Saturday, 29 August 2020

સિંહોનો સિંહ નર સિંહ.

.

સિંહોનો સિંહ નર સિંહ        (એક પરિચય કથા )

*સાઉથના Kallad ગામમાં શિવાનંદ સ્વામીનો ભવ્ય આશ્રમ આવેલો છે.
સેંકડો વિઘામાં ફેલાયેલો આ આશ્રમ બિલકુલ ઉજ્જડ અને નિર્જન વિસ્તારમાં છે.જેની નજીકમાં સફારી પાર્કથી ઓળખાતા સિંહોની વસ્તી ધરાવતો વિસ્તાર, અને સિંહને પાણી પીવા માટેનો ડેમ(જળાશય)આવેલ છે.
આ આશ્રમમાં લગભગ બધાજ વિદેશીઓ યોગા અને સાધના કરવા આવતા હોય આશ્રમ ધમધમતો રહે છે.પરંતુ આશ્રમના નીતિ નિયમ મુજબ રાતના નવ વાગ્યા પછી સુનકાર છવાઈ જાય છે.
અમો પ્રવાસીઓનો ઉતારો તે આશ્રમમાં હતો,અને પહોંચતા મોડું થવાને કારણે આશ્રમનું વાતાવરણ લગભગ સુમસામ હતું.
અમો અમારા ખાનગી વાહનમાંથી નીચે ઉતરતા નજીકના સિંહ ધામમાથી ત્રાડ સંભળાવા લાગી।
સહપ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો.નીચે ઉતરેલા કેટલાક પ્રવાસીઓ બસમાં ચડી ગયા,બસની બારી બંધ કરી ચુપચાપ ફફડતે હૈયે હરિને સ્મરણ કરવા માંડ્યા
એવામાં અમારી સાથેના એક પ્રવાસી હિંમતથી નીચે ઉભા રહીને સામી ત્રાડ પાડી.
બસ પછી તો પૂછવું જ શુ ?બે સિંહો વચ્ચે વાર્તાલાપ શરૂ થયો.એક બીજા અન્યોન્યએ વાર્તાલાપ શરૂ કર્યો, ડર અને ભયનું સ્થાન કુતૂહલતાએ લીધું.અને થોડી જ વારમાં સિંહગર્જના સમાપ્ત થઈ.
આ સહ પ્રવાસી એ શ્રી રમેશભાઈ રાવલ
આવો એ સિંહોના સિંહ નરસિંહનો પરિચય કેળવીએ,
" સિંહ મારા આરાધ્ય દેવ છે "
" જે સિંહે મને આટલી ખ્યાતિ અને પ્રતિષ્ઠા અપાવી છે એ સિંહ જો કદાચ મારો પ્રાણ હરે, તો એ કુરબાન છે "
આ શબ્દો છે સિંહના ગોવાળ તરીકે ગીર વિસ્તારમાં ઓળખાતા શ્રી રમેશભાઈ રાવલના


16, ડિસેમ્બર 1949ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ઢવાણા નામના નાના ગામમાં એમનો જન્મ થયેલો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોંઢ (સુરેન્દ્રનગર) અને ભંડારીયા (ભાવનગર) માં જ લઇ, 1974માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી 1978 માં બી.એડ.નો પણ અભ્યાસ કર્યા બાદ દીવ ખાતેની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. પોતાના ભાવનગરની કોલેજકાળના સમય દરમ્યાન એક વાર તેઓ જૂનાગઢ ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળા પ્રસંગે જૂનાગઢ ગયા ત્યાંથી સત્તાધાર,તુલસીશ્યામ, બાણેજ કે જે મધ્ય ગીરનો હિસ્સો ગણાય છે ત્યાં પહોંચ્યા અન્ય પ્રવાસીઓ સાથે તેઓ પણ બસમાંથી નીચે ઉતર્યા એવામાં એની નજર સામે ઉભેલા કેસરી કેશવાળી ધરાવતા ડાલામથ્થા સિંહ ઉપર પડી. રમેશભાઈના ગાત્રો શિથિલ થઇ પરસેવે રેબઝેબ થઇ ગયા ક્યાં જવું અને શું કરવું એ ઘડીભર એને સુજ્યું નહીં. બસ, સાક્ષાત કાળને નજરે નિહાળતા રમેશભાઈએ હરિ સ્મરણ શરૂ કરી દીધું તેમ છતાં હતી એટલી હિંમત એકઠી કરી તેણે સિંહની આંખોમાં આંખ પરોવી જોવું શરૂ કર્યું અને બન્ને વચ્ચે ત્રાટક રચાયું
આવા વિકરાળ,ભયંકર,અને જંગલી પશુની આંખમાં તેને ક્રૂરતાને બદલે કરુણતા દેખાઈ થોડી વારે માનવ ભક્ષી સિંહે પોતાની નજર ઝુકાવી બસ એ જ ક્ષણે રમેશભાઈને અબોલ પ્રાણીની કરુણતા જોઈ હૃદય દ્રવી ઉઠ્યું
અભ્યાસ પૂરો કરી દીવમાં શિક્ષક તરીકે જોડાયા પણ દીવ એ કોઈ ગીરના વિસ્તારમાં આવતો પ્રદેશ ન હોય, તેને સિંહ પ્રત્યેના આકર્ષણ અને એક અદભુત પ્રેમને કારણે રજા અને ફુરસદના સમયમાં પોતાની મોટરસાયકલ ઉપર સવાર થઇ ગીરની ગિરિકંદરા ખુંદવી શરૂ કરી અને 1980થી 1992 સુધીમાં લગભગ દોઢ થી બે લાખ કિલોમીટરનો પ્રવાસ મોટરસાયકલ પર ખેડી સિંહોના નિવાસ સ્થાન સુધી પહોંચ્યા,અને ત્યારબાદ કુલ 4,50000 કિલો મિટર નો પ્રવાસ ખેડી સિંહ અંગેની લોક જાગૃતિ માટે પ્રવાસ ખેડ્યો આમ હવે આતુરતા આત્મીયતામાં પરિણમી અનેક વાર સિંહો જોયા ધીમે ધીમે નજદીકી કેળવી જંગલી વિકરાળ પશુને પોતાની ઋજુતા અને કોમળ હૃદયનો પરિચય આપી એમનો વિશ્વાસ જીત્યો અને અબોલ જંગલી પશુની જીવન શૈલી,પરિવાર, અને પારિવારિક જીવન એની ભાષા,અને જુદી જુદી ત્રાડનું અર્થઘટન વિગેરે નો ઊંડો અભ્યાસ શરૂ કર્યો અને રમેશભાઈ આ રીતે સિંહ પરિવારના એક સભ્ય બન્યા સિંહ પાસે દીવો કરી એને જાણે ગુરુપદે કેમ સ્થાપ્યા હોય એ રીતે દેવની જેમ આરાધના કરી સિંહની જાતિનો અતૂટ વિશ્વાસ અને પ્રેમ મેળવ્યો એટલુંજ નહીં પણ તેઓ સિંહની ભાષા પણ ધીરે ધીરે શીખ્યા સિંહોના જન્મથી મૃત્યુ પર્યંતની માહિતી આપતું પુસ્તક " સિંહ જીવન દર્શન "લખ્યું જેમાં સિંહોની છેલ્લા સો વર્ષની સંખ્યાકીય ગણતરી અને ગીરના સિંહોની વસ્તી વિષે આંકડાકીય વિસ્તુત માહિતી આપી એનું જીવન દિનચર્યા,ઋતુચર્યા અને બાળ ઉછેરની વિસ્ત્રુત માહિતી આપતું આ પુસ્તક 1992-93 માં પ્રકાશિત થયું
ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડે આ પુસ્તકને માન્યતા આપી તત્કાલીન વનમંત્રીના હસ્તે એ વિમોચિત થયું જેની નોંધ સમગ્ર રાજ્યના દૈનિક વર્તમાન પત્રો તથા દૂરદર્શને લઇ શ્રી રમેશભાઈની આ જહેમતને બિરદાવી
શારીરિક અને માનસિક યાતનાને બાદ કરતા શ્રી રમેશભાઈએ આર્થિક ખુવારી પણ સિંહ સંશોધન વેઠી લીધી।
1990/92 માં શિક્ષકના પગાર કેટલા અને વાત શું? પણ પોતાના પગારનો ત્રીજો ભાગ નિયમિત રૂપે વન્ય પ્રાણીના કલ્યાણ, પર્યાવરણ જાગૃતિ, ગીરના ખૂણાના મંદિરોમાં વસતા તથા અન્ય સાધુ સંતોની સેવા પાછળ ખર્ચી નાખ્યા છે ઘરની આર્થિક પરિસ્થિતિ કે જરૂરિયાતોનો તેણે કદી વિચાર નથી કર્યો આવા ગાંઠના ગોપીચંદને આટલા ઉત્સાહથી વન્યજીવોની કાળજી લેનાર નરબંકો આજ સુધી કોઈ સાંભળ્યો નથી
વિશ્વ પ્રાણી કલ્યાણ અર્થે ગીરના કનકાઈ મંદિરમાં 108 કુંડી યજ્ઞ કરી લગભગ 5 થી 7 હજાર લોકોને ભોજન પીરસ્યું જે પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. 2016 થી વિશ્વ સિંહ દિન ઉજવણી શરૂ થઇ 2016થી 2019 દરમ્યાન 21000 "સિંહ ચાલીશ" ની નકલ લોકોને વિતરિત કરી વન્ય જીવ પ્રત્યે સહાનુભૂતિ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો
1994 માં જૂનાગઢ જિલ્લાના માનદ વન્યજીવ સંરક્ષક તરીકે ગુજરાત સરકારે એમની નિમણુંક કરી એ સમયે દૂરદર્શનના અધિકારીઓએ જયારે રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તેઓની હાજરીમાં શ્રી રમેશભાઈએ સિંહની ભાષામાં
હું કારો કરી સમગ્ર સિંહોને એકત્રિત કર્યા અને મહેમાનોને નજદીકથી સિંહ દર્શન કરાવ્યા એટલું જ નહીં પણ ત્યારબાદ એ સિંહના ટોળાને જેમ ગાયના ધણનો ગોવાળ હાંકે એમ લાકડીથી હાંકી બતાવ્યા બસ ત્યારથી શ્રી રમેશ રાવલ એ વિસ્તારમાં " સિંહના ગોવાળ" તરીકે જાણીતા બન્યા
2007 માં ગીરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા મહિનાઓમાં કુલ સાત સિંહોની હત્યા થઇ આ સમાચારથી વ્યથિત રમેશભાઈ નું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું અને 10 સપ્ટેમ્બર 2007 ના દિવસે એ મૃત સિંહોના આત્માના મોક્ષાર્થે ગૃહ શાંતિ યજ્ઞનું આયોજન કરી એમનું બારમું- તેરમું ઉજવ્યા નિમિત્તે 21,111 લોકોને ગુપ્તપ્રયાગમાં સ્વ ખર્ચે શ્રાધ પ્રસાદ કરાવ્યો ,અને બીજી વાર 35 ડબ્બા શુદ્ધ ઘીનો શિરો બનાવરાવી કુલ 61000 વ્યક્તિઓને સિંહ આપત્તિ નિવારણ અને સિંહ મોક્ષાર્થે યજ્ઞ કરી પ્રસાદ વિતરિત કર્યો આવા તો અનેક યજ્ઞો અને સિંહઆત્મા મોક્ષાર્થે પ્રીતિ ભોજન અવાર નવાર સ્વ ખર્ચે કર્યા છે અને આજે પણ કરે છે
રમેશભાઈની પ્રેરણાથી શ્રી નરેન્દ્રભાઈ રાવલે "સિંહ ચાલીશા" રચી. અબોલ હિંસક પ્રાણીની પ્રશસ્તિ કરતી આ ચાલીશા વિશ્વનો વિક્રમ છે તે ઉપરાંત તેની સી.ડી. પણ બનાવી. આજ સુધી કોઈ પણ પશુ-પ્રાણીને સંગીત અને નૃત્ય નાટિકામાં સ્થાન નથી મળ્યું એ વૈશ્વિક ગૌરવ સિંહને અપાવનાર રમેશભાઈની એ સી.ડી.નું વિમોચન 2006માં ગુજરાત રાજ્યના તત્કાલીનમુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરતા કહ્યું કે "સિંહો ભલે ગીરમાં વસતા હોય,પણ એક સિંહ દીવમાં પણ વસે છે " આ સિંહ ચાલીશા વિનામૂલ્યે વિતરિત કરી સિંહો પ્રત્યે જનજાગૃતિ કેળવવાનું કામ કર્યું સિંહની ભાષાના સમગ્ર એશિયામાં એક માત્ર જાણકાર છે.તેઓ સિંહની ભાષા અને અવાજનું અર્થઘટન જાણવા ના નિષ્ણાત હોય,વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈને પૂજ્ય મોરારીબાપુ,અને ભાઈશ્રી સહિતના અનેક સંતો દ્વારા અને અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓ સન્માનિત થયા છે. એટલુંજ નહીં પણ દૂરદર્શનથી લઈને અનેક ખાનગી ચેનલ ઉપર એમની મુલાકાત લેવાયેલી છે.જેમ શેરીના કુતરા સાથે બાળક રમત.કરે એમ શ્રી રમેશભાઈ અવારનવાર પોતાની બેઠક ઉઠક કેસરી સિંહ સાથે ગોઠવતા,અને સિંહનું દુઃખ, દર્દ, કે ફરિયાદને તેઓ સમજી,તેનો ઉપાય પણ કરે છે. એમણે લખેલાં પુસ્તકોમાં "સિંહ દર્શન" " "દીવ દર્શન" "દમણ દર્શન" "મોરલી મનોહર દર્શન " કૈલાશ માનસરોવર દર્શન "" નર્મદા દર્શન " અને કનકાઈ (ગીર) દર્શન "પ્રકાશિત થયા છે.
" સિંહ સાથે સોબત" નામનું પુસ્તક શ્રી રમેશભાઈના વિશાળ ચાહક વર્ગ તરફથી એમના ખુદના ઉપર લખેલું અને એમની ઉપલબ્ધીની પ્રશસ્તિ કરતું પુસ્તક છે જે વાંચ્યા પછી એક વધુ બિરુદના શ્રી રમેશભાઈ હક્કદાર બને છે અને તે છે " સિદ્ધિના સ્વામી "
જે તે સમયે ગીરનું જંગલ પાંખું થઇ ગયું હોય શ્રી રમેશભાઈએ કુલ 50,000 બોરડી અને ખાખરાના વૃક્ષ રોપણ કરી કરાવી સરકારશ્રીને અર્પણ કરેલ અરે,ગીરની ક્યાં વાત કરો છો? પણ આ પર્યાવરણ પ્રેમીએ નેપાળમાં બિલ્વીપત્રના વૃક્ષનું વૃક્ષારોપણ કરી જગવિખ્યાત શિવમંદિર પશુપતિનાથ મહાદેવના ચરણે સમર્પિત કર્યું આમ વન્ય સૃષ્ટિ ઉપરાંત તેઓ પર્યાવરણ માટે પણ સક્રિય રહ્યા
અને છેલ્લે। .......
આ સિંહ ઘેલા રમેશ રાવલના દીવ ખાતેના નિવાસ સ્થાનનું નામ શું છે એ ખબર છે ?
પોતાના એ ઘરનું નામ પણ તેને "સિંહ દર્શન" જ રાખ્યું છે
છે ને વિકરાળ જંગલી પ્રાણી પ્રત્યેની મમતા।...........
શ્રી રમેશભાઈ રાવલની કુતુહલ પ્રેરક, અને રોમાંચક સિંહ ગર્જના સાથેની અનેક વાતો સાંભળવા, શાળા, મહાશાળાઓ, વૃદ્ધાશ્રમો કે સિનિયર સીટીઝન મંડળો એનું પ્રેરણાત્મક વક્તવ્ય ગોઠવે તો તો જે હિંસક વન્યજીવ માટેના કેટલાક આપણા પૂર્વગ્રહો છે એ અંગે સ્પષ્ટતા મળે અને કંઈક વિશેષ જાણવાનું મળે એવું હું માનું છું.
શ્રી રમેશભાઈ અનેક સંસ્થાઓ દ્વારા માનાન્વિત થયા છે પાંચ વાર એમને પરશુરામ એવોર્ડથી સન્માનિત કર્યા છે ઉપરાંત વાઈલ્ડ વોર્ડન, દીવ. ઉના દીવના કો-ઓર્ડીનેટર, સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઝાલાવાડના બ્રહ્મ સમાજ તરફથી પરશુરામ એવોર્ડ, સન્માન,રોકડ પુરસ્કાર, મોમેન્ટો,અને અનેક વાર શાલ ઓઢાડીને સન્માન કરાયા છે પણ આ તો અલગારી જીવ છે એને માન -સન્માનની નથી લાલચ,કે અપેક્ષા બસ, નિજાનઁદનમાં રહીને પોતાની મસ્તીથી વગડો ખૂંદે છે અને વન્ય જીવોની સાર સંભાળ રાખે છે.
ભાવનગરના રાજવી વીરભદ્ર ગોંડલના મહારાજા જ્યોતીન્દ્ર સિંહજી, ગુજરાતના માજી મુખ્ય મંત્રી શ્રી સુરેશભાઈ મહેતા, નરેન્દ્ર મોદી, વર્તમાન મુખ મંત્રી વિજયભાઈ રૂપાણી,ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી શક્તિસિંહ ગોહિલ,સાંસદ સ્વ.ભાવનાબેન ચીખલીયા, દીવ કલેકટર શ્રી વિજય દેવ,કાંચી કામકોટી જગતગુરુ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજી પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય રમેશભાઈ ઓઝા,ભાઈજી સ્વામી સચીદાનંદ,શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી,સ્વ.કવિશ્રી રમેશ પારેખ, પદ્મશ્રી ગુણવંત શાહ,ઇતિહાસ વિદ સ્વ..શભુપ્રસાદ દેસાઈ જેવી મહાન હસ્તીઓ સાથે સંપર્કમાં આવેલ આ વિરલ વ્યક્તિ આજસુધી જમીનથી જોડાયેલ રહ્યો છે.
આ તકે મને થતો એક અફસોસ વ્યક્ત કરતાં હું રોકી શકતો નથી.
જયારે ગુજરાતને,અને ખુદ ભારતવર્ષને આવી વિરલ વ્યક્તિ દૈવયોગે પ્રાપ્ત થઇ છે ત્યારે ગુજરાતની અને ભારતની કોઈ યુનિવર્સીટી એ "ડોક્ટરેટ" ની માનદ ઉપાધિ રમેશભાઈને આપવાનું કેમ સુજ્યું નથી ?
અને બીજું,જયારે ખુદ વડાપ્રધાનશી નરેન્દ્રભાઈ મોદી એમને રૂબરૂ મળેલ છે, રમેશભાઈની કામગીરીથી અને વન્ય સૃષ્ટિની પ્રવૃત્તિ વાકેફ હોય એમની સિંહ ચાલીશાની સી.ડી.નું પણ વિમોચન જયારે એમના વરદ હસ્તે થયું હતું એ સંજોગોમાં શ્રી રમેશભાઈને પદ્મશ્રી, કે પદ્મવિભૂષણ જેવા ખિતાબથી કેમ આજસુધી નવાજવાનું સૂઝતું નથી.?
આ એક વિચાર માંગી લે એવો પ્રશ્ન છે.જોકે શ્રી રમેશભાઈને એ બાબતે કોઈ અફસોસ નથી કે એ અંગે વિચારતા પણ નથી પરંતુ જો એ રીતે સન્માનવામાં આવે તો એ ખરેખર હક્કદાર છે.
આવી વિરલ વ્યક્તિ " न भूतो न भविष्यति !"
શ્રી રમેશભાઈ રાવલ,
Contact No.9825996254.




Thursday, 20 August 2020

#કોરોના - સ્વર્ગમાં એક ચર્ચા સભા.

#કોરોના - સ્વર્ગમાં એક ચર્ચા સભા.

દ્રશ્ય:- સ્વર્ગનું  

મહાદેવ હજુ કૈલાસેથી સ્વર્ગમાં પધારે જ છે એવામાં પાર્વતીજીને નિરાશ બેસેલ જોઈ ભગવાને મંદ હાસ્ય સાથે પૂછ્યું " હે ઉમિયાજી,આજ આપ કેમ નિરાશ મુદ્રામાં દીસો છો ?

માતા પાર્વતીજીએ જવાબ દેતા કહ્યું,"હે નાથ, આપતો અંતર્યામી છો,મારી દરેક વ્યથા કે વેદના આપનાથી ક્યાં છુપી હોઈ શકે ? તેમ છતાં જો એ આપ મારા સ્વમુખે સાંભળવા માંગતા હો તો સાંભળો,

હે પ્રભુ, તમે આ શું કર્યું ? એક નાનો અમસ્તો વાયરસ પૃથ્વી ઉપર રમતો મૂકીને સમગ્ર સૃષ્ટિને હલાવી મૂકી ? પૃથ્વી લોકના માનવી એ તમારો એવો કયો ગુન્હો કર્યો કે આજે સહુ બંધકની દશામાં જીવે છે, સખત ફફડતા રહે છે, રોજના કેટલાયે અપમૃત્ય થાય છે.લોકો ઘર બહાર નીકળતા ડરે છે,શાળા, મહાશાળા, કચેરીઓ બધું ઠપ થઇ જઈને કર્મચારીઓની છટણી થતાં અનેક લોકો એ ધંધા રોજગાર ગુમાવ્યા, શ્રમિકો આટલી હાલાકી વેઠી વતન પરસ્ત થયા, વિદ્યાર્થોઓનું  વર્ષ બગડ્યું સમગ્ર પૃથ્વી લોક ઉપર ખળભળાટ મચી ગયો છે.અને આવું તો કેટકેટલું રોજિંદા જીવનમાં બનતું થઈ ગયું કે જે આ પહેલા કદી જોવા જાણવા નહોતું મળ્યું સમગ્ર સૃષ્ટિ તો ખરી જ પણ જે ભરતખંડમાં આપ પૂજાઓ છો, લોકો શ્રદ્ધા પૂર્વક દરેક દેવ દેવીઓના વ્રત રંગે ચંગે ઉજવે છે એવા ભરત ખંડની આ દશા જોઈ મારુ હૃદય દ્રવી ઉઠે છે. હે, નાથ કંઈક કૃપા કરો.

મહાદેવજીએ ફરી મંદ હાસ્ય સાથે કહ્યું, " દેવીજી, આપ તદ્દન સાચા છો આવું ક્યારેય પહેલા બન્યું હોય એવું મને યાદ નથી. તમે શું એવું માનો  છો કે મારુ આ પગલું વગર વિચાર્યું હશે ?તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ લોકો પોતાની જાતને "સર્વશક્તિમાન" ગણી એ રીતનું આચરણ કરતા થઇ ગયા હતા. બિન્દાસ્ત થઈને ફાવે એ રીતે ખુલ્લે આમ રખડી મોજ કરતા હતા. એ ટ્રીપ, પર્યટન, કિટ્ટી પાર્ટીઓ, લગ્ન સમારંભ,મૃત્યુ પછી ની કહેવાતી ધાર્મિક વિધિ પાછળની જમણવાર, રાજકીય અને સામાજિક મેંળાવડાઓ, બસ દરેક જગ્યાએ જગત નિયન્તાને ભૂલી પોતાની રીતે આચરતા હતા. દેવીજી, સૃષ્ટિનું સંચાલન કરવું મારી જવાબદારી છે, તેથી લોકોની અનિયન્ત્રિત પ્રવૃત્તિ સામે લાલ બત્તી ધરવાની જરૂર હતી.

દેવીજી બોલ્યા," હે ભોળાનાથ,કદાચ તે બાબતે આપ સાચા હશો પણ એમાં આપને પણ કેટલું નુકશાન વેઠવું પડ્યું ? આપને  ખુદને પણ દેવસ્થાનોમાં પુરાઈ રહીને "સેલ્ફ કોરોનટાઇન" રહેવું પડ્યું ને ? ન કોઈ ભક્ત,ન ભીડ, ન ભોગ, ન પૂજા, ન કોઈ ધાર્મિક ઉત્સવ, એનું શું ?

"મહાદેવ હસ્યાં, શૈલજા, મને શું એ ખબર નથી એવું માનો છો ? તમે શું એવું માનો  છો કે એ ભક્તો ખરેખર સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવે મને મળવા આવતા હતા ? તો એ તમારી ભૂલ છે, રોજ સવારથી ભક્ત સ્વરૂપે બન્ને હાથ જોડી, દાનપેટીમાં રૂપિયો બે રૂપિયા નાખી પુત્રની નોકરી, પુત્રવધુને પુત્રપ્રસવ ,પતિ/પત્ની ના સારા આરોગ્ય અને દીર્ઘાયુ માટે ની માગણી લઈને આવતા હતા, શું માનવ જાતને તમે એટલો ભોળો અને નિઃસ્વાર્થી સમજવાની ભૂલ કરો છો ? સાચા અર્થમાં તેઓ ભક્ત નહીં પણ માગણ  હતા અને એવા માગણો ના ત્રાસથી છુટવાજ મેં "સેલ્ફ કોરન્ટાઇન" થવું પસંદ કર્યું, વાત રહી ભક્તો ની તો તમને ખબર છે કે આજકાલ મારા ભક્તો કરતાં રાજકીય પક્ષના અને રાજનેતાના ભક્તો વધુ છે. હમણાં જ મુનિવર્ય નારદજીએ મને માહિતી આપી કે અમુક રાજનેતાઓ ના ટ્વિટર અને ફેસબુક ઉપર લાખોમાં ભક્તો છે.થોડો ઘણો આર્થિક કે રાજકીય લાભ અપાવતા એવા નેતાઓને તેઓ એમના આરાધ્ય દેવ સમજે છે, એટલેજ મેં કસોટી કરી  કે જાવ, હવે તમારા આરાધ્ય દેવ ને કહો કે કોરોનાની રસી શોધે અને રોગ નિયત્રિત કરવાનું વિચારે

હે ઉમિયાજી,આ કોરોના તો હવે દેખાયો અને ખોટો આંખે ચડ્યો, બાકી થોડા વર્ષોથી આ વાયરસ ભારત વર્ષમાં ઘર કરી બેઠો છે ફેર માત્ર એટલો જ છે કે હાલના વાયરસની અસર અને ગતિ બન્ને તીવ્ર છે ત્યારે પહેલો વાયરસ ધીમી ગતિએ પ્રજાને મરવા મજબુર કરતો હતો। 

" પ્રભુ, હું આપના ગુઢાર્થ ભર્યું કથન  ન સમજી, કૃપા કરી વિસ્તૃત સમજણ આપવા વિનંતી " પાર્વતીજી એ બે હાથ જોડી મહાદેવજીને પ્રાર્થના કરી.

નીલકંઠ હસ્યાં, અરે મહાદેવી,ભારતવર્ષ ઉપરની આ મોંઘવારી, બેકારી,રોજ બ રોજ જીવન જરૂરિયાત ની વસ્તુના ઉછળતા બજાર ભાવ, પેટ્રોલ નો ભાવ વધારો, અરે વિદ્યાર્થીઓની ફીમાં તોતિંગ વધારો કરી ને વિદ્યાનો કરાતો વેપલો ,દેશના રાજકોષમાંથી થતા બેફામ વ્યર્થ ખર્ચ, લાંચ રૂશ્વત નું વધતું પ્રમાણ, કાળા બજાર, લાગવગ શાહી, ઇજારા શાહી, એ બધું શું છે ? દેવીજી, એ હાલ વ્યાપ્ત કોરોનાથી પણ વધુ ભયંકર "સુપર કોરોના" છે જેથી લોકો ઘણા વર્ષોથી પીડાય છે. એનું શું ? એક જીવની કિંમત ના બબ્બે ધોરણ ? ફુટ પાથ પર જીવન વ્યતીત કરતો  એક જીવ બટકું રોટલા માટે ટળવળે, જયારે એવો જ બીજો જીવ જે અસભ્ય હોવા છતાં ધારાસભ્ય તરીકે ઓળખાતો હોય એ કરોડો રૂપિયામાં વહેંચાય  ? મહાદેવી, આ બધું જોઈને હું દીર્ઘકાળથી વ્યથિત હતો અને એટલે જ સહુને કદ પ્રમાણે વેતરવા આ પ્રયોગ કર્યો

"પ્રભુ, મને ક્ષમા કરશો પણ હું જે સમજુ છું એ રીતે એવા રાજકીય ભક્તોને "ભક્તો " નહીં પણ "ચમચા " કહેવાય એવું આપને  નથી લાગતું ?" ઉમિયાજીએ ક્ષમા યાચના સાથે પોતાનું મંતવ્ય રજૂ કર્યું 

ઉમાપતિ ખડખડાટ  હસી પડ્યા,અને બોલ્યા, "Exactly, દેવી શ્રેષ્ઠ, આપ સાચું કહો છો, પણ આજકાલ એ શબ્દ બેહુદો લાગતા ભારતવર્ષમાં  "ભક્ત" શબ્દ વધુ પ્રચલિત થઇ લોકો ખુદ ભગવાનનું પણ અવમૂલ્યન  કરી રહ્યા છે. જુઓ, આજે આ સ્થિતિમાં પણ લોકો જીવે છે ને ? ક્યાં ગઈ એ હાય ફાઈ જીવન શૈલી ? હે અર્ધાંગિની,મેં આ વાયરસની પ્રાયોગિક ધોરણે ચકાસણી કરી,માર્ચ મહિનામાં એ ધીમી ગતિએ મોકલ્યો, પણ એ દરમ્યાનમાં પૃથ્વી  લોકના માનવીઓ વધુ બેફામ બન્યા, દૂધ, શાક ભાજી, અને જીવન જરૂરિયાતના કાળા બજાર કર્યા, 

અરે, તમાકુ જેવી તુચ્છ વસ્તુ માટે વ્યસનીઓ તડફડવા લાગ્યા એટલી હદે સંગ્રહાખોરી અને કાળા બજાર વધ્યા,આજે પણ શું છે ?  મારી સૂચનાથી મુનિશ્રેષ્ઠ નારદજી સતત પૃથ્વી લોક ઉપર નજર રાખતા કાલે જ મને કહ્યું કે અમુક દવાખાનાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો લૂંટાય છે, સામાન્ય લક્ષણ દેખાતા મરીજ ની સારવારના  બિલ સાત આઠ લાખ બને છે, દરદીઓના  વિવિધ પરીક્ષણોના પણ ઊંચા ભાવ તોડાય  છે. કહો હવે એ મારે કેમ નિયંત્રિત કરવું ?

બસ, લોકોને સમજવું જ નથી કે તેઓ માત્ર એક ફૂંકના જ ધણી  છે, ગમે ત્યારે કાળનો કોળિયો થઇ જશે. બેફામ રીતે ચલાવતી લૂંટનો ભોગ સામાન્ય જન બની રહ્યો છે. અને એટલેજ હું આથી વધુ કડક થવાનું હજુ વિચારું છું 

" ક્ષમા કરો દેવ, ક્ષમા કરો, હે કૃપાનિધાન આટલા વજ્ર હૃદયી ન બનશો  આપ કહો છો એટલી સમજણના અભાવે જ એ લોકો પૃથ્વી  ઉપર  શુક્ષ્મ જંતુ બની માનવ જીવ બનીને ભોગવે છે જો એટલી સમજણ હોય તો એ માનવ દૈવત્વ ન  પ્રાપ્ત કરી ચુક્યો  હોય ?          

     

  

Wednesday, 19 August 2020

સાહિત્યના પ્રકાર

સાહિત્યના બે પ્રકાર ગણાય, - ગદય, અને પદય.
પ્રચીન કાળથી પદય રચાનો તો થતી જ હતી, એમાં મુખત્વે રાસ ભજન , ગરબી, આખ્યાન, પદયવાર્તા પ્રબંધ,પદ વિગેરે પ્રચલિત હતા મીરાંબાઈ (1498-1547) દરમ્યાન લખેલાં મૂળપદો મુખત્વે વ્રજ અને મારવાડી ભાષામાં લખાયેલા છે. તેમ છતાં  કૃષ્ણ ભક્તિના ઘણા ભજનો એમણે  હિન્દી, તથા  ગુજરાતી ભાષામાં પણ લખેલા છે." હાંરે કોઈ માધવ લ્યો ,,,, " એ મીરાંનું પ્રચલિત ભજન છે
આજ રીતે પ્રાચીન કાળમાં નરસિંહ મહેતાના ભજનો પણ પ્રચલિત છે " વૈષ્ણવ જન તો,,,,,," આપણું રાષ્ટ્રીય ભજન છે.નરસિંહ મેહતા ગુજરાતી ભાષાના પહેલા કવિ હતા " જે ગમે જગતગુરુ દેવ જગદીશને ,,,, " જેવા અર્થ પૂર્ણ ભજન નરસિંહ ની ભેટ છે
અર્વાચીન કાળમાં સાહિત્યનો વિકાસ થતા અનેક સાહિત્ય સ્વરૂપનો વિકાસ થયો, સોનેટ, આઇડિયલ, વિગેરે પશ્ચિમમાંથી આપણે ત્યાં ઉતરી આવ્યા, હાઈકુ, ગઝલ, આદિ કાવ્ય સ્વરૂપો પણ પશ્ચિમની ભેટ છે
હવે કાવ્ય ના પ્રકારો ઉપર નજર ફેરવીએ
કવિતા, કે કાવ્ય ના મુખત્વે આ પ્રમાણે દશ પ્રકારો છે
(1) મુક્તક  (2) હાઈકુ કાવ્ય સ્વરૂપ  (3)પદ અને ભજન  (4) ગીત રચના  (5)  સોનેટ કાવ્ય સ્વરૂપ  (6) ગઝલ કાવ્ય સ્વરૂપ, (7)  ચિંતનોર્મિ  કવિતા (Reffective Lyric ) (8)  નાટયોર્મિ કવિતા (Drametic Lyric)
(9)  વિરહોર્મિ  કવિતા અને તેના પ્રભેદો (10) ખંડકાવ્ય સ્વરૂપ,
(1) મુક્તક :- મુક્તક એટલે મોતી। નમણું નાજુક છતાં કિંમતી, કાવ્ય પ્રકાર મુક્તક પણ એવું જ સ્વરૂપ  છે.
ઊર્મિકાવોના પેટા પ્રકારમાં કદાચ સૌથી નેનો કાવ્ય પ્રકાર મુક્તકનો છે મુક્તકનું સ્વતંત્ર કાવ્ય સ્વરૂપ  છે.
કોઈ પણ વિષય મુક્તકમાં અજમાવી શકાય છે મુક્તકનો કાવ્ય પ્રકાર મૂળ સંસ્કૃત સાહિત્યની ઉપલબ્ધી છે
સંસ્કૃત સાહિત્યમાં જગન્નાથ તથા અમારું જેવા સર્જકો પાસેથી ભરપૂર માત્રામાં મુક્તકો મળે છે
ગુજરાતી ભાષામાં બળવંતરાય ઠાકોર રામનારાયણ પાઠક વિગેરે કવિઓએ કાવ્યના આ પ્રકારને વિકસાવ્યા છે આ ઉપરાંત ઘણા કવિઓએ મુક્તકો લખ્યા છે. દા.ત.
(1)  વેદનાથી બળી ખાખ થવું ના,ધૂંઘવાવું છે ,
      ભસ્મરાશિ નહીં મૂકી ધૂપની ગંધ જાવું છે        (જયંત પાઠક )
(2) એકલ ખાવું, એકલ જોવું ,એકલ રમવું ઈશ ,
      એકલ વાટે  વિચરવું , કરમ કદી ન લખીશ      (સ્નેહ રશ્મિ )
(2)  હાઈકુ કાવ્ય સ્વરૂપ :- મૂળ જાપાન ના આ કાવ્ય સ્વરૂપનો રસપ્રદ ઇતિહાસ છે. હાઈકુનો ઇતિહાસ આશરે 700 વર્ષ જૂનો છે મહાન  જાપાનીઝ કવિ બાશો (1644-1694)દ્વારા હૈકુ નો પ્રારંભ થયો હૈકુ પૂર્વે જાપાનમાં એવો એક બોજો કાવ્ય પ્રકાર પ્રચલિત હતો એનું નામ "તાન્કા " હતું, એ સમયે જાપાનમાં રાજાશાહી હતી  આપણે ત્યાં જેમ રાજાઓને રીઝવવા, અને ખુશ કરવા માટે દુહા લલકારીને ભાટ-ચરણો બક્ષીશ મેળવતા હતા એવી જ રીતે જાપાનમાં રાજાઓને પ્રસન્ન કરવા માટે  કવિઓ "તાન્કા "પ્રકારના કાવ્ય નો ઉપયોગ કરતા, હાઇકુ શબ્દ મૂળ જાપાનીઝ  શબ્દ "હોકકુ " માંથી આવ્યો છે જેનો અર્થ " પ્રારંભિક કાવ્ય પંક્તિ " એવો થાય છે હાઈકુ શબ્દનો બીજો અર્થ "એક પંક્તિની કાવ્યોક્તિ " એવો પણ થાય છે 
હાઈકુની રચના સાડી સંક્ષિપ્ત અને ધ્વનિપૂર્ણ હોય છે એની વિષેસતા એ છે કે એમાં ઉપસતું ચિત્ર વાચકના ચિત્તમાં અવનવા સંવેદનો ધ્વનિત કરેછે તેનો પ્રત્યેક શબ્દ સૌંદર્યચિત્ર ઉપસાવતો જઈને સત્તર અક્ષરના ગુચ્છ વડે એક અપૂર્વ અનુભવ ઉભો કરે છે અદભુત પ્રકૃતિ સૌંદર્યના દર્શને થતો સ્તબ્ધતાનો અનુભવ એકી શ્વાસે બોલાતી સત્તર અક્ષરની ત્રણ પંક્તિમાં ઝીલાય છે.  હાઈકુ ની રચના આ પ્રમાણે હોય છે 
(1) રાખી જળને              (2)  હીરોશીમાની  
   બહાર ,હોળી જળે               રજ લઈ જનમાં
   તરતી જાય                        ઘૂમે વસન્ત !    
 આમ હાઈકુની શબ્દ રચના 5- 7-5 શબ્દોની ગોઠવણીથી ગૂંથાય છે 
(3) પદ અને ભજન:-     ઊર્મિ કવિતાના પેટા પ્રકારમાં પદનો ચોક્કસ સમાવેશ થઇ શકે આગળ કહ્યું એમ પ્રાચીન  કાળમાં મીરા અને નરસિંહના પદ ભગવત ભક્તિ માટે લખાયેલા છે અર્વાચીન યુગમાં આદ્યં સર્જકો દલપતરામ અને નર્મદથી શરૂ થતી આ પ્રકારની કવિતા કલાપી, ઉમાશઁકર, સુન્દરમ,સ્નેહરશ્મિ વિગેરે પાસેથી મળે છે રાજેન્દ્ર શાહ ની પણ કેટલીક પંક્તિઓ માથ પણ જોવા મળે છે પદની વિષયગત લાક્ષણિકતા એમાં વ્યક્ત થતી ઈશ્વર આરાધના છે 
ભજન પણ મુખત્વે આજ પ્રકારની કાવ્ય રચનાનો પ્રકાર છે, સંસ્કૃત ધાતુ   भज ઉપરથી ભજવું પરથી ભજન શબ્દ આવ્યો જણાય છે ઇષ્ટદેવની આરાધના કે ભજવા માટે આ પ્રકારની રચના થઇ છે પ્રાચીન યુગ ઉપરાંત અર્વાચીન યુગમાં ભજનોનું ખેડાણ થતું રહ્યું છે મેઘાણી, સુન્દરમ,કરસનદાસ માણેક,સરોદ, મકરન્દ દવે, બાલમુકુન્દ દવે, જેવા અનેક કવિઓએ ભજન રચનાઓ આપી છે મેઘણીનું " ઘણ રે બોલે ને એરણ સાંભળે "
કરસનદાસ માણેકનું "હરિના લોચનિયાં "વી. ઉત્તમ નમૂના છે 
(4) ગીત રચના :  માનવ હૃદયની ઉર્મિઓને વ્યક્ત થવા ગીતનો આશ્રય પુરાતન કાળથી મળ્યો છે માત્ર આપણા ગુજરાતની જ વાત કરીએ તો અનેક ભાવેન્મેષો અને વિષયના ઉદ્દગારો લોક સાહિત્યમાં સાંપડ્યા છે સંગીત અને કવુતા એ ઉભયના કલાતત્વોને પોતાના વિશિષ્ટતાથી સમાવી લઈ ગીત પોતાનું સ્વરૂપ સાધે છે આ રીતે સિદ્ધ થતા સ્વરૂપમાં એકી સાથે ત્રિવિધ તત્વોનો સમન્વય થાય છે આ ત્રણ તત્વો એટલે કવિતા, ગીત અને સંગીત ગીત એ ઊર્મિ કાવ્યોનો જ એક પ્રકાર છે તેથી ઊર્મિ કાવ્યોના બધા જ ઘટકો તેમાં અપેક્ષિત હોય છે નરસિંહ મેહતાના કેટલા પદ ની રચના એ પ્રકારની છે " અખિલ બ્રહ્માંડમાં "જેવી કેટલીક કૃતિઓ તેનું દ્રષ્ટાંત છે વિચાર અને ચિંતન તત્વનો સમુચિત સમનન્વય સાધતી રચનાઓ , જેમકે " નિરખને ગગનમાં "
"હરિનો મારગ "ભક્તિ જેવી પંખીણી " આદિ રચનાઓ એ પ્રકારની છે. અર્વાચીન ગીત રચનામાં ન્હાનાલાલ ની કાવ્ય કૃતિ "વિરાટનો હિંડોળો "અને "ફૂલડાં કટોરી "ગીત શક્તિનો યોગ્ય ઉન્મેષ જણાય છે.
ઘટના પ્રધાન ગીત રચનાઓમાં " નાગ દમન "લોક સાહિત્યમાં "મોટા ખોરડાં "સુન્દરમ કૃત "રૂડકી" અને મેઘાણી ની " છેલ્લી સલામ "વિગેરે આ વિભાગમાં સમાવી શકાય 
(5) સોનેટ કાવ્ય સ્વરૂપ :-  સોનેટનો જન્મ 13મી સદીમાં ઇટાલીમાં પ્રખાત કવિ ગ્વીતોની ના હાથે થયો મનાય છે ત્યાંથી આ કાવ્ય સ્વરૂપ દુનિયાના મોટાભાગના દેશો સુધી વિકસ્યું,દાન્તે અને પેટ્રાર્ક જેવા સર્જકોએ સૉનેટના કાવ્ય સ્વરૂપને પુરસ્ક્રુત કરવામાં યોગદાન આપ્યું આ કાવ્ય સ્વરૂપ ધીમે ધીમે સ્પેન, પોર્ટુગલ, અને ફાંસ સુધી પહોંચ્યું, 15 મી સદીમાં જર્મનીમાં પણ એ એટલું જ પ્રચલિત થયું એક મત પ્રમાણે ફ્રેન્ચ ભાષા શબ્દ "SONNETTE "  માંથી  SONNET શબ્દ થયાનું મનાય છે સોનેટનું બંધારણ 14 પંક્તિ નું હોય છે.
ગુજરાતીમાં સોનેટનો પ્રારંભ બળવાનરાય ઠાકોર દ્વારા થયેલો ગુજરાતીમાં સોનેટ ઉતસરનાર શ્રી "કાન્ત" અને બ.ક.ઠાકોર હતા બંગાળી તથા મરાઠી ભાષામાં પણ સોનેટ લખાયા છે મૂળભૂત રીતે સોનેટ એ ઊર્મિ કાવ્ય નો એક ભાગ છે.સૉનેટનું બંધારણ 14 પંક્તિનું હોય છે ગુજરાતી માં સોનેટ સર્જકોમાં ઠાકોર સિવાય 
રા.વિ પાઠક, ચં. ચી. મેહતા,ઉમાશંકર જોશી,સુન્દરમ,રામપ્રસાદ શુક્લ, મનસુખલાલ ઝવેરી,સુંદરજી બેટાઈ,શ્રીધરાણી ,પ્રહલાદ પારેખ, હરિશ્ચંદ્ર ભટ્ટ રાજેન્દ્ર શાહ,ઉશનસ,નિરંજન ભગત, બાલમુકુન્દ દવે , જયંત પાઠક,ચિનુ મોદી,રમેશ પારેખ, શશી શિવમ,ભાનુપ્રસાદ પંડ્યા જેવા સર્જકોનું યોગદાન છે 
(6) ગઝલ કાવ્ય સ્વરૂપ:-   ગુજરાતી કાવ્ય સ્વરૂપમાં ગઝલ સૌથી લોકપ્રિય કાવ્ય પ્રકાર છે 
અરબી ભાષામાં ગઝલ શબ્દનો અર્થ પ્રિય પાત્ર સાથે પ્રેમાલાપ કરવો એવો થાય છે  આ સ્વરૂપ પર્શિયન,અરબી, અને ફારસી ભાષા માંથી આપણે ત્યાં આવ્યુ છે ગઝલનો મુખ્ય વિષય પ્રેમ હોય છે પ્રેમની કબૂલાત અહેસાસ, પ્રિય પાત્રના મિલનની ઉત્કંઠા મિલન ના સમયની અનુભૂતિ પ્રેમની મસ્તી,પ્રેમની આરઝૂ પ્રિય પાત્રનો વિરહ અને તેની વેદના-વ્યથા ક્યારેક પ્રિય પાત્રની બેવફાઈ વિગેરે ગઝલના મુખ્ય વિષયો રહ્યા છે વિષય સંકુચિતતા ના કારણે ગઝલમાં એકવિધતા , કૃત્રિમતા, ચીલા ચાલુ શૈલી દેખાય છે તમે જો જો મોટેભાગે સાકી, શમા, જામ,શરાબ, સાહિલ,ખૂન, ખંજર દામન , વિગેરે શબ્દો ખોબેને ધોબે વપરાય  છે.
   ગુજરાતીમાં ગઝલ ની શરૂઆત કરનાર બાલાશંકર કંથારીયા,મણિલાલ કલાપી ,બોટાદકર,ખબરદાર, લલિત, ન્હાનાલાલ વિગેરે અગ્ર સ્થાને છે.મણિલાલ ની " કઇ લાખો નિરાશામાં અમ્ર આશા છુપાઈ છે , ખફા ખન્જન સન્માનમાં રહમ ઊંડી લપાઈ છે " વિખ્યાત છે કલાપીની "આપણી યાદી " પણ જાણીતી છે તો મેઘાણીની " નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે , ખબર છે એટલી જ કે માતની હાકલ પડી છે " એવી રાષ્ટ્ર ભક્તિની ગઝલ પણ આપણ ને મળી છે 
ગઝલની દુનિયાનો પાયાનો પથ્થર એટલે અમૃત ઘાયલ એ ઉપરાંત આદિલ મન્સૂરી,મનહર મોદી ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ , મનોજ ખંઢેરીયા ને ભૂલી શકાય નહીં 
(7)  ચિન્તનોર્મિ કાવ્ય:- કાવ્યમાં કેલીકવાર ચિંતન પ્રેરક અંતગઁવા વિચાર ગહન  વિષયનું નિરૂપણ થતું હોય છે એવી કૃતિઓમાં સ્વાભાવિક રીતેજ વિચાર કે ચિંતન તત્વનું મહત્વ વિશેષ હોવાનું ચિંતન કવિતામાં કેટલીકવાર બૌદ્ધિક અનુભૂતિ, અધ્યાત્મ અનુભૂતિ Intellectual Experience ને વિષયવસ્તુ રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે.
નરસિંહ મેહતા ના જ્ઞાનના પદોમાં આધ્યાત્મિક કાવ્યોના નમૂના મળે છે મીરાંબાઈના પદોમાં પણ અધ્યાત્મ ઝળકે છે ગાંધી યુગના પ્રમુખ કવિઓમાં ઉમાશંકર જોશી અને સુન્દરમ અગ્રીમ સ્થાને છે ઉમાશંકરનું "વિશ્વશાંતિ " એનો નમૂનો છે એ ઉપરાંત મેઘાણી, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, સુંદરજી બેટાઈ, વિગેરે કવિઓએ પણ ચિંતનોર્મિ કવિતા આપી છે.
(8) નાટયોર્મિ કવિતા :-   (Drametic Lyric ) જગતમાં સૌથી પ્રાચીન સાહિત્ય સ્વરૂપોમાં મહાકાવ્યની સાથેજ સ્થાન પામે એવું બીજું સ્વરૂપ નાટ્ય પ્રકારનું છે નાટકમાં વાસ્તવિક જીવનના દ્રશ્યો નો આભાસ રચવાની એક વિશિષ્ઠ ખૂબી છે. કવિતા જયારે  વિશિષ્ઠ શક્તિનો વિનિયોગ કહે છે ત્યારે તે નાટ્ય રચનાની નજીક પહોંચે છે નિરંજન ભગતની "આંધળો " "પતિયોં " વિહરે કવિતાને આ પ્રકારમાં મૂકી શકાય 
(9) વિરહોર્મિ કવિતા અને તેના પ્રભેદો :-વિરહ ઊર્મિ કવિતાના જુદા જુદા  જે મુખત્વે નીચે મુજબ ગણાવી શકાય, 
1  સ્મૃતિ લેખ :- મૃત્યુ જન્ય શોક પ્રદર્શિત ટૂંકી કવિતાઓ આ પ્રકાર માં આવેછે, પ્રિયજન ના પાળિયા ,દહેરી, સમાધિ, છત્રી, કબર કે તેના જેવી સ્મૃતિ ચિન્હ માં કોતરાયેલી હોય છે.ગ્રીક ભાષા માં  તેને EPITAPH કહે  છે.
ગુજરાતી માં તેને સ્મૃતિ લેખ કહે છે
2 રાજીયા - મરશિયા પરિવાર જનનું અવસાન ના તિવ્ર શોક દર્શાવતા આ કાવ્યને રાજીયા અથવા મરશિયા કહેછે અંગ્રેજીમાં તેને DIRGE કહે છે 
3 વિષાદ કાવ્ય સ્વજન ના મૃત્યુ નિમિત્તે લખાતા કાવ્યો નો આ પ્રકાર છે વિષાદ કાવ્યો  વિલાપ કાવ્યો સાથે નજીક નો સબંધ છે "અજ વિલાપ "અને "રતિ વિલાપ " આ પ્રકારના કાવ્યો છે બાલમુકુન્દ દવે નું "જૂનું ઘર ખાલી કરતાં " પણ કવિની વ્યથા વર્ણવતું આ ગીત આ  આવે છે.
4 પત્ર  કવિતા :-(EPISTLE) વિરહ વ્યથા વર્ણવતા કાવ્યનો આ એક પ્રકાર છે શ્રીમતી હીરાબેન પાઠક નો કાવ્ય સંગ્રહ "પરલોકે પત્ર " આ પ્રકારનો ગણાય છે."આંધળી માં નો કાગળ "પણ  એજ પ્રકારમાં આવે 
5 કરૂણ પ્રશસ્તિ :- વિર્હોરમી કાવ્ય નો આ પ્રકાર શોક અને વ્યથા વર્ણવતું દીર્ઘ સ્વરૂપ છે,
10 ખંડ કાવ્ય :-    ગુજરાતી કાવ્ય સ્વરૂપમાં ખંડકાવ્ય એ વિશિષ્ઠ કાવ્ય પ્રકાર છે પહેલું ખંડકાવ્ય કાન્ત દ્વારા રચાયું સંસ્કૃતમાં કાલિદાસે "મેઘદૂત "અને ઋતુસંહાર" પણ ખંડકાવ્યો જ છે કાન્ત ના ઉત્તરા અભિમન્યુ અને "વસંત વિજય "આ પ્રકારના છે 
કલાપી, નરસિંહરાવ, બોટાદકર, સુન્દરમ ઉમાશંકર વિગેરે એ ઉત્તમ ખેડાણ આ દિશામાં કર્યું છે  
        

Sunday, 16 August 2020

પૈસા...પૈસા...પૈસા.

 

*
“દુનિયામાં પૈસા જ સર્વસ્વ છે” આ ફિલોસોફી માં માનનાર દરેક માટે
૧૯૨૩માં શિકાગોની “એડજ વોટર બીચ” હોટલમાં દુનીયાના સૌથી વધારે ધન કુબેરોમા ના નવ ધનવાન લોકો ભેગા થયા. તે બધાની કુલ સંપત્તિ તે વખતની અમેરિકાની સરકારની કુલ સંપત્તિ કરતા પણ વધારે હોવાનો અંદાજ હતો.આ લોકોને ચોક્કસ ખબર જ હતી કે કઈ રીતે જીવવું અને સંપત્તિ એકઠી કરવી.
આ મીટીંગમાં હાજરી આપનાર નીચેના વ્યક્તિઓ હતા:
૧. સૌથી મોટી સ્ટીલ કંપનીનો પ્રેસીડેન્ટ,
૨. સૌથી મોટી યુટીલીટી કંપનીનો પ્રેસીડેન્ટ,
૩. સૌથી મોટી ગેસ કંપનીનો પ્રેસીડેન્ટ,
૪. ન્યુયોર્ક સ્ટોક એક્સ્ચેઇન્જનો પ્રેસીડેન્ટ,
૫ .બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સનો પ્રેસીડેન્ટ,
૬. ઘઉં બજારનો સૌથી મોટો સટ્ટો રમનાર,
૭. વોલ સ્ટ્રીટનો સૌથી મોટો બીયર વાળો,
૮. વિશ્વના મહાન અર્થતંત્રનો વડો અને
૯. પ્રમુખ હાર્ડીંગના કેબિનેટનો સભ્ય.
કોઈ પણ માપદંડથી જોતા આ બધા ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિઓ હતા.
તેમ છતાં ૨૫ વર્ષ પછી આ નવ ઇન્ડસ્ટ્રીયલ દીગ્ગજો કયાં હતા?ચાલો જાણીએ ૨૫ વર્ષ પછી આ લોકો નું શું થયું?
૧. સૌથી મોટી સ્ટીલ કંપની,(બેથલેહમસ્ટીલ કોર્પોરેશન)નો પ્રેસીડેન્ટ ચાર્લ્સ એમ.સ્વેબ મૃત્યુ પહેલાના પાંચ વર્ષ ઉધાર લીધેલ પૈસા પર જીવ્યો અને દેવળિયો થઇ મૃત્યુ પામ્યો.
૨. સૌથી મોટી ગેસકંપનીનો પ્રેસીડેન્ટ, હોવાર્ડ હબસન ગાંડો થઇ ગયો.
૩.સૌથી મોટો કોમોડીટીનો વેપારી(ઘઉં બજારનો વેપારી)આર્થરકુટે નાદાર બની મૃત્યુ પામ્યો.
૪. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જના તત્કાલીન પ્રમુખ, રિચાર્ડ વ્હીટનીને જેલમાં જવાનો સમય આવ્યો.
૫. યુ.એસ.પ્રેસિડેન્ટ કેબિનેટના સભ્ય (પ્રમુખ હાર્ડીંગનાકેબિનેટના સભ્ય),આલ્બર્ટ ફોલને જેલમાંથી સજા માફ કરી મુક્ત કરવા આવ્યો હતો જેથી તે ઘરે જઈ અને શાંતિથી અંતિમ શ્વાસ લઇ શકે.
૬. વોલ સ્ટ્રીટના સૌથી મોટા બીયરવાળા જેસી લિવરમોરે આત્મહત્યા કરી હતી.
૭. વિશ્વના મહાન અર્થતંત્રના વડા ઈવર ક્રુગેરે આત્મહત્યા કરી હતી.
૮. બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના પ્રેસીડેન્ટ લિયોન ફ્રેઝરએ આત્મહત્યા કરી હતી.
૯. સૌથી મોટી યુટિલિટી કંપનીના અધ્યક્ષ, સેમ્યુઅલ અનસૂલ, મૃત્યુ પામ્યા ત્યારે નિર્ધન હતા.
તેઓ જયારે પૈસા કમાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેઓ એ ભૂલી ગયા હતા,”જીવન” કેવી રીતે જીવવું! નાણાં પોતે દૂષણ નથી; તે ભૂખ્યા માટે ખોરાક, બીમાર માટે દવા, જરૂરિયાતમંદ માટે કપડાં આપે છે.નાણાંએ એક માત્ર એક્સચેન્જનું માધ્યમ છે.
આપણને બે પ્રકારના શિક્ષણની જરૂર છે.
A) એક એવું કે જે આપણને જીવન કેવું બનાવવું તે શીખવે અને
B) બીજું એવું કે કેમ જીવવું તે શીખવે.
આપણામાંના ઘણા એવા છે કે જે પોતાના વ્યવસાયિક જીવનમાં એટલી હદે ગૂથાયેલા રહે છે કે તેઓ પોતાના પરિવાર, આરોગ્ય અને સામાજિક જવાબદારીઓની અવગણના કરતા હોય છે.
જો તેઓને એમ પૂછવામાં આવે કે તેઓ આમ શા માટે કરે છે? તો જવાબ આપશે કે તે આમ પોતાના પરિવાર માટે જ તો કરે છે.
આપણે સવારે કામ પર જવા ઘર છોડીયે ત્યારે આપણા બાળકો સૂતાં હોય,જયારે આપણે ઘરે પરત આવીએ ત્યારે પણ તેઓ રાત્રે સુઈ ગયાં હોય છે!
વીસ વર્ષ પછી, આપણે નવરા પડશું, ત્યારે તે બધા પોતાના સ્વપનો સાકાર કરવા અને પોતાની જિંદગી જીવવા નીકળી પડ્યા હશે.
પાણી વિના, વહાણ ચાલી શકે નહિ. વહાણને પાણીની જરૂર ખરી, પરંતુ પાણી વહાણની અંદર જાય તો તેના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થાય છે. જે એક સમયે વહાણ માટે જરૂરી હતું તે હવે વિનાશનું કારણ બની શકે છે.તે જ રીતે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં કમાવું એ જરૂરિયાત છે, પરંતુ કમાણી દિલો-દિમાગમાં ઘૂસી જવી ના જોઈએ, જે એક સમયે જીવનનું કારણ હોય તે વિનાશનું કારણ ન બને તે જરૂરી છે. તેથી જ થોડો સમય કાઢો અને પોતાની જાતને પુછો, ”શું મારા વહાણમાં પાણી ઘુસી ગયું છે?
હું ઇચ્છુ છું કે આશા છે કે ઉપરની વાત આપણને સૌને બહેતર જિંદગી જીવવાની દિશા બતાવશે.


Friday, 14 August 2020

બંસી-બિરજુ

બિરજુ એક શ્રીમંત પરિવારનું એક નું એક લાડકુ સંતાન હતું
અભ્યાસમાંતો તેજસ્વી ખરો જ સાથોસાથ ક્રિકેટ,બૅડ્મિગટન,વોલીબોલ અને ટેબલ ટેનિસનો પણ ચેમ્પિયન હતો.માત્ર રમત ગમત જ નહીં પણ સંગીત-નાટક કે અન્ય સાહિત્યિક પ્રવૃત્તિમાં પણ એક માત્ર પારંગત તરીકે કોલેજના વિદ્યાર્થીગણ તથા પ્રાધ્યાપકોમાં એનું નામ આદરથી લેવાતું હતું  રૂપ ગુણ સાથે એની નમ્રતા, અને વિવેકી સ્વભાવ એના આકર્ષણ માટેનું મુખ્ય કારણ હતું કોલેજમાં એ સતત બે વર્ષથી વિદ્યાર્થી પરિષદના મંત્રી (General Secretory) તરીકે ચૂંટાતો રહેતો હતો.
એનાજ વર્ગમાં અભ્યાસ કરતી બંસી પણ એની માતા હીનાબેન અને પિતા બિશ્વજીતની એક માત્ર લાડકી પુત્રી હતી. દેખાવમાં સુંદર સંસ્કારી મૃદુભાષી અને મોહક વ્યક્તિત્વ વાળી બંસી રાસ ગરબા, નૃત્ય અને સંગીતમાં પ્રાવિણ્ય ધરાવતી હોય કોલેજના વિવિધ કાર્યક્રમોમાં બંસી-બિરજુની જોડી હમેશ અવ્વ્લ જ હોય.
ઉપરાંત પણ ક્યાંય કોઈ સામાજિક કાર્યક્રમમાં એ બન્નેય પોતાની કલા અચૂક પીરસતા
દીર્ઘ સહવાસ અને સમાન રૂચી તથા સ્વભાવને કારણે બન્ને વચ્ચે ખુબજ ગાઢ મિત્રાચારી હતી. 
સતત સંપર્ક પ્રેમાંકુરો જન્માવે છે એ નિયમે બન્ને વચ્ચે પ્રેમની રેશમી ગાંઠ બંધાણી
       કોલેજનું છેલ્લું વર્ષ પુરૂં  થવામાં હતું  એક દિવસ બિરજુએ બંસીને પૂછ્યું,"બંસી, આપણું કોલેજનું  છેલ્લું વર્ષ પૂરું થવામાં છે ત્યારબાદ હું MBA ના આગળ અભ્યાસ માટે લંડન જવાનું વિચારીને તે અંગેની તૈયારી કરું છું. મારા અભ્યાસના ચાર વર્ષ પુરા થયે હું ઈંડિયામાંજ સેટલ થવનો છું  જો તું  સહમત હો તો મારો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે લગ્ન કરી લઈએ. આમે ય હાલ લગ્ન કર્યાથી તું લંડન આવી શકે એમ નથી, અને લગ્ન કરીને લંડન જવાથી મારા અભ્યાસમાં ખલેલ પહોંચે એ સ્વાભાવિક છે તો આ બાબતે તારો શું મત પડે છે ?"
બંસીએ જવાબ દેતા કહ્યું, તમે સાચા છો અને તમારો વિચાર યોગ્યજ છે પરંતુ તું લંડન જાય એ પહેંલાં મારા માતા પિતાને રૂબરૂ એકવાર મળીને એ બાબતે ચર્ચા કરી લેવી જોઈએ જેથી એ ચાર વર્ષ દરમ્યાન લગ્ન માટેની બીજી કોઈ સારી દરખાસ્ત આવે તો મને લગ્ન કરી લેવાની ફરજ ન પાડે "
"તારી વાત સાચી છે.મારે તારા માતા પિતાને એટલો વિશ્વાસ આપી વચનથી બંધાઈ  જવું જોઈએ પણ એ આપણી પરીક્ષાના પરિણામ પછી એવું ગોઠવીએ" બિરજુને બંસીની વાત ગળે ઉતરતા જવાબ  આપ્યો 
******
    પરીક્ષા પુરી થઇ,પરિણામ પણ આવી ગયું બિરજુ સમગ્ર યુનિવર્સીટીમાં પહેલે નંબરે પાસ થઇ ગોલ્ડમેડલ મેળવવા ભાગ્યશાળી બન્યો
અગાઉ નક્કી થયા મુજબ એક દિવસ બિરજુ બંસીના માતા પિતાને લગ્ન વિષયક દરખાસ્ત મુકવા અને રૂબરૂ મળવા ગયો.નક્કી થયા મુજબ બંસીએ બિરજુના આવવા અગાઉ પોતાના મા-બાપને બિરજુનો પરિચય આપી પૂર્વભૂમિકા બાંધી દીધી હતી.
ઔપચારિક વાતો કર્યા પછી બિરજુએ પિતા બિશ્વજીતને જણાવ્યું કે પોતે બંસીને બેહદ પ્રેમ કરે છે અને અમે  બન્ને લગ્ન કરવા પરસ્પર સહમત છીએ પણ એ ચાર વર્ષ પછી લંડન અભ્યાસ કરી આવ્યા બાદ શક્ય બને ત્યાં સુધી અમે બન્ને ધીરજ રાખી રાહ જોઈશું,
જવાબમાં બિશ્વજિતે સંમતિ આપતા વચન માગ્યું કે બિરજુ વિદેશમાં કોઈ સાથે લગ્ન કરી પાછળથી વચન ભંગ નહીં કરે. બિરજુ એ વાતથી સહમત થઇ વચનથી બંધાયો
*****
બિરજુ લંડન જવા ઉપડ્યો બંસી પણ એરપોર્ટ ઉપર   તેને મુકવા ગઈ અને એક હળવા ચુંબન અને મધુર આલિંગન સાથે બન્ને છુટા  પડ્યા, 
આમ ચાર વર્ષની લાંબી મુદત માટે બંસી -બિરજુ પહેલીજ વાર એક બીજાથી છુટા પડ્યા,
******
દિવસો,મહિનાઓ અને વર્ષો ઝડપથી પસાર થવા લાગ્યા બન્ને નિયત અંતરે ટેલિફોન ઉપર એક બીજાના સંપર્કમાં રહેતા હતા અને ખુશ હતા. 
******
વિધિની ગતિની ને આજસુધી ક્યાં કોઈ જાણી શક્યું છે ? એક દિવસ અચાનક જ બંસી અછબડા
( Chicken pox) ના રોગમાં સપડાઈ સમયસરની સારવાર અને દેખભાળથી એની તબિયત સુધરવા તો લાગી પણ અછબડાના ભયંકર રોગમાં બંસીએ પોતાની બન્ને આંખોની રોશની ગુમાવી અને દ્રષ્ટિહીન બની ગઈ.
માતા હીનાબેન તથા પિતા બિશ્વજીત ચિંતામાં મુકાઈ ગયા આ સમાચાર બિરજુને કેવી રીતે આપવા એ વિચારે બન્ને ખુબ મૂંજાયા બંસી પણ પોતાની બીમારીને અત્યાર સુધી સાધારણ તાવ તરીકે જ બિરજુને ફોન ઉપર કહેતી આવી હતી તેથી હવે બંસી માટે પણ દ્વિધા શરૂ થઈ કે પોતે દ્રષ્ટિ ગુમાવ્યાની બિરજુને  જાણ થતા નિશ્ચિત રીતે હવે બિરજુ તેની સાથે લગ્ન નહીં કરે અને એ ચિંતામાં અને ચિંતામાં બંસી દુઃખી થતી રહી .
હીનાબેન અને બિશ્વજીતને પણ પુરી ખાતરી થઇ ગઈ કે હવે પ્રજ્ઞાચક્ષુ બંસીનો હાથ બિરજુ તો શું પણ જ્ઞાતિનો  કોઈ ઉચ્ચ ખાનદાની છોકરો પણ નહીં સ્વીકારે
કોઈ પણ સંજોગોમાં માણસ આશાના તંતુએ જીવતો હોય છે એજ રીતે હીનાબેને અનેક માનતા તથા બાધા રાખી કંઈક જ્યોતિષીઓના પગથિયાં ઘસી નાખ્યા આ બાજુ બિશ્વજીત પણ અનેક આંખના ડોક્ટરોને મળી ચુક્યા પણ અંતે નિરાશા જ સાંપડી પ્રશ્ન હવે એ હતો કે આ સમાચાર બિરજુને કેવી રીતે અને ક્યારે પહોંચાડવા ?
ખુબ વિચારને અંતે નક્કી કર્યું કે બંસીની દ્રષ્ટિહીન અવસ્થાએ બિરજુ કદાપિ  બંસીને સ્વીકારવાનો તો  નથી જ  તેથી હાલ તેને સમાચાર ન આપતા એ અભ્યાસ પૂરો કરી અહીં પરત ફરે ત્યારે જ વિગતે બધી વાત કરવી
******
સમયનું વહેણ વીતતું ગયું બિરજુનો અભ્યાસ પૂરો થઇ એ M.B.A. ની ડિગ્રી લઈ ભારત પાછો ફરવાનો દિવસ આવી પહોંચ્યો બિરજુએ બંસીને ફોન કરી પોતે પહોંચવાની તારીખ અને ફ્લાઇટનો સમય ફોનથી આપી અને એરપોર્ટ ઉપર તેને સત્કારવા આવવાનું કહ્યું પણ ખરું પણ નિશ્ચિત દિવસે બંસી એરપોર્ટ ગઈ નહીં
બિરજુ એરપોર્ટ પર ઉતરતા એમના માતા પિતા, મિત્રો, શુભેચ્છકો વિગેરે સહુને આવેલા જોઈ બિરજુની આંખ સતત બંસીને શોધતી રહી પણ બંસી આવી જ ન હોય તેને ન જોતાં  બિરજુ નિરાશ થયો અને મનમાં અનેક
 શંકા-કુશંકાના વાદળો ઉમટ્યા
સ્વદેશની ધરતી ઉપર લાંબા સમય પછી એક જબર સિદ્ધિ મેળવીને પરત આવતા બિરજુના આનંદનો કોઈ પાર નહોતો છતાં એ વ્યગ્ર મને સતત ઉચાટ અનુભવતો હતો.ઘેર આવ્યા બાદ તેણે બંસીને ફોન પણ કર્યો પણ જયારે એ ફોન નો કોઈ જવાબ ન મળ્યો ત્યારે બિરજુ વધુ મનમાંને મનમાં મૂંઝાયો  ક્યારે સાંજ પડે અને ક્યારે હું બંસીને મળવા જાઉં 
આખરે બિરજુની પ્રતીક્ષાનો અંત આવ્યો અને સાંજે લગભગ છ વાગ્યાના આશરે બિરજુ બંસી માટે લઇ આવેલ સાડી ઉપરાંતની વિવિધ ભેટ લઇ ઘેર પહોંચ્યો
દરવાજાની ડોરબેલ વગાડતા હમણાંજ બંસી દરવાજો ખોલશે એવી આશા સાથે બિરજુના હૃદયના ધબકારા વધી ગયા પણ એની નિરાશા વચ્ચે હીનાબેને દરવાજો ખોલી બિરજુને સત્કાર્યો 
બેઠક ખંડમાં બિશ્વજીત, હીનાબેન અને બિરજુ ગોઠવાયા બિરજુની આંખ સતત બંસીને ખોળતી રહી, કાન બંસીનો મધુર અવાજ સાંભળવા સતત સતર્ક રહેતા હતા પણ એ બધામાં નિરાશા સાંપડતા અંતે બિરજુથી પુછાઈ ગયું " બંસી બહાર ગઈ છે ? હું એમના માટે થોડી ગિફ્ટ લઈ આવ્યો છું " 
હીનાબેન તથા બિશ્વજિતે એક બીજાની સામે જોયું  બિરજુની ચકોર નજરે એની નોંધ લેતા મનમાં કોઈ અમંગળ બન્યાનો વ્હેમ પણ ઉઠ્યો થોડીવાર ખંડમાં ગમગીની સાથે સન્નાટો છવાઈ ગયો.આખરે બિશ્વજિતે મૌન તોડ્યું 
" બિરજુ,ખુબ જ દુઃખ સાથે એક કમનસીબ સમાચાર તને આપવાના છે એટલી શરૂઆત કર્યા પછી બિશ્વજિતે બનેલી બધી જ ઘટના વિગતે જણાવતા બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને ઉમેર્યું કે બિરજુ હવે તું તારા વચનમાંથી મુક્ત છે, હું દ્રષ્ટિહીન બંસીને તારા ગળે બાંધી તને દુઃખી કરવા નથી માગતો, ચાલ આપણે બંસીના રૂમમાં જઈએ એટલું કહી ત્રણેય જણા બંસીના રૂમ તરફ ગયા.
બંસીના રૂમમાં પ્રવેશતાજ બિશ્વજીત બોલ્યા "બેટા બંસી,આ બિરજુ તને મળવા અને લંડનથી તારા માટે લાવેલ ગિફ્ટ આપવા આવ્યા છે."
બંસી ઘડીકવાર તો સ્તબ્ધ થઇ ગઈ, શું વાત કરવી અને ક્યાંથી શરૂઆત કરવી એ એને ખબર ન પડી છતાં થોડીવારે સ્વસ્થતા કેળવી બિરજુને આવકારતાં  બોલી, "આવ બિરજુ, કેમ છે ? કેમ રહ્યો લંડન નો અનુભવ ?" જાણે પોતે અત્યંત સ્વસ્થ હોય એવો દેખાવ કરતાં બંસીએ પૂછયું
બિરજુ જવાબ આપે એ પહેલાજ બિશ્વજિતે હીનાબેન સામે જોયું બન્નેએ આંખોથી વાત કરી હોય એમ બિશ્વજીત બોલ્યો " બિરજુ, તું આરામથી બેસ અમે બહાર બેઠા છીએ" એટલું કહી બન્ને રૂમ છોડી બહાર નીકળી ગયા.          બંસીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું "બિરજુ,પપ્પાએ તો બધી વાત કરીજ છે તેથી એ વિષે હવે મારે કઇ વિશેષ કહેવા જેવું રહ્યું નથી. ભાગ્યના ખેલ જેમ સાવ અજાણ્યા બે માણસને ભેગા કરીને એક કરી શકે છે એમ એ જ ભાગ્ય બે અતિ નિકટની વ્યક્તિને પણ કાળની એક જ થપ્પડે અલગ કરી દૂર ફેંકી શકે છે.
 હવે આપણા સોનેરી સ્વપ્નાઓનો અહીં અંત આવતો હોય હું તારી સાથે લગ્ન નહીં કરી શકું હું નથી વિચારી પણ શકતી કે હું લગ્ન પછી તને અને તારા પરિવારને બોજા રૂપ બનું  જ્યાં આંખ જ નથી ત્યાં પાંખ ક્યાંથી હોય આમેય તારા મમ્મી-પપ્પા એક અંધ કન્યાને પુત્રવધુ તરીકે સ્વીકારે કે કેમ એ પણ એક પ્રશ્ન છે" આટલું બોલતા બંસીની બંધ આંખોમાંથી બે અશ્રુબિંદુ સરકી પડ્યા બંસીને ગળે ડૂમો બાજી જતા તે આટલેથી અટકી પડી.
પરાણે કઠણ રહેવાની કોશિશ સાથે બિરજુ એ કહ્યું " અરે પગલી,તે માત્ર દ્રષ્ટિ જ ગુમાવી છે સૃષ્ટિ નહીં આટલી નિરાશા તારામાં હોય ? તું ખોટું વિચારે છે હું માત્ર તારી અને તારી સાથેજ લગ્ન કરીશ એ નિશ્ચિત છે. 
 તારા ચર્મચક્ષુ કરતા પણ તારા આંતર ચક્ષુથી આપણે સદાકાળ જોડે જ છીએ અને રહેશું પણ. 
પ્રેમ કરવા માટે નું પહેલું માધ્યમ કદાચ આંખ હશે પણ પ્રેમ થયા પછી એ પ્રેમની વેલીને પાંગરવા માટે આંખ કરતા હૃદય વધુ ભાગ ભજવે છે આકર્ષણ આંખથી જન્મે છે જ્યારે પ્રેમ અને લાગણી હૃદયથી અવતરે છે. 
બંસી મેં પ્રેમ કર્યો છે કોઈ સોદો નથી કર્યો કે હવે એ કેન્સલ કરું વાત રહી મારા માતા પિતાની સહમતીની તો એ મારો પ્રશ્ન છે એ બાબતે વધુ વિચારીને તારે કે તારા મમ્મી પપ્પાએ દુઃખી થવાની બિલકુલ જરૂર નથી એ જવાબદારી મારી ઉપર છોડી દે હું મારી રીતે ફોડી લઈશ."
બિરજુએ બંસીને વિશ્વાસ અપાવતા આગળ કહ્યું "તું શું એવું સમજે છે કે આખી જિંદગી તારે અંધાપો વેઠવો  પડશે ? અરે, હું આકાશ પાતાળ એક કરી છૂટીશ અને  વિદેશના કોઈ આંખના નિષ્ણાત પાસે તારી સારવાર કરાવી પુન: દ્રષ્ટિ અપાવીશ  બસ જરૂર છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને મારા ઉપરના વિશ્વાસની આ વાત તું તારા મમ્મી પપ્પાને કહી અને જણાવજે કે બિરજુ તારી સાથે લગ્ન કરવા મક્કમ છે તું લેશમાત્ર ચિંતા ન કરીશ "
આ રીતે બંસીને આશ્વાસન સાથે ખાતરી અને હિંમત આપી બિરજુ ઘર તરફ જવા ઉઠ્યો
******
ઘેર પહોંચ્યા પછી બિરજુ સતત ચિંતામાં હતો પણ એણે ધીરજ અને હિંમતથી કામ લેવાનું વિચારી નિરાશ થયા વિના એજ રાત્રે પોતાના મમ્મીની હાજરીમાં પપ્પાને વાત કરતા કહ્યું, "પપ્પા,હું અહીં કોલેજમાં ભણતો હતો ત્યારે મારી જોડે ભણતી  શહેરના નામી ધારાશાસ્ત્રી બિશ્વજીતની પુત્રી બંસીના સંપર્ક માં આવ્યો અને અમે બન્ને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા સમય જતાં અમો બને એ મારો લંડન નો અભ્યાસ પૂરો થયા બાદ લગ્ન કરવા ના નિર્ણય સાથે એક બીજા વચનથી બંધાયા પણ એ દરમ્યાન શીતળાના રોગમાં બંસી પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠી આજે હું  એને મળવા ગયો ત્યારે બંસીએ મને સામેથી લગ્નનું વચન તોડવાનો  આગ્રહ કરતા લગ્ન ન કરી શકવાની વાત કરી પણ હું એ દરખાસ્તને ન સ્વીકારતા તેની સાથે લગ્ન કરવા મક્કમ છું. આ બાબતે મારે તમને જાણ કરવી જરૂરી લાગતાં, અને ફરજ હોય તમને કહું છું " 
બધુંજ શાંતિથી સાંભળ્યા પછી પપ્પાએ કહ્યું ""લવ,રોમાન્સ,અફેક્શન,એ બધા દિવા સ્વપ્ન છે, એક ખ્વાબ છે, દિમાગી શોલા છે, ફરેબ છે બેટા. એ કવિ અને લેખકોની કલ્પના છે શાયરોના ગુબારા છે, ચિત્રકારોનું પાગલપન છે. એ બધું વાર્તાની ચોપડીમાં અને સિનેમાના રૂપેરી પરદે રૂપાળું લાગે પણ જીવનની વાસ્તવિકતા કડવી છે જ્યારે એ કડવી વાસ્તવિકતા મોઢું ફાડીને સામે ઉભે છે ત્યારે એજ લવ અને રોમાન્સ પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે.ચળકતું બધું સોનુ નથી હોતું.મારી આ ઉંમર આ પડાવ દરમ્યાન મેં કેટલાયે એવા લવ મેરેજ જોયા છે જે પ્રેમી હતા ત્યારે હિર-રાંઝા થઈને ફરતા હતા અને લગ્ન પછી દયાપાત્ર બનીને પસ્તાયા છે. પ્રેમ એ કાલ્પનિક,ભ્રામક,અદૃશ્ય સુખ છે. મને આશ્ચર્ય તો એ વાતનું છે કે વિદેશથી ડિગ્રી લઈને આવેલ પુખ્ત વયનો પુત્ર પોતાનું હિત અને ભવિષ્ય વિચાર્યા વિના પોતાની જિંદગીનો આવડો મોટો ફેંસલો બુદ્ધિથી કરવાને બદલે હૃદયથી કેમ કરે છે ?
જો મારી સંમતિ માગતો હો, તો હું એ બાબતે સંમત નથી અને જો માત્ર જાણ જ કરતો હો તો મારે એ વિષે કંઈ કહેવાનું રહેતું નથી કારણકે લગ્ન તારે એની સાથે કરી અને સંસાર નિભાવવાનો છે અને તારી મા ને એની સાથે રહેવાનું છે જો એ સહમત હોય તો તારા એ નિર્ણયથી મને ખાસ કંઈ ફેર પડતો નથી" એટલું બોલી એ મૌન થઇ જઇ પત્ની સામે જોયું
પપ્પાની વાત પુરી થતાંજ મમ્મીએ શરૂ કર્યું " બિરજુ,તું એક અંધ કન્યા સાથે લગ્ન કરવા માગે છે ?
તારી એના પ્રત્યેની ભવિષ્યની જવાબદારીનો તે વિચાર કર્યો છે ? બચપણ થી લઈને આજસુધી તારા ઉછેરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની શારીરિક,અને માનસિક બધીજ જવાબદારી એકલે હાથે ઉઠાવીને જયારે હું ત્રસ્ત થઈ ગઈ છું ત્યારે અમારી ઉતરતી અવસ્થાએ અમને શાંતિ અને રાહત આપવાને બદલે તારી અંધપત્ની ની જવાબદારી પણ અમારી ઉપર લાદી દે છે ? મારુ શરીર ક્ષીણ થતા હવે મારે એક મદદગારની જરૂર છે એવા સમયે અંધ પુત્રવધુ મને શી રીતે ઉપયોગી થવાની છે ? ઉલટું એ દ્રષ્ટિહીન હોવા કારણે મને એનો નાનો મોટો શારીરિક અને માનસિક બોજો વધવાનો છે.હું તારા નિર્ણય સાથે કબૂલ નથી થતી. જો તું તારા વિચાર ઉપર અડગ હો તો અમારાથી જુદો થઇ જવાની સલાહ આપું છું " કહેતાં એની આંખમાં આંસુ આવી ગયા.
"મમ્મી, જયારે મેં એને પ્રેમ કર્યો ત્યારેજ મેં મારી બધી જવાબદારીનો વિચાર કર્યો હતો હવે જયારે કુદરતી રીતે એના વિપરીત સંજોગો આવ્યા ત્યારે જો હું મારૂ વચન પાલન ન કરી જવાબદારીમાંથી માંથી છટકી જાઉં તો હું સ્વાર્થી ગણાઉં, એ માટે મને મારો અંતર આત્મા કદી માફ ન કરે.પ્રેમ વિષે પપ્પાની ભલે ગમે તે વ્યાખ્યા હોય પણ મારી નજરમાં પ્રેમ એ પ્રાર્થના છે, ઈબાદત છે, બંદગી છે હું પ્રેમ જેવા પવિત્ર શબ્દને સ્વાર્થની ઓઢણી ઓઢાડવા નથી માગતો
તું શું એમ માને છે કે બંસીનો અંધાપો આજીવન રહેશે ? બિલકુલ નહીં જરૂર પડે હું વિદેશ જઈને પણ એની સારવાર કરાવી હું એને છ મહિનામાં દૃષ્ટિ પાછી અપાવીશ,તેમ છતાં જો તમે મને આ ઘરમાંથી જુદો રહેવાની ફરજ પાડશો તો હું એ માટે પણ તૈયાર છું" આટલું બોલી વ્યગ્ર મને બિરજુ ત્યાંથી ઉઠીને બહાર ચાલ્યો ગયો
******
બીજે દિવસે બિરજુ બંસી પાસે પહોંચી આગલા દિવસની બધી વાતથી વાકેફ કરતા કહ્યું કે "આવતે મહિને અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ હોય આપણે દેવાલયમાં જઈને સાદગીપૂર્વક  વિધિવ્રત લગ્ન ગ્રંથિથી જોડાશું
તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધું જ હું સંભાળી લઈશ. એજ રીતની વાત બિશ્વજીત તથા હીનાબેન ને કરી બિરજુ પાછો ફર્યો
******
અક્ષય તૃતીયાનો દિવસ 
આજે સવારથી જ બંસી ખુશ હતી.અનેક કુદરતી અવરોધો વચ્ચે આજે પોતાના મનનો માણીગર તેને પોતાની સાથે લઈ જઇ રહ્યો છે વર્ષોની તપસ્યાનું ફળ આજે મળશે એવું વિચારતા આનંદિત હતી. પ્રજ્ઞાચક્ષુ  હોવા છતાં તેના ઉમંગ અને ઉત્સાહમાં લેશ માત્ર ઓટ આવી નહોતી સુંદર ગુલાબી સિલ્કની સાડી,હાથમાં સાચામોતીના  કંગન, નાકમાં નથડી, જમણા હાથની પાતળી લાંબી આંગળીમાં સફેદ સાચા હીરાની વીંટી, ગળામાં હેમનો ચંદનહાર સમો લાંબો મોટો હાર,કપાળે પીળી તથા સફેદ બિંદીની પીયળ,પગમાં મોટી ઘુઘરીના છમ છમ બાજે એવા ચાંદીના ઝાંઝર, જમણા પગની આંગળીમાં ચાંદીની ચમકતી મીન,કોણી સુધીના હાથમાં મહેંદી, મુલાયમ લાંબા કોરા કેશમાં બોરસલીની વેણી સાથે સારા ચોઘડિયે શુભ મુહર્તમાં માતા  હીનાબેન તથા પિતા  બિશ્વજીતની ઉપસ્થિતિમાં પુરી ધાર્મિક વિધિથી બંસી બિરજુ લગ્ન ગ્રંથિથી જોડાયા
પોતાની જીદ્દ ઉપર મક્કમ રહેનાર બિરજુને એના માતા પિતા સાથે ક્ડવાશના બીજ રોપાયા
 27 વર્ષ સુધી પાળી પોષીને લાડથી ઉછેરેલા એક માત્ર આશાના કિરણ સમા પુત્ર અને માતા પિતા વચ્ચેના સંબંધોની દીવાલમાં ઊંડી તિરાડ પડી અને એ જ કારણે બિરજુએ ગૃહ ત્યાગ કરી પોતાનો જુદો માળો વસાવ્યો
******
બિરજુ એ લગ્ન પછી તુરતજ રસોયો તથા પુરા સમયના નોકરની વ્યવસ્થા કરી બંસીને બ્રેઈન લિપિ શીખવવા ટયુશન રખાવી દીધું  બીજી બાજુ વિદેશનાનિષ્ણાત આંખના સર્જન તથા હોસ્પિટલની યુદ્ધના ધોરણે   
તપાસ આદરી,અને જર્મની ની વિખ્યાત આંખની હોસ્પિટલ "યુનિવર્સીટી આઈ હોસ્પિટલ હેઇડનબર્ગ (જર્મની) " ના વિખ્યાત ચક્ષુ નિષ્ણાત ડો. વિલિયમ રિચાર્ડ નો સંપર્ક સાધી મુલાકાતનો સમય નોંધાવી દીધો 
માત્ર પંદર જ દિવસમાં બંસી બિરજુ આંખની સારવાર માટે જર્મનીના બર્લિન શહેર જવા ઉપડી ગયા.
******
ડોક્ટર વિલિયમના મતે રેટિનાની તકલીફ ઉપરાંત આંખની બારીક રક્તવાહિનીઓ ના સુકાઈ જવાના કારણે અંધાપો આવ્યો હોય નિષ્ણાત તબીબો ની ટીમ દ્વારા એની સફળ શસ્ત્ર ક્રિયા પણ થઇ ગઈ અને એક માસના રોકાણ બાદ સંપૂર્ણ પૂર્વવત દ્રષ્ટિ મેળવી બંસી બિરજુ ભારત પરત ફર્યા બંસીને લેશમાત્ર પોતાના નવજીવન ની કલ્પના ન હોતી જે ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થતા બંસી બિરજુ બન્ને ખુશ હતા. બંસી બિરજુના સુખના દિવસો હવે શરૂ થયા.
******
  એક દિવસ સવારમાં ઓચિંતી  ટેલિફોનની ઘંટડી રણકી
ફોન બિરજુએ ઉપાડ્યો  એના પપ્પાએ વાત કરતા કહ્યું " બેટા, ગઈકાલે રાત્રે તારા મમ્મી બાથરૂમમાં લપસી જઈ પડી જતા મેં તાત્કાલિક અસ્થિ નિષ્ણાત ડો.રાજેશ શાહનો સંપર્ક કરી એક્સ-રે કઢાવી  નિદાન કરાવતા થાપાનું હાડકું ભાંગ્યાનું નિદાન થયું છે.અને એ માટે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન બાદ બેડરેસ્ટ ની સલાહ આપી છે. આ સંજોગોમાં અમે એકલા હોઈએ તારી મદદની જરૂર છે"
બિરજુ એ જવાબ દેતા કહ્યું " કોઈ ચિંતા નહીં, ઓપરેશન સમયે હું તથા બંસી બન્ને હાજર રહેશું જો તમને અનુકૂળ હોય તો ઘર બંધ કરીને તમે અહીં રહેવા આવી જાઓ અને મમ્મી માટે બન્ને ટાઈમ ટિફિન દવાખાને પહોંચતું કરવાની વ્યવસ્થા હું કરીશ જો એ તમને અનુકૂળ ન હોય તો તમારું ટિફિન પણ ઘેર પહોંચતું કરીશુ મમ્મીને દવાખાનામાંથી રજા આપે ત્યારે સીધા અહીં ઘેર જ આવવાનું રાખશો જેથી અહીં તેને પૂરો આરામ મળે અને એનું બધું સચવાઈ રહે. અને હા, હું દવાખાને આવીશ ત્યારે પૂરતા પૈસા તમને આપતો જઈશ જેથી કોઈ વાતે મૂંઝાતા નહીં " આટલું કહી બિરજુએ ફોન મૂકી દીધો 
આ માહિતી તેણે બંસીને આપતાં કહ્યું "મમ્મી પડી જતાં થાપાનું હાડકું ભાંગી ગયું છે અને તેનું ઓપરેશન નક્કી થયું છે ત્યારબાદ બેડરેસ્ટ ની સલાહ મળતા મમ્મી પપ્પા બન્ને અહીં રહેવા આવશે"
 બંસી, જે મા-બાપ પુત્રવધુ તરીકે અંધકન્યાને સ્વીકારવા તૈયાર  નહોતા, લગ્ન સમયે નિમંત્રણ આપવા છતાં દીકરા વહુને આશીર્વાદઆપવા પણ આવ્યા નહોતા એ  મા બાપને પોતાની જરૂરિયાતે દીકરો વહુ સાંભર્યા"
જવાબમાં બંસીએ કહ્યું " બિરજુ, એવું ના બોલ ગમે તેમ તો એ એ જન્મદાતા છે. આપણે હમેશા નમ્ર રહી આપણી ફરજ બજાવી સંસ્કાર નિભાવવા જોઈએ ખુશીથી બન્ને ભલે આવે એ બહાને મને પણ ઘરમાં વસ્તી જેવું લાગશે"
અગાઉ નક્કી થયા મુજબ નિશ્ચિત દિવસે બંસી અને બિરજુ બન્ને  ઓપરેશન સમયે દવાખાને પહોંચી ગયા અને સફળ શસ્ત્ર ક્રિયા બાદ રજા મળતાં બિરજુને ઘેર રહેવા બન્ને આવી ગયા. બંસીએ પોતાના સાસુ સસરાને ચરણસ્પર્શ કરતા આગ્રહ સાથે કહ્યું " હવે તમો બન્ને કાયમ માટે અહીં જ રેહજો, ઉંમર અને અવસ્થાએ ગમે ત્યારે જરૂર પડે તો અમે સાથે હોઈએ તો તમને ચિંતા ન રહે."
 બિરજુની મમ્મીથી બોલાઈ ગયું "ખાનદાનીના ખોરડે ધજા ન ફરકતી હોય" 
 બિરજુના પપ્પાએ ચશ્મા ઉતારી આંખના ભીંજાયેલા ખૂણા રૂમાલથી સાફ કર્યા