દૃશ્ય:-મોતીબાગ જૂનાગઢ નજીકના એક વિશાળ ફ્લેટનું.
Monday, 28 February 2022
મહાદેવ બુધવારીયામાં
Sunday, 27 February 2022
I Have Gone Through All Of These..
When Someone Throws You Out Of Their
Life For Someone Else? ♥
Do You Know How It Feels
When You Want To Die With Each
Breath..? ♥
Do You Know How It Feels
When Someone Else Snatching The
Person You Loved The Most..? ♥
Do You Know How It Feels..
When You Have To Say "I'm Fine" 'And
Fake a Smile
But Nothing Is OK At All..? ♥
Do You Know How It Feels
When You Try Hard To Smile But Tears
Fall Unknowingly..? ♥
I Have Gone Through All Of These..
જોડણીના સામાન્ય નિયમો
ગુજરાતી માતૃભાષા હોવાથી વધુ વંચાય છે,અને વધુ લખાય પણ છે.પરંતુ ભાષા-શાસ્ત્ર,અને વ્યાકરણની એરણ પર ચડત્તા ઘણા લખાણો તે ચકાસનીમાંથી સફળ થતા નથી.એનું કારણ માત્ર વ્યાકરણીય જ્ઞાન છે.
હું લેખક કેવી રીતે (ન) બની શક્યો ?
લગભગ ચૌદ-પંદર વર્ષની મારી ઉંમર હશે.આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.એ વખતે ઝગમગ અને બાલસંદેશ બાળ સાપ્તાહિક વધુ પ્રચલિત અને લોકપ્રિય હતા તેથી જ્ઞાનવૃધ્ધિ અને માનસિક મનોરંજન અર્થે એ બન્ને સાપ્તાહિકના લવાજમનું બજેટ મંજુર કરી મને પિતાશ્રીએ બંધાવી આપ્યા હતા.
માતૃભાષા દિન
ગજબ થયો...
ગઈકાલે રાત્રે ભર ઉંઘમાં સૂતો હતો એવામાં ઘરની ડેલી ખખડયાનો અવાજ આવ્યો કોઈ ભ્રમ હશે માનીને મેં ધ્યાન ન આપ્યું તુરત જ ફરી જોરથી ડેલી ખખડી. હું ઉઠ્યોપ્રવેશદ્વાર ખોલતાં જ એક અસ્સલ નાગર ગૃહસ્થ પહેરવેશ ધારી વયસ્ક સજ્જન સામે ઊભા હતા.
એની પાઘડી,સફેદ મૂછ,ગોળ ફ્રેમના ચશ્મા જોઈ કોઈ વિદ્વાન વ્યક્તિ હોવાની મારા માનસપટ પર છબી અંકિત થઈ.
મેં કરબધ્ધ સ્વાગત કરતા કહ્યું,
" પધારો.તસ્કર ભાંગે એવી આ અંધારી અર્ધી રાત્રે આપે પધારવાનું કોઈ ખાસ પ્રયોજન ?આ પૃથ્વી પર આપ કયા નામધારીથી હયાતી ધરાવો છો ?"
મીઠા,મૃદુ સ્વરમાં જવાબ આપ્યો
"હે હાટકેશ જન હું પણ હાટકેશ પુત્ર છું અને રમણ નામ ધારી હું પૃથ્વીલોક પર શ્વસુ છું"
બસ,તુરત જ શરૂ કર્યું. "ગુર્જર નગરી સ્થિત સંસ્કાર નગરીના રહેવાસી,એક તો તું હાટકેશ પુત્ર હોવા કારણે બીજું શિક્ષિત પરિવાર નું શિક્ષિત ફરજંદ હોવા કારણે,અને ત્રીજું સંસ્કાર નગરીના નગરજન હોવા કારણે તારી માતૃભાષા અતિ શુદ્ધ હોવી આવશ્યક છે.
આજકાલ "મુખ પુસ્તક" ઉપર ક્યારેક દ્રશ્યમાન થતી તારી લેખીનીનું અધ્યયન કરતા હું ખૂબ દુઃખની અનુભૂતિ કરું છું.ભાષાના જ્ઞાન અને વિશદ અભ્યાસના અભાવની અનુભૂતિ થાય છે ત્યારે મને પૃથ્વી લોક પરનો મારો ફેરો અફળ લાગે છે"
થોડો વિરામ.લેતા મેં પૂછ્યું,
" હે સાહિત્ય શિરોમણી,આ "મુખ પુસ્તક" શું છે.મેં આવુ કોઈ તુચ્છ નામ સાંભળ્યું નથી.
"વત્સ,એ આ લોકમાં ફેસબુકથી વધુ જાણીતું છે.ફરી શરૂ કરતાં પૂછ્યું સન૧૯૦૦ માં મેં લખેલું ભદ્રંભદ્ર અધ્યયન અર્થે તે તારી દ્રષ્ટિને કષ્ટિ આપી છે "
"હે વિદ્વાન કદાચ પ્રિય નહિ હોય પણ સત્ય અવશ્ય છે કે મેં એ પુસ્તક આજસુધી કરગ્રહણ નથી કર્યું.નિખાલસ સત્ય પ્રગટ કરતા મેં કહ્યું.
વિદ્વાન ખડખડાટ હસ્યા અને બોલ્યા,તું નહિ તારા જેવા પ્રાણી શ્રેષ્ઠ ગર્દભ સમા એવા ઘણા છે જે પૈકી તું એક છે.ખુલ્લે આમ ગુજરાતી સાહિત્યને વસ્ત્રહીન કરવામાં આપણે ગુજરાતીઓ અગ્ર ક્રમે છીએ.જનસેવક પણ બિચારા શું કરે ?કેટલો પરિશ્રમ કરે ? પોતા ખુદનું સાચવવાનું પડતું મૂકી સાહિત્યની સેવા કે માતૃભાષા બચાવવા રણે ચડે ?
આપણામાં સાહિત્યનું નિર્મળ અને સાચું જ્ઞાન ત્યારથી જ આવશે જ્યારે પદાધિકારીઓનાં સંતાનો સરકાર સંચાલિત ગુજરાતી શાળામાં પ્રવેશી ગુજરાતી મૂળાક્ષરો શીખશે.ચલચિત્ર ઘર,જલપાન ગૃહ, ઉપર માતૃભાષામાં વિજ્ઞાપન સૂચિત કરવાથી ભાષા સુધરી જશે એ મહા ભ્રમ છે.ગુજરાતી સાહિત્યનું અધ:પતન,અને અધોગતિ દ્રષ્ટિ ગોચર થતા હું દુઃખ અનુભવું છું.
ગઈકાલ રોજ માતૃભાષા દિન તરીકે થયેલી ઉજવણીમાં હું સદેહે ઉપસ્થિત ન હોવા છતાં જાણ્યું કે સભા પૂરતી જ સભાનતા કેળવતા માતૃભાષા પૂજકો,અને કલમનવેશો બહાર અનાર્ય ભાષા પ્રયોગ કરતા હતા."
બસ, આટલું જ સાંભળ્યું ત્યાં ઘર બહાર દૂધવાળા ભાઈએ બૂમ મારી
" દૂધ..લ..ઇ.જાવ" પ્રાતઃ કાલે છ વાગ્યાનો સમય સમય દર્શક યંત્ર દર્શાવતું હતું.
Monday, 21 February 2022
1. સિક્યુરિટી ઓફિસર
શુભેન્દુ રોય એક સુખી સંપન્ન ઉદ્યોગપતિ હતો હીરા ઉદ્યોગમાં સમગ્ર દેશ-પરદેશમાં એ ટોચનું સ્થાન ધરાવતો હતો. ઇન્ટરનેશનલ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ નામે ભારત ઉપરાંત યુરોપ, જપાન દુબઇ, અને અમેરિકામાં તેના ઉદ્યોગની બોલબાલા હતી.અલમસ્ત મિજાજનો, આનંદી, હસમુખો અને વાચાળ શુભેન્દુએ બે વર્ષ પહેલા કોરોના મહામારીમાં યુવાન પત્નીને ગુમાવ્યા પછી બિલકુલ એકાકી,આંતરમુખી,બોલવામાં સહેજ તોછડો થઇ ગયો હતો.પત્નીના અવસાન પછી નિઃસંતાન શુભેન્દુનો સ્વભાવ બિલકુલ વિપરીત અને વિચિત્ર થઇ ગયો હતો.
એકવાર પોતાના ઔદ્યોગિક સંકુલ માટે સિક્યુરિટી ઓફિસરની જગ્યા ખાલી પડતા વર્તમાનપત્રમાં જાહેરાત આપી એ માટે ઇન્ટરવ્યૂ ગોઠવ્યા હતા.લગભગ ત્રીશેક ઉમેદવારો હાજર હતા.એ પૈકી એક વિજય શિંદે નામના સામાન્ય ઊંચાઈ અને એકવડિયા બાંધાના યુવાનનો ઇન્ટરવ્યૂમાં વારો આવતા એને બોલાવવામાં આવ્યો ઇન્ટરવ્યૂ લેવા માટે શુભેન્દુ તથા તેનો અંગત મદદનીશ મી.પરીખ બેઠા હતા.ઇન્ટરવ્યૂ સમિતિ સમક્ષ હાજર થતાં શુભેન્દુએ વિજયની અરજી વાંચી પગથી માથા સુધી નિરીક્ષણ કર્યા બાદ પૂછ્યું
"તમે વિજય કુમાર શિંદે ?
વિજયે સસ્મિત જવાબ આપતા કહ્યું, "જી, હું વિજય કુમાર શિંદે"
ઇન્ટરવ્યૂ શરૂ કરતા પહેલા મારે તમને બે પ્રશ્ન પૂછવા છે.પહેલું, અમે આ જગ્યા માટે સ્નાતકની લાયકાત માગી છે,જયારે તમે અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક છો, તમે ધારો તો કોઈ પણ કોલેજમાં તમને વ્યાખ્યાતાની અહીં કરતા વધુ પગારથી નોકરી મળી જાય,તો પછી આ જગ્યા માટે અરજી કરવાનું કારણ શું ? શું તમારી કોઈ એવી મજબૂરી છે ? શુભેન્દુએ પૂછ્યું.
"જી, સિક્યુરિટી ઓફિસર બનવું એ મારું બચપણ નું સ્વપ્ન છે,અને એ કારણે મેં અરજી કરી છે.મજબૂરી કોઈ નથી.મને ઇન્દિરા ગાંધી યુનિવર્સીટી તરફથી વ્યાખ્યાતાની નોકરી માટે પસંદગી પત્ર મળ્યો છે, જો હું અહીં પસંદગી નહીં પામું તો હું એ જગ્યાએ હાજર થવાનો જ છું " વિજયે શુભેન્દુની આંખમાં આંખ મેળવી નિર્ભિત રીતે જવાબ આપ્યો
શુભેન્દુએ થોડી કરડાકીથી બીજો પ્રશ્ન પૂછ્યો "મને લાગે છે કે તમે જાહેરાત પુરી વાંચી નથી લાગતી.અમે જાહેરાતમાં શારીરિક યોગ્યતાનો પણ ઉલ્લેખ કર્યો છે એ મુજબ ઊંચાઈ 5'8 ઇંચ અને વજન 70 કિલો માગ્યુ છે,જયારે અરજીમાં લખ્યા મુજબ તમારી ઊંચાઈ 5'4 અને વજન માત્ર 63 કિલો દર્શાવાયું છે "
" જી સાહેબ, આપ સાચા છો અરજીમાં લખ્યા પ્રમાણેની જ હું શારીરિક લાયકાત ધરાવું છું પણ હું એવું માનું છું કે "સિક્યુરિટી ઓફિસરની જ્ગ્યા માટે હિંમત,અને આત્મવિશ્વાસ વધુ જરૂરી છે,જે મારામાં છે એ માટે કોઈ શારીરિક યોગ્યતા આવશ્યક નથી, ભૂતકાળમાં કોઈ એક ઉદ્યોગપતિએ મને આવું કહેલું એ પણ મને આજે યાદ છે" ભરપૂર આત્મવિશ્વાસથી વિજયે જવાબ આપ્યો,
વિજયનો જવાબ સાંભળી શુભેન્દુ નો પારો સાતમે આસમાને પહોંચ્યો. પોતાના બદલાયેલા સ્વભાવ મુજબ થોડી ઉદ્ધત ભાષામાં બોલ્યો " જુવાન,તારા મોઢામાં હજી દૂધ ગંધાય છે, હું આટલો અનુભવી ઉદ્યોગપતિ અને તું લવરમુછીયો મને સલાહ આપે છે ? અહીં તને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે તારા કાલ્પનિક ગપ્પા સાંભળવા નહીં યુ ગેટ આઉટ ડોન્ટ વેસ્ટ માય ટાઈમ "
અદબ વાળીને ચુપચાપ ઉભેલ વિજયે નીચું જોઈ જવાબ વાળ્યો "સર,જેવો તમારો હુકમ પણ જતા પહેલા હું એક વાત આપને જરૂર કહીશ, કે આ નોકરી ન મળે એનો મને કોઇ અફસોસ નથી પણ મને પૂરો સાંભળવાની તક ન આપવા બદલ આપને જરૂર અફ્સસોસ સાથે પસ્તાવો થશે. આભાર." આટલું કહી વિજય ધીમા પણ મક્કમ ડગલે કેબિનમાંથી બહાર નીકળી ગયો.
કેબિનમાં ઘડીક સન્નાટો છવાઈ ગયો. શુભેન્દુ સમસમી ગયો. આટલા વર્ષોની પોતાની સફળ બિઝનેસમેન તરીકેની કારકિર્દીમાં કોઈ ચમરબંધી પણ આંખમાં આંખ મેળવીને આ રીતે વાત નથી કરી શક્યો એ મારે ત્યાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવનાર કાલ સવારે ઉગીને ઉભો થતો છોકરડો આટલું સ્પષ્ટ બિન્દાસ્ત રીતે કહી ગયો ? એ વિચારે શુભેન્દુ થોડો અકળાયો.શુભેન્દુએ કપાળ ઉપરનો પરસેવો લૂછતાં,ગ્લાસમાંથી ઠંડુ પાણી પીધું. થોડીવારે મદદનીશે મૌન તોડતા કહ્યું," સર,માફ કરજો પણ આ છોકરાની નીડરતા, આત્મવિશ્વાસ અને બોડીલેંગ્વેજ અદભુત છે, મને એવું લાગે છે કે આપણે તેને એકવાર સાંભળવાની તક તો આપવી જોઈએ,પછી શું નિર્ણય લેવો એ તો આપણા હાથની વાત છે ને ?
શુભેન્દુનો ગુસ્સો ઠંડો થતાં મદદનીશની વાત ગળે ઉતરી અને કહ્યું " મી.પરીખ, તમે સાચા છો.બોલાવો એ છોકરાને ફરીથી " મદદનીશે નીચે સ્વાગત કક્ષમાં બેસેલ યુવતીને ફોન કરતા કહ્યું " હમણાં જ એક સફેદ શર્ટ પેન્ટવાળો યુવાન લિફ્ટમાંથી નીચે આવશે, એનું નામ વિજય શિંદે છે એને ઉપર મોકલો "
અગિયારમા માળેથી લિફ્ટમાં નીચે આવતા જ સ્વાગત કર્મચારી યુવતીએ વિજયને પૂછ્યું " તમારું નામ વિજયકુમાર શિંદે છે ? તમને ઉપર સાહેબ બોલાવે છે.
વિજય ફરી લિફ્ટમાં ઉપર ગયો શુભેન્દુની પરવાનગી લઇ કેબિનમાં દાખલ થયો. આ વખતે શુભેન્દુ થોડો કુણો પડ્યો અને પૂછ્યું " બોલ જુવાન તું શું આગળ કહેવા માંગતો હતો ?
વિજયે સ્મિત સાથે આભાર માનતા કહ્યું, "સર,બસ એટલું જ કે કોઈ પણ જગ્યા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આત્મવિશ્વાસ અને હિંમત જરૂરી છે,મારા માનવા પ્રમાણે આપે માગેલી શારીરિક લાયકાત વિના પણ કોઈ ઉમેદવાર શક્ષમ રીતે પોતાની સિક્યુરિટી ઓફિસર તરીકેની પોતાની જવાબદારી નિભાવી શકે,અને એ હું અહીં સાબિત કરવા માગતો હતો " આટલું બોલતા વિજયે પોતાની ફાઈલમાંથી એક ફોટો કાઢી શુભેન્દુના હાથમાં મુક્યો.
શુભેન્દુએ ફોટો હાથમાં લઈ ને જોતા જ એના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અત્યાર સુધી અદબવાળીને ઉભેલા વિજયને ખુરશી ઉપર બેસવા સૂચન કરતા આશ્ચર્યથી ગરકાવ થઇ જઇ પૂછ્યું" આ ફોટો તારી પાસે ક્યાંથી આવ્યો ?"
"સર,આપના બધાજ પ્રશ્નોના જવાબ મારી પાસે રહેલા ફોટાથી જ મળી જશે " એમ કહેતા ફાઇલમાંથી બીજો ફોટો કાઢી શુભેન્દુના હાથમાં મુક્યો.
બીજો ફોટો જોતા જ શુભેન્દુ અવાચક થઇ ગયો. ભાવુક બની એકીટશે ફોટાને નીરખતો રહ્યો અને આંખમાં આવતા આંસુને ખાળવા ચશ્મા નીચે રૂમાલ દબાવ્યો. શુભેન્દુ ગળગળો થઈ જતા બોલ્યો " ઓહો, તો તું એ જ વિજય શિંદે છે ? સોરી,મેં તને ઓળખ્યો નહીં. તું એક કામ કર, નીચે પ્રતીક્ષાખંડમાં બેસ, હું તને થોડીવારમાં બોલવું છું."
વિજયના ગયા બાદ શુભેન્દુએ ખુદે સ્વાગત કર્મચારીને ફોન કરતા કહ્યું " આવનાર વિજયને પ્રતીક્ષાખંડમાં બેસારી એમને માટે ચા-પાણીની વ્યવસ્થા કરો "
થોડીવાર પહેલાંજ ગુસ્સે થઇ અને વિજયને ગમેતે શબ્દો કહેનાર શુભેન્દુમાં અચાનક જ પરિવર્તન આવી જઇ આટલા મૃદુ અને વિવેકી શબ્દોથી એને માટે ચા-પાણીની સૂચના આપતા શુભેન્દુના બદલાયેલ વર્તનથી મદદનિશ પરીખ અચંબો પામી ગયા, એ સમજી ન શક્યા કે આખરે એવા ક્યા ફોટા વિજયે શુભેન્દુને બતાવ્યા છે કે એનું આટલી હદે હૃદય પરિવર્તન થઇ ગયું ? પરીખ સાહેબ હજુ આ વિચારેજ છે ત્યાં શુભેન્દુએ ભાવુક સ્વરમાં ગળગળા થઇ જઇ પરીખ સાહેબને પહેલો ફોટો બતાવતા કહ્યું " પરીખ, જુઓ આજથી વીસ વર્ષ પહેલા મારા લગ્ન પછી અમે બન્ને હનીમૂન માટે ગોવા ગયેલા તે સમયની આ સમુદ્ર કિનારે પડાવેલી તસ્વીર છે"
સ્વપ્નું બનેલ સોનેરી ભૂતકાળમાં ખોવાઈ જતા શુભેન્દુએ આગળ ચલાવ્યું," એક દિવસ સાંજના સમયે ગોવાના સમુદ્ર તટ પર મદમસ્ત હવામાં અમે બન્ને જયારે સૂર્યાસ્તની મજા લૂંટતા હતા એ દરમ્યાન પાછળથી કોઈ બે મોટરસાયકલ સવારે આવીને મારી પત્નીના ગળામાં પહેરેલ દશ તોલાનો સોનાનો હાર અને ખભે લટકાવેલ મનીબેગ ચીલઝડપ કરી અચાનક ભાગી છૂટ્યા,જોત જોતામાં તો એ હવામાં ઓગળી ગયા અને અમે બચાવો બચાવોની બુમ પાડતા નિ:સહાય સ્થિતિમાં આંખ ચોળતા એ દ્રશ્ય જોતા રહ્યા.એ મની બેગમાં હોટેલના બિલ પેટે ચૂકવવા માટેના રૂપિયા વીસ હજાર રોકડા તથા હોટેલના રૂમની ચાવી પણ હતા.એ દરમ્યાન ત્યાંથી પસાર થતા એક મોટરસાયકલ ચાલક કિશોરે આ દ્રશ્ય જોઈ,એ લુટારુઓનો પીછો કર્યો લગભગ સાત-આઠ કિ.મી.પીછો કર્યા બાદ એ બહાદુર કિશોરે બન્ને લૂંટારૂઓને પકડી પાડ્યા અને એકલે હાથે બન્નેને મારી મારીને લોહીલુહાણ કરી નાખી મારા પત્નીનો હાર અને મની બેગ લઈ આવી અમને સહી સલામત પરત કર્યા એ બહાદુર કિશોર તે જ આ વિજય શિંદે."
આ કિશોરની બહાદુરી અને હિંમતથી ખુશ થઇ મેં એને તત્કાળ રૂપિયા દશ હજાર બક્ષીશ પેટે આપ્યા ત્યારે તેણે હાથ જોડતા કહ્યું "સાહેબ હું ગરીબ જરૂર છું મારે પણ અભ્યાસ માટે ફી ભરવા રૂપિયા-પૈસાની સખત જરૂર છે પણ માનવતા પાસે રૂપિયાનું મૂલ્ય શૂન્ય છે મારે આપની બક્ષીશ નથી જોઈતી, મેં માત્ર માનવ સહજ સહાય કરવાથી વિશેષ કશું નથી કર્યું, જો આપ મને બક્ષીશ આપવા માંગતા જ હો તો હું એક વસ્તુ જરૂર માગીશ અને જો એ મને આપશો તો એ મને આપના દશ હજાર રૂપિયા કરતાં પણ વિશેષ છે " કિશોરની એ માગણી પૂછતાં તેણે કહ્યું "સાહેબ, આપ જો પરવાનગી આપો તો મારે મેડમ સાથે એક ફોટો પડાવવો છે, જે મને જીવનપર્યન્તની યાદગીરી રહેશે આપે આપેલા રૂપિયા તો ટૂંક સમયમાં વપરાઈ જશે." સમુદ્ર કિનારે બેસેલા ફોટોગ્રાફર્સ પૈકી એકને બોલાવીને મેં તેને મારા પત્ની સાથે ફોટો પડાવવા મંજૂરી આપી.જુઓ મારા પત્ની સાથે આ કિશોરની તસ્વીર એવું કહી શુભેન્દુએ બીજો ફોટો પણ પરીખ સાહેબના હાથમાં મુકતા ચોમાસામાં જેમ નેવાના પાણી ટપકે એમ શુભેન્દુની આંખમાંથી અશ્રુ રૂપે પત્નીની યાદ ટપ ટપ ટપકવા લાગી.
થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરતા શુભેન્દુ બોલ્યો,"જયારે એ કિશોરે મારી બક્ષીશ લેવાનો ઇન્કાર કરી મને પગે લાગી આશીર્વાદ આપવાનું કહ્યું ત્યારે હું એ જ ઉદ્યોગપતિ છું જેણે તેને આશીર્વાદ આપતા કહ્યું હતું કે " જીવનમાં આગળ વધવા માટે માત્ર હિંમત,અને આત્મવિશ્વાસ વધુ જરૂરી છે એ તારામાં અખૂટ હોવાથી ભવિષ્યમાં તું ખુબ આગળ વધીશ" મારા જ બોલેલા શબ્દો એણે વીસ વર્ષ પછી પણ યાદ રાખીને મને યાદ અપાવ્યા. મી.પરીખ આ છોકરાને આપણી કંપનીમાં ચીફ સિક્યુરિટી ઓફિસરના પદ ઉપર નિમણુંક આપતો પત્ર અત્યારે જ હાથોહાથ આપી આવતીકાલથી ફરજ ઉપર હાજર થવાનું કહો એ દરમ્યાન એને માટે રહેવા સ્ટાફ ક્વાર્ટર્સમાંથી એક ફૂલ ફર્નિસ્ડ બંગલો અને એક નવી નકોર ઇનોવા કાર પણ ફાળવો.
*******