Arjun Dangar @ Vyomesh Jhala:- "મેં જે કોઈને પુસ્તક આપ્યું છે એ સર્વે લોકોએ ભરપેટ વખાણ કર્યા છે ,
મારા સંતાનોને મેં ફરજ નહોતી પાડી છતાં એ લોકોએ એફ.બી.માં થતી પ્રશંસાથી
પ્રેરાયને પુસ્તક વાંચ્યું તેઓને પણ ખૂબ ગમ્યું ...ગઈ કાલે ડ્રોઈંગરૂમના
ટીપોઈ ઉપર પુસ્તક નજરે ના ચડતા બધાએ પૂછી લીધું કે "મોગરાની મહેક"ક્યાં
ગઈ...!!!
આવો આત્મીયભાવ કંઈ એમજ તો નહીં ઉદ્દભવ્યો હોઈ ..??? "
મોગરાની મહેક વાંચ્યા પછી મારા મનની વાત...વસુભાભીની જેમ દરેક
નારી શક્તિ છે, જો સ્ત્રી ઘર પ્રત્યેની જવાબદારીને જ પોતાનો આનંદ ગણી લે તો
મારા વ્યોમેશભાઈ જેવો પ્રેમ દરેક નારીને તેમના પતી પાસેથી મળે.(અપવાદ
પુરુષને બાદ કરતા) બરોબર ને...?મારા અંગત અનુભવ પ્રમાણે પતી-પત્નીના સબંધો ભૌતિક સુવિધા અને પૈસાથી જ વધારે પડતા ટકેલા છે ત્યારે આપના જેવો અસામાન્ય માણસ વ્યક્તિના મહત્વ દ્વારા પ્રેમની વાત સમજાવે ત્યારે ખુબ જ આનંદ મળે છે...
*"હવે મારી પાસે એક પણ કોપી નથી,મારી દીકરી, મોટા ભાઈ,એક મિત્ર બાકી રહી ગયા. મોરબી માં મળે તેવું કૈક ગોઠવો.
અત્રે આપવા માટે ,તમે મોકલાવેલ " મોગરાની મહેક " ની મહેક મેં પણ લીધી અને માણી.એ પુસ્તક પૂરું કર્યા પછી આનન્દ અને અભિનન્દનનો આ પત્ર મેલ કરી રહ્યો છું . જીવનમાં માણેલા , જાણેલા ગમેલા કે અનુભવેલા પ્રસંગોનું અદભુત સંકલન જોવા મળ્યું -આમાંના ઘણા ફેસબુક પર વાંચેલા ,કેટલાક રહી ગયા હશે તે વાંચવા મળ્યા અને તમારા ભાષા પ્રભુત્વનો પરિચય થયો.કેટલાક વાક્યો તો યાદ રહી જાય તેવા જડયા.
દાત "" ધારેલું ન મળવું ,મળતું ન ગમવું ,અને ગમતું ન ટકવું " .અને આવા બીજા અનેક
પ્રથમ લેખ ,મોગરાની મહેક વાંચી ,આ આઠ પાનાં પુરા કરી ,પુસ્તક અને આંખો બંધ કરી ..અને મન ભૂતકાળમાં સરી પડયુ તમારા , ઊછળતા યૌવનની એ કરુણ કથાનું પ્રતિબીંબ તેના દેખાયું - યાદ આવ્યું આપણા લગ્ન સાથેજ થયા હતા...સૌ જ્યોતિ
(અમારે માટે જન્મ।, વસાવડા ખડકીની દીકરી) ના નિધનથી અમો પણ સ્તબ્ધ થઇ ગયા હતા -તમારી વ્યથા સમજી શકાય તેમ છે ,અને તેનું પ્રતિબીંબ આ પુસ્તકમાં પણ દેખાય છે -મોખરાની મહેક રૂપે તમે સુંદર શ્રદ્ધાંજલિ આપી જે સર્વથા યોગ્ય છે.
આ દ્વારા તમે જીવન સંધ્યાને વધારે સોહામણી બનાવી છે.
સૌ.રુચિરાએ પણ આ પુસ્તક વાંચ્યું. તેમણે પણ અભિનંદન પાઠવ્યા છે.
મહેશકાંત વસાવડા ની યાદ Monroe : NJ
USA
મોગરાની મહેક ..જે અત્રે હાલમાં વાંચ્યું જીવનમાં માણેલા ,જાણેલા ,ગમેલા,કે અનુભવેલા પ્રસંગો નું અનેરું સંકલન જોવા મળ્યું -ઘણા ખરા અત્રે વાંચેલા, તો કેટલાક નવા પણ વાંચવા મળ્યા ,અને તેમના ભાષા પરના પ્રભુત્વનો પરિચય થયો......જીવનમાં સદાય સૌએ યાદ રાખવા જેવા વાક્યો જડયા દા.ત...."જીવનમાં ધારેલું ન મળવું ,મળવું ન ગમવું ,અને ગમતું ન ટકવું " ...આવા ..ડાયરીમાં નોંધી રાખવા જેવા અનેક વાક્યો અત્રે જોયા છે. આપણા વડીલો કેવા કર્તવ્ય પરાયણ હતા ,તે તેમના કુટુંબના પ્રસંગોમાં થી જાણી શકાયું છે. જૈનની મીલમાં જીંદગી આખી નોકરી કરી પણ જૈન વિષેની અનેક વિગત મને આ પુસ્તકમાંથી પ્રાપ્ત થઇ.
તેમના દાંપત્ય જીવનનો દશ વર્ષ માંજ અંત આવ્યો .એમના જીવનની કરુંણ કથામાંથી પણ કેટલીક વાર્તાના બીજ મળ્યા જણાય છે તેઓએ ,સ્વ.પત્ની જ્યોતિને, મોગરાની મહેક રૂપે આ પુસ્તક અર્પણ કરી , જીવન સંધ્યાને વધારે સોહામણી બનાવી છે . આ પુસ્તક દ્વારા ,માત્ર મોગરાની મહેકનો જ નહિ ,પણ જૂઈ, ચમેલી રાતરાણી ,પારિજાત તથા ગુલાબની સુગંધનો પણ અહેસાસ તેમણે કરાવ્યો તે માટે , ભાઈ વ્યોમેશ ને અભિનંદન સહ શુભેચ્છા
* (ફોન ઉપર એક હળવા ડુસકા સાથેનો અવાજ)
હું મધુ બોલું છું.
"વ્યોમેશભાઈ, હું અત્યારે મોગરાની મહેક વાંચું છું. પહેલીજ વાર્તા હજુ પુરી કરી,અને હું રડી પડી
તમે આવું શુ કામ લખો છો કે જે અમે જીરવી ન શકીએ ?આ ઉંમરે અમારા હૃદય નબળા પડી ગયા હોય છે.થોડો એ તો વિચાર કરો ?
જો આ પુસ્તકમાં બીજી વાર્તાઓ.પણ આવીજ હશે.તો માફ કરજો હું આ પુસ્તક નહિ વાંચી શકું"
સાંજે લગભગ છ-સાડા છ વાગ્યે રસોડામાં તુવેર દાળનો વઘાર કરતો હતો અને ફોનની રિંગ વાગતા ફોન ઉપાડયો, અને ફરિયાદ સાંભળી.
જૂનાગઢની હવેલી ગલ્લીમાં નવાબી કાળથી પ્રખ્યાત દુકાન "કેશવ કંગન સ્ટોર"ના માલિક શ્રી રમેશભાઈ રૂપારેલીઆના પત્ની મધુબહેન બોલતા હતા.
ફોનમાં થોડું ડિસ્ટર્બન્સ આવતું હોય મેં પૂછ્યું.
"આપ ક્યાંથી બોલો છો ?"
"અમે તમારા ભાઈની તબિયતના રૂટિન ચેક-અપ માટે અમદાવાદ ગયા હતા અને હાલ અમારી કારમાં જ જૂનાગઢ પાછા ફરીએ છીએ.'
શ્રીમતી વૈદ્ય , હૈદ્રાબાદ "વ્યોમેશભાઈ,તમારી મોગરાની મહેક અમને શ્રી ખન્જનભાઈ તરફથી ભેટ સ્વરૂપે મળી, હાલ વાંચું જ છું પણ તેની કવર સ્ટોરી "મોગરાની મહેક " વાંચ્યા પછી તમને ફોન કરું છું કે શું આ વાસ્તવિક ઘટના છે ? આપણા સમાજમાં કે તમારા કોઈ મિત્રવર્તુળમાં બનેલો પ્રસંગ છે ? કે તમારી કપોલ કલ્પિત રજુઆત છે ? ખરેખર મારી આંખ ભીની થઇ ગઈ,
લગભગ મોટાભાગની વાર્તાઓ મેં વાંચી પણ ખરેખર સરળ, અને પ્રવાહી ભાષા એ આ પુસ્તકનું મુખ્ય લક્ષણ છે મને આ પુસ્તક ખરેખર ગમ્યું "
Mrs. Swati Kikani Jhala, from Hyderabad Writes for "Mograni Mahek"
"Vyomeshbhai pranam.
Thanks for the copy of mogra ni Mahek. Thoroughly enjoyed reading each and every story. The use of words is perfect and depiction of characters is so perfect that one feels you are actually a part of the event.I read how it has reached far and wide.wishing great success."
* " આયુષ્યના મોટાભાગના વર્ષો જેણે આંકડાની ઈંદ્રજાળમાં,લોન દઈ, અને વસુલાત કરવામાં, જમા-ઉધાર કરીને વ્યાજ ગણવામાં કાઢ્યા હોય એવા બેંક કર્મચારી પાસેથી માંજેલી કલમથી લખાયેલ વાતો,અને સ્વાનુભવની કથનીની અપેક્ષા ન હોય, ખરેખર તમે "મોગરાની મહેક"ના તમારા લખાણમાં મગજ નહિ પણ હૃદય નિચોવ્યું દેખાય છે"
"આખરી ખત"વાર્તાએ મારી આંખમાં પાણી લાવી દીધાં તો " જૈનો વિશે કેટલુંક જાણવા જેવું" વાંચ્યા બાદ ખરેખર જૈનોની શબ્દાવલી, અને ધર્મ કર્મ વિશે આ ઉંમરે મને ઘણું નવું જાણવા મળ્યું."વૃદ્ધ વિધુરનું નસિંહતનામું" માં તોળી તોળીને વપરાયેલા શબ્દોથી વાસ્તવિકતાનું દર્શન કરાવ્યું છે "
આ શબ્દો છે ઇતિહાસવિદ, ૭૭ વર્ષીય પીઢ અને વડોદરાના પ્રખ્યાત ચિંતનાત્મક લેખક મુ.મહેશકાન્તભાઈ કચ્છીના.કે જેમણે નાગર જ્ઞાતિના ઇતિહાસ નામના દળદાર ગ્રન્થ ઉપરાંત કચ્છી,ઝાલા,અને નાણાવટી,અટકની વંશાવળી લખી છે અને ડૉ.રાધાકૃષ્ણન લિખિત ભગવત ગીતા પુસ્તક આધારિત સંશોધનાત્મક પુસ્તક "માનવ ધર્મનું બંધારણ" હાલમાં છપાઈ રહ્યું છે.
આજે સાંજે ૪.૧૫.મિનિટે શ્રી કચ્છી સાહેબનો ફોન આવતા તેણે એમ પણ ઉમેર્યું કે "મારે બે પુત્રો છે,તેથી મેં બે પુસ્તકો ખરીદ્યા છે.હું તેઓને આપીશ.જો તેઓ વાંચશે તો ભવિષ્યની કોઈ પણ માનસિક મુશ્કેલીનો "મોગરાની મહેક"માંથી માર્ગદર્શક ઉકેલ મળે એવો સઁદેશ મળી રહેશે.
* ન માની શકાય એવો ચમત્કાર સર્જ્યો "મોગરાની મહેકે..."
11 જૂને,2017.
(સમય:-સવારના ૮.૧૦ મિનિટ)
"હલ્લો વ્યોમેશભાઈ બોલે છે ?
"જી, બોલું છું"
સર,ગઈ કાલે બપોરે અમારા એક સ્નેહીએ આપની લખેલી બુક મોગરાની મહેક મને વાંચવા આપી.એકજ બેઠકે આખું પુસ્તક વાંચી ગઈ.
ખરેખર મજા પડી."રૂમાલ" "ટાલ" "વૈકુંઠ દર્શન" કે "અસત્યમેવ જયતે" જેવી હળવી શૈલીની વાત જો ન લખી હોત, તો આખું પુસ્તક કરુણ વાર્તાઓથી ભરાઈ જાત."
" જી આપના ફીડબેક બદલ આભાર.માફ કરજો પણ આપ ક્યાંથી અને કોણ બોલો છો ?
"હું અહીં અલકાપુરીથી શ્રીમતી... ........ બોલું છું
આપની "પપ્પાના લગ્ન નું નિમંત્રણ"અને "સિક્કાની બીજી બાજુ" એ આખી રાત મને વિચાર કરતી કરી મૂકી.
વાત એમ છે કે હું બેંક ઓફ.......ની,,,,,,,, શાખા માંથી મેનેજર પદથી નિવૃત થઈ છું.મારા પતિ સરકારી ખાતામાં કલાસ વન અધિકારી તરોકે નોકરી કરતા હતા. પરંતુ લગભગ ૧૪વર્ષ પહેલાં એમનું હાર્ટઅટેક (C.C.F)થી અવસાન થયેલું. મારી બન્ને પરણિત પુત્રીઓ અમેરિકા ખાતે સેટલ થયેલ છે.હું અહીં એકલીજ રહું છું. મારી પુત્રીઓ અને જમાઈ વર્ષો થી મને પુનઃ લગ્ન માટે સમજાવે છે જેને માટે હું ખુશી નથી.
પરંતુ આપના "પપ્પાના લગ્ન નું નિમંત્રણ",અને "સિક્કાની બીજી બાજુ" વાંચ્યા પછી પાછલી અવસ્થાની કરુણતા,અને પરાધીનતાના વિચારે મારી આંખ ખોલી નાખી મને વિચાર પરિવર્તન કરવા મજબુર કરી છે અને દીકરી-જમાઈ ની વાત સાચી હોય એવું તમારી વાર્તા ઉપરથી મને પ્રતીતિ થઈ છે,આપના પુસ્તકે મારા વિચાર અને જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા બદલ આભાર.
મારે પાંચ પુસ્તકોની જરૂર હોય આપના પુસ્તકમાં આપેલ આપના સરનામેથી હું મેળવી લઈ, રૂબરૂ મળવા ઈચ્છું છું તો આપ મને સમય આપવા વિનંતી"
" મારુ.પુસ્તક તો કદાચ નિમિત્ત માત્ર બન્યું હશે,પણ દરેક વસ્તુ એના નિશ્ચિત સમયે નિશ્ચિત થઇ જ ચુકી હોય છે.આ બધું ઈશ્વર નિર્મિત હોય છે. અલકાપુરી ખાસ્સું દૂર છે,આપ ધક્કો ન ખાશો.આપનું સરનામું મને મોકલી આપશો હું એ પુસ્તકો કુરિયરથી આપને પહોંચતા કરીશ"
"પુસ્તક આપને ગમ્યું જાણી આનદ થયો.
આભાર.God bless you"
આટલું કહી મેં ફોન મુક્યો.
એક અદભુત આનદની લાગણી અનુભવી.
રવિવાર સુધરી ગયો.
ઉપરની તસ્વીરમાં શ્રી અર્જુનભાઈ ડાંગરે પોતે ખીરીદી ને સમાજના ઉમદા સેવાભાવી લોકોને "મોગરાની મહેક " ભેટ આપી છે તેની છે

Urvesh Patel @Vyomesh Jhala

ભાઈ આપે વસુભાભીને આપેલી અમૂલ્ય મોગરાની વેણી દ્વારા અને તેમણે માંગેલા
પુસ્તકરુપી ભેટથી હુ સાચાે પ્રેમ કોને કહેવાય એ પુર્ણરુપ સમજી ગયો છુ...
"તમે કલમથી મોગરાની મહેકતી મીણબત્તી જે પેટાવી છે એ કોઈની ફુક મારવાથી ઓલવાય એમ નથી..."
સત્ય... પ્રેમ... કરુણા...
આપનો ઉર્વેશ
Ramesh Jhalla You may try to imitate style of Gunvantrai Acharya..most engrossing, and covers geographic areas beyond India.
" Arjun Dangar Vyomesh Jhala ji એ બધો કમાલ આપની કલમનો છે મોગરાની મહેક વાંચ્યા પછી મારા મનમાં હરખની હેલી ઉઠી અને મને પ્રેરણા થઈ કે આનો પ્રસાર થવો જોઇએ.."
Bhavi Rawal #મોગરોમહેકયો મચ્છુને કાંઠે.
*"હવે મારી પાસે એક પણ કોપી નથી,મારી દીકરી, મોટા ભાઈ,એક મિત્ર બાકી રહી ગયા. મોરબી માં મળે તેવું કૈક ગોઠવો.
હાલ અત્યારે 3 copy મોકલશો.
આભાર."
#મોગરનીમહેક ના એક ચાહક નો મોરબીથી સંદેશ
પ્રિયભાઈ વ્યોમેશ
અત્રે આપવા માટે ,તમે મોકલાવેલ " મોગરાની મહેક " ની મહેક મેં પણ લીધી અને માણી.એ પુસ્તક પૂરું કર્યા પછી આનન્દ અને અભિનન્દનનો આ પત્ર મેલ કરી રહ્યો છું . જીવનમાં માણેલા , જાણેલા ગમેલા કે અનુભવેલા પ્રસંગોનું અદભુત સંકલન જોવા મળ્યું -આમાંના ઘણા ફેસબુક પર વાંચેલા ,કેટલાક રહી ગયા હશે તે વાંચવા મળ્યા અને તમારા ભાષા પ્રભુત્વનો પરિચય થયો.કેટલાક વાક્યો તો યાદ રહી જાય તેવા જડયા.
દાત "" ધારેલું ન મળવું ,મળતું ન ગમવું ,અને ગમતું ન ટકવું " .અને આવા બીજા અનેક
પ્રથમ લેખ ,મોગરાની મહેક વાંચી ,આ આઠ પાનાં પુરા કરી ,પુસ્તક અને આંખો બંધ કરી ..અને મન ભૂતકાળમાં સરી પડયુ તમારા , ઊછળતા યૌવનની એ કરુણ કથાનું પ્રતિબીંબ તેના દેખાયું - યાદ આવ્યું આપણા લગ્ન સાથેજ થયા હતા...સૌ જ્યોતિ
(અમારે માટે જન્મ।, વસાવડા ખડકીની દીકરી) ના નિધનથી અમો પણ સ્તબ્ધ થઇ ગયા હતા -તમારી વ્યથા સમજી શકાય તેમ છે ,અને તેનું પ્રતિબીંબ આ પુસ્તકમાં પણ દેખાય છે -મોખરાની મહેક રૂપે તમે સુંદર શ્રદ્ધાંજલિ આપી જે સર્વથા યોગ્ય છે.
આ દ્વારા તમે જીવન સંધ્યાને વધારે સોહામણી બનાવી છે.
સૌ.રુચિરાએ પણ આ પુસ્તક વાંચ્યું. તેમણે પણ અભિનંદન પાઠવ્યા છે.
હંસા મહેતા લાઈબ્રેરીના મદદનીશ ગ્રંથપાલ |
મહેશકાંત વસાવડા ની યાદ Monroe : NJ
USA
મોગરાની મહેક ..જે અત્રે હાલમાં વાંચ્યું જીવનમાં માણેલા ,જાણેલા ,ગમેલા,કે અનુભવેલા પ્રસંગો નું અનેરું સંકલન જોવા મળ્યું -ઘણા ખરા અત્રે વાંચેલા, તો કેટલાક નવા પણ વાંચવા મળ્યા ,અને તેમના ભાષા પરના પ્રભુત્વનો પરિચય થયો......જીવનમાં સદાય સૌએ યાદ રાખવા જેવા વાક્યો જડયા દા.ત...."જીવનમાં ધારેલું ન મળવું ,મળવું ન ગમવું ,અને ગમતું ન ટકવું " ...આવા ..ડાયરીમાં નોંધી રાખવા જેવા અનેક વાક્યો અત્રે જોયા છે. આપણા વડીલો કેવા કર્તવ્ય પરાયણ હતા ,તે તેમના કુટુંબના પ્રસંગોમાં થી જાણી શકાયું છે. જૈનની મીલમાં જીંદગી આખી નોકરી કરી પણ જૈન વિષેની અનેક વિગત મને આ પુસ્તકમાંથી પ્રાપ્ત થઇ.
તેમના દાંપત્ય જીવનનો દશ વર્ષ માંજ અંત આવ્યો .એમના જીવનની કરુંણ કથામાંથી પણ કેટલીક વાર્તાના બીજ મળ્યા જણાય છે તેઓએ ,સ્વ.પત્ની જ્યોતિને, મોગરાની મહેક રૂપે આ પુસ્તક અર્પણ કરી , જીવન સંધ્યાને વધારે સોહામણી બનાવી છે . આ પુસ્તક દ્વારા ,માત્ર મોગરાની મહેકનો જ નહિ ,પણ જૂઈ, ચમેલી રાતરાણી ,પારિજાત તથા ગુલાબની સુગંધનો પણ અહેસાસ તેમણે કરાવ્યો તે માટે , ભાઈ વ્યોમેશ ને અભિનંદન સહ શુભેચ્છા
* (ફોન ઉપર એક હળવા ડુસકા સાથેનો અવાજ)
હું મધુ બોલું છું.
"વ્યોમેશભાઈ, હું અત્યારે મોગરાની મહેક વાંચું છું. પહેલીજ વાર્તા હજુ પુરી કરી,અને હું રડી પડી
તમે આવું શુ કામ લખો છો કે જે અમે જીરવી ન શકીએ ?આ ઉંમરે અમારા હૃદય નબળા પડી ગયા હોય છે.થોડો એ તો વિચાર કરો ?
જો આ પુસ્તકમાં બીજી વાર્તાઓ.પણ આવીજ હશે.તો માફ કરજો હું આ પુસ્તક નહિ વાંચી શકું"
સાંજે લગભગ છ-સાડા છ વાગ્યે રસોડામાં તુવેર દાળનો વઘાર કરતો હતો અને ફોનની રિંગ વાગતા ફોન ઉપાડયો, અને ફરિયાદ સાંભળી.
જૂનાગઢની હવેલી ગલ્લીમાં નવાબી કાળથી પ્રખ્યાત દુકાન "કેશવ કંગન સ્ટોર"ના માલિક શ્રી રમેશભાઈ રૂપારેલીઆના પત્ની મધુબહેન બોલતા હતા.
ફોનમાં થોડું ડિસ્ટર્બન્સ આવતું હોય મેં પૂછ્યું.
"આપ ક્યાંથી બોલો છો ?"
"અમે તમારા ભાઈની તબિયતના રૂટિન ચેક-અપ માટે અમદાવાદ ગયા હતા અને હાલ અમારી કારમાં જ જૂનાગઢ પાછા ફરીએ છીએ.'
હું સહેજ હસ્યો,અને કહ્યું" જી બહેન.પણ એ પુસ્તકની બધીજ વાતો એ પ્રકારની
નથી.કે તમે પુસ્તક ન વાંચી શકો,આપ લાગણીશીલ હોવાને કારણે આપના હૃદયને એ
વાર્તા વધુ સ્પર્શી ગઈ.
એ વાર્તા વાસ્તવિક નહિ પણ માત્ર કાલ્પનિક છે.થોડા સ્વસ્થ થયા પછી આગળ વાંચશો.તમને ખરેખર મજા પડશે."હંસા મહેતા લાઈબ્રેરીના ગ્રંથપાલ |
શ્રીમતી વૈદ્ય , હૈદ્રાબાદ "વ્યોમેશભાઈ,તમારી મોગરાની મહેક અમને શ્રી ખન્જનભાઈ તરફથી ભેટ સ્વરૂપે મળી, હાલ વાંચું જ છું પણ તેની કવર સ્ટોરી "મોગરાની મહેક " વાંચ્યા પછી તમને ફોન કરું છું કે શું આ વાસ્તવિક ઘટના છે ? આપણા સમાજમાં કે તમારા કોઈ મિત્રવર્તુળમાં બનેલો પ્રસંગ છે ? કે તમારી કપોલ કલ્પિત રજુઆત છે ? ખરેખર મારી આંખ ભીની થઇ ગઈ,
લગભગ મોટાભાગની વાર્તાઓ મેં વાંચી પણ ખરેખર સરળ, અને પ્રવાહી ભાષા એ આ પુસ્તકનું મુખ્ય લક્ષણ છે મને આ પુસ્તક ખરેખર ગમ્યું "
Mrs. Swati Kikani Jhala, from Hyderabad Writes for "Mograni Mahek"
"Vyomeshbhai pranam.
Thanks for the copy of mogra ni Mahek. Thoroughly enjoyed reading each and every story. The use of words is perfect and depiction of characters is so perfect that one feels you are actually a part of the event.I read how it has reached far and wide.wishing great success."
* " આયુષ્યના મોટાભાગના વર્ષો જેણે આંકડાની ઈંદ્રજાળમાં,લોન દઈ, અને વસુલાત કરવામાં, જમા-ઉધાર કરીને વ્યાજ ગણવામાં કાઢ્યા હોય એવા બેંક કર્મચારી પાસેથી માંજેલી કલમથી લખાયેલ વાતો,અને સ્વાનુભવની કથનીની અપેક્ષા ન હોય, ખરેખર તમે "મોગરાની મહેક"ના તમારા લખાણમાં મગજ નહિ પણ હૃદય નિચોવ્યું દેખાય છે"
"આખરી ખત"વાર્તાએ મારી આંખમાં પાણી લાવી દીધાં તો " જૈનો વિશે કેટલુંક જાણવા જેવું" વાંચ્યા બાદ ખરેખર જૈનોની શબ્દાવલી, અને ધર્મ કર્મ વિશે આ ઉંમરે મને ઘણું નવું જાણવા મળ્યું."વૃદ્ધ વિધુરનું નસિંહતનામું" માં તોળી તોળીને વપરાયેલા શબ્દોથી વાસ્તવિકતાનું દર્શન કરાવ્યું છે "
આ શબ્દો છે ઇતિહાસવિદ, ૭૭ વર્ષીય પીઢ અને વડોદરાના પ્રખ્યાત ચિંતનાત્મક લેખક મુ.મહેશકાન્તભાઈ કચ્છીના.કે જેમણે નાગર જ્ઞાતિના ઇતિહાસ નામના દળદાર ગ્રન્થ ઉપરાંત કચ્છી,ઝાલા,અને નાણાવટી,અટકની વંશાવળી લખી છે અને ડૉ.રાધાકૃષ્ણન લિખિત ભગવત ગીતા પુસ્તક આધારિત સંશોધનાત્મક પુસ્તક "માનવ ધર્મનું બંધારણ" હાલમાં છપાઈ રહ્યું છે.
આજે સાંજે ૪.૧૫.મિનિટે શ્રી કચ્છી સાહેબનો ફોન આવતા તેણે એમ પણ ઉમેર્યું કે "મારે બે પુત્રો છે,તેથી મેં બે પુસ્તકો ખરીદ્યા છે.હું તેઓને આપીશ.જો તેઓ વાંચશે તો ભવિષ્યની કોઈ પણ માનસિક મુશ્કેલીનો "મોગરાની મહેક"માંથી માર્ગદર્શક ઉકેલ મળે એવો સઁદેશ મળી રહેશે.
* ન માની શકાય એવો ચમત્કાર સર્જ્યો "મોગરાની મહેકે..."
11 જૂને,2017.
(સમય:-સવારના ૮.૧૦ મિનિટ)
"હલ્લો વ્યોમેશભાઈ બોલે છે ?
"જી, બોલું છું"
સર,ગઈ કાલે બપોરે અમારા એક સ્નેહીએ આપની લખેલી બુક મોગરાની મહેક મને વાંચવા આપી.એકજ બેઠકે આખું પુસ્તક વાંચી ગઈ.
ખરેખર મજા પડી."રૂમાલ" "ટાલ" "વૈકુંઠ દર્શન" કે "અસત્યમેવ જયતે" જેવી હળવી શૈલીની વાત જો ન લખી હોત, તો આખું પુસ્તક કરુણ વાર્તાઓથી ભરાઈ જાત."
" જી આપના ફીડબેક બદલ આભાર.માફ કરજો પણ આપ ક્યાંથી અને કોણ બોલો છો ?
"હું અહીં અલકાપુરીથી શ્રીમતી... ........ બોલું છું
આપની "પપ્પાના લગ્ન નું નિમંત્રણ"અને "સિક્કાની બીજી બાજુ" એ આખી રાત મને વિચાર કરતી કરી મૂકી.
વાત એમ છે કે હું બેંક ઓફ.......ની,,,,,,,, શાખા માંથી મેનેજર પદથી નિવૃત થઈ છું.મારા પતિ સરકારી ખાતામાં કલાસ વન અધિકારી તરોકે નોકરી કરતા હતા. પરંતુ લગભગ ૧૪વર્ષ પહેલાં એમનું હાર્ટઅટેક (C.C.F)થી અવસાન થયેલું. મારી બન્ને પરણિત પુત્રીઓ અમેરિકા ખાતે સેટલ થયેલ છે.હું અહીં એકલીજ રહું છું. મારી પુત્રીઓ અને જમાઈ વર્ષો થી મને પુનઃ લગ્ન માટે સમજાવે છે જેને માટે હું ખુશી નથી.
પરંતુ આપના "પપ્પાના લગ્ન નું નિમંત્રણ",અને "સિક્કાની બીજી બાજુ" વાંચ્યા પછી પાછલી અવસ્થાની કરુણતા,અને પરાધીનતાના વિચારે મારી આંખ ખોલી નાખી મને વિચાર પરિવર્તન કરવા મજબુર કરી છે અને દીકરી-જમાઈ ની વાત સાચી હોય એવું તમારી વાર્તા ઉપરથી મને પ્રતીતિ થઈ છે,આપના પુસ્તકે મારા વિચાર અને જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા બદલ આભાર.
મારે પાંચ પુસ્તકોની જરૂર હોય આપના પુસ્તકમાં આપેલ આપના સરનામેથી હું મેળવી લઈ, રૂબરૂ મળવા ઈચ્છું છું તો આપ મને સમય આપવા વિનંતી"
" મારુ.પુસ્તક તો કદાચ નિમિત્ત માત્ર બન્યું હશે,પણ દરેક વસ્તુ એના નિશ્ચિત સમયે નિશ્ચિત થઇ જ ચુકી હોય છે.આ બધું ઈશ્વર નિર્મિત હોય છે. અલકાપુરી ખાસ્સું દૂર છે,આપ ધક્કો ન ખાશો.આપનું સરનામું મને મોકલી આપશો હું એ પુસ્તકો કુરિયરથી આપને પહોંચતા કરીશ"
"પુસ્તક આપને ગમ્યું જાણી આનદ થયો.
આભાર.God bless you"
આટલું કહી મેં ફોન મુક્યો.
એક અદભુત આનદની લાગણી અનુભવી.
રવિવાર સુધરી ગયો.
ઉપરની તસ્વીરમાં શ્રી અર્જુનભાઈ ડાંગરે પોતે ખીરીદી ને સમાજના ઉમદા સેવાભાવી લોકોને "મોગરાની મહેક " ભેટ આપી છે તેની છે
રાજેશ કનૈયાલાલ જાની , જૂનાગઢ માહિતી નિયામક તરીકે નોકરી કરતા કલાસ વન ઓફિસર |
No comments:
Post a Comment