" બેટા હવે અમારી ઉંમર થઇ તારે થોડો અમારો પણ વિચાર કરવો જોઈએ. તારે અમેરિકામાં સેટ થયે પણ આજકાલ કરતા છ વર્ષ થઇ ગયા ક્યાં સુધી પારકા પરદેશમાં એકલું રહીને હેરાન થવાનું ? તું જાણે છે કે મને પણ હૃદયરોગના બે હુમલા આવી ગયા છે તારી બન્ને બહેનો અને ભાઈને પરણાવી સ્થિર કરી દીધા હવે માત્ર તારા એકની જ મને જવાબદારી સાથે ચિંતા છે."
અમેરિકામાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે સારી રીતે સ્થિર થઇ ગયેલ અને એકાદ મહિના માટે સ્વદેશ આવેલ જયેશને પિતા રસેન્દુભાઇ દેસાઈ એ લગ્ન માટે સમજાવતા કહ્યું,
" પપ્પા એવી શું ઉતાવળ છે ? " જયેશે જવાબ વાળ્યો
" ભાઈ ઉતાવળ તને નથી પણ મને છે હવે હું કેટલા વરસ ? તને જીવનમાં સ્થિર થયેલ જોઈને જાઉં તો હું શાંતિથી મરું છ એક મહિના પહેલાં તારા મામાને ઘેર લગ્ન પ્રસંગે અમદાવાદ જવાનું થતાં તારા મામાએ ડો. મનોરમભાઇ પંડ્યાની દીકરી મને તારા માટે બતાવી ભલામણ કરી હતી. મનોરમભાઇ યુનિવર્સીટીમાં વાઇસ ચાન્સેલર છે તેની પુત્રી શીલા હાલ M.B.B.S.નો અભ્યાસ કરે છે. છોકરી દેખાવે તો સારી છે જ પણ આપણા રીતરિવાજ,ધર્મ,અને સંસ્કારને વિદેશી ધરતી ઉપર ઉજાળે એવી સુલક્ષણા છે.સીધી સાદી છોકરી જોતા જ મને ગમી ગઈ.થોડી નાજુક અને હીણક છે પણ એતો અભ્યાસની ચિંતા અને ઘરકામના બોજાને કારણે હોય ભણવાનું પૂરું થતા શરીર બંધાઈ જશે. હું એવું વિચારું છું કે તું જયારે અહીં આવ્યો જ છે તો તું એને જોઈ આવ અને ગમે તો તુરત જ સગાઈ કરી લગ્ન કરીને જ તું અહીંથી જા એટલે અમે બન્ને બોજા મુક્ત થઈએ.
" પપ્પા,એમ સાવ ઉતાવળે મને નિર્ણય કરવાનું કહો એ કેમ ચાલે ? જોયા પછી મને પણ વિચાર કરવાનો સમય તો આપવો જ પડેને ? તેમ છતાં તમને પસંદ હોય અને તમારી દૃષ્ટિથી એ યોગ્ય હોય તો મારે
જોવા-જાણવાની પણ ક્યાં જરૂર છે ? તમે કરો એ મને મંજુર છે"
જયેશના જવાબમાં અકળામણ અને લાપરવાહી જોતાં રસેન્દુભાઇએ ગુસ્સામાં કહ્યું "એમ કેમ જવાબ આપે છે પરણવાનું તારે છે કે મારે ? કે પછી ત્યાંજ કોઈ લફરું કરી બેઠો છે ? જો એમ જ હોય તો સાફ સાફ કહી દે જે
પપ્પાના આકરા તેવરથી જયેશ કુણો પડ્યો ફિક્કા અને ખંધા હાસ્ય સાથે જવાબ આપ્યો " ના, એવું કંઈ નથી પપ્પા મેં દેશ છોડ્યો છે ધર્મ કે સંસ્કાર નહીં"
રસેન્દુભાઇએ જવાબ દેતા કહ્યું "Very good,મને તારા તરફથી એજ જવાબની અપેક્ષા હતી.
રસેન્દુભાઇના આગ્રહ અને દબાણને વશ થઇ જયેશે અનિચ્છાએ શીલાને જોઈ આવવાનું વિચાર્યું એક સારો દિવસ જોઈ જયેશ અને તેના માતા-પિતા અમદાવાદ ખાતે મનોરમભાઈને ઘેર પહોંચ્યા
મધ્યમકદ, યુરોપિયન જેવો રૂપાળો અને દેખાવડો, વાંકડિયા વાળ જમણા હાથની ત્રીજી આંગળી ઉપર શુક્રના દશ કેરેટના ચમકતા રિયલ ડાયમંડની સોનાની વીંટી અને દેખાવે શાંત, ગંભીર,અને મિતભાષી જયેશ શીલાને જોતાવેંત જ ગમી ગયો. એકાંત મુલાકાતમાં પરિચય બાદ ઔપચારિક વાતો પછી બન્ને જણાએ પરસ્પર સંમતિ દર્શાવી
બીજે દિવસે રસેન્દુભાઇએ મનોરમભાઈને ફોન કરી હાલ કોર્ટ મારફત સિવિલ મેરેજ કરવાની દરખાસ્ત મૂકતાં સમજાવ્યું કે કોર્ટનું મેરેજ સર્ટિફિકેટ હાથમાં આવી જાય પછી વિઝા, અને P.R.ની કાર્યવાહી શરુ થઇ જાય,દરમ્યાનમાં શીલાનો અભ્યાસ પણ પૂરો થઇ જતાં લગ્ન પછી શીલા વિના વિલંબે અમેરિકા જઈ શકે. રસેન્દુભાઇની વ્યવહારિક વાત ઉપર મનોરમભાઈએ મંજૂરીની મહોર મારતાં સિવિલ મેરેજ માટે નો દિવસ મુકરર થયો અને એ મુજબ વડોદરાની કોર્ટમાં જયેશ અને શીલા લગ્નગ્રંથિથી જોડાયા
*********
પિતાજીની લાગણીશીલ વાતથી અને તેના દબાણને વશ થઇ જયેશે સિવિલ મેરેજ કરી તો લીધા પણ એ મનોમન મુંજાતો હતો આ અચાનક આવી પડેલ બંધનથી એ ખુશ ન હતો.પોતાની અનિચ્છા હોવા છતાં માત્ર ને માત્ર પિતાજીનું મન અને માન રાખવા જયેશે લગ્ન કર્યા હતા અંદરખાને જયેશ દુઃખી અને વ્યથિત હતો એ આ લગ્નથી ખુશ ન હતો.
આ બાજુ શીલા ખુશ હતી. લગ્ન પછી હવે M.B.B.S.થી આગળ ભણવાનો પોતાનો વિચાર પડતો મૂકી વિદેશમાં જયેશ સાથે જ એક આદર્શ ગૃહિણી તરીકે રહેવાના મનોરથ સેવવા લાગી મનોરમભાઈએ પણ શીલાના એ વિચારને સમર્થન આપ્યું
રજા પુરી થતાં જયેશ અમેરિકા જવા રવાના થઇ ગયો.
અમેરિકા પહોંચ્યા પછી શીલા સાથે ન તો કોઈ ટેલીફિનિક વાત કે ન તો પત્રને કારણે શીલા ચિંતિત હતી. શીલાએ એક-બે ટેલિફોન કર્યા પણ પોતે સતત કામમાં વ્યસ્ત છે એવા બહાના હેઠળ જયેશે વાત કરવાનું ટાળ્યું શીલાએ પત્ર પણ લખ્યા તેના જવાબમાં બસ માત્ર પોતાની વ્યસ્તતા અને કાર્યભારણ તથા રૂટિન સિવાય કોઈ પ્રેમ કે લાગણીસભર વાત ન વાંચતા શીલાનું મન નિરાશાથી ઘેરાઈ ગયું શીલાને જુદા જુદા વિચારો અને જાત જાતની શંકા કુશંકા ઘેરીવળ્યા તેમ છતાં એ તરફ વધુ લક્ષ્ય ન આપતાં પોતાના અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું
શીલાની ફાઇનલ M.B.B.S,ની પરીક્ષા પુરી થઇ પરિણામ પણ આવી ગયું અને પ્રથમવર્ગમાં યુનિવર્સીટી પ્રથમ ક્રમે એ પાસ પણ થઇ ગઈ. આ બાજુ જયેશ-શીલાના લગ્નને લગભગ આઠેક મહિના થઇ ગયા હોય અને શીલાનો અભ્યાસ પણ પૂરો થઇ ગયો હોય મનોરમભાઈએ જયેશને પત્ર લખી વિઝા અને P.R,ની કાર્યવાહી ક્યાં પહોંચી એવી પૃચ્છા કરતો પત્ર લખ્યો
લગભગ દશેક દિવસે પત્રના જવાબમાં શીલાના નામ સરનામાં સાથે એક કવર ટપાલમાં આવ્યું
કવર હાથમાં લેતાં જ શીલાની ખુશીનો કોઈ પાર ન રહ્યો તેણે વિચાર્યું કે પપ્પાએ લખેલ પત્રના જવાબમાં તેના વિઝા અને P.R.ને લગતા કાગળો હશે. શીલા પત્ર ખોલ્યા પહેલાજ અમેરિકાના આકાશે ઉડવા લાગી
શીલાએ પત્ર ખોલી વાંચવો શરૂ કર્યો
શીલા,
મુ. પપ્પાનો પત્ર મળ્યો પત્રમાં વિઝા અને P.R. વિશેની વિગત જાણી
તને વાંચીને જરૂર દુઃખ થશે કે હું આપણા લગ્ન નિભાવી શકું એમ નથી અને એટલેજ આ સાથે હું આપણા છુટા છેડા માટેનું સંમતિ પત્ર લખી મોકલું છું. જો તમેં કાનૂની રાહે છૂટાછેડા ઇચ્છતા હો, તો એ માટેના જરૂરી સ્ટેમ્પ પેપર ઉપરનું લખાણ મને મોકલશો જેથી હું એ સહી કરીને તુરત પરત મોકલવી શકું
જયારે આપણા કોર્ટ મેરેજ થઇ જ ગયા છે ત્યારે છૂટાછેડાનું કારણ જાણવા તું હક્કદાર છે તો તે અંગે જણાવવાનું કે મેં આજથી બે વર્ષ પહેલાં અહીં મારી સાથે કામ કરતી ઓસ્ટ્રેલિયન યુવતી સાથે લગ્ન કરી લીધા છે, જે બાબતે આજસુધી મારા પરિવારના કોઈ પણ સભ્યને જાણ નથી. માત્ર મારા માતા-પિતાને ખુશી રાખવા મારી નાખુશીએ હું લગ્નગ્રંથી થી તારી સાથે જોડાયો હતો. હું સમજુ છું કે તને આ જાણીને દુઃખ થશે પણ મારી મજબૂરી છે. આ પત્ર મુ. શ્રી મનોરમભાઈને વંચાવી દેવા વિનંતી તને થયેલ દુઃખ બદલ મને ભારોભાર અફસોસ છે.મને માફ કરજે.
લિ. જયેશ
પત્ર વાંચતા જ શીલા ઉપર આભ ફાટી પડ્યું શીલાના પગ નીચેની ધરતી સરકવા લાગી ઘડીક જ વારમાં પરસેવે રેબઝેબ થઇ ગઈ આંખે અંધારા આવી ચક્કર આવવા લાગ્યા.શીલા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી એના મગજમાં શૂન્યાવકાશ છવાઈ ગયો એની આશા અરમાન ઉપર આંધી ફરીવળી હોય એવું લાગ્યું
પોતના ભાગ્યને દોષ દેતી શીલા ધીમે ધીમે સ્વસ્થ થઇ.આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થવાનું વિચાર્યું મનોરમભાઇ યુનિવર્સીટી ગયા હતા, સાંજે છ વાગે તેઓ પરત ફરે ત્યારે તેને આ પત્ર કેમ વંચાવવો એ વિમાસણમાં શીલા હતી.આખરે તેણે પિતાજીના રાઇટિંગ ટેબલ ઉપર પત્ર મૂકી દેવાનું વિચાર્યું
સાંજે મનોરમભાઇ ઓફિસેથી છૂટી ઘેર આવ્યા,
શીલાએ એમની બ્રીફકેસ યથાસ્થાને મૂકી એને માટે ચા બનાવવા રસોડામાં ગઈ એ દરમ્યાનમાં મનોરમભાઈનું ધ્યાન ટેબલ ઉપર પડેલ પત્ર ઉપર જતા પત્ર હાથમાં લઇ, શીલાને પૂછ્યું ," અરે શીલા,આ તો જયેશનો પત્ર આવ્યો લાગે છે અને તું મને વાત પણ નથી કરતી ? નક્કી તારા વિઝા અંગેના કોઈ સમાચાર લાગે છે. મનોરમભાઈએ ઉત્સુકતાથી પત્ર હાથમાં લઈને વાંચ્યો
પત્ર વાંચતા જ મનોરમભાઇ પરસેવે રેબઝેબ થઇ ગયા આ શું હું વાંચું છું ? શું આ સત્ય છે કે મશ્કરી ?મનોરમભાઈના મનોરથનો કચ્ચરઘાણ વળી ગયો હજુ તો વીધીવ્રત લગ્ન માટેનું આયોજન વિચારતા મનોરમભાઈને હવે શું કરવું એ સમજાયું નહીં મનોરમભાઈની આંખમાં આંસુ છલકાઈ પડ્યા
થોડીવારમાં શીલા ચા બનાવીને મનોરમભાઈને આપવા આવી મનોરમભાઈની આંખમાં આંસુ જોઈ શીલા ભાંગી પડી પપ્પાના ખભે માથું ઢાળી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી,"પપ્પા,આજે જો મારી મા હોત તો હું એના ખોળામાં માથું મૂકી મારી હૃદયવેદના ઠાલવી શકી હોત,તમે મારા માટે સારા વર-ઘર શોધવામાં ઘણી કષ્ટી ઉઠાવી પણ મારા ભાગ્ય જ ફૂટેલ હોય એનો શું ઉપાય ?"
મનોરમભાઈએ શીલાને સાંત્વના આપતા કહ્યું," બેટા,એવું નથી.કોને ખબર છે કે જયેશનું ભાગ્ય ફુટેલુ હશે અને ઈશ્વરે તને ભવિષ્યની અગ્નિ પરીક્ષામાંથી નહીં બચાવી હોય ? એક ધ્યાન રાખજે દુનિયામાં સહન સારા માણસોએ જ કરવાનું હોય છે, ફૂલ ખરી જાય છે ક્યાંય કાંટા ખરી ગયા હોય એવું જાણ્યું છે ? મારો અંતરાત્મા કહેછે કે એજ જયેશ ભવિષ્યમાં પસ્તાશે અને આંખમાં આંસુ સાથે તારી માફી માગવા આવશે મારા શબ્દો પથ્થર ઉપર કોતરી રાખજે
ચા પી, થોડા સ્વસ્થ થઇ તેણે વડોદરા સ્થિત રસેન્દુભાઇને ફોન લગાવ્યો ખુબજ ધીરજ અને શાંતિપૂર્વક પહેલા કુશળ સમાચાર પૂછી મનોરમભાઈએ રસેન્દુભાઇને ફોન ઉપર પત્ર વાંચી સંભળાવ્યો
પત્રનું લખાણ સાંભળતા જ રસેન્દુભાઇ અસ્વસ્થ થઇ ગયા,જયેશે લખેલ છૂટાછેડાની વાતથી અને ખાસ કરીને તેણે ત્યાં બે વર્ષથી ઓસ્ટ્રેલિયન યુવતી સાથે લગ્ન કરી લીધાં છે એવું સાંભળતા જ તે ફોન ઉપર બરાડી ઉઠ્યા, "પંડ્યા સાહેબ,તમે ભાનમાં તો છો ને ? તમે આ શું બોલો છો ?આજસુધી અમારા ખાનદાન ની પાંચપેઢીમાં જે નથી બન્યું એવી વાત કરો છો ?
મનોરમભાઈએ શાંતિથી જવાબ દેતા કહ્યું," સાહેબ, હું તમને કોઈ પણ અતિશયોક્તિ વગર જયેશનો પત્ર જ વાંચી સંભળાવું છું.આ અંગે આપ જયેશ સાથે ફોન ઉપર વાત કરી ખાતરી કરી લેવા વિનંતી છે. જયેશની ઇચ્છાનુસાર અમેં આ સબંધ ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયાની જાણ આપને કરું છું." આટલું બોલી મનોરમભાઈએ ફોન મૂકી દીધો
*******
મનોરમભાઈનો ફોન સાંભળી રસેન્દુભાઇના ગાત્રો શિથિલ થઇ ગયા.તેઓ મનોરમભાઈની વાતને સત્ય માનવા તૈયાર જ ન હતા. જયેશે વિદેશી યુવતી સાથે બે વર્ષથી લગ્ન કરી લીધા હોવા છતાં માં-બાપથી એ વાત છુપાવી તેઓને અંધારામાં રાખ્યાનું દુઃખ જીરવી ન શક્યા
જીવનના દરેક તબક્કે કેટલો સંઘર્ષ કરીને,કેટકેટલી આશા અને અરમાનોથી જયેશને ભણાવી વિદેશમાં સ્થિર કર્યો હતો એ બધું યાદ આવતાં એ ધ્રુજી ઉઠ્યા મનોરમભાઈએ ફોન ઉપર કહેલી વાતની સત્યતા ચકાસવા રાત્રે તેણે જયેશને ફોન કર્યો ફોન ઉપર જયેશે મનોરમભાઈની વાતને સત્ય ગણાવતાં પોતે કરેલી ઉતાવળ અને ભૂલ માટે માફી માગતાં રડી પડ્યો
રસેન્દુભાઇથી આ આઘાત સહન ન થતાં લોહીનું દબાણ વધી ગયું અકળામણ અને બેચેની વચ્ચે છાતીમાં સખત દુખાવો ઉપડ્યો,અગાઉ હૃદયરોગના બે હુમલા આવી ચૂકેલ રસેન્દુભાઇ આ ત્રીજો હુમલો ખાળી ન શક્યા અને એજ ઘડીએ એનું પ્રાણપંખેરું ઉડી ગયું
*******
શીલાએ પોતાનું મન વાળી લીધું તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે હું મારા ભૂતકાળને નહીં વાગોળું,જે થઇ ગયું એ થઇ ગયું હવે હું મારી આજને બહેતર અને આવતીકાલને બહેતરીન બનાવવાની પુરેપુરી કોશિશ કરીશ હવે હું આગળ અભ્યાસ કરી મારી કારકિર્દીને નવો અદભુત વળાંક આપીશ
મક્કમ નીર્ધાર સાથે એક યોદ્ધા જેવા ઝનૂનથી તેણે સ્ત્રી રોગના નિષ્ણાત બનવા M.D.નો અભ્યાસ શરૂ કર્યો
દિવસો વીત્યા,મહિનાઓ અને વર્ષો પણ વીત્યા શીલાએ M.D.ની પદવી મેળવી લીધી એટલાજ થીજ સંતોષ ન થતાં તેણે વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી શરૂ કરી.અથાગ પરિશ્રમ અને મક્કમ મનોબળ થકી શીલાએ આખરે અમેરિકાના બાલ્ટીમોર ખાતેની વિશ્વની શ્રેષ્ઠ John Hopkins School of Medicines માં પ્રવેશ મેળવી વધુ અભ્યાસ શરૂ કર્યો અને જોતજોતામાં પોતાની મહેનતથી એ યુનિવર્સીટીમાં ઉચ્ચ દરજ્જે પાસ થઈ પોતાની કારકિર્દીને નવો ઓપ આપ્યો હવે શીલા અમેરિકા ખાતેની શ્રેષ્ઠ સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે પંકાવા લાગી
ઘણા ભારતીયો અમેરિકા સ્થિર થયા બાદ ત્યાંના અમેરિકનોને લખવા-બોલવામાં અનુકૂળ રહે એ માટે પોતાનું ભારતીય નામ ત્યાં જઈને બદલી નાખે છે એમ શીલા હવે ત્યાં શેલી (Shelly) તરીકે ઓળખાવા લાગી અને પોતાનું ખાનગી દવાખાનું શરુ કરી લોકોનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરી ચુકી

No comments:
Post a Comment