    Majina mook aashirvad malshe

    Jeeta Joshi
    Someday I hv to try,
    Ashvin Vasavada.
    વાહ.. સરસ.
    ·
    Usha Mankad
    Ak niradhar, vrudhh, garib mateni tamari bhavna ane lagnine dhanya chhe....
    Jayman Jikar દિલ સ્પર્શી પોસ્ટ જય હાટકેશ
    Like
    · Reply · 9 hrs
    Remove
    Bhavjit Baxi
    Bhavjit Baxi લાગણી ના તાણાવાણા પણ અજબ રીતે ગુંથાય છે. લેણાદેવી ને ઋણાનુબંધ પણ ભાગ ભજવે. પ્રેરક લાગણી સભર પોષ્ટ.
    Like
    · Reply · 8 hrs
    Remove
    Sharad Bhatt
    Sharad Bhatt Lakho rupiana daan karta aavi nanakdi pan lagnisabhar madad kyay chadhiati Che.
    Like
    · Reply · 8 hrs
    Remove
    Mahesh Baxi
    Mahesh Baxi Well sad !
    Like
    · Reply · 7 hrs
    Remove
    Bankim Nanavati
    Bankim Nanavati ખુબજ દુઃખદ ઘટના છે. મારી સાથે પણ આવા બનાવો બન્યા છે જે જિંદગીમાં યાદ રહી જાય છે.
    Like
    · Reply ·

    Naresh Vasavada
    KhArekhar. Tamarind lagni joine tamRi prasansha mate koi shabdno bathing dhnya chhe Tanner and kadach lender pan Kathi shakay

    Sharad Bhatt
    Mota mandiroma daan aapva kàrta apni ajubajuma j aava sadharan pan Khandan sanskari lokone madad karvi Vadhu uchit Che.

    ReplyDelete