સ્વ,મનહરશંકર મતિશંકર કીકાણી.
( લાધાભાઇમાસ્તર ).
1912-1977
" ઝળહળતી રોશનીના પ્રકાશમાં ભવ્ય ઈમારતની ટોચનાગુંબજને જોઈ ને વખાણનારાને ક્યાં ખબર છે કે તે ઈમારત ના પાયામાં ધરબાયેલી ઈંટ જ ઈમારત ની સાચી શોભા અને યશ છે. "
આઝાદી પહેલા જુનાગઢ ની બાલશાળા માં ભણેલા ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર,ઇન્જિનીયર,
ચાર્ટર્ડએકાઉટંટ,કે બાહોશ ધારાશાસ્ત્રી, થયા હશે, પણ ભાગ્યેજ બહુથોડા ને આવા પદ પર પહોચ્યા પછી અતિત માં ડોકિયું કરવા નો સમય મળે છે.
અને જો સમય મળે તો બહુજ થોડાને અતિતનું સ્મરણ રહે છે .
આજે મારા 70માં જન્મદિવસે મારા તેવા એક ગુરુ ને હું વંદન કરું છું .તે શિક્ષક એટલે સ્વ મુ, લાધાભાઇ કિકાણી,બહુ થોડા લોકો ને ખબર હશે કે તેનું મુળનામ મનહરશંકર મતિશંકર કિકાણી,હતું. પોતાની મુળરાશિ વિનાનાનામ પાછળ પણ એકમજાની વાતછે પહેલા ના જમાના માં લગ્ન પછી સંતાન મોડા થાય તોપહેલા જન્મેલા સંતાન નું નામ
કૈંક જુદુજ રખાતું હતું તે રીતે સ્વ. લાધાભાઇ તેમના પિતાના જ્યેષ્ઠ પુત્ર હતા. અને
" પુત્ર લાધ્યો " એમ કેહવાતા તેનું હુલામણું નામ ત્યારથી લાધ્યાભાઇ પડ્યું,
જે તુરંત માં અપભ્રંશ થઇ લાધાભાઇ તરીકે બોલાયું. આમ સમયાન્તરે તે અધિકૃત, અને સર્વમાન્ય પ્રચલિત નામ થી તે આજીવન ઓળખાયા.
એટલુજ નહી પરંતુ તેમના પુત્રો પણ આજની તારીખે પિતાના નામ તરીકે લાધાભાઇ જ લખે છે.
કે જેમણે સાચા અર્થ માં માસ્તરી ની મહેફીલો જમાવી, કેટલાયે વિદ્યાર્થીઓ ની જિંદગી બનાવી.
ગોરોવાન,કત્થાઈ ગોળ ટોપી, ધોતિયું, અને લીટી વાળું શર્ટ,અથવા કફની. પગ માં હંમેશા કંતાન ના બુટ, અથવા (ભાગ્યેજ) ચંપલ.
નિજાનંદ માં જીવતા આ સાચા શિક્ષક નું મૂલ્ય તે સમય માં થોડું હતું.
પરંતુ બાલશાળા થી જીવનની કારકિર્દીની શરૂવાતકરી, સ્ટેશનપાસેની જુનીબુગદાશાળા, (હાલ ની કુમારશાળા-6 ) સુધી પોતાની માસ્તરી ની મહેક ફેલાવી.
હું ગણિતમાં કાચો. ગણિતમાં તૈયાર કરાવવા માટેના પિતાજીના અનેકવિધ પ્રયોગો પછી હારી, થાકી, અને મુ લાધાભાઇ ને શરણે મોકલ્યો. ઘેર ટ્યુશન રખાવ્યું, અને Rs.5/ માસિક ફી થી ઘેર ભણાવવા આવવું શરુ કર્યું 1 to100 શીખતા ખાસ્સો દોઢ મહિનો લાગ્યો મનેપણ ગણિત નામે ત્રાસથતો, એટલી હદે કે ગણિતનું પુસ્તક હાથમાં લેતા જાણે વીજળી નો જીવતોવાયર પકડ્યો હોય, તેવી અનુભૂતિ થતી. ધીમે ધીમે બધું આગળ ચાલ્યું અને છેલ્લે પા, અડધા,અને પોણા,ના આંક, પછી સવાયા દોઢા અને અઢિયા ના આંક શીખવતા ખુદ સાહેબને પણ પરસેવો વળીજતો. આઝાદી પૂર્વેના તેમના શિષ્યોને યાદહશે કે સાહેબ નો ઉત્સાહ અને ખંત કેવા હતા.
સ્વ લાધાભાઇ વિષે તેના ભુતપૂર્વ વિદ્યાર્થી, અને અમેરિકા સ્થિર થયેલ રમતવીર સ્વ. ડો પરિમલ માંકડે એક વાર કહેલું કે "તાળો મેળવવા( જવાબ ની સત્યતાચકાસવી) ની અદભૂતકળા જો શીખવી હોયતો તે માત્ર લાધાભાઇ માસ્તર જ શીખવી શકે".
અમેરિકા સુધી જેની કુશળતા વિષે બોલાતું હોય તે શિક્ષક નું પ્રાવિણ્ય
કેવું હોઈ શકે ? તેનું આ ઉદાહરણ છે.
જે જમાના માં કેલકયુલેટર , કે નોટ ગણવાના મશીન ન હતા અને બધુજ બેંક નું કામ મેન્યુઅલી
થતું હતું તે સમયે મને બેંક માં નોકરી મળતા,હિસાબી જ્ઞાન શીખવવાનો યશ સ્વ. લાધાભાઇ સાહેબ ને ફાળે જાય છે.
સ્વ. લાધાભાઇ સામાન્ય પરિવાર માં જન્મી અને સામાન્યજીવન જીવ્યા.
1977 માં જામનગર ખાતે તેનું અવસાન થયું
તેમને કુલ ચાર સંતાન જે પૈકી એક દીકરી અને ત્રણ પુત્ર-રત્ન.
મોટા પુત્ર વિપિન મારો મિત્ર અને સહાધ્યાયી ,
જ્યોતીન્દ્ર દવે જેવું સુકલકડી શરીર પણ તેવોજ બુદ્ધિમાન.
તખ્તા નો તે અદલ કલાકાર, અને વળી કલમ નો પણ કસબી ખરો જ. હાલ તે સુરત ની કોલેજ માં પ્રાધ્યાપક છે
બીજો પુત્ર તે પ્રવિણ પિતા ના પગલે તે પણ પૈતૃક વારસો લઇ શિક્ષક બન્યો
અને ત્રીજો પુત્ર તે વિજય.
વિજય કિકાણી બહુ પ્રચલિત, લોકજીભે ચડેલું નામ છે.
પિતા જેટલીજ સાદગી. હમેશા પગપાળા જ ફરવાનું અને નિસ્પૃહી, અને, બિનાડામ્બરી જીવન.
વિજય જુનાગઢ ની અનેક સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે
છતાં ક્યાંયે કોઈ જગ્યા એ સુટ -બુટ માં ફોટો પડાવી, અને પ્રસિદ્ધિ મેળવવા નો પ્રયાસ કોઈ વર્તમાનપત્ર કે બરછી સહિત માં જોયો નથી. પ્રસિદ્ધી ની ભૂખ મોદી, થી બચ્ચન
અને શાહરૂખ,થી સલમાનસુધી ના સહુ કોઈ ને પણ હોય, કાર્યક્ષેત્ર પ્રમાણે ભલે તે નાની કે મોટી, પણ તે ભાંગેનહી તેવી ભૂખ વિજય માં કદાપી દ્રષ્ટિગોચર નથી થઇ. કારણ કે, વિજય ન તો રાજકારણી છે, ન તો કલાકાર. તે છે સેવા અને આદર્શ ની જીવંત મુર્તિસમો. તેઓ ઘણી સંસ્થા સાથે જોડાયેલા છે .
માલીવાડા ખાતે ના બજરંગ દલ ધૂન મંડળ નું 74 મુ વર્ષ ચાલે છે આવતે વર્ષે અમૃત મહોત્સવ ઉજવાશે.
તેમાં ગરીબો ને અન્ન દાન, અને વસ્ત્ર દાન થાય છે આવડી મોટી સંસ્થા ને, આજીવિકા માટે કરવી પડતી નોકરી ઉપરાંત સમય આપવો તે ઘણું અઘરું કામ છે.
"નરસિંહ મેહતા પ્રતિમા સમિતિ" માં તેઓ કાર્યરત છે તેઓ એક ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
વસાવડ ખાતે આકાર લઇ રહેલ નરસિંહ મેહતા ધામમાં પણ તેઓ ટ્રસ્ટી છે.
સૌથી મોટું અને ભગીરથ કાર્ય તે તેમનું વૃધાશ્રમ
આજે પોતા ના ઘર ના વડીલ ના સુખદુખ પૂછવાનો સમય પોતાના સંતાનો ને નથી હોતો, તેવા વૃદ્ધ વડીલો ના ખભે હાથ મૂકી ને પ્રેમ થી સાંભળવા સહેલું નથી.
પોતે તેટલાજ ધાર્મિક વૃતિ ના છે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ, અને વૃદ્ધાશ્રમ, એ વિજય ની સેવાપ્રવૃત્તિ માં એક રંગીન પીછું ઉમેર્યું છે.
મારું અંગત માનવું છે કે આવા જ્ઞાતિના ગોઉરવ સમાં સેવાભાવી ને
જો
**ભ્રાતૃમંડલ કોઈ વાર બિરદાવે, અથવા શાલ ઓઢાડી ને સન્માન કરે , કે પુષ્પ ગુચ્છ થી નવાજે તો તે ખોટું નથી.
હું ઘણા વર્ષો થી જુનાગઢ ની બહાર છું, તેથી જો ભૂતકાળ માં આવું બહુમાન કર્યું હોય તો મને ખબર નથી.
નવાવર્ષ ના સ્નેહ્સમેલનમાંપણ જો આવા સેવાભાવી ને કોઈ વાર અતિથી વિશેષ બનવાની તક મળે, તો તે પણ યોગ્ય બહુમાન ગણાય.
તેમના મનનીય પ્રવર્ચન થી આવનારી પેઢી નાસંસ્કાર માં સેવા નું સિંચન જરૂર થાય.
સેવાભાવીઓ ને બહુમાનની નથીપડી હોતી. તેમછતાં માત્ર પુષ્પગુચ્છ પણ તેને મન પદ્મભૂષણ સમાન એટલે છે કે તે પોતાનીજ્ઞાતિ એ કરેલી તેની કદર છે.
હું એમ પણ માનું છું કે વિજયની સેવા ની કદરકરવી તે આડકતરી રીતે સ્વ લાધાભાઇ ની કદર કરી તે સદગત આત્મા ને સાચું તર્પણ આપ્યા બરાબર છે.
સ્વ લાધાભાઇ કિકાણી સાહેબ ને મારી હાર્દિક શબ્દાંજલિ અર્પું છું.
**(અત્રે રજુ થયેલ વિચારો માત્ર મારો અંગત મતછે. કૃપાકરી તેને સલાહ, સૂચન, કે માર્ગદર્શન ન ગણવા વિનંતી તેટલી ક્ષમતા મારામાં નથી).